Khalipo in Gujarati Drama by ashish raval books and stories PDF | ખાલીપો

Featured Books
  • तिलिस्मी कमल - भाग 22

    इस भाग को समझने के लिए इसके पहले से प्रकाशित सभी भाग अवश्य प...

  • आई कैन सी यू - 20

    अब तक कहानी में हम ने पढ़ा की दुलाल ने लूसी को अपने बारे में...

  • रूहानियत - भाग 4

    Chapter -4पहली मुलाकात#Scene_1 #Next_Day.... एक कॉन्सर्ट हॉल...

  • Devils Passionate Love - 10

    आयान के गाड़ी में,आयान गाड़ी चलाते हुए बस गाड़ी के रियर व्यू...

  • हीर रांझा - 4

    दिन में तीसरे पहर जब सूरज पश्चिम दिशा में ढ़लने के लिए चल पड...

Categories
Share

ખાલીપો

ખાલીપો

સાંજના ૫:૩૦ વાગી ચુકયા હત. રમાબેન ની એક નજર ઘડિયાળ ના કાંટા પર રહેતી તો બીજી નજર કૉડલેસ ફોન તરફ. .

“ કેમ આજે મોડુ થયુ હશે ? “ રમાબેને અધીરાઇથી પોતાના પતિ ભાનુભાઇ તરફ જોઇને પુછયુ.

“ આવી જશે ! રમા, દસ પંદર મિનિટ તો આઘુપાછુ થાય ને ? “ ભાનુ ભાઇ મુંછમાં હસ્યા અને ફરીથી સવારનુ છાપુ વાંચવામાં પરોવાઇ ગયા.

બીજી તરફ રમાબેન ની નજર ફરીથી ઘડિયાળ અને ફોન વચ્ચે સંતાકુકડી રમવા લાગી.

“ શુ કારણ હતુ આ અધીરાઇનુ ? “

કારણ ફકત એટલુ હતુ કે આજે રવિવાર હતો અને ત્રેસઠ વર્ષ ની વૃદ્ધા રમાબેન ના માટે આ રવિવાર નુ મહત્વ ખાસ હતુ. આ રવિવારે તેમના એક ના એક પુત્ર આલોક નો અમેરીકાથી કાયમ ફોન આવતો. પુત્ર આલોક અને પુત્રવધુ તન્વી અઠવાડિયા ના છ એ દિવસ બીઝી રહેતા, પણ રવિવારે વીકએન્ડ માં જ તેમને સમય મળતો કે તે ભારત રહેતા પોતાના માતા-પિતા સાથે વાત કરી શકે.

પુત્ર આલોક અને તેના સંતાનો શ્રેયા અને શુભ સાથેની વાતચીત રમાબેન ના શરીરમાં ફરીથી ઉર્જા ભરી દેતા. તેઓ ફરીથી આલોક ના ખાલી ક્મરામાં જતા, કમરાને સાફ-સુથરો કરતા, આલોકે જીતેલા પારિતોષકોને ગર્વભેર જોતા. દરેક વસ્તુને આંગળીના ટેરવાથી સ્પર્શ કરી આલોક્ની બચપનની યાદો તાજા કરતા.

બે વખત માતૃત્વનુ સુખ રમાબેન ને હાથતાળી આપી જતુ રહ્યુ હતુ. આલોક ના આગળ ના બંને સંતાનો પ્રિમેચ્યોર મૃત્યુ પામ્યા હતા. તેટલે જયારે આલોક્નો જન્મ થયો, આ પટેલ પરિવાર દુનિયાનો સૌથી સુખી પરિવાર હતો. બરાબર એક વર્ષ તો આ દંપતી પોતાની અને સગા-વહાલાઓની બાધા પુરી કરવામાં જ રોકાયા હતા.

દાદા-દાદીને પણ આલોક કેટલો લાડકો હતો !દાદી શાન્તાબેન ને કેડની તફલીફ હોવા છતાં આલોક ને રોજ તેડીને મંદિરે લઇ જતા. પોતાના છેલ્લા શ્ર્વાસ સુધી તેમણે રટણ ચાલુ રાખ્યુ હતુ. “ મારા આલોક નુ ધ્યાન રાખજો “

એટલે જ જયારે આલોકે પોતાનુ આઇ. ટી નુ ભણવાનુ પતાવીને અમેરીકા જવાની વાત કરી ત્યારે રમાબેન ને એ ખુબ ખુંચ્યુ હતુ. આપણા સમાજમાં સ્ત્રીઓની મમતાથી લેવાયેલા નિર્ણયો પુરુષ ના મગજથી લેવાયેલા નિર્ણયો સામે હારી જતા હોયા છે. છે. બિલકુલ એવુ જ રમાબેન ના કિસ્સામાં બન્યુ. આખરે મને-કમને તેમણે હા પાડી. પછી તો સિલસિલો ચાલુ જ રહ્યો. આલોક ના લગ્ન પછી ઝડપથી પુત્રવધુ તન્વી અમેરીકા પહોંચી ગઇ. દીકરી ના હોવાનો વસવસો રમાબેન ને કાયમ હતો. આલોક ના બાળપણ માં પુત્રવધુ માટે કરેલી ટીખળો, કલ્પનાઓ ઠગારી નીવડી. પોતાની કોઇ કામના પુરી કરી શકે, એટલો સમય જ કયાં પુત્રવધુ જોડે

મળ્યો ! અમેરીકા નુ સીટીઝન મળે તે માટે આલોકે બંને બાળકો નો બર્થ પણ ત્યાં જ કરાવ્યો હતો. જયારે તેઓ બાળકો સાથે ભારત આવતા ત્યારે ભાનુભાઇ અને રમાબેનને ફરીથી દાદા-દાદીને ઓળખાણ તાજી કરાવવી પડતી.

આ વિદેશ થી આવનારાઓ માટે ભારત ગમવા લાયક દેશ તો કાયમ રહ્યો છે, પણ રહેવા લાયક રહ્યો નથી. રૂપિયા સામે ડૉલરની ચમક હોય કે ભારતની વિવિધ સમસ્યાઓ ! ઘરે થી પૈસૈ ટકે સુખી હોવા છતા પણ સંતાનો ને વિદેશ રહેવાનુ વધુ માફક આવે છે. દર બે વર્ષે જયારે આલોક પરીવાર સાથે ભારત આવતો ત્યારે રમાબેન માટે એ સપ્તાહો મિનિટોમાં વીતી જતા.

“મમ્મી, આજે તો તારા હાથનો કંસાર ખાવો છે !”

“પેલો ગોલાવાળો હજી એજ જ્ગ્યાએ ઉભો રહે છે કે નહિ ? “

“ અહીં જેવી પાણીપુરી ત્યાં તો મળે જ નહિ ? “

અમેરીકા રીટૅન એ બે મહિના માટે સંપુણૅ દેશી બની જતા. ગાડી ગમે ત્યાં ઉભી રાખીને ખરીદી કરવાનો કે શૌચક્રિયા કરવાનો આનંદ તેમને ભારતીય સ્વતંત્રતાની પ્રતિતિ કરાવતો. દાદા માટે આ સમય ઘણી નવી વસ્તુઓ શીખવામાં જતો. ઘરે રોટલાનો આનંદ લેનાર દાદા પૌત્ર અને પૌત્રી ને લઇ મૅકડોનાલ્ડ કે યુ. એસ. પીઝા ના પગથિયા હોંશભેર ચઢતા. શ્રેયા અને શુભ માટે એવી ઘણી બધી વસ્તુઓનો ઢગલો થઇ જતો કે જે મોટેભાગે અહીં જ પડી રહેતી.

એ એક મહીના પછી સતત ખાલીપો આ ઘરને ભરી દેતો. ઘરની પરિસ્થિતી સુખી હોવા છતાં, રમાબેન બધુ કામ જાતે કરતા. તે કહેતા “ મારે સમય કાઢવો કયાં ? “ બે વાર ભાનુભાઇ અને રમાબેન અમેરીકા જઇને આવેલા પણ ખરા.

ભાનુભાઇ ને ત્યાં બિલકુલ અનુકુળ ના આવતુ. ઘરના બધા જ ઘડિયાળ ના ટકોરે દોડતા. તન્વી એક ના એક સુચનો વારેધડીએ આપતી. બજારમાંથી ખરીદેલી દરેક વસ્તુની કિંમત બખુબીથી રૂપિયામાં ફેરવીને કહેતી.

“ પપ્પા, આજે આલોક તમારા માટે જે બાસુદી અહીંથી લાવ્યો છે તેનો લિટરનો ભાવ દસ ડૉલર છે. બાપ રે ! ઇન્ડિયન વસ્તુઓ અહીંયા ખુબ મોંઘી છે. અમેરીકાનુ આ વાતાવરણ ભાનુભાઇ ને અનેક પ્રકારની પરતંત્રતાની લાગણી નો અનુભવ કરાવતુ. સદાય ચાલુ રહેતો ટેલિવિઝન સેટ તેમને બોંરિગ લાગતો. તેમને તો બગીચામાં બેસીને ગપાટા મારતા પોતાના મિત્રો સાંભળી જતા. રમાબેન માટે તો આલોક હોય ત્યાં જ સ્વૅગ રહેતુ પણ પતિની ઇચ્છાને માન આપીને તેઓ પણ ઝડપથી દેશ પાછા ફરતા.

આ જ કારણ હતુ કે આજનો દિન અને સમય રમાબેન માટે વિશેષ હતો. આખરે આલોક નો ફોન આવ્યો. આલોક ના એક મિત્ર ના લગ્નથી માંડીને ભાનુભાઇ ને આવતી નાની-મોટી તમામ માંદગીની વાતો ફોન પર ચાલતી. વચ્ચે-વચ્ચે ચાર વર્ષનો શુભ ફોન ઝુંટવી લેતો અને કહેતો.

“દાદી, મારી વાત સાંભળૉ “ શુભની આ ખલેલ પણ દાદી માટે મધુર રહેતી, અને આખરે ફરી પાછો ઈતંજાર રહેતો આવતા રવિવાર નો.

એકાદ વર્ષ આમ જ વીતી ગયુ, પણ સમય ના મોજાં રમાબેનના ખાલીપામાં વધારો કરવા તત્પર હતા. પોતાના મિત્રના ઘરેથી સીડીઓ ઉતરતી વખતે ભાનુભાઇને ગંભીર હાટૅ-એટેક આવ્યો. સદાય અડીખમ ની ઇમેજ ઉભી કરનાર એ વ્યકિત તે એટેક ના જીરવી શકયા.

રમાબેન ! તેમના ઉપર તો આભ જ તુટી પડયુ. આલોક ના અમેરીકા ગયા પછી તે બંને જ એકબીજાના આધાર હતા. બંને વચ્ચે નો સંવાદ ભલે રોજિંદો રહેતો પણ તે પણ આનંદ આપનાર હતો.

“બજારમાં શાકના ભાવ કેટલા વધી ગયા છે કે પછી તમારા નાના ભાઇ ને ત્યાંથી આવી રદ્દી સાડી આવી છે તેવી વાત પણ ભાનુભાઇ ધ્યાન થી સાંભળતા. ” હવે, આ અલ્પ સંવાદ પણ પુરો થઇ ચુકયો હતો. આલોક અને પરીવાર તરત જ ફલાઇટ પકડીને ઘરે પહોંચયા હતા. ભાનુભાઇ નુ મિત્રવર્તુળ ખુબ મોટુ અને કુંટુંબ માં પણ છાપ સારી. અંતિમક્ર્રિયા થી બારમાં સુધી ખુબ લોકો આવ્યા હતા. દરેક જણ રમાબેન ને વિશેષ સાંત્વન આપતુ પણ દરેક વસ્તુ વ્યૅથ હતી. રમાબેન ની એક નજર ભાનુભાઇ ના ફોટા ઉપર રહેતી તો બીજી નજર સતત આલોક ને શોધતી. આલોક માટે પણ આ સમય કપરો હતો . એક બાજુ પિતાના અવસાન નુ દુઃખ હતુ તો બીજીબાજુ માંની ચિંતા હતી. બધા આગંતુકો ના ગયા પછી તેની અને તન્વી વચ્ચે સતત ચર્ચા ચાલતી. તન્વી પાસે એવા હજાર કારણો હતા કે રમાબેન ને અમેરીકા સાથે કેમ ના લઇ જવા. આલોક નો જીવ મા ને એકલી મુકવા તૈયાર ના હતો. આખરે પત્નીનો વિજય થયો.

આલોક ના સાસુ-સસરાએ પોતે આલોક ની માં ની દેખરેખ રાખવામાં કોઇ કચાશ નહિં રાખે એવુ સાંત્વન આપ્યુ. મને-કમને આલોક તૈયાર થયો. અને એ દિવસ આવ્યો, જયારે આલોક ને ડૉલર સાદ પાડીને બોલાવી રહ્યો હતો. મા નો હાથ પકડી, હિંમત એકઠી કરીને, આલોકે કહ્યુ, ” મા, અમે બે દિવસ માં પાછા અમેરીકા જવાના છીએ. હવે વધુ વખત મને રજા મળે એમ નથી. ”

આઘાત ની લાગણીમાં ગરકાવ રમાબેન એટલુ જ બોલ્યા,

” સારુ ! “ એરપોટૅ પર જતી વખતે પણ રમાબેને કોઇ પ્રતિક્રીયા ના બતાવી જાણે કોઇ નિશ્ર્ચેત શરીર જ ન હોય. શકય તેટલી બધી સુચનાઓ આલોકે આપી, તન્વીએ પણ ડાહી-ડમરી વાત કરવામાં બાકી ના રાખ્યુ. રમાબેન ને એ સુફિયાણી વાતો સાથે કોઇ લેવા-દેવા નહોતી. તે જયારે પણ કંઈ બોલવાનો પ્રયત્ન કરતા ત્યારે આસુંઓની ધારાઓ જ વહેતી. થોડા દિવસોમાં બધા સગા-વહાલા પોતાના ઘરે ગોઠવાઇ ગયા. રમાબેન મંદિરે જતા, ભજનમંડળીમાં બેસતા, બજારમાં જતા પણ કોઈ વસ્તુ તેમના ચહેરા પર સ્મિત નહોતી લાવી શકતી. આલોક નો ફોન હવે અઠવાડિયામાં ત્રણ વખત આવતો પણ વાતચીતો ખુબ ટુંકી રહેતી. શ્રેયા અને શુભ સાથેની વાતચીત જ તેમને થોડો ઘણો આનંદ આપતી.

તેઓ કહેવા ઇચ્છતા, “ બેટા, હવે મને ત્યાં બોલાવી લે, હું આ ખાલીપો જીરવી શકું એમ નથી. ” પણ તેમની જીભ ઉપડતી નહી. કદાચ ત્યાં જઈને તે પુત્ર માટે વધુ સમ્સ્યાઓ ઉભી કરી દે તો ! અને તન્વીએ એકવાર પણ એવી ઇચ્છા બતાવી નહોતી કે તે અમેરીકા રહેવા આવે. આમ કરતા છએક મહિના વીતી ગયાં.

એક દિવસ વહેલી સવારે અચાનક જ ફોન ની ઘંટડી રણકી. રમાબેન ને આશ્ર્ચર્ય થયુ, સામે છેડે તન્વી હતી.

“ મમ્મી ! “ એવુ બોલતા તો સામેથી રડવાનો અવાજ સંભળાયો. કંઇક અમંગળ શંકાઓ રમાબેન ના મગજ માં તરવરી ઊઠી.

“ શુ થયુ બેટા ?” તે એટલુ જ બોલી શકયા.

“મમ્મી, તમે અહીં આવી જાઓ” ફરી સામે છેડે ડુંસકાનો અવાજ આવ્યો.

“ તન્વી, તુ જલ્દી બોલ મારો જીવ જાય છે “

“ મમ્મી, આલોક હવે મારી સાથે રહેવા નથી ઇચ્છતા. તે મને છુટાછેડા આપવાં માગે છે. ”

“ શુ ? આલોક તને છુટાછેડા આપવા માંગે છે. આ શુ વાત કરે છે તન્વી તુ ! “ રમાબેન નો હાથનો ફોન ધ્રુજવા લાગ્યો.

“ હા, મમ્મી તમે નહી માનો ! તેમની ઓફિસની બોસ માર્થા સાથે તેમને અફેર ચાલે છે. ”

“ના, મારો આલોક આવુ કયારેય ના કરે. તે એવો છે જ નહી. ” રમાબેને મકક્મ અવાજે જવાબ આપ્યો.

“ મમ્મી, તે આલોક હવે પહેલા જેવા નથી રહ્યા. તે બદલાઇ ગયા છે. તેમને છોકરાઓની પણ નથી પડી. ”. સામે છેડે ફરીથી તન્વી ના રુદનનો અવાજ આવ્યો.

રમાબેન નુ મગજ બહેર મારી ચુકયું હતુ. સામે છેડે થી તન્વીનો અવાજ આવતો રહ્યો.

“ મમ્મી, આ ઘણા સમય થી ચાલે છે. તેમના મિત્ર પ્રકાશભાઇ એ મને ચેતવી હતી. પણ મેં લગીરે વિશ્ર્વાસ ના મુકયો. તેમનુ વર્તન મારા માટે બદલાઇ ગયુ પણ મને ગાંડીને એવો ખ્યાલ કયાંથી આવે. મને હતુ કે પપ્પના અવસાન નો આઘાત હશે કે એટલે સ્વભાવ બદલાઇ ગયો છે. પછી એક દિવસ ઓફિસેથી ફોન આવ્યો. મારે આવતા મોડું થશે. એ તો શ્રેયા ના સ્કુલના પ્રોજેકટ માટે હું મોલમાં વસ્તુ લેવા ઊપડી ત્યારે એ બંનેને એક હોટેલમાંથી સાથે નીકળતા જોયા.

“ કદાચ, કોઈ મિટિંગ હશે તન્વી” રમાબેન ધ્રુજતા અવાજે બોલ્યા.

“ ના મેં બધી તપાસ કરાવી, કોઈ મિટીંગ ન હતી. પહેલા તો મારા ઉપર નારાજ થયા પછી પોતેજ એ વાત બેશર્મીથી કબુલી કે મારે માર્થા જોડે અફેર છે. ”

“ એક-બે દિવસ ઘરેથી ગાયબ રહ્યા. પછી કેટલુય રિચસૅ કરીને લાવ્યા, અહીંના છુટાછેડાના કાયદાઓ પર. મને ખુલ્લી ધમકી આપતા કહે! ‘તુ મારા અને માર્થાનો સંબંધ સ્વીકાર નહિંતર છુટાછેડા લઇને અલગ જતી રહે’. હું તારા ભરણ-પોષણ નો ખચૅ ઉઠાવવા તૈયાર છું. ”

“ મમ્મી તેમને શ્રેયા અને શુભ ની પણ નથી પડી. કમ્બખત માર્થા એ અજીબ જાદુ કરી નાખ્યો છે તેમના પર!મારા મમ્મી પપ્પા એ કેટલુ સમજાવ્યા, અરે ધમકીઓ પણ આપી. તે કોઇ રીતે માનવા તૈયાર નથી. ”

“ તારા ઘરે આ બધી વાતની ખબર છે અને તુ મને આટલી મોડી જાણ કરે છે “ રમાબેને અકળાઇને કહ્યુ.

“મમ્મી, હું તમને હેરાન કરવા નહોતી માંગતી. ” તન્વીએ ખચકાતા સ્વરે કહ્યુ.

“ મમ્મી, પ્લીઝ અહીં આવી જાઓ. તમે જ હવે તેમને સમજાવી શકશો. ” તન્વીએ રડતા-રડતા આજીજી ઓ ચાલુ રાખી.

રમાબેનને જતી જિંદગીએ આવુ દુઃખ આવશે તેની કલ્પના નહોત્તી. બે નાના છોકરાઓનુ શુ થશે ? પેલી ભુરી માર્થા જોડે તે રહે તો પણ શું વલે કરશે આ બાળકોની ? રમાબેનની સુતેલી એડ્રિનલ ગ્રંથી અચાનક જ સતેજ થઇ ગઇ. મકકમપણે તેમણે જાતને કહ્યુ. ” તે આવુ બિલકુલ થવા નહી દે “

તન્વીના પિતાએ રમાબેનને મોકલવાની ઝડપથી ગોઠવણ કરી આપી. અચાનક જ આવેલી મા ને જોઇને આલોકને ધ્રાસકો પડયો. બેશરમ બનેલી એ કીકીઓમાં પહેલીવાર તન્વીને શરમ દેખાઇ. અઠવાડિયા સુધી તે ઘરમાં ચચૉઓ ચાલી. જેમાં આજીજીઓ હતી. રુદન હતુ. સફળ દાંપત્ય જીવન ના દાખલા હતા. આખરે આલોક પીગળ્યો. પશ્ર્યાતાપ હોય કે માનો પ્રેમ તે માર્થા ને કાયમ માટે છોડવા તૈયાર થયો. આજ તન્વીને રમાબેન માં પોતાની સાચી માં દેખાઇ. તેની આંખોમાં રમાબેન માટે આભાર અને પ્રેમ બંને હતા. હવે એ ઘર ફરી કિલ્લોલ કરતુ થયુ. આખી ઘટના પુરી થયા પછી તન્વીએ રમાબેનને, ભારત ના મોકલવાની જિદ કરી. રમાબેન નો આલોક તેમની સામે હતો. ભાનુભાઇની યાદ આવતી પણ શ્રેયા અને શુભ નુ હાસ્ય તેને વિખેરી નાખતુ.

એકસમયે રમાબેન ઘરમાં એકલા હતા. તે શ્રેયા અને શુભ માટે નવો નાસ્તો બનાવવામાં મશગુલ હતા. ડોરબેલ રણકી, આજે આલોક રોજ કરતા ઘણો વહેલો આવી ચુકયો હતો. રમાબેન ને આશ્ર્ચયૅ થયુ કે આલોકે તેમને હાથ પકડીને સોફા ઉપર બેસાડયા. પોતે બરાબર નીચે બેઠો. નાનો હતો ત્યારે તે બિલકુલ આવુ કરતો.

“ મમ્મી , મારે તને એક વાત કરવી છે. ” આલોકે મા સામે એકીટશે જોતા કહ્યુ.

“હવે, શુ હશે ? “ રમાબેન ને ફરી શંકા-કુશંકા થવા લાગી.

“ મમ્મી, હું જે દિવસથી અહીં આવ્યો ત્યારથી જ તને અમેરીકા લાવવા માંગતો હતો પણ તન્વી એ માટે બિલકુલ રાજી નહોતી. કદાચ પરાણે તે હા પાડત, પણ તેનુ વર્તન તારા માટે સારુ ના રહેત. ”

“ એટલે” રમાબેન બોલ્યા.

“ મારે અને માર્થા ને કયારેય કોઇ સંબંધ હતા નહી. ” આટલુ બોલી આલોક હસ્યો.

“ મા ! આ એક નાટક હતુ ફકત નાટક ! તારી વહુની શાન ઠેકાણે લાવવા મેં રચેલુ એક નાટક હતુ. મારી બોસ માર્થા એક સન્નારીએ છે. મને ગમગીન રહેતો જોઇ તે મદદ કરવા તૈયાર થઇ ગઇ. ”

“ પણ, તુ અને એ હોટેલમાં ? “

“ એ બધુ આયોજન પ્રમાણેનુ હતુ. તને કદાચ બેહુદુ લાગે પણ તારો ખાલીપો ભરવા આ રમત જરૂરી હતી. ” આંખ મિચકારીને આલોક ઉભો થઇ ગયો અને રમાબેન સ્મિત સાથે રોજિંદી પળોજણમાં પરોવાઇ ગયા.