Amuk Sambandho Hoy chhe - 9 book and story is written by Dharmishtha M Parekh in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Amuk Sambandho Hoy chhe - 9 is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. અમુક સંબંધો હોય છે... - 9 by Dharmishtha parekh in Gujarati Love Stories 65 1.5k Downloads 4.4k Views Writen by Dharmishtha parekh Category Love Stories Read Full Story Download on Mobile Description આગળ ભાગ ૮ માં આપે જોયું કે,દેવાંગ માળીની વાતનો જવાબ આપ્યા વિના જ બગીચેથી ઘેર જવા નીકળે છે. બે ત્રણ ડગલા ચાલતા તેમની નજર નીચે જમીન પર પડેલ જાનવીના ઝાંઝર પર પડે છે. અનમોલ એ ઝાંઝરને જાનવીના સ્નેહની નીસાની સમજી પોતાના ખિસ્સામાં મુકે છે. તેમની પાસે કાર હોવા છતાં આજે તે ચાલીને ઘેર જઈ રહ્યો હતો. રસ્તામાં તેમને જાનવીના તમામ વાક્યો ફરી ફરીને યાદ આવી રહ્યા હતા. રસ્તા પર ચાલી રહેલ દરેક કપલમાં તેમને અનમોલ અને જાનવી જ દેખાઈ રહ્યા હતા. ક્યાંક રસ્તા પર વરસતા વરસાદમાં ગરમા ગરમ પકોળા ખાઈ રહેલ નિહાળે છે તો ક્યાંક મકાઈનો શેકેલ ડોડો ખાઈ રહેલ નિહાળે છે. પોતાનું ઘર ગાર્ડનથી સાવ નજીક હોવા છતાં આજે તેમને ખુબ દુર લાગી રહ્યું હતું. દેવાંગ કાયમ રાત્રે ઘેર મોડો જ આવતો. ક્યારેક મોડે સુધી ફૂટપટ પરની બેંચ પર બેસી રહેતો તો ક્યારેક ઓફિસે જ સુઈ જતો માટે તેમની પત્ની કાવ્ય દરવાજો અંદરથી લોક કરી સુઈ જતી. દેવાંગ હમેશા પોતાના ખિસ્સામાં પોતાના ઘરની એક ચાવી અચૂક રાખતો માટે ડોરબેલ માર્યા વિના ચાવીથી દરવાજો ખોલી અંદર આવી જતો અને ભૂખ હોય તો ડાયનીંગ ટેબલ પર ઢાંકીને રાખેલ ભોજન ખાઈને સુઈ જતો. આજે વર્ષો બાદ તેમને પોતાનો ભૂતકાળ વર્તમાનમાં દેખાઈ રહ્યો હોવાથી દેવાંગ જમ્યા વિના જ બેડરૂમમાં સુવા જતો રહે છે. થોડીવાર બાદ તેમને ખ્યાલ આવે છે કે પોતાના કપડા ખુબ ભીના છે. માટે કપડા ચેન્જ કરી બેડ પર લાંબો થાય છે. સતત બે કલાક સુધી બેડ પર પડખા ફેરવે છે પણ તેમને ઊંઘ આવતી નથી. દેવાંગનું શરીર થાકને કારણે આરામ ઇચ્છી રહ્યું હતું પણ મનમાં ઉઠેલ વિચારોના તુફાને તેમની ઊંઘ છીનવી લીધી હતી. તેમની આંખ સમક્ષ વારેવારે જાનવી, અનમોલ અને એન્જલનો ખુશીથી ખીલેલ ચહેરો આવી જતો હતો. તે વિચારોના તુફાન માંથી બહાર નીકળવા બાલ્કનીમાં આવી પોતાના મોબાઈલમાં ઈયરફોન જોડી એફ એમ સાંભળવા લાગે છે. મોટા ભાગે રાત્રીના ૧૨ વાગ્યા પછી એફ એમ પર જુના ગીતો જ સાંભળવા મળે છે. Novels અમુક સંબંધો ? હોય છે ભગવાન શ્રીકૃષ્ણની પત્ની રૂક્ષ્મણી હતી આમ છતાં આપણે સૌવ કૃષ્ણરાધા અને કૃષ્ણમીરાંના સંબંધમાં રહેલ પ્રેમને પવિત્ર માનીએ છીએ. કારણ કે એમના સંબંધમાં નિર્મળ... More Likes This સાંચી નો પ્રેમ..! (ભાગ - 1) by outofworldthough અઘૂરો પ્રેમ - 1 by Grishma Shah જોધા અકબર એક પ્રેમકથા by Munavvar Ali પ્રેમની એ રાત - ભાગ 1 by Tejas Vishavkrma પ્રેમ થાય કે કરાય? ભાગ - 1 by Tejas Vishavkrma પ્રેમતૃષ્ણા - ભાગ 1 by Rupal Jadav When the love begins with hate - 4 by Arti Vyas More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Gujarati Crime Stories