"અદ્રશ્ય મુસાફર.. " પ્રકરણ ૧: "મેમરી કાર્ડ..! " "એક ચહેરો ધુમ્મસમાં અદ્રશ્ય થઇ રહ્યો છે, એ દફન થઈને પણ એક કુશળ ચાલ રમી રહ્યો છે. " 20 ડિસેમ્બર 2012 સાંજના 8:30 નો સમય.. "ડ્રાઇવર કાર જલ્દી ચલાવો, ઓલરેડી બહુ લેટ થઈ ગયું છે." iphone ની તરફ એકીટશે જોતા હેમાંગી બોલી. આઇ ફોનની ગેલેરીમાં હેમાંગી અને તેના હસબન્ડ રવીશના ફોટોને તે આંખોમાં પલકારો માર્યા વિના એકદમ ધ્યાનથી જોઈ રહી હતી . "બધું જ બરાબર તો હતું લાઇફમાં, શું કરવા આવું કરવાનું મેં વિચાર્યું.? એક ભૂલ બધું છિનવીને લઈ ગઈ મારું. પસ્તાવો છે, પણ કોની સાથે શેર કરું? નહીં સહન થાય આ
Full Novel
અદ્રશ્ય મુસાફર.. - 1
"અદ્રશ્ય મુસાફર.. " પ્રકરણ ૧: "મેમરી કાર્ડ..! " "એક ચહેરો ધુમ્મસમાં અદ્રશ્ય થઇ રહ્યો છે, એ દફન થઈને પણ કુશળ ચાલ રમી રહ્યો છે. " 20 ડિસેમ્બર 2012 સાંજના 8:30 નો સમય.. "ડ્રાઇવર કાર જલ્દી ચલાવો, ઓલરેડી બહુ લેટ થઈ ગયું છે." iphone ની તરફ એકીટશે જોતા હેમાંગી બોલી. આઇ ફોનની ગેલેરીમાં હેમાંગી અને તેના હસબન્ડ રવીશના ફોટોને તે આંખોમાં પલકારો માર્યા વિના એકદમ ધ્યાનથી જોઈ રહી હતી . "બધું જ બરાબર તો હતું લાઇફમાં, શું કરવા આવું કરવાનું મેં વિચાર્યું.? એક ભૂલ બધું છિનવીને લઈ ગઈ મારું. પસ્તાવો છે, પણ કોની સાથે શેર કરું? નહીં સહન થાય આ ...Read More
અદ્રશ્ય મુસાફર.. - ૨ - શતરંજ..!
"અદ્રશ્ય મુસાફર.. " પ્રકરણ ૨:"શતરંજ..! " "સર પેલા 'જે' નામ વાળા વિશે માહિતી મળી છે..!" ઇસ્પેક્ટર દીવાનના પન્ટરનો બીજા કોલ આવ્યો. "બોલ ,શું ઇન્ફોર્મેશન છે..?" દીવાને પૂછયું. "જીમી નામ છે સર, હેમાંગીનો કોલેજનો ફ્રેન્ડ છે. હેમાંગી અને જીમીની સાથે તેના બીજા પાંચેક ફ્રેન્ડ્સનું ગ્રુપ છે . વિકેન્ડ્સમાં જોડે બધા એન્જોય કરવા માટે અલગ અલગ જગ્યા ઉપર જતા હોય છે. ઈવન હેમાંગી નો હસબન્ડ રવીશ પણ તેમનો સારો ફ્રેન્ડ છે. " "બંને વચ્ચે કોઈ આડા રિલેશન?" દીવાને લીડિંગ સવાલ પૂછયો? "સર, મારી પ્રાથમિક તપાસમાં તો એવું લાગતું નથી....!" પન્ટર બોલ્યો. "તો તારી પ્રાથમિક તપાસમાં વધારે ડિટેલિંગ કર . મને સાંજ ...Read More
અદ્રશ્ય મુસાફર.. - ૩ - ઉલટફેર..!
"ખેલ તાશનો હતો અને જીંદગી દાવ પર લાગી ગઈ, દાવ એવો રમાયો કે હારેલી બાજી પણ કામ લાગી ગઈ...! ફોન આવતાંના એક કલાક પહેલા, ડોક્ટર અંબાલીયાની ઓફિસમાં જીમી ,હેમાંગી ડૉ. અંબાલીયા ની સામે બેઠા છે, એની બાજુમાં ઇન્સ્પેક્ટર દીવાન હાથમાં પિસ્તોલ લઇને બેઠા છે .. તેઓ પિસ્તોલને હેમાંગી અને જીમીની સામે વારાફરતી તાકી રહ્યા છે. જીમીના શરીરના દરેક છિદ્રમાંથી પરસેવો છૂટી રહ્યો છે. "સર મે કંઈ નથી કર્યું, આ બધો પ્લાન હેમાંગીનો હતો....!" જોરદાર ચીસ સાથે જીમી બોલ્યો.. હેમાંગીએ પહેલા જીમી સામે જોયું અને તરત પછી દીવાનની સામે...! "સર મે જે કર્યું એ મારા હસબન્ડ ના સારા માટે કરેલું...!!" હેમાંગીએ ...Read More