સર્જયા જ્યારે સંજોગ
નિધિ દવે ત્રિવેદી
ત્યાગ
દરિયાકિનારે રમતમાં મશગુલ છોકરો,
આજુબાજુની ભીડ એને ના નડે કે,નહોતી ફિકર મસમોટા મોજાંની,
તડકાની હાજરી એને જાણે જોઇ નહોતી,મનગમતું ઘર બનાવવાનું કામ કરતો,
દોડી દોડી શંખ વીણી લાવતો,ફરી ફરી જોવે તપાસે એનું કામ,
છેલ્લે એનો દરવાજો બનાવતો ત્યાં,
એના નામનો ટહુકો થતાં દોડી ગયો,
એનું ગમતું કામ અધુંરું મુકીને,હિંમત કરી એ પાછો વળી ગયો,
કદાચ એના બનતા ઘર કરતાં એ,ટહુકો એને વધુ મહત્નો હોય,એટલે જતું કર્યુ હોય એમ બને ને !!!
મિત્રની ભાવના
એ શેરની જતાં જતાં...મને અસંમજસમાં મુકતી ગઇ,રોજે લીમડાથી ઘેરાયેલ પેલા,અલમસ્ત રસ્તે આવ – જા કરતી,
આખરી વેળાએ ત્યાંથી જ તો વટભેર,એને વિદાય લેતાં જોયેલી,
એ જ નીડરતા અડગ કદમ,
સાચાબોલી હસતો તંગ ચહેરો,
અને અશ્રુભરી આંખ!!!એને છેલ્લે જોનાર – મળનાર – ભેટનાર,
એકમાત્ર બાકી રહેલ સાક્ષી એટલે હું,
અહમ સંતોષવો કે ખુશ થાવું મારે,
કે આ શેરનીને ઢીલી પડેલી જોવાનો મળ્યો લ્હાવો?
દુ:ખી થાઉં કે ખેદ કરવો મારે,
કે આ સહેલી છોડી ચાલી મને?
આનંદિત થાઉં કે વ્યગ્ર બનવું મારે,
કે ખાસ સમજી એને સચ્ચાઇ રજુ કરી મને?
એ જ સમજાતું નહોતું...
ચંચળ મન
સમી સાંજ ઢળી, હરતી – ફરતી આવી રાત,
વેગવંતો સુરજ ઢળ્યો આવ્યો શશિ ઝગમગતા તારલા સંગ,
શમ્યો પ્રકાશમાર્ગ પથરાયો તિમિર ચારેકોર,
વહેતા શાંત – નિર્મળ – શીતળતાના અણુ સુમન,
મહીં પ્રગટ્યો ક્ષણિક દીવો રાતે અંધકાર,
દિવસ આખો ખેલ્યો નકામો જંગ,
આશા – અપેક્ષા – ચિંતા – જીત સંગ,
અમોલ પળપળ વિતાવી રખડવા ખુશામત પરસંગ,
ચુક થઇ સમયયાત્રા અનંતા તરફ,
પસાર દિન – વર્ષ – આયખું ન જાણે કેટલા કલેવર!!!
અહર્નિશ આ જ ફરે ઘટના, નવ જંપે ચંચળ મન,અપાર પસ્તાવે “પડછાયો” દોહરાવે એ જ ભુલ...
પ્રથમ પ્રેમનો નશો
પહેલીવારના કરેલ નશાની ઉપડેલી તડપ,ચઢેલો કૈફ દોહરાવવાની ઝંખના,
સ્વને નાબુદ કરવા મેં રચેલું ષડયંત્ર,
ડુબકી લગાવી પાયમાલ થાઉં એ ઘેલછા,
સ્પર્શથી એના કંપારીમાં ધ્રુજવાની ચાહ,શ્વાસથી શ્વાસના મિલનરસનું પાગલપન,
પ્રસરેલી એની મહેકમાં ઓગળવાનું ઝુનુન,નાદના લહેકે એના ડુબવાની દીવાનગી,
પ્રક્રુતિ ઝરુખે એના ગુમનામ થવાની આવારગી,પીધેલ ચાહતના એના નશામાં કાયમી મદહોશતા મારી...
માનવ પ્રાણીશિયાળાનો મધરાતે સુસવાટા મારતો પવન,આછી આછી રેતના ઉડતા કણનો અવાજ અને,કબ્રસ્તાનમાં પાસપાસેથી ઉઠેલા આછા કિરણઅંશની વાતો,એક શાનદાર હવેલીએથી આવી ચઢેલો તો,બીજો નાનકા ખુશહાલ ઘરેથી આવી વસેલો,સમવયસ્કો સદીના મહેનતુ અનુભવો વર્ણવતાં,સમયની બલિહારીથી હાંસિલ એક્સ-ખજાનાની ચર્ચા,એનાથી પ્રાપ્ત સંતોષની પારાકાષ્ઠાના વિચાર,અંત અંજામના સ્થળની માહિતીની ખબર તોય,મળેલી પુંજીને મનેચ્છાએ વાપર્યાનો આનંદ,અહમ, ડંફાસ, ખેદ વિના જાણકારી લેતાં આપતાં,ને છેલ્લે આમ સુરજના અંશુએ બંને ઓગળી ગયેલા,ખરું કહેવાય નહીં!!!
સમયઅવળચંડા સમયનો ખોટો ભાર,સહનશીલતાની બધી હદ વટાવતો ગયો,જીદ્દી મનનો નીચવતો અડચણ પાડતો થાક,શબોરોજ આયખું ઝડપી ફેરવે પડદાં,સેકન્ડ – મિનિટ – કલાકની ઘડી અટકાતી ચાલે,ખુશી વેરતી ક્ષણ પતે જ ના એની ચિંતા,ઘેરતી ઉદાસી જાય ઝટ દોડતી એ ફિકર,આવનારા હોશિંલા ઉમળકાનો દિલધડક ઇંતઝાર,ગુજરેલા જમાનાએ આપેલ હળવી યાદગીરીનું દર્દ,વર્તમાને ખોરવાતી જતી પળ – પળની અવ્યવસ્થા,આમાં વ્યતિત- વ્યથિત જી – વનનું આખું માળખું.
સાથસ્થાનફેર કરી નવી જગ્યાએ કર્યુ ઉતરણ,અજાણ્યા મહોરામાંનો એક માત્ર જાણીતો નિહાળી,સુરક્ષીત હાશકારો નીકળ્યો પોતાપણાનો,ધુંધળા ચક્ષુ ચમક્યા,ઉતરેલા ઔષ્ઠ લહેરાયા,રસહીન ધડકન મહેકી,થંભેલા પગ ઉઠ્યા,અટકેલા હાથ ફરક્યા,શુન્યહીનતા વૈચારિક થઇ,ગમગીન દેખાતો માહોલ ઘડીકમાં ફેરવાયો,થોડા સમય પહેલાંની અકળામણ હવે,ગુલાટી ખાઇ હર્ષોલ્લાસે તબદીલ થઇ,નિ:ષ્પ્રાણ સામ્રાજ્ય એની નજર મીંટથી,પ્રાણવત ખીલી કાર્યરત દેખાવા લાગ્યું,અઢળક મેદનીવાળા આ જગતમાં એકાદ સાચા,સ્નેહ સથવારાથી જીવાય જાય એમ લાગ્યું.
દિલાસો’હું તારી સાથે છું’ નો દિલાસો તો અપાઇ ગયો,આ બોલ ફળે એટલી શક્તિ મળે તો સારુ,વચનની લેવડ દેવડ આપતા તો અપાઇ ગઇ,આ નિભાવવા જરુરી યોગ્યતા મળે તો સારું,મદદ કરવાના આશયે ડગ તો મંડાઇ ગયા,એ રાહે અડગ રહેવા સમર્થ બનું તો સારું,દર્દના ભારને ઓછો કરવા જવાબદારી તો લેવાઇ ગઇ,એ ભારને ઉઠાવવા સક્ષમ બનું તો સારું,શાંતિની અનુભુતિ કરાવવા વેણ તો દેવાઇ ગયું,એનો સંતોષ આપવા પુરતો પ્રયત્ન થાય તો સારું,તુટેલાને જોડવાની ઇચ્છા માત્રથી મોરચો મંડાઇ તો ગયો,અહીં અંત સુધી પડછાયો ટકી રહે તો સારું,નિ:સ્વાર્થ સેવા માટે ભાગીદારી તો નોંધાઇ ગઇ,એમાં ઇશ્વરી તત્વના સાથના થોડા એંધાણ મળે તો સારું.
રાહબસ ! તું ઘડીની રાહ તો જો...મારા ઉરધબકારના સ્પંદન હદયદ્વારે,તારું અનન્ય નામ ગુંથવામાં જ છે;મારા પ્રક્રુતિદત્ત આડા અવળા રેખાંકન,તારી અખંડિત છબી કંડારવામાં જ છે;મારા બગીચાના સર્વ પતપુષ્પ ખાલી મુકેલા,તારા સ્થાનના નિર્માણમાં જ છે;મારા રગેરગમાં વહેતી સતત રસધારા,તારા માટેના આંગનના માર્ગ રચનામાં જ છે;મારા અજાયબ ઉમટેલા ઉમળકાના ઝરુખા,
તારા માટેના શુંગારિક આભુષણ ઘડામણમાં જ છે;મારા સ્મુતિપટના તમામ નાના – મોટા ખાના,તારા સોનેરી સામ્રાજ્યને સમાવવામાં જ છે;મારા આંતરિક છલકતા ખયાલબંધ “સાથી”,તારા એકાંકી સરનામે પહોંચવામાં જ છે;મારા અસ્તિત્વની આગામી કહાની “સાથી”,તારામય થવાની તૈયારીમાં જ છે;બસ ! તું ઘડીની રાહ તો જો...
ક્યાંથી આપું?
આંખમાં ઉડતી ઝાકળ જેટલી જવાબદારી પડી છે,એમાં તારા હસતાં ચહેરાને સ્થાન ક્યાંથી આપું?દિલમાં છેદ ઉપર છેદ પડ્યા છે,એમાં તારી યાદને સ્થાન ક્યાંથી આપું?અતીતના વમળોની લાંબી ગુંચ પડેલી છે,એમાં આ નવીન મહોરાંને સ્થાન ક્યાંથી આપું?આવડી વિરાટ ગુંચ ઉકેલવાનો સમય નથી,એમાં તને મળવાનો સમય ક્યાંથી આપું?પડેલા વણઉકેલ્યા રહસ્યની પહેચાન મળતી નથી,એમાં નવા રહસ્ય બનાવવાનું ભાગ્ય તને ક્યાંથી આપું?
“પડછાયો” આંતરપેટીને ક્યારેક ખોલવા મથે છે,એમાં રોકાયેલા હાથ સપ્તપદી માટે તને ક્યાંથી આપું?
આપણે
પ્રેમીમિજાજની ઉડાને વચ્ચે – વચ્ચે હું અને તું આપણે,
અરસ પરસ સમજણ વડે મિશન પતાવી લઇશું;
અડચણને ઉત્સવ બનાવી વચ્ચે – વચ્ચે હું અને તું આપણે,
વારાફરતી એકબીજાની કમજોરીયા ઝીલતા રહીશું;
ઉમંગોની દિવાનગી વચ્ચે – વચ્ચે હું અને તું આપણે,
ખડખડાટ હાસ્યરંગની શીશી આમને સામને ઢોળતા રહીશું;
અટકેલા આનંદે વચ્ચે – વચ્ચે હં અને તું આપણે,
મૌલિક યોગ્ય દિશાસુચકના કર્તા – હર્તા બનતા રહીશું;
મળેલા ગૌરવ વચ્ચે – વચ્ચે હું અને તું આપણે,
પ્રાપ્ત પરિસ્થિતિને ખોબલે – ખોબલે બિરદાવતા રહીશું;
અતુટ ચાહતના સ્થાને વચ્ચે – વચ્ચે હું અને તું આપણે,વિશાળ વિશ્વાસ સમારંભમાં ભળી જઇશું;
ને આમ જીવતાં – જીવતાં હું અને તું એક બની જઇશું...
બેઠક
અલાયદા ઓરડે ગોઠવેલી બે ખુરશીમાં,પુર્વઆયોજીત ગુપ્ત બેઠક નિર્ધારિત સમયે મળેલી,
લાંબીલચક વાતોની તદ્દન ગેરહાજરી,
મોજુદ માત્ર સામસામે ઓળખવાનો નમ્ર પ્રયાસ,
ફરક બોલકણાનો આજે મૌનનો સ્વીકાર અને,બિન્દાસપણાનો શરમ – હયામાં ગોઠવણી,
આ મારું ઘર”, “કેમ છો”, બોલતાં આછેરી ફરતીનજર તપાસણીનું કામ પતાવે, તો સામે ઢળેલીફરકતી પાંપણ “હા ”ના ઇશારે નિરીક્ષણ કરે,
ઘણી જ ટુંકમાં પતી ગયેલી મૌની શરમાળ બેઠકને,સહજ નિખાલસતાની હાજરીએ સફળ બનાવી, જેછેલ્લે “ ખાસ બંધન” માટે જોડાવા બંને માટે મોકુફ રખાઇ...
તું માનીશ મને
ઓ યાર, તારી આમ નારાજગી એટલે,હજુ વિશ્વાસ મને કે તું પ્રેમ કરે છે મને...
ઓ યાર, તારો આમ હક્ક જતાવવો એટલે,
હજુ આસ્થા મને કે તને ગમું છું હું,ઓ યાર, તારું આમ રસ્તે ભટકાવવું એટલે,હજુ શ્રધ્ધા મને કે તને સતાવવું ગમે છે મને
ઓ યાર, તારી આમ ઢળેલી ત્રાંસી નજરો એટલે
હજુ આશા મને કે તને જોવી ગમે છે મનેઓ યાર, તારું આમ તુટક તુટક હાસ્ય એટલે
હજુ અપેક્ષા મને કે તને વાત તો કરવી છે મનેઓ યાર, તારા આમ રીસામણા એટલે
હજુ ભરોસો મને કે મનાવીશ હું અને તું માનીશ મને...
ઝઘડા પછીનું સમાધાનથાય જો નજરકેદ એ વળી દુશ્મન સામે
ભળે જો ઝેરમાં વધુ ઝેર ઘટનાને તો કેવું થાય?સ્મિતની ભાવાવહી બદલાય ને લાગણી ડામાડોળ,સર્જાય જો અકથ્ય સંવાદ મૌનને તો કેવું થાય?ધ્યાન જો રાખતા પણ ટકરાય નજર થી નજર,દીઠી જો તીરછી વેધકતા તિતિક્ષાને તો કેવું થાય?ગોઠવાય જો મુલાકાત મંડળીમાં હરતા – ફરતા,ઘવાયેલી જો સંબંધની મર્યાદા હાજરીને તો કેવું થાય?લાગેલી જો હોડ ઘર્ષણ અદેખાઇ દેખાદેખીમાં,જામેલો જો મુકાબલો બરાબરીનો અહમને તો કેવું થાય?
ભરપાઇ જો નુકશાનની સમાધાને અંતમાં સમાવેશ,બગાડેલી જો વ્યર્થ મહેનત પરીણામને તો કેવું થાય?
મિલન સમારંભએ ધ્યાન રાખજે...મેદની જોતાં આપણું લક્ષ્ય ન ભુલાય,બાકી મિલનની વેળાએ આરામથી પહોંચાશે;ફુરસદે આપણો આશય ઢીલો ન પડે,બાકી પરિશ્રમ રાહ થઇ નીકળાશે;સોનેરી કિરણોમાં જોશ ધુંધળું ન પડે,
બાકી ત્વરા ગતિએ હેતુ સિધ્ધ કરાશે;ઘોર અંધકારે આપણો મુકામ ન ખોરવાય,બાકી ધીમે પગલે પ્રેરણા એકઠી કરાશે;ઉઠેલી અગનજ્વાળા શમી ન જાય,બાકી ધારેલ સરનામું જોડે શોધાશે;અણધાર્યા માહોલના સંસર્ગે તુટી ન જવાય,બાકી આશાઇ દિવસો નિશ્ચિંત જ મેળવાશે;ઉત્સાહના ઢગલા નિરાશા ખાલી ના કરી દે,બાકી સાથ સહકારે આપણે જીત મેળવાશે;જુદાઇ જંગલે આપણો પ્રેમ ન ખોવાય,બાકી ધીરજ મક્કમ આપણો મિલનસમારંભ યોજાશે જ.
મનામણાતને યાદ હોય તો અગાઉ પણ કહેલું મેં,ડરતા કે તું મારી કમજોરીમાંનો એક છે;આમ કહેવાનો ગેરલાભ તું લઇશ કે નહિ,વિચાર્યા વગર છુટી વાત કરેલી તને,દુનિયાના રિવાજ આ સંબંધમાં ન પરોવ્યા,કે ના કાવાદાવાના કોઇ નિયમ જોડ્યા,નિ:સ્વાર્થ પ્રેમમાં ખુશી આપું તને,
એ જ લક્ષ્ય સાધવું મારે તો,છતાં નારાજ થઇ મને સતાવે એમ તો કેમ ચાલે?નાની નાની ક્ષતિ તું મારી સ્વીકારે,બાંધછોડ થોડી હું કરી લઉં,બંધનને જોડે શણગારી લઇએ અને
એકમેકને સમજી “મેટર” પતાવી દઇએ,તો ન ચાલે?
સાથી
ખોટું થઇ ગયા પછી સ્થાન છોડી દઇને,શિખર અનેક બહાના – દલીલોના સહારે,ડર છુપાવવા બીજાં મહોરાં ચડાવતો,તાકીને બેસેલા વિરોધીઓથી બચતો,ટુંકમાં સચના રહસ્ય છુપાવવા મહેનત કરતો,ખુબ સાચવી સજાકતા દાખવી અંતે મળ્યો એ શિખાને,જે ગમે એટલે ખાસ કે ખાસ એટલે ગમે એવું કાંઇ,એનાથી ના રીસ ચડે કે ના કંઇ છુપાવવાનું ફાવે,ગુસ્સો ખોવાય અને હાશકારો એની જોડે લાગે,ભેટી શિખાને ધ્રુસકે ચઢી એકીશ્વાસે ઘટના દોહરાવી ગયો;વાત જે શિખરે બધાથી છુપાવેલી આખરે અહીં જાહેર કરી,સાથી ને એટલે ભગવાનનો દરજ્જો મળ્યો,હોવાનું અનુમાન કરી શકાય ને!!!
મુંઝવણ
સંકલ્પ અને ઇચ્છા હતા તો “ટ્યુનિંગ”માં “બેસ્ટ”,બંને લટારે નીક્ળ્યા ત્યારની વાત,ઇચ્છાની બધી ફરમાઇશ સંકલ્પ પુરી કરી આપતો,અધવચ્ચે સફરની ભુલભુલામણીમાં,થોડીક ગુંચ પડતાં ખોવાઇ જવાનો,બધો દોષ ઇચ્છાએ સંકલ્પ પર ઢોળેલો,પેલો ત્યાં જ ઇચ્છાની રાહમાં ઉભેલો,છતાં શોધ માટે વિના પ્રયત્ને નિરિક્ષણ વગર,સફરમાં પેલી વિકલ્પને જઇ ભટકાઇ,વિકલ્પ સાથે શરુમાં ઇચ્છાને ફાવતું,ક્યારેક ક્યારેક સંકલ્પ આવે એને યાદ,ધીમે ધીમે ડામાડોળ સર્જાયા સંજોગ,પછી તો ખુદ એ જ થઇ “કન્ફયુઝ”,સંકલ્પ – વિકલ્પની ફેર પસંદગીમાં.
***