ભારતની વ્યથા :- શિક્ષણ

(15)
  • 24.5k
  • 1
  • 9k

*હાલના ભારતની શિક્ષણની સ્થિતિ અને તેના મુખ્ય કારણો* શિક્ષણ કોઇ પણ દેશની સભ્યતા અને સંસ્કૃતિનું અનિવાર્ય અંગ હોય છે. શિક્ષણ દ્વારા વ્યક્તિનો સર્વાંગીણ વિકાસ થાય છે, એટલું જ નહીં, સામાજિક અને સાંસ્કૃતિક વારસાનું સંરક્ષણ પણ થાય છે. નવી પેઢી પોતાની સંસ્કૃતિ પ્રત્યે શ્રદ્ધા અને નિષ્ઠા એ શિક્ષણના માધ્યમથી જ ટકાવી શકે છે કે જે શિક્ષણનો આધાર તેની પોતાની સંસ્કૃતિ હોય. *ભારતીય શિક્ષણમાં રાષ્ટ્રપ્રેમની વિચારધારાનો સીધો સંબંધ ભારતીયતા અને રાષ્ટ્રીયતા સાથે રહ્યો છે. 1947માં ભારત સ્વતંત્ર થયું, ત્યારે ભારતના મોટા ભાગના લોકોએ માન્યું કે ભારતીય શિક્ષણમાં ભારતીયતા અને રાષ્ટ્રીયતા સ્વાભાવિકપણે જ મહત્વનું સ્થાન પ્રાપ્ત

New Episodes : : Every Tuesday

1

ભારતની વ્યથા...શિક્ષણ - શિક્ષણ વ્યવસ્થા

*હાલના ભારતની શિક્ષણની સ્થિતિ અને તેના મુખ્ય કારણો* શિક્ષણ કોઇ પણ દેશની સભ્યતા સંસ્કૃતિનું અનિવાર્ય અંગ હોય છે. શિક્ષણ દ્વારા વ્યક્તિનો સર્વાંગીણ વિકાસ થાય છે, એટલું જ નહીં, સામાજિક અને સાંસ્કૃતિક વારસાનું સંરક્ષણ પણ થાય છે. નવી પેઢી પોતાની સંસ્કૃતિ પ્રત્યે શ્રદ્ધા અને નિષ્ઠા એ શિક્ષણના માધ્યમથી જ ટકાવી શકે છે કે જે શિક્ષણનો આધાર તેની પોતાની સંસ્કૃતિ હોય. *ભારતીય શિક્ષણમાં રાષ્ટ્રપ્રેમની વિચારધારાનો સીધો સંબંધ ભારતીયતા અને રાષ્ટ્રીયતા સાથે રહ્યો છે. 1947માં ભારત સ્વતંત્ર થયું, ત્યારે ભારતના મોટા ભાગના લોકોએ માન્યું કે ભારતીય શિક્ષણમાં ભારતીયતા અને રાષ્ટ્રીયતા સ્વાભાવિકપણે જ મહત્વનું સ્થાન પ્રાપ્ત ...Read More

2

ભારતની વ્યથા...શિક્ષણ - શિક્ષણ વ્યવસ્થા - 2

*ભારતીય શિક્ષણ વ્યવસ્થા કઈ રીતે અને કોણે ધ્વસ્ત કરી નાખી ??* શિક્ષણ વ્યવસ્થાને વિદેશી આક્રમણોનો ભીષણ આઘાત સહન કરવો પડ્યો. મુઘલોના શાસનકાળમાં ભારતના શિક્ષણકેન્દ્રોને નષ્ટભ્રષ્ટ કરી દેવામાં આવ્યા, તો પણ મોઘલ શાસકો ભારતીય શિક્ષણને એટલું નુકશાન કરી ન શક્યા જેટલું અંગ્રેજોએ કર્યું. અંગ્રેજોએ મુઘલ શાસકોની જેમ શિક્ષણકેન્દ્રોને બાળી નાખીને કે જમીનદોસ્ત કરીને તો નષ્ટ ન કર્યા, પરંતુ કાયદાઓ બનાવીને ભારતમાં અંગ્રેજી શિક્ષણપદ્ધતિ ઘુસાડી અને ગુરુકુળ વ્યવસ્થા કાયદાથી ભાંગી નાખી. મેકોલેની કુટિલ નીતિ અનુસાર " અંગ્રેજી શિક્ષણપદ્ધતિ દ્વારા ભારતીયો માત્ર શરીરથી ભારતીય રહેશે, મનથી તેઓ સંપૂર્ણપણે અંગ્રેજ બની જશે." મેકોલેની નીતિ સફળ થઈ. અંગ્રેજીશિક્ષિત ભારતીય યુવકોના ...Read More

3

ભારતની વ્યથા :- શિક્ષણ - ભાગ - 3

જીવન વિકાસનો પર્યાય એટલે શિક્ષણ શિક્ષણ મનુષ્ય જીવનના પરિષ્કાર વિકાસની પ્રણાલી છે. જીવનના પ્રત્યેક અનુભવને શિક્ષણ કહી શકાય, વાસ્તવિક રીતે સમગ્ર માનવજીવન જ શિક્ષણ છે અને શિક્ષણ જ જીવન છે. જે કોઈ વ્યવહાર મનુષ્યના જ્ઞાનની પરિધીને વિસ્તૃત બનાવે, એની અંતરદ્રષ્ટિને ગહેરાઈ આપે, એની પ્રતિક્રિયાઓનો પરિષ્કાર કરે, ભાવનાઓ તેમજ ક્રિયાઓને ઉત્તેજિત કરે અથવા કોઈને કોઈ સ્વરૂપે એને પ્રભાવિત કરે તે શિક્ષણ જ છે. શિક્ષણશાસ્ત્રમાં વ્યક્તિત્વના સંતુલિત અને સંપૂર્ણ વિકાસને શિક્ષણનું લક્ષ્ય માનવામાં આવ્યું છે. શિક્ષણ મનુષ્યની આંતરિક શક્તિઓનો સર્વાંગીણ અર્થાત શરીર, મન, બુદ્ધિ અને આત્માનો વિકાસ છે. શિક્ષણનો સંબંધ જેટલો વ્યક્તિ સાથે છે, તેથી ...Read More