એક કદમ પ્રેમ તરફ

(1k)
  • 71.7k
  • 35
  • 26.1k

લંડન સિટી ની શિયાળાની સાંજે સ્નો ફોલ થઈ રહ્યો હતો. વિવાન તેના રૂમમાં વિન્ડોઝ પાસે ઉભા રહીને બહારનો નજારો જોઈ રહ્યો હતો. જો કે આ દ્રશ્ય તો તે છેલ્લા ઘણા વર્ષો થી જોતો આવ્યો છે, સ્નો ફોલ થવો એ અહીંની સામાન્ય બાબત છે. વિવાન તો કોઈ બીજા જ વિચારોમાં ખોવાયેલ છે. તે મિસ્ટર ધનરાજની વાતોને લઈને વિચારમાં છે. આખરે એવું તો શું છે કે તેના પિતા તેને ત્યાં જવાની વાત સાંભળી ને ગુસ્સે થઈ જાય છે. અને હમણાં જ તેમના બેડરૂમ પાસેથી પસાર થતી વખતે પોતે સાંભળેલી વાતો

Full Novel

1

એક કદમ પ્રેમ તરફ - 1

લંડન સિટી ની શિયાળાની સાંજે સ્નો ફોલ થઈ રહ્યો હતો. વિવાન તેના રૂમમાં વિન્ડોઝ પાસે ઉભા રહીને બહારનો નજારો રહ્યો હતો. જો કે આ દ્રશ્ય તો તે છેલ્લા ઘણા વર્ષો થી જોતો આવ્યો છે, સ્નો ફોલ થવો એ અહીંની સામાન્ય બાબત છે. વિવાન તો કોઈ બીજા જ વિચારોમાં ખોવાયેલ છે. તે મિસ્ટર ધનરાજની વાતોને લઈને વિચારમાં છે. આખરે એવું તો શું છે કે તેના પિતા તેને ત્યાં જવાની વાત સાંભળી ને ગુસ્સે થઈ જાય છે. અને હમણાં જ તેમના બેડરૂમ પાસેથી પસાર થતી વખતે પોતે સાંભળેલી વાતો ...Read More

2

એક કદમ પ્રેમ તરફ પાર્ટ 2

મોહિની વિવાન પર ગુસ્સો કરે છે અને વિવાન તેની સુંદરતામાં ખોવાઈ જાય છે, આજે પણ મોહિની કોલેજના પહેલા દિવસ જ સુંદર દેખાઈ રહી છે, અને તેનો ગુસ્સો તેની સુંદરતામાં ઓર વધારો કરી રહ્યો છે. પોતાની સ્વપ્નશ્રુષ્ટિમાં ખોવાયેલા વિવાને ક્યારે મોહિનીનો હાથ પકડી લીધો તેનો તેને ખ્યાલ જ ના રહ્યો.... ...Read More

3

એક કદમ પ્રેમ તરફ પાર્ટ-3

“વિધિ તું મને ગમે છે, આપણે સ્કુલમાં હતા ત્યારથી હું તને પસંદ કરું છું, મેં ઘણી વખત તને કહેવાનું પણ હું તને કહી ના શક્યો, મને એ વાતનો ડર હતો કે તું નારાજ ના થઇ જાય, પણ જો નહિ કહું તો મનની વાત મનમાં જ રહી જશે, I love you so much વિધિ.” ...Read More

4

એક કદમ પ્રેમ તરફ પાર્ટ-4

વિવાન મોહિની પાસે જાય છે અને મોહિનીને આંખ બંધ કરવા કહે છે, મોહિની તેને સવાલ કરતા કહે છે,”પણ કેમ?” વિવાન તેને જવાબ આપવાને બદલે તેને ઊંચકી લે છે અને ગાડી તરફ ચાલવા લાગે છે, મોહિની વિવાનનાં ગળા ફરતે હાથ વીંટાળી દે છે, તે વિવાન સામે જુએ છે તેને કઈક અલગ જ મહેસુસ થાય છે.... ...Read More

5

એક કદમ પ્રેમ તરફ પાર્ટ 5

આજ મુજે ઉસકે કમરે સે એક પુરાની બૂક મિલી, ઉસમેં ક્યાં લિખા થા વો તો નહીં માલુમ પર ઉસકે વહી ફોટો થી જિસ હવેલી પર વો મુજે લેકે ગયા થા…” એમિલી ડાયરેક્ટ મુદ્દાની વાત કરે છે. “ક્યાં નામ થા ઉસ હવેલીકા...... ...Read More

6

એક કદમ પ્રેમ તરફ પાર્ટ 6

ઓફિસર કરણનેે લોકઅપમાં નાખી દે છે, કરણ વિકીને કોલ કરીને આ બધી વાત જણાવે છે પણ વિકી તેની મદદ ના પાડી દે છે, કરણ તેના બીજા અમુક ફ્રેન્ડ્સને પણ ફોન કરે છે પણ કોઈ પોલીસના મામલામાં પડવા નથી માંગતું.... ...Read More

7

એક કદમ પ્રેમ તરફ પાર્ટ 7

“તું સફર મેરા હે તું હી મેરી મંજિલ તેરે બિના ગુઝારા એ દિલ હે મુશ્કિલ….. તું મેરા ખુદા તું હી દુઆ મેં શામિલ તેરે બિના ગુઝારા એ દિલ હે મુશ્કિલ…. ...Read More

8

એક કદમ પ્રેમ તરફ- 8

મોહિની સ્કિનટાઈટ સ્કાયબ્લુ જીન્સ અને ગ્રીન ક્રોપ ટોપમાં ખૂબ જ સુંદર દેખાતી હોય છે, તેના હેરને પોની કરીને બાંધેલા છે, ચહેરા પર લાઈટ મેકઅપ સાથે તે ખુબસુરત દેખાઈ છે... ...Read More

9

એક કદમ પ્રેમ તરફ - 9

વિવાન અને મોહિની કુદરતી સૌંદર્યને માણતા માણતા ચાલે છે, ચાલતા ચાલતા બન્નેના હાથની આંગળીઓ એકબીજા સાથે ટકરાઇ છે, વિવાન આંગળીઓમાં પોતાની આંગળીઓ પરોવી દે છે, મોહિની પણ ઇનકાર કર્યા વગર ચાલ્યા કરે છે. ...Read More

10

એક કદમ પ્રેમ તરફ - 10

મોહિની... મે તારો સાથ છોડીને ચાલ્યા જવા માટે તારો હાથ નથી પકડ્યો, હું હમેશા તારી સાથે જ રહીશ, મે એટલા માટે એ વાત કરી કારણકે હું તારાથી કઈ છુપાવવા નોહતો માંગતો... ...Read More

11

એક કદમ પ્રેમ તરફ - 11

“વિધિ પ્લીઝ… તું રડ નહીં બકુ, આપણે કોઈને કોઈ રસ્તો શોધી લઈશું… આપણે કાલે કોલેજ પર મળીને શાંતિથી આ વિચારીશું… હવે રડતી નહીં…” ...Read More

12

એક કદમ પ્રેમ તરફ - 12

સોરી અંકલ… પણ હું વિધિ સાથે લગ્ન નહીં કરી શકું?” “પણ અચાનક શું થયું? અત્યાર સુધી તો તમારી હા જ વિધિના પપ્પા ચિંતિત સ્વરે પૂછે છે. ...Read More

13

એક કદમ પ્રેમ તરફ - 13

“હા પણ ફરીથી તને કહેવાનું મન થયું, તું છે જ એટલી ખુબસુરત કે જેટલી વાર તને જોઉ છું એટલી હું ફરીથી તારા પ્રેમમાં પડી જાવ છું…. I love you..” ...Read More

14

એક કદમ પ્રેમ તરફ - 14

એ તલવારના કારણે જ બન્ને રાજ્યો વચ્ચે દુશ્મનીના બીજ પ્રસ્થાપિત થયા હતા અને વર્ષો પછી પણ એ દુશ્મની એવી એવી જ રહી હતી.. તું જયારે નાનો હતો ત્યારે તારા પર એકવાર હુમલો કરવામાં આવ્યો હતો આથી મેં નક્કી કર્યું કે હવે આ તલવારને અહીં રાખવી હિતાવહ નથી…. ...Read More

15

એક કદમ પ્રેમ તરફ - 15

અજિત, આપણા બાળકો એકબીજાને પસંદ કરે છે, આપણા પૂર્વજોની દુશ્મની ને કારણે બાળકોની ખુશી તેમાં હોમાઈ જાય તેવું હું ઈચ્છતો, હું એ જૂની વાતો ભુલાવીને આ સંબંધને મંજૂરી આપું છુ, તું પણ જૂની વાતો ભૂલી જા. ...Read More

16

એક કદમ પ્રેમ તરફ - 16

એક કદમ પ્રેમ તરફ - 16 (ફ્રેન્ડ્સ, આગળનાં ભાગમાં આપણે જોયું કે તેના ઘરે વિવાન વિશે જણાવે છે અને તેના પિતા વિવાનને મળવા ઘરે બોલાવે છે, વિવાનથી પ્રભાવિત થઈને મોહિનીના પિતા તેના પરિવારને મળવા તૈયાર થાય છે, ત્યાં વિવાનના ડેડને જોઈને તે ગુસ્સે થઈ જાય છે અને તેમને તેમની દુશ્મની યાદ આવે છે આથી તેઓ મોહિનીને લઈને ઘરે આવી જાય છે, ત્યાં તે ફોન પર કોઈને સૂચનાઓ આપે છે અને તેનો અમલ કરવા કહે છે.)હવે આગળ..... ...Read More