વિષ વેરણી
ભાગ ૭
હું રૂકસાનાના વિચારોમાંજ ખોવાયેલો હતો, પાછળ થી ભાણી અકિલા એ આવી ને મારી પીઠ પર થાપો માર્યો, ને કહ્યું, , “મામુ શું વિચાર માં ખોવાયેલા છો ?”
“કઈ નહી બેટા” મારી આંખ માં આવેલ ઝરમરિયા સાફ કરતા કહ્યું,
***
સાંજ પડી બધા સગાઇ માં જવા માટેની તૈયારી માં લાગી ગયા, કોણ કઈ કાર માં બેસશે એ નક્કી કરવા લાગ્યા, મારી સાથે કાર માં રૂકસાના રજાક, અકિલા, મોટી બહેન રજિયા અને અમી બેઠા, સાંજે છ વાગ્યે જ બધા તૈયાર થઇ ગયા, અને સાડા છ વાગ્યે તો અમે સમીરા ના ઘેર પહોચી ગયા, કારમાંથી ઉતરતાની સાથેજ સમીરા ની એક ફ્રેન્ડ આવી અને રૂકસાના ને કહ્યું,, રૂકસાના દીદી ચાલો થોડું મેક અપ ને ટચઅપ કરાવી દઉં, ” ને રૂકસાના ને અંદર લઇ ગઈ, સ્ટેજ ની પાછળ ના ભાગ માં વિશાળ સફેદ કલર ના પડદા પર થોડે થોડે અંતરે જાંબલી કલર ની લાઈટીંગ પડતી અને પડદા પર અવનવું ફુવારા જેવું ચિત્ર સુશોભિત હતું, પડદા ની વચ્ચે ગુલાબ ના ફૂલ થી મોટા ગોળ કુંડાળા ની વચ્ચે મોટા થર્મોકોલ ના દિલ ના આકારવાળા બે ટુકડા ઉપર રીંગ સેરીમની ઓફ રજાક વિથ રૂકસાના અને બીજા ઉપર સલીમ વિથ સમીરા લખેલું, સમીરા ની ફોઈ એ આવી અમને ખુરસી પર બેસવા કહ્યું, રજાક એ રોયલ બ્લુ કલર નો કુરતો અને ક્રીમ કલર ના પાયજામાંવાળી શેરવાની, મેં મરુન કલર નો કુરતો, ક્રીમ કલર ના પાયજામાંવાળી શેરવાની પહેરી હતી, અમે બન્ને જઈ અને ખુરસી પર બેસી ગયા, થોડી જ વાર માં પ્યાનો નું હળવું સંગીત મારા કાને અથડાયું, મને મારા જન્મદિવસ ની સરપ્રાઈઝ નો પ્રસંગ યાદ આવી ગયો, સ્ટેજ ની સામેના ભાગ માં સફેદ ચટાઈ ઉપટ ચારચાર ની બે હરોળ માં ગોઠવેલી ખુરસીઓ વચ્ચે લાલ જાજમ નો પટ્ટો બીછાવેલ, મંડપ ના ગેટ પર જાજમ ની આજુબાજુ બે ઢીંગલી જેવી છોકરી સફેદ નેટ વાળા ફ્રોક માં થાળી લઇ અને ઉભી હતી આવનાર મહેમાનો ઉપર ગુલબ ની પત્તીઓ વિખેરતી, મારી નજર એ ઢીંગલી ઓ ઉપર જ હતી એ ઢીંગલીઓ ની વચ્ચે થી અમી સાથે રોયલ બ્લુ લહેંગા માં એક પરી પ્રગટ થઇ, ક્રીમ કલર નો દુપટ્ટો લાલ જાજમ ને સ્પર્શી રહ્યો હતો, રૂકસાના ના બન્ને હાથે ઘેર પકડેલા હાથ માં લાગેલી મહેંદી સુંદર લાગતી, આ દ્રશ્ય જોઈ ને રજાક નું મો ખીલી આવ્યું, રૂકસાના સ્ટેજના પગથીયા પાસે પહોચી, ઉંચી એડી ના સેન્ડલ માં ઉપર ચડવામાં મુંજવણ તેના ચહરા પર દેખાઈ, મારી સામે નજર કરી કે તરત હું ઉભો થઈ જમણો હાથ રૂકસાના તરફ કર્યો, રૂકસાનાએ બન્ને હાથમાં ઘેર પકડેલી હતી, ડાબો હાથ મારી સામે ઉંચો કર્યો અને રૂકસાના ને સ્ટેજ ના ચાર પગથીયા ચડાવી અને રજાક ની બાજુની ખુરસી પર બેસાડી મારી ખુરસી પર બેસવા જતો જ હતો ને ફરી મારી નજર ગેટ પર થી આવતી બીજી પરી પર થીજી ગઈ.સમીરા તેની ફોઈ સાથે , બધા ની નજર એ પરી પર જ હતી, લાલ કલર ની જાજમ પર સ્ટોન વર્ક થી સુસોભીત મરુન કલર ના લહેંગા માં ક્રીમ કલર ના પારદર્શી દુપટ્ટામાંથી તેણીના ખીલતા ચહેરા હળવા વાંકડિયા વાળ અને બન્ને બાજુ ઉતરતી ગોળ ગોળ લટ્ટ ની પાછળ દેખાતા કાનમાં જુમખા રંગબેરંગી સ્ટોન થી સુસોભીત બુટીયા ચમકી રહ્યા હતા અને ગાલ પર પડતા ડીમ્પલ એ મારું મન મોહી લીધું, ઘઉં વર્ણ ચહેરા પર હળવું મેકઅપ, આંખ ઉપર કંડારેલ લાઈનરથી હરણી જેવી લાગતી આંખો. મહેમાનો ની તાળીઓ ની વચ્ચે તેના પગલા ની સાથે પાયલ ની ઝણકાર પણ પ્યાનોના મીઠા રવ સાથે ભળીને અવનવું સંગીત પ્રસારિત થતું.સ્વર્ગમાં ની પરીઓ આ દ્રશ્ય નીહાળી અદેખાઈ કરતી હશે, હું હજુ પણ ઉભો જ હતો, સામેથી બનેવીએ મને બેસીજવા ઈસારો કર્યો, મહેમાનો પણ મને ઉભો જોઈ ને માર્મિક હસી રહ્યા, હું સ્ટેજ ના પગથીયા પાસે જઈ ને ઉભો રહી ગયો, સમીરા જેમ જેમ નજીક આવી રહી હતી તેમ તેમ મારા ધબકારા વધી રહ્યા હતા, મેં હાથ લંબાવ્યો સમીરા ને સ્ટેજ ઉપર ચડવા માં મદદ કરી અમે બન્ને ખુરસી પર બેસી ગયા, બસ મારા થી રહેવાયું નહી, સમીરા બેસીને થોડી સ્વસ્થ થઇ કે તરત મેં સમીરાના કાનની નજીક મોં કરી કહ્યું, .
“હે રૂપસુંદરી તું કહે તો તારી શાન માં આજે કસીદાઓ ની કતાર લગાવી દઉં, એટલી સુંદર લાગે છે તું !!”
સમીરા શરમાઈ ગઈ, બસ આ સમયે જો મારો સ્પર્શ પણ મળી જાય તો સમીરા લજામણી ના છોડ ની જેમ મારી છાતી માં આવી ને સમેટાઈ જાય તો કહેવાય નહી તેવા ભાવ સમીરા ના ચહેરા પર આવી ગયા,
રીંગસેરીમની ચાલુ થયા પહેલા જ મુમતાઝ અને અસલમ આવી ગયા, મેં શાંતિ નો શ્વાસ લીધો, મુમતાઝ બધા ની સાથે હસીખુસી વાત કરી રહી હતી, પણ સગાઇ નું દ્રશ્ય અને ભપકો જોઈ ને અંજાયેલી મુમતાઝ ના ચહેરા પર ની સ્માઈલ માં છલકતો દંભ સાફ દેખાઈ રહ્યો હતો,
સમીરા ની ફોઈ એ મંડપ સર્વિસના માણસ ને સ્ટેજ ઉપર બીજી દસબાર ખુરસી ઓ ગોઠવવા કહ્યું, અમી અબુ, સમીરા ની ફોઈ, રજાક ના અમી અબુ, મુમતાઝ અસલમ. સમીરા ના અબુ, રજિયા, બનેવી તેની ઢીંગલી અકિલા બધાજ સ્ટેજ પર આવી ગાય, અને સમીરા ની ફોઈ એ અમને એકબીજા ને રીંગ પહેરાવવા કહ્યું, એમ બન્ને જોડી એ એકીસાથે એક બીજા ને રીંગ પહેરાવી, અમી અબુ ના હાથ ચૂમ્યા, , ગેટ ઉપર ઉભેલી બે ઢીંગલીઓ સ્ટેજ ની બન્ને બાજુ ગોઠવાઈ ગઈ અને ગુલાબ ના ફૂલો ની પત્તી ઓ વિખેરતી, સુંદર મજાના ફોટોશૂટ કર્યા,
મહેમાનો સ્ટેજ પર આવી અને ભેટસોગાદો આપી મહેમાનો ની વચ્ચે રીંગ સેરીમની ની ઉજવણી બાદ મહેમાનો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી, આમ સગાઇ નું કામકાજ રેંગેચંગે ચાલ્યું, રજાક ના અમી અબુ અને તેમની સાથે આવેલ મહેમાનોને પણ ખુબ આનંદ થયો, રજાકના અમી અબુ તેમજ તેમની સાથે મુંબઈથી આવેલ મહેમાનો ટ્રેન ની રીટર્ન ટીકીટ કરાવી ને આવ્યા હતા, મારી ઓફીસ માં થી બે મિત્રો ફોરવ્હીલર લઇ ને આવ્યા હતા, તેમને રેલ્વે સ્ટેશને મુકવાનું કામ એ મિત્રો એ સંભાળી લીધું,
***
બીજા દિવસે સવાર માં હું નોકરી જવાની તૈયારી કરી રહ્યો હતો, મુમતાઝ મારું ટીફીન, બેગ અને કાર ની ચાવી મને આપતા કહ્યું, “સલીમભાઈ, એકટીવા યાદ છે ને ?”
“હા મને યાદ છે મુમતાઝ, હું આજે જ નોંધાવી દઉં, ક્યાં કલર માં જોઈએ ?“ મેં પૂછ્યું,
“વાઈટ” મુમતાજ એકહ્યું,
હું ઓફિસ જવા નીકળી ગયો, રસ્તા માં કાર ડ્રાઈવ કરતા કરતા જ વિચારતો હતો, કે એકટીવા લેવા માટે મારી પાસે કેટલું બેલેન્સ છે, બધો હિસાબ કરું તો મારી પાસે પાત્રીસ થી ચાલીસ હજાર જેવા વધતા, તે પણ નિકાહના ખર્ચા માં કાપ મુકું તો, અબુ અને અમી ને કેમ કહેવું ?, કઈ સમજાતું ન હતું, સમીરા ને વાત કરું ?, કેવું લાગશે ?, આવા ઘણા પ્રશ્નો મારી સામે આવ્યા, હું ઓફીસ માં પહોંચ્યો બધાજ મિત્રો એ સગાઇ ના અભિનંદન પાઠવ્યા અને મારા ટેબલ પર કેક પહેલાથી ગોઠવેલ હતી, સમીરા આવી, બન્ને એ સાથે કેક કાપી ઓફીસ માં ઉજવણી કરી,
મેં લંચ સમયે સમીરા ને જમતા જમતા કહ્યું, .
“સમીરા મુમતાઝ ને એકટીવા જોઈએ છે એ પણ નવું ! શું કરવું કઈ સમજાતું નથી ”
“હા ઈમોશનલ બ્લેકમેલ કરવાનું શરુ કરી દીધું ! તો તને શા માટે કહે છે ?, અસલમ ને કહેવું જોઈએ ને ?, અસલમ શું કરે છે ?, સવાર થી સાંજ સુધી રખડપટ્ટી કરવાની ટીવી જોવાનું અને સાંજ પડે ઓટલા ઉપર બેસી ને વાજું વગાડવાનું!!, આમ ને આમ કેટલા દિવસ ચાલશે ?” સમીરા એ કહ્યું, .
“હા ખરી વાત છે, પણ મેં મુમતાઝ ને સગાઈ થી પહેલા પ્રોમિસ કરી હતી કે હું તને એકટીવા લઇ આપીશ, ” મેં કહ્યું,
“હા આજે એકટીવા ની ડીમાંડ કરી છે, કાલે કૈંક બીજી કરશે પરમદિવસે કૈંક ત્રીજી આ તો ચાલ્યેજ રાખવાનું, અને હા અસલમ કૈંક કામ ધંધો કરતો હોય અને વહુરાણી આમ ડીમાંડ કરે તો વાજબી પણ કહેવાય “ સમીરા એ કહ્યું.
“સમીરા આમનું અત્યાર થી જ ટૂંકું કરવું પડશે નહી તો આગળ જતા તકલીફ કરાવશે, ” મેં કહ્યું.
“સલીમ મારી સગાઇ તેમજ નિકાહ માટે મેં મારા અબુ પાસેથી એક રૂપિયો નથી લીધો, અને લેવાની પણ નથી, મારી પાસે જે કઈ છે એ તેમના થકીજ છે, બસ મારા અબુ મને ઓળખે છે અને આ બધું મને મારા અબુ એજ શીખવાડ્યું છે “ સમીરા એ કહ્યુ,
જો કે હું એજ વિમાસણ માં હતો કે જો હું પ્રોમિસ કરી ને હવે ના કહીશ તો ઘર માં કેવું ઘમાસાણ થશે, પણ કરવું જરૂરી લાગ્યું, હું સાંજે ઘરે પહોંચ્યો, અસલમ ઓટા ઉપર બેસી ને વાજું વગાડતો, મેં કહ્યું, “અસલમ ઉપર આવ કામ છે તારું”
“શું કામ છે ભાઈ ? તું અહી આવ ને અહી જ વાત કરીએ” અસલમ એ કહ્યું,
“ના તું ઉપર આવ “ એટલું કહી ને હું પગથીયા ચડી ગયો, મુમતાઝ એ ડોર ખોલતા ની સાથે જ આશાભરી નજરે જોતા પૂછ્યું, “એકટીવા નોંધાવી ?”
“ના “ આટલું કહી ને હું સીધો બાથરૂમ માં જતો રહ્યો, અબુ બહાર ગયા હતા, અમી અને રૂકસાના રસોડામાં હતા, મુમતાઝ ચુપચાપ બેડરૂમ માં ચાલી ગઈ, હું ફ્રેશ થઇ ને બાથરૂમ માંથી બહાર નીકળ્યો, અસલમ ઉપર આવી ને ટીવી જોતો હતો, હું ટીવી તરફ ગયો ટીવી બંધ કર્યું અને અસલમ ને કહ્યું,
“જો ભાઈ મુમતાઝ ને એકટીવા લેવું છે ને એ પણ નવું, મારી પાસે પૈસા નથી, અને તું કઈ કામધંધો તો કરતો નથી, આમ ને આમ કેમચાલશે ? અને આ તારી મહારાણી ને એકટીવા મારે લઇ આપવાનું ?”
મુમતાઝ બહાર આવી ને કહ્યું, “સલીમભાઈ તમે કહ્યું હતું કે તમે લઇ આપસો “
“મુમતાઝ, હું અત્યારે અસલમ થી વાત કરી રહ્યો છું, વચ્ચે નહી બોલવાનું ”
“કેમ હું કેમ ના બોલું ? મારો કોઈ અધિકાર નથી?” મુમતાઝ એ કહ્યું,
અમી અને રૂકસાના કિચન માં થી બહાર આવી ગયા, અમી કૈંક બોલવા જતા હતા, મેં હાથ ઉંચો કરી તેમને ઇસાર થી ચુપ રહેવા કહ્યું,
“મુમતાઝ તું અંદર જતી રે, ” અસલમ એ ગુસ્સા માં મુમતા ને કહ્યું.,
મુમતાઝ બહાર નીકળતા ધડ દઈ ને દરવાજો પછાડતા નીચે ઉતરી ગઈ, હવે મારો પારો ખુબ ચડી ગયો હતો મેં અસલમ ને કહ્યું, “આ શું છે ? વાતવાત માં આમ ગુસ્સો કરવો, આત્મહત્યા ની ધમકી, ઈમોશનલ બ્લેકમેલ કરવાના અને તું આમ તેમ આંટા ફેરા કરવા સિવાય કઈ કામ છે કે નહી ?”
અસલમ ચુપ હતો મારી વાત પર કોઈ પ્રતિક્રિયા નહોતો આપતો, મેં ફરી ને પૂછ્યું,
“હવે શું કરવું છે તારે બોલ, કઇંક જવાબ તો આપ”
“ભાઈ હું કાલ થી જ ક્યાંક નોકરી ગોતી લઉં છું, ”
“હા અને આ તારી મહારાણી ને સમજાવ, એકટીવા ની જીદ પકડી ને બેઠી છે”
“હા ભાઈ, હું સમજાવું છું”
અસલમ મારો ફોન લઇ ને તેના મિત્રો ને ફોન કરવા લાગ્યો નોકરી માટે, થોડી વાર માં અબુ આવી ગયા, પણ એક કલાક થયો, મુમતાઝ આવી નહી, ઘર માં બધા ના જીવ અદ્ધર થઇ ગયા હતા, અબુ ને મેં બધું વિગતવાર જણાવ્યું, તો અબુ એ કહ્યું.,
“વાંધો નહિ સલીમ જો મુમતાઝ ને એકટીવા લેવું હોય તો, જા મારી એમ્બેસેડર કાર વેચી આવ જૂની છે પચાસ સાઈઠ હજાર તો આવી જ જશે, ને તું એને એકટીવા લઇ આપ, ”
“ના અબુ ઘરમાં બધા ને આ રીતે બાનમાં લઇ ને કોઈ વસ્તુ નહિ મળે, અને આ એમ્બેસેડર કાર છે તો તમને પણ થોડી રાહત છે, ઘર માં બે પૈસા આવે છે, એટલે એ તો નહી જ બને “ મેં કહ્યું.
રાત્રી ના દસ વાગી ગયા પણ મુમતાઝ ના આવી, મોટી બહેન રજિયા ને અગિયાર વાગ્યાની બસ પકડવાની હતી તેમને મુકવા પણ જવું હતું, બનેવી બધી પરિસ્થિતિ સમજી ગયા, બનેવી અને રજિયા, ઉપર આવી અને કહ્યું,
“ચાલો સલીમ અમે રીક્ષા માં જતા રહીશું, ઘેર પહોચી ને ફોન કરીશ અને કંઈ કામ કાજ હોય તો ફોન કરજે, મુમતાઝ આવી જાય તો મને ફોન કરી દેજે “
“જી જીજાજી “ મેં રજિયા ના હાથ માં પાંચસો રૂપિયા અને અકિલા ના હાથ માં સો રૂપિયા આપતા કહ્યું, “હા તમે નીકળો, અહી અમારે તો રોજ ના નાટક છે “
ત્યાર બાદ હું અને અસલમ આજુબાજુ બધે જોઈ આવ્યા પણ મુમતાઝ ક્યાય દેખાઈ નહી, ઘર માં બધા ની ચિંતા વધી, મુમતાઝ મોબાઈલ પણ સાથે નહોતી લઇ ગઈ, કોઈ ને જમવાનું પણ યાદ ના આવ્યું, રજિયા અને બનેવી પણ જમ્યા વગર જતા રહ્યા, રાત્રી ના અગિયાર વાગે આવી, એટલે ડોર ખોલતા ની સાથે જ અસલમ એ કહ્યું.,
” જો આમ નાટક કરવા હોય તો ચાલી જા તારા અબુ ના ઘરે હવે હદ થઇ ગઈ છે, એબોર્સન કરાવી આવી તો તને કોઈ એ કઈ ન કીધું, આત્મહત્યા ની કોશીસ કરી અને હવે આમ કોઈ ને કીધા વગર ઘરમાં થી ચાર ચાર કલાક ગાયબ થઇ જવાનું ? જરાય નહી ચાલે તારી આ નૌટંકી ”
મુમતાઝ કઈ પણ બોલ્યાવગર જમવા માટે પોતાની થાળી ભરી બેડરૂમ માં ચાલી ગઈ, જોકે હવે અસલમ સમજી ગયો હતો એવું મને લાગ્યું, બીજા દિવસે અસલમ કુરિયર સર્વિસ ની ઓફીસ માં ડીલેવરી બોય ની નોકરી માં લાગી ગયો, થોડા દિવસ મુમતાઝ નું મો ચડેલું રહ્યું, ધીરેધીરે ફરી તે ઘર માં બધા સાથે એડજસ્ટ કરવા લાગી, ઘર માં શાંતિ નો માહોલ થયો,
મારી પાસે નોકરી થી ઘરે અને ઘરે થી નોકરી સિવાય કંઈ કામ ન હતું, નવરો બેઠો ટીવી જોતો, છાપા વાંચતો આમ કોઈક રવિવાર ના દિવસે હું અને સમીરા મુવી જોવા જતા, થોડી ખરીદી હોય તો મોલ માં આંટો મારી આવતા, એક દિવસ હું છાપું વાંચતો હતો મારી નજર એક ખબર ના હેડીંગ પર પડી, .”મધ્યપ્રદેશમાં ૨૪ બોગસ ડોક્ટર પકડાયા”, , મારા મગજ માં હવે કોઈ ક્રાંતિકરી વિચાર આવવા લાગ્યા, મેં તરત જ રજાક ને ફોન કર્યો, “સલામ સલીમ ભાઈ”
“રજાક એક કામ કરવાનું છે બોલ કરીશ “મેં કહ્યું.
“બોલો સલીમભાઈ “
“ઓકે હવે શું કરવાનું છે તેના માટે હું તને સવારે ફોન કરું છું “
“જી સલીમભાઈ”
હું તરત જ નીચે અસલમ પાસે ગયો તે નીચે વાજુ વગાડતો હતો, મેં અસલમ ને કહ્યું,
“ ભાઈ એક કામ કરીશ?” “હા ભાઈ બોલ ને શું કામ છે?”
“મને મુંબઈ નું એક એડ્રેસ જોઈએ શોધી આપીશ?”
“હા પણ કોનું એડ્રેસ જોઈએ ?”
“ મુમતાઝ જ્યાં ગર્ભપરિક્ષણ કરાવી આવી હતી તે હોસ્પિટલ નું “
“ઓકે એ તો મુમતાઝને જ પૂછવું પડશે પણ તારે કરવું શું છે?, ”
“એ હમણાં નહી પૂછ, બસ ગમે તેમ કરી ને મને તે એડ્રેસ કાઢી આપ”
બીજા દિવસે અસલમ મને એક નાની ચબરખી આપતા કહ્યું.
“લે ભાઈ આમાં તે જગ્યા નું એડ્રસ છે જ્યાં મુમતાઝ ગર્ભપરિક્ષણ કરાવી આવી હતી, ”
મેં તરત જ એ ચબરખી ખોલી અને તેમાંનું એડ્રસ રજાકને એસ એમ એસ થી મોકલાવી ફોન કર્યો.
“હા સલીમ ભાઈ બોલો શું કહો છો?”
“હેલ્લો, રજાક મેં તમને એક સરનામું હમણાં એસ એમ એસ થી મોકલાવ્યું છે, તેનું સ્ટીંગ ઓપરેશન કરવાનું છે, છૂપો કેમેરો છે ને તમારી પાસે ?”
“ના મારી પાસે નથી પણ એ વ્યવસ્થા થઇ જશે, પણ કરવાનું શું છે ? એ કહો સલીમભાઈ ?” રજાક એ કહ્યું.,
“એક સેવા નું કામ છે, મેં જે એડ્રસ તમને મોલાવ્યું છે તે હોસ્પિટલ માં ગેરકાયદેસર ગર્ભપરીક્ષણ કરી આપે છે અને તે કાયદાકીય રીતે ગુનો કહેવાય, બસ તે ગોરખધંધો બહાર પડવાનો છે “મેં કહ્યું.
“ઓકે સલીમ ભાઈ, હું સમજી ગયો, મારો એક મિત્ર છે, આવું કામ તો તેના ડાબા હાથ ને ખેલ છે
બસ હવે સમજો એ હોસ્પિટલ નું આવી બન્યું, અને એ ડોક્ટર પણ આ અઠવાડિયા માં જેલ ના સળિયા ગણતો હશે, તમે નિશ્ચિંત રહો” રજાક એ કહ્યું.
થોડા દિવસ પછી, એક દિવસે હું હજુ ઓફીસ થી ઘરે પહોંચ્યો હતો અને રજાક નો ફોન આવ્યો.
“હેલ્લો સલીમ ભાઈ, ક્યાં છો? તમે ઘરે છો?”
“હા ઘરે જ છું કેમ ? શું થયું ?
“ તમે ટીવી ચાલુ કરો અને ન્યુઝ જુવો હમણાજ, પછી ફોન કરો મને”
મેં આમ તેમ રીમોટ ગોત્યું, , ટીવી ચાલુ કર્યું તો હેડ લાઈન્સ જોઈ ને મારા કલેજા ને ઠંડક પહોચી.
મુંબઈ મેં ગેરકાનૂની તરીકેસે ગર્ભપરીક્ષણ કરનેવાલે અસ્પતાલકા હુઆ પરદાફાર્સ.
અસ્પતાલકી આડ મેં ચલ રહ થા યે ગોરખધંધા, અસ્પતાલ કો સરકાર ને કિયા સીલ.
સુત્રો કે હવાલે સે ખબર યે ભી હે કી ઇસ મામલે કી નકેલ કો ઔર કસને પર કઈ દિગ્ગજ આ શકતે હે સકંજે મેં , કઈ ઔર ભી અન્ય અસ્પતાલ કી ખુલ શક્તિ હે પોલ,
અસ્પતાલ કા તમામ સ્ટાફ પુલીસ હિરાસત મેં.
મેં તરત જ અમી રૂકસાના અને મુમતાઝ ને બોલાવ્યા અને બતાવ્યું, એ હોસ્પિટલ નું દ્રશ્ય જોઈ ને મુમતાઝ ને જાણે ઝેરીલા સાપ એ ડંખ માર્યો હોય તેવું મોઢું થઇ ગયું, મુમતાઝ ના ચહેરા પર સાફ દેખાઈ રહ્યું હતું, મુમતાઝ તે હોસ્પિટલ ને અને મોઢા પર કપડા બાંધેલા અને લાઈન માં ઉભેલા એ હોસ્પિટલ સ્ટાફ ને ઓળખી ગઈ હતી,
મેં ટીવી નું વોલ્યુમ થોડું વધાર્યું, , , ”પિછલે દિનો મેં કિતને ગર્ભપરીક્ષણ હુવે હે, ઉનકી ભી પુલીસ કર શક્તિ હે જાંચ, , ,
ટીવી માં પ્રસારિત થતા સમાચાર માં નું આ છેલ્લું નિવેદન સાંભળી ને મુમતાઝ ને જાણે કાપો તો લોહી ના નીકળે, મેં મુમતાઝ ને પૂછ્યું,
“તું એબોર્સન ક્યાં ડોક્ટર પાસે કરાવી આવી ?”અને એકલી ગઈ હતી ? ચલ મને એ હોસ્પિટલ માં લઇ જા, અને મુંબઈ માં કઈ હોસ્પિટલ માં ગર્ભ પરીક્ષણ કરાવ્યું ?”
મુમતાઝ નીચે બેસી હાથ જોડવા લાગી, અને કહ્યું
“સલીમભાઈ માફ કરો, બીજી વાર આવું નહી થાય, ”
પહેલીવાર મુમતાઝ ને આ રીતે માફી માંગતા જોઈ, મને લાગ્યું કે મુમતાઝ ને પશ્ચાતાપ થઇ રહ્યો છે,
બીજા દિવસે સવારે હું ઓફીસ પહોંચ્યો, મારા ટેબલ પર મારા નામ નું એક કવર જોયું, ને ખોલ્યું, તેમાં હું જે ફ્લેટ ની સ્કીમ માં પૈસા ભરતો હતો તેનો કબજો લેવા માટે નો કાગળ જોઈ મારી ખુશીનો પાર ન રહ્યો, લગ્ન પહેલા ઘર ના ઘર નું સ્વપ્ન સાકાર થઇ રહ્યું હતું, એક લાખ અને સાઈઠ હજાર રૂપિયા ભરી અને પોસ વિસ્તાર માં ત્રીજા માળે બેડરૂમ હોલ કિચન, અટેચ લેટ્રીન બાથરૂમ, હું તરતજ સમીરાના ટેબલ તરફ ગયો અને કવર સમીરા ને પકડાવ્યું, અને કહ્યું “જોઈ લે, થેન્ક્સ ટુ અબુ, અબુ એ જ મને આ સ્કીમ માં પૈસા ભરવા માટે દબાણ કર્યું હતું, આજે હું ખુબજ ખુશ છું,
એક લાખ અને સાઈઠ હજાર જેવી રકમ તો હું ઓફિસ માંથી લોન લઇ ને પણ ભરી શકીશ, એ મારા માટે કોઈ મોટી વાત ન હતી,
ક્રમશઃ આવતા ગુરુવારે......