જુગાર.કોમ

(475)
  • 61k
  • 20
  • 22.7k

મહાભારતનાં જુગટુકાંડમાં દ્રૌપદી હરાયાની ઘટનાનો પ્રતિઘોષ આપતી ઘટનામાં બે સ્ત્રીઓ દ્વારા જુગારમાં દાવ પર મુકાય છે: પતિદેવ.. એક વિરક્ત પુરૂષના જીવનમાં આવતા ઝંઝાવાતમાંથી ઉગરવા, સ્વયંને પૌરૂષી દાવ પર મુકી દેતા માણસની કથા એટલે જુગાર ડોટ કોમ .. સૌરાષ્ટ્રનાં નાનકડા ધોરાજી ગામથી શરૂં થયેલી કથા રાજસ્થાનનાં સીરોહી શહેર માં આકાર લેતી ઘુમરાયછે દિલ્હી, ઉતરાખંડ તરફ . એક યુવાન પોતાનાં પિતાનાં આક્રન્દી, વિસ્ફોટક, બયાનનું નાનકડું તર્પણ કરવા વેલેન્ટાઇન ડે ને દિવસે પોતાની પ્રેયસી, ભાવિ પત્નિ ને આપે છે, સાવ અનોખી ગિફ્ટ. જીંદગીનાં જુગાર માં અટવાતી ,ઘુમરાતી, ગુંથાતી કથામાં પિતા-પુત્રનો અહોભાવ તાદ્રશ્ય થાયછે. અને વિન્ની-નીલની પ્રણય પરિપક્વતા ચરિતાર્થ થાય છે.

Full Novel

1

જુગાર.કોમ

મહાભારતનાં જુગટુકાંડમાં દ્રૌપદી હરાયાની ઘટનાનો પ્રતિઘોષ આપતી ઘટનામાં બે સ્ત્રીઓ દ્વારા જુગારમાં દાવ પર મુકાય છે: પતિદેવ.. એક વિરક્ત જીવનમાં આવતા ઝંઝાવાતમાંથી ઉગરવા, સ્વયંને પૌરૂષી દાવ પર મુકી દેતા માણસની કથા એટલે જુગાર ડોટ કોમ .. સૌરાષ્ટ્રનાં નાનકડા ધોરાજી ગામથી શરૂં થયેલી કથા રાજસ્થાનનાં સીરોહી શહેર માં આકાર લેતી ઘુમરાયછે દિલ્હી, ઉતરાખંડ તરફ . એક યુવાન પોતાનાં પિતાનાં આક્રન્દી, વિસ્ફોટક, બયાનનું નાનકડું તર્પણ કરવા વેલેન્ટાઇન ડે ને દિવસે પોતાની પ્રેયસી, ભાવિ પત્નિ ને આપે છે, સાવ અનોખી ગિફ્ટ. જીંદગીનાં જુગાર માં અટવાતી ,ઘુમરાતી, ગુંથાતી કથામાં પિતા-પુત્રનો અહોભાવ તાદ્રશ્ય થાયછે. અને વિન્ની-નીલની પ્રણય પરિપક્વતા ચરિતાર્થ થાય છે. ...Read More

2

જુગાર.કોમ - 2

ક્રિષ્ના યોગરાજ સાથેની પોતાની પ્રથમ મુલાકાત ની કહાની પોતાની ભાવિ વહુંને કહે છે. પતિ યોગરાજે તેના માટે કહેલા કહી આનંદ કરાવે છે. આતરફ સાધું સતનીલ પણ પોતે કરેલા ગૃહત્યાગ પછી દિલ્હીમાં કરેલ સંઘર્ષ અને રાધારમણ મંદિર્માં સન્યાસી તરીકે પ્રવેશ મેળવ્યાની ઘટનાંને વાગોળતા હિમાલયનાં આશ્રમમાં રહેવાનાં અંતિમ દિવસો ગુજારેછે. ...Read More

3

જુગાર.કોમ - 3

સતનીલે ગૃહત્યાગ કર્યો ત્યારે ક્રિશ્ના મમ્મી અવાચક બનીગયા હતા. કજારીકા પણ ભાગી પોતાનાં ફ્લેટમાં જઇ ઉંઘની ગોળીઓનો ઓવરડોઝ લઇ પ્રયાસ કર્યો હતો. સતનીલ નાં ગયા પછી એક વખત ટી.વી. સમાચાર માં રથયાત્રાનાં ન્યુઝ્સીન માં રથમાં સાધુસતનીલ ને વિંધ્યા જોઇ જાય છે.આ ખબર તેણી યોગરાજ ને આપેછે ત્યારે યોગરાજે એટલુંજ કહ્યું મને ખબર છે. મુંબઇ નાં ડોક્ટર્ની સલાહ મુજબ ક્રિશ્નાને વતન ધોરાજી માં મોકલવાની ગોઠવણ કરેછે. ...Read More

4

જુગાર.કોમ - 4

મુંબઇનાં ડોક્ટરની સલાહ મુજબ યોગરાજ ક્રિષ્નાને ધોરાજી ગામે મોકલેછે. ક્રિશ્નાનો ભાઇ પદ્મકાંત જુની યાદો તાજી કરાવવાં બહેનને ઓસમ પરનાં માત્રીમાતાનાં મંદીરે લઇ જાય છે. ક્રિષ્નાની જુની સખી જમનાં ને ત્યાં હંમેશ મુજબ સાતમ આઠમ નાં તહેવાર પર મંડાતી જુગારની બાટ જોતા જોતા જુની યાદો તાજી થાયછે. જુગાર રમતા ઘરમાં ચોરી કરવાનો વારો આવ્યો હતો, જમનાં ને ત્યાં રમાતી બાજીમાં રોકડ રકમ ને બદલે પવ્વાટેલર ને મુક્યો... કે તરતજ ક્રિશ્નાનાં દિમાગ માં ઝટકો લાગ્યો ..બરાડી ઉઠી.. બાઝી બગાડી નાખી.. હા પણ ક્રિશ્નાની દિમાગી હાલત માં સુધારો દેખાયો...જમનાંએ આ વાત પદ્મકાંત ને કરી પદ્મકાંતે વર્ષોથી સંઘરેલી પ્રેમની અભિવ્યક્તિ જમનાં સમક્ષ કરી લીધી. ...Read More

5

જુગાર.કોમ - 5

ક્રિષ્નાને ધોરાજીથી ફરી સીરોહી લાવવામાં આવેછે. પણ આ વખતે તેનો ભાઇ પદ્મકાંત અને ખાસ સખી જમના પણ સાથે આવેછે. તરફ સન્યસ્ત જીવન ને છેલ્લી સલામ કરવાં તથા પ્રિયા વિન્નીને આપેલ વચન પુર્ણ કરવા સતનીલે આશ્રમનો ત્યાગ કર્યો. અને વતન સીરોહી તરફ રવાનાં થયો. માર્ગ માં, સન્યસ્ત જીવન નાં પ્રારંભનાં દિવસો માં દીલ્હીનાં રાધારમણ મંદીર માં પ્રવેશ મેળવ્યા ની યાદો તાજી થાય છે. અ તરફ યોગરાજ ને સમાચાર મળેછે,કે સતનીલ પરત આવેછે. માળા તરફ સાંજે પરત ફરતા પંખીને જોઇ યોગરાજ આનંદીત થાય છે. ...Read More

6

જુગાર.કોમ - 6

પિતાની દયાથીજ રાધારમણ મંદિરમાં સાધુત્વ પ્રાપ્ત થયું છે. તેવી જાણ સતનીલને થઇ જાય છે. જેથી સતનીલ રાધારમણ મંદિરનો પણ કરી જાય છે, હવે તે પિતાની છાયાથી દૂર હિમાલયની પહાડીઓમાં અઘોર સાધુઓની નિશ્રામાં ભટકતો કુંભનાં મેળામાં પહોચી જાય છે. ત્યાંથી સેવાશ્રમમાં સાધુત્વ સ્વીકારી સ્થિર થાયછે, આ બધું તેને સેવાશ્રામ માં યાદ આવે છે. સેવાશ્રમ છોડી સાધુત્વનો આખરી મુકામ પાર કરી સામગા થી દીલ્હી જવા રવાનાં થાય છે, રસ્તામાં બાગેશ્વર નગર માં રાની અમ્મા સાથે મુલાકાત થાય છે, ત્યારે ખબર પડેછે, કે રાની અમ્માજ ....... તરીકે અહી જીવન ગુજારેછે. ...Read More

7

જુગાર.કોમ - 7

રાની અમ્મા ઉર્ફે કજારીકા , દીકરા જેવા સતનીલ ને પોતાની નર્કાગાર જેવી જીવન કહાની કહેછે. કે મુંબઇ માં ભિક્ષાવૃતિ બાળપણ ગાળ્યું , મોટી થતા પુરૂષોની હવસભરી નજરોથી બચતા બાર ગર્લ તરીકે કામ કર્યું , મુંબઇથી ભાગી સીરોહી આવી બર્ડ ગ્રુપ બનાવ્યું અને ક્રિષ્ના જેવી સખી સાથે જુગાર નો જિંદગીનો તખ્તો બદલી નાંખતો દાવ ખેલ્યો. ત્યાંથી ભાગી કાનપુર વિન્ટેજ કાર ફેસ્ટીવલ માં હીઝ હઇનેસ રુદ્ર પ્રતાપસિંહ નો ભેટૉ થયો. તેની ઉપ પત્નિ બની ગઇ . અને રુદ્રપ્રતાપ નાં અવસાન પછી .અહી બાગેશ્વર માં સેવાકીય જીવન ગુજારે છે . વિગેરે વાતો અમ્મા રાની એ કહી. સતનીલ ત્યાંથી નીકળી સીરોહી જવા દીલ્હી ની બસ પકડે છે. ...Read More

8

જુગાર.કોમ - 8

જેના ઉપર આખા જીવનની જુગાર ગાથા રચાઇછે. એવી બે નારીઓ ક્રિષ્ના અને કજારીકા નિત્ય નિયમ મુજબ જુગાર રમવા બેસે એક ભારતીય સન્નારી કદી કલ્પી પણ ના શકે તેવી બાજી ખેલવા કજારીકા ક્રિશ્નાને તૈયાર કરેછે, કામાગ્નિમાં ભડભડતી કજારીકા ,, જુગારનીધુન ,, અને જુગાર નો કેફ . ક્રિશ્નાને એ નિર્ણય સુધી લઇજાય છે. કે ક્રિષ્ના જુગારની બાજીમાં પતિ યોગરાજ મહેતાને દાવ પર મુકી દે છે. અને હારી જાય છે. જીતમાં મેળવેલ યોગરાજ નામનાં સુવર્ણનાં સિક્કાને વટાવવા નાં પ્રથમ ચરનમાં મળેલી આંશીક સફળતા થી કજારીકા ખુશ થાયછે. ...Read More

9

જુગાર.કોમ - 9

જીતાયેલી બાજીનાં યોગરાજ્ને વશમાં કરી લેવા કજારીકા ક્રિષ્નાને માનસીક પ્રેશર આપી , બન્નેને એકાંત મળે તેવી વ્યવસ્થા કરવા પાડે છે. ... ક્રિશ્ના કામનાથ એવા ભગવાન શારણેશ્વર નાં શરણમાં જાયછે, .. આ તરફ બેગ્લોર માં જોબ કરતા સતનીલે મમ્મી,પપ્પાને સરપ્રાઇઝ આપવા તથા વીન્ની સાથે વેલેન્ટાઇન ડે ઉજવવા ફ્લાઇટ માં ઉદયપુર આવેછે,વીન્ની પિકઅપ કરવા જાય છે. . વીન્ની કજારીકા આન્ટી અને મમ્મી નાં જુગાર ની વાત કરી પપ્પાને ચેતવવા નીલ ને કહેછે. અને એક દિકરો પિતાનાં જીવનમાં આવનારી ચારિત્ર્યની આંધી વિશે ચેતવણી આપી દે છે. ...Read More

10

જુગાર.કોમ - 10

સતનીલે પિતાનાં જીવનમાં આવનારી આંધીથી તેઓને સચેત કરીદીધા. પોતાનાં ફેવરીટ સ્થળ ગંગાજળીયા જઇ વીન્ની સાથે વેલેન્ટાઇન ડે ઉજવેછે. ..... તરફ યોગરાજ મહેતા ની પત્નિ ક્રિશ્ના શારણેશ્વર નાં મંદિરે મહાપુજા કરવા જાય છે. પાછળથી કજારીકા એકાંત નો લાભ લેવા અને જીતેલી બાજી ને વટાવવા યોગરાજ ને બંગલે પહોચી જાય છે. ...Read More

11

જુગાર.કોમ - 11

યોગરાજ નાં બેડરૂમ માં ઉભાઉભા કજારીકા યોગરાજ્ને કામુક આહ્વાહન આપેછે. દ્વિધાયુક્ત યોગારાજ વિચારે છે. .કે એક તરફ કામાગ્નિ માં કજારીકાનું ખુલ્લું ઇજન અને એક તરફ પુત્રને આપેલ વચન. દોન ધ્રુવ વચ્ચે હિલોળા લેતા યોગરાજે અકથ્ય નિર્ણય લીધો. ...Read More

12

જુગાર.કોમ - 12

સતનીલ કજારીકા (રાની અમ્મા ) ની મુલાકાત લઇ દીલ્હી તરફ્ રવાનાં થાય છે. જ્યાં રાધારમણ મંદીર નાંંજુના મિત્ર સેવક મળી તેને સાચવવા આપેલ અમાનત પાછી મેળવે છે. સાધુવેષનો ત્યાગ કરે છે, અને સીરોહી તરફ જવા રવાનાં થાય છે, રસ્તામા6 ફરી ભુતકાળ તાજો થાયછે. કે વીન્ની સાથે ઉદયપુર થી ગંગાજળીયા જઇ સાંજે વળતા સીરોહી જવા નીકળ્યૉ અને માર્ગમાં સમગ્ર પરિવારને આંચકારૂપ એક નિર્ણય લે છે. ...Read More

13

જુગાર.કોમ - 13

નીલ સીરોહી આવ્યો. પરંતું વિંધ્યાનાં ઘરમાંં રોકાયો. કજારીકાનાં શબ્દો તેનાંં કાનમાંં અથડાતા હતા . વિંધ્યા યોગરાજને મળી સમગ્ર ઘટનાં ક્યાસ કાઢી નીલ ને કજારીકા ની નિષ્ફળતા ની વાત કરેછે. નીલ વિચારેછે.કે મારા એક વચન ખાતર પપ્પા આવડું મોટું અસત્ય બોલ્યા. હવે મારે પ્રાયશ્વિત કરવું પડશે. સાધુ બનવાનો નિર્ણય લે છે. વજ્રદત શાસ્ત્રી પણ નીલ ને સમજાવવામાં નિષ્ફળ રહેછે. આખરે નીલ નો નિર્ણય આખરી રહેછે. ...Read More

14

જુગાર.કોમ - 14

યોગરાજ થી હારેલી કજારીકા ફરી બાજી જીતવા નવો દાવ વિચારે છે કે પિતા નહીં તો યુવાન પુત્ર .. આખર જુવાન તો ખરો .. કજારીકા યોગરાજ મહેતા નાં બંગલે ફરી જાય છે. પરંતું પ્રવેશતાજ સતનીલ ને સાધુ વેષ માં જુએછે. આખરી પછડાટ ખાઇ ને ભાગેલી કજારીકા આત્મ્હત્યાનો પ્રયાસ કરેછે. આતરફ સતનીલ ગૃહત્યાગ કરી રેલ્વે સ્ટેશને થી ટ્રેન પકડે છે. અને બરાબર સાત વર્ષે એજ પ્લેટ્ફોર્મ પર પરત ફરેછે. બધાને મળે છે. શિવાઅદાએ કહ્યું વિંધ્યા ગંગાજળીયાની જગ્યામાં તારી રાહ જુએછે. ...Read More

15

જુગાર.કોમ - 15

મિલન ની આગલી રાત્રે વિંધ્યા સપનું જુએછે. બીજે દિવસે નીલ ને સરપ્રાઇઝ આપવા તેણી ગંગાજળીયા ની જગ્યામાં જાયછે. અને રચાયછે. બે પ્રેમીઓનાં પ્રેમનું ગગનમંડળ આખરમાં બન્ને નું ભાવ મિલન થાયછે. મોરપિંચ્છની સાક્ષીમાં ..અને દબાયેલો અવાજ સંભળાય છે. વાની મારી વીન્ની ...Read More