Tara vina nahi rahevaay in Gujarati Fiction Stories by Dietitian Snehal Malaviya books and stories PDF | તારા વિના નહિ રહેવાય...!!-8

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

તારા વિના નહિ રહેવાય...!!-8

વાંચક મિત્રો ને આગળ ના ભાગ વાંચી જવા વિનંતી...,

ભૈયા, મેડમ જબ હોશ મે આયેગી મૈ આપકો ખબર કર દૂંગા આપ શાંતિ સે બૈઠ જાઇએ. ( પંદર મિનીટ માં લગભગ વીસ વખત સૂર્વી ના બેડ પાસે ચક્કર લગાવી ચૂકેલા અર્જૂન ને અબ્દૂલ એ દિલાસો આપતા કહ્યુ)

અબ્દૂલ ને પણ નવાઇ લાગી રહી હતી અર્જૂન ને આમ પહેલી વાર વિચલીત થતો જોઇ ને, નહિતર ગમે તેવો ક્રીટિકલ કેસ હોય પણ અર્જૂન ના ચહેરા પર ના હાવ ભાવ ક્યારેય બદલાતા નહિ, તે શાંત જ રહેતો પણ અબ્દૂલ આ વિશે અર્જૂન ને કંઇ પણ પુછી શકે તેમ નહોતો.

અબ્દૂલ એક સામાન્ય માણસ હતો, તે રસ્તા પર નીકળતા મૂસાફરો ને નાસ્તો વહેંચવાનુ કામ કરતો.

એક વખત નાસ્તો લેતી વખતે અર્જૂન ની આંગળી માંથી સોના ની વીંટી પડી ગયેલી જેને પરત કરવા અર્જૂન ની પાછળ પાછળ તે છેક તેના ઘર સુધી આવી ગયેલો. તેની આ પ્રામાણિકતા જોઇ ને અર્જૂન ખૂબ જ ખૂશ થઇ ગયેલો અને પછી

ના દિવસ થી જ તેને હોસ્પિટલ પર કામ એ રાખી લીધો હતો ત્યાર થી જ બન્ને વચ્ચે એક લાગણીશીલ સબંધ બંધાઇ ગયેલો, અબ્દૂલ અર્જૂન ને મોટો ભાઇ માનતો હતો અને અર્જૂન પણ તેને એક નાના ભાઇ જેવો જ સ્નેહ આપતો.

***

પોતે જો આમ જ વર્તન કર્યા કરશે તો હોસ્પિટલ માં બધા ને શક થયા વિના રહેશે નહિ એ વાત અર્જૂન ને ધ્યાન માં આવતા એ પોતાની રૂમ માં જતો રહ્યો પણ એનુ મન તો સૂર્વી પાસે જ ફરી રહ્યુ હતુ, પોતે ફક્ત શરીર થી રૂમ માં હતો !! ક્યારે સૂર્વી હોશ માં આવશે અને ક્યારે પોતે એને મળશે એ માટે તે તલપાપડ થઇ રહ્યો હતો.

***

સૂર્વી ને હોશ આવી ગયો હતો અને તે સૂતા સૂતા જ આજૂ બાજૂ માં નજર ફેરવી રહી હતી અને પોતે ક્યાં અને શા માટે છે એ જાણવાની કોશિશ કરી રહી હતી, એટલા માં જ તેના પિતા તેની પાસે આવી ગયા અને તેના માથા પર હાથ ફેરવતા ફેરવતા બધુ જણાવવા લાગ્યા કે પોતે અમરેલી ની હોસ્પિટલ માં એક જાણીતા ડોક્ટર “અર્જૂન શાહ” ની સારવાર હેઠળ અહી એડમીટ છે. આટલુ સાંભળતા જ શાંતિ થી સૂતેલી સૂર્વી ની અચાનક આંખો ફાટી ગઇ અને એ બેડ ઊપર બેઠી થઇ ગઇ. સૂર્વી એ બાજૂ માં ઉભેલા અબ્દૂલ ને બોલાવ્યો અને ડોકટર નો ફોટો બતાવવા કહ્યૂ જેથી તે ચોક્કસપણે જાણી શકે કે ડૉ.અર્જૂન શાહ એ પોતાનો અર્જૂન જ છે!

ફોટો જોઇ ને સૂર્વી ની આંખો માં પાણી આવી ગયા.

હજૂ પણ બિલકુલ નથી બદલ્યો..!! ( સૂર્વી ના મોં માથી ફોટો પર હાથ ફેરવતા ફેરવતા ખૂશી થી શબ્દો સરી પડ્યા)

સૂર્વી એ અબ્દૂલ ને ખૂબ જ વિનંતી કરી ને પોતાને હોશ આવી ગયો છે એ જાણકારી અર્જૂન ને નહિ આપવા માટે મનાવી લીધો.

સૂર્વી ની આવી વર્તણૂક ને કારણે તેના પિતા અને અબ્દૂલ ડઘાઇ ને તેની સામે જોઇ રહ્યા હતા. હવે પિતા થી આ બધુ છુપાવવા નો કોઇ અર્થ રહ્યો નહોતો તેથી સૂર્વી એ પોતાના અને અર્જૂન ના સબંધો વિશે શરૂઆત થી લઇ ને બધુ કહી દીધુ.

તો તમે અલગ શા માટે થયા?? સૂર્વી ના પિતા એ શાંત વાતાવરણ ની ચૂપકી તોડતા પૂછ્યુ.

સૂર્વી ની આંખો સામે એ દિવસ નુ દ્રશ્ય તાજૂ થવા લાગ્યુ. પોતે અર્જૂન ના પ્રેમ માં પૂરી રીતે ભીંજાઇ ને એ રાત્રે હોટેલ એન્જલ માં ડીનર કરી ને ભવિષ્ય ના સપના ઓ જોતી જોતી ઘરે પહોંચી હતી અને ઘરે પહોચતા જ નાના-નાની ના એક્સિડેન્ટ વિશે જાણવા મળ્યુ. તેને થોડી વાર તો શુ કરવુ એ કંઇ સૂજ્યુ નહિ અને હજૂ એ કંઇ વધારે સમજે એ પહેલા તેના ફોન ની રીંગ વાગી, કોલ અર્જૂન ના ઘરે થી હતો એટલે ના છૂટકે તેને રીસિવ કરવો જ રહ્યો.

હલ્લો સૂર્વી, હું અર્જૂન ની મોમ રવીના આંટી બોલુ છુ. ( કોલ રીસિવ થતા જ સામે છેડે થી અવાજ આવ્યો)

હા, બોલો આંટી ( સૂર્વી એ પોતાના અવાજ માં પોતાનુ દુઃખ જણાવા દીધુ નહિ અને સ્વસ્થ રીતે કહ્યુ)

બેટા, હુ જે કહુ છુ તે ધ્યાન થી સાંભળજે અને સમજવાની કોશિશ કરજે.

અર્જૂન હમણા જ ઘરે પહોચ્યો છે, આજ કાલ ભણતર માંથી તેનુ ધ્યાન એકદમ હટી ગયુ છે, બની શકે તો તુ પ્લીઝ એના થી દૂર રહેજે. એ અમારો એક જ વારસદાર છે અમે એનુ ભવિષ્ય આમ ઝાંખુ થતા જોઇ શકીએ એમ નથી. એ આજ કાલ તારા માં જ ખોવાયેલો રહે છે અને સમય વેડફી રહ્યો છે જો તુ એના થી દૂર રહીશ તો એ જીવન માં આગળ વધી શકશે. તુ સમજે છે ને બેટા હુ શુ કહેવા માંગુ છુ?

હમ્મ, હુ સમજી ગઇ આંટી. ( આટલુ જ કહી ને એક પથ્થર ની જેમ સૂર્વી એ કોલ કટ કરી નાખ્યો)

એ બીજૂ બોલે પણ શુ? જે એની પાસે હતુ એ બધુ જ એક પળ માં એના થી દૂર થઇ ગયેલુ. તેને એવો માનસિક આઘાત લાગ્યો હતો કે એ પોતાના દુઃખ પર રડવા ને લાયક પણ રહી નહી અને એક પથ્થર બની ને રહી ગયેલી.

થોડી વાર માં જ પિતા પોતાની સાથે લઇ જવા આવી પહોચ્યા હતા, તે એમની સાથે અર્જૂન ને છોડી ને જવા નહોતી માગતી પરંતુ વળી વળી ને તેને રવીનાઆંટી ના શબ્દો કાન માં ગુંજી રહ્યા હતા તેથી તે પિતા સાથે મુંબઇ જવા તૈયાર થઇ ગઇ.

***

હોસ્પિટલ ના રૂમ માં આ બધુ સાંભળી ને સૂર્વી ના પિતા ને પણ સૂર્વી પર દયા આવી ગઇ.!!

સૂર્વી એ તરત જ અર્જૂન આવે એ પહેલા હોસ્પિટલ છોડવાનો નિર્ણય લઇ લીધો અને તેના પિતા પણ આ નિર્ણય નો વિરોધ કરી શક્યા નહિ.

અબ્દૂલ એ હવે અર્જૂન ને છોડી ને ના જવા માટે ઘણી વિનંતી કરી પણ સૂર્વી માની નહિ અને જતા જતા અર્જૂન માટે સંદેશો આપતા કહ્યુ કે હંમેશા ખૂશ રહેજે..!!

જ્યારે અર્જૂન હોસ્પિટલ આવ્યો ત્યારે અબ્દૂલ એ સૂર્વી એ કહેલી બધી વાતો તેને જણાવી.

અર્જૂન ને આ બધુ જાણી ને ખૂબ દુઃખ થયુ અને સૂર્વી પર ગુસ્સો પણ આવી રહ્યો હતો કે શા માટે એ હજૂ પણ મારા થી દૂર ભાગી રહી છે!!

_____ ક્રમશઃ____