Description
કરસન ભાઈ મન ના વીચારો સાથે ક્યારે મંદિર પાસે આવી ને ઊભા રહયા ખબર જ ના રહી, પગથીયા ચડતા જ એક અવાજ તરફ ઘ્યાનગયુ.કેમ છો કાકા ? કીસન આવી ગયો ?ના રે રમણ હજી વાર છે તે તુ પણ જટ ચાલ્યો આવજે કીસન આવે એટલે. એ ભલે કાકા જરા પેલા બેંક મા જતો આવુ. કરસન કાકા બેંકમાં જતો આવુ એ વા્કય પર ચોંકી ગયા કંઈક યાદ આવી ગયુ. કરસન કાકા મન માં વીચારવા લાગ્યા કે કેવી નસીબ ની બલીહારી ? સમય કેવો વળાંક લઈ લે છે? વષોઁ પેલા કંઈક આવુ જ એ મનોજ ના મોં થી સાંભળતા હતા.સમયે એ બધુ જ છિનવી લીધું પેલા પત્નીપછી પુત્ર, એ દિવસ યાદ આવી ગયો જ્યારે મોડી રાતે રમીલા એકદમ ધભરાયેલી નીચે આવી હતી. બાપૂજી જરા જુવો ને મનોજ ની તબીયત સારી નથી લાગતી એમને છાતી માં દુખાવો થાય છે જટપટ કરસન ભાઈ ઊપર દોડી ગયા જુએ છેતો મનોજ એકદમ પસીના થી તરબતર હતો અને સ્વાસ ની તકલીફ પણ લાગી, દોડી ને એમણે આજુ બાજુ બઘા ને ભેગા ક્યાઁ રમણ પણદોડી ને આવી ગયો તરત મનોજ ને હોસ્પીટલ લઈ ગયા હતા પણ કુદરતે કંઈક બીજુ જ વીચારી રાખ્યુ હતુ, બઘુ જ ચાલી ગયુ મનોજએની માઁ પાસે અમને નોંધારા મુકી ચાલ્યો ગયો. જીવન થી હારી ગયેલા કરસન કાકા રુમ ના ખૂણાં મા એક તરફ ઊભા રહી મનોજ નીઅથીઁ તરફ જોતા રહ્યા. પુત્ર ની અથીઁ ઊપાડી ત્યારે જીવન નો સૌથી મોટો ભાર ઊપાડ્યા નો અહેસાસ થયો હતો પણ જયારે કીસન તરફનજર જતી ત્યારે હીંમત આવી જતી, અતીત માં પહોંચેલા કરસન કાકા ને પુજારીજી એ ખભા પર હાથ રાખી ચોંકાવ્યા, અરે કરસન કયાંખોવાયેલો છે? દશઁન નથી કરવા કે શું ? એ જય દ્વારકાઘીશ પુજારીજી.. દશઁન તો કરવાનાં જ હોય ને પણ જુવો ને આ બધા એના જ ખેલ,મોહ માયા માં જકડી રાખે છે. ઈ તો છે બેટા પણ માણસે પોતાનું કર્મ ના ભૂલવું જોઇએ. સાંભળ્યુ છે કે તારો કીસનીયો આવે છે.એ હા પુજારીજી બસ આવતો જ હસે લ્યો તારે આજ્ઞા આપો. કહી કરસન કાકા મદિંર ના ગર્ભ ગૃહ તરફ ગયા.એ હા હો ભાઈ દ્વારકાઘીશ ભલું કરે હો. * * * *આખી રાત પડખાં ફેરવતા કાઢી સવાર થતા જ કીસન બાલ્કની મા આવી ઊભો રહ્યો નીચે વાહનો ની અવર જવર જોતો રહ્યો મન તોક્યારનું બેચેન હતુ વારે વારે એક જ વિચાર સતાવતો હતો કે શું માઁ અને દાદાજી મારી વાત સમજી સકશે ખરાં? કેવી રીતે હું એમનોસામનો કરીશ જ્યારે ફોન પર વાત કરી ત્યારે કહી તો દીઘું હતુ પણ નજર કેવી રીતે મીલાવીશ કંઈ જ સમજાતું નથી.મન થયું હજીએકવાર ફોન કરી માઁ નુ મન જાણું પણ હવે હીંમત રહી જ નથી જઈ ને જ વાત. એણે હજી પણ સુતી અદિતી તરફ એક નજર નાંખી પંખાની હવા થી તેના વાળ ની એક લટ કપાળ ની વચ્ચે આવી ગયી હતી, કેટલી સુંદર લાગી રહી હતી, આ એ જ અદિતી જેણે છેલ્લા પાંચવર્ષ થી એની સાથે દુખે દુખી અને સુખે સુખે સુખી થયી હતી જ્યારે ગામ છોડી પેલી વાર એકલો આ શહેર માં આવ્યો ત્યારે અદિતી એજ સાથ આપ્યો હતો, ગામ માં ઊછરેલો કીસન શહેર ની દોડભાગ માં જ્યારે અટવાયો ત્યારે ભણવાં નુ છોડી પાછો ગાંમ માં જવાનોનિર્ણય લીઘો હતો ત્યારે અદિતી એ જ હાથ પકડી સમજાવ્યો હતો, ત્યારે જો અદિતી નો સાથ ના હોત તો હું આ મુકામ પર પણ કદાચ નાહોત. એકીટસે અદિતી ને જોઈ રહેલો કીસન વિચાર માં અટવાઇ ગયો ત્યાં જ અદિતી આંખ ખૂલી. ગૂડ મોઁનીગ કીસુ કેમ આટલો જલ્દી જ ઊઠી ગયો ? ગૂડ મોઁનીગ હની, બસ એમ જ આંખ જલ્દી ખૂલી ગઈ પણ બઘું તૈયાર છે ને તે તારું પેકીંગ તો કરી લીઘુ છે ને?ઓહ તો આમ વાત છે જલ્દી ઊઠવાનીં મીસ્ટર કીસન? જરા રોમેન્ટીક મૂડ માં આવી અદિતી કીસન પાસે આવી ઊભી રહી, કેમ ગામ માંજવાની મન્મી ને મળવાની દાદાજી ને મળવાની ખૂબ તાલાવેલી લાગી છે નહી? ચલો અદિતી હવે તો આંપણુ પત્તુ કપાયું કોણ જાણે ત્યાંપહોચીં આ કીસન મહારાજ આપણ ને ઓળખશે કે નહી, બોલી અદિતી એ પોતાનો હાથ માંથા પર મૂક્યો, કીસન અદિતિ નું નાટકસમજતાં જ તેના ગાલ પર ટપલી મારી બોલ્યો નૌટંકી છોડ ને ચા પીવડાવ હમણાં ગાડી આવી જશે.ઠીક છે બોસ જો હુકુમ કહી અદિતિ રસોડા તરફ ચાલી ગઇ તેને જતી જોઈ રહેલો કીસન ને ફરી હલ્કી પીડા થયી પણ બીજી પળે દાદાજીનો ખ્યાલ આંવતા જ મન ને હળવાશ થઈ કોઇ નહી તો દાદાજી તો જરુર સમજશે વીચારી પોતાનું રહી ગયેલુ પેકીંગ કરવા લાગ્યો, અચાનક જ યાદ આવતાં અલમારીં તરફ ગયો ને અલમારી ખોલી બે ગીફ્ટ પેકેટ બહાર કાઢ્યા જે ગઈ કાલે સાજેં અદિતિ સાથે જઈ નેએ મમ્મી અને દાદાજી માટે લઈ આવ્યો હતો બરાબર તેને બેગ મુકી રુમ ની બહાર આવ્યો હજી અદિતિ રશોઈ માં હતી તેને લાગ્યુંઓફીસે એકવાર ફોન કરી બઘી માહીતી આપી દેવી જોઈએ ત્યાં જ ડોરબેલ વાગી અને કીસન દરવાંજા તરફ ફયોઁ દરવાજો ખોલતાં જસામે ધોતી જભ્ભા માં સજ્જ માથેં ટોપી પહેરેલાં અને સાથે થેલી લઈ ઊભેલી વ્યકતી ને જોઈ કીસન નાં ચહેરા પર આદર ભાવ નીલાગણી આવી, અંદર થી અદિતિ પોતાના હાથ લૂંછતી બહાર આવી, કોણ છે કીસુ?? અને સામે વાળી દરવાજા માં ઊભેલી વ્યક્તી જોઈઆનંદ મા આવી જઈ અરે ગોપાલ કાકા તમે આટલી સવાર માં અમને કીધું હોત તો અમે આવી જાત કાકા દોડધામ શું કામ કરી? અરે જરા ખમૈયાં કર અને અંદર તો આવા દે, કીસન ને વચ્ચે ઊભો રહેયા નુ ખ્યાલ આવતાં જ એકદમ ખસી ગયો અરે કાકા માફ કરોઆવો અંદર આવો. ગોપાલ કાકા અંદર આવી શોફા પર આરામ થી બેઠા માંથે થી ટોપી ઊતારી બાજુ માં મૂકી અને સાથે લાવેલી થેલીહાથ નાં જ પકડી રાખી ત્યાં જ અદિતિ પાણી નો ગ્લાસ લઈ આવી પહોંચી ગ્લાસ હાથ માં લેતાં જ ગોપાલ કાકા બોલ્યાં તો બઘી તૈયારીથયી ગઈ જવાની કીસન બેટા? હા કાકા તૈયારી તો થયી બસ ઓફીસે ફોન કરી જ રહેયો હતો ને તમે આવ્યાં પણ ચીંતા ના કરો મે બઘુ જ મી. સંધવી ને સમજાવી દિધુંછે, તમે બસ તમારી તબીયત સાચવજો બહુ દોડધામ ના કરતાં. હા ભઈ હા તારા જેવો દિકરા જેવો જમાઈ હોય તો શેની ચીંતા કહી ગોપાલ કાકા સાથે લાવેલી થેલી માંથી સુંદર પેક કરેલા બે પેકેટકાઠ્યા અને નજીક ઊભેલી અદિતિ હાથ માં મુકતા બોલ્યા જો ભાઈ કીસન લગ્ન તો રાતો રાત લેવા પડ્યા જેમાં કરસન ભાઇ અને વેવણની હાજરી નોતી પણ મારા તરફ થી આ નાનકડી ભેટ એમને આપજે આજે જો અદિતિ ના માઁ બાપ હોત તો એમની આંખ ખુશી થીછલકાઈ હોત. કીસન એકદમ નજીક આવી ને બાજુ માં બેસતા જ બોલ્યો કાકા આવી ક્યાં જરુર હતી બસ આર્શીવાદ બહુ છે તમારા.એ તો હમંશા રહેશે ભાઈ, ચાલો આજે ઘરે થી નીકળ્યો જ છુ તો જરા ઓફીસે આંટો મારતો આવું કહી ગોપાલ કાકા એ બાજુ માં રાખેલીટોપી માંથે પહેરી અને ઊભા થયા તમે વેળાસર નીકળી જજો બહુ મોડું ના કરતા અને પહોંચી સમાચાર દે જો કહી ગોપાલ કાકા દરવાંજાતરફ ગયા કીસન અને અદિતિ એ ગોપાલ કાકા ના આર્શિવાદ લીધા ને કીસન, કાકા ને નીચે ગાડી સુધી મુકવાં આવ્યો અદિતિ નથીએટલે પૂછું છું દિકરા ઘરે વાત તો કરી દીઘી છે ને? કાકા એ પાછળ ફરી એકદમ જ સવાલ કર્યો. હા કાકા તમે એની ચીંતા ના કરો બધુ બરાબર છે. એ સારં સારું દિકરા લે તારે આવજે. ગોપાલ કાકા રવાના થયાં.ઊપર જતાં જ અદિતિ અને કીસન જવા ની તૈયારી લાગી ગયાં થોડી જ વારે ડોર બેલ વાગી અને અદિતિ એ દરવાજો ખોલ્યો અરે આવીગયો તું ભાઈ?હા બહેનજી ગોપાલકાકા એ જલ્દી આવાનું કહ્યુ હતુ. ચલ ઠીક છે આ બેગ જઈને ગાડી માં ગોઠવ અમે નીચે આવીએ છીએ.થોડી વાર માં જ કીસન, અદિતિ ગાડી માં ગોઠવાઈ ગયા.