ધક ધક ગર્લ

(2.1k)
  • 161.3k
  • 71
  • 61.2k

ગજબની સુંદરતાનું વરદાન પામેલી એક અફલાતૂન યુવતી, કે જેની નશીલી, છતાંય નિર્દોષ આંખોમાં કોઈક એવું ચુંબકીય-તત્વ હોય, જેને કારણે જોનારની નજર ત્યાંથી ખસવાનું નામ જ ન લે...તેનાં લચકદાર, ઘાટીલા, સુડોળ અંગોમાં છલકાતું અપ્રિતમ લાવણ્ય, કે જે મનગમતી કલ્પનાઓ કરવા માટે મનને મજબુર કરી દે..! . વિચાર કરો, કે હૃદયના ધડ્કારાઓ પુરઝડપે વધારી દે, તેવી આ ધક ધક ગર્લનો સામનો, કોઈ તરવરીયા અને જોશીલા નવયુવાનને સાવ અચાનક જ થઇ જાય, તો તેનાં સમગ્ર બદનમાં અનાયાસે જ દોડવા લાગેલી વીજળીઓના ઝણઝણાટને તેનાં યુવાન અંગો કેવી રીતે અવગણી શકે . તે યુવાનની હાલત કેવી થઇ જાય, ખાસ કરીને ત્યારે, કે જયારે તેની પોતાની પ્રેમિકા ત્યારે ત્યાં મોજુદ જ હોય એ પ્રેમિકા, કે જે આ યુવાનના હૃદયના કોઈ ખૂણામાં સદાય વસેલી હોય. પણ રાતની એકલતામાં આ યુવકના હ્રદયમાં ચુપકેથી પેસીને આ ધકધકીયાણી જો પોતાના હાથ-પગ પહોળા કરી, આ યુવકનાં સમગ્ર હૃદય પર પૂર્ણપણે કબજો જમાવી લે, તો આ યુવકે પોતાની પ્રેમિકાને આપેલ વફાદારીના વાયદાઓનું શું થાય . મનમાં મોજુદ મનગમતીનો મજબુત પ્રેમ આ હુમલાખોર હસીનાનાં હુડદંગનો સામનો કેટલો કરી શકે . માસૂમ પ્રેમની મૂંઝવણભરી પરિસ્થિતિ એટલે... ધક ધક ગર્લ

Full Novel

1

ધક ધક ગર્લ -ભાગ ૧

ગજબની સુંદરતાનું વરદાન પામેલી એક અફલાતૂન યુવતી, કે જેની નશીલી, છતાંય નિર્દોષ આંખોમાં કોઈક એવું ચુંબકીય-તત્વ હોય, જેને કારણે નજર ત્યાંથી ખસવાનું નામ જ ન લે...તેનાં લચકદાર, ઘાટીલા, સુડોળ અંગોમાં છલકાતું અપ્રિતમ લાવણ્ય, કે જે મનગમતી કલ્પનાઓ કરવા માટે મનને મજબુર કરી દે..! . વિચાર કરો, કે હૃદયના ધડ્કારાઓ પુરઝડપે વધારી દે, તેવી આ ધક ધક ગર્લનો સામનો, કોઈ તરવરીયા અને જોશીલા નવયુવાનને સાવ અચાનક જ થઇ જાય, તો તેનાં સમગ્ર બદનમાં અનાયાસે જ દોડવા લાગેલી વીજળીઓના ઝણઝણાટને તેનાં યુવાન અંગો કેવી રીતે અવગણી શકે . તે યુવાનની હાલત કેવી થઇ જાય, ખાસ કરીને ત્યારે, કે જયારે તેની પોતાની પ્રેમિકા ત્યારે ત્યાં મોજુદ જ હોય એ પ્રેમિકા, કે જે આ યુવાનના હૃદયના કોઈ ખૂણામાં સદાય વસેલી હોય. પણ રાતની એકલતામાં આ યુવકના હ્રદયમાં ચુપકેથી પેસીને આ ધકધકીયાણી જો પોતાના હાથ-પગ પહોળા કરી, આ યુવકનાં સમગ્ર હૃદય પર પૂર્ણપણે કબજો જમાવી લે, તો આ યુવકે પોતાની પ્રેમિકાને આપેલ વફાદારીના વાયદાઓનું શું થાય . મનમાં મોજુદ મનગમતીનો મજબુત પ્રેમ આ હુમલાખોર હસીનાનાં હુડદંગનો સામનો કેટલો કરી શકે . માસૂમ પ્રેમની મૂંઝવણભરી પરિસ્થિતિ એટલે... ધક ધક ગર્લ ...Read More

2

ધક ધક ગર્લ -ભાગ ૨

ગજબની સુંદર અને અફલાતૂન યુવતી, કે જેની નશીલી આંખોમાં કોઈક એવું ચુંબકીય-તત્વ હોય, જેને કારણે જોનારની નજર ત્યાંથી ખસવાનું જ ન લે...તેનાં લચકદાર, ઘાટીલા, સુડોળ અંગોમાં છલકાતું અપ્રિતમ લાવણ્ય, કે જે મનગમતી કલ્પનાઓ કરવા માટે મનને મજબુર કરી દે..! વિચાર કરો, કે હૃદયના ધડ્કારાઓ પુરઝડપે વધારી દે, તેવી આ ધક ધક ગર્લ નો સામનો, કોઈ તરવરીયા અને જોશીલા નવયુવાનને સાવ અચાનક જ થઇ જાય, તો તેનાં સમગ્ર બદનમાં અનાયાસે જ દોડવા લાગેલી વીજળીઓના ઝણઝણાટને તે કેવી રીતે અવગણી શકે તે યુવાનની હાલત કેવી થઇ જાય ખાસ કરીને કે જયારે તેની પોતાની પ્રેમિકા ત્યાં મોજુદ જ હોય એ પ્રેમિકા, કે જે આ યુવાનના હૃદયના કોઈ ખૂણામાં સદાય વસેલી હોય, પણ રાતની એકલતામાં આ યુવકના હ્રદયમાં છાનીમાની પેસીને આ ધકધકીયાણી જો આ યુવકનાં સમગ્ર હૃદય પર પૂર્ણપણે કબજો જમાવી લે, તો આ યુવકે પોતાની પ્રેમિકાને આપેલ વફાદારીના વાયદાઓનું શું થાય મનમાં મોજુદ મનગમતીનો મજબુત પ્રેમ આ હુમલાખોર હસીનાનાં હુડદંગનો સામનો કેટલો કરી શકે માસૂમ પ્રેમની મૂંઝવણભરી પરિસ્થિતિ એટલે... ધક ધક ગર્લ ! ...Read More

3

ધક ધક ગર્લ -ભાગ ૩

ગજબની સુંદર અને અફલાતૂન યુવતી, કે જેની નશીલી આંખોમાં કોઈક એવું ચુંબકીય-તત્વ હોય, જેને કારણે જોનારની નજર ત્યાંથી ખસવાનું જ ન લે...તેનાં લચકદાર, ઘાટીલા, સુડોળ અંગોમાં છલકાતું અપ્રિતમ લાવણ્ય, કે જે મનગમતી કલ્પનાઓ કરવા માટે મનને મજબુર કરી દે..! વિચાર કરો, કે હૃદયના ધડ્કારાઓ પુરઝડપે વધારી દે, તેવી આ ધક ધક ગર્લ નો સામનો, કોઈ તરવરીયા અને જોશીલા નવયુવાનને સાવ અચાનક જ થઇ જાય, તો તેનાં સમગ્ર બદનમાં અનાયાસે જ દોડવા લાગેલી વીજળીઓના ઝણઝણાટને તે કેવી રીતે અવગણી શકે તે યુવાનની હાલત કેવી થઇ જાય ખાસ કરીને કે જયારે તેની પોતાની પ્રેમિકા ત્યાં મોજુદ જ હોય એ પ્રેમિકા, કે જે આ યુવાનના હૃદયના કોઈ ખૂણામાં સદાય વસેલી હોય, પણ રાતની એકલતામાં આ યુવકના હ્રદયમાં છાનીમાની પેસીને આ ધકધકીયાણી જો આ યુવકનાં સમગ્ર હૃદય પર પૂર્ણપણે કબજો જમાવી લે, તો આ યુવકે પોતાની પ્રેમિકાને આપેલ વફાદારીના વાયદાઓનું શું થાય મનમાં મોજુદ મનગમતીનો મજબુત પ્રેમ આ હુમલાખોર હસીનાનાં હુડદંગનો સામનો કેટલો કરી શકે માસૂમ પ્રેમની મૂંઝવણભરી પરિસ્થિતિ એટલે... ધક ધક ગર્લ ! ...Read More

4

ધક ધક ગર્લ - ભાગ ૪

ગજબની સુંદર અને અફલાતૂન યુવતી, કે જેની નશીલી આંખોમાં કોઈક એવું ચુંબકીય-તત્વ હોય, જેને કારણે જોનારની નજર ત્યાંથી ખસવાનું જ ન લે...તેનાં લચકદાર, ઘાટીલા, સુડોળ અંગોમાં છલકાતું અપ્રિતમ લાવણ્ય, કે જે મનગમતી કલ્પનાઓ કરવા માટે મનને મજબુર કરી દે..! વિચાર કરો, કે હૃદયના ધડ્કારાઓ પુરઝડપે વધારી દે, તેવી આ ધક ધક ગર્લ નો સામનો, કોઈ તરવરીયા અને જોશીલા નવયુવાનને સાવ અચાનક જ થઇ જાય, તો તેનાં સમગ્ર બદનમાં અનાયાસે જ દોડવા લાગેલી વીજળીઓના ઝણઝણાટને તે કેવી રીતે અવગણી શકે તે યુવાનની હાલત કેવી થઇ જાય ખાસ કરીને કે જયારે તેની પોતાની પ્રેમિકા ત્યાં મોજુદ જ હોય એ પ્રેમિકા, કે જે આ યુવાનના હૃદયના કોઈ ખૂણામાં સદાય વસેલી હોય, પણ રાતની એકલતામાં આ યુવકના હ્રદયમાં છાનીમાની પેસીને આ ધકધકીયાણી જો આ યુવકનાં સમગ્ર હૃદય પર પૂર્ણપણે કબજો જમાવી લે, તો આ યુવકે પોતાની પ્રેમિકાને આપેલ વફાદારીના વાયદાઓનું શું થાય મનમાં મોજુદ મનગમતીનો મજબુત પ્રેમ આ હુમલાખોર હસીનાનાં હુડદંગનો સામનો કેટલો કરી શકે માસૂમ પ્રેમની મૂંઝવણભરી પરિસ્થિતિ એટલે... ધક ધક ગર્લ ! ...Read More

5

ધક ધક ગર્લ - ભાગ ૫

આય ગોટ એન્ગેજ્ડ.. ફક્ત ત્રણ શબ્દોના એક જ વાક્યે અમને એકબીજાથી કેટલા દુર કરી નાખ્યા હતા..! એટલા દુર..કે અમારે બેઉએ ફોન કરતા ય હવે વિચાર કરવો પડે છે. ક્ષણાર્ધમાં જ તેનું જગ અને મારું જગ..સાવ જ વેગળા પડી ગયા હતા. હજી ગઈકાલ-પરમદિવસ સુધી અમારા સપનામાં ય નહોતો એવા કોઈ પાટીલના છોકરાએ તેની આંગળીમાં વીંટી શું પહેરાવી..આજ સુધી મારી જ કહેવાતી તન્વી, આજે તેની થઇ ગઈ.. ફક્ત તેની જ..! . ખુબ જ વિચિત્ર લાગતું હતું આ બધું, જાણે કે મને કોઈ લકવો મારી ગયો હોય. શરીર આખું જાણે બધીર પડી ગયું હોય. ગમે તેમ તો ય, હું અને તન્વી છેલ્લા બે-ત્રણ વર્ષથી સાથે જ હતા. કેટલીયે ક્ષણો અમે સાથે જ વિતાવી હતી. કેટલીયે મુવીઝ.. મ્યુઝીક કોન્સર્ટ્સ.. નાની નાની વસ્તુઓનું શોપિંગ.. લોંગ-ડ્રાઈવ.. એકબીજાના સુખ-દુઃખમાં સાથ.. એકમેકને ચીયર-અપ કર્યા હતા.. એકબીજાની વિનિંગ-મોમેન્ટસ સેલીબ્રેટ કરી હતી. એકબીજાના બર્થડે પર સહુથી પહેલા વિશ કર્યા હતા. કેટલા બધા મેસેજીસ.. કેટલા બધા લવ યુ કેટલા બધા મિસ્સ..યુ ઉફ્ફ..!!! . અચાનક મારી છાતી ભરાઈ આવી. છોકરો જોવા આવે, ત્યાં સુધી ઠીક છે. પણ આવું સાવ અચાનક એન્ગેજ્ડ બધું જ જાણે પૂરું થઇ ગયું હોય તેવું લાગવા લાગ્યું. ...Read More

6

ધક ધક ગર્લ - ભાગ ૬

તો.. તન..તન..તન્મય -તેની જીભ હવે ગેગેફેફે થવા લાગી હતી- હાઉ ઈઝ યોર લોં...ગ આઈલેન્ડ ટી.. . ઈટ સ ગુડ..! -મેં ટૂંકો જવાબ આપ્યો. . એમ આય વિલ ઓર્ડર વન ફોર મી ઓલ્સો. -વેઈટરને ઈશારો કરીને બોલાવતા તે બોલી. . તન્વી, ઈનફ..! ઓલરેડી તે આટલી ટકીલા લીધી છે, ને આ હવે લોંગ આયલેન્ડ આમાં તો ટકીલાના ડબલ શોટ્સ હોય છે, અને તે શિવાય રમ અને વોડકા પણ. -મેં તેને ટેકનીકલ સમજાવવાનો પ્રયત્ન કર્યો. . શટઅપ તન..તન્મય. આય એમ નોટ યર ગર્લ..ગલ..ગર્લફ્રેન્ડ નાઉ..! -તન્વી અટકી અટકીને બોલી. . મારી સહનશક્તિનો હવે અંત આવી ગયો. એક તો મને અહીં ઇન્વાઇટ કરીને મારી સાથે કોઈ ખાસ વાતચીત પણ નહોતી કરી, ઉલટું મારે તેની સાસર-વાડીની સહેલ સહેવી પડી હતી, એટલે સટાક દઈને હું રાગ ખાઈને ઉભો થઇ ગયો. . સો..સોરી. જા...નુ ! ચીડલાસ કાય.. -તન્વીની આંખો ભારે થયેલી દેખાતી હતી. ખરેખર તેને વધુ પડતી જ થઇ ગઈ હતી. . તન્વી, પ્લીઝ.. બિહેવ યોરસેલ્ફ. . હાઉ કેન આઈ બિહેવ જાનુ હાઉ કેન આય ... તુલા માહિત આહે, ધડકન.. ચોમાસામાં અમે લોનાવલાના ભુશી-ડેમ જતા ને.. ત્યારે આ..આ..તન્મય, ખબર છે શું શું કરતો તેનો હાથ ક્યાં ક્યાં ફરતો, ખબર છે -તન્વી પોતાની છાતી અને પેટ પર હાથ ફેરવતા બોલી- અને ત્યારે..મારે પણ આમ જ કહેવું પડતું કે, તન્મય બિહેવ યોરસેલ્ફ.. -તન્વી એકલી એકલી પોતાની જાત સાથે જ હસતી હતી. . ...Read More

7

ધક ધક ગર્લ -ભાગ ૭

મારી પ્રેમિકા તન્વીના આજે લગ્ન હતા. તેનાં વેડિંગ-હોલની સામે જ મને એક બેમાળી હોટલ દેખાઈ, એટલે વગર કંઈ વિચાર્યે, તે હોટલમાં પેસી, ઉપર પહેલે મજલે ચડી ગયો. આટલી વહેલી બપોરે હોટલમાં ખાસ કોઈ ગર્દી નહોતી. અઠવાડિયાની મારી વધેલી દાઢી અને ચહેરા પર દેવદાસ જેવા ઉદાસ ભાવને કારણે ત્યાં હાજર મુઠ્ઠીભર લોકોમાંથી કોઈએ મારી તરફ ખાસ કંઈ ધ્યાન ન આપ્યું. હું સાઈડનું એક ટેબલ પકડી બેસી ગયો, ને તે ટેબલની સામે જ એક ખુબ મોટી કાંચની વિન્ડો હતી કે જેમાંથી સામેના વેડિંગ-હોલનો મેઈન-ગેટ દેખાતો હતો. થોડીવાર તેની તરફ જોતો, હું સુધી ગુમસુમ બેસી જ રહ્યો. વેઈટરે આવીને સામે મેનુ-કાર્ડ ધર્યું, ત્યારે જ મારી તન્દ્રામાંથી હું બહાર આવ્યો. એક એન્ટીકવીટી...લાર્જ..! -મેનુમાં જોયા વગર જ મેં ઓર્ડર આપ્યો. સર, સોડા કે દુસરા કાય નથીંગ..! ઓન ધ રોક્સ, પ્લીઝ..! . વેઈટર ગયો એટલે હું ફરી ખિડકીમાંથી બહાર જોવા લાગ્યો. ઓર્કિડના મોટા મોટા ફૂલથી પ્રવેશદ્વાર સજાવવામાં આવેલું. એક ઢોલવાળો અને તેની સાથે બે તુતારીવાળા, ગેઇટની બાજુમાં ઉભા હતા. કેટલીય મોટી મોટી ગાડીઓ પાર્કિંગમાં દેખાતી હતી. ત્યાં જ, થોડો કોલાહલ સંભળાતા મેં ફરી નજર બહાર કરી, તો મંડપમાં અનેક ફેંટાધારીઓ માન્યવરો બારાતના સ્વાગત માટે જમા થતાં જણાયા. ક્ષણાર્ધમાં તો એક સફેદ-લાલ પજેરો ગાડી ગેઇટ પર આવીને ઉભી રહી. તેની પાઠોપાઠ સફેદ-શુભ્ર જેગુઆર અને ઔડી ધૂળ ઉડાવતી આવી, અને તરત જ બેન્ડ-વાજાવાળાઓ રાજા કી આયેગી બારાત ગીત વગાડવાનું શરુ કર્યું. સફેદ જેગ્વાર ગાડી પર ફૂલ અને નોટોનો વરસાવ કરવામાં આવ્યો. તન્વીનો વર.. ! અમસ્તું જ મારા ચહેરા પર એક તુચ્છકારભર્યું હાસ્ય ફરી વળ્યું. હંહ..! આ શું મારી તન્વીને સંભાળવાનો તન્વીને તો સિર્ફ હું જ સંભાળી શકું. તેનું રીસાવું..મોઢું ફુલાવવું..તેના બાલીશ લાડ.. તેનો ધોધમાર વહેતો પ્રેમ.. તેની ગોસીપ્પો..તેના સ્વપ્નો..તેની આઈસક્રીમો..તેનો બોલીવુડ-પ્રેમ..તેનું શોપિંગ..તેની ફેવરેટ જગ્યાઓ..બધું જ બધું..! આ લગ્ન પછી મારી તન્વી નક્કી જ ક્યાંક તો બી ખોવાઈ જવાની. અને તેની જગ્યા..સ્ટેટસ સંભાળનારી કે સ્ટેટસ સંભાળવું પડતું હોય તેવી કોઈક પાકટ..મેચ્યોર્ડ..પાટલીણ લઇ લેવાની..! આ પાટીલની પાટલીણ..! હંહ ! . ...Read More

8

ધક ધક ગર્લ - ભાગ ૮

બહુ વિચિત્ર હોય છે માનવીનું મન અને તેની માન્યતા. મારી મમ્મી..તેની રોજીંદી વાતચીતની ભાષામાં અડધોઅડધ શબ્દો મરાઠી ઘુસી આવ્યા તેની તેને પોતાને પણ ખબર નથી, આમ છતાંય, તેને એવું લાગે કે છોકરાની પત્ની જો મરાઠી આવશે, તો તેની સાથે કામ પાર પડતા રોજેરોજ તકલીફ પડશે. તેનું કલ્ચર અમારાથી ઘણું જુદું હશે. ભવિષ્યમાં મારા સંતાનોને મૂંઝવણ થશે કે, ઘરમાં મરાઠીમાં બોલવું કે ગુજરાતી. મરાઠી સંસ્કારો લેવા કે ગુજરાતી, તેની તે બિચારાઓને કાયમની તકલીફ રહેવાની. સંસ્કારો સારા કે ખરાબ હોય તે તો હું સમજી શકતો હતો, પણ સંસ્કારો મરાઠી યે હોય અને ગુજરાતી પણ હોય, તે મને વિચિત્ર લાગતું. મારા સંતાનોની માતા જો નોન-ગુજરાતી હશે, તો મોટા થઈને તેઓ પણ નોન-ગુજરાતીને જ કદાચ જીવનસાથી તરીકે પસંદ કરશે, તેવી ફિકર મારી મારી મમ્મીને તેઓના જન્મ પહેલાથી જ લાગી રહેલી છે. દિવસ-રાત્રી બસ આ જ જાતનું ટોચન કરી કરીને તેણે પપ્પાનું પણ બ્રેઈન-વોશ કર્યું હશે કદાચ, કારણ તેઓ પણ..ભલે થોડું સોફ્ટલી..પણ આવું જ બધું બોલે. તેઓ બંનેની સામે હું એકલો પડી જતો. મારું દિલ તેમનાં બંનેના માટે જ હતું, પણ મારી લાગણીઓ તેમનાં આવા રંગે રંગાવાની સાફ ના પાડતી. તન્વી સાથે એફેર ચાલુ રહ્યો તે હાફ-હાર્ટેડ હતો, તેનું કારણ આ જ. પણ હવે જયારે હું તેને ખોઈ ચુક્યો હતો, ત્યારે મારું હોલ-હાર્ટ તે બાબતમાં અફસોસ કરી રહ્યું હતું. ...Read More

9

ધક ધક ગર્લ - ભાગ ૯

ધડકન ડ્રેસ-ચેન્જ કરવા અંદર ગઈ અને હું ને તન્વી એકલા જ રહીં ગયા. તો કેવો લાગ્યો મારો વર -તન્વીએ મીનીટની ઓળખમાં શું કહેવાનો હું પણ સ્માર્ટ છે..એટ લીસ્ટ દેખાવમાં તો છે..! શટ અપ, સ્માર્ટ તો તે હોવાનો જ ને..! આ જો કેટલી જ્વેલરી લઇ આપી તેણે મને લગ્નનંતર. તું શું લઈ આપી શક્યો હોત કે મને -તન્વી સાવ સહજ રીતે જ બોલી ગઈ. પણ તેનું તે સ્ટેટમેન્ટ ખુબ જ હર્ટ કરનારું હતું. તારી કરતા તો નક્કી જ સ્માર્ટ છે. બહાર ગેરેજમાં જો. બે BMW ને એક પજેરો છે. અને તું જો..હજુ યે બાઈક પર જ ફરે છે. -તન્વીનું બોલવાનું ચાલુ જ હતું. ભલે ભલે બાબા, તારો હસબંડ ગ્રેટ..! ઓકે બરં, તું બેસ..! હું કોલ્ડ-ડ્રીંક લઈને આવું. ને તન્વી અંદર ચાલી ગઈ. તે જે બોલી તે સાચું હોય તો પણ..શેરુએ આ બધું પોતાનાં પૈસાથી તો નહોતું જ ઉભું કર્યું. પેટ્રોલ-પમ્પસ..ગુલાબની કેટલાય એકરમાં પથરાયેલી નર્સરી..દ્રાક્ષના માંડવા..! બાપદાદાના જીવ જ પર આ બધો ખેલ ચાલુ હતો ને તેનો..! મને અહીંયા વધુ વાર ખમવું હવે જીવ પર આવતું હતું. હું તો બસ ધડકનની વાટ જ જોતો હતો. ...Read More

10

ધક ધક ગર્લ -ભાગ ૧૦

સવારથી પચાસ વખત મોબાઈલ ચેક કરી લીધો, પણ ધડકનનો કોઈ જ મેસેજ આવ્યો નહોતો. લાસ્ટ સીન - ફીચર પણ તેણે કરીને રાખ્યું હતું એટલે છેલ્લે તે ક્યારે ઓનલાઈન આવી હતી તે પણ ખબર ન પડે. હું કોઈ માનસશાસ્ત્રી નહોતો, પણ સામેની વ્યક્તિ પાસેથી આપણને અદ્રશ્ય વેવ્સ તો મળતા જ હોય ને..! ગાડી પર પાછળ બેસીને ધડકને -ફિર મહોબ્બત કરને ચલા હૈ તું..-ગીત સંભળાવ્યું, અને ઘરે પાછા ફરતા -મારે બીજી તન્વી નથી બનવું, -એવું તે બોલી. તો આનો અર્થ શું સમજવો અને તન્વીના ઘરે પેલો સમશેર બોલ્યો હતો કે- તારું ધ્યાન ન હોય ત્યારે તે તને ચોરી ચોરી જોયે રાખે છે - તેનું શું અનેક વાંકાચુકા ટુકડા ભેગા કરીને હું એક તસ્વીર બનાવવાની કોશિષ કરી રહ્યો હતો, પણ તેમાંથી કોઈ સ્પષ્ટ અર્થબોધ નીકળતો નહોતો. કોને ખબર કદાચિત આ બધો મારા મનનો જ ખેલ હતો. ધડકન પ્લીઝ, ઓનલાઈન આવ..! . તુ, મેરી અધુરી પ્યાસ..પ્યાસ તુ, આ ગઈ મન કો રાસ..રાસ અબ, તો તુ આજા પાસ..પાસ હૈ ગુઝારી....શ હૈ, હાલ તો દિલ કા તંગ..તંગ તુ, રંગ જા મેરે રંગ..રંગ બસ, ચલના મેરે સંગ..સંગ હૈ ગુઝારી....શ . શબ્દો ભલે ભાડુતી..ઉછીના..ફિલ્મી હતા, પણ હું યાચના એકદમ સાચા મનથી કરી રહ્યો હતો જાણે કેમ, મારા મનનો અવાજ તે સાંભળી શકવાની હોય. અગર તુમ કિસી ચીઝ કો દિલ સે ચાહો..તો પૂરી કાયનાત..-વગેરે, જેવા ડાયલોગ્સ મારા મગજમાં આમતેમ આંટા મારી રહ્યા હતા. . પ્રેમમાં એક વાર થાપ ખાઈ ચુકેલા આ નવયુવાનની બીજી વખત પ્રેમમાં પડવાની નિર્દોષ કોશિષો એટલે- ધક ધક ગર્લ. ...Read More

11

ધક ધક ગર્લ - ૧૧

ધડકન આ જો. આપણે જો સાચે જ એકબીજાના પ્રેમમાં પડ્યા હોઈશું..કે પછી હવે એકમેકના પ્રેમમાં પડીશું તો..તો પછી આગળ વૉટ નેક્સ્ટ છેલ્લે ફરી પાછો તે જ..મારી અને તન્વી વચ્ચેનો પ્રોબ્લમ જ..અહીં આવીને ઉભો રહી જશે. મારા પેરેન્ટ્સ ક્યારેય આ મેરેજને પરવાનગી નહીં આપે. તો લેટ્સ નોટ હરી તન્મય. આપણે સરખો વિચાર કરીએ. આપણને કોઈ જ ઉતાવળ નથી. તું પરત આવ પુના. આપણે મળીએ એટલે વાત કરીશું. ઓકે ઓહ.. ધીસ વીલ હર્ટ અસ બોથ તન્મય. મને એવી કોઈ ટાઈમપાસ કમીટમેન્ટ નથી જોઈતી. આ પાર કે પેલે પાર. જે કંઈ આપણે બેઉ મળીને નક્કી કરીએ તે જ ફાઈનલ હશે. ગુડ નાઈટ તન્મય.” ગુડ નાઈટ..! -બહુ મોટી પીડા સાથે મેં ગુડ-નાઈટ લખ્યું. અને તેથીય મોટી તકલીફ સાથે મેં આગળ કંઈ જ ન લખતા અમારી ચૅટ ત્યાંજ બંધ કરી. બહાર વરસાદની રમઝટ વધી ગઈ હતી. બારીના કાંચ પર પાણીના ટીપા અથડાઈ અથડાઈને નીચે સરકતા જતા હતા. એકએક મનમાં વિચાર આવ્યો કે હમણાં ને હમણાં જ ઘરે ફોન કરીને કહી દઉં કે કાં તો ધડકનને સ્વીકારી લો અથવા હું ઘર છોડીને જાઉં છું. અહીં બેન્ગ્લોરમાં મારે સિર્ફ એક જ શબ્દ કહેવાની જરૂર છે ને તેઓ મને હસતા હસતા અહીં ટ્રાન્સફર આપી દેશે. હું અને ધડકન આરામથી અહીં આનંદ-કિલ્લોલથી રહી શકીશું. આટલા વખતમાં પહેલી જ વાર મને મારા ઘરવાળાઓ પર આટલો પ્રચંડ ગુસ્સો આવ્યો હતો. ...Read More

12

ધક ધક ગર્લ -ભાગ ૧૨

મોડી સાંજે સ્વામીના ઘરે ડીનર લઈને હું પાછો હોટલ પર આવી ગયો. પણ રૂમ પર આવ્યો એટલે સ્વામીની વાતનું ચક્ર મગજમાં હવે પુરજોશમાં ફરવા લાગ્યું. અનાયાસે જ મારી જાતને મારાથી સ્વામીની જગા પર મુકાઈ ગઈ. મમ્મી-પપ્પાનાં ચહેરા નજર સમક્ષ આવતા રહ્યા. હું તેમનો એકનો એક દીકરો. સમજો મને પણ જો સ્વામીની જેમ જ ઘરવાળાઓના વિરોધનો સામનો કરવો પડે અને મારે પણ અલગ જ રહેવાનો સમય આવે તો શું હું ખુશ રહી શકીશ તેમના વગર મને જાકારો તો તેઓ આપી દેશે..અથવા હું મારી મેળે જ ઘરમાંથી નીકળી જઈશ પણ મારા ગયા પછી તેઓ ખુશ તો નહીં જ રહે ને..! . આગળનો વિચાર કરવો પણ મને અસહ્ય લાગતો હતો. પપ્પાની નોકરી હોત તો અત્યારે રીટાયરમેન્ટનો સમય આવી ગયો હોત. મમ્મીની તબિયત પણ અવારનવાર ડાઉન જ રહે છે. જેમ મને એકલા રહેવાની ટેવ નથી તેમ તેઓ બંનેને પણ મારા વગર રહેવાની ટેવ તો નથી જ. ધડકન માટે ઘર છોડતી વખતે પપ્પાનું પડી ગયેલું મોઢું શું હું જોઈ શકીશ મમ્મીની આંખના આંસુ શું મારાથી બર્દાશ્ત થશે . . ધક ધક ગર્લ.. નિર્દોષ પ્રેમની મૂંઝવણભરી પ્રેમ-કથા. ...Read More

13

ધક ધક ગર્લ -ભાગ ૧૩

મારી મન:સ્થિતિ ત્યારે એવી હતી કે મનમાં ચાલી રહેલ ઘમાસાણની વાત મારે કોઈ સાથે તો શેઅર કરવી જ હતી. કોઈ પાસે તો મારે મારું હૈયું ઠાલવવું હતું. સ્વામી આમ તો સાવ પારકો જ માણસ હતો, પણ કદાચ એટલેજ..તે મને આ કામ માટે એકદમ યોગ્ય લાગ્યો કારણ બહુ ક્લોઝ નહીં હોવાને કારણે તેનો ઓપીનીયન કોઈ પણ પૂર્વગ્રહ કે ઈમોશન વગરનો એકદમ મક્કમ જ હોવાનો તેવું મને લાગ્યું, અને એટલે જ હું તેને ઓફિસની કેન્ટીનમાં લઇ ગયો. ત્યાં ગયા પછી અથથી ઇતિ..એકડે એકથી અત્યાર સુધીની..તન્વીથી માંડીને ધડકન સુધીની બધી જ વાત તેને કહી સંભળાવી. . લવ ઈઝ બ્યુટીફૂલ થિંગ થન્મય..! -બધું સાંભળી લીધા બાદ સ્વામીએ તેના ટીપીકલ પ્રાદેશિક ઉચ્ચારો સાથે કમેન્ટ કરી- બટ મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ..લોટ ઓફ કોમ્પલીકેશન કમ વીથ ઈટ. સો યુ મસ્ટ ચૂઝ વાઈઝલી. દેખો, ઇફ યુ રીઅલી લવ યોર પેરેન્ટ્સ..તો ફિર બેટર ગેટ આઉટ ઓફ યોર રીલેશનશીપ વિથ ધડકન બીફોર ઈટ ગેટ્સ ટૂ લેઇટ . તો એનો મતલબ એ કે આ જ ઓપ્શન બરોબર હતું. મારું મન સુદ્ધા મને આ જ કહેતું હતું અને હવે સ્વામીએ પણ આ જ સલાહ આપી. એટલે સ્વામીની સલાહે બક્ષેલી મક્કમતાને કારણે ધડકન સાથેનો મારો બે દિવસ જુનો સંબંધ મેં હવે પૂરો કરી નાખવાનો નિશ્ચય કર્યો. . ધક ધક ગર્લ..એક માસુમ નિર્દોષ યુવાનની મૂંઝવણભરી પ્રેમ-કથા. . ...Read More

14

ધક ધક ગર્લ - ભાગ ૧૪

મારી એક્સ-પ્રેમિકા ધડકનનું કહેવું એકદમ સાચું હતું. મેં ભલે તેની સાથે બ્રેકઅપ કરી લીધું હોય પણ મારું મન તો એ વાત માનવા તૈયાર જ નહોતું કે અમે બંને જુદા થઇ ગયા છીએ, અને ધડકન મારા આયુષ્યમાં હવે ક્યારેય નહીં આવે. આવતીકાલે જો ધડકન એમ કહે કે તેનાં લગ્ન થવાના છે, કે મારા ઘરવાળાઓ જો મારા માટે બીજી છોકરી પસંદ કરે, તો શું આ બંને વખતે ચુપ રહીશ કે ઈમ્પોસીબલ..! શક્ય જ નથી આ વાત. હું અહીંનું ત્યાં ફેરવી નાખીશ. આખી દુનિયા ઉથલપાથલ કરી નાખીશ પણ આ બન્નેમાંથી એક પણ વાત થવા નહીં દઉં. ધડકન મારી છે, ફક્ત મારી જ..! ધક ધક ગીર્લ, પોતે જ જાણીજોઈને કરેલા બ્રેકઅપ બાદ પણ પોતાની પ્રેમિકા તરફ અદમ્ય આકર્ષણ અનુભવતા એક માસુમ યુવાનની મૂંઝવણભરી પ્રેમ-કથા. ...Read More

15

ધક ધક ગર્લ - ભાગ ૧૫

તો આજે સાંજે મારે ધડકનનાં ઘરે જવાનું આમંત્રણ છે, તેનાં પેરેન્ટ્સને મળવા માટેનું. હવે..આમંત્રણ છે કે પછી સમન્સ નીકળ્યું મારા નામનું તે તો દેવ જાણે. અને મેં પણ હવે જયારે તે માટે હા પાડી જ છે તો તો પછી જવું જ રહ્યું. આજે નહીં તો કાલે આ કામ કરવું તો પડશે જ. ત્યાં કેવું સ્વાગત થવાનું છે, કાળના પેટમાં શું છે એ હું કાળા માથાનો માનવી તો શું જાણી શકવાનો..! . ધકધક ગર્લ - એક સીધીસાદી પ્રેમ-કહાની એક માસુમ યુવાનની..માર્ગમાં આવતા નાના મોટાને વિઘ્નોને પાર પાડી પોતાની પ્રેમિકાને પામવા પ્રતિબદ્ધ એવા આ યુવાનની મનોગત એટલે ધકધક ગર્લ. ...Read More

16

ધક ધક ગર્લ -ભાગ ૧૬

ધડકને આજુબાજુ જોયું. પછી મારી બાજુમાં આવી મારા હાથમાંથી લસ્સીનો ગ્લાસ લઇ લીધો અને એક જ ઘૂંટડામાં તેને અડધો કરી, પટકન સામે ટેબલ પર મૂકી દીધો ને ડાહીડમરી છોકરીની જેમ પોતાની જગા પર જઈને બેસી ગઈ. ગ્લાસના કિનારે ચોંટેલી લસ્સી ધીમે ધીમે નીચે તળિયા તરફ સરકતી ચાલી અને ધડકનની લીપ્સ્ટીકના આછા આછા નિશાનો ગ્લાસના કાંઠા પર ઉમટી આવ્યા. મેં મારા હોઠ ગ્લાસની તે જગા પર લગાવ્યા. ધડકન પોતાના કપાળ પર હાથ મુકીને માથું ધૂણાવતા ના પાડતી રહી, પણ તેને ગણકાર્યા વગર એક જ દમમાં મેં બધી લસ્સી પૂરી કરી નાખી. ફોન પત્યો એટલે આંટી પાછા બહાર આવ્યા. આંટી, લસ્સી બહુ મસ્ત હતી. -મેં ધડકન તરફ અર્થપૂર્ણ કટાક્ષ કરતાં કહ્યું. ભાવી ને તને -તેમણે ખુશ થતાં પુછ્યું. હા ભાવી ને. અને મીઠી મીઠી વસ્તુઓ તો મને આમેય બહુ ફાવે. અરે લેકિન પુત્તર.. આ તો મેં સૉલ્ટવાળી લસ્સી બનાવી હતી. મીઠી ક્યાંથી લાગી તને - આંટી કન્ફયુઝ્ડ થઇ ગયા. જો કે તેમનાથી વધુ કન્ફ્યુઝ્ડ તો હું થઇ ગયો, કે આનો જવાબ શું આપવો. તેમને એમ તો ન જ કહી શકું કે તેમની દીકરીના હોઠના સ્પર્શથી તે મીઠાવળી લસ્સી પણ મને ગુલાબપાક જેવી મીઠી મીઠી લાગી હતી. આ દરમ્યાન ધડકન પોતાનું હસવું રોકી શકતી નહોતી. ...Read More

17

ધક ધક ગર્લ - ૧૭

અમારા પ્રોજેક્ટની સફળ રીલીઝથી ખુશ થઈને અમારા ડીરેક્ટર સાહેબે અમારી આખીયે ટીમનાં ભરપેટ વખાણ કરીને સહુને તે બદલ શિરપાવ વાત કરી, ત્યારે બધા જ ખુશ થઇ ગયા કે હવે પ્રોમોશન મળશે કે પછી પગાર-વધારો અથવા તો બોનસ. બધાની સાથે હું પણ તેટલો જ એકસાઈટેડ હતો. પણ જયારે સાહેબે ડીકલેર કર્યું કે તેઓ અમને એક વિક માટે કોઈ સુમસામ જગ્યાએ આવેલ રિસોર્ટમાં પીકનીક માટે લઇ જવાના છે, તો હું થોડો ડીસઅપોઈન્ટેડ થઇ ગયો અને હું ખુબ જ નિરાશ થઇ ગયો, કે જયારે તેમણે ત્યાંના રહેઠાણ દરમ્યાન પાળવા પડનારા કાયદાઓ અમને બધાને સમજાવ્યા. સાવ જ નિર્જન ઇલાકામાં આવેલ આ રિસોર્ટમાં કોઈ પણ મોબાઈલ-ઓપરેટરની રેન્જ નથી પહોંચતી એટલે કોઈના ય ફોન કે મેસેજ રીસીવ નહીં કરી શકાય. આવી જગ્યાએ લઇ જવાનો ઈરાદો તો તેમનો શુભ જ હતો કે અમારા ત્યાનાં રહેવાસ દરમ્યાન ઑફીસ, કે ક્લાયન્ટ કે પછી કોઈ પણ આલતુ-ફાલતું બિન જરૂરી ફોન-કૉલ્સ અમારી ત્યાંની શાંતિભરી સહેલમાં ખલેલ ન પહોંચાડી શકે. જોકે રિસોર્ટનો એક લેન્ડ-લાઈન નમ્બર તો હતો જ, કે જે અમારે બધાએ ફક્ત અમારા ઘરવાળાઓને જ આપવાનો હતો કે જેનો તેઓએ કોઈ ઈમરજન્સી અને ફક્ત ઈમરજન્સીમાં જ ઉપયોગ કરવાનો હતો. પણ મને તો આ બધું ડીંડવાણું એક સજા જેવું જ લાગ્યું, કારણ મને હાલમાં જ નવો નવો પ્રેમ થયો હતો મારી માનીતી પ્રેયસી ધડકન સાથે. બસ.. થોડા દિવસ પહેલા જ અમે એકમેક પાસે અમારા પ્રેમની ઓફીશીયલ જાહેરાત કરી હતી. અને એવામાં સાવ અચાનક જ એકમેકથી સદંતર દુર રહેવાનું તદુપરાંત ફોન કે ચૅટીંગ પણ નહીં કરવાની જુલમ જ હતો આ તો, મારા માસુમ પ્રેમ-ઘેલા હૃદય પર. ...Read More

18

ધક ધક ગર્લ - ભાગ ૧૮

ખરું પૂછો તો આમાં ભૂલ મારી જ હતી. મારા ધ્યાનમાં જ ન રહ્યું કે તન્વી મારા માટે ભલે હવે મૈત્રિણ જ છે, પણ ધડકન માટે તો તે મારી એક્સ જ છે. અને કોઈ પણ છોકરી માટે આ બિલકુલ જ અણગમતી વાત ગણાય કે પોતે ખાસ પોતાનાં પ્રેમી માટે પ્લાન કરેલી સાંજે તેનાં પ્રેમીની એક્સ પણ તેમનાં બંનેની સાથે હોય. પણ હવે શું થઇ શકે મારી બેવકૂફી મને જ નડી રહી હતી. ...Read More

19

ધક ધક ગર્લ - ૧૯

મૈ તૈનું પ્યાર કરના..! -પોતાની નજરો ઢાળીને નીચે ઘાસનું એક તણખલું તોડી..તેની સાથે રમત કરતી કરતી તે શરમાઈને અત્યારે અહીં -જાણે શોકનો ધક્કો બેઠો હોય તેમ હું બોલ્યો. શું અત્યારે.. શું અહિયાં -તેણે આંખો ઉઠાવીને પૂછ્યું. તે જ.. કે જે તું કહી રહી છે..મૈ તૈનું પ્યાર કરણા. આઈ મીન..તારે મને પ્રેમ કરવો છે ને.. પણ અહીં અરે યાર..એનો મતલબ કે આઈ લવ યુ, અને એમ નહીં કે..આઈ વૉન્ટ ટુ મેક લવ ટુ યુ. તું પણ એવો છે ને..! કુછ ભી..! -પોતાનાં હોઠ પર હથેળી ચાંપીને દબાતા હાસ્ય સાથે તે બોલી. હું લુચ્ચું હસ્યો તો કેટલીય વાર સુધી તે મારી તરફ તોફાની નજરે તે જોતી જ રહી. નાઉ વૉટ.. -ન રહેવાતા આખરે મેં પૂછ્યું. કંઈ નહીં..! કંઈ નહીં, નહીં ચાલે.. બોલ કંઇક.. માય સ્વીટુ..કેટલો મીઠડો છે રે તું..! -હસતાં હસતાં હળવે હળવે આમથી તેમ ગરદન હલાવતા તે બોલી. કોણ કહે છે કે છોકરાઓને શરમાતા નહીં આવડતું.. જસ્ટ લુક ઍટ મી ફ્રેન્ડસ..આઈ એમ બ્લશિંગ...! ...Read More

20

ધક ધક ગર્લ - ૨૦

ગણેશ-ચતુર્થી પછીનો પાંચમો દિવસ એટલે પાંચ દિવસના ગણપતિ-વિસર્જનનો દિવસ. આખે રસ્તે નાચતા-ગાતા વાજતે-ગાજતે તેમને વિદાય આપતાં લોકોનાં મોઢેથી પુરજોર બોલતા વિવિધ સ્લોગન્સ, દર વર્ષની જેમ આજે પણ રસ્તા પરથી ઉપર મારી રૂમમાં લગાતાર સંભળાતા હતા. આવા અવાજો દર વર્ષે તો મને બહુ પ્રિય લાગતા, કારણ મારી ભૂતપૂર્વ પ્રેમિકા તન્વીનાં ઘરે પણ પાંચ દિવસના ગણપતિ આવતા, અને પાંચમે દિવસે વિસર્જન માટે તેમને લઇ જવાના હોય ત્યારે હું અચૂક તન્વીનાં ઘરે જતો અને ત્યાંથી જામ ધમાલ કરતા..ગુલાલ વગેરે ઉડાડતા અમે બધા ડેક્કન જીમખાના પાસે, મુથા નદીને કાંઠે જતાં. આખે રસ્તે આવા જ સ્લોગનો લલકારી લલકારીને રસ્તો આખો ગજવી મુકતા..રસ્તાનો ટ્રાફિક ગૂંચવાડી મુકતા. નદી કાંઠે ગણપતિની આરતી થતી ત્યારે પણ મારી ને તન્વીની નજરાનજરી તો ચાલુ જ રહેતી, અને આમ આ ધાર્મિક ઉત્સવ અમારા માટે રોમાન્સનું એક માધ્યમ બની રહેતો. આ વર્ષે પણ ગણપતિના આ પાંચમાં દિવસે, નીચેથી મારા ઘરમાં આવા સ્લોગન્સનો ગોકીરો મારા કાને પડી રહ્યો હતો. પણ આજે મને તે બધામાં કોઈ જ રસ નહોતો, કારણ હજી બે દિવસ પહેલા જ ફોન પર તન્વી સાથે મારી સખત બોલાચાલી થઇ હતી, ને મેં અમારા બ્રેકઅપનું તેની સામે ઑફીસીઅલી એનાઉન્સમેન્ટ કરીને મારો ફોન પટકી દીધો હતો. પોતાનાં મૅરેજ થઇ ગયા હોવા છતાં સાવ ચીપ કહી શકાય તેવી તેની વાણી અને વર્તનથી વૈતાગીને મેં આખરે આ અંતિમ પગલું ભર્યું હતું. . ...Read More

21

ધક ધક ગર્લ - ૨૧

ખેર, ઇન શોર્ટ કહેવાનું એટલું જ કે.. પપ્પા પોતાની ગેમ એકદમ સ્કીલફૂલી રમવાવાળા માણસ છે. આટલાં દિવસમાં એક વાર પણ મને એ ન પૂછ્યું કે- આ ધડકન છે કોણ હું જે છોકરી સાથે ઇન્ટર-કાસ્ટ મૅરેજ કરવાની વાત કરતો હતો તે આ જ કે પછી બીજી કોઈ તેઓ જો ધડકનથી ખુશ પણ હોય તો પણ મારી પેલી એફેરવાળી વાત ફરીથી ઉખેળીને તેઓ જતાવવા નહોતા માંગતા કે તેઓ આ માટે રાજી છે..ને તેમની સંમતિ છે. બસ જે થાય તે જોતાં રહેવાની ટેકનીક તેઓએ અપનાવી હતી, જાણે એમ જ કહેતા હોય કે- દીકરા, તારી લડાઈ તારે એકલાએ જ લડવાની છે. . ધક ધક ગર્લ - પોતાનાં પ્રેમ માટે એકલે હાથે જંગ લડી રહેલાં એક માસુમ યુવાનની નિર્દોષ લવ-સ્ટોરી. ...Read More

22

ધક ધક ગર્લ - ૨૨

નીચે ઉતરીને મેં એક રીક્ષા કરી, અને એકલો જ હોસ્પિટલમાં જઈ ને મારું પ્લાસ્ટર બદલાવી આવ્યો. જતાં ને રસ્તામાં, અને બહાર રહ્યો તે દરમ્યાન..પળેપળ હું વિચારતો રહ્યો કે મમ્મીએ જે જોયું તે બદ્દલ તેનું રીએક્શન શું હશે જયારે પોતે કોઈ વસ્તુ માટે સહમત ન હોય ત્યારે વાતનું વતેસર કે રાઈનો પહાડ કરવો તે તેને માટે તો ડાબા હાથનો ખેલ છે. પણ અત્યારે જયારે તેને જો લાગતું હશે કે તેણે રાઈની બદલે આખો પહાડ જ જોયો છે, તો..તો આને પહાડ કરતાં પણ કેટલું મોટું સ્વરૂપ તે આપશે બસ..એ વિચારે જ હું ધ્રુજી ઉઠ્યો. મને હવે ચોક્કસપણે એવું લાગવા માંડ્યું કે મમ્મીએ ધડકન સાથે મને આ હાલતમાં જોઈ લીધો તે પહેલાં જ.. મારે મારી વાત તેની સામે છેડી દેવી જોઈતી હતી. છેલ્લે છેલ્લે હવે જયારે..મમ્મી ધડકન સાથે સરખી હળતીમળતી થઇ ગઈ હતી...ત્યારે જ જો કે મારે દાણો ચાંપી દેવાની જરૂર હતી, પણ ત્યારે તો મને એવું લાગ્યું હતું કે હમણાં બધું સરખું સરખું ચાલે છે તો હજીયે થોડી વધુ આત્મીયતા આ બંને કેળવી લ્યે, તે પછી મારો રસ્તો કદાચ વધુ સરળ થઇ જશે. પણ હવે..આ બનાવ પછી તો એવું ચિત્ર તેની સામે ખડું થઇ ગયું હતું, જાણે કે તેની પીઠ પાછળ અમે બંનેએ કેટકેટલાય ફૂલ ખીલવી લીધા હશે. અને તેને અંધારામાં રાખીને બસ તેને બાટલીમાં ઉતારવાની જ અમે કોશિષ કરતા હતા. મમ્મી હવે કદાચ એવું પણ વિચારે કે ધડકન મારે ઘરે જે નિયમિત આવે છે..તો તે ફક્ત પોતાના અંગત સ્વાર્થ અને મોજમજા માટે જ...અને નહીં કે મમ્મીને કોઇપણ રીતે મદદરૂપ થવા માટે. . પોતાનાં પ્રેમ-પંથને સરળ અને સુગમ બનાવવાના એક માસુમ યુવાનનાં અથાગ પ્રયત્નો એટલે -ધક ધક ગર્લ..! ...Read More

23

ધક ધક ગર્લ -ભાગ ૨૩

ખેર..આખરે રવિવારનો તે દિવસ પણ આવી ગયો અને તેઓ ત્રણેય મારા ઘરે પણ આવી જ ગયા. ધડકન રાણી સાડી પહેરીને આવી હતી. ડિઝાઈનર સ્ટાઈલની સાડી હશે કદાચ..કારણ તેની પહેરવાની સ્ટાઈલ એકદમ લાજવાબ હતી અને ચપોચપ પહેરેલી આ સાડીમાં તેનાં ફિગરનાં વળાંકો ઉડીને આંખે વળગે તેવા ચોક્ખા દેખાતા હતા. પોતાની પાંપણોને તેવા જ, પરંતુ થોડા આછા કલરનું શેડિંગ આપીને તેને તેણે હજુયે વધુ આકર્ષક બનાવી લીધી હતી. આંખોમાં જેટ-બ્લેક લાઈનર્સ લગાવવાને કારણે તેની મોટી મોટી આંખો હવે ધારદાર બની ગઈ હતી. આજ કાલ ટ્રેન્ડ પાતળી આઈ-બ્રોનો છે, પણ ધડકન કદાચ નવો જ ટ્રેન્ડ સ્થાપવા માંગતી હશે...કારણ તેની આઈબ્રોને, તેમ જ તેની આસપાસનાં એરિયાને પણ થોડો વધુ ઘેરો-શેડ આપીને તેણે પોતાની આઈ-બ્રોને વધુ ઘાટી અને જાડી બનાવી હતી. આઈ-શપ્પથ.. ખુબ જ સુટ કરતી હતી તેને આ સ્ટાઈલ.. તેનો લૂક એક્ચ્યુલી એકદમ બદલાઈ ગયેલો લાગતો હતો..બદલાઈ ગયેલો મતલબ..હજુ યે વધુ એટ્રેકટીવ..! યાર..સમજો ને મારી વાત અને મારા દિલની તે વખતની હાલત..! હાલતની તો વાત જ શું કરું.. તેને જોઇને મારું દિલ તો ફરીથી તેનાં રૂટીન કામ પર લાગી ગયું હતું. રૂટીન કામ એટલે..જોર જોરથી ધડકવાનું..! આફ્ટરઓલ..અમસ્તું જ નથી પાડ્યું મેં તેનું નામ..ધક ધક ગર્લ..! :-) ...Read More