દુશ્મન

(245)
  • 38.3k
  • 22
  • 16.8k

દુશ્મન પ્રકરણ - 2 હેલો, ઓળખો છો ને મને? કે ભૂલી ગયાં? અરે યાર, હું તમારો આશુ! આજકાલ મારી મૂંઝવણ વધી ગઈ છે, એ માટે ફરીથી તમને યાદ કરવાં પડ્યા! મને એમ હતું કે પપ્પા મારા પાક્કા દોસ્ત બની ગયાં, અને મારો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. પણ ના યાર, મારા પ્રોબ્લેમ તો વધતાં જ જાય છે! હવે શું કહું તમને? મને પણ કંઈ સમજ નથી પડતી! થોભો, માંડીને વાત કરૂં..! એક રાત્રે અચાનક મારી આંખ ખૂલી ગઈ, જોયું તો બાજુમાં પપ્પાની જગ્યાએ બે ગોળ તકીયા બ્લેન્કેટ ઓઢી સૂતા હતાં. ઓહ માય ગોડ, આ તકીયાઓને પણ ઠંડી લાગી ગઈ

New Episodes : : Every Monday

1

દુશ્મન - 1

દુશ્મન પ્રકરણ - 1 પપ્પા હંમેશા મને એક દુશ્મન જેવા લાગ્યા છે, આટલી નાની ઉંમરે હું તમને દુશ્મનની વ્યાખ્યા તો નહી સમજાવી શકું, અરે, મારો પરિચય તમને આપવાનો તો ભૂલી જ ગયો. મારૂ નામ આશિષ, પ્યારથી બધા મને આશુ કહે છે,પરંતુ એ પ્યાર હવે ફકત નામ પૂરતો જ રહી ગયો છે! ગયા મહિને જ મારી બર્થ ડે ગઈ 16 તારીખે, છેલ્લા થોડા સમયમાં મારો બર્થ ડે જ એક ખુશીનો પ્રસંગ હતો મારા માટે, બાકી પપ્પાએ કંઈ બાકી જ ક્યાં રાખ્યુ છે? તમને પણ આશ્ચર્ય થતુ હશે કે આ બાળક કેવી ગાંડીઘેલી વાતો કરી રહ્યો છે!? અરે.. મારી ...Read More

2

દુશ્મન - 2

દુશ્મન પ્રકરણ - 2 હેલો, ઓળખો છો ને મને? કે ભૂલી ગયાં? અરે યાર, હું આશુ! આજકાલ મારી મૂંઝવણ વધી ગઈ છે, એ માટે ફરીથી તમને યાદ કરવાં પડ્યા! મને એમ હતું કે પપ્પા મારા પાક્કા દોસ્ત બની ગયાં, અને મારો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. પણ ના યાર, મારા પ્રોબ્લેમ તો વધતાં જ જાય છે! હવે શું કહું તમને? મને પણ કંઈ સમજ નથી પડતી! થોભો, માંડીને વાત કરૂં..! એક રાત્રે અચાનક મારી આંખ ખૂલી ગઈ, જોયું તો બાજુમાં પપ્પાની જગ્યાએ બે ગોળ તકીયા બ્લેન્કેટ ઓઢી સૂતા હતાં. ઓહ માય ગોડ, આ તકીયાઓને પણ ઠંડી લાગી ગઈ ...Read More

3

દુશ્મન - 3

દુશ્મન પ્રકરણ - 3 ઘરમાં આસ્થા માટે નવી નવી વસ્તુઓ આવવા લાગી, રમકડાંનો ઢગલો થયો, થોડા દિવસ પછી વૉકર આવી. એને રમતા નથી આવડતું, ચાલતાં નથી આવડતું તો આ બધું લાવીને પપ્પા ખોટા પૈસા શું કામ બગાડતા હશે? એ ચાલતા શીખીને પણ શું વઘારી નાંખવાની હતી? મને સમજ નથી પડતી! મને બધું આવડે છે, તો મને કંઈ અપાવતા નથી અને જેને નથી આવડતું એને માટે પુષ્કળ રમકડાં! અત્યાર સુધીમાં ફક્ત એક જૂનું પુરાણું નાનું સ્કૂટર મારી પાસે હતું, એ પણ પપ્પા કોઈ દોસ્ત પાસેથી ઊંચકી લાવ્યા હતા! ખરેખર મમ્મી- પપ્પાને મારી કોઈ વેલ્યુ જ નથી! પણ તમે તો ...Read More

4

દુશ્મન - 4

દુશ્મન પ્રકરણ – 4 આજે અમે નવી સ્કૂલમાં આવ્યા છીએ. વાહ, મસ્ત જગ્યા છે, મને તો મજા જ પડી ગઈ. મોટ્ટુ પ્લેગ્રાઉન્ડ રમવા માટે છે, અવનવી જાતની લપસણીઓ, અને જાતભાતનાં રમતગમતનાં સાધનો મેદાનમાં મૂક્યાં છે. હું તો અહીં રમ્યા જ કરીશ! હવે તો મમ્મી-પપ્પાને પણ હું અહીં શું કરીશ એ ખબર પણ નહીં પડે! પ્રિન્સીપાલ સાહેબે મારૂં નામ પૂછ્યું, મેં ચહેરા પર ભોળપણ લાવી મારૂં નામ આશુ બતાવ્યું. એમણે પપ્પાને કઈંક કહ્યું અને મને આસ્થાડી સાથે બહાર રમવા મોકલી આપ્યો, થોડીવારમાં પપ્પા મમ્મી સાથે બહાર આવ્યાં, અમને બંનેને ગાડીમાં બેસાડ્યા, “ આશુ, બે દિવસ ...Read More

5

દુશ્મન - 5

દુશ્મનપ્રકરણ – 5 નિમેષના આવવાથી મને થોડી રાહત થઈ હતી, તે એક જ મિનિટમાં થઈ ગઈ! હું અવાક થઈ બધાનાં મોં જોવા લાગ્યો, મને બાઘો બનેલો જોઈ નિમેષ જોર જોરથી હસવા લાગ્યો અને પેલાં બધા છોકરાઓ, જે ચૂપ થઈ ગયા હતા તે બધા એની સાથે હસવા લાગ્યાં! મારૂં રડવાનું ફરી બહાર આવી ગયું, અને આ વખતે રડવાનો અવાજ પણ વધી ગયો, બિલકુલ આસ્થાનાં ભેંકડાની જેમ મેં પણ ભેંકડો તાણ્યો! શું કરૂં, રડવું રોકાયું જ નહીં! મારા ભેંકડાથી ગભરાઈને નિમેષ પાસે આવ્યો અને મારી ચડ્ડી ફરી ઉપર ચઢાવી દીધી, પણ મારો ભેંકડો બંધ ન થયો! અવાજ એટલો મોટો ...Read More

6

દુશ્મન - 6

પ્રકરણ – 6 હવે તો મને રડવું પણ નથી આવતું, વારેઘડીએ રડવાનું મન થાય પણ આંસુ સૂકાઈ ગયા હોય એવું લાગે છે! બાથરૂમના મિરરમાં મને પોતાને જોઈ હું વારંવાર ચોંકી જાઉં છું, શું થઈ ગયું છે મને? હું જ નથી જાણતો! આ બે મહિનામાં મારી પર શું વીતી છે, તમે જાણશો તો તમે પણ ચોંકી જશો! એકાદ- બે તમાચાની તો મને હવે નવાઈ જ નથી રહી! માર ખાવાની મને આદત પડી ચૂકી છે! પહેલાં ફક્ત સૂવાના રૂમમાં પેલા હરામીઓનો ત્રાસ હતો, જે પણ આવતું, એ ટપલી, તમાચો કે ધબ્બો મારીને ચાલ્યુ જતું પણ હવે થોડા દિવસથી ક્લાસરૂમમાં, પ્લેગ્રાઉન્ડ ...Read More

7

દુશ્મન - 7

પ્રકરણ – 7 ‘ઉતાવળે આંબા નહીં પાકે’ મમ્મી વારંવાર આ કહેતી હોય છે, અચાનક જ મને એ યાદ આવી ગયું. ચાવીનો ઝૂમખો ખેંચવામાં જો ઉતાવળ થઈ ગઈ તો વોચમેન અંકલની આંખ ખૂલી જશે, એ કારણે મેં થોડીવાર રાહ જોવાનું નક્કી કર્યું! બીક લાગતી હતી પણ પહેલાંથી થોડી ઓછી લાગતી હતી. નિમેષને લાત માર્યા પછી મારામાં થોડી હિંમત આવી ગઈ હતી. વોચમેન અંકલનો ઘોરવાનો અવાજ ફરી શરૂ થયો પછી જ હું દિવાલની ઓથેથી બહાર નીકળ્યો. બેઠો બેઠો બિલ્લીની જેમ ચાલતો ચાવીવાળી ખુરશી પાસે પહોંચ્યો. નસકોરાં બોલાવતા અંકલની સામે ઊભા થવાની મને બીક લાગતી હતી, એનું એક કારણ હતું. ...Read More

8

દુશ્મન - 8

પ્રકરણ - 8 હું અને મારો રૂમ. એક રીતે જ આ ગોઠવણ નક્કી કરી લીધી છે, એમાં ન તો મમ્મી-પપ્પા દખલ કરે છે કે ન આસ્થા! હોસ્ટેલથી આવ્યા પછી તરત જ મેં મારો નવો રૂમ પકડી લીધો હતો. અત્યારે વેકેશન ચાલુ છે છતા પણ હું ભાગ્યે જ રૂમની બહાર નીકળું છું. જમવા માટે મમ્મી બોલાવે તો પણ હું કંઈક ને કંઈક બહાનું કાઢી મોડો પહોંચુ, એટલી વારમાં તો એ ત્રણેયે જમી લીધું હોય, પછી હું એકલો જમતો. થોડા દિવસ સુધી મમ્મીએ કકળાટ કર્યો કે ‘આશુ, તને શું થાય છે? તું કેમ આટલો ચેન્જ થઈ ગયો ...Read More

9

દુશ્મન - 9

પ્રકરણ - 9 ગઈ રાત્રે સૂતી વખતે આકુનો ચહેરો વારંવાર સામે ફરતો રહ્યો. અરે યાર, આકુ એટલે આકૃતિ. એનું આકુ નામકરણ મેં કાલે જ કર્યું. મેં પણ નહીં, મારા અન્કોશિયસ માઈન્ડે કર્યું! એમાં ખોટું પણ શું છે? હું આશુ અને એ આકુ, મસ્ત જોડી છે ને? અરે, એનું નામ પણ ‘અ’ પરથી છે! ગજબનો સંયોગ છે, નહીં? બાય ધ વે, આકુનાં વિચાર આખી રાત મને પજવતા રહ્યા! આંખ બંધ કરું કે તરત જ એનું મધમીઠું સ્માઈલ નજર સામે તરવરી ઉઠતું! છેક પરોઢીયે આંખ લાગી તો ખરી પરંતુ એલાર્મ વાગ્યા પહેલાં જ ખૂલી પણ ગઈ. કારણ ...Read More

10

દુશ્મન - 10

પ્રકરણ - 10 “સર, આકૃતિ?” આઈ.સી.યુ. થી બહાર નીકળતા ડૉક્ટર પાસે આસ્થા સૌથી દોડી ગઈ. આકુનાં મમ્મી-પપ્પા અને મારા પેરેન્ટ્સ પણ આસ્થાની પાછળ જઈ ડૉક્ટરને ઘેરી વળ્યા. સૌથી વધુ ખરાબ હાલત મારી હતી. શું કરવું, શું બોલવું, કંઈ સમજાતું ન હતું! બધાને દોડતા જોઈ મને પણ મન થયું હતું કે હું પણ આકુની ખબર પૂછવા ઊભો થાઉં, પણ પગમાં જાણે જીવ જ રહ્યો ન હતો. એનાં એક્સીડેન્ટ સમયે મારી હાજરી ન હોવાનો અફસોસ, આઈ.સી.યુ. માં જીવન-મરણ વચ્ચે એ ઝોલા ખાઈ રહી હતી ત્યારે કંઈ ન કરી શકવાની બેબસી અને લાચારીએ મને પોક મૂકી રડવા માટે મજબૂર કર્યો. ...Read More

11

દુશ્મન - 11

પ્રકરણ - 11 (અંતિમ) “હેય ડ્યુડ, યુ આર બિફોર ટાઈમ, નોવ? આટલી જલ્દી આવી ગયો? કેમ, મને મળવાની બહુ ઉતાવળ હતી કે શું? જોતો નથી? નાઉ, આઈ એમ વેરી બીઝી વિથ માય ફ્રેન્ડ્ઝ, પેલી બેન્ચ પર બેસ, આઈ વિલ કોલ યુ!” આકાશ કોઈ પણ એંગલથી ફોરેન સ્ટડી કરીને આવ્યો હોય એવો લાગતો ન હતો. તદ્દન થર્ડ ક્લાસ કોમેન્ટ્સ જે એણે મારી પર ઉછાળી અને એવા જ થર્ડ ક્લાસ એના ફ્રેન્ડ્ઝ! મારી તરફ જોઈ ખિખિયાટા બોલાવતા તેઓ આકાશને ફૂડ કોર્નરમાં ખેંચી ગયા. ઓહ યસ, એ લોકો માટે તો એ મની બેંક હતી. ટાપસી ન પુરાવે તો ખોરાક ...Read More