Description
દે દામોદર, દાળ માં પાણી..!! ”વાત વધી કોઈ વાત ને જાણી,દે દામોદર દાળમાં પાણી,નોતરાંમાં છે ગોટમગોટા;નોતર્યા નાના ને આવ્યા મોટા,વાટકા લાવ્યા એવડા મોટા,પીરસનાર ની ભૂલ દેખાણી,જેને લીધે થઇ છે ઘાણી,દે દામોદર દાળમાં પાણી,તાપ વધ્યો ને તપેલું ચીબું,ઉકળી દાળ ને ઉછળ્યું છીબું,ત્યાં પડેલું બોલ્યું લીંબુ,થોડી ઉભરાણી, થોડી ઢોળાણી,જેની રસોડે છે એંધાણી,દે દામોદર દાળમાં પાણી,કેટલી સંખ્યા કો’કને પૂછી,દાળ ઓરાણી વાત માં ઓછી,ને ભાત વેળાએ તાણાતાણી,દે દામોદર દાળમાં પાણી,એના વરામાં શું ઠેકાણું ?વાલ બોલ્યાં, પતરાળું કાણું,કો’કને ભાણે ક્યાંક અથાણું,ઠીક વરાની વાત ફેલાણી,એનીજ છે આ રામ કહાણી,દે દામોદર દાળમાં પાણી,આંગળી બોલી કોળિયો રીઢોશાક તાડુકયું લાડવો મીંઢો,બેઉની એવી છે આ ઉઘરાણીકેમ રીસાણી, ક્યાં સંતાણી ?ભાત