Hu Gujarati - 24 in Gujarati Magazine by MB (Official) books and stories PDF | Hu Gujarati - 24

Featured Books
Categories
Share

Hu Gujarati - 24


હુંુ ગુજરાતી - ૨૪

© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

૧.એડિટરની અટારીએથી - સિદ્ધાર્થ છાયા

૨.કલશોર - ગોપાલી બૂચ

૩.ર્સ્િીપીંછ - કાનજી મકવાણા

૪.લાઈફ - એ - ગુજરાતી - અનિશ વઢવાણીયા

૫.માર્કેટિંગ મંચ - મુર્તઝા પટેલ

૬.ફૂડ સફારી - આકાંક્ષા ઠાકોર

૭.કાફે કોર્નર - કંદર્પ પટેલ

૮.પ્રાઈમ ટાઈમ - હેલી વોરા

૯.ટેક ટોક - યશ ઠક્કર

૧૦.મિર્ચી ક્યારો - યશવંત ઠક્કર

એડિટરની અટારીએ થી...

સિધ્ધાર્થ છાયા

E-mail : siddharth.chhaya@gmail.com

બરખારાની જરા જમકે બરસો...

જુન મહિનો અડધોઅડધ જતો રહ્યો છે અને ગુજરાતમાં ચોમાસું એટલેકે મોનસૂનનું વિધિવત આગમન થઈ ચુક્યું છે. અત્યારસુધીતો ચોમાસું તેની નિયત ચાલ પ્રમાણેજ ચાલી રહ્યું છે, પરંતુ ગુજરાતના અન્ય શહેરોમાં જ્યાં ખુબ વરસાદ પડી રહ્યો છે, તે જોઈને જે શહેરોમાં વરસાદ ઓછો કે નહીવત પડયો છે તે લોકોને ચિંતા થવા લાગી છે. ફેસબુક ઉપર વરસાદી ફોટા જોઈને આંખ એનીમેળે બારીની બહાર લટાર મારી આવે છે એ જોવા માટે કે આપણો વારો ક્યારે આવશે? ઉત્તર અને મધ્ય ગુજરાતની અત્યારે આવીજ હાલત છે. પણ અત્યારસુધી જો ચોમાસાની ચાલ બરોબર રહી છે તો આપણો વારો પણ એનીમેળે આવશેજ.

પણ આપણા આ હું ગુજરાતીએ ગત અઠવાડિયાથી પોતાની ચાલ બદલી છે અને અઠવાડિક બન્યા પછી આપણો આ બીજો અંક છે. આ અંકમાં કલશોર, મિર્ચી ક્યારો, માર્કેટિંગ મંચ અને ફૂડ સફારી વત્તા પ્રાઈમ ટાઈમ તો છે જ પરંતુ આ અંકથી આપણી સાથે ત્રણ યુવા લેખકો પણ જોડાઈ રહ્યા છે. કંદર્પ પટેલ યુવાનોને અસર કરતી બાબતો વિશે આપણને કહેશે. જયારે યશ ઠક્કર દર પંદર દિવસે ટેકનોલોજીમાં શું નવું થઈ રહ્યું છે તેના વિશે આપણને અવગત કરશે. તો અનિશ વઢવાણીયા એવા ગુજરાતીઓની મુલાકાત લઈને આવશે જેમને ભાગ્યેજ કોઈ ઓળખે છે, પરંતુ તેઓ પોતાની મહેનતથી અને ગર્વથી પોતાનું જીવન ગુજારી રહ્યા છે.

આશા છે તમને આ ચેન્જ ગમશે. તમારા વિચારો અમને સતત કહેતા રહેશો જેથી અમે અમારા આ મેગેઝીનને વધુને વધુ ઉત્કૃષ્ટ બનાવતાં જીએ.

કલશોર

ગોપાલી બૂચ

મૈ તુઝે ફિર મિલૂગી

मैं तुझे फ़िर मिलूंगी कहाँ किस तरह पता नही

शायद तेरी तख्यिल की चिंगारी बन तेरे केनवास पर उतरुंगी

या तेरे केनवास पर एक रहस्यमयी लकीर बन खामोश तुझे देखती रहूंगी

या फ़िर सूरज कि लौ बन कर तेरे रंगो में घुलती रहूंगी

या रंगो कि बाहों में बैठ कर तेरे केनवास से लिपट जाउंगी

पता नहीं कहाँ किस तरह पर तुझे जरुर मिलूंगी

या फ़िर एक चश्मा बनी जैसे झरने से पानी उड़ता है

मैं पानी की बूंदें तेरे बदन पर मलूंगी और एक ठंडक सी बन कर तेरे सीने से लगूंगी

मैं और कुछ नही जानती पर इतना जानती हूँ कि वक्त जी भी करेगा

यह जनम मेरे साथ चलेगा यह जिस्म खतम होता है तो सब कुछ खत्म हो जाता है

पर चेतना के धागे कायनात के कण होते हैं मैं उन कणों को चुनुंगी मैं तुझे फ़िर मिलूंगी !!

- અમ્રિતા પ્રિતમ

મૈ રંગ શરબતોકા, તુ મીઠે ઘાટ કા પાની, મુજે ખુદમે ઘોલ દે તો મેરે યાર બાત બન જાની.... હોવાપણું ભુલી જીને પ્રેમમા એકાકાર થઈ જવાની વાત એટલે પ્રેમની દિવ્ય અનુભૂતિ. પ્રિયતમને કોઈ પણ સ્વરૂપે પામવાની,મળવાની તાલાવેલી એટલી તિવ્રતામા પરિવર્તિત થાય કે રોમરોમ માત્ર એક જ ઝંખના જાગે "તેરે મિલનકી લગનસે હમે આના પડેગા દુનિયામે દુબારા..."

પ્રણયનો એ ઉત્કટ ભાવ અહીં અમ્રિતા પ્રિતમની કવિતામા વ્યક્ત થાય છે.એમનો ઈમરોઝ પ્રત્યેનો પ્રેમ છાનો નહોતો. ઈમરોઝના મિલનની સતત ખેવના એમની પાસે અંતિમ દિવસોમા જાણે એક વાયદો કરાવે છે.કાવ્યના શબ્દે શબ્દમા એક તલસાટ, એક ચાહતની અપ્રતિમ અભિવ્યક્તિ છે. શબ્દ અને મૌન વચ્ચેનો એમનો અતૂટ સંબંધ, બન્નેની પ્રણય સંવેદના એક સ્પંદન સાથે અહિયાં આવી છે.

બસ, એક જ લગની છે ,પ્રિયજનના મિલનની ! ક્યારે, ક્યાં, કેવી રીતે એ કશુ જ નિર્ધારીત નથી અને તો પણ એક ચોક્કસ વાયદો છે કે "મૈં તુજે ફીર મિલુંગી" ચાકલાકારની કલામા એકત્વ સાથે કે પછી શબ્દોના શુન્યાવકાશ સાથે.

’રંગરસિયા’ ફિલ્મનો ચિત્રકાર-મહાન કલાકાર રાજા રવિ વર્મા યાદ આવે છે. રાજા રાજાની રીતે જ પોતાની પ્રેરણાને ચાહે છે, પ્રેરણા જ એની કલા સાધના છે. એનુ જીવન છે. એજ એની કલ્પના છે . કલ્પનાથી બહાર એ કશુ જ નથી. આમ જોવા જીએ તો કોઈપણ કલાકાર માટે કલ્પનાથી બહાર જગત જ નથી હોતુ. એનું ઐક્ય એની કલા છે. એક કલાકારને તેના સર્જનથી જુદો કલ્પી જ ન શકાય, એ રગ કવયિત્રીએ બરાબર પારખી છે.પ્રેમિકાને કોઈ ને કોઈ રીતે પ્રેમીની કલાનું માધ્યમ બનવું છે.કદી અલગ ન થઈ શકાય એવું ઐક્ય સાધવુ છે.

કેનવાસ પર પાથરેલા રંગોમા કોઈ વિષય બનવું કે એક લકિર થઈ કોઈ મુગ્ધાનાં ભાવથી પ્રિયતમની કલા ઉપાસનાને નિઃશ્બ્દ થઈને જોયા કરવી છે .બે હ્ય્દયની ખામોશી પણ બહું બોલકી હોય છે. એ ખામોશીની વચમાપન "લાગીરે લગન પિયા તોરી લાગી રે લગન....." સતત પડઘાતું હોય છે.આવી જ કોઈ લાગણીના અવસાદ વચ્ચે મિલનનો વાયદો વસે છે.

એક કાર્યક્રમમા પ્રણયોર્મિ ગીતોના પ્રખ્યાત કવિ શ્રી.તુષાર શુક્લના મોઢે સાંભળ્યું કે "પ્રેમનો મતલબ જ એ કે છજ ૈં ૈજ ચાહી શકવાની ક્ષમતા.ચાહત ની આ પરાકાષ્ઠા જ પ્રેમીને જીવનમા અલગ ઠંડકનો અહેસાસ કરાવે છે.

એક પ્રેમિકાની કલ્પના તો જુવો દોસ્તો ! પાણીના ઠંડા ટીપાં થઈને એને એના પ્રેમીની છાતીને ઠારવી છે. જીવનસંગ્રામમા જયાં જ્યાં હ્ય્દય દાજ્યું છે ત્યાં ત્યાં ઠંકકના ટીપાં થઈ એને એનાં પ્રિયતમને ઠંડા,ભીના વહાલથી ભિંજવવો છે. એ જાણે છે કે પાણીના ટીપાંનું આયુષ્ય ક્ષણજીવી હોય છે.પણ જ્યાં પ્રેમ છે,જ્યાં પામવાને બદલે આપવાની પ્રબળ ઝંખના છે, જ્યાં મિલનની તિવ્ર અભિપ્સા છે ત્યાં સમયની મર્યાદા ચાહતને ક્યાંથી બાંધી શકે ?

ખબર છે કે શાશ્વત કશું જ નથી.સમયના વહેણ સાથે શરીર નાશ પામે છે.પણ પ્રેમ અજેય અમર છે.ચિરંજીવ છે.અહીં ઈશ્કની ઈબાદત તરફની સફર છે.લાગણીની અનૂભુતિ દૈહિકપ્રેમ કે સ્થૂળપ્રેમથી પર છે.અહીં દિવ્યપ્રેમની વિભાવના છે.અને એટલે જ મિલનના એવા સ્વરૂપોની પસંદગી કરી છે કે જે પોતપોતાના અસ્તિત્વમા અમરત્વનો ગૂણધર્મ ધરાવે છે.

અખિલ બ્રહ્‌માંડમાં વ્યાપેલું ચેતન તત્વ જે અમર છે ,એ તત્વનાં કણ કણને સમેટીને ફરી ચેતનવંતા થઈ પ્રિયતમને મળવાની તિવ્રત્તમ આકાંક્ષા દિવ્યપ્રેમની અભિવ્યક્તીને સાચા અર્થમા સાર્થક કરે છે. ત્યારે હેલન કેલરનું સુંદર વાક્ય યાદ આવે છે

’’્‌રી હ્વીજં ટ્ઠહઙ્ઘ ર્દ્બજં હ્વીટ્ઠેૈંકેઙ્મ ંરૈહખ્તજ ૈહ ંરીર્ ુઙ્મિઙ્ઘ ષ્ઠટ્ઠહ ર્હં હ્વી જીીહર્ િ ીદૃીહ ર્ેંષ્ઠરીઙ્ઘ.્‌રીઅ દ્બેજં હ્વી કીઙ્મં ુૈંર ંરી રીટ્ઠિં’’

ર્સ્િી-પીંછ

કાનજી મકવાણા

ર્સ્િી- પીંછ

લાઈફ - એ - ગુજરાતી

અનિશ વઢવાણીયા

લાઈફ - એ - જસવંત સોનારા

મારી આસ-પાસથી પસાર થઈ જતાં લોકોને જોઈને હું ઘણીવાર વિચારૂં છું કે તેમની જિંદગીમાં જિંદગી કેટલી હશે? અને ઍ જિંદગીમાં કેટલી વાર્તાઓ હશે? ઍ વાર્તાઓની ક્યારેય વાત થઈ હશે? કે પછી ઍ વાતો મારી આસ-પાસ ફરતાં ચહેરાની પાછળ છૂપાઈ ગઈ હશે? આ કોલમમાં આપણે વાત કરીશું ઍવી જ લોકોની જે આપણી આસ-પાસ છે. ક્યારેક આપણી પાસેથી મોટરબાઈક પર બેસી પસાર થઈ જાય છે તો ક્યારેક કોઈક શૉપિંગ મોલમાં આપણને શૉપિંગ કરતી વખતે અટેંડ કરે છે; પેલો બરફ ગોળા વાળો, મમ્મીને મળતી નજદીકના ઘરમાં રહેતી ગૃહિણી, આપણા બાળકને ભણાવતા ટીચર, ચા ની કીટલી ચલાવનાર, બાજુની ઑફીસમાં કામ કરનાર... અને ઘણીવાર ઉભો રહી અરીસામાં પોતાની જાતને જોઈ રહેલો હું... હું, તમે, આપણે બધા જ અને આપણી જિંદગી આપણને ઘણી વાર્તાઓ આપી જાય છે પણ ઍ વાર્તાઓની ક્યાંય કોઈ વાત નથી થતી. આપણે અર્હીં આ કોલમમાં ઍવી જ વાતોની વાત કરીશું અને દર વખતે ઍક અજાણ્‌યા પરતું આપણી વચ્ચે રહેતા ગુજરાતીની વાત.

"હું અનિયમિતતામાં ખૂબ જ નિયમિત છું." આ શબ્દો મેં સાંભળ્યા જશવંત સોનારા પાસેથી. અને મને ઍ વિશે વધુ જાણવાની ઈચ્છા થઈ આવી. મેં તેમને થોડો સમય ફાળવવા કહ્યું અને તેઓ તૈયાર થઈ ગયા. મારો પહેલો જ સવાલ હતો તેમના અનિયમિત હોવા વિશે અને તમને બહુજ સાદા ઉદાહરણ સાથે મને સમજાવ્યું કે તેઓ ક્યારેય પણ ઑફીસ જવા માટે ઘરેથી ઍક સરખા સમયે નથી નીકળતા. તે જ કારણે તેઓ કદી પણ ઍક સરખા સમયે ઑફીસ પણ નથી પહોચતાં! અને ઍમની જિંદગીમાં આવી જ અનિયમિતતાઓ નિયમિત છે ઍ સમજાવતી વખતે તેમના ચહેરા પરનું સ્મિત મને મારો બીજો સવાલ આપી ગયું.

"તમારા માટે ખુશીની ક્ષણ ઍટલે શું?" મેં પૂછ્‌યું.

"ખુશીની ક્ષણનો મતલબ મારા માટે ઍવી ક્ષણ કે જેની તમે આવવાની રાહ જુવો ત્યારે પણ ખુશ હોવ, જ્યારે તમે ઍ ક્ષણ જીવી રહ્યા હોવ ત્યારે પણ ખુશ હોવ, ઍ ક્ષણનાં પસાર થઈ ગયા પછી પણ ખુશ હોવ અને તે પછી તે ક્ષણને યાદ કરીને ખુશ થાવ - તે હોય છે સાચી ખુશી આપનારી ક્ષણ. મારી માટે સૌથી વધુ ખુશીનો સમય ઍ હોય છે જ્યારે હું મારી પત્ની જે વિચારી રહી હોય તે અક્ષરસઃ તેને કહી બતાવું છું. મારી નાની પુત્રી ઈશાનીનો જન્મ પણ મારી માટે ખુશી આપનાર છે. અને જ્યારે હું ડિસમિસ લઈને કોઈક મશીન ખોલવા બેસી જાઉ છુ ઘરમાં જ ત્યારે પણ હું ખુશી અનુભવું છું."

આ શબ્દો છે જશવંત સોનારાના. અમદાવાદના ખોખરા વિસ્તારની ચાલીમાં મીલ મજૂરના ઘરે જન્મેલા ત્રણ દીકરામાંના સૌથી મોટા દીકરાના. તેમના પિતા તેઓની માટે સારી કારકિર્દી ઈચ્છતા હતા અને તેની માટે પોતાનાથી બનતી બધીજ સવલતો પૂરી પાડવાની કોશિશ કરતા હતા.

જશવંત ૧૦મું ધોરણ પાસ કરીને ઈલેક્ટ્રીકલ ઈંજિનિયરિંગનો ડિપ્લોમા કરવા માટે ભાવનગર ગયા. અને ડિપ્લોમા કરવા માટેનું કારણ હતું જલ્દી નોકરી મેળવવી. ૧૯૯૩માં જ્યારે તેઓ ડિપ્લોમા કરવા ભાવનગર ગયા, તેમની સાથે તેમના ઍક મિત્ર પણ હતા. અને તેમના મિત્રનું નામ પણ જશવંત હતું!

"અમે જે દિવસે ભાવનગર પહોચીને ઍડમિશન લીધું તે રાતે પેરેન્ટ્‌સને ૧૦ વાગ્યાની બસમાં બેસાડી અમદાવાદ પરત મોકલી દીધાં. રહેવાની કોઈ જ વ્યવસ્થા થઈ ન હતી અને કોઈ હોસ્ટેલમાં પણ ઍડમિશન મળ્યું ન હતું. તે રાત અમે બસ સ્ટેન્ડ પર વિતાવી. બીજા દિવસે કૉલેજનો પહેલો દિવસ હતો. કોલેજથી પરત આવી ફરી રહેવાની વ્યવસ્થા કરવા માટે દોડધામ કરી પરંતુ થાકી-હારી તે રાત પણ બસ સ્ટેન્ડ પાછા આવવું પડયું અને તે રાત બસ સ્ટેન્ડ ઉપર જ વિતાવી."

"તો તમને કોઈ હોસ્ટેલમાં ઍડમિશન નહી મળવા પાછળ કોઈ કારણ હતું?" મેં અધીરાઈ થી પૂછ્‌યું.

"કોઈક હોસ્ટેલમાં અમારી જ્ઞાતિને કારણે તો કોઈ ક હોસ્ટેલમાં કદાચ જગ્યા નહી રહી હોવાને કારણે અમારા બીજા ૪ દિવસ રહેવાની વ્યવસ્થાની રઝળપાટમાં અને રાત ફરી ઍ જ બસ સ્ટેન્ડમાં નીકળ્યા." જશવંત સોનારાઍ વાત નો દોર ફરી પોતાના હાથ માં લીધો. "ઍ પછી પાંચમાં દિવસે અમે હિંમત હારીને અમદાવાદ પાછા આવવા માટે બસમાં બેઠા. ઍ શનિવાર હતો. બસ ધંધુકા થોડા સમય માટે રોકાઈ. મને ખબર નથી કે ઍવી તો કઈ વાત અમને પ્રેરણા આપી ગઈ પરતું આત્મસ્ફૂરણાથી અમે અમદાવાદ આવવાને બદલે પાછા ભાવનગર માટેની બસ માં બેસી ભાવનગર પાછા આવી ગયા. પિતાજી ને જાણ થઈ હતી કે અમે કેવી રીતે બસ સ્ટેન્ડ રાત કાઢતા અને દિવસે કોલેજ જતાં. પરંતુ પાછા આવતી વખતે અમે નક્કી કર્યું કે ગમે તે થાય પરંતુ કોલેજ તો અહીં જ પૂરી કરીશું. ફરી પાછા અમે ઍ જ બસ સ્ટેન્ડ ઉપર રાત વિતાવી અને તે પછી નો રવિવારનો દિવસ તથા રાત પણ."

તેમણે તેમની પત્ની સામે થોડીક ક્ષણ નજર સ્થિર કરી અને પછી કહ્યું, "પરંતુ મને ક્યારેય આ બધી વસ્તુમાં સ્ટ્રગલ નથી લાગી; કદાચ મારી ઉમંર નાની હતી તે કારણે પણ તેવું હોઈ શકે છે! તે સમયમાં ફોન બહુ ઓછા હતા, કદાચ ૫-૭ ઘરમાંથી ઍક ઘર ઍવુ હતું કે જેમની પાસે ફોન હોય અને ચાલીમાં તો કોઈના પણ ઘરે ફોન હોય ઍ શક્યજ નહતું. પીતાજી ઍ તેમના કોઈક ઑળખીતાને વાત કરી હતી કે હું ભાવનગરમાં ભણવા ગયો છું અને રાત બસ સ્ટેન્ડમાં કાઢું છું. જો થઈ શકે તો તેઓ અમારા રહેવાની કોઈ વ્યવસ્થા કરવામાં મદદ કરી આપે. સોમવારના જ્યારે અમે કોલેજની બહાર નીકળ્યા ત્યારે ઍક સફેદ ઍંબેસેડર લઈને આવેલ વ્યક્તિઍ મને ઝાંપા પાસે રોકી નામ પૂછ્‌યું અને તેમની જોડે જવા માટે જણાવ્યું. તેમણે પોતાની ઓળખ વિલસન તરીકે આપી અને કહ્યું કે અમારા રહેવાની વ્યવસ્થા ઍ તેમની જવાબદારી છે. અમે ૧૫ દિવસ તેઓ અમને જેમના ઘરે લઈ ગયા હતાં ત્યાં જ રહ્યાં અને પછી તેમણે અમારા રહેવાની વ્યવસ્થા ઍક હોસ્ટેલમાં કરાવી આપી જ્યાં અમે ૩ વરસ રહી ભણ્‌યા."

"તમે આજે ખૂબ જ સારી જગ્યાઍ નોકરી કરો છો. પરંતુ તમારી કારકિર્દીની શરૂઆત ક્યાંથી થઈ?" મેં અધીરાઈ સાથે જશવંતભાઈને પૂછ્‌યું.

"મારી પહેલી નોકરી ૧૯૯૬માં રાખિયાલ વિસ્તારની ઍક કંપનીમાં અપ્રેંટિસ તરીકે ૧૫૦૦ રૂપિયાના પગારે હતી. ૧૯૯૮માં વિમલમાં નોકરી લાગી અને ૪ મહિના ત્યાં કામ કર્યું. કોલેજ પૂરી કર્યા પછી પ્લાઝમા રીસર્ચ સેંટર માટે ફોર્મ આવેલ તે ભર્યું હતું પરંતુ તેનો કોઈ જવાબ નહોતો આવ્યો અને હું ભૂલી પણ ગયેલ; ૧૯૯૮માં તેનો જવાબ આવ્યો અને મેં તેમની ઈંટરવ્યૂ વગેરેની પ્રોસેસ પાસ કરી ૭૫૦૦ રૂપિયાના પગારે ત્યાં કામ કરવાનું શરૂ કર્યું. અને ૨૦૧૫માં હું માસિક ૭૫૦૦ રૂપિયાથી ૭૫૦૦૦ રૂપિયાના પગાર સુધી પહોચી શક્યો છું જેમાં ૨૦૧૦ થી ૨૦૧૫ સુધી અમારી સંસ્થા તરફથી પ્લાઝમાંના ચાલી રહેલા રિસર્ચ માટે હું ફ્રાંસ રહ્યો."

"ઍનો મતલબ કે તમે ભગવાન અને ભાગ્યમાં માનો છો?" તેમની શરૂઆતની સ્ટ્રગલ અને અત્યારની સફળતા જોઈ મેં પૂછ્‌યું.

"હું વિજ્ઞાનનો વિધ્યાર્થી રહ્યો છું અને ઍ જ ક્ષેત્રમાં કાર્ય કરૂં છું. હું બહુ ધાર્મિક તો નથી પરંતુ ઍવુ માનું છું કે કોઈ ક રચયિતા જરૂર છે જેણે દુનિયાની રચના કરી અને દુનિયાને ચલાવવા માટે ડેસ્ટિની કે ભાગ્ય અને નેચર કે પર્યાવરણ નામની સિસ્ટમ બનાવી. વિજ્ઞાન ઍટલે અજાણ્‌યા કોયડાઓને ઉકેલીને જાણવાની પ્રક્રિયા. મારા માટે ભગવાન પણ ઍક કોયડો છે અને મારૂં લક્ષ્ય દુનિયાના સત્યોને સમજવાનું છે."

"તમારા લક્ષ્યને પુરૂં કરવા માટે મારી શુભકામનાઓ." અને આટલું કહી મેં જશવંત સોનારાની જિંદગીની બારીને બંધ કરી તેમની વિદાય લીધી.

માર્કેટિંગ મંચ

મુર્તઝા પટેલ

માર્કેટિંગ મૂંઝવણ

બુદ્‌ધિ કોના ફાધરની ?!?!

એનું નામ એલેક્સ ટ્‌યુ. જ્યારે એને એક ઝક્કાસ આઈડિયા આવ્યો ત્યારે એની વય હશે ૨૧ વર્ષ ને સાલ હતી ૨૦૦૫. થયું એમ કે ઈંગ્લેન્ડની એક કોલેજમાં ભણતા આ ભાઈને થોડા વધારે પૈસાની (આઈ મીન પાઉન્ડની) જરૂર ઉભી થઈ. વારંવાર તો ’બાપ કી કમાઈ’ કેમ ખાઈ શકાય?

“મને એક મિલિયન ડોલર કમાવવા છે. એ પણ થોડા જ સમયમાં. કેવી રીતે કમાઈ શકાય?”

ચાલો ૨-૫ હજારની વાત હોતે તો સમજ્યા કે ’પપ્પા બેઠા છે ને?" પણ આ તો સીધા દસ લાખ?!?!?! સાંભળનાર પણ ઊંભો થઈ જાય એવી વાત હતી. જરૂરીયાત જેમ શોધ-ખોળને જન્મ આપે છે એમ એલેક્સના દિમાગે પણ કમાણી કરવાની એક નવીન શોધને જન્મ આપ્યો. કોમ્પ્યુટરથી ગાઢ દોસ્તી અને ઈન્ટરનેટની દુનિયા હાથવગી.

એટલે દિમાગ બહુ દોડાવવાની જરૂર ના પડી. આ બાપુએ પોતાના રૂમ બેઠા બેઠા એક તુક્કો લગાવ્યો. સ્ક્રીન પર લોકો શું જુએ છે? જવાબ મળ્યો ’વિઝુઅલ ઈમેજ’ એટલે કે એક ચિત્ર. એ પછી કેવું પણ હોય. શબ્દો પહેલા લોકોની નજર પ્રથમ એની ઉપર પડે છે. આ ઈમેજ ઈલેક્ટ્રોનથી રચાયેલા રંગીન ’પિક્સેલ’ થી બને છે. હવે જો લોકોને આ પિક્સેલ જ વેચવામાં આવે તો?...

ભાઈ એ તો કાગળ પર કેટલાંક ચકરડાં ને દિમાગમાં નાનકડો પ્લાન લઈને એક ડોમેઈન (વેબસાઈટ એડરેસ) ખરીદી લીધું. દોસ્તોને કહ્યું : "તમારી યા તમારી કોઈ વસ્તુ, સર્વિસ કે સ્કીલની નાનકડા પિકસેલ-ખાના વડે જાહેરાત કરો. કિંમત માત્ર એક ડોલર.” દોસ્તો એ પૂછ્‌યુંઃ પણ વેબ-સાઈટ છે ક્યાં? તો એલેક્સભાઈએ તદ્દન કોરૂં પેજ બતાવ્યું. સાઈટનું નામ હતુંઃ મીલીયનડોલરહોમપેજ.કોમ.

રંંઃ//દ્બૈઙ્મર્ઙ્મૈહર્ઙ્ઘઙ્મઙ્મટ્ઠર્રિૐરૂઁઈઇન્ૈંદ્ગદ્ભ

રંંઃ//દ્બૈઙ્મર્ઙ્મૈહર્ઙ્ઘઙ્મઙ્મટ્ઠર્રિદ્બીટ્ઠખ્તી.ર્ષ્ઠદ્બ/"દ્બૐરૂઁઈઇન્ૈંદ્ગદ્ભ"

રંંઃ//દ્બૈઙ્મર્ઙ્મૈહર્ઙ્ઘઙ્મઙ્મટ્ઠર્રિદ્બીટ્ઠખ્તી.ર્ષ્ઠદ્બ/"ીટ્ઠખ્તી.ર્ષ્ઠદ્બ

રંંઃ//દ્બૈઙ્મર્ઙ્મૈહર્ઙ્ઘઙ્મઙ્મટ્ઠર્રિદ્બીટ્ઠખ્તી.ર્ષ્ઠદ્બ

શરૂઆત દોસ્તોના હસવાથી થઈ. પણ ’હટકે’ આઈડિયાની કિંમત શરૂઆતમાં જેટલી ઓછી તેટલી સમય જતા ઉંચી જતી હોય છે. તેમ આ સાહેબને થોડાંક દિવસોમાં ખરીદારો મળી આવ્યા. ’એક સે મેરા ક્યાં હોગા...જેવા કેટલાંક દોસ્તોએ તો એક સાથે ૧૦ પિકસેલ-ખાના ખરીદી લઈ પોતાનો અડિંગો જમાવ્યો.

ઓફ-કોર્સ કેટલાકે ૫..તો કેટલાકે ૧૦૦ પિક્સેલ પણ ખરીદી લીધા. સર્વિસ કે પ્રોડક્ટની આઈકનના સ્વરૂપમાં થતી જાહેરાત જોઈને જાહેરાતના માર્કેટમાં તો જાણે ધૂમ મચી ગયી. નાનકડા ઈલેક્ટ્રોન્સની આ વેપારી રમતે એલેક્સને આખી દુનિયામાં થોડાજ દિવસોમાં મશહૂર કરી દીધો. આ સાઈટની દુનિયાભરના અખબારો એ પણ નોંધ લીધી.

થયેલી કમાણીથી થોડા વખતમાં જ એણે પોતાના નવા કપડાં, કોલેજની ફી વગેરે પોતાની કમાણીથી ખરીદ્યા ત્યારે ’વર્ડ ઓફ માઉસ’ દ્વારા ફેલાયેલા આ આઈડિયાની અસર આટલી થશે એવી એલેક્સના માનવામાં ના આવ્યું. ઘણી મુશ્કેલીઓનો સામનો કરતા કરતા જયારે હોમપેજ પર છેલ્લાં પીક્સલ્સ ૧૧ મી જાન્યુઆરી ૨૦૦૬ના દિવસે વેચાઈ ચુક્યા ત્યારે એલેક્સ એક મિલિયન ડોલર જેટલી રકમની કમાણી કરી ચુક્યો હતો.

આજે તો ૩૧ વર્ષના એલેક્સભાઈ બીજા અવનવા પ્રોજેક્ટ્‌સમાં હાથ અજમાવતા રહે છે. જેમ કે હાલમાં તેની એક બીજી સિમ્પલ સાઈટ લોકોને શાંત પાડવાનું કામ કરે છેઃ ુુુ.ષ્ઠટ્ઠઙ્મદ્બ.ર્ષ્ઠદ્બ (રંંઃ//ુુુ.ષ્ઠટ્ઠઙ્મદ્બ.ર્ષ્ઠદ્બ/) જ્યાં મન-મગજનું મેડિટેશન કરવા માટે ૨૫ પ્રકારની અવનવી મ્યુઝિક થીમ્સ મુકાયેલી છે. જો તમને ૨-૫-૧૦- ૧૫-૨૦ મિનીટ્‌સ માટે ધ્યાન ધરી બુદ્‌ધિ તેજ બનાવવી હોય તો આ સાઈટ કામની ખરી.

બાકી કેમકે પેલો પિક્સલેટ જેવો એવો આઈડિયા વેચનારાઓ એ પછી ધાણીની જેમ ફૂટી નીકળ્યા છે. એટલે હરીફાઈ પણ ઘણી વધી ચુકી છે. પણ એલેક્સ દ્વારા મુકવામાં આવેલો આઈડિયા નવીનતમ હતો એટલે શરૂઆતથી જ એનો બોહળો લાભ મેળવી એણે પોતાનું અનોખું સ્થાન જમાવ્યું.

સારઃ

* આઈડીયાને મગજના ગાદલા-તકિયામાંથી બહાર લઈ આવો.

* ’બની શકશે કે નહિ’? એવું વિચારવાને બદલે ’કેમ બની શકશે’ એવું વિચારવાથી કામ થાય છે.

* હાથમાં ભલે કાંઈ ના હોય તો પણ ’હાર્ટ’માં કાંઈક તો હોય છે જ. ઉપયોગ કરી લો.

* લોકો શું કેહ્‌શે એની ફિકર લોકોને કરવા દો.

આટલું વાંચ્યા બાદ કહી શકો હવે ને કે....

બુદ્‌ધિ કોના ફાધરની?!?!

ફૂડ સફારી

આકાંક્ષા દેસાઈ

મોનસૂન મસ્તી

ભારતને ‘લેન્ડ ઓફ સ્પાઈસીસ’ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ સાથે સાથે આ એક એવી ‘લેન્ડ’ છે જ્યાં ચોમાસું એક મોટા તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. ભારતમાં ખેતીની વાવણી અને લણણી હજુ પણ સારા એવા અંશે મોસમી છે, પરિણામે ભારતમાં ચોમાસું વિવિધ રીતે આવકાર્ય છે. દર વર્ષે જૂન મહિનામાં અરબી સમુદ્ર પર વરસાદી વાદળોનું આગમન એ ભારતમાં એક આતુરતાપૂર્વક જેની રાહ જોવાતી હોય એવી ઘટના છે. આથી જ આજે આપણે વાત કરીશું “મોન્સૂન ફૂડ રિચ્યુઅલ્સ”, એટલે કે વિવિધ જગ્યા એ વરસાદી માહોલને ઉજવાતી વખતે ધ્યાનમાં રાખવામાં આવતી મહત્વની વાનગીઓ અંગે.

આપણે સૌ જાણીએ છીએ કે, ભારતમાં તમામ બાબતો "વિવિધતામાં એકતા"ને સાચી પાડતી હોય એવી છે, તેવી જ રીતે “મોન્સૂન ફૂડ રિચ્યુઅલ્સ” પણ એક રાજ્ય થી બીજા રાજ્ય, અરે,એક શહેરથી બીજા શહેર પણ. આમ છતાં પણ, એક વસ્તુ "ફર્સ્ટ રેઈન ફૂડ રિચ્યુઅલ" અંગે સામાન્ય એ છે કે ભલે તેઓ કોકોનટ રાઈસથી પકોડા થી વડાપાંઉ અને ચોપ્સ સુધી "ફર્સ્ટ રેઈન ફૂડ રિચ્યુઅલ" તરીકે ગમે તે ખાય, પરંતુ તે હંમેશા મસાલાથી ભરપૂર જ હોવાની. અહી મસાલેદાર ખોરાકનો અર્થ એવો નથી કે જેને ખાવાથી આંખ અને નાકમાંથી પાણીની ધારાઓ વહેવા લાગે, પરંતુ એનો અર્થ એ થાય કે ખોરાક સ્વાદિષ્ટ હોવો જોઈએ. ઉદાહરણ તરીકે, જો આપણે ગુજરાતની વાત કરીએ તો મોન્સૂન ફૂડની બાબતમાં અહી કોઈ એક વાનગી નથી, બલકે અહી આખા રાજ્યનું ત્રણ મહત્વના ખોરાકમાં વિભાજન જોવા મળે છેઃ અમદાવાદી દાળવડા, કાઠીયાવાડી ભજિયાં અને સુરતી ટામેટાના સ્ટ્‌ફ્ડ ભજિયા (ટામેટા પકોડા). આમ જોઈએ તો આ ત્રણેય વાનગીઓ આપણા, એટલે કે ગુજરાતીઓના હૃદયની ખૂબ જ નજીક હોય છે. કોઈપણ અમદાવાદીને અડધી રાતે ઊંંઘમાંથી ઉઠાડીને કહોને કે વરસાદ પડે છે તો એ દોડતો જીને અંબિકા કે ગુજરાતના દાળવડા લેવા લાઈનમાં ઉભો રહી જશે, અને પ્રાર્થના કરવા લાગશે કે ‘હે ભગવાન મારો વારો આવે ત્યારે ખલાસ ના થઈ જાય’.

ચોમાસામાં કેરાલામાં કોકોનટ રાઈસ બનાવવાનો રીવાજ હોય છે. પહેલા વરસાદ વખતે બનાવવામાં આવતો કોકોનટ રાઈસ એ એક અત્યંત સરળ વાનગી છે જેમાં ચોખાને અત્યંત નરમ એવું નારિયેળની મલાઈ માં પકવવામાં આવે છે જેથી કરીને નારિયેળનો સ્વાદ ધીરે ધીરે ચોખામાં પ્રસરે. જોડે એમાં ઘી, કાજુ, થોડું કેસર અને મીઠા લીમડા જેવા મસાલાનો ઉપયોગ સ્વાદ લાવવા માટે કરવામાં આવે છે. આ વાનગીને ‘પાપડમ’ અથવા શેકેલા બટાટા સાથે પીરસવામાં આવે છે. વાંચીને ખૂબ જ સામાન્ય લાગતી આ વાનગી જો પ્રેમ અને લાગણી ભેળવીને બનાવવામાં આવે તો તેમાંથી નીકળતી સુગંધ તમારા નાક વડે તમને મેસેજ મોકલાવશે કે આટલી સરસ વાનગી કોઈ હોઈ જ ન શકે.

મહારાષ્ટ્ર પાસે વરસાદની બાબતે તેઓનું પોતાનું અલાયદું ફાસ્ટ ફૂડ છે. તેઓ ચાનાં ગરમ કપ સાથે ગરમાગરમ અને સ્વાદિષ્ટ વડાપાંઉ છે. આ વડાપાંઉ ગુજરાતમાં મળે છે એવા ઘી કે તેલમાં બરાબર શેકાયેલા નથી હોતા, પરંતુ બર્ગરની ભારતીય આવૃત્તિ જેવા હોય છે. તેઓ બ્રેડનાં બન વચ્ચે એક આલુવડા કે બટાટાના ભજિયાને મૂકીને પરંપરાગત લસણની કોરી, પાઉડર જેવી, ચટણી સાથે પીરસે છે. મહારાષ્ટ્રીયન માટે અન્ય એક વરસાદી ફાસ્ટ ફૂડ "કાંદા-ભજ્જી" છે. વરસાદી દિવસોમાં રોડસાઈડ ટપરી કે દુકાનમાં ગરમાગરમ ચા સાથે કાંદા ભજ્જી ખાવાની મજા જ કંઈક અલગ છે. ભારતના અન્ય ભાગોની સરખામણીએ આ ભજ્જી કે ભજીયા નું ખીરૂં અલગ રીતે બનાવવામાં આવે છે, જે આ વાનગીને વધારે આકર્ષક બનાવે છે, અને તે છે એક ચપટી ભરીને એલાયચી પાઉડર.

ગુજરાતની જેમ જ, ઉત્તર ભારત પણ પકોડા અને ચાનાં ગરમ કપ સાથે વરસાદની મજા માણે છે. પરંતુ જો પૂર્વ તરફ જીએ તો, કોલકાતામાં લોકો વેજીટેબલ ચોપ્સની મજા માણે છે. તે એક એપેટીઝર તરીકે સર્વ કરી શકાય એવી વાનગી છે કે જે ખૂબ જ સ્વાદિષ્ટ અને તળેલી વસ્તુ છે. તે ખૂબ જ પરંપરાગત બંગાળી વસ્તુ છે, અને તે ડીપ ફ્રાઈડ હોઈ શકે છે, પરંતુ તે આરોગ્ય માટે સારી છે કેમકે તેમાં ઘણા શાકભાજી નાખવામાં આવેલા છે. એક વરસાદી સાંજે, બંગાળના લોકો માટે, મમરા સાથે વેજીટેબલ ચોપ્સ કરતાં વધુ સારૂં કશું જ નથી, મિષ્ટી દોઈ પણ નહિ.

તો ચાલો, આ ચોમાસે આપણે આપણા રસોડામાંથી દાળવડા અને ભજિયાથી અલગ નવી જ વાનગી બનાવીએ અને એક ભારતીય હોવાનો ગર્વ અનુભવીએ.

કાંદા ભજ્જીઃ

સામગ્રીઃ

૧/૨ કપ ચણાનો લોટ

૨ ટેસ્પૂન ચોખાનો લોટ

૧/૮ ટીસ્પૂન ખાવાનો સોડા

૧/૮ ટીસ્પૂન અજમો

૧/૪ ટીસ્પૂન હળદર પાવડર

૧ ચપટી ઈલાયચી પાઉડર

૧/૪ કપ ઝીણી સમારેલી કોથમીર

૧ કપ ડુંગળી પાતળી સ્લાઈસ કરેલી

૧ ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર

૧/૨ ટીસ્પૂન ધાણા પાઉડર

મીઠું સ્વાદ મુજબ

રીતઃ

* ડુંગળીને છાલ કાઢીને ખૂબ જ પાતળી સ્લાઈસમાં સમારો.

* એક વાટકીમાં ચણાનો લોટ લો અને તેમાં ચોખાનો લોટ ઉમેરો.

* તેમાં લાલ મરચાંનો પાવડર, હળદર પાવડર, ધાણા પાવડર, ઈલાયચી પાઉડર, ખાવાનો સોડા, અજમો ઉમેરો અને સારી રીતે ભેળવો.

* પાણી ઉમેરી, થોડું જાડું એવું ખીરૂં તૈયાર કરો.

* તેમાં સમારેલી કોથમીર અને સમારેલી ડુંગળી ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.

* ૧૫ મિનીટ માટે મિશ્રણને મૂકી રાખો..

* એક કઢાઈ માં તળવા માટે તેલ ગરમ કરો.

* ગરમ તેલ માં ચમચીની મદદથી પકોડાનું ખીરૂં મૂકો.

* પકોડા બંને બાજુઓથી સોનેરી રંગના થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરો.

* ગરમાગરમ ચા સાથે, ગરમાગરમ પકોડા સર્વ કરો.

કોકોનટ રાઈસઃ

સામગ્રીઃ

લગભગ ૨ કપ વાટેલું નાળિયેર

૧ કપ ઓછામાં ઓછા ૨૦ મિનિટ માટે પાણીમાં રાખેલા અને દાણો અલગ પડે એ રીતે રાંધેલા મધ્યમ દાણાદાર ચોખા.

૨ ટીસ્પૂન અડદની દાળ

૨ ટીસ્પૂન ૧૦ મિનિટ માટે કેટલાક ગરમ પાણી માં રાખેલી ચણાની દાળ

૩-૪ સૂકા લાલ મરચાં (અથવા સ્વાદ મુજબ)

૧ ટીસ્પૂન રાઈના દાણા

૧/૪ ટીસ્પૂન હિંગ પાવડર

૧ ટીસ્પૂન ઘી

થોડા પાન મીઠો લીમડો

થોડા કાજુ

મીઠું સ્વાદ મુજબ

રીતઃ

* ૧ ંજ ઘી માં, રાઈના દાણાનો વઘાર કરો. દાણા તતડે એટલે તેમાં અડદની દાળ, ચણા દાળ, લાલ મરચું, કાજુ, મીઠો લીમડો અને હિંગ ઉમેરો.

* કાજુ શેકાઈ જાય અને દાળનો રંગ બદલાય એટલે એમાં વાટેલું નારિયેળ ઉમેરો અને ૫-૧૦ મિનીટ માટે હલાવો, જેથી કોપરૂં સરખું શેકાઈ જાય.

* હવે તેમાં ચોખા ઉમેરી બરાબર મિક્સ કરો, જેથી તેમાં મસાલો બરાબર ભળી જાય.

* પાપડ કે શેકેલા બટાકા સાથે ગરમાગરમ સર્વ કરો.

કાફે કોર્નર

કંદર્પ પટેલ

‘સ્કિલ ડેવલપમેન્ટ’ કે પછી ‘જૈંઙ્મઙ્મ....ઙ્ઘીદૃર્ઙ્મીદ્બીહં’...?

માતાના ગર્ભમાં રહેલા નવ મહિનાના બાળક પાસે ભગવાન છેલ્લી વખત મળવા માટે આવે છે.

“શું કરે છે દીકરા? વોટ્‌સ ગોઈંગ ઓન?” મોર્ડન ઈશ્વરે પૂછ્‌યું.

“બસ, દોસ્ત...! હવે નવી દુનિયાને જોવાની ઉતાવળ છે. મારી ‘મોમ’ની નજરથી દુનિયાને જોઈને, ગેટિંગ સો બોર..! યુ નો..” આજના યો-યો વર્લ્ડમાંના પોપિંગ-રેપિંગના યંગ બ્લડએ જવાબ આપ્યો. (બાળક ભગવાનનું સ્વરૂપ, એટલે બંને દોસ્ત થાય ને..!)

“દોસ્ત..! તને એક ગીફ્ટ આપવા આવ્યો છું. આ ૯ મહિના તારી સાથે રહેવાનો મને ચાન્સ મળ્યો, એ બદલ એક વિશિંગ પ્રાઈઝ.” ખુદા એ ગીફ્ટ આપવા ઉત્સુક હતો.

“થેંક્સ બડી...! નાઉ આઈ હેવ ટુ ગો. બાય..!” છોકરો ઉત્સુક હતો નવી દુનિયાને જોવા, માણવા અને અનુભવવા.

હજુ કંઈક, કહેવું હતું ભગવાનને એ વિશિંગ ગિફ્ટ બોક્ષ વિષે. છતાં, રહેવાયું નહિ અને છેવટે જોરથી કહ્યું, “દોસ્ત..! જરૂર પડે ત્યારે આજુબાજુની દુનિયા પાસે નહિ પરંતુ આ ગિફ્ટ પેકમાં એક નજર કરી લેજે. તારા કામની વસ્તુ છે.”

“ા...રદ્બદ્બ” કહીને બાળક એન્ટર થઈ ગયો આ દુનિયાની એન્ટરપ્રાઈઝમાં.

દરેક વ્યક્તિને પેલો ઈશ્વર હંમેશા પોતાના બ્લેસિંગ્સ આપીને જ આ ધરતી પર મોકલતો હોય છે. દરેક વ્યક્તિને કંઈ ને કંઈ ધ્યેય સાથે, વિચાર સાથે, વ્યક્તિવ સાથે અને વક્તવ્ય સાથે મોકલતો હોય છે. પરંતુ, સમાજ, શિક્ષણ અને વાતાવરણની છડી એવી તે એના પર ફરે છે કે તે પોતે અવ્યક્ત બનીને સમય સાથે મુક બનીને જીવતો હોવા છતાં માત્ર માંસનો એક પિંડો બનીને રહી જાય છે. દરેક વ્યક્તિ પોતે સ્ટુડન્ટ બનીને અલગ-અલગ ક્ષેત્રોમાં પોતાનો સિક્કો જમાવવાની કોશિશ માત્ર કરે છે. બસ, દિલમાં શું છે? આ પ્રશ્નનો જવાબ તેની પાસે નથી હોતો. કેટલુંયે બધું ‘ટ્રાયલ મોડ’ પર રહીને નવું શીખવાનો નહિ, પરંતુ એ પૂરૂં કરીને બીજા પર છલાંગ લગાવવાની કોશિશ કરતો હોય છે. પછડાટ ખાય છે ત્યારે હિંમત હારીને બેસી જાય છે અને ઘેટાશાહી ટોળામાં ધક્કે ચડીને ચાલતો રહે છે.

બસ, આવી જ કંઈક હાલત છે આ સ્કિલ ડેવલપમેન્ટના નામ પર ચાલતા તૂતની. આજે દરેક સ્ટુડન્ટના મનમાં આપણો ઓશિયાળો સમાજ ‘વ્હાઈટ કોલર જોબ’ના બાળપણથી એવા છોડવાઓ રોપે છે જે મોટા થઈને વટવૃક્ષ બની નવા વિચારો કે પ્રકૃતિને સમજવા સુદ્ધા તૈયાર નથી હોતા. વ્યક્તિની સ્વતંત્ર નિર્ણયશક્તિ પર થતા આકરા પ્રહારોને સમાજ દ્વારા એટલી જ સરળતાથી ઝીલાવવામાં આવે છે. ‘જો આમ નહિ કરો..! તો કંઈ નહિ કરી શકો.’ ની ટેગલાઈન તો આજે બેન્ચમાર્ક બની ચુકી છે. દરેક વાતમાં ભવિષ્યનો ડર અને નવી વિચારધારાનો હળહળતો અસ્વીકાર, જે પોતાના બાળકમાં નાનપણથી જ રેડવામાં આવે છે. પોતાના બાળકની લગભગ પૂરી લાઈફ આજે તેમના માતા-પિતા જીવી રહ્યા છે.

વ્યવહારિક, આર્થ્િાક કે સામાજિક... કોઈ પણ પ્રકારની સમજ વિનાના બાળકો મોટા એન્જિનિયરો, ડોકટરો કે સી.એ. બનીને માત્ર ચોપડીના શબ્દોમાં જ ગૂંચવાઈને રહી જાય છે. આવા ચીબાવલાઓને રસ્તો બતાવવા ‘ધોરણ ૧૦ પછી શું?’, ‘ધોરણ ૧૨ સાયન્સ પછી શું?’, ‘વિદેશમાં અભ્યાસ માટે કેમ જવું જોઈએ?’ જેવી પત્રિકાઓ અને પુસ્તકો બહાર પાડવા પડે છે. અલગ-અલગ સ્કિલના કોર્સની ખોબલે-ખોબલે લ્હાણીઓ કરાવવી પડે છે. માં-બાપ પણ પોતાના દીકરાઓના બાયોડેટા લઈને સમાજ પાસે ભિક્ષા માંગવા દોડી પડે છે. જે લોકોનો દુર-દુર સુધી આપણી સાથે કોઈ સંબંધ નથી એ લોકો આપણું ભવિષ્ય પૈસાના દમ પર બનાવી દેવા દોડે છે. પોતાને સ્કિલ ડેવલપમેન્ટનું સ્ટીરોઈડ ટાઈપનું ૩/૬ કે ૧૨ મહિના માટે અલગ-અલગ કોર્સનું ઈન્જેક્શન અપાવવા માટે લોકો રીતસરના દોડી રહ્યા છે. જેમનામાં, સ્કિલ શું કહેવાય? તેનો અર્થ શું? જેવા સામાન્ય પ્રશ્નોની સમજ નથી એ આપણી ગેરસમજને દૂર કરવા નીકળી પડયા છે. દરેક સોસાયટી આ લોકોએ કવર કરી છે, દરેક મહોલ્લો પોતાની માર્કેટિંગથી સર કર્યો છે, દરેક દીવાલોને પોતાના ઈન્સ્ટીટયુટની જાહેરખબરોથી ભરી મૂકી છે, સોશિયલ મીડિયાને પોતાની ચોખલિયાવેડી વાતોથી સ્કિલના રંગે રંગી દીધું છે. મોટીવેશનના મોટા-મોટા અધિવેશનો ભરીને યંગ બ્રિગેડને પોતાની તરફ આકર્ષવાનો પ્રયત્ન થતો રહે છે.

દરેક જગ્યાએથી હારી-થાકીને આવેલો માણસ કઈ જ સમજવા કે અપનાવવા જેટલો ધીરજવાન કે શક્તિશાળી રહેતો નથી. તેથી જન્મતી વખતે જે અલગ ધ્યેય સાથે દુનિયામાં આવ્યો હતો તે નામશેષ થઈ ચુક્યું હોય છે, મનઃસ્મૃતિના પટ પરથી ક્યારનુંયે ભૂંસાઈ ગયું હોય છે. નવા કામ કરવાની સાથે અલગ નામ કરવાની જે હોંશ હતી તે ચકનાચૂર થયેલી દેખાય છે. એ સમયે સૌથી વધુ આપણો ઉપયોગ આપણી આજુબાજુના લોકો જ કરી જાય છે. આત્મવિશ્વાસ પર શાબ્દિક પ્રહારો કરીને હથોડા જેવા ઘા કરીને તોડી નાખે છે. કોઈ પણ પ્રકારની સ્કિલ અડોપ્ટ કરવા જેવી પરિસ્થિતિ હોતી નથી છતાં મારી-મચડીને એડમિશનની લાઈનોમાં સ્કિલ ડેવલપ કરવા માટે ઉભા રહી જાય છે. પરંતુ, હકીકત કંઈક જુદી જ છે.

ભગવાનના એ શબ્દો યાદ છે? “દોસ્ત..! જરૂર પડે ત્યારે આજુબાજુની દુનિયા પાસે નહિ પરંતુ આ ગિફ્ટ પેકમાં એક નજર કરી લેજે. તારા કામની વસ્તુ છે.”

બસ, સમયની એરણ પર આ શબ્દો પણ પરિંદા બનીને ઉડી ગયા હોય છે. જેને યાદ આવે તે ગીફ્ટ પેકમાંથી પોતાને ગમતી વસ્તુ ઉઠાવીને કાયનાતમાં પોતાનું નામ કરી જાય છે, જેને યાદ નથી કે કોઈએ યાદ અપાવ્યું નથી તેને કોઈ જાણવા કે ઓળખવા પણ તૈયાર નથી.

દોસ્ત..! આજે તારી અંદર ઝાંખીને એ ગિફ્ટ બોક્ષ ઓપન કર. કંઈક તો મળશે, જે તને આધાર આપશે, જે કોઈ કલુ આપશે, આગળ વધવાનો માર્ગ બતાવશે, મૂવ ઓન થવા માટે બ્લુપ્રિન્ટ આપશે. દરેક બાળકને એનો દોસ્ત ઈશ્વર, કોઈ ને કોઈ ગિફ્ટ સ્વરૂપે જીવનનું ગીત આપીને એમાં સંગીત ભરીને મોકલે છે. જે તેને ઓળખીને અલગ અલગ વાદ્યમાં બેસાડે છે અને સૂરાવલીઓ ના તાલ સાથે તાલ મિલાવીને દુનિયામાં અલગ તાલે નાચી બતાવે એ સફળતાના ઉચ્ચતમ શિખર સુધી પહોચે જ. દિલને પૂછ, મારૂં ‘કોર’ શું છે? જો ગિફ્ટ બોક્ષ યાદ હશે તો પડઘા સ્વરૂપે જવાબ પાછો મળશે જ..!

મુદ્દો સ્વ માટે ‘મૂવ ઓન’ થવાનો છે, હૃદયની ઈચ્છાને પિછાણીને લાઈફમાં મનગમતા રંગોની પીંછી ફેરવવાનો છે, સમજણને સમાજ સમક્ષ મુકીને કંઈક કરી બતાવવાનો છે.

કોફી એસ્પ્રેસો :

“બંધ કબાટના ધૂળ ભરેલ અરીસામાંથી પુસ્તકો કંઈક જોઈ રહી હતી, ઘણી આશાથી રાહ જોતી હતી કોઈ મુલાકાતીની મહિનાઓથી, જે રાત્રિઓ તેના સાથમાં વીતતી હતી, આજે બસ વીતી જાય છે, ખુબ બેચેન રહે છે પુસ્તક, તેને ઊંંઘમાં ચાલવાની આદત થઈ ચુકી છે.”

પ્રાઈમ ટાઈમ

હેલી વોરા

હોસલા હો બુલંદ

નામ : વિરાજ સવજીભાઈ ટાંક

ઉમર : ૨૭ વર્ષ

શિક્ષણ : બી.ઈ. કોમ્પ્યુટર એન્જીનીયર

કાર્ય ક્ષેત્ર : સોશીઓમેન્ટીક લેબ, બર્લિન, જર્‌મની ખાતે એન્ડરોઈડ ડેવલપર. સાથે ઈન્ટેન્ક કોર્પોરેશન ના ફાઉન્ડર

ઈન્ટેલ કોડ ફેસ્ટ વર્ષ ૨૦૧૨ ના વિજેતા

હા તો ક્યાં હતા આપણે ગયા વખતે? પેલું જાદુઈ સિક્રેટ મીડિયા રેકોર્ડર કેમ બન્યું એની કથા બાકી છે. સિક્રેટ રીતે વિડીયો રેકોર્ડ કરવો હોય તો કોઈ દેખતા એનું રેકર્ડીંગ સ્ટાર્ટ સ્ટોપ કરાય નહિ. એના માટે વિરાજે આપણા મોબાઈલ ના ફ્રન્ટ કેમેરા પાસે એક ડીફોલ્ટ સેન્સર હોય છે જે કાન ની નજીક મોબાઈલ આવે એટલે સ્ક્રીન લોક કરે છે તેની મદદ લીધી . મોબાઈલ ની નજીક હાથ લઈ જીને અડયા વગર જ રેકોર્ડીંગ ચાલુ કે બંધ કરી શકાય. પણ સ્ક્રીન પર રેકર્ડીંગ તો દેખાવાનું જ એને બંધ કરવા લાંબા સમય સુધી કોઈ પ્રેક્ટીકલ રસ્તો મળ્યો નહિ. તે દરમિયાન પેલા મોબાઈલ સ્ક્રીન પર દેખાતા નાનકડા ફ્લોટર્સ માર્કેટ માં આવ્યા. અને વિરાજ નું દિમાગ જે સતત ખોજ માં હતું એને અચાનક આગળ જવાનો રસ્તો મળી ગયો તેણે એક પીક્સલ નું સુક્ષ્મ ફ્લોટર બનાવ્યું કે જેના પર રેકર્ડીંગ પ્લે થાય. આવડું ઝીણું ફ્લોટર કોઈ ને નરી આંખે દેખાવાનું નથી એટલે સ્ક્રીન પર રેકર્ડીંગ દ્રશ્યમાન થાય નહિ. છે ને માસ્ટર માઈન્ડ?

એક તદ્દન ઈનોવેટીવ પ્રકાર નું મગજ અને ક્રિસ્ટલ ક્લીયર વિચારો ધરાવતા પોલાઈટ અને મૃદુભાષી વિરાજ નું કાર્ય ક્ષેત્ર બહુ હેન્ડસમ અને લલચામણું છે. કોઈ પણ સોફ્ટવેર ફિલ્ડ ના વ્યક્તિ નું સપનું હોય એવી વર્ક પ્રોફાઈલ ધરાવતા વિરાજ ને અહી સુધી પહોચવા માટે કોઈ લીફ્ટ મળી નથી. એ તદ્દન સેલ્ફ મેઈડ વ્યક્તિત્વ છે. એટલે તેની અહી સુધીની સફર પર નજર કરવાની મજા પડશે.

બાળપણ અને શાળા શિક્ષણ સૌરાષ્ટ્ર ના જુદા જુદા નાના શહેરો માં વિતાવ્યા બાદ ઉચ્ચ માધ્યમિક શાળા માટે રાજકોટ આવેલ. ઈનોવેટીવ વિચારો ના બીજ વિરાજ ના બાળપણ માં મળી આવે છે. વિરાજ એક સરસ મજાની વાત કહે છે કે નાના શહેરો માં પ્રકૃતિ ને જોઈ માણી શકાય એમ છે. વિરાજ કહે છે કે તે તેના પિતા સાથે કેટલાય કિલોમીટર દુર ચાલવા જતો અને રસ્તા માં અવનવા વિચારો કરતો અને તેના પિતા સાથે ચર્ચા કરતો. વિરાજ કહે છે મેં મારા વિચારો માં ઉર્જા બચાવવા ના અવનવા નુસખા વિચારી લીધેલા. રેલ્વે ના પાટા પર ચાલતા ચાલતા મને ચુંબક થી ચાલતી ટ્રેન બનાવવા ના વિચાર આવતા. સાલું આપણે તો ટ્રેન ના પાટા ને જોઈને રીઝર્વેશન સિવાય કોઈ ખાસ વિચાર આવતા જ નથી. ઘેર બેઠા બેઠા જુના રમકડા ની બેટરી અને કોઈલ માંથી સબમરીન બનાવતો અને આવું તો કેટલુય. વિરાજ કહે છે કે મારા આવા અવનવા વિચારો અને નુસ્ખાઓ ને મારી માતા એ ખુબ જ પ્રોત્સાહન આપ્યું છે. આપણી શાળા શિક્ષણ પ્રણાલી માં આવા અવનવા નુસ્ખાઓ માટે ખાસ સ્પેસ નથી, પણ વિરાજ કહે છે કે તેને આનંદ આવતો નાના નાના મોડેલ્સ બનાવવામાં.

શાળા શિક્ષણ પતાવ્યા બાદ નડિયાદ ખાતે કોમ્પ્યુટર એન્જીનીયરીંગ માં એડમીશન લીધું ત્યારે વિરાજ કહે છે કે તેને ચોક્કસ ખબર નહોતી કે તે તેનું કરીઅર કઈ રીતે બનાવવા માગે છે. પણ કુદરતી સંકેત ની જેમ તેને પોતા માટે તદ્દન ફીટ બેસતા ફિલ્ડ માં તેને એન્ટ્રી મળી. અને વિરાજ કહે છે તેમ મગજ ના ઢગલા બંધ દરવાજા ધડામ દેતા ને ખુલી ગયા. ક્રીએટીવીતી માટે પુષ્કળ જગ્યા મળતી ગઈ. કોલેજ સમય માં થતા તમામ ટેકનીકલ ઈવેન્ટ માં એ ભાગ લેતો રહ્યો, અનેક પ્રોજેક્ટ્‌સ બનાવ્યા. અને એ રીતે દરેક વખતે નોલેજ અને સ્કીલ ડેવલપ થતી રહી. કોલેજ ના અંતિમ વર્ષ માં કેમ્પસ ઈન્ટરવ્યુ માં ટાટા એલેક્ઝી માટે સીલેક્ટ થયો. આ જગ્યા આપણા જેવા જમીન પર થી ઉંચાઈ પર તાકી રહેલા કોમનર માટે મંઝીલ કહેવાઈ શકે. એવો પોઈન્ટ કે જ્યાં સ્ટોપ કરી ને કહી શકાય કે “ હી લીવ્ડ હેપીલી એવર આફટર”. પણ ના સફર તો ચાલુ જ રહ્યો. અને એવો સફર નહિ કે જેમાં એક જગ્યા એ ઉભા ઉભા દ્રશ્યો ને બદલતા જોવાના હોય પણ એવો સફર કે જ્યાં દરેક દ્રશ્ય જાતે બદલવાનું હોય.

નોકરી મળ્યા બાદ તેને તે સમયે બિલકુલ નવા જ આવેલા એન્ડરોઈડસ વિષે માહિતી એકઠી કરવાનું કહેવામાં આવ્યું. તે ફક્ત જે મળ્યું એ એમાં સંતોષ માની કામગીરી બતાવી ને સાંજ પડે ને પિક્ચર જોવા જી શકતો હતો. પણ તેણે દિવસો અને રાતો સુધી સતત સર્ચ અને રીસર્ચ કર્યું. કારણકે ફિલ્ડ તદ્દન નવું હતું. કોઈ મટેરિયલ કે કોઈ એક્ષ્પર્ટ અવેલેબલ નહતો. જાતે માહિતી એકઠી કરવાની, જાતે પ્રશ્નો શોધવાના અને જાતે જ મથી ને એનું નિરાકરણ શોધવાનું. અને વિરાજ એમ નથી કહેતો કે આવડી મજુરી કરી ત્યારે માંડ અહી પહોચ્યો છું.... એ કહે છે “ ઈટ વોઝ ફન”. આટલી જ વાત છે ગાગર માં સાગર સમાવવો હોય તો....

એક વર્ષ ના અંતે જયારે માર્કેટ માં એન્ડરોઈડ પ્રસરવા લાગ્યું ત્યાં સુધી વિરાજ આ ફિલ્ડ નો નિષ્ણાત બની ચુક્યો હતો. અને ટ્રેનર તરીકે નીમાયો જયારે તેના સિનિયર્સ અને ઓફિસર્સ ૨૪ વર્ષના આ નવા સવા યુવાન પાસે ટ્રેનીંગ લેતા અને ડાઉટ ક્લીયર કરાવવા આવતા. કંપની ને એન્ડરોઈડ પર બેઝ્‌ડ પ્રોજેક્ટ્‌સ ના ઓર્ડર માર્કેટ માં થી આવવા લાગ્યા. અને આ કામ નો બેકહેમ કે કોહલી બની ચૂકેલ વિરાજ ને એક જમ્બો પ્રોજેક્ટ કે જે યુ.કે. ની જગુઆર લેન્ડ રોવર જેવી જાયન્ટ કંપની તરફ થી મળ્યા હતા તેની ટીમ નો કેપ્ટન બનાવવામાં આવ્યો. અને સૌથી નાની વાય ના કેપ્ટન ના હાથ નીચે તૈયાર થયેલો એ પ્રોજેક્ટ બીગ સકસેસ બની ને રહ્યો. વિરાજ કહે છે કોઈ પણ કામ કરો અને તેમાં નિષ્ણાત ન બનો તો શું કામ નું? ભલે સફાઈ જ શું કામ ન કરતા હો, પણ એવી ચકાચક સફાઈ કરો કે તમારા જેવી સફાઈ બીજું કોઈ ન કરી શકે. ફેસબુક પર આજે જ મુકવા જેવું ક્વોટ છે. અને બીજા ની સાથે પોતે પણ લાઈક કરી ને અપનાવવા જેવું.

દરમિયાન આ ક્ષેત્ર ની અન્ય એક જાયન્ટ ઈન્ટેલ ના કોડ ફેસ્ટ માં તેણે ભાગ લીધો ત્યારે તેમાં ઓલરેડી એસ્ટાબ્લીશ થઈ ચુકેલી આખે આખી કંપનીઓ સામે વિરાજ ની સિંગલ હેન્ડેડ સ્પર્ધા હતી. અને તેના પ્રેઝન્ટેશન ને ખુબ જ દાદ સાથે ત્રીજો નંબર પણ મળ્યો એટલું જ નહિ ઈન્ટેલ ની નવી ડેમો પ્રોડક્ટ પર વિરાજ ની એપ ડીફોલ્ટ એપ તરીકે મુકાઈ.

વિરાજ હવે પોતાની નવી કંપની સ્થાપવાનું અને એ પણ યુરોપ માં જીને એવી મહત્વાકાંક્ષા અને તે પણ પ્લાનિંગ અને પરિશ્રમ સાથે સેવી ચુક્યો હતો.દરેક સફળતા ઠહેરાવ અહીં પણ નવા ગોલ લાવતી હતી.

હવે ની જે વાત છે એ ફક્ત વિરાજ ની લાઈફ સાથે નહિ પણ આપણા દેશ ના કલ્ચર ના એક મહત્વપૂર્ણ હિસ્સા ને પણ પ્રકાશિત કરે તેવી છે. મેં જયારે વિરાજ ને પૂછ્‌યું કે તેણે દેશ છોડી ને બહાર જવાનો વિકલ્પ શા માટે લીધો? ત્યારે એ તદ્દન કાચ જેવો સાફ અને આંખો ઉગાડનારો જવાબ આપે છે. એ કહે છે કે ભારત માં કોઈ પણ કામ પેશન થી કરવા માટે પુરતું વાતાવરણ નથી. ટેલેન્ટ ને પ્લેટફોર્મ અને પ્રોત્સાહન પારદર્શક રીતે મળતા નથી. દરેક પગલે રાજકારણ ફેસ કરવાનું રહે છે. અને નોકરી કે પ્રોફેશનમાં કામ પાછળ ખુશી થી લગનથી લાગી રહેવાનું, વધુ ને વધુ માઈલસ્ટોન્સ અચીવ કરવાનું કે એવું કોઈ કલ્ચર જ નથી. આવું કલ્ચર યુરોપ કે અમેરિકામાં છે લોકો ખુબ કામ કરે છે,નવું નવું શીખે છે, નિષ્ણાત લોકો ને મળે છે જ્ઞાન ની આપ લે કરે છે અને આવું કરવામાં નકામા પડદાઓ નું નડતર ઓછું છે અને માટે આપણા યુવાનો ત્યાં જાય છે. એટલે યુવાનો પર આરોપ નાખવા પહેલા આપણા ગ્િારેબાન પર એક વાર નજર કરવા જેવી છે.

તો વિરાજ યુરોપ ની કોઈ મસ્ત કંપની કેજ્યાં તેણે પોતાની પસંદગી નું કામ, સ્પેસ અને ઓફકોર્સ તગડી આવક મળે ત્યાં સેટ થવા માટે રસ્તો શોધી રહ્યો હતો. એ માટે યા તો તેણે ત્યાં જીને આગળ ભણવું પડે યા તો કોઈ ઈનોવેટીવ આઉટસ્ટેન્ડિંગ સફળતા તેના પ્રોફાઈલ માં ઝળકાવવી પડે તો તેને તેની ચોઈસ નું કામ મળે. ભણવા માં તે સમય ‘બગાડવા’ માંગતો ન હતો. વેલ એ બાત કુછ હઝમ નહિ હુઈ. તો હાજમોલા પણ વિરાજ પાસે જ છે. એ કહે છે કે ભણવું એક આખું પેકેજ છે. જેમાં તે જે શીખવા માંગે છે તે ઉપરાંતના તેના માટે બિન જરૂરી એવા વિષયો પણ શીખવા પડે ત્યારે ડીગ્રી મળે. જયારે વિરાજ ને તો તેનો ગોલ મળી ગયો હતો એટલે પેલા બિન જરૂરી વિષયો માં સમય ગુમાવવા કરતા તેણે પોતાના જ ફિલ્ડ માં સતત અપડેટેડ રહી વધુ મહારત હાસલ કરવાનું નક્કી કર્યુ અને તેનું પરિણામ મળ્યું પેલું એસ.એમ.આર. એપ ના સ્વરૂપે. જેણે વિરાજ ની જર્મની ની ટીકીટ પાકી કરાવી દીધી.

આટલી સફર માં તેને કેટલો સંઘર્ષ કે ત્યાગ કરવો પડયો એ પ્રશ્ન નો તે જવાબ આપે છે “જરાય નહિ” એ કહે છે જીવન માં એ જતું કરવામાં નહિ પણ એવું પ્લાનિંગ કરવામાં મને છે કે જેથી જતું કરવાનો વારો જ ન આવે. અને એ જે કાર્ય કરે છે એ તેના માટે ઢસરડો નહિ પણ આનંદ છે માટે થાક નો તો પ્રશ્ન જ નથી રહેતો. તે દરરોજ સવારે જોગીંગ માં જતા સમયે આખા દિવસ પાસેથી તેને શું જોઈએ છે એ નક્કી કરી લે છે. દરેક સેકન્ડ ને તે પુરી વસુલ કરે છે. નોકરી અને પરિવાર ના સમય વચ્ચે જરાય ભેળસેળ નથી કરતો અને બંને જગ્યા એ ક્વોલીટી ટાઈમ આપવા માં માને છે. વિરાજ નો પરિવાર હમેશા થી સતત તેના સપોર્ટ માં રહ્યો છે. સપોર્ટ તો આપણે પણ બહુ કરીએ પણ દરેક વાત માં આપણે વચ્ચે પડવા જોઈએ. દરેક નિર્ણય માં દખલગીરી કરવા જોઈએ. અને જો આપણું ધાર્યું ન થાય તો જીવન દોહ્યલું બની જાય, આપણું નહિ પેલા બાળક નું. પણ વિરાજ નું તેવું નથી.તેના પરિવાર માં તે બધી ચર્ચા કરી શકે છે બધા પોતાનું મંતવ્ય આપે છે પણ નિર્ણય વિરાજ નો સ્વીકાર્ય બને છે. પછી તે વિદેશ જવાનો નિર્ણય હોય કે પછી દક્ષીણ ભારતીય એન્જીનીયર કન્યા સાથે વિવાહ કરવાનો નિર્ણય હોય. વેલ ફેમીલી અકોણું હોય તોય જે આગળ વધવાના છે એ વધી ને જ રહેશે પણ સતત સંઘર્ષ રહે. અને સમય જતા પરિવાર ના સદસ્યો પોતાના હાથે જ પોતાની કીમત ગુમાવી દે.

તે અંગત જીવન માં બાઈકિંગ ની સાથે એક બીજો મજાનો શોખ દોડવાનો ધરાવે છે. તેણે અનેક મેરેથોન માં ભાગ લીધેલો છે અને જીતેલો છે. તે કહે છે કે એકાદ શારીરિક પ્રવૃત્તિ કે સ્પોર્ટ દરેકે પાળવો જ જોઈએ. ભારતમાં આ બાબતે ઉદાસીનતા હોવાનું તે માને છે અને આપણે પણ સ્વીકારવું પડે.વેલ, ભવિષ્ય માંપણ વિરાજ આ જ રીતે સતત દોડતો રહે અને એક જીવન ની અને તેના કાર્ય ક્ષેત્ર ની એક પછી એક મેરેથોન સર કરતો રહે તેવી શુભકામના.

ટેક ટોક

યશ ઠક્કર

શું છે એપલનું ઉઉડ્ઢઝ્ર?

્‌ીષ્ઠર-્‌ટ્ઠઙ્મા.. ્‌ીષ્ઠર-્‌ટ્ઠઙ્મા.. ્‌ીષ્ઠર-્‌ટ્ઠઙ્મા હ્લૈહટ્ઠઙ્મઙ્મઅ આપણી પોતીકી ગુજરાતી ભાષામાં લેટેસ્ટ ગેજેટ્‌સ ની વાતો કરવાનો સમય આવી ગયો છે. ટેકનોલોજી અને ગેજેટ્‌સ પોતાની રફતાર થી સતત આગળ વધતા રહે છે બસ તો એ રફતાર સાથે હું તમને પણ દોડાવીશ અને હા નવો ફોન લીધા પછી અમુક ને જે અફસોસ રહી જાય છે ને કે યાર થોડી રાહ જોઈ હોત તો સારૂં મોડેલ મળતું એ અફસોસ દુર કરી શકીએ એનો પુરતો પ્રયાસ ચોક્કસ થી કરીશ.

નસીબ કહો કે યોગાનુયોગ જયારે જયારે મેં કોઈ ઉીહ્વજૈીં પર ટેકનોલોજી વિષે લખવાનું નક્કી કર્યું છે ત્યારે સૌથી પહેલો આર્ટીકલ છઙ્મી ને લાગતો હોય છે અને એ જ બાબત અહિયાં પણ છે આજના આ ઓપનીંગ આર્ટીકલમાં વાત કરશું ઉઉડ્ઢઝ્ર વિષે.

ઉઉડ્ઢઝ્ર એટલે ર્ઉઙ્મિઙ્ઘ ઉૈઙ્ઘી ડ્ઢીદૃીર્ઙ્મીિ ર્ઝ્રહકીિીહષ્ઠી છઙ્મી દ્વારા દર વર્ષે ૮ થી ૧૨ જુન અથવા તો ૧૦ થી ૧૪ જુન દરમિયાન સાન ફ્રાન્સિસ્કો માં યોજાય છે. ૨૦૧૪ માંર્ ૈંજી ૮ અને ૈઁર્રહી ૬ તથા ૈઁર્રહી ૬+ લોન્ચ થયા બાદ આ વખતે ઉઉડ્ઢઝ્ર થી સ્વાભાવિક રીતે ઘણી બધી અપેક્ષાઓ હતી.

ર્

ૈંજી ૯ માં સૌથી મોટી અપડેટ જીૈંઇૈં માં આવી છે. જીૈંઇૈં ૈજ ર્હુ ર્દ્બિી હ્વીંીંિ, ર્દ્બિી ર્ષ્ઠર્ઙ્મકિેઙ્મ શ્ ર્દ્બિી ટ્ઠષ્ઠૈંદૃી. હવે તમે જીૈંઇૈં ને િીદ્બૈહઙ્ઘીિ કન્ટેન્ટ પણ આપી શકો છો જેમકે "િીદ્બૈહઙ્ઘ દ્બી ર્ં ખ્તટ્ઠિહ્વ દ્બઅ ર્ષ્ઠકકીીર્ કક ંરી ર્િર્ક ુરીહ ૈં ખ્તીં ૈહ દ્બઅ ષ્ઠટ્ઠિ" અથવા તો ઁઙ્મટ્ઠઅ દ્ભૈજર્રિ દ્ભેદ્બટ્ઠિ ર્જીહખ્તજ હ્લર્િદ્બ છઙ્મી સ્ેજૈષ્ઠ. જીૈંઇૈં હવે ્‌ૈદ્બી અને ર્ન્ષ્ઠટ્ઠર્ૈંહ પર વધુ છષ્ઠૈંદૃી બન્યું છે. ્‌ૈદ્બી ની વાત કરવા માં આવે તો જીૈંઇૈં ત્યાં સુધી છષ્ઠૈંદૃી બન્યું છે કે તમે જીમ માં જાઓ અને હેડફોન લગાવો એટલે ર્ઉર્િોં સ્ૈટ દ્બેજૈષ્ઠ વાગવાનું ચાલુ થઈ જાય. મને લાગે છે હવે જીૈંઇૈંનું નામ બદલીને જીઉઈઈ્‌ જીૈંઇૈં કરી દેવું પડશે . જીૈંઇૈં ની સાથે સાથેજીર્ંઙ્મૈખ્તરં જીટ્ઠષ્ઠિર માં પણ ઘણા બદલાવ આવ્યા છે અને હવે જીર્ંઙ્મૈખ્તરં જીટ્ઠષ્ઠિર માત્ર ઈન્ટરનેટ જ નહિ પણ તમારા ર્ઝ્રહંટ્ઠષ્ઠંજ તથા ઁૈષ્ઠેંિીજ અને ફૈર્ઙ્ઘીજ પણ સર્ચ કરશે. આ સિવાય જીર્ંઙ્મૈખ્તરં જીટ્ઠષ્ઠિર પણ ટાઈમ બાબતે એક્ટીવ બન્યું છે અને જયારે તમે કશું સર્ચ કરશો ત્યારે તમે સમય ના હિસાબ થી પણ સજેશન્સ આપશે.

જીૈંઇૈં પછી જે મહત્વનો ચેન્જ કહી શકાય તો એ છે ર્ન્ુ ર્ઁુીિ ર્સ્ઙ્ઘી. છહઙ્ઘર્િૈઙ્ઘ ના રસ્તે ચાલી નીકળતા હવે છઙ્મી માં પણ તમે ર્ન્ુ ર્ઁુીિ ર્સ્ઙ્ઘી દ્વારાર્સ્હ્વૈઙ્મી મ્ટ્ઠંીંિઅ બચાવી શકો છો અને એ પણ લગભગ ત્રણ કલાક સુધી, જોકે અહી ‘કન્ડીશન્સ અપ્લાય’ એવું ટીક પણ છે. આ સિવાય પરફોર્મન્સ ચેન્જીસ પણ કરવામાં આવ્યા છે જેના લીધેર્ ૈંજી૮ કરતા ૧ કલાક વધુ બેટરી બેકઅપ મળશે તેવો દાવો પણ છઙ્મી દ્વારા કરાયો છે. જોકે પરફોર્મન્સ ઈમ્પ્રુવ થયું હોય હવે મલ્ટી-ટાસ્કિંગ અથવા તો સ્વીચ એપ્લીકેશન્સ વધારે સારી તથા વધારે ઝડપી બનશે.

સેમસંગ ડીવાઈસ જોયા પછી છઙ્મી માં જો કોઈ એક વસ્તુ ખૂટતી હતી તો એ હતું સ્ેઙ્મૈંંટ્ઠજૌહખ્તર્ હ જટ્ઠદ્બી ઉૈહર્ઙ્ઘુ. છઙ્મીર્ ૈંજી૯ ૈઁટ્ઠઙ્ઘ માં અપગ્રેડ કર્યા બાદ ૈઁટ્ઠઙ્ઘ પર તમે એક જ સ્ક્રીન પર બે અલગ અલગ એપ્લીકેશન અથવા તો બે અલગ કામ કરી શકશો જોકે આ ફીચર અત્યારે માત્ર અને માત્ર ૈઁટ્ઠઙ્ઘ ઉપર જ અવેલેબલ છે જોકે હા ભવિષ્યમાં ૈઁર્રહી ૬+ માં આ ફીચર આવશે તેવું મારૂં પોતાનું માનવું છે.

ઉઉડ્ઢઝ્ર ૨૦૧૪ તથા છઙ્મી ઈદૃીહં ૨૦૧૪ માં છઙ્મી ઁટ્ઠઅ લોન્ચ કરવામાં આવ્યું હતું જેના દ્વારા તમે તમારા ઝ્રિીઙ્ઘૈં/ડ્ઢીહ્વૈં/ર્ઇઅટ્ઠઙ્મંઅ/ઇીુટ્ઠઙ્ઘિજ ઝ્રટ્ઠઙ્ઘિ ને ૈઁર્રહી સાથે મર્જ કરી અને ૈઁર્રહી દ્વારા જ પેમેન્ટ કરી શકો છો.ર્ ૈંજી ૮ વખતે છઙ્મી ઁટ્ઠઅ માત્ર યુએસ યુઝર્સ માટે અવેલેબલ હતું પણ હવેર્ ૈંજી ૯ થી યુકે યુઝર્સ પણ એનો લાભ લઈ શકશે જોકે છઙ્મી ઁટ્ઠઅ નો ઉપયોગ કરવા માટે તમારી પાસે છઙ્મી ૈઁર્રહી ૬, છઙ્મી ૈઁર્રહી ૬+ અથવા છઙ્મી ઉટ્ઠંષ્ઠર હોવી જરૂરી છે.

છઙ્મી સ્ટ્ઠજ ની વાત કરવામાં આવે તોર્ ૈંજી ૮ કરતાર્ ૈંજી ૯ માં ઘણો મોટો ચેન્જ આવ્યો છે. હવે છઙ્મી સ્ટ્ઠજ પણ બસ, રેલ્વે, ટ્રાન્ઝીટ, સબવે તથા વોકિંગ પાથ પણ બતાવશે આ સાથે જ છઙ્મી સ્ટ્ઠજ હવે ર્ય્ર્ખ્તઙ્મી સ્ટ્ઠજ ને બરાબર ની ટક્કર આપે તેવી શક્યતા છે. જોકે હજુ સુધી ભારત માટે સ્ટ્રીટ વ્યુ લોન્ચ ના કરાયો હોય ર્ય્ર્ખ્તઙ્મી સ્ટ્ઠજ નો વપરાશ ચોક્કસ થી વધશે.

છઙ્મીર્ ૈંજી ૯ ના લોન્ચ સાથે જ જુના વપરાશકર્તાઓ આનંદમાં આવી ગયા છે. અત્યાર સુધી જયારે જયારે નવીર્ ૈંજી આવી છે ત્યારે છઙ્મી જુના મોડેલ માટે સપોર્ટ બંધ કરી દે છે જે આ વખતે નહિ થાય જે ૈઁર્રહી/ૈઁટ્ઠઙ્ઘ/ૈર્ઁઙ્ઘ માંર્ ૈંજી ૮ નું અપગ્રેડ આવ્યું છે એ તમામ ડ્ઢીદૃૈષ્ઠીર્ ૈંજી ૯ પણ ઈન્સ્ટોલ કરી શકશે.ર્ ૈંજી ૯સપ્ટેમ્બર મહિના માં લોન્ચ થઈ જશે.

છઙ્મી ૈઁર્રહી માં જો કોઈ એક મેજર ડરોબેક હોય તો એ છે એની હ્લૈટીઙ્ઘ સ્ીર્દ્બિઅ જીટ્ઠષ્ઠી. તમે ૮ય્મ્/૧૬ય્મ્/૬૪ય્મ્/૧૨૮ય્મ્ જે પણ જીટ્ઠષ્ઠી સાથે આઈફોન ખરીદો એ તમારી ૐટ્ઠઙ્ઘિ ડ્ઢિૈદૃી બની જાય છે અને કોઈ એક્સટર્નલ મેમરી કાર્ડનો સપોર્ટ ના મળતો હોય એ ચોક્કસ થી અમુક સમયે મુશ્કેલી સર્જે છે.ર્ ૈંંજી ૮ ૪.૬ય્હ્વ ની જીૈડી ધરાવતું હતું જેના લીધે ઘણા ેજીજિ દ્વારા કમ્પ્લેન કરવામાં આવી હતી. છઙ્મી એ કમ્પ્લેન પર સોલ્યુશન આપતા હવેર્ ૈંજી ૯ માત્ર ૧.૩ ય્મ્ ની જીૈડીની જ બનાવી છે.

જનરલી છઙ્મીર્ ૈંજી સપ્ટેમ્બર માં લોન્ચ કરે છે અને બીટા યુઝર્સ ને ડેવલોપર વર્ઝન નો યુઝ ઓફીશીયલ લોંચ કરતા પહેલા મળે છે, અફકોર્સ ટેસ્ટીંગ પર્પઝ માટે પણ આ વખતે છઙ્મી દ્વારા વધુ એક સવલત આપવામાં આવી છે. ડેવલોપર્સની સાથે સાથે જનરલ યુઝર્સ પણ સાઈનઅપ કરી ને જુલાઈમાં બીટા વર્ઝન ના લોન્ચ સમયે પોતાના ૈઁર્રહી માં ઈન્સ્ટોલ કરી યુઝ કરી શકે છે.

આ સાથે હું એ ક્ન્કલ્યુંઝ્‌ન પર પહોંચ્યો છું કે જીૈંઇૈં, જીર્ંઙ્મૈખ્તરં અનેર્ ૈંજી જીૈડી તથા સપોર્ટેડ ડીવાઈસ સિવાય બીજું ખાસ કઈ નવું નથી આવ્યું જોકે હજુ ફાયનલ વર્ઝન થાય એ પછી જ આ મામલે ચોક્કસપણે કોઈ રીઝલ્ટ પર પહોંચી શકાય.

મિર્ચી ક્યારો

યશવંત ઠક્કર

‘મેગીદહન’

કહેવત છે ને કે ને કે ‘છીંડે ચડે તે ચોર’. હોંશે હોંશે ખવાતી ‘મેગી’ કાયદાના છીંડે ચડી ને દેશ ભરમાં બદનામ થઈ ગઈ. ‘આનંદબાગ સોસાયટી’મા પણ બદનામ થઈ ગઈ. સંજુ લાંબા અને દવે મહારાજે ભેગા મળીને મેગીનો બહિષ્કાર કરવા માટે ‘મેગીદહન’’નો કાર્યક્રમ ઘડી કાઢ્‌યો. દવે મહારાજનો ભત્રીજો રાકેશ ‘નટખટ ટીવી’માં રિપોર્ટર તરીકે કામ કરતો હતો એટલે ‘નટખટ ટીવી’ ચેનલવાળા સાંજે પાંચ વાગે સોસાયટીમાં કાર્યક્રમનું વિડિઓ તૈયાર કરવા આવે એવું સરળતાથી નક્કી થઈ ગયું. ટીવી ચેનલવાળાની હાજરીમાં મેગીદહન કરવાનો કરવાનો અને મેગી વિરૂદ્ધ સુત્રો બોલાવવાના કાર્યક્રમનું તાત્કાલિક આયોજન થઈ ગયું. ખરા બપોરે સંજુ લાંબો અને દવે મહારાજ સોસાયટીમાં મેગીનાં પેકેટો ઉઘરાવવા અને કાર્યક્રમની જાણ કરવા માટે નીકળી પડયા.

શરૂઆત કરી અરવિંદના ઘેરથી. પરંતુ ‘પ્રથમ ગ્રાસે જ મક્ષિકા જેવું થયું. અરવિંદ ઘેર નહોતો પરંતુ એમના ધર્મપત્ની શ્રીમતી કિંજલે ઠાવકા ચહેરા સાથે કહ્યું કે ‘અરેરે! એક પેકેટ હતું પણ કાલે રાતે જ બનાવીને ખાઈ ગયાં.’

‘અરે પણ! ટીવીમા આવી ગયું કે મેગીમાં ગડબડ છે. પછી ખવાતી હશે!’ દવે મહારાજ બોલ્યા.

‘મેં કહ્યું કે મેગી ખાવાલાયક નથી તોય એ માન્યા નહીં. મને કહે કે- તું બે મોંઢે પાણીપૂરી ખાય છે એ ખાવાલાયક છે? એમનો મગજ કેવો છે એ તો તમે જાણો છોને?’ કિંજલે એની મજબૂરી જણાવી.

‘આટલું આટલું ટીવીમાં આવી ગયું તોય લોકો સુધરતા નથી. મારૂં કહેવું એમ છે કે મેગી ન ખાઈએ તો મરી જવાય?’ દવે મહારાજે ઠપકો આપ્યો.

‘ટીવીમાં તો ઘણું ય આવે છે. પડીકી ન ખવાય એવુંય આવે છે. તોય તમે ઉધારી કરીને પણ ખાવ છોને? પહેલાં તમારી જાતને સુધારો પછી અમને સુધારવા આવજો.’ દવે મહારાજના ઠપકો માફક ન આવ્યો હોવાથી કિંજલે વળતો હુમલો કર્યો અને પછી ઘરનો દરવાજો બંધ કરી દીધો.

‘મહારાજ, તમે ચોઘડિયું જોયું હતું કે નહીં?’ રાજુ લાંબાએ દવે મહારાજને સવાલ કર્યો.

‘ભાઈ, મને ખબર નહીં કે આવાં વિઘ્‌ન આવશે. હવે જે થાય એ જોયું જશે. આપણે આગળ વધો.’ મહારાજે સ્વસ્થતા ધારણ કરતાં કહ્યું. અને જશુભાઈના ઘર તરફ આગળ વધ્યા. એ દરમ્યાન રમણ સટોડિયો એમની સાથે જોડાઈ ગયો. એણે રાબેતા મુજબ મદ્યપાન કર્યું હતું.

‘જુઓ ભાઈ, મેગી ખાવાલાયક નથી એ વાતની આખા દેશના લોકોને જાણ થઈ ગઈ છે. આપણી સોસાયટીના લોકોને પણ ખબર પડી જ ગઈ છે. હવે મેગી-દહનનો કાર્યક્રમ રાખવાની કોઈ જરૂર નથી.’ જશુભાઈએ તો ઠાવકાઈથી આખા કાર્યક્રમને જ બિનજરૂરી ગણાવ્યો.

‘તમે જશુકાકા, કોઈ પણ શુભ કાર્યક્રમ માટે ના પાડીને જ ઊંભા રહો છો. લોકોને જાગૃત કરવામાં વાંધો ખરો?’ સંજુ લાંબાએ નારાજગી વ્યક્ત કરી.

‘લોકોને જાગૃત કરવા જ જોઈએ. મેગીનો વિરોધ થવો જ જોઈએ. આ જશુભાઈ જેવા દેશના દુશ્મનો ભલે આડા ફાટે.’ રમણ સટોડિયાએ લથડતી જબાનમાં કહ્યું.

‘ભલા માણસ, મેં મારો મત વ્યક્ત કર્યો એમાં હું દેશનો દુશ્મન થઈ ગયો.?’ જશુભાઈએ લોકશાહી દેશના એક નાગરિકની અદાથી સવાલ કર્યો.

‘અરે પણ આ મેગી ખતરનાક છે એટલી ખબર પડે છે?’ રમણે પોતાનો અવાજ મોટો કર્યો.

‘રમણભાઈ, મોટા અવાજે વાત નહીં કરવાની. અને રહી મેગીની વાત, તો જાણી લો કે અમારા ઘરમાં મેગીનું સેવન થતું જ નથી. મેગી ખતરનાક છે કે નહીં એની મને ખબર નથી પરંતુ શરાબ તો ખતરનાક છે જ એની મને ખબર છે.’ જશુભાઈ ઉત્તેજિત થઈને બોલી ગયા.

‘એટલે તમે કહેવા શું માંગો છો? હું તમારા પૈસાથી દારૂ પીઉં છું? એ મારી અંગત બાબત છે એમાં તમારે માથું મારવાની જરૂર નથી.’ રમણે પણ પોતાને વ્યક્તિગત આઝાદી હોવાની વાત કરી.

‘પપ્પા, હવે તમે ન બોલશો.’ જીતુએ મામલામાં દરમ્યાનગીરી કરી, ‘રાજુકાકા અને રમણકાકા, આપણી સોસાયટી દ્વારા મેગીદહનનો જે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે એ કાર્યક્રમને મારો ટેકો છે. એટલું જ નહીં પણ એ કાર્યક્રમ સફળ થાય એ માટે હું સક્રિય ફાળો આપીશ. પણ આ કાર્યક્રમની સફળતા માટે આપણી સોસાયટીના ફોજીકાકાની હાજરી પણ જરૂરી છે.’

‘મંગલસિંહ ફોજીને આમંત્રણ આપવા જવાના જ છીએ.’ દવે માહારાજ બોલ્યા.

‘આત્યારે જ આપી દો. ફોજીકાકા આવી રહ્યા છે.’ જીતુએ સાયકલ પર દૂરથી પસાર થઈ રહેલા મંગલસિંહ તરફ હાથ ઊંંચો કર્યો અને બૂમ પાડી. ‘ઓ ફોજીકાકા, અહીં આવો. દેશભક્તિની વાત ચાલે છે.’

મંગલસિંહને આવતા જોઈને રમણના જુસ્સાનો આંક તળિયે પહોંચી ગયો. વર્લ્ડકપની સેમીફાઈનલમા ભારતની ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ ત્યારે રમણ સટોડિયાએ ભારતની ટીમને ગાળો દીધી હતી. એ વખતે મંગલસિંહે એને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જેને કારણે રમણે મંગલસિંહને દેશદ્રોહી કહેવાનું સાહસ કર્યું હતું. પછી તો મંગલસિંહે એને મારવા લીધો હતો. એ તાજી ઘટનાનું પુનરાવર્તન ન થાય એવા શુભ હેતુથી રમણે ત્યાંથી બને એટલી ઝડપથી રવાના થવામાં જ પોતાની ભલાઈ સમજી.

સામાજિક કાર્યકર સમાન દમયંતીબહેને તો મેગીદહનના કાર્યક્રમની વાત સાંભળીને જ ભાષણ શરૂ કરી દીધુંઃ મેગી જ નહીં. પિત્ઝા, બર્ગર, પાસ્તા આ બધી વાનગીઓનો બહિષ્કાર થવો જ જોઈએ. અત્યારનાં છોકરાંનાં મગજ ફાટફાટ થઈ રહ્યાં છે એને માટે જવાબદાર આ બધી વાનગીઓ છે. આપણે આપણી થેપલાં, ઢોકળાં, હાંડવો, ખાખરા જેવી પરંપરાગત વાનગીઓનું મહત્વ વધે એવા પ્રયાસો કરવા જ જોઈએ. આપણા ખોરાકમાં દહીં ને રોટલાનું પુનરાગમન થવું જ જોઈએ....

દમયંતીબહેનનું પ્રવચન પૂરૂં થાય એ પહેલાં જ સોસાયટીના આગેવાનોને આગળ વધવું યોગ્ય લાગ્યું. સમગ્ર સોસાયટીમાંથી ક્યાંયથી મેગીના પેકેટ મળ્યાં નહીં. મળ્યાં તો સૂચનો મળ્યાં! હા, ભગુભાઈ ભજિયાંવાળાએ રોકડા બસો રૂપિયા આપ્યા અને એવી સલાહ આપી કે : ગમે ત્યાંથી મેગીના પેકેટનો મેળ પાડો અને કાર્યક્રમને સફળ બનાવો.

મેગીના પેકેટ મેળવવાની તકલીફ જીતુએ દૂર કરી દીધી. સોસાયટીના નાકે બીકોમ પાસ વિક્રમનો ગલ્લો હતો. એણે કંપનીમાં પાછાં મોકલવા માટે મેગીના પંદરેક જેટલા પેકેટ એક ખોખામાં મૂકી રાખ્યા હતાં. જીતુએ એને સોસાયટીના મેગીદહનના કાર્યક્રમમા સહકાર આપવાની વિનંતિ કરી એટલે વિક્રમે મેગીના જેટલાં પેકેટ હતાં એટલાં પેકેટ વાજબી ભાવે ખોખા સહિત જીતુને હવાલે કર્યાં. જીતુએ એ પેકેટો દવે મહારાજને હવાલે કર્યાં.

મેગીદહન માટે જરૂરી કચરાનો ઢગલો છોકરાઓમ પાસે તૈયાર કરાવીને રાજુ લાંબો અને દવે મહારાજ ઘરભેગા થયા.

ચાર વાગતાંમાં તો સોસાયટીના સક્રિય લોકો મંદિર આગળ મેદાનમાં ભેગાં થઈ ગયાં અને ‘નટખટ ટીવી’વાળાની રાહ જોવા લાગ્યાં. ભાષણ કરવા માટે મળેલી તકને ઝડપી લઈને સંજુ લાંબા અને દવે મહારાજ મેગી વિરૂદ્ધ યથાશક્તિ બોલ્યા.

સોસાયટીના પ્રમુખ તરીકે ભગુભાઈ ભજિયાંવાળાએ પણ ભાષણ કર્યુંઃ ભાઈઓ અને બહેનો. મેગીદહનના આ પ્રસંગે હું ખાસ વાત જણાવવા માંગુ છું. આજથી વારસો પહેલા જયારે આ મેગીફેગી, પિઝાબીઝા ને પાસ્તાબાસ્તા નવાંનવાં આવ્યાં ત્યારે છાપાંમા પણ છપાવા લાગ્યું હતું કે હવે ભજિયાં, ખમણ, સમોસાં એ બધાંનો જમાનો જતો રહેશે. મારે આનંદ સાથે કહેવું છે કે એ વાત સાવ ખોટી પડી છે. આજના જમનામાં પણ ભજિયાંના માનપાન એવાં ને એવાં જ છે. ઊંલટાનાં વધ્યાં છે! આજકાલ તો જમણવારમાં પણ ભજિયાંનું ચલણ વધ્યું છે. ને હવે જોજો, આ મેગીબહેનના ફજેતા પછી ભજિયાંની બોલબાલા વધશે...

ભાગુભાઈનું ભાષણ પૂરૂં થાય એ પહેલાં નટખટ ટીવીવાળા આવી પહોંચ્યા. એમની પાસે બહુ સમય નહોતો એટલે કાર્યક્રમ ઝડપથી પતાવવાનું નક્કી થયું.

થોડાં બાળકોને મેગી વિરૂદ્ધ મંતવ્યો આપવાનું શીખવાડવામાં આવ્યું. સોસાયટીના લોકો દ્વારા મેગી વિરૂદ્ધ મોટા અવાજે સૂત્રો પોકારવામાં આવ્યાં. કચરાનો ઢગલો સળગાવવામાં આવ્યો અને પછી એમાં મેગીનાં પેકેટ પધરાવવામાં આવ્યાં. ‘નટખટ ટીવી’ દ્વારા આ સમગ્ર કાર્યક્રમની ફિલ્મ ઉતારવામાં આવી.

કાર્યક્રમ પૂરો થયા પછી દવે મહારાજ સગર્વ ઘેર પધાર્યા. ઘરના બારી અને બારણાં બરાબર બંધ કરીને એમણે ગોરાણીના હાથમાં મેગીનાં બે પેકેટ મૂકતાં કહ્યુંઃ આજે છેલ્લી વખત ખાઈ લઈએ. કાલથી મળે કે ન મળે.

‘આ ક્યાંથી કાઢ્‌યાં?’ ગોરાણીએ મેગીના પેકેટ જાણે સોનાની લગડીઓ હોય એમ આઘાત અને આશ્ચર્ય સાથે પૂછ્‌યું.

‘મેગીદહન માટે જે આવેલાં એમાંથી જુદાં કાઢી લીધાં હતાં. મહેનતનું ફળ તો મળવું જ જોઈએને?’ દવે મહારાજે રહસ્ય પ્રગટ કર્યું.

‘પણ આમાં તો ઝેર હોય છેને?’

‘મેગીમાં ઝેર છે કે નહીં એ હજી વિવાદનો વિષય છે. મારૂં કહેવું એમ છે કે એ આપણે જીવનમાં કેટલાંય ઝેર જાણી જાણીને ખાઈએ છીએ. આજે એક વધારે! કાલથી મેગી બંધ!’