મર્ડર એક કહાની

(526)
  • 20.1k
  • 48
  • 8.6k

તે સમયે કલ્યાણ રેલ્વે સ્ટેશન પર બહુજ ભીડ હતી, તે સમયે લોનાવાલા માં કોઈ સરકારી ભરતી હશે!! પ્લેટફોર્મ ની બેન્ચ પર, વેઇટિંગ રૂમમાં, જ્યાં પણ જુવો જુવાન ચેહરા જોવા મળતા હતા. "યાત્રીગણ કૃપીયા ધ્યાન દે, ગાડી નંબર ૧૧૨૫૬...ચેન્નાઇ એક્સપ્રેસ પ્લેટફૉર્મ નંબર ૩ પે ખડી હે." જાહેરાત થતાં લોકો ફટાફટ પોતાનો સામાન લઈને, પટ્રીઓ ઉપર ઉતરી ગયા અને પ્લેટફૉર્મ નંબર ૩ ઉપર ઉભેલી ટ્રેનમાં ચડવા લાગ્યા. મુંબઈથી ચેન્નાઇ જતી આ ટ્રેનમાં આમ તો રિઝર્વ ટીકીટ વાળા જ યાત્રીઓ ચડતા હતા, પણ વચ્ચે લોનાવાલા હોવાથી બુકિંગ ન મળ્યું હોય એવા લોકો પણ ચડવા લાગ્યા હતા. સ્લીપર ડબ્બામાં તો દરવાજા પાસે પાંચ પાંચ

Full Novel

1

મર્ડર એક કહાની - ભાગ-૧

તે સમયે કલ્યાણ રેલ્વે સ્ટેશન પર બહુજ ભીડ હતી, તે સમયે લોનાવાલા માં કોઈ સરકારી ભરતી હશે!! પ્લેટફોર્મ ની પર, વેઇટિંગ રૂમમાં, જ્યાં પણ જુવો જુવાન ચેહરા જોવા મળતા હતા. "યાત્રીગણ કૃપીયા ધ્યાન દે, ગાડી નંબર ૧૧૨૫૬...ચેન્નાઇ એક્સપ્રેસ પ્લેટફૉર્મ નંબર ૩ પે ખડી હે." જાહેરાત થતાં લોકો ફટાફટ પોતાનો સામાન લઈને, પટ્રીઓ ઉપર ઉતરી ગયા અને પ્લેટફૉર્મ નંબર ૩ ઉપર ઉભેલી ટ્રેનમાં ચડવા લાગ્યા. મુંબઈથી ચેન્નાઇ જતી આ ટ્રેનમાં આમ તો રિઝર્વ ટીકીટ વાળા જ યાત્રીઓ ચડતા હતા, પણ વચ્ચે લોનાવાલા હોવાથી બુકિંગ ન મળ્યું હોય એવા લોકો પણ ચડવા લાગ્યા હતા. સ્લીપર ડબ્બામાં તો દરવાજા પાસે પાંચ પાંચ ...Read More

2

મર્ડર એક કહાની - ભાગ ૨

રેલ્વે સ્ટેશન પર ચાઈ અને પાણી વાળા લોકોની ભીડ હતી, અને A3 ડબ્બામાં કાળા રંગના કવર વાળી કિતાબ વિકાસના હતી. અસ્થાના સાહેબ પોતાની મૂછોને તાવ આપતા બોલ્યા " તો શરૂ કરીએ" વિકાસ સીટ પર પાછળ ખસીને, પગ પર પગ ચડાવતો બોલ્યો " હા, બિલકુલ." અસ્થાના સાહેબ બોલ્યા " આ કહાની મે ફર્સ્ટ પર્સન માં લખી છે, એટલે કે કહાનીનો હીરો ખુદ લેખક છે." કહાની કંઇક આમ છે. સાત અરબ ચેહરા જોઈ ને કહું છું કે અહીંયા કંઇજ મફતમાં મળતું નથી. રોટલીનો પ્રત્યેક ટુકડો, નર્મ બિસ્તરની પ્રત્યેક કરવટ, કમાવવી પડે છે. જિંદગીમાં ક્યારેય એવો મોડ આવી જાય છે કે બેઈમાની, ...Read More

3

મર્ડર એક કહાની - ભાગ-૩

લોનાવલા સ્ટેશન પરથી ટ્રેન ચાલવા માંડી, પ્લેટફોર્મ પર ભીડ હતી. પણ ટ્રેન હવે ખાલી નજર આવી રહી હતી. સરકારી વાળા બધાજ યુવાન લોનાવલા સ્ટેશન પર ઉતરી ગયા હતા. ટ્રેન ધીરે ધીરે ગતિ વધારી અને પ્લેટફોર્મ પરથી આવતો અવાજ ઓછો થઈ ગયો. A3 ડબ્બામાં બેઠેલા અસ્થાના સાહેબ ની સામેની સીટ ખાલી હતી. વિકાસ પોતાની સીટ પર નહોતો, અસ્થાના સાહેબ કંઇક ઊંડા વિચારોમાં ખોવાયેલા હતા. ત્યાંજ દરવાજો ખુલ્યો, વિકાસ પોતાના હાથ લૂછતો લૂછતો અંદર આવ્યો અને સીટ પર બેસતા બોલ્યો, "સોરી, તો કહો કે પછી શું થયું, શું સુચિત્રા નો પતિ અફસાના ના ઘરે ગયો પાર્ટીમાં..?" " બિલકુલ ગયો, એતો જવા ...Read More

4

મર્ડર એક કહાની - ભાગ-૪

ચેન્નઈ એક્સપ્રેસ હવે ધીરે ધીરે ગતિ વધારી રહી હતી, દૂર દૂર સુધી દેખાતા પહાડો અને લીલીછમ હરિયાળી એકબીજાને મળી હતા. બહારનો અવાજ A3 ડબ્બામાં ધીરે ધીરે ઓછો થઈ ગયો હતો. અસ્થાના સાહેબ વિકાસની કહાની સાંભળી રહ્યા છે, વિકીનું અફેર સુચિત્રા નહિ પણ અફસાના સાથે છે એવું કહી અને કહાની આગળ કહે છે. અસ્થાના સાહેબ ના મગજમાં બેચેની વધતી જતી હતી. "શું થયું અસ્થાના સાહેબ, તમેં શોકમાં કેમ ડૂબી ગયા, અરે આ તો બસ કહાની છે અને કહાની મારી છે, મને જેમ ગમે તેમ કરું..!" અસ્થાના સાહેબ પોતાનું ખુલેલું મોં બંધ કરતા બોલ્યા " હા...હા.. સંભાળવો સંભળાવો કોઈ ચિંતા નથી." ...Read More