આજે સ્કૂલમાં નિબંધ લખવાની સ્પર્ધા હતી. નિબંધનો વિષય હતો. "મનગમતું રમકડું" માધવ કે જે ચેતન ભાઈ અને ઇલા બેનનો એકનો એક દીકરો જે સાતમાં ધોરણમાં ભણતો હતો. તેણે ઘરે આવી તેનાં મમ્મી પપ્પા ને કહ્યું કે " મમ્મી પપ્પા આજે અમારે અચાનક નિબંધ લખવાની સ્પર્ધા હતી. મનગમતું રમકડું અને મમ્મી મને ખબર નથી પડતી કે મને મારી ઢીંગલી બહુ ગમે છે એમાં ખોટું શું છે ?" માધવની ઢીંગલી, માધવને એ ઢીંગલી બહુ જ ગમતી નાનપણથી તે ઢીંગલી સાથે વાતો કરતો , બોલતા નહોતું આવડતું ત્યારે કાલીઘેલી ભાષામાં પણ તે તે ઢીંગલી સાથે રમતો હતો. આમ તો આ ઢીંગલી ઈલાબેન નાના

Full Novel

1

અસમંજસ - 1

આજે સ્કૂલમાં નિબંધ લખવાની સ્પર્ધા હતી. નિબંધનો વિષય હતો. "મનગમતું રમકડું" માધવ કે જે ચેતન ભાઈ અને ઇલા એકનો એક દીકરો જે સાતમાં ધોરણમાં ભણતો હતો. તેણે ઘરે આવી તેનાં મમ્મી પપ્પા ને કહ્યું કે " મમ્મી પપ્પા આજે અમારે અચાનક નિબંધ લખવાની સ્પર્ધા હતી. મનગમતું રમકડું અને મમ્મી મને ખબર નથી પડતી કે મને મારી ઢીંગલી બહુ ગમે છે એમાં ખોટું શું છે ?" માધવની ઢીંગલી, માધવને એ ઢીંગલી બહુ જ ગમતી નાનપણથી તે ઢીંગલી સાથે વાતો કરતો , બોલતા નહોતું આવડતું ત્યારે કાલીઘેલી ભાષામાં પણ તે તે ઢીંગલી સાથે રમતો હતો. આમ તો આ ઢીંગલી ઈલાબેન નાના ...Read More

2

અસમંજસ - 2

માધવને રડતો જોઈ ઇલાબહેનને નવાઇ તો લાગી હતી કારણ માધવ એમ ક્યારેય નાનપણમાં પણ આવું રડ્યો ન હતો. ક્યારેય કરવી કે રડવું તેના શબ્દકોષમાં જ ન હતું. આટલું રડતો જોઈ ઇલાબહેન પણ ગભરાઈ ગયાં. જ્યારે ખબર પડી કે જય બહાર ભણવા જાય છે ત્યારે માધવ ને ખીજાવા કે તું શું છોકરીની જેમ રડે છે એમ કહેવા કરતાં તેણે માધવને સમજાવવાનું શરૂ કર્યું. ઇલાબહેન ને તો એમ જ કે માધવ અને જય વર્ષોથી મિત્ર છે એટલે તેનાં થી છૂટાં પડવું માધવને ખૂંચતું હશે. બેટા હવે તું પણ કોલેજમાં આવ્યો અને આગળ જતાં તું પણ અલગ સ્ટડી કરવા ક્યાંક જઈશ. અમને ...Read More

3

અસમંજસ - 3

ચેતન ભાઈ અને ઇલાબહેન પાસે કોઈ શબ્દ ન હતાં પોતાના બાળકને સાંત્વના આપવી કે ઠપકો આપવો કે સહજ સ્વીકાર જે સહજ થવું અઘરું હતું. પણ ખૂબ જ સમજદારી પૂર્વક આખી પરિસ્થતિ સંભાળી લીધી. ઇલાબહેન ને ઈશારો કર્યો અને જાણે સામન્ય વાતો હોય તેમ જ ઇલાબહેન બોલ્યાં ભાઈ પૂરી હવાઈ જાય એ પહેલાં જમી લ્યો ને વાતો તો થયાં રાખશે. માધવ ને નવાઈ લાગી કે આટલું સહજ રીતે તેનાં માતાપિતા વર્તન કરે છે. બધા જમવા બેઠાં માધવ થી રહેવાતું ન હતું સહજ વર્તન અસહજ લાગતું હતું. કોઈ માતા પિતા આવડી મોટી વાત જાણી આટલું સામાન્ય વર્તન તો ન જ કરે ...Read More