antar nad in Gujarati Poems by Jalpesh rabara books and stories PDF | અંતર નાદ

Featured Books
  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

  • ભિષ્મ પિતામહ

    पितामह भीष्म अने मकरसंक्राती   રાત્રી નો બીજો પહોર છે... આરત...

Categories
Share

અંતર નાદ

અંતર નાદ એટલે કે અંતર માંથી નીકળતો અવાજ. મારા ઈશ્વર માટે મારા અંતર માંથી અનાયાસે એમના તરફ ના પ્રેમ થી જે લાગણી મારા શરીર માં મનમાં અને હૃદયમાં ઉત્પન્ન થાય છે. તેને શબ્દો સ્વરૂપે લખવાની કોશિશ કરું છું, હરેક માણસ ને ઈશ્વર સાથે કોઈ અજ્ઞાત સબંધો હોયજ છે. ઘણી વખત માણસ ઈશ્વર સાથે કોઈને કોઈ સંવાદ કરતો જ હોય છે.આ મારા ઈશ્વર સાથે ના સંવાદો છે. જે સાચેજ મારા માટે અંતર નાદ છે.

હૃદય માં સ્પર્સ થયો તારો ને લાગ્યું

હવામાં સુગંધ કોઈ ગયું લહેરાવી..

મનમાં સ્પર્સ થયો તારો ને લાગ્યું

જીવનમાં આનંદ કોઈ ગયું લહેરાવી..

સંસારના સુખો કઈ કેટલા તે આપ્યા

જાત જાત ના વ્યનજનો એ ચાખ્યા

જીભામાં સ્પર્સ થયો તારો ને લાગ્યું

રોમ રોમમાં સ્વાદ કોઈ ગયું લહેરાવી..

મુખેથી નામ તારા કેટલાય જપ્યા

જાત જાતના દેવ મંદિરોય ભમ્યા

આંખોને સ્પર્સ થયો તારો ને લાગ્યું

અંતરમાં નાદ કોઈ ગયું લહેરાવી..

(1)

બાળપણમાં જ્યારે મૂર્તિઓ માં શોધતો તને

એ હજુ મને યાદ છે.

ત્યાં રોજ નવા મંદિરો હતાં અને રોજ નવી મૂર્તિઓ

પણ મારા હ્રદય નો ઈશ્વર તો

ત્યારે પણ એકજ હતો આજે પણ એકજ છે

અત્યારે એવી મૂર્તિઓ મારી સામે છે

અને ભવ્ય મંદિરો હું આંખ બંધ કરું તો પણ દેખાય છે

ફક્ત ત્યારે હું મૂર્તિઓ માં તને શોધતો

ફર્ક આજે હું મારામાં પણ તનેજ શોધુ છું

(2)

અગ્નિ માં બળી શુદ્ધ થયેલ સોના જેવું મારુ હૃદય નથી

છતાં હે પ્રભુ મારા હૃદય ની ક્ષમતા પ્રમાણે

હું તને સદા ભજતો રહીશ

કોઈ ઠોકરો ખાઈ પડી જઈશ તો

કોઈ પ્રસન્નતા માં ફરી ઉભો થઈશ

મારા પ્રેમ થી સદા હું તને ભીંજાવતો રહીશ

ત્યાં સુધી કે તું મજબુર થઈ મારી પાસે ન આવે

કે પછી મારો ધરતી પર નો સમય પૂરો થયે હું તારી પાસે ન આવું

વેદો નું મને જ્ઞાન નથી કે નથી સંગીત ની સમજણ

યજ્ઞો કરવાની પંડિતાઈ મારામાં નથી

મારા હૃદય માં ફક્ત એક તારા નામની ધૂન છે

જે સાંભળવા તું ક્યારેક તો જરૂર આવીશ

(3)

એક નજર તારી મૂર્તિ પર પડી

અને જાણે પૂરું સમય ચક્ર જ રોકાઇ ગયું

જાણે આ દુન્યવી મનની ઈચ્છાઓ અચનકજ અદ્રશ્ય થઈ ગઈ

કેટલી આતુરતા ના દિવા સ્વપ્ન પોતાની દિશા બદલી તારા તરફ વહેવા લાગ્યા

બીજા બધા શબ્દોના સમૂહો તૂટી બસ તારું ગાન ગાવા લાગ્યા

જાણે અમાસ ની રાતમાં એક તારા નામનો તેજસ્વી તારો

મારુ જીવન પ્રકાશિત કરવા લાગ્યો

કેટલી કૃપા છે તારી કે આ પૃથ્વી પર

હરેક જળતત્વ માં પણ તું ચેતના પુરવા લાગ્યો

(4)

કોઈ ખુશી નો સ્વાદ નથી મારા જીવન માં તારા વગર

અને કોઈ દુઃખ નો અજંપોય નથી તારા વગર

અમે તારા જ અંશ છીએ

અમારું સુખ અને દુઃખ કદાચ અમારા કર્મો થીજ નક્કી થાય છે

પણ કર્મો ક્યાં જીવ સાથે જોડાયેલા હોય છે

જીવ ઉપર તો એક તારું જ સામ્રાજ્ય છે

પૃથ્વી પર નું દુઃખ જીવ થી તો નથીજ

માત્ર શરીર અને મન થી જ છે

એ શરીર અને મન થી પર મારો જીવ બસ તને જ નિહાળે છે

(5)

એક થાકેલું શરીર અને હરેલું મન

આખા દિવસની ઉપાધિઓ લઈ સંધ્યા સમયે

તારા દર્શન માં મગ્ન થઈ ગયું

જાણે અનેક અંધકાર ભરી રાતો તારા તેજ થી

પ્રકાશિત થઈ ગઈ

તમરા ઓ ની ગુંજથી વાતાવરણ સંગીત મય બની ગયું

મનના તરંગી વિચારો સાંત બની

ઝરણાં ની જેમ વહેવા લાગ્યાં

આ જાણે પ્રકૃતિ ની બહાર મારો નવો જન્મ હોય

એવુંજ નવું જીવન

એક શરીર માં ધબકવા લાગ્યું

એજ જાણે તારા સ્વરૂપ નું પૂરું જ્ઞાન હતું

(6)

એક આશ્ચર્ય મને તારો પરિચય પૂછતું આવ્યું

મેં આકાશ માં નજર કરી

પછી નીચે ધરતી પર જોયું

સામે અને આજુ બાજુ ખુશી થી ઉલાળા મારતાં

મોટા મોટા વૃક્ષો હતા

રાત્રી નો આરામ પૂરો કરી

પક્ષીઓ અને પ્રાણી ઓ પોતાનો ખોરાક શોધવા નીકળ્યા હતા

વર્ષા ઋતુ ની એ સવાર હતી

દેડકા ઓ ના અવાજથી

આખું વાતાવરણ ગુંજતું હતું

ત્યાં વાદળાં ઓ ના ઘોંઘાટ માંથી

અમૃત ના બિંદુ ઓ જેવું જળ વરસતું હતું

આ દ્રસ્ય જોઈ મેં એટલું જ કહ્યું

“એ ક્યાં નથી”

(7)

હે ઈશ્વર મારા સવાલ નો એ જવાબ મને મળ્યો

તું ક્યાં છે ?

હું તને આજ પામી શકું છું

તું આ ખુલા આકાશ માં છે

તું આ લીલા પાંદડા ઓ માં છે

તું આ લહેરાતી હવાઓ માં છે

તું આ ઊડતાં પંખીઓ માં છે

તું આ ભીંની ધરતી ની ખુશ્બૂ ઓ માં છે

તારા હોવાના અહેસાસ થીજ પ્રકૃતિ જુમે છે

મારુ હૃદય એ જોઈ પરમાનંદ પામે છે.

(8)

સાંજે મેં જોયું આકાશ ભણી

તારાઓ કઈ અસંખ્ય હતા

બધાની ચમક અલગ હતી

પણ હું જેને શોધતો હતો એ ઈશ્વર કઈક અલગ હતો

પછી બેઠો આંખ બંધ કરી

ત્યાં અસંખ્ય સૂર્ય નો પ્રકાશ મળ્યો

મેં જાણ્યું કે તું એજ છે જેને હું શોધતો હતો.

(9)

તારી યાદમાં સદાય નીતરતી રહે છે મારી આંખો

તું મને બોલાવશે ક્યારેક હેત થી

હે પ્રભુ તારી કૃપા તો જો મારા પર

ફક્ત ઈચ્છા કરું ને તું મારી ઈચ્છા માં સામેલ થઈ જાય

એવા મિલાન ની રાહ માં

કદાચ તું પણ સમય ની જ રાહ જોતો હશે.

(10)

મારી વાળી માં સાદ કરીને બોલાવ્યો હતો મેં

નજરો નજર તો નહીં આંખ બંધ કરીને જોયો હતો મેં

હરખે કીધાં તા વધામણાં એમનાં

હરખે થી એ આવ્યો હતો

સંધ્યા પડી ને સુરજ આથમ્યો

હળવે થી હસીને વિદાય લીધી

પાછો આવશે જ ખાતરી આપી

પછી જાવા દીધો એમનેે

(11)

જીવન ના પહેલાં પગથિયે પગ મૂકતાં

સમજણ તો એવી પડી કે

છે કોઈ ઈશ્વર આ જગત માં

જેણે મને મોકલ્યો છે અહીં

લાવ તો જરા ગોતું એને

હોય કદાચ અહીજ

ફરિ વળ્યો હું ચોરે ચૌટે

વળી ખેતર પાદર ગોંદરે

તોય ના જડ્યો એ એનીજ સૃષ્ટિ માં

એજ બોલ્યો હું તારા મહી

(12)

પ્રભુ થી હું દૂર કેમ ગયો જ હોઈશ

દુઃખો થી ડરી ને કે સુખો ની લાલચ માં

દુઃખ છે જ તો ડરવાનું શાનું

અને સુખ તો એના વગર છે જ ક્યાં

ફક્ત પ્રકૃતિ ના બંધન માં ખોવાયને

રાતનાં અંધકાર માં ઘોર નિંદ્રા માં

સપનાં માં એક જ્યોતિ મને

સાદ કરીને પોકાર કરતી

એ તારોજ પોકાર હતો.

(13)

શહેર ની ઝાકમઝોળ માં જો હું ખોવાઇશ તો

તું મને ગોતીશ એ મારો વિશ્વાસ હતો

આપનો સંધિયારો કઈ એમજ

થોડો છૂટી જવાનો હતો

લાલચ અને દ્રષ્ટિ ના બ્રહ્મ મળ્યાંતા ઘણાં

વળી સોનેરી સ્વપ્નાઓ નો વરસાદ હતો

પણ હ્રદય હંમેશા બોલતું હતું

તું જ એક મારો હતો

(14)

વર્ષા ઋતુ ની એક સાંજ પળી

વીજળીના ચમકારા બહુ સારા હતાં

શહેરનાં ઘોંઘાટ માં પંખીઓ નો કલરવ તો ક્યાંથી હોય

કોઈ કોઈ જગ્યાએ મંદિરોમાં ઘંટનાદ થતા હતાં

કદાચ મારી જેમજ તને કોઈ બોલાવતું હશે

હવામાં પ્રસરેલી માટીની સુગંધ

તારી માળાની સુગંધ સાથે ભળી

તારા આવ્યાં ના એંધાણ પૂરતી હતી

(15)

તને ખબર નથી તારા અહેસાસ થી

જીવ કેટલો આરામ અનુભવે છે

થાકેલો હું શરીર અને મન થી

આખા દિવસ ના કામ ની જંજટ થી

સાંજ પડે ઘરે પહોંચી રોજ નવા દિવસ ની તૈયારી કરી

સુવા જાવ પછી યાદ આવે

આજના દિવસ માટે તારો આભાર માનવાનું ભૂલી ગયો

મને ખબર છે અમારો એક એક દિવસ નહીં

અમારી એકા એક ક્ષણ તારા જ આભારથી છે.

***