જ્યારે ફિલ્મો જોવી પણ એક ઉત્સવ હતો!

(53)
  • 9.7k
  • 1
  • 3.7k

આ આર્ટીકલમાં તારક મહેતા કા ઉલટા ચશ્માના એકમેવ સેક્રેટરી આત્મારામ તુકારામ ભીડેની જેમ ‘હમારે ઝમાને મેં’ ની વાત અને વખાણ કરીને આજના જમાનાની કે આજના યુવાનોની સિનેમા જોવાની આદતની ટીકા કરવાની કોઈજ ઈચ્છા નથી. આ આર્ટીકલનો હેતુ માત્ર ને માત્ર યુવકોને તેમના માતા-પિતા અને દાદા-દાદી કેવી રીતે ફિલ્મો જોવાનો આનંદ મેળવતા તે જણાવવાનો છે અને એમના માતાપિતા અને દાદા-દાદી જો આર્ટીકલ વાંચતા હોય તો તમને એ સમયમાં ફરીથી પ્રવાસ કરાવવાનો છે. એ સમય લગભગ પંદર વર્ષ પહેલા સુધી ચાલુ હતો જ્યારે સિંગલ સ્ક્રિન થિયેટરોની સંખ્યા હજી પણ સારીએવી હતી. પરંતુ તેનાથી પણ આગળ વધીએ તો એ સમયે ફિલ્મો તો શુક્રવારે

New Episodes : : Every Thursday

1

જ્યારે ફિલ્મો જોવી પણ એક ઉત્સવ હતો! - ૧

આ આર્ટીકલમાં તારક મહેતા કા ઉલટા ચશ્માના એકમેવ સેક્રેટરી આત્મારામ તુકારામ ભીડેની જેમ ‘હમારે ઝમાને મેં’ ની વાત અને કરીને આજના જમાનાની કે આજના યુવાનોની સિનેમા જોવાની આદતની ટીકા કરવાની કોઈજ ઈચ્છા નથી. આ આર્ટીકલનો હેતુ માત્ર ને માત્ર યુવકોને તેમના માતા-પિતા અને દાદા-દાદી કેવી રીતે ફિલ્મો જોવાનો આનંદ મેળવતા તે જણાવવાનો છે અને એમના માતાપિતા અને દાદા-દાદી જો આર્ટીકલ વાંચતા હોય તો તમને એ સમયમાં ફરીથી પ્રવાસ કરાવવાનો છે. એ સમય લગભગ પંદર વર્ષ પહેલા સુધી ચાલુ હતો જ્યારે સિંગલ સ્ક્રિન થિયેટરોની સંખ્યા હજી પણ સારીએવી હતી. પરંતુ તેનાથી પણ આગળ વધીએ તો એ સમયે ફિલ્મો તો શુક્રવારે ...Read More

2

જ્યારે ફિલ્મો જોવી પણ એક ઉત્સવ હતો - ૩

મારું બાળપણ અમદાવાદમાં વીત્યું અને મોટાભાગની કિશોરાવસ્થા પણ. કિશોરાવસ્થાના પાંચ વર્ષ તે સમયે પંચમહાલ તરીકે ઓળખાતા જીલ્લાના મુખ્યમથક ગોધરા બાદમાં લુણાવાડામાં પસાર કર્યા હતા. આ ઉપરાંત ઉનાળુ વેકેશનમાં વતન રાજકોટ અને જન્મસ્થળ જામનગર જવાનો વારંવાર મોકો મળતો જે યુવાનીમાં પ્રવેશ કરવા પછી પણ સતત ચાલુ રહ્યો હતો. આમ કુલ પાંચ વિવિધ સ્થળો અથવાતો નગરોના થિયેટરો જોવાનો, માણવાનો મોકો મળ્યો છે. પરંતુ એ સમયમાં કોઇપણ શહેર કે નગર હોય કેટલાક ચૂંટેલા થિયેટરો જ સ્વચ્છ અને સુઘડ રહેતા. એક બીજી હકીકત પણ હતી અને એ એવી હતી કે જો કોઈ થિયેટર સ્વચ્છ હોય તો પણ તેમાં ગરમીના સમયમાં ફિલ્મ જોતી વખતે ...Read More

3

જ્યારે ફિલ્મો જોવી એક ઉત્સવ હતો - ૪

આ લેખમાળામાં આપણે અત્યારસુધી ગુજરાતના ખાસકરીને અમદાવાદના થિયેટરોની હાલત આજથી લગભગ વીસેક વર્ષ પહેલા સુધી કેવી હતી તેના વિષે આપણે એ પણ જાણ્યું કે કેવી રીતે એ સમયમાં મધ્યમવર્ગીય પરિવારો તકલીફો વેઠીને પણ ફિલ્મો જોવામાં આનંદ મેળવતા અરે! ફક્ત આનંદ જ નહીં પરંતુ તેનો ઉત્સવ મનાવતા. પરંતુ આજે આપણે જોઈશું કે આ ઉત્સવ મનાવવાની તેમની રીત કેવી હતી? જ્યારે પણ આપણી નજીક દિવાળી, હોળી, નવરાત્રી કે પછી મકરસંક્રાંતિ જેવા મોટા તહેવારો આવતા જાય છે તેમ તેમ આપણો તેના વિષેનો ઉત્સાહ વધતો જતો હોય છે અને જ્યારે આ તહેવારો આપણા આંગણે આવીને ઉભા રહે છે ત્યારે આપણો આનંદ અને ઉત્સાહ ...Read More