Saad - anunaad in Gujarati Women Focused by ARUN AMBER GONDHALI books and stories PDF | સાદ - અનુનાદ

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

Categories
Share

સાદ - અનુનાદ

સાદ અનુનાદ

ગુજરાતની પ્રજા એટલે હરવા ફરવાની શોખીન. અઠવાડિયે, પંદર દિવસે એને બહાર ફરવા જવાનું ગમે.

બહુ દૂર સુધી ના જવું હોય તો નજીકના પ્રવાસન સ્થળોજવા આવવા માટે સગવડ ભર્યા હોય.

નાની મોટી ટેકરીઓ અને સહ્યાદ્રી ડુંગરોની હારમાળામાં વસેલું પદમ ડુંગરી ગામ ઉનાઈથી ૮ કિલોમીટર દૂર સરસ ઉપસી આવતું હતું. ઊંચા સાગના વૃક્ષ, વેલીઓ, અને લાલ રંગની માટી, જાણે ગામ આખું દુલ્હનનો શૃંગાર કરી બેઠું હોય ! બે ડુંગરાઓના વચ્ચે શાંત વહેતી

બિકા નદી ! પક્ષીઓનો કલરવ ! જાણે કુદરત સોળે કળાએ ખીલેલ ! એક પ્રવાસન

ઈકો ગાર્ડન. ગામનું નૈસર્ગીક વાતાવરણ આહલાદક હતું.

નદીનો ખળખળ વહેતો પ્રવાહ, એનું અનેરું એકધારું ચાલતું સંગીત. નાની મોટી ટેકરીઓને આલિંગનમા લઇ પોતાનો રસ્તો ખોળી લેવો એ કલા તો નદી પાસેથી શીખવા જેવી.

સતત પોતે ઘસાતી ટેકરીઓ નદીનો રસ્તો ના રોકે. નીચે પડતા નદીના પ્રવાહનો માર ઝીલતાં પથ્થરો એની ધારાઓને કેવી અદભુત રીતેરમાડતાં હોય અને પ્રવાહને આગળનો પ્રવાસ કરાવતા હોય. કેટલાક પથ્થરો ભેગા થઇ એનો માર્ગ રોકવાનો પ્રયત્ન કરતાં હોય. ક્ષણભર માટે એ સફળ થાય, પણ પ્રવાહ પાછો પોતાનો રસ્તો

બનાવી જ લે.

સપુ ગામની દીકરી જાણે નદીનો પ્રવાહ. પોતાના આનંદમાં રહી જીવનમાં આગળ વધવાના વિચાર એને ઉત્સાહીત કરતાં. એણે પોતાનું એક આકાશ ચિતર્યું હતું. શહેરી જીવન શૈલી એને ગમતી. સપુ અને વાસુ ગામની સૌની માનીતી જોડી. બંનેના ગામ એકજ. ગામડાઓમાં આજે પણ લગ્ન વહેલા થાય. બંને ફૂલની કળી જેવાં. સ્વભાવે નિખાલસ, હસમુખા, જાણે કુદરતના ખોળામાં રહી કુદરતના પ્રતિનિધિ જેવાં. કુદરતી વાતાવરણમાં બંને કામ કરતા, હસતાં-રમતાં ખુશીથી દિવસો વિતાવતા હતા.

હવે એમનું ગામ પ્રવાસન સ્થળ - ઈકો ગાર્ડન તરીકે જાહેર થયું હતું. ડેવેલોપમેન્ટનું કામ જોરમાં હતું. સરસ મજાના હોલીડે કેમ્પ બન્યા. દરેક નાની ટેકરીઓ ઉપર ટેન્ટ. સતત પ્રવાસીઓની અવર-જવર. ગામની આદિવાસી ભોળી પ્રજા જીવન જરૂરિયાતની ચીજો પુરી પાડવા કોશિશ કરે. આદિવાસી રસોઈ બનાવી પ્રવાસીઓને પ્રેમથી જમાડે. આ ઉદ્યમથી તેઓ હવે પગભર થઇ રહ્યાં હતાં. ગામના લોકોને બે પૈસા મળતાં થયા.

એક પૈસાદાર ડોક્ટરનો દીકરો સાકેત હાલમાંજ એમ. બી. બી. એસ. પૂરું કરી આગળના અભ્યાસ માટે ફોરેન જવાની તૈયારી કરી રહ્યો હતો. દર વિકેન્ડમાં પપ્પા સાથે પદમ ડુંગરી આવવાનું એને ગમતું. સાકેતના મમ્મીનો એક વર્ષ પહેલા સ્વર્ગવાસ થયો હતો. ડૉક્ટર વિજય પુત્રને ખુબજ સાચવતા. મા વિનાનું છોકરું સ્વચ્છંદી ના બની જાય તેની કાળજી રાખતા.

નિયમિત આવતા-જતા હોવાથી સપુ અને વાસુ એમને સારા પ્રવાસી ગ્રાહક તરીકે ટ્રીટ કરતાં. બંને બાપ-દીકરા સારી ટીપ પણ આપી જતા. સાકેતને સપુનું આકર્ષણ રહેતું !

આ વખતે સાકેત સાથે એના મિત્રો આવ્યા હતા. પૂનમની રાત હતી. આખું વાતાવરણ ચંદ્રના પ્રકાશમાં સુંદર લાગતું હતું. સાકેતના મગજમાં કંઈક જુદુંજ ચાલી રહ્યું હતું. રાત્રીના મોડા જમવું છે એટલે સપુને મોડેથી જમવાનું લાવવું એમ કહી તેઓ નદી તરફ પૂનમના પ્રકાશને માણવા નીકળી ગયા.

જમવાનું તૈયાર કરી સપુ ટેન્ટની બહાર એમની રાહ જોતી બેઠી હતી. જમવાનું આપી એ નીકળી ગયી. રાત્રે ખાલી વાસણ લેવા આવી ત્યારે ટેન્ટમાં કંઈક અજુગતું બન્યું. સપુ થોડાક સમય બાદ રડતી રડતી અંધારામાં પગદંડી ઉપર દોડતી નીકળી ગયી. સાકેતના મિત્રો બહાર મજાક મશ્કરીમાં વ્યસ્ત હતાં.

હસતી રમતી ખળખળ વહેતી નદીના પ્રવાહમાં જાણે કોઈ ભેખડ ધસી ! સપુ જેવી ઘરે આવી તો જોયું, ગામના ઘણાં લોકો ભેગા થઇ ગયા હતાં. વનસ્પતિ ઉપચારમાં માહિર ગામનાં વૃદ્ધ વસુને દવા પીવડાવી રહ્યા હતાં, તો કોઈ એને વનસ્પતિના રસથી માલિશ કરી રહ્યા હતા, તો કોઈ એને જડીબુટી જેવું કંઈક સૂંઘાડવાનો પ્રયત્ન કરી રહ્યા હતાં. સપુ અવાક બની આ જોઈ રહી હતી. વાસુના મોં માંથી ફીણ જેવું કંઈક નીકળતું હતું. સપુને વાત નો તાગ મળી ગયો. તે ફસડાઈ પડી. ઝેરી સાપના ડંખથી વસુનો દેહ નિષ્પ્રાણ પડ્યો હતો.

ગામવડીલોંના સહયોગથી વસુની મરણોત્તર વિધિઓ પતી. સપુ હવે એકલી હતી. કુદરનું એક ફૂલ વસંતમાં મુરઝાઈ ગયું હતું. જીવનના રંગો ઢોળાઈ ગયા હતાં. વીતેલ ઘટના એને સતાવી રહી હતી. એકલા રહેવું હવે દુષ્કર લાગતું હતું. દુનિયાની નજરોનો સામનો કરવો એ ગ્રામ્ય સુંદરીને અસહ્ય લાગતો હતો. હવે સતત આવતા ઉબકા અને ઉલ્ટીઓએ કંઈક અણસાર આપ્યો હતો.

થોડા દિવસો બાદ…..

પ્રવાસનમાં આવેલ દિનકરરાય અને ઉર્મિબેનને સપુની વ્યથા સમજાઈ. તેઓ સપુને શહેર લઇ ગયા. દિનકરરાય વ્યવસાયે વકીલ હતા. સપુને ઉત્તમ વાતાવરણ અને દેખભાળ મળી. સપુ ફેમિલી મેમ્બર હોય તેમ રહેતી. એની ભાષા, રહેણી-કરણી, લહેજો બદલાઈ ગયા હતા. તે વીતેલ હકીક્તમાંથી ધીમે ધીમે બહાર નીકળી રહી હતી. એના સપનાની દુનિયા સાકાર થઇ રહી હતી પણ એ દુનિયામાં વાસુ નહોતો. થોડા મહિનાઓ બાદ સપુએ એક દીકરીને જન્મ આપ્યો.

સમય વીતતો ગયો. દીકરી નકશીના ભણતરનો ખર્ચ દિનકરરાયએ ઉપાડી લીધો હતો. નક્શી એમ. બી. બી. એસ. પૂરું કરી એક હોસ્પિટલમાં ડોક્ટરની સેવા આપી રહી હતી.

ડોક્ટર પિતાના મૃત્યુ બાદ, ડોક્ટર સાકેત હવે પિતાની હોસ્પિટલ ચલાવતાં હતા. રોજ સવારે હોસ્પિટલમાં આવી પપ્પા અને મમ્મી ના ફોટાને હાર અને દીવો કરી કામની શરૂઆત કરવી એ સાકેતનો નિત્યક્રમ. આજનું ઓપરેશન સફળ થાય એ માટે સાકેત પપ્પાના ફોટાની બાજુમાં રાખેલ સાંઈબાબાને પ્રાર્થના કરી રહ્યો હતો.

ડોક્ટર નક્શી અને બધો સ્ટાફ આજે તડામાર તૈયારીમાં વ્યસ્થ હતું. બધાં આજે વહેલાં હોસ્પિટલમાં આવ્યા હતાં. ખાસ ઓપરશન હતું. ઓપેરશન ઘણું લાબું ચાલ્યું. દર્દીને ઓબઝર્વેશનમાં રાખવાનાં હોવાથી ડોક્ટર નક્શી આજે ઘરે જમવા જઈ ના શકી, તેથી દીકરી માટે ટિફિન લઇ સપુ પહેલીવાર હોસ્પિટલમાં આવી પરંતુ ભૂલથી એ ડોક્ટર સાકેતના કેબિનમાં જતી રહી. દરવાજાની સામે જ ડોક્ટર વિજયનો જાણીતો ફોટો જોઈ એના પગ એકદમ થંભી ગયા. વરસો પહેલા જોયેલ વ્યક્તિના ફોટાએ એને ભૂતકાળની યાદ તાજી કરાવી દીધી. થંભી ગયેલ વ્યક્તિનો પરિચિત લાગતો ચહેરો જોઈ સાકેત સફાળો ઉભો થઈ ગયો. સ્તબ્ધ થઇ ગયો. નજર મિલાવી એ નજર હવે શરમથી નીચી થઈ ગયી હતી. નીચી નજરોએ પૂછ્યું –

તમે પુ છો ?” ભારે કંઠે જેમ-તેમ નામ ઉચ્ચારતા અવાજમાં શરમ હતી. ધીરે ધીરે વરસો જૂની ઘટના સ્લાઈડ શો ની જેમ એની આંખ સામેથી પસાર થઈ રહી.

હા !હોકાર સાંભળી ડોક્ટર સાકેતની આંખો ભીની થઇ ગયી. સપુની આંખમાં તિરસ્કાર હતો.

ગળગાળ્યાં અવાજે સપુને ખુરશીમાં બેસવાં માટે અજીજી કરી.

લાંબા વાર્તાલાપ પછી માફ કરેલ અને માફી મળ્યાથી હળવાશ અનુભવતા ચહેરા ઉપર સમાધાનની અનેરી શાંતિ હતી. સાકેતે મમ્મીના ફોટાને મનોમન નમસ્કાર કર્યાં. બંનેએ ઘટનાને કાયમ માટે ધરબી દીધી. બંને એકબીજાને ઓળખે છે એ વાતનો અણસાર ડોક્ટર નકશીને ના આવે એની તકેદારી લીધી.

લગભગ એક વરસ બાદ ....

આજે ગામમાં એક નાની હોસ્પિટલનું ઉદ્દઘાટન હતું. એ ગામ એટલે વાસુ અને સપુનું ગામ પદમ ડુંગરી. ડોક્ટર સાકેતે આ બીડું ઝડપ્યું હતું. સપુની સંમતિથી, એક મિત્રના ડોક્ટર દિકરા જોડે, નક્શીના લગ્ન ગોઠવી દીધાં અને બાકી જીન્દગી આદિવાસી લોકોની સેવામાં વિતાવવાનું નક્કી કર્યું. સાકેતે હવે પ્રાયશ્ચિત રૂપે વનવાસ સ્વીકાર્યો હતો. જે ભૂમિ ઉપર પોતે ભૂલ કરી હતી, તે ભૂમિ ઉપર પ્રાયશ્ચિત કરવાનો સંજોગ ઉભો થયો હતો. એક સેવા-તપસ્યાની શરૂઆત કરી હતી.

વરસો પહેલાં જુવાનીમાં થઇ ગયેલ ફક્ત એક સ્ત્રી છેડતીના ગુનાહનું આ પ્રાયશ્ચિત હતું. ડોક્ટર સાકેતની મા એને વારંવાર સપનામાં આવી આ નાનાં છતાં અક્ષમ્ય ગુનાહથી મુક્ત થવા કહેતી. નારીનું સન્માન ક્યારેય ઘવાય નહિ એવા સંસ્કાર તેઓ જીવતાં હતાં ત્યારે પુત્ર સાકેતને આપતાં ગયા હતાં. નારી શક્તિની વાર્તાઓ કહેતા. એ શબ્દો સાકેતના હૃદય ઉપર કંડારાયેલ હતાં. પ્રાયશ્ચિત રૂપે સાકેતે લગ્ન ન કરવાનો નિશ્ચય કર્યો હતો એટલે સાકેતે લગ્ન નહોતા કર્યાં. સપુની માફી માંગી તે હળવાશ અનુભવતો હતો. હવે મા નો સાદ અને એના શબ્દોનો પડઘો - અનુનાદ કંઈક શાંત થતો અનુભવ્યો.

સપુ દિનકરરાય અને ઉર્મિબેનના સેવામાં વ્યસ્ત હતી. ડોક્ટર સાકેતના નિસ્વાર્થ કાર્યથી નતમસ્તક હતી.

***