Parsevo koini sharam rakhato nathi in Gujarati Comedy stories by Ramesh Champaneri books and stories PDF | પરસેવો કોઈની શરમ રાખતો નથી....!

Featured Books
  • You Are My Choice - 35

    "सर..."  राखी ने रॉनित को रोका। "ही इस माई ब्रदर।""ओह।" रॉनि...

  • सनातन - 3

    ...मैं दिखने में प्रौढ़ और वेशभूषा से पंडित किस्म का आदमी हूँ...

  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

Categories
Share

પરસેવો કોઈની શરમ રાખતો નથી....!

પરસેવો કોઈની શરમ રાખતો નથી....!

ગરમી પણ કેવી બેફામ પડે છે દોસ્ત

કપડાંમા પણ જાણે કે ઝરણ ફૂટ્યા કરે

પ્રેમમાં પડી ગઈ લૂ માશૂકાની માફક

માથે અગનની લાદી, મરણ ફૂટ્યા કરે

ગરમીએ તો સાલી બૂમ પડાવી દીધી...! જાણે " દિનમ દિનમ નવમ નવમ.....! " લ્હાય તો એવી લાગે કે, ગરમીમાં શરીરે ગુમડા પણ નથી નીકળતા, ને ગરમી સહન પણ નથી થાતી...!ફેર એન્ડ લવલી ને બદલે બર્નલ લગાવીએ તો પણ કળ નહિ વળે, એવી જલ્લાદ.....! પરસેવા તો એવા ફૂટે કે, જાણે નગરપાલિકાની પાણીની પાઈપ લાઈન ફાટી ગઈ...? શરીર તો એવું થઇ જાય કે, દરિયામાં ડૂબકી મારીને આવ્યા....! પરસેવાને બદલે ગુલાબજળ નીકળતું હોય તો, કંઈક ગમે પણ....! કોઈક ચેનલના સંવાદદાતાને બોલાવીને કહેવાય પણ કે મારાં શરીરે ગુલાબ જળ ટપકે છે....! જેથી આપણે પણ ચમકીએ, ને લોકોને પણ સમાચારમાં કંઈક ચેઈન્જ મળે. એમાં ફોટોબોટા સાથે જો ચમક્યા તો તો ભાઈડાનો વટ જ પડી જાય. ચારેય કોરથી લોકોના ફીડબેક આવે કે, ‘ બંદાનો ફોટો પણ મીનીસ્ટરથી ઓછો આંકવા જેવો નથી. ઘણા દિવસે છાપામાં દાઢી/મૂછ વગરનો ફોટો જોવા મળ્યો. અમને સમાચાર કરતાં ફોટામાં જ વધારે રસ હોય....! વગેરે વગેરે.....!

સારું છે કે, પેલી ૫૦૦/૧૦૦૦ ની નોટનું પડીકું ઉનાળો બેસું-બેસું થાય, એ પહેલા વળી ગયું. નાબૂદ નહિ થઇ હોત તો માણસની ગરમી આજે જાત ક્યાં ....? એકબાજુ આકાશી ગરમી ને બીજી બાજુ રૂપિયાની ગરમી....! માણસનું મગજ અને ગરમીનો પારો બંને ફાટ/ફાટ થાત....!

પરસેવાના ઝરા તો એવાં ફૂટે છે કે, એને નુછવામાં ને નુછવામાં કઈ કેટલાના હાથ રૂમાલ નીચોવાય ગયાં. ઘડીક તો એવો વિચાર આવે કે, પ્રધાનમંત્રી મેક ઇન્ડિયાની વાતું કરે છે તો, આપણે આ પરસેવામાંથી જ મીઠું બનાવવાનો ગૃહ ઉદ્યોગ શરુ કરવો જોઈએ....! માણસ દીઠ એવી આવક વધે કે ગરીબોના લોક કલ્યાણ મેળા પણ પછી તો કરવા જ નહિ પડે....! એની કોમેન્ટ મી. ચમનીયા.....?

ગરમી એટલે ગરમી. કડક સાસુની માફક આપણા સૌની પાછળ પડી છે. નહિ ઠરીને ઉભાં રહેવા દે, નહિ ઠરીને બેસવા દે ને નહિ ઠરીને ઊંઘવા દે.....! કોઈ વાતે ચૈન નહિ પડે દોસ્ત....! આખા શરીરમાં પંકચર પડ્યું હોય એમ, પરસેવાના રેલા ઉતરે.....! તમે કોઈપણ વ્યક્તિને અડકો ને....? એ બાફેલા બટાકા જેવો જ લાગે....! પોતે જ જાણે પાવરહાઉસ હોય એમ, ગરમાગરમ જ હોય....! એને અડકો તો કરંટ લાગે. સ્વીમીંગ પુલમાં ન્હાવા પડ્યો હોય તો, તેનું પાણી પણ ગરમ થઈને ઉકળવા માંડે એટલો ગરમ.....! ચમનીયો તો ગરમીથી એવો ઠૂસ થઇ ગયો છે કે, આજકાલ ગુગલ ફંફોળવા પડ્યો છે. કે હિમાલયની કોઈ ગુફામાં જો બુકિંગ મળતું હોય તો, ગુફામાં ચાલી જવું છે. બાવા સહન થાય, પણ આ ગરમી સહન નહ થાય....! ઠંડક તો રહે...!

ગરમીમાં મગજનો તોર તો એવો બદલાય જાય કે, જાણે પાંચ કિલો ગરમ મસાલો એકલો જ નહિ ચાવી ગયો હોય....? કોઈને ખાલી એટલું જ પૂછીએ કે, “ ક્યાંથી આવો છો ભાઈ.....? “ તો તરત કહેશે કે, ચૂલ્હામાંથી.....! તારે કંઈ કામ છે.....? “ બધાના તાર સપ્તકમાં જ જવાબ આવે...!

એમાં હમણાં હમણાં વોટીંગ મશીનની પ્રમાણિકતા ઉપર બેફામ આક્ષેપો થયાં. મારાથી એક ભાઈને પૂછાય ગયું કે, ‘આ વોટીંગ મશીનના મામલામાં તમને શું લાગે છે....? કોઈ લોચો/બોચો હશે ખરો.....? ‘ મને કહે, ‘ મારાં મગજનું દહીં નહિ કર. મશીનની મથરાવટી જે હોય તે, પણ આ સુરજદાદાને કોઈ કાબુમાં લેશે....? જુઓ તો ખરાં કે એ પણ આજકાલ કેવા લોચા મારે છે....? સવારે એ કોંગ્રેસ પાર્ટીમાં હોય તેવા લાગે. બપોરે ભાજપામાં હોય તેવા લાગે. અને રાતે પેલા કેજરીવાલની સરકારમાં હોય એમ, એને મન ફાવે તેમ એ વર્તે....! સુરજદાદા પણ પ્રહરે/પ્રહરે પાર્ટી બદલે છે.....! સવારે ઠંડી, બપોરે ગરમી અને રાતે મુલાયમ-મુલાયમ....! આપણે તો સાલી ત્રણેય સીઝન એક જ દિવસમાં જોવાની. અને ત્રણેય પહોરમાં અલગ અલગ વેશ ધારણ કરવાના.....! સવારે એકવાર તો બાથરૂમમાં ન્હાવાનું જ. ને નાહ્યા પછી આખો દિવસ છડેચોક જાહેરમાં પરસેવાથી ન્હાવાનું....! આ તે કોઈ ઉનાળો છે કે, ગરમાળો....?

એમાં પાછા ઉનાળામાં લગનવાળા પણ ઉંચકાય....! જાણે લગનનો બીજો બેચ ઉનાળામાં શરુ થાય. આપણને એવું જ લાગે કે, શિયાળાનો જે સ્ટોક ક્લીયર નહિ થયો હોય, એ ઉનાળામાં ફૂટી નીકળ્યો....! આ તો હસવાની વાત છે. બાકી પરણનારના હૈયે હરખ તો એવો ઉભરાય કે, જાણે પોતાની વાઈફને લાવવા નહિ, પણ કાશ્મીરને કબજે કરવા યુધ્ધે નહિ ચઢવાનો હોય....? આવી કાળઝાળ ગરમીમાં લગન કરવા નીકળનારને તો કોલંબસનો સાહસિક એવોર્ડ આપવો જોઈએ. અને વરઘોડો કાઢનારનું તો સરકારે કલ્યાણમેળામાં શાહી સન્માન કરવું જોઈએ....! બિચારાનો પૈણવા પહેલા જ પરસેવો એટલો છૂટી જાય કે, પીઠી તો વગર તેલે ચઢી જતી હશે. આવા ઉનાળા ના સ્ટોકવાળાને તો, પીઠી ચઢાવવાની વિધિમાંથી મુક્તિ જ આપવી જોઈએ. એના બદલે આખા શરીરે બરફ ઘસવાની પ્રથા રાખવી જોઈએ. થોડી ઠંડક રહે બીજું શું.....?

આપણને વિચાર આવે કે, વરઘોડામાં વરરાજાની આજુબાજુ બેસનારાની તો શું હાલત થતી હશે....? વરરાજાના નવાનકોર શૂટમાંથી પરસેવાના રેલા જ એટલાં છૂટતાં હશે કે, બિચારા કારણ વગરના ભિન્નાઈ જાય, ને લેવાદેવા વગરના પીઠીવાળા થઇ જતાં હશે. જો ભાઈ, તમારી પાસે ગમે એટલી મોટી ઓળખાણ હોય., પણ પરસેવો ક્યારેય કોઈની શરમ રાખતો નથી....!

ઝગારા મારતા જરકસી જામાના દરવેશમાં વરરાજા તો એવો લાગે કે, જાણે વાજાવાળાનો જ એક અવતાર નાળીયેર પકડીને બગીમાં ચડી બેઠો. ક્યાંક તો વરરાજા કરતાં વાજાવાળા જ વધારે અપ-ટુ-ડેઇટ જોવા મળે...! ને જાન તો એવી નીકળે કે જાણે પાકિસ્તાનમાં સર્જીકલ સ્ટ્રાઈક કરવા નહિ નીકળ્યો હોય....?

પણ પરણેલાને આજે પૂછે કોણ....? પરણીને પણ પરસેવા જ પાડવાના છે ભાઈ.....! પરણ્યા પછી પણ ઉનાળામાં ઘરની બહાર નીકળીએ તો બહારની ગરમી લાગવાની, ને ઘરમાં રહીએ તો ઘરવાળાની ગરમી લાગવાની ..! આદમી જાયે તો જાયે કહાં....?

આમાં આવી બને હાથ રૂમાલનું....! હાથ રૂમાલની કીમત ઉનાળામાં જ સમઝાય. આખું વર્ષ ખિસ્સું હાયર કરીને બિચારો આપણી સાથે રહે, પણ ૧૦૮ ની ગાડીની જેમ, શરદી થઇ હોય ત્યારે કામ આવે, ને ઉનાળામાં પરસેવો ઉપાડવા કામ આવે. સ્વચ્છતા માટે બિચારો આખી જાત નીચોવી નાંખે. હું તો એને સ્વચ્છતા અભિયાનનો જુનો દાવેદાર માનું છું....!

. મઝાની વાત તો ત્યાં બની કે, બધાને ગરમીમાં ગુમડી ફૂટી નીકળે, ત્યારે અમારા ચમનીયાને ગરમીમાં કવિતા ફૂટી નીકળી...! ઉપરની ચાર પંક્તિ એની છે બોસ....! રમેશ તો એનું તખલ્લુસ છે. બીજાના ખભા ઉપર બંદુક મુકીને, કેમ ફોડવી, હવે એને પણ આવડે છે. કવિ બનવા માટે લોકો વસંત અને વર્ષા ઋતુના પ્રવાસ ખેડે, ત્યારે ચમનિયાને, કાળઝાળ ગરમીના લ્હાયવાળા બાંકડે બેસે એટલે કવિતા ફૂટે....! જેમ જેમ પરસેવા ઉતરે, તેમ તેમ, રદીફ અને કાફિયા એને સામે ચાલીને માથું ઝુકાવતાં આવે....! અને કહે, ભાઈ રદીફ કાફિયામાં અટવાય તો કહેવાનું....!

મને કહે, ‘ આપણે વરસાદની વાછટમાં, કે, વસંતના ટહુકામાં, કડકડતી ઠંડીમાં કે, દરિયાના મોજામાં, નદીના પ્રવાહમાં કે, ડુંગરાની કોતરમાં, જંગલની ઝાડીમાં કે, બગીચાની ફોરમમાં કોઈ કવિતા લખવી નથી. પણ અગનઝાળ ગરમીના માહોલમાં જ કવિતા ચીતરીને એક નવો ચીલો ચીતરવો છે. જો ઉનાળો પૂરો પૂરો થઇ જશે તો, તાપણા કરીને પણ હું મારો કવિતા ઉદ્યોગ ચાલુ રાખીશ.....! તારી ભલી થાય તારી ચમનીયા.....!

કકડતી ટાઢમા પણ તારો મેં કેવો સહેવાસ કરેલો બરફ, ને ઉનાળામાં તું હવે આઘો આઘો ફરે છે....! આવી તો અનેક રચનાઓના એણે શ્રીગણેશ માંડ્યા છે. પણ એકેય કડી ગઝલ સુધી હજી પહોંચી નથી. સરકારી યોજનાઓની માફક એ અધુરી જ છે. એની તો ઈચ્છા એવી કે, આ ઉનાળાની ઋતુને પણ એક અધિક ઉનાળો હોવો જોઈએ. જેથી હું પૂર્ણ કવિ બની શકું....!

તારા કપાળમાં કાંદા ફોડું.....!

*****