Obesity - Medusvita Ke Sthulta in Gujarati Health by MB (Official) books and stories PDF | Obesity - Medusvita Ke Sthulta

Featured Books
Categories
Share

Obesity - Medusvita Ke Sthulta

ઓબેસીટી

એટલે મેદસ્વીતા કે સ્થૂળતા



© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

ઓબેસીટી એટલે મેદસ્વીતા કે સ્થૂળતા

શરીરમાં વધારે પડતી ચરબી અને તેના કારણે વધતી શરીરની ઉર્જા માંગ એટલે ઓબેસીટી. પહેલા શરીર વધે છે અને પછી એ વધારા પ્રમાણે શરીરને ઉર્જાની પણ જરૂર પડે છે જેના કારણે એક વ્યક્તિ ખોરાકના વિષચક્રમાં સપડાઈ જાય છે અને એ વિષચક્રમાંથી બહાર આવતા ઘણીવાર તેને વર્ષો લાગી જાય છે. ઘણાંની એવી ફરીયાદ પણ જોવા મળી છે કે હવે થાકી ગયા પરંતુ આ મોટાપાથી મુક્તિ નહીં મળે અને ઘણાંને તો મોટાપામાંથી મુક્તિ મળતા મળતા જન્મારો નીકળી જાય છે. આખરે ઓપરેશન કે ભૂખ મારવાની દવાઓનો આધાર લઈને આવી વ્યક્તિઓ પોતાનું મૂળભૂત સ્વાસ્થ્ય પણ જોખમાવે છે.

એક વાત સમજી લઈએ કે મોટાપાની શરૂઆત કેવી રીતે થાય છે. આપણાં જીવનમાં આપણે મોટા ભાગે ગમતી વસ્તુઓ જ કરવા માટે ટેવાયેલા છીએ. ગમતું જ કરવું અને ન ગમતું ના કરવું. ગમતું કરવામાંને કરવામાં આપણે જાડા થઈએ છીએ એવું કહીએ તો ચાલે. પરંતુ કોઈને પણ લાગે કે આવું કેવી રીતે થઈ શકી કે હોઈ શકે. પરંતુ જાડાપણાંને આપણાં સ્વભાવ સાથે સીધો સંબંધ છે. સતત ગમતું કરવા ટેવાયેલા કે મનમાની સાથે ટેવાયેલા લોકો પોતાને ગમતા કામમાં સતત મનને કમ્ફર્ટમાં રાખે છે. આવું કરવાને કારણે શરીર અને ચિત્તની સ્ટ્રેસ સામનો કરવાની પ્રવૃત્તિ ઓછી થઈ જાય છે. જેના કારણે સતત ગમતું કરવા ટેવાયેલા વ્યક્તિઓ અણગમતી ઘટના ઘટતા જ સામાન્ય વ્યક્તિની તૂલનામાં વધુ સ્ટ્રેસ હોર્મોન રીલીઝ કરે છે. આ હોર્મોનને કારણે જ આપણાં શરીરની ભૂખ લાગવાની ગ્રંથીઓ પણ જોડાયેલી છે. સ્ટ્રેસ વધુ તેટલી ભૂખ વધુ. ઘણીવાર આપણે માનીએ છીએ કે હું સ્ટ્રેસમાં નથી પરંતુ સ્ટ્રેસની નાની નાની ધારાઓ આપણાં શરીરમાં હોર્મોનના સ્વરૂપમાં જાણી શકાય છે. આ ધારાઓને કારણે આપણા પેટમાં સતત ભૂખ લાગ્યા કરે છે. સ્ટ્રેસ લાગવાને કારણે ભૂખ એક આર્ટિફિશિયલ રીતે લાગે છે. સતત પેટ ભૂખ્યું અને ખાલી હોય તેવું લાગ્યા કરે છે. વ્યક્તિ એક સામટું ઘણું બધું ખાય છે. તેના વિચારોમાં અને વાતોમાં પણ ખાવાની વાત વધુ આવે છે. આવા વ્યક્તિઓ પોતાનું સ્ટ્રેસ લેવલ ચેક કરીને પહેલાં તો સ્ટ્રેસને દૂર કરવો જોઈએ.

મોટાપાનું નામ પડે કે તરત જ વ્યક્તિ પોતાના શરીરને અરીસા સામે જોઈને જીમમાં જવાનું નક્કી કરી લે છે. કોઈપણ ફીટનેસ એક્સપર્ટને મળીને રોજ બરોજનો પ્રોગ્રામ ગોઠવી લે છે. આમ કરવાથી સ્વાભાવિક છે કે શરીરની કેલેરી ઘટાને કારણે શરીર ઘટશે પરંતુ જેવી એક્સરસાઈઝ કે કસરત બંધ કરશે કે તરત જ ફરી પાછું શરીર વધવા લાગશે. કારણ માત્ર એ છે કે શરીરની જૂની સ્ટ્રેસની આદત હજુ છૂટી નથી અને તેની સાથે પેલા હોર્મોનનું પ્રવહન સતત ચાલુ છે. કયા કયા કારણોસર સ્ટ્રેસ વધે છે. એ સમજવું વધુ જરૂરી છે.

એક તો સવારે મોડા ઉઠવાથી સ્ટ્રેસ વધે છે અને વહેલા ઉઠવાથી સ્ટ્રેસ ઘટે છે. સવારે વહેલા આપણે વધુ પ્રમાણમાં ઓક્સિજન અને ઓઝોન વાયુ આપણાં શ્વાસમાં લઈએ છીએ જેના કારણે આખો દિવસ ફ્રેશનેસ સાથે જાય છે. ફેફસામાં આખા દિવસનો પ્રાણવાયુ ભરાવવાને કારણે શરીરમાં રક્તભ્રમણ સારું થાય છે જેના કારણે આખો દિવસ ફ્રેશ રહી શકાય છે. આની અસર વિચાર અને વાણી અને ખાવાની માત્રા પર પણ પડે છે. વધુ પ્રવાહી લઈને શરીરને તમે છેતરીને સ્થૂળ ખોરાકને ઓછો કરી શકો છો. આમ કરવાથી કેટલાંક કિલોગ્રામ વજન ચોક્કસ ઘટશે પરંતુ સ્ટ્રેસ ઓછો નહીં થયો હોય તો જેવું તમે મુક્ત મને ખાવાનું પસંદ કરશો કે તરત જ ફરી પાછો મોટાપો તમને ઘેરી વળશે.

કોઈપણ મોટાપાને દૂર કરનારા વ્યક્તિએ સૌ પ્રથમ તો સ્ટ્રેસને દૂર કરવો જોઈએ. ઘણીવાર સ્ટ્રેસને દૂર કરવા માટે આપણે સીધા ધ્યાન અને સાધના તરફ ગતિ કરીએ છીએ. પરંતુ આપણી સામે સૌપ્રથમ કયુ મોટું કારણ છે જેના કારણે આપણે સતત સ્ટ્રેસ અનુભવી રહ્યા છીએ. જેમ કે ઘણાંને પત્ની સાથે સતત ઝગડા થતાં હોવાના કારણે સ્ટ્રેસ અનુભવતા લોકોએ પહેલાં તો આ સામાજિક માથાકૂટમાંથી બહાર આવવું જોઈએ. તો વળી કોઈ સતત શેરબજારમાં જોડાયેલા રહેવાને કારણે કે પછી એક્ઝામને કારણે સ્ટ્રેસ અનુભવતા લોકોએ પ્રાથમિક તબક્કે તેમાંથી બહાર આવીને પછી ધ્યાન સાધાનાનો આધાર લેવો જોઈએ. શરીરમાં પડેલા ઝીણામાં ઝીણાં સ્ટ્રેસને જાણીને તેને મૂળમાંથી બહાર કાઢવા માટે વિપશ્યના જેવી સાધના અકસીર છે. આ સાધના સમગ્ર ભારતમાં વિવિધ કેન્દ્રો પર નિશુલ્ક શીખવવામાં આવે છે. સ્ટ્રેસમાંથી માણસ આઝાદી મેળવે એટલે આપોઆપ ખોરાકની માત્રા ઘટવા જ લાગે છે. વિપશ્યના માત્ર શારીરિક લાભ મેળવવાની જ નહીં બલ્કે મનોશારીરિક પીડામાંથી મુક્તિ મેળવવાની સાધના છે. ભગવાન ગૌતમ બુદ્ધ દ્વારા આ સાધનાનો આવિષ્કાર કરવામાં આવ્યો હતો.

હવે મૂળ મુદ્દા પર આવીએ કે સ્ટ્રેસની સાથે સાથે આપણે બીજા તબક્કે દરેક પ્રકારના ખોરાકને પણ જાણવા જોઈએ. ખોરાકના પ્રકારમાં આપણે એક વાત જાણી શકીશું કે કેવા પ્રકારનો ખોરાક આપણાં માટે નુકસાનકારક છે. દૂધમાંથી બનાવેલા માવાનું બટકું ત્રણ રોટલીઓ કરતાં વધુ કેલેરી ધરાવે છે. તો વળી ઘીમાં ચોપડેલી રોટલીની માત્રા કોરી રોટલી કરતા ડબલ હોય છે. દરેક ખાદ્ય પદાર્થોની પોતાની એક કેલેરી છે. નોનવેજમાં વધુ કેલેરી છે. નોનવેજ ખાનારાએ વધુ પરિશ્રમ કરીને પોતાની ઉર્જા બાળવી જોઈએ. નોનવેજ ખાનાર વ્યક્તિ પરિશ્રમ ના કરે અને બેઠાડું જીવન જીવે તો તે મોટાપાનો શિકાર થયા વગર રહેતો નથી. શરાબ પીનાર વ્યક્તિમાં સ્ટ્રેસ હોર્મોનનું પ્રમાણ વધુ હોવાના કારણે આવા વ્યક્તિઓને સતત ભૂખ લાગ્યા કરે છે. શરાબ પીધા પછી પણ ભૂખ લાગે છે. પરીણામે શરીર વધે છે. કોઈપણ વ્યસન કરનાર વ્યક્તિ પણ અપ્રાકૃતિક ભૂખનો ભોગ બને છે. વ્યસન માત્રથી ભૂખ વધે છે અને તે ઓબેસીટીમાં પરીણમે છે. સતત ટી.વી કે મોબાઈલમાં રત રહેતા લોકો પણ ઓછી પ્રવૃત્તિ અને વધુ માનસિક ચપળતાને કારણે શરીરના સ્ટ્રેસ હોર્મોનને વધુ પ્રદિપ્ત રાખે છે જેના કારણે શરીર વધે છે.

મોટા ભાગના લોકો ઓબેસિટીને માત્ર ખાવા સાથે મૂલવીને કસરત દ્વારા શરીરને ઓછું કરવાના પ્રયત્નો કરે છે. પરંતુ ઓબેસીટીના મૂળમાં તો શરીરનો તણાવ રહેલો છે. ઓબેસિટીની શરૂઆત તો માત્રને માત્ર તણાવથી જ થાય છે અને પછી આપણે મોડા મોડા કસરત દ્વારા આ કારણને દૂર કરવાનો પ્રયત્ન કરીએ છીએ.

આપણા શરીરને માત્ર ૧૫૦૦ કેલેરીની જરુર હોય છે પરંતુ આપણે સતત માનસિક બિનજરૂરી ક્રિયાઓ દ્વારા હોર્મોનના પ્રવાહને વધારીને ૨૦૦૦ કે ૨૫૦૦ કેલેરીનું ભોજન લઈએ છીએ. ખાસ તો બહારનું ખાવાનું ખાવાથી પણ શરીર વધે છે. ઘરે બનાવેલા ભજીયા અને બહાર બનાવેલા ભજીયામાં તેલનું પ્રમાણ સરખું હોય છે. પરંતુ બહાર બનાવેલા ભજીયામાં વપરાતું તેલ અનેકવાર ઉપયોગમાં લેવાયેલું હોવાને કારણે બહારનું તળેલું ખાવાથી ચરબીમાં વધારો થાય છે, કોલેસ્ટ્રોલ પણ વધે છે. સ્વાદના ચટૂડા અને સતત આળસું જીવન જીવતા વ્યક્તિઓ આ મહામારીનો ભોગ પહેલા થાય છે. ઓબેસિટી માત્ર શરીરની જ નહીં પણ મનની પણ વ્યાધિ છે. મનને મક્કમ કરીને જ ઓબેસિટીનો સામનો કરવો પડશે નહીંતર તમને આમાં સરાસર નિષ્ફળતા મળશે. ગમે તેટલું ચાલીએ કે ગમે તેટલું વજન ઉચકીએ પરંતુ લાઈફ સ્ટાઈલની અમૂક આદતો ઓછી નહીં કરીએ તો શરીર તેનું જાડાપણું નહીં છોડેે. આવો આ મહામારીને મહાત કરવા માટે શરીર સાથે મનને પણ મક્કમ બનાવીએ.