Anu - 6 in Gujarati Short Stories by Meghna mehta books and stories PDF | અનુ - 6

Featured Books
Categories
Share

અનુ - 6

આગળ આપણે જોયું કે દેવ અનુ ને મૂવી જોવા લઈ જાય છે. ત્યાં થી પાછા ફરતી વખતે દેવ અનુ ને પોતાના દિલ ની વાત કહે છે. અને અનુ વિચારવા માટે સમય માંગે છે. હવે આગળ.....

અનુ દેવ ને હા પાડવા નો નિર્ણય કરે છે. તેને દેવ ના શબ્દો યાદ આવે છે કે અગર એ નિર્ણય લઈ લે તો દેવ ને અડધી રાતે પણ કઈ દે. આથી અનુ રૂમ ની બહાર નીકળી દેવ નો દરવાજો ખટકાવે છે.

દેવ દરવાજા પર ટકોરા પડતા ઝડપ થી દરવાજો ખોલે છે. અનુ ને જોઈ ને તે નર્વસ થઈ જાય છે. તે અનુ ને પૂછે છે કે શું તે તેનો નિર્ણય જણાવા માટે આવી છે? અનુ દેવ ને કહે છે કે મને આપણા રૂમ માં અંદર નહીં આવવા દો. દેવ અનુ ને સોરી કહી અંદર આવવા માટે કહે છે. અનુ હસી ને કહે છે કે લાગે છે કે તમે મારી વાત ધ્યાન થી નથી સાંભળી. મેં કહ્યું કે મને આપણા રૂમ માં નહિ આવવા દો? અનુ ની વાત સાંભળીને દેવ ખુશ થઈ જાય છે અને કહે છે કે શું એનો મતલબ તમારી હા છે? અનુ શરમાઈ ને પાંપણો ઢાળી દે છે.

દેવ એટલો ખુશ થઈ જાય છે કે તે અનુ ને ભેટી પડે છે. અનુ પણ દેવ ને પ્રતિસાદ આપે છે. અનુ માટે આ પુરુષ નો પ્રથમ સ્પર્શ છે. તેના શરીર માંથી મીઠી ઝણઝણાટી પસાર થઈ જાય છે. તે શરમાઈ જાય છે. દેવ ને ભાન થાય છે કે તે અનુ ને ભેટી પડ્યો છે . તે અનુ ને સોરી કહી ને તેના થી અલગ થાય છે.

અનુ કહે છે કે સોરી કહેવાની જરૂર નથી.ત્યાર બાદ તે દેવ ને કહે છે તેને તેના પિતા ને બધી વાત જણાવી દીધી છે. તેના પિતા ને તેમના સંબંધ સામે કોઈ વાંધો નથી.પણ તેમનો સંબંધ ત્યારે જ આગળ વધશે જ્યારે દેવ પણ તેના માતા પિતા ની સંમતિ મેળવશે. દેવ અનુ ને હા કહે છે અને તે કાલે સવારે જ તેના માતા પિતા ને અનુ સાથે મેળવશે એમ કહે છે.

અનુ ને પોતાની પસંદગી પર ગર્વ થાય છે.આજ ના જમાના માં જ્યાં છોકરો અને છોકરી પ્રેમ ને માત્ર શારીરિક જરૂરિયાત પૂરી કરવા માટે ના સાધન તરીકે જોતા હોય છે ત્યાં આવો પ્રેમ મળવો ખૂબ જ અઘરો છે. અનુ પોતાના રૂમ માં જવા માટે પગ ઉપાડે છે. તે દેવ ને કહે છે કે હું જાઉં છું. દેવ તેને ના કહે છે અને તેનો હાથ પકડે છે . અનુ તેનો હાથ છોડાવા પ્રયત્ન કરે છે પણ દેવ તેને પોતાની તરફ ખેંચે છે. અનુ અચાનક ના ખેંચાણ થી સંતુલન ગુમાવે છે અને તે દેવ ની ઉપર પડે છે. અને અનુ અને દેવ બન્ને બેડ પર પડે છે. દેવ નીચે અને અનુ તેની ઉપર બન્ને ની આંખો મળે છે. અનુ દેવ ના શરીર પર માથું ઢાળી દે છે.

દેવ માટે તો Dream come true situation હતી. તેને વિશ્વાસ નહોતો આવી રહ્યો કે આ હકીકત માં બની રહ્યું છે.દેવ હળવે થી અનુ નું માથું ઊંચું કરે છે અને તેના કપાળ પર ચુંબન કરે છે.તે અનુ ને કહે છે કે તે અનુ ને ખૂબ જ પ્રેમ કરે છે. અનુ શરમ થી તેની આંખો ઢાળી દે છે.તે પોતાની મર્યાદા સમજે છે.પરંતુ આ ક્ષણો જ એવી હોય છે જ્યારે હૃદય ને કાબુ માં રાખવું ખૂબ જ કઠિન થઈ જાય છે.

અનુ નો શ્વાસોશ્વાસ ઝડપી બની જાય છે. તે આ માદક પળો માં ખોવાઈ જાય છે. તે દેવ ને જોર થી ભેટી પડે છે. અને દેવ પણ તેને પ્રતિસાદ આપે છે. દેવ અનુ ના આલિંગન થી ઉત્તેજના અનુભવે છે. તેને લાગે છે કે હવે તેના જીવન માં કોઈ કમી નથી. નીચે કંઈક અવાજ થતા તેઓ અલગ થાય છે.અનુ દોડી ને પોતાના રૂમ માં જતી રહે છે.

બીજા દિવસે સવારે દેવ અનુ ના રૂમ નો દરવાજો ખખડાવે છે. થાક અને ઉજાગરા ના કારણે અનુ ઊંઘી રહી હોય છે.દરવાજા પર ટકોરા સાંભળી ને તે દરવાજો ખોલવા ઊભી થાય છે. દેવ ને જોઈ ને સ્મિત આપે છે. દેવ અનુ ને કહે છે કે તે તૈયાર થઈ ને જલ્દી થી નીચે આવે.

દેવ તેને કહે છે કે તેના માતા પિતા રાહ જોઈ રહ્યા છે અને તે તેમને બધું જ કહી ચુક્યો છે. અનુ પંદર મિનિટ માં તૈયાર થઈ ને આવું એમ કહે છે.દેવ મસ્તી માં અનુ ને કહે છે કે શું હું મદદ કરવા અંદર આવું? અનુ હસી ને કહે છે કે એ હક એને લગ્ન બાદ મળશે. ગઈકાલ રાતે તેઓ બહેકી ગયા હતા પણ હવે તેવું ના થાય તેનુ ધ્યાન તે રાખશે.

દેવ અનુ ને કહે છે કે ભલે અનુ ને લાગે છે કે તેમને જે કર્યું તે અનુચિત છે પણ તેના માટે તો તે પ્રેમ વ્યક્ત કરવાની રીત છે.એમ કહી તે ત્યાં થી જતો રહે છે.અને અનુ પણ ફટાફટ તૈયાર થવા જાય છે.

અનુ ગુલાબી રંગ નો પંજાબી ડ્રેસ પહેરે છે . તેને અનુરૂપ બિંદી , બુટ્ટી પહેરે છે.તેના વાળ ને તે ખુલ્લા છોડી દે છે. તે આજે કોઈ કસર રાખવા માંગતી નથી. તે દેવ ના માતા પિતા ને ના કહેવા માટે નો કોઈ મોકો આપવા માંગતી નથી. તૈયાર થઈ ને અનુ નીચે જાય છે.

દેવ અનુ ને જોતો જ રહી જાય છે. અનુ એટલી સુંદર લાગી રહી છે. દેવ ના માતા પિતા ને પણ તેમની ભાવિ પુત્રવધુ ગમે છે. દેવ અનુ અને તેના માતાપિતા ની ઓળખાણ કરાવે છે.

અનુ દેવ ના માતાપિતા ને પગે લાગે છે. તેઓ અનુ ને બેસવા માટે કહે છે અને તેની સાથે વાતો કરે છે.તેઓ અનુ ને તેના માતાપિતા અને ગામ વિશે પૂછે છે. તેઓ અનુ ને કહે છે કે અનુ શ્રીમંત નથી એનાથી તેમને કોઈ ફરક પડતો નથી.તેઓ કહે છે કે તેઓ અનુ ના પિતા ને મળવા માટે તેના ગામ આવશે અને ત્યાં આવી ને તેનો હાથ પોતાના દીકરા માટે માંગશે.

અનુ શરમાઈ ને પોતાના રૂમમાં જાય છે.ત્યારબાદ દેવ પણ તેની પાછળ તેના રૂમ માં જાય છે.જેની અનુ ને ખબર નથી.દેવ તેને પાછળ થી પકડી લે છે.અને તેને પૂછે છે કે મારા સપના ની રાજકુમારી હવે તો તમે ખુશ છો ને? અનુ હા પાડે છે.

અનુ તેના પિતા ને ફોન લગાડે છે અને બધી હકીકત થી વાકેફ કરે છે. અનુ ના પિતા આ વાત જાણી ને ખૂબ જ ખુશ થઈ જાય છે.દેવ મનસુખભાઇ સાથે વાત કરે છે અને કહે છે કે પપ્પાજી ! હવે તમારી દીકરી ની ચિંતા છોડી દો. હવે એ મારી જવાબદારી છે.

માતાપિતા અને સગા વ્હાલઓ ની હાજરી માં દેવ અને અનુ ના લગ્ન ખુબ જ ધામધૂમ થઈ ઉજવાય છે. આમ , દેવ અને અનુ લગ્ન કરીને જીવન ભર ના સથી બની જાય છે.

દેવ અને અનુ ની આ સફર માં તમે પણ સાથ આપ્યો છે અને આ સફર તમને પસન્દ આવી હોય તો પ્રતિભાવ જરૂર આપજો.

સમાપ્ત.