હમારી અધુરી કહાની...
તુમ મુજહે ભુલ જાઓ યેહ હો નહી સક્તા સાથિયા...
ક્રિસા ના ફોન ની રિંગ વાગી ને ક્રિસા એ સ્ક્રીન પર નામ જોયુ એમા સ્વીટ હાર્ટ લખેલુ હતુ, ફોન કર્મ નો હતો.
“ડાર્લિંગ તુ કેટ્લા વાગે નીક્ળે છે ઘરેથી ને કેટ્લા વાગે પહોચી જઇશ ને મને વાટ ના જોવડાવતો ને હવે તુ મારાથી રીસાતો નહી, આજ ના દીવસ ની રાહ મા મને કાલે રાતે ઉંઘ પણ નથી આવી બોલ, અને આજથી હવે આપણી અધુરી સ્ટોરી કમ્પ્લીટ થઇ જશે.”
ક્રિસા ઉત્સાહ મા એક સાથે બહુ બધુ બોલી ગઇ.
“મારી ક્રિસુ તારો આટ્લો બધો પ્રેમ જોઇ ને તો એવુ લાગે છે કે હુ શ્વાસ લેવાનુ જ ભુલી જઇશ! મે તને કીધુ ને કે હુ ટાઇમ એ પહોચી જઇશ, અને હુ તને અત્યારે નહી કહુ કે હુ ક્યા રહુ છુ, હુ જ્યારે રુબરુ મળીશ ને ત્યારે જ બધુ કહીશ અને હુ હવે નીક્ળુ છુ અને કલાક મા હુ લો ગાર્ડન પાસે સીસીડી છે ને ત્યા જ આપણે મળીશુ ઓકે અને ચલ બાય અને તુ પણ ટાઇમ એ આવી જજે” કર્મ એ પણ એટ્લા ઉત્સાહ થી જવાબ આપ્યો.
ક્રિસા એ આજે પિંક કલર નો ડ્રેસ પહેર્યો હતો, કર્મ ને પિંક કલર ખુબ પસંદ હતો. પછી ક્રિસાએ વાળ છુટ્ટા રાખ્યા, ક્રિસાના છુટ્ટા વાળ કર્મ ને ખુબ પસંદ હતા અને ઉત્સાહ મા થનગનતી ફલેટની બહાર આવી અને ઉતાવળ મા હેલ્મેટ લેવાનુ પણ ભુલી ગઇ અને એક્ટીવા સ્ટાર્ટ કરી ને ગોગ્લ્સ ચડાવ્યા.
“સારુ છે મમ્મી આજે ઘરે નથી નહીતર સત્તર સવાલ પુછી નાખ્યા હોત અત્યાર સુધીમા” ને ક્રિસા મનમા ને મનમા મલકાવા લાગી.
મનોહરવીલા ફલેટ ના મેઇન ગેટમાથી ક્રિસા જેવી બહાર નિકળી કે તેણે ફુલ સ્પીડ્મા ગાડી ચલાવી ને ખોડીયારનગરથી બાપુનગર આવીને એની ફેવરીટ ગીફ્ટ શોપ વોલમાર્ટ માથી એક મસ્ત મજાની ગીફ્ટ પરચેસ કરી ને પેક કરી દિધી. પછી બાપુનગરથી કાલુપુર વાળો રસ્તો લીધો ને એલીસબ્રીજ્થી ગુજરાત કોલેજવાળો બ્રીજ પક્ડ્યો. આજે ક્રિસા એટ્લી ઉત્સાહમા હતી કે તેને એક્ટીવાની સ્પીડ સહેજેય ઘટાડી નહી અને આગળ વળાંક આયો ને અચાનક એની એક્ટીવા સ્લીપ ખાઇ ગઇ અને એ એક્ટીવા સાથે પાછ્ળની બાજુ પટ્કાઇ.
***
ક્રિસા અત્યારે એચ એલ કોલેજ ની કેન્ટીન માં એના કોલેજ ગ્રુપમા જોડે બેઠી હતી, એને માર્ક કર્યુ કે કર્મ કે જેણે એસ વાય થી એડ્મીશન લિધુ હતુ તે વારંવાર ફરી ને ક્રિસાની સામે જોતો હતો, એંણે નિશા ને કહ્યુ.
‘આ પેલો કર્મ વારે વારે મને જોતો હોય એવુ લાગે છે’
ત્યા જ નિમેષે ટીપ્પ્ણી કરી, 'કહેતી હોય તો એને સીધો દોર કરીએ.'
ના અલ્યા એ સારો છોકરો છે.
નિમેષે મો બગાડ્યુ, ‘તો મેડ્મ ને એ છોકરો સારો લાગે છે’
‘ના અલ્યા સાલો ડરપોક છે’ અમીશે પણ હવે વાત ચાલુ કરી.
હીમ્મત હોય તો સીધો આવીને તને પ્રપોઝ કરત.
‘ના કરી સકે કેમ કે આ કોલેજ્ના કેટ્લાય મજનુ તારા સેંડ્લ નો પ્રહાર જેલી ચુક્યા છે એટ્લે આવી હિમ્મત કોઇ પણ ના કરે’ આ વખતે અંકિતાએ જવાબ આપ્યો.
‘ચલો એક કામ કરીએ આપણે કર્મ નો એક ટેસ્ટ લઇએ’ એમ કહીને અંકિતા એ ક્રિસાના કાનમા કઇક કહ્યુ.
ક્રિસા એ કહ્યુ ‘યાર ફ્રેંન્ડ્સ આવી વાત ના કરો એવુ કઇ નથી એ તો મને એવુ લાગ્યુ કે એ મારી સામે જોવે છે બીજુ કઇક કારણ હશે બાકી કઇ નથી.’
ત્યા તો ૩ થી ૪ બુલેટનો અવાજ એક સાથે આવ્યો, ગુજરાત કોલેજનો જેને ડોન કહેતા એ વજીર દેસાઇ ક્રિસા ના ગ્રુપ પાસે આવ્યો ને અમીશ ની બોચી પકડી, અમીશ કઇ સમજે તે પહેલા તો વજીર અને એના દોસ્તો હોકીની સ્ટીકથી મારવા લાગ્યા, નિમેષ વચ્ચે આવ્યો તો તેઓ એ નિમેષ ને પણ મારવાનુ ચાલુ કરી દિધુ.
ત્યા જ સટ્ટાક કરતો લાફાનો અવાજ આવ્યો, લાફો કર્મ એ વજીર ને માર્યો ને ત્યાર પછી તે અને તેના દોસ્તો એ અમીશ ને વજીરની ચુંગાલ માથી છોડાવ્યા, ત્યા જ વજીરે જોર થી એક હોકી સ્ટીક કર્મના માથા પર મારી ને કર્મ બેહોશ થઇને પડી ગયો પછી તો આખી કોલેજ ભેગી થઇ ગઇ, વજીર અને એના ગુંડાઓ ભાગતા હતા ત્યા પોલીસ આવી ગઇ અને વજીર અને તેના ગુંડાઓ ને પક્ડીને લઇ ગઇ, ને કર્મ, નીમેશ ને અમીશ ને હોસ્પીટલ મા દાખલ કર્યા.
ત્યાર પછી એકાદ દિવસ મા હોસ્પીટલથી ત્રણેય ને ડીસ્ચાર્જ કરી દિધા પછી અમીશ અને વજીર વચ્ચે જે અદાવત હતી તેનુ સમાધાન કરી લીધુ.
ત્યાર પછી તો ક્રિસા અને કર્મ વચ્ચે દોસ્તી થઇ ને એમ ને એમ ટીવાય પણ પુરુ થઇ ગયુ ને હવે ફેબ્ર્રુઆરી મહીનો નજીક આવતો હતો, ક્રિસા અને કર્મ એકબીજાને ચાહ્તા હતા પણ મગનુ નામ મરી પાડ્વા તૈયાર નહોતા.બન્નેના મનમા એક અંગત ડર હતો કે જો રીજેક્સન મળશે તો આટ્લી સારી દોસ્તી તુટી જશે. પણ હવે કર્મએ નક્કી કરી લીધુ હતુ કે હવે તે ક્રિસાને પ્રપોસ કરી ને જ રહેશે અને એટ્લે જ વેલેંટાઇન ડે ની રાહ જોઇ રહ્યો હતો અને એ દિવસ આવી પહોચ્યો.
૧૪ ફ્રેબ્રુઆરી, ૨૦૧૪
આજે આલ્ફા મૉલ મા વેલેંટાઇન ડે નીમીતે ખાસ પ્રોગ્રામ હતો એમા ક્રિસા ને સહેલીઓ તેમા જવાની હતી એટ્લે કર્મએ પણ પ્લાન બનાઇ લીધો કે આજે તે ક્રિસાને પ્રપોસ કરશે.
કર્મએ આજે રેડ ટીશટૅ અને જીંન્સ પહેર્યુ હતુ અને ત્યાર બાદ તેના લાંબા વાક્ડીયા વાળ સેટ કર્યા, પર્ફ્યુમ લગાવ્યુ અને ત્યાર બાદ તેની બાઇક સ્ટાર્ટ કરી અને ગીફ્ટ શોપમા ગયો ને પર્ફ્યુમથી મહેકતો લવલેટર અને એક ફોટો ફ્રેમ ખરીદી, ગીફ્ટ પેક કરાવી ને આલ્ફા મૉલ પહોચ્યો ત્યારે ૧૦:૪૫ થઇ હતી. પ્રોગ્રામ શરૂ થવાને ૧૦ મીનીટ્ની વાર હતી. એણે એના મિત્ર કશ્યપને કોલ કર્યો જે આ પ્રોગ્રામનો એંકર હતો. પછી પ્રોગ્રામ ચાલુ થયો જેમા અનેક કપલ આવ્યા હતા કેટ્લાક બોયફ્રેંડ-ગર્લફ્રેંડ હતા અને કેટ્લાક મેરીડ કપલ હતા તો કેટ્લાક ગર્લ્સ અને બોય હતા. આલ્ફા મૉલ જોરદાર રીતે સજાવવામા આવ્યો હતો. દરેક ખુણે ગુલાબ ના બુફે મુકેલ હતા, એક્દમ સ્લૉ રોમેંન્ટીક મ્યુઝીક વાગતુ હતુ. પછી પ્રોગ્રામ સ્ટાર્ટ થયો. આ પ્રોગ્રામમા અલગ અલગ થીમ હતી જેમા પાર્ટ ફક્ત કપલ જ લઇ શકે, જેમા અમુક સિંગિંગ કરતા હતા અમુક ડાંસ તો મેરીડ કપલ પોતાની લવ સ્ટોરી કહેતા હતા અને ત્યાર બાદ કશ્યપે એનાઉંન્સ કર્યુ.
ફ્રેંન્ડ્સ હવે એક સ્પેશિયલ પર્ફોમન્સ આવસે જેને તમે ખુબ એંજોય કરશો અને એ જ સાથે તાળીયો ના અવાજથી હૉલ ગુંજી ઉઠ્યો અને ત્યાર પછી એકદમ શાંતી થઇ ગઇ. પ્રોગ્રામ આલ્ફા મૉલ ના એક સ્પેશિયલ રૂમમા હતુ. ત્યાર બાદ એકદમ અંધારૂ થઇ ગયુ અને ત્યાર પછી આછી આછી કલરફુલ લાઇટ ચાલુ થઈ અને તેમા એક હેંડસમ બૉય બહાર આવ્યો.
હમમમમમ..... હમમમમમ..... હમમમમમ.....
ચાંદ સિતારે ફુલ ઔર ખુશ્બુ યેહ તો સારે પુરાને હૈ,
તાજા તાજા કલી ખીલી હૈ હમ ઉસકે દીવાને હૈ,
અને સાથે કર્મનો સુરીલો અવાજ સાંભળીને હૉલ તાળીઓથી ફરી ગુંજી ઉઠ્યો અને ત્યાર પછી એણે ફરી ગીત ચાલુ કર્યુ અને આંગળી ક્રિસા તરફ કરી અને ક્રિસાને શાહરૂખ ખાન ની સ્ટાઇલમા પ્રપોસ કર્યુ.
ક્રિસા તો અવાક જ રહી ગઇ એને સહેજેય આશા નહતી કે કર્મ તેને આવી રીતે પ્રપોસ કરશે એ ખુશ થઇ ને કર્મને ભેટી પડી અને એ સાથે લોકો એ ક્રિસા ને કર્મના લવ ને તાળીઓથી વધાવી લીધો ત્યાર પછી કર્મ એ સોંગ પુરુ કર્યુ અને ત્યાર પછી ઓડીયંસના કહેવાથી બન્નેએ અને બીજા કપલ્સ એ ક્રિસા અને કર્મના અવાજ મા ‘જબ કોઇ બાત બીગડ જાયે’ સોંગ પર ડાંસ કર્યો.
ત્યાર પછી બે મહીના જેવુ ખુબ એંજોય કર્યુ પણ કોલેજના છેલ્લા દિવસે બન્ને વચ્ચે બ્રેક અપ થઇ ગયુ એનુ કારણ હતુ ક્રિસા કર્મ પ્રત્યે વધારે પેસીવ હતી.
અમુક સંજોગોને લીધે કર્મ અમેરીકા જતો રહ્યો. ત્યાર બાદ ક્રિસાને બહુ પછતાવો થયો એટ્લે બહુ પ્રયાસ કર્યા કે કર્મ સાથે વાત થાય પણ કર્મ એટ્લો હર્ટ થયો હતો કે એણે બધા કોન્ટેક્ટ ડીલીટ કરી દિધા અને ઘર વાળાને પણ નંબર આપવાની ના પાડી દિધી.
***
૩ વરસ પછી....
કર્મ પાછો ઇન્ડિયા આવી ગયો હતો અને એક કોમન ફ્રેંન્ડ દ્વારા ક્રિસા જોડે પેચઅપ કરવાનુ નક્કી કર્યુ. કર્મ અત્યારે નરોડાના ચીરાયુ બંગ્લોઝ મા રેહ્તો હતો ને આજે તારીખ હતી.
૧૪ ફેબ્રુઆરી,૨૦૧૭
કર્મ એ પણ પિંક કલર નો શર્ટ પહેર્યો હતો ને એ કાલુપુરથી રીલીફ રોડ ને ત્યાથી એલીસબ્રીજ ને ત્યા આગળ ગુજરાત કોલેજ વાળા બ્રીજે ફુલ સ્પીડ્મા ગાડી ઉપર લીધી ત્યા આગળ એક છોકરીની એક્ટીવા સ્લીપ ખાઇ ગયી એ છોકરી બીજુ કોઇ નહી ક્રિસા હતી. કર્મ એ તરત બ્રેક મારી પણ એણે ભુલથી આગળની બ્રેક મારી એમા એની બાઇક પણ સ્લીપ ખાઇ ગઇ ને એક્ટીવા જોડે જોર થી અથડાઇ ને એ ફંગોળાયો ને સામેથી આવતી બીઆરટીએસ ની નીચે ચગદાઇ ગયો.
પાંચ મીનીટ પછી બ્રીજ બંધ કરી દેવામા આવ્યો હતો. ક્રિસાને ખુબ જ વાગ્યુ હતુ ને એ લોહીલુહાણ હાલતમા ત્યા પડી હતી જયારે કર્મ નુ ત્યા જ મ્રુત્યુ થઇ ગયુ હતુ. ત્યા પોલીસ ઇન્સપેક્ટર સાગર આહીરે કર્મ નો મોબાઇલ ત્યા પડ્યો હતો તે ચેક કર્યો, તો તેમા એક સોંગ ત્યારે અટકેલુ હતુ.
“હમારી અધુરી કહાની”
પ્રિતેશ હિરપરા