રાત્રે જમી પરવારીને વાણી આરામ ખુરશીમાં બેસીને ટીવી જોતી હતી, હું નીચે બેસીને તેના પગના નખ રંગતો હતો. વાણીએ પેડ પર લખ્યું મને કેટલો પ્યાર કરે છે મેં પણ પેડ પર લખ્યું ખબર નથી... અને પછી તરત જ ચેકી નાખ્યું ને મારી મુર્ખામી પર હું જ હસ્યો. વાણી પ્રશ્નાર્થ નજરથી મને તાકી રહી હતી. હસું જ ને.. મેં પણ લખીને જવાબ આપ્યો, હું કઈ તારી જેવો બોબડો ઓછો છું
Full Novel
મધુ-વાણી - 1
રાત્રે જમી પરવારીને વાણી આરામ ખુરશીમાં બેસીને ટીવી જોતી હતી, હું નીચે બેસીને તેના પગના નખ રંગતો હતો. વાણીએ પર લખ્યું મને કેટલો પ્યાર કરે છે મેં પણ પેડ પર લખ્યું ખબર નથી... અને પછી તરત જ ચેકી નાખ્યું ને મારી મુર્ખામી પર હું જ હસ્યો. વાણી પ્રશ્નાર્થ નજરથી મને તાકી રહી હતી. હસું જ ને.. મેં પણ લખીને જવાબ આપ્યો, હું કઈ તારી જેવો બોબડો ઓછો છું ...Read More
મધુ-વાણી -2
વાણીને ઘેર લાવ્યા પછી મારા કોઈ દોસ્તો મારે ઘેર આવતા નહોતા, મેં જ ના કહી હતી. તેઓ આવતા તો અસુવિધા થતી, તે ચીડાતી, અને બરાબર જ છે, કારણકે તેઓ બેઠા હોય ત્યારે વાણીને બાથરૂમ જવું હોય કે પાણી પીવું હોય કે ખાવું હોય, તો તે શરમાતી અને બોલતી નહિ. એટલે જ મેં તેમને ઘેર આવવાની ના પાડી હતી. ફક્ત મધુ જ આવતી હતી. ...Read More
મધુ-વાણી - 3
ફૂટપાથ પર લોકો સુતેલા હતા, એક કૂતરું જમીન પર મોઢું ચિપકાવીને બેઠું હતું, પણ તેની નજર તો મારી તરફ હતી. કારણ વગર જ મેં ચાલતા ચાલતા તેની પૂંછડી પાસે લાત મારી, તે દોડીને દૂર જઈને ઉભું ઉભું ચિલ્લાવા લાગ્યું, ખુબ વાગ્યું હોય તેમ કકળાટ કરતુ હતું, હું મનમાં જ હસ્યો, સાલા નાટકબાઝ.. મનેય ખુબ વાગ્યું છે, મારેય કકળાટ કરવો છે, દૂર ઉભા રહીને... ...Read More
મધુ-વાણી - 4
ભાઈ-ભાભીને વાત કરું, અને જેમ બને તેમ જલ્દી નીકળીશ, તને કહીશ જ ને...અને હા, તને કશું જોઈએ છે લાવું હેર-પિન.. .. હું જોરથી હસ્યો પછી તું પણ તેના ફોટા મુકીશ અને બધા પાસે મજાક કરાવીશ..કોઈ લખશે સોનાની છે, કોઈ કહેશે હીરા જડેલા છે, કોઈ લખશે પ્લેટિનમ ની લાગે છે, કોઈ લખશે આટલી મોંઘી ગિફ્ટ કોણ છે નંગ, તેનો ફોટો તો બતાવ... અને મને વાણીએ કરેલી મશ્કરીઓ યાદ આવી ને હું ચૂપ થઇ ગયો. મધુ પણ ચૂપ હતી, થોડીવારે હું સ્વસ્થ થઈને કહ્યું બોલ ને.. શું લાવું ...Read More
મધુ-વાણી - 5
ના, મને જોઈએ છે. અહીં મને કોઈ તકલીફ નથી, અને મારી લાઈફના સારા કહી શકાય એવા દિવસો આ ઘરમાં છે. પણ હમણાં પોસિબલ નથી, તું બધું જ જાણે છે. હજુ છએક મહિના તો લાગશે જ... છ-આઠ ગમે તેટલા, નિરાંતે... તું તારે તારું કામ કર... કોઈ ઉતાવળ નથી... ...Read More
મધુ-વાણી - 6
વાચક મિત્રો, આભાર તો નહિ માનું, પણ પ્રેમ અને મેસેજનો વરસાદ વરસાવીને મને ભાવુક કરી દીધો. અને હવે તો પણ મારી જાતને લેખક માનવા માંડ્યો છું... હા હા હા! અને આ બધું માતૃભારતી વગર શક્ય જ નહોતું. સાત મહિના પહેલા અવની થી શરુ થયેલી સફર ખુબ જ રોમાંચક રહી. ...Read More