સુખ - હેપ્પીનેસ

(165)
  • 41k
  • 19
  • 13.6k

આજે આપણે બાળકોમાં તથા યુવાનોમાં ઘણું પરિવર્તન (ચેન્જ) જોઈએ છીએ. અભ્યાસ સાથે એવું ઘણું છે જે આ નવી પેઢી કરી નથી શકતી કે આપણે સમય અને સમજ આપી નથી શકતા. સુખ–હેપ્પીનેસ (I spread Happiness) ની સિરીઝમાં આપ સમક્ષ સંસ્કાર લક્ષી ટિપ્સ કે એથી કંઈક વધુ પીરસવું છે, જે નવી પેઢીને તથા બદલાતા સમયની સાથે આપણને ઉપયોગી થાય. લખવાની શરૂઆત કરી છે, પરંતુ ખબર નથી કેટલાં મુદ્દાઓ આવરી શકાશે અને એના કેટલાં પ્રકરણ આપ સમક્ષ રજુ કરી શકીશ. આશા છે આપ સૌને પ્રેરણા આપશે.

Full Novel

1

સુખ - હેપ્પીનેસ (૧)

આજે આપણે બાળકોમાં તથા યુવાનોમાં ઘણું પરિવર્તન (ચેન્જ) જોઈએ છીએ. અભ્યાસ સાથે એવું ઘણું છે જે આ નવી પેઢી નથી શકતી કે આપણે સમય અને સમજ આપી નથી શકતા. સુખ–હેપ્પીનેસ (I spread Happiness) ની સિરીઝમાં આપ સમક્ષ સંસ્કાર લક્ષી ટિપ્સ કે એથી કંઈક વધુ પીરસવું છે, જે નવી પેઢીને તથા બદલાતા સમયની સાથે આપણને ઉપયોગી થાય. લખવાની શરૂઆત કરી છે, પરંતુ ખબર નથી કેટલાં મુદ્દાઓ આવરી શકાશે અને એના કેટલાં પ્રકરણ આપ સમક્ષ રજુ કરી શકીશ. આશા છે આપ સૌને પ્રેરણા આપશે. ...Read More

2

સુખ - હેપ્પીનેસ (૨)

એડજસ્ટમેન્ટ - ઘરની બહાર કે ઘરની અંદર કોન્ફ્લીક્ટ હો રહેવાના જ. એ કોન્ફ્લીક્ટ ને પકડી રાખીએ તો જીન્દગી ક્યારેય ના થાય, પરંતુ આપણે નાનાં નાનાં એડજસ્ટમેન્ટ લેતા શીખીએ તો જીન્દગીની દોડમાં આપણે આરામથી આગળ નીકળી શકીએ છીએ. જિદ્દ છોડી જીન્દગી જીવીએ તો જીવન જીવવાની મઝા પડી જાય. સક્સેસફુલ થવાની એક ચાવી છે - એડજસ્ટમેન્ટ. આખી જિંદગી આપણે સુખ અને સુખજ શોધતા જ હોઈએ છીએ અને ઘણી વાર નજદીકમાંજ હોય પણ આપણે એને પકડી નથી શકતા, કારણ પોતાના ગમા-અણગમા કહો કે ચોઈસ. ...Read More

3

સુખ - હેપ્પીનેસ (૩)

આપણે ભારતીઓની સવાર જ પ્રભુ, ઈશ્વર, અલ્લાહના નામ થી થતી હોય તો દુઃખી કેવી રીતે હોઈએ તમને કોણ આપી શકે ગુજરાતના એક જ્ઞાની પુરુષની વાત યાદ આવે છે – આ દુનિયામાં કોઈ કોઈને દુઃખ આપી શકે એમ નથી. જે બને છે કે ભોગવવું પડે છે તે ગત જન્મોના કર્મને આધારે છે. પોતાનો આ ભવ સુધારી લો, તો આવતો ભવ આપોઆપ સુધરી જશે. ખરેખર અમલમાં મુકવા જેવું છે, જો સારી ભાવનાઓથી અને બીજાને સુખ આપવાથી જો આવનાર ભવ સુધારી શકાતો હોય તો એની શરૂઆત આજથી કેમ ન કરવી વીતી ગયેલ દિવસ પાછો આવતો નથી, તેમ આવનાર દિવસ કેવો હશે એ પણ કહી શકાતું નથી, તેથી કાયમ હસતા રહો, સુખમાં રહો. આનંદમાં રહો. સુખ આપવાની કે મદદરૂપ થવાની ઉત્સુકતા દાખવો. ફક્ત ઘરમાં કે પાડોશીઓમાં, અજમાવી તો જુઓ. એટલું તો આપણાં હાથમાં છે ને ...Read More

4

સુખ - હેપ્પીનેસ (૪)

શુન્ય એટલે ઝીરો. જાણકારી સારું - શૂન્યની શોધ આપણાં ભારતમાં થઇ છે. (A.D.458). હવે શૂન્યને કોઈપણ આંકડાની મુકવામાં આવે તો એને કિંમત હોય ના…..પરંતુ કોઈ આંકડા પછી મુકીએતો તો ચોક્કસ એ આંકડાની કિંમત વધી જાય છે. બસ ... તમારે એટલું જ કરવાનું છે. સ્કૂલ કે કોલેજનો વર્ગ ચાલુ હોય, શિક્ષક શીખવતા હોય ત્યારે બીજે ધ્યાન ન દેતા શિક્ષક જે શીખવે છે તેના ઉપર લક્ષ કેન્દ્રિત કરો. વિષયને સમજવાની કોશિશ કરો. જે બાબત સમજ ના પડી તે તરત જ શિક્ષકને પૂછો. આજુબાજુવાળા વિદ્યાર્થી તમારા ઉપર હસશે કે મશ્કરી કરશે એ ડર મન માંથી કાઢી નાખવો. બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડનો વિચાર તો મનમાં રાખશો જ નહિ. શિક્ષકની જવાબદારી છે કે એ તમને સમજાવે અને એ તમને ચોક્કસ સમજાવશે, કારણ શીખવતી વખતે દરેક શિક્ષક આનંદ અનુભવે છે. તેઓ જાણે છે કે ભાવિ પેઢીનું ઘડતર એમના થકી છે. જો તે વખતે શક્ય ના હોય તો પ્રશ્નને એક કાગળ ઉપર નોંધી, તે પીરીઅડના અંતમાં પૂછો અથવા પીરીઅડ બાદ પૂછી એની સમજણ લઈ લો. ...Read More

5

સુખ - હેપ્પીનેસ (૫)

આપણે પણ એક સરસ કામ કરી શકીએ છીએ. જયારે પણ કોઈ મિત્ર, પાડોશી કે રિલેટિવ આપણને મદદરૂપ થાય આપણે થેન્ક્સ કહીએ છીએ, પરંતુ એ થોડુંક મિકેનિકલ લાગે, ચીલાચાલુ લાગે. આપણે થૅન્ક્સ તો કહીયે છીએ, પરંતુ જો એક નાનકડો થૅન્ક્સનો કાર્ડ આપીએ તો આપણા થૅન્ક્સની ઈમ્પેક્ટ વધી જાય. જયારે તમારો થૅન્ક્સનો કાર્ડ એને મળે ત્યારે એની અંદરની પરિણીતી બદલાય જે એને ખુબ આનંદ અને સુખ આપે. તમારા માટે માન વધી જાય. ખરા અર્થમાં તમારી ભાવનાઓની કદર થાય. એ વ્યક્તિ હંમેશ તમને ઉમળકાથી મળશે. તમને મદદ કરવા સતત તૈયાર રહેશે. તમે કાર્ડના આપી શકો તો એક નાનકડી ચિઠ્ઠીથી તમારી કૃતજ્ઞતા (gratitude) વ્યક્ત કરો. એ પણ શક્યના હોય તો વોટ્સ એપ ઉપર એને એક સુંદર મજાનો રંગબેરંગી મેસેજ કરો. આમ સહજરી તે તમે બીજાને સુખ પહોંચાડી શકો છો અને એ વ્યક્ત કરવાની અવનવી રીતો તમે જાતે જ શોધી શકો છો અને અનુકરણમાં મૂકી શકો છો. ...Read More

6

સુખ - હેપ્પીનેસ (૬)

આપણી પાસે જે હોય છે તે સારામાં સારું અને ઉચ્ચ કક્ષાનું જ હોય છે, પરંતુ સરખામણીનાં લીધે આપણે એ આનંદ કે એનું સુખ ખોઈ બેસીએ છીએ. આ દુનિયામાં સરખામણી કરવાં જેવી વસ્તુઓ જેવી કે ટીવી, કાર, બંગલો કે કોઈ વસ્તુ હોય, પણ તેની સરખામણી આપણી વસ્તુ સાથે કરવાનો કોઈ મતલબ ક્યાં છે દરેક વ્યક્તિ પોતાની આવકના આધારે સુખ મેળવવાની કોશિશ કરે છે, અને પોષાય તે પ્રમાણે એ જરૂરિયાતના સાધનો વસાવે છે. એક કહેવત છે – ચાદર પ્રમાણે પગ લાંબા કરાય ! દેખા- દેખી કે ઈર્ષા મનુષ્યનો દુશ્મન છે ! આપણે સરખામણી એટલી બધી જગ્યા એ કરી નાખીએ છીએ કે જેની કોઈ હદ નહિ. બાળકો બાળકો વચ્ચે, એમના અભ્યાસ વચ્ચે, સુંદરતા માટે, રહેણી-કરણી માટે, આવક માટે, હરવા ફરવા માટે વગેરે વગેરે. આવી કંપેરિઝન તો સતત ચાલતી જ હોય કેમ કે એ એપાર્ટમેન્ટ ક્લચરની દેન છે. ...Read More

7

સુખ - હેપ્પીનેસ (૭)

તકરાર અને ગુસ્સાને શાકના વઘારમાં વપરાતા રાઈ અને જીરા જેવું સમજો. તેલમાં તતડે અને શાક નાખો એટલે શાંત થઇ. આપણામાં ઈગો-અહંકર છે એટલે ચકમક થશે પરંતું એને જીદની હવા આપવી નહિ. વાતચીત ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલાં એને શાકની જેમ પોતાની સમજનો ઉપયોગ કરી એને શાંત કરવું હિતાવહ છે. જેમ રસોઈ બનાવામાં આપણે તકેદારી રાખીએ તેમ પોતાના ગૃહ સંસારમાં તકેદારી જરૂરી છે. સ્વાદ અનુસાર વાપરતા મસાલા જ રસોઈને એક જુદી જ સોડમ અને સ્વાદ આપે તેમ જિંદગીની રસોઈ ઉત્તમ બનાવીએ ! ...Read More

8

સુખ - હેપ્પીનેસ (૮)

આપણે કોઈ બીજાથી પ્રેરણા લઈએ તેમ આપણે પણ એક સાધારણ ગુણથી કોઈને મદદરૂપ થઇ શકીએ કે પ્રેરણાદાયી થઇ શકીએ જેમકે કોઈ વ્યક્તિએ બધી આશાઓ ગુમાવી દીધી હોય તો તેનામાં નવી આશાઓ જગાડવાની, તેને સાંત્વન આપવાનું કે જિંદગીમાં બધુ જ દુઃખમય હોતું નથી એ સમજાવવાનું અને એક નવું જોમ આપણે સહજ રીતે ભરી શકીએ છીએ. શક્ય હોય તો આર્થિક રીતે મદદ કરી કે કોઈ સંસ્થાઓના સહારે મદદ કરી શકાય. સહાનુભૂતિના બે બોલ પણ બહુ મોટું કામ કરી જાય છે. આપણે જયારે સુખ વહેંચવાની દુકાન જ ખોલી બેઠા હોય તો કોઈને દુઃખી કેમ રાખી શકીએ બસ... પ્રેમ આપો... સુખ આપો... તમે પણ કોઈને માટે પ્રેરણારૂપ બનશો એ ચોક્કસ ! ...Read More

9

સુખ - હેપ્પીનેસ (૯)

સુખ - હેપ્પીનેસ (૯) (પ્રમાણિક પેઢી) આજનું બાળક કે યુવાન ખૂબ પ્રમાણિક છે, નિષ્કપટ છે, ન્યાયી છે, સરળ નિખાલસ છે. જે છે તે કહી દે છે (Straightforward) બહુ ખોટો દેખાડો નહી કરે કે. માસુમ છે વિચારોમાં પણ એકદમ ચોખ્ખા ! કેવી રીતે ? સામાન્ય વાત છે જે એ સતત જાહેરમાં કહેતો હોય છે કે પ્રસ્તુત કરતો હોય છે. દાખલા તરીકે ફેસ બુક જુઓ કે વોટ્સ અપ, જે ક્ષણે જે હોય તેને ફેસ બુક ઉપર મૂકી દે. અરે ! અત્યારે તે ક્યાં છે, શું કરે છે અને સાથે તેનું વિવરણ પણ આપી દે. ખોટાં જુનવાણી વિચારોને સાથ આપવાં એ તૈયાર ...Read More

10

સુખ - હેપ્પીનેસ (૧૦)

સુખ હેપ્પીનેસ – ૧૦ (કોરેનટાઈન) જીન્દગીમાં ક્યારેય એવો વિચાર કે કલ્પના કરી હતી કે દિવસો સુધી આરામ કરવો પડશે આરામ એટલે સંપૂર્ણ આરામ. કોઈ કામ નહી, ફરવાનું નહી, ઘરની બહાર જવાનું નહી, કોઈની આવવાની રાહ જોવાની નહી, કોઈને ત્યાં જવાનું નહી. કંટાળી જઈએ તો પણ હસવાનું. મનમાં બીક કે ડર તો થાય, ન થતો હોય તો પેલાં ટીવીના સમાચાર જોતાં થોડુંક મન ડહોળાય; સુરક્ષિત છો, ઘરમાં છો, તંદુરસ્ત છો છતાંય. કારણ દુનિયામાં બધાંના દિમાગ ઉપર કોરોના વાઇરસ છવાયેલો છે. છીંકે, ઉધરસ આવે, સર્દી જેવું લાગે તો મનમાં ઉત્પાત થાય. એક અદ્રશ્ય ડર સતત ડરાવે. રસ્તા ઉપર કોઈ અવરજવર નહી. ...Read More

11

સુખ - હેપ્પીનેસ (૧૧)

લોકડાઉન માં અનલોક ************* આજે લોકડાઉન નો સત્તરમો દિવસ છે. કંટાળ્યા છો ? હા.. કેમ ? ઘરમાં રોજ નવી પ્રવૃત્તિ કરીએ છીએ પણ હવે તો એનો સ્ટોક પણ ઘટતો લાગે છે. સમય પસાર કરવો અઘરું લાગે છે. કારણ જાણો છો ? કેટલાંય વર્ષોથી આપણે આપણા બાપ-દાદાઓ દ્વારા ધરોહરમાં મળેલ વાતો, પ્રવૃતિઓ, સગપણ, પ્રેમ, રીવાજો વગેરે વગેરે ભૂલી ગયાં છીએ કે મોડર્ન દેખાવાની કે રહેવાની પળોજણમાં બાજુએ મુકતા ગયાં અને ભીડમાં આગળને આગળ દોડતા ગયાં.. ખરેખર ત્યાં કોઈ સ્પર્ધા નહોતી પણ આપણેજ સ્પર્ધાનું રૂપ આપી દિધું. ક્યારેક રહેણીકરણીમાં તો ક્યારેક ઠાઠમાઠનું પ્રદર્શન કરવામાં. ચાલો.. વાંધો નહી પૈસા છે તો વાપરવામાં ...Read More