dariyana petma angar - 9 book and story is written by Manoj santoki patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. dariyana petma angar - 9 is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. દરિયાના પેટમાં અંગાર - 9 by MaNoJ sAnToKi MaNaS in Gujarati Fiction Stories 10 1.3k Downloads 3.9k Views Writen by MaNoJ sAnToKi MaNaS Category Fiction Stories Read Full Story Download on Mobile Description જોબ પરથી આવી ગયો . સાંજના સાત વાગ્યા હતા . ફ્રેસ થઈ ટીવી ચાલુ કરુ . સમાચારની તો વણઝાર લાગી ગઈ . આ પક્ષના આગેવાને આ પક્ષના છુટાછેડાના દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા . કારણ એટલે જ સામે આવ્યું વિધાનસભાની ટીકીટ ન મળી . એટલે બીજી પાર્ટીનો ઝંડો લઈ બહાર આવ્યા અથવા અપક્ષમા પોતાની ઉમેદવારી નોંધવી . જે હોય તે પણ એક સીટ પર મબલક ઉમેદવારી ફોમ આવતા એવું લાગે છે કે આ લોકોને સમાજસેવાનુ કુતરુ કરડી ગયું હોય . પાછળના લેખમાં પણ મે વાત કરી હતી હાઈકમાન્ડની . ઉમેદવાર નક્કી કરવામાં સેન્સ લેવામા આવે છે . જે તે પક્ષના કાર્યકરો જે તે ઉમેદવારને મજબુર કરવા અને ટીકીટ અપાવવા હાઈકમાન્ડના પ્રતિનિધિ સામે રજુ થાય છે . પણ ઘણી સીટ પર મે જોયું છે કે લોકો જે ઉમેદવાર પસંદ કરે છે તેને પાર્ટી ટીકીટ નથી આપતી તેની પાછળ જે તે કારણ હોય શકે પણ વાત છે લોકોના વિશ્વાસની . હાઈકમાન્ડને પ્રજા પર વિશ્વાસ નથી એવું તારણ લગાવી શકાય . હાઈકમાન્ડને તો। ઉપર બેઠાબેઠા જ કાર્ય કરવાનું હોય છે જમીનસ્તર પર કાર્યકરો રાત દિવસ મહેનત કરે અને યોગ્ય ઉમેદવાર ન મળતા નાસીપાસ થઈ જાય છે . અથવા બીજા પક્ષમા સામુહીક રીતે જવાનું એલાન કરે છે . ગુજરાતની તમામ સીટના ઉમેદવાર નક્કી જ છે . કંઈ પાર્ટીનો ક્યો ચહેરો છે ત લોકો સામે આવી ગયો છે . પક્ષના હાઈકમાન્ડે પોતાની ભૂમિકા નિભાવી હવે વારો છે પ્રજાનો . પ્રજા કોને વિજય બનાવશે . પક્ષના નેતાને કે જનતાના ચાહીતા ચહેરાને ? એતો આ મહિનાની અઢાર તારીખે દિવા જેવું થઈ જશે . પણ જે લોકોને પક્ષના ઝંડા નિચે ગદ્દાર કહ્યા , લુટારા કહ્યા , ડાકુ કહ્યા આ બધા નામ ઉપનામ જેતે વ્યક્તિ કે તેના સમુહ માટે પ્રયોજ્યા તે વ્યક્તિ કે તે સમુક તમારી પાર્ટીના બેનર નિચે આવી ગયા એટલે દેશભક્ત કે સમાજસેવક થઈ ગયા ? ઉપરના રાજકારણ આપણા ઘરમાં આવી ગયું છે . સાસુ વહુ આમને સામે ઉમેદવારી કરી કહ્યા છે . ૨૦૧૪ની લોકસભામાં કાકા અને ભત્રિજી સામે સામે હતા . જુઠી સમાજસેવાનો સ્વાંગ એવો તો કરડી ગયો છે કે પ્રજા કે મતદાતાની કદર કરવામાં આવતી નથી . માનવમુલ્યનુ અધપતન થવા લાગ્યું છે . પહેલા જાતીવાદ પર વોટ માંગતા હતા . હવે ગાળીગલોચ કરીને માંગી છીએ . સમય બદલાયો છે માણસ નહી યાદ રાખજો . પુરી લુટારાની જ ફોજ છે . પ્રજા અબુદ્ધ નેતાને મોજ છે . કાલે જે લોકો ગામને ઉલ્લુ બનાવતા હતા તેવા લોકો પાસે આજે અબજોની સંપતિ છે . આટલી સંપતિ ક્યાંથી આવી કંઈ રીતે બનાવી આવો પ્રશ્ન કોઈ કરતા જ નથી . કારણ કે પ્રજા ડરપોક છે. અભણનેતાઓ ભણેલા યુવાનો પર તાંડવ કરે છે છતા સમાજ મૌન ધારણ કરી બેઠો છે . દેશને લુટવા માટે જેવી પ્રજાની જરૂર છે એ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ . હુ એ સ્તર પર ઉભો છુ જ્યાથી દેશનું પતન અને નજીકના સમયમાં આવતી ગુલામી જોઈ રહ્યો છુ . ખટારા પાછળ પણ લખવામા આવે છે “હેર્ન ધીમે વગાડ મારો દેશ સુતો છે” . હદ છે હવે તો મોંઘવારી ગમે એટલી વધે મારે તો આ પક્ષ સિવાય ક્યાંય મત નથી આપવો આવા મેસેજ ફરતા થાય . ત્યારે બ્રિટનના એક ન્યુઝ પેપરનું ટાઈટલ યાદ આવ્યું “ભારતદેશ ગુલામ બનવાનો જ લાયક છે.” વાક્ય ખરું પણ છે . પક્ષવાદ ઘર કરીને બેઠો ત્યાં સુધી આ દેશનું કશુ જ થવાનુ નથી . એક નાના મુદ્દા પર બાપ દીકરો મારવાની અણી પર આવી જાય આવી રાજનીતિને ધોય પીવી છે . સામાજિક મુલ્યને નુકશાન કર્યા વગર થતી તંદુરસ્ત લડાય એટલે રાજનીતિ . મારી પરિભાષા આવી છે . બાકી તમને જે યોગ્ય લાગે તે કરો . સીતેર વરસથી અમેઠી જેમને પાસે છે તે રાહુલ ગાંધી પોતાના મત વિસ્તારનો વિકાસ ન કરી શક્યા . અને ગુજરાતમાં વાત કરે છે વિકાસ થયો નથી . હા હુ કહુ છુ વિકાસ થયો નથી . તો પછી બીજા રાજ્યના લાખો લોકો રોજગાર માટે કેમ ગુજરાત આવે છે . બીજી બાજુ યુપીના ઉપમુખ્યમંત્રીના વિસ્તારમાં ભાજપ સ્થાનિક સ્વરાજની ચુટણીમા છ માથી છ બેઠક હારી ગઈ. તો શુ ત્યાં ભાજપની લહેર ન હોય ? તેની પ્રજાએ કદાચ કાર્ય જોયા હશે . મને ગમ્યું કે ત્યાના વોકો કાર્ય જોતા થઈ ગયા અને ગુજરાતમાં લોકો વેરની રાજનીતિ કરવા લાગ્યા . પાટીદાર હોય , દલિત હોય કે ઓબીસી સમાજ હોય આ રાજ્ય બધાનુ છે . કોઈના નામનો દસ્તાવેજ નથી અને કોઈપણ પણ કોઈ એક જાતીના મતથી જીતતો નથી . વિરોધ કરો પણ વેર ભાવથી નહી . અને સમાજસેવા કરો રાજનીતિના નામથી નહી . રાજનીતિની જ્યારે સમાજસેવાનો નકાબ પહેરીને આવે છે ત્યારે તે સમાજ પતન તરફ જઈ રહ્યો છે તેમ કહી શકાય . સમાજ , જાતી , ધર્મ અને પક્ષની ઉપર પણ એક સ્ટેજ છે દેશ . આપણે જ્યારે પર વિરોધ કરી , લડાય કરી , આંદોલન કરીએ કે મતદાન કરીએ ત્યારે આપણી સામે આપણા દેશનું માનચિત્ર હોવું જોઈએ નહી કે કોઈપણ પક્ષનું . બસ આટલું કરો અને પોતાની દેશ પ્રત્યેની નૈતિક જવાબદારી સ્વીકારો દેશ વિશ્વગુરુ બનશે (ક્રમશ:) Novels દરિયાના પેટમાં અંગાર દેશમાં આંદોલનનો દોર ચાલી રહ્યો હતો, રાજીવ ગાંધીની હત્યા થઈ ચૂકી હતી. કેન્દ્રમાં લઘુમતિવાળી નરસિમ્હા રાવની સરકાર હતી. વિશ્વ હિન્દુ પરિષદે રામમંદ... More Likes This રાય કરણ ઘેલો - ભાગ 1 by Dhumketu રેડ સુરત - 1 by Chintan Madhu રાણીની હવેલી - 5 by jigeesh prajapati નિલક્રિષ્ના - ભાગ 13 by કૃષ્ણપ્રિયા સંઘર્ષ - પ્રકરણ 1 by Siddharth Chhaya સ્વપ્ન્સમ - ભાગ 1 by vansh Prajapati ......vishesh ️ ફરે તે ફરફરે - 1 by Chandrakant Sanghavi More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Gujarati Crime Stories