આ વાર્તામાં બ્રાહ્મણની એક ખાસ યાત્રા બતાવવામાં આવી છે, જેમાં તે વિવિધ ગામોમાં જઈને પાટણવાડીઆના લોકો સાથે જોડાય છે. તે અજ્ઞાનતા અને સજાગીથી લોકોની મુશ્કેલીઓનો સામનો કરે છે અને તેમને પ્રેમ અને સહાનુભૂતિ પ્રદાન કરે છે. બ્રાહ્મણ ગામમાં રહેતાં લોકોને ઓળખે છે, તેમની સમસ્યાઓને સમજવાની કોશિશ કરે છે અને તેમની મદદ કરે છે. તે ક્યારેક લોકોના ઘરોમાં જઈને સહાય માંગે છે, ખોરાક લઈને રહે છે, અને રાત્રિએ ગામમાં જ રહે છે. તે કોઈને ઉપદેશ નથી આપતો, પરંતુ પોતાની આજુબાજુના લોકો સાથે પ્રેમથી વર્તે છે. જ્યારે કોઈ યજમાન ખોટા કામમાં લાગેલા હોય છે, ત્યારે તે તેમને પોલીસમાં અપીલ કરે છે. આ રીતે, બ્રાહ્મણની યાત્રા માનવતા અને સંબંધોની મીઠાસ દર્શાવે છે, જે તેને લોકોના હૃદયમાં એક ખાસ સ્થાન આપે છે.
માણસાઈના દીવા - 4
by Zaverchand Meghani
in
Gujarati Moral Stories
5k Downloads
12.1k Views
Description
મહિનાઓ વીત્યા છે. બ્રાહ્મણે વડોદરાના સાહેબ આગળ જે કહેલું તે સાચું નીવડ્યું છે. આ પાટણવાડીઆ – ઠાકરડાઓની પાસેથી શું કામ લઈ શકાય તેની કશી સમજ, યોજના કે ગોઠવણ વગર એણે કેવળ એક જ કામ કર્યા કર્યું છે : ગામડે ગામડે એણે દન ઊગ્યાથી દન આથમતાં સુધી આંટા માર્યા છે : એમને ફળીએ જઈ જઈ બૈરાંછોકરાંના કુશળ ખબર પૂછ્યા છે : મધ્યાહ્ન જ્યાં થાય તે ગામડે કોઈ પણ એક ઠાકરડાને આંગણે એણે ગાગર ને સીંચણિયું માગી લઈ કૂવે સ્નાન કરેલ છે : ગાગર ભરી લાવીને એ ઘરની નાની કે મોટી, સ્વચ્છ કે ગંધારી ઓસરીએ મંગાળો માંડેલ છે : બે મૂઠી ખીચડી માગી લઈ મંગાળે રાંધેલ છે : હળદર વગર ફક્ત મીઠું નાખીને ખાધેલ છે : લોટો પાણી પીધું છે : વળતા દિવસના મધ્યાહ્ન સુધીની નિરાંત કરી લીધેલ છે : પછી ચાલવા માંડેલ છે : જે કોઈ ગામે રાત પડે તે ગામડાના પાટણવાડીઆના વાસમાં કોઈ પણ એક આંગણે રાત ગાળેલ છે : ગોદડુ–ખાટલો મળે તો ઠીક છે, નીકર પૃથ્વી માતાના ખોળે ઘસઘસાટ ઊંઘી લીધું છે : ખેતરમાં રાત પડે તો ખેતરાંની કૂંવળના ઢગલામાં શિયાળાની રાતો કાઢેલ છે : સૂતાં યજમાનોને જગાડ્યાં નથી : ઉપદેશ કોઈને આપ્યો નથી : આપ્યો છે કેવળ પ્રેમ : માગી છે કેવળ મનની માયા : હાજરીઓ કઢાવવા વીનવણીઓ કરી છે : એદીપ્રમાદીઓનાં પૂંછડાં ઉમેળીને હાજરીઓ કઢાવવાની અરજીઓ કરાવતા આવે છે : અને કોઈ કોઈ ગામે સ્થિર થાણું નાખી બેઠા બેઠા રેટિયો ફેરવે છે. પોતે ગોર છે યજમાનોને એણે કદી સામે જઈને પૂછ્યું નથી કે, 'ચોરીલૂંટો કરો છો ? શીદ કરો છો ?' પણ યજમાનોએ જ આગળ આવીને જ્યારે જ્યારે ગોર મહારાજને ખોળે પેટનાં પાપ નાખ્યાં છે, તે તે વેળાએ એણે એક જ પ્રવૃત્તિ કરી છે : દોષિત યજમાનને દોરીને વડોદરાના પોલીસ–ખાતામાં સુપરત કરેલ છે અને એને હળવી સજા કે નાના દંડોથી પતવી ભયાનક બહારવટાંને માર્ગેથી પાછા વાળેલ છે.
More Likes This
More Interesting Options
- Gujarati Short Stories
- Gujarati Spiritual Stories
- Gujarati Fiction Stories
- Gujarati Motivational Stories
- Gujarati Classic Stories
- Gujarati Children Stories
- Gujarati Comedy stories
- Gujarati Magazine
- Gujarati Poems
- Gujarati Travel stories
- Gujarati Women Focused
- Gujarati Drama
- Gujarati Love Stories
- Gujarati Detective stories
- Gujarati Moral Stories
- Gujarati Adventure Stories
- Gujarati Human Science
- Gujarati Philosophy
- Gujarati Health
- Gujarati Biography
- Gujarati Cooking Recipe
- Gujarati Letter
- Gujarati Horror Stories
- Gujarati Film Reviews
- Gujarati Mythological Stories
- Gujarati Book Reviews
- Gujarati Thriller
- Gujarati Science-Fiction
- Gujarati Business
- Gujarati Sports
- Gujarati Animals
- Gujarati Astrology
- Gujarati Science
- Gujarati Anything
- Gujarati Crime Stories