કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈ આત્મકથા નું રહસ્ય

(142)
  • 121.2k
  • 17
  • 45k

"કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈ આત્મકથાનું રહસ્ય"લેખક - કુલદીપ સોમપુરા"કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈ આત્મકથાનું રહસ્ય"આ નવલકથાનો કોઈપણ ભાગ કોઈપણ પ્રકારે,કોઈપણ માધ્યમ માં જાહેર કે ખાનગી,વ્યવસાયિક કે બિન વ્યવસાયિક રીતે પ્રિન્ટ/ડિજિટલ ઓડીઓ કે વિડિઓ રૂપે લેખકનીપરવાનગી વગર પ્રસ્તુત કરવું ગેરકાનૂની છે.©કુલદીપ સોમપુરાઆ નવલકથા મારી પરવાનગીથી મેં આ સાઇટ પર પ્રસ્તુત કરી છે.લેખક વિષે સૌ પ્રથમ તો હું તમને સૌને પોતાનો પરિચય આપીશ.મારુ નામ કુલદીપ સોમપુરા છે. હું એક ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છું.મેં જ્યારે આ નવલકથા લખવાની શરૂઆત કરી ત્યારે મારે એન્જીનીયરીંગ પતવાની એક વર્ષની વાર હતી.હું જ્યારે નાનો હતો ત્યારથી જ મને વાંચવાનો ખૂબ શોખ હતો પણ મેં ક્યારે કોઈ દિવસ લખવા વિષે વિચાર્યું

Full Novel

1

કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈ આત્મકથા નું રહસ્ય - 1

"કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈ આત્મકથાનું રહસ્ય"લેખક - કુલદીપ સોમપુરા"કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈ આત્મકથાનું રહસ્ય"આ નવલકથાનો કોઈપણ ભાગ કોઈપણ પ્રકારે,કોઈપણ માં જાહેર કે ખાનગી,વ્યવસાયિક કે બિન વ્યવસાયિક રીતે પ્રિન્ટ/ડિજિટલ ઓડીઓ કે વિડિઓ રૂપે લેખકનીપરવાનગી વગર પ્રસ્તુત કરવું ગેરકાનૂની છે.©કુલદીપ સોમપુરાઆ નવલકથા મારી પરવાનગીથી મેં આ સાઇટ પર પ્રસ્તુત કરી છે.લેખક વિષે સૌ પ્રથમ તો હું તમને સૌને પોતાનો પરિચય આપીશ.મારુ નામ કુલદીપ સોમપુરા છે. હું એક ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છું.મેં જ્યારે આ નવલકથા લખવાની શરૂઆત કરી ત્યારે મારે એન્જીનીયરીંગ પતવાની એક વર્ષની વાર હતી.હું જ્યારે નાનો હતો ત્યારથી જ મને વાંચવાનો ખૂબ શોખ હતો પણ મેં ક્યારે કોઈ દિવસ લખવા વિષે વિચાર્યું ...Read More

2

કાલ્પનિકતાની દુનિયામાં જાદુઈ આત્મકથાનું રહસ્ય - ૨

અધ્યાય-2 "અનાથ આશ્રમ " આ વાર્તા અર્થ ની છે.શારદા નગર માં રહેતો એક દસમા ધોરણ નો ,એક અનાથ છોકરો ,એક મન મોજીલો છોકરો. તેને કલ્પના બહુ ગમે છે હું જાણું છુ તમારા મન માં કલ્પના એક છોકરી છે પણ એવું નથી કલ્પના એટલે તેની પોતાની વિચારશ્રેણી તેના પોતાના સ્વપન તે જગ્યા અને ગમે તે સમય પર રચી શકે એક કલ્પના જ હતી જ્યાં તેને કોઈ દુઃખી થવાની સંભાવના દેખાઈ નહોતી. તેનું માનવું હતું કે ત્યાં તેને પોતાના માતાપિતા મળી જશે તેને વાસ્તવિકતા ગમતી પણ તેનું માનવું હતું કે ...Read More

3

કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈ આત્મકથા નું રહસ્ય - 3

અધ્યાય-3 "કેટલાક પ્રશ્ર્નો"બધા જ વિદ્યાર્થીઓ જમવામાટે ના મોટા હોલ માં ભેગાથયા હતા. જ્યારે અર્થ અને બબલુ પણ બુકસ મુકીને હાથ મોં ધોઈને હોલ માં ભેગા થયા ત્યાં બીજા ઘણા ખરામિત્રો હતા. બધા જ જમતા હતા તે પણ તેમની સાથે ડીશ લઈને જમવા બેસી ગયા જયારે એક મિત્રએ પૂછ્યું કે કયા હતા તમે લોકો સાંજે ક્રિકેટ રમવા પણ નહોતા આવ્યા.ત્યારે બબલુ એ જવાબ પતા કહ્યું કે “ અમે બુક લેવા ગયા હતા” થોડી વાર બાદ બધા એ જમી લીધું હતું અને અર્થ અને બીજા મિત્રોએ પણ બહાર ની જગ્યા પર બેસી ને વાતો કરતા હતા. થોડીક વાર બેસી ને બધા વાતો ...Read More

4

કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈ આત્મકથા નું રહસ્ય - 4

અધ્યાય-4 "મિત્રતા ની પરીક્ષા" અર્થ રૂમ માં જઈને રોજ ની જેમ પોતાની બુક વાંચવાની ચાલુ કરવાનો હતો. તેણે પોતાની વ્યવસ્થિત કરી અને ઓશિકા માથું ઊંચું રહે તેમ રાખ્યા જેથી તે વાંચી શકે. તેને ત્રણ બુક લીધી અને સ્વાભાવિક હતું કે તે પ્રથમ કાલ્પનિકતા ની બુક જ વાંચવાનો હતો. તેને લાવેલી ત્રણ બુક માંથી પ્રથમ બુક લીધી અને વાંચવાનું શરૂ કર્યું અર્થ ની વાંચવાની ઝડપ બહુજ આશ્ચર્ય જનક હતી તેની પાછળનું કારણ આ હતું કે આટલા વર્ષોથી બુક વાંચતો હતો અને તેને કોઈ ટીવી કે રેડિયો નું પણ વ્યસન ના હતું અને તેથી ઇન્ટરનેટ ની તો વાત તો તેને દૂર દૂર ...Read More

5

કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈ આત્મકથા નું રહસ્ય - 5

અધ્યાય 5 "કાલ્પનિકતા તરફ પ્રયાણ"આજ ના દિવસમાં આમ પણ બહુ ખરાબ બની ગયું હતું હવે તેનાથી વધારે તો હવે ખરાબ થશે તેની કોઈ આશા તો અર્થ પાસે હતી નહીં પણ બબલુ નો જવાનો સમય થઈ ગયો હતો તેને જતા પહેલા અર્થ તેને કંઈક ભેટ આપવા ઈચ્છતો હતો અને છેલ્લી વખત તેને મળી લેવા ઈચ્છતો હતો કારણકે હવે તે પહેલાની જેમ હંમેશા સાથે નહીં હોય તેને વિચાર્યું કે તે શું ભેટ આપશે પણ કંઈ સુજ્યું નહીં એટલે છેલ્લે તેણે એક પોતાની પ્રિય ગમતી બુક આપવાનું નક્કી કર્યું તે બુક હતી "જંગલો નું રહસ્ય" હતી તે બુક અર્થ જયારે આઠમા ધોરણ ...Read More

6

કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈ આત્મકથા નું રહસ્ય - ૬

અધ્યાય 6 " કાલ્પનિકતા ની દુનિયા માં આપનું સ્વાગત છે"મંત્ર બોલવાની સાથે તે આ દુનિયામાંથી ગાયબ થઈ ગયો, કોઈ નિશાન ના રહ્યું તેનું વાસ્તવિકતાની દુનિયામાં, અને તે પહોંચી ગયો સીધો કાલ્પનિકતાની દુનિયામાં.કલ્પનાઓની દુનિયા જ્યાં અર્થ ના માનવા મુજબ બધુજ સુંદર હતું.અર્થ એક ખુલ્લા મેદાનમાં ઉભો રહી ગયો જ્યારે તેણે આંખ ખોલી ને જોયું ત્યારે ચારેબાજુ લીલું છમ ઘાસ હતું.તેણે આજુબાજુ જોયું તો ખબર પડી કે તે અહિયાં એકલો ઉભો હતો.પણ હજી તેને પાછળ વળીને નહોતું.તેણે પાછળ વળીને જોયું તો એક ઠીંગણો માણસ ઉભો હતો.તે તેટલો બધો પણ ઠીંગણો ના હતો પણ અર્થ એ કદાચ ઠીંગણા માણસો ખૂબ ઓછા જોયેલા ...Read More

7

કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈ આત્મકથા નું રહસ્ય - ૭

કાલ્પનિકતાની દુનિયામાં જાદુઈઆત્મકથા નું રહસ્ય -૭સવારના લગભગ દશ વાગ્યા હતા.જયારે સૂર્યના કિરણો બારીનો કાચ ચીરીને અર્થ ના મોંઢા ઉપર હતા.ગરમી થવાના કારણે અર્થ જાગી ગયો. તે જાગીને ત્યાં સોફા ઉપર જ બેઠો હતો જ્યાં સુધી તે બરોબર સ્વસ્થ ના થયો. તે બરોબર સ્વસ્થ થયો અને ઊંઘ ઉડ્યા બાદ તેણે જોયું તો ત્રાટક ક્યાંય દેખાતો ના હતો અને દરવાજો પણ ખુલ્લો હતો.અર્થ ચાલતો ચાલતો બહાર ગયો પણ ત્યાં ત્રાટક ક્યાંય દેખાયો નહીં ઉપરાંત સુર પણ ત્યાં ના હતો.તે બાદ માં અંદર આવ્યો ત્યારે ત્રાટક રસોડામાંથી બહાર આવ્યો.અર્થે કહ્યું "અચ્છા તો તમે રસોડામાં હતા.હું તમને બહાર શોધતો હતો.""હા, હું રસોડા ...Read More

8

કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈ આત્મકથા નું રહસ્ય - ૮

અધ્યાય - 8સવારે ઉઠીને બધા ફ્રેશ થાય છે.ક્રિશ પોતાની જાતે પ્રાઈમસ માં દુધ ગરમ કરે છે. અર્થ બારી પાસે હતો જ્યારે વાતાવરણ ખુશનુમા છે. બારી માંથી મંદ મંદ પવન આવી રહ્યો છે અને અર્થ તેના વાળ સરખા કરી રહ્યો હતો. તે આજે પ્રથમ દિવસે સ્કુલ જવા તૈયાર હતો.અર્થ: "શું તને જમવાનું બનાવતા પણ આવડે છે?"ક્રિશ: "હા, થોડું થોડું.મને પણ પહેલા નહોતું આવડતું પણ કાયરા એ શીખવ્યું. પણ આપણે અહિયાં જમવાનું નથી બનાવવાનું હોતું તે રસોઈવાળા ભાઈ બનાવી આપે છે પણ તોય જો તમારે બનાવવું હોય તો તમારી મરજી. અમે ઘણી વાર જાતે બનાવીએ છીએ."અર્થે કહ્યું "આ કાયરા કોણ છે?"ક્રિશ: ...Read More

9

કાલ્પનિકતાની દુનિયામાં જાદુઈઆત્મકથા નું રહસ્ય - ૯

અધ્યાય-9પરોઢિયા નો સમય હતો.ત્રણે શાંતિ થી સુતા હતા પણ એક સ્વપ્ન જે અર્થને ઉઠાડી દે છે.અર્થ સ્વપ્ન માં હતો તેને એક અજાણ્યો અવાજ સંભળાયો.અર્થ મને બચાવીલે,મને બચાવી લે અર્થ.જ્યારે અર્થે સ્વપ્નમાંજ સામે જવાબ આપ્યો "તમે કોણ છો અને હું તમને કંઈ રીતે મદદ કરી શકું."તું મારી આત્મકથા વાંચ જે તારી જોડે બુક છે તે વાંચ મારી વિશે જાણ અને મને બચાવીલે.તે બુક થી જ તને મારા સુધી પહોંચવાનો રસ્તો મળશે. બસ તું મને બચાવીલે મને તારી ઉપર વિશ્વાસ છે અને તુજ મારી છેલ્લી આશા છો.અર્થનું સ્વપ્ન ધૂંધળું થઈ ગયુ જ્યારે તે ઉઠી ગયો અને અચાનક જ તેના બેડ ...Read More

10

કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈ આત્મકથા નું રહસ્ય - 10

અધ્યાય-10સ્કુલમાં આવ્યાને મહિનો પૂરો થઈ ગયા ની સાથે હવે બીજા બે પ્રોફેસર પણ જોડાઈ ગયા હતા.જેમનું નામ હતું પ્રો.વિદોષ પ્રો.તારીણી. પ્રો.વિદોષ ખાસા સમય થી આજ સ્કુલમાં ગુપ્તરહસ્યો વિશે ભણાવતા હતા અને બધાનું માનવું હતું કે અત્યારના સમય માં ગુપ્તરહસ્યો ના તે શ્રેષ્ઠ પ્રોફેસર હતા.તે ઘરડા પણ હતા અને તેમના વર્તનપરથી લાગતું હતું કે તે બધીજ કક્ષામાં એક દમ વિશ્વસનીય માણસ હતા.જ્યારે પ્રો.તારીણી એ એક સુંદર સ્ત્રી હતી અને ખૂબ જ હોંશીયાર અને તે આ સ્કૂલમાં બે કે ત્રણ વર્ષથી ભણાવતી હતી.પ્રો.તારીણી સ્કૂલમાં જાદુઈ નિયમો અને ભવિષ્ય ભણાવતી હતી.તેની રુચિ વધુ ભવિષ્ય પર વધુ હતી એટલે તે ભવિષ્ય વધુ સારું ...Read More

11

કાલ્પનિકતાની દુનિયામાં જાદુઈ આત્મકથા નું રહસ્ય - ૧૧

અધ્યાય-11અર્થ કરણ અને ક્રિશ ત્રણે પોતાના રૂમમાં આવ્યા પણ થોડીકવાર બાદ અર્થતો થાક લાગવાના કારણે સુઈ ગયો હતો જ્યારે અને ક્રિશ પોતાના રાબેતામુજબ કામમાં લાગ્યા. રાત પડી ગઈ હતી કરણ અને ક્રિશ બંને એ જમી લીધું હતું. અર્થ હજી સૂતો હતો ક્રિશ હજી સુવાની તૈયારી કરી રહ્યો હતો. કરણ ચોપડી વાંચતો હતો.અર્થ આજે ફરી સ્વપ્નમાં હતો પણ આજે સ્વપ્ન થોડું વધુ વિચિત્ર હતું એમ કહી શકાય.એક ઘરડા યુવક જે એક કાળા પથ્થર વાળી જૂની જેલમાં હતા. યુવક હજી પણ તંદુરસ્ત લાગતા હતા પણ એ ઘણા દિવસથી નાહયા નહોતા તેથી ગંદા લાગતા હતા.જેમણે અર્થને કહ્યું કે તું બહાદુર છું તું ...Read More

12

કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈ આત્મકથા નું રહસ્ય - ૧૨

અધ્યાય-12અર્થ પોતાની જગ્યાએ થી ઉભો થઈને ચાલવા મંડ્યો પણ તે વિચારતો હતો. તે છોકરો દેખાવે હોંશિયાર, સમજદાર અને સુંદર હતો પણ તે અંધ કેવી રીતે હોઈ શકે તેના વિચારવા પાછળની કારણ તે હતું કે તેણે આવું ક્યારેય નહોતું જોયું.તેણે ધ્યાન તે વાત પરથી હટાવીને મન અને તન બંને ને આગળ વધારે છે અને વનવિહાર તરફ જાય છે જ્યાં ખૂબ ભીડ જામી છે.અર્થ પણ તે ભીડને વીંધીને કાયરા પાસે ત્યાં કાયરા અને વરીના શિવાય બીજું કોઈ તે ભીડમાં દેખાતું નહતું.કાયરા: "બાપરે આટલું મોટું જાનવર, મેં ક્યારેય નથી જોયું."એકલી કાયરા જ નહીં અર્થ અને ત્યાં ઉભા બધાજ અચરજ પામી ગયા હતા.અચરજ ...Read More

13

કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈ આત્મકથા નું રહસ્ય - ૧૩

અધ્યાય-13બધા જ કલાસ તરફ જવા જતા હતા ત્યારે અર્થે માનવ ને કેન્ટીન તરફ દૂરથી જતા જોયો તેથી તેણે કલાસમાં માંડી વાળ્યું.તેણે બધાને કહ્યું "તમે ક્લાસમાં જાઓ હું આજે નથી આવતો આપણે રિશેષમાં મળીએ"બીજા કોઈ તેને સવાલ પુછે તે પહેલાજ તે ભાગી ગયો.સ્મૃતિ એ આશ્ચર્ય સાથે પૂછ્યું" આને શું થયું?"બધા વિચારતા હતા પણ કલાસ માં જવાનું હોવાથી કોઈએ ધ્યાનના દીધું.અર્થ એ માનવની પાછળ પાછળ કેન્ટીનમાં ગયો અને માનવ જ્યાં બેઠો હતો તે ટેબલમાં જઈને બેસી ગયો. માનવને કોઈ પાસે છે તેવો અહેસાસ થયો અને તે કંઈ બોલે તે પહેલાં અર્થ બોલ્યો"શુભસવાર માનવ, હું અર્થ..""શુભસવાર અર્થ તને મળીને ખુશી થઈ.શું આજે ...Read More

14

કાલ્પનિકતાની દુનિયામાં જાદુઈ આત્મકથા નું રહસ્ય - ૧૪

અધ્યાય-14સૌથી પહેલા તે પ્રકાશ સ્મૃતિએ જોયો કારણકે તે સૌથી આગળ ચાલી રહી હતી.તેણે બધાને રોક્યા ત્યારબાદ તે પ્રકાશ અર્થ કાયરા એ જોયો. તે ઝાડ પાછળ છુપાઈ ગયા.ત્યાં ધારીને જોયું તો ત્યાં કોઈ દેખાતું નથી અને માત્ર એક ટોર્ચ પડેલી દેખાઈ જેનો પ્રકાશ અંધારામાં ઝબુકી રહ્યો હતો.સ્મૃતિ એ કહ્યું કે ત્યાં કોઈ નથી આપણે જવું જોઈએ કદાચ કોઈની ટોર્ચ ભૂલથીજ રહી ગઈ હશે.જ્યારે અર્થનું કહેવું હતું કે નદીમાં કોઈક છે ટોર્ચ મુકવાનું કારણ કોઈ ત્યાં આવે નહીં તેમાટેનું હતું.આમ જ બહાર જવામાં ખતરો હતો.જો કોઈ જોઈ જાય તો કેટલાક સવાલો કરે તેથી જ્યાંસુધી તે ખબર ના પડી જાય કે અંદર ...Read More

15

કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈ આત્મકથા નું રહસ્ય - 15

અધ્યાય-15પ્રો.અલાઈવ પોતાના ઘોડા પાસે વિનાશના દ્વારે જવા તૈયાર હતા અને તે પણ એકલા તેમને એકજ છલાંગ મારીને તે કોઈ જેમ ઘોડા ઉપર બેઠા અને આ કોઈ સામાન્ય ઘોડો હતો નહીંઆ તો એક હવાઈ ઘોડો હતો જેને બે લાંબી લાંબી પાંખો હતી. પ્રો.અલાઈવ ઉડવાનું શરૂ કર્યું અને તે થોડીકજ વારમાં ત્યાં પહોંચી ગયા જ્યાં વિનાશે સહુને બોલવાય હતા.તે એક બહુજ મોટું ઘર હતું તેની અંદર પ્રવેશતા ની સાથેજ કેટલાક જાદુગરો એ તેમને રોકી લીધા અને તમને પોતાની ઓળખ બતાવા કહ્યું.પ્રો.અલાઈવે પોતાની સાચી ઓળખ એક સિક્કા દ્વારા કરાવી જે હમેશાં સાતેય પ્રાંત ના પ્રમુખ પાસે જ રહેતો ત્યારબાદ તે અંદર ગયા ...Read More

16

કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈ આત્મકથા નું રહસ્ય - 16

અધ્યાય-16ક્રિશ અને કરણ વહેલા ઉઠી ગયા હતા અને તે સવારે પોતપોતાનું કામ કરી રહયા હતા આજે અર્થ થોડો મોડે સુઈ રહ્યો એટલે કરણ દુધ ગરમ કરીને તેને ઉઠાડવા ગયો.તેણે બે ચાર વાર અર્થને હચમચાવ્યો પણ તે ઉઠ્યો નહીં કારણકે તે ભર ઊંઘ માં હતો. તે અચાનક જ જાગ્યો જેમ કોઈ સ્વપ્નમાં થી બહાર આવ્યો હોય.કરણે પૂછ્યું "શું થયું?"અર્થે આજુબાજુ જોયું અને આળસ મરડીને પોતાનીવાત ની શરૂઆત કરી."મને ફરીથી પ્રો.અનંત સ્વપ્નમાં આવ્યા હતા."ક્રિશ એ આ વાક્ય સાંભળતાજ પોતાનુંજે કામ કરતો હતો તે મૂકી દીધું અને અર્થની વાત માં રસ લીધો.કરણ તો ત્યાંજ બેઠો હતો"તો શું કહ્યું તું પ્રો.અનંતે આ વખતે ...Read More

17

કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈ આત્મકથા નું રહસ્ય - 17

અધ્યાય-17અર્થનેઅહીંયા આવ્યા અઠવાડિયું થઇ ગયું હતુ.રોજ દિવસ સામાન્ય રહેતો.રોજ અખબારમાં વિનાશના કહેરની ખબરો આવતી રહેતી હતી.ત્રાટક આદિવસોમાં રોજ વહેલા આવી જતો જેથી તે અર્થ સાથે સમય વિતાવી શકે અને અર્થને પણ કંટાળો ના આવે.કરણ અને ક્રિશ પણ વધુ સમય ત્રાટક ના ઘરેજ વિતાવતા જયારે કાયરા,સ્મૃતિ અને વરીના પણ સવારે આવી જતા અને તેમનો રોજ નો વાતો નો મુદ્દો અર્થનું સ્વપ્ન જ હતું.તે આખો દિવસ અર્થના સ્વપ્ન વિશે વિચારતા પણ અંત માં કઈ તારણ ના નીકળતું તો વાતો નો મુદ્દો બદલી નાખતા આટલા દિવસો માં પણ અર્થને પ્રો.અનંત વિશે કઈ નવું જાણવા મળ્યું ના હતું.પણ અર્થને આ દિવસોમાં કંઈક નવો ...Read More

18

કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈ આત્મકથા નું રહસ્ય - 18

અધ્યાય-18તેને અચાનક યાદ આવ્યું.તેણે આ વનવિહાર માં વાંચ્યું હતું.તેણે કાયરા નો હાથ ખેંચ્યો અને તેને ઉભા રહેવા કહ્યું તેણે ટેબલ પરથી હાથ અખબાર લીધું અને વાંચતો હતો.કાયરાએ તેને પૂછ્યું "શું થયું અર્થ અચાનક જ તું પાછો વળી ગયો?""વાત જ કંઈક એમ છે."તેણે કાયરાને ખુશ થઈને કહ્યું કે "મને કંઈક અદભુત વસ્તુ મળી છે."અર્થ ના મોડા જવાબ આપવાથી કંટાળીને તેણે અખબાર હાથમાં થી ખેંચી લીધું અને વાંચવાનું ચાલુ કર્યું.તેણે પૂરો લેખ વાંચી નાખ્યો.જેમાં ગાયબ થવાની ઘટના વિશે લખ્યું હતું.જેની પાછળ કોનો હાથ હતો તે કોઈને ખબર ના હતી.પણ તેમાં છેલ્લે ગાયબ થયેલા મહાનતમ જાદુગરો ના નામ હતા જેમાં પ્રો.અનંત નું ...Read More

19

કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈ આત્મકથા નું રહસ્ય - 19

અધ્યાય-19જાદુઈ અલમારી માંથી આવ્યા બાદ બધાજ પરેશાન થઈ ગયા હતા.કારણકે એક નાનો અડધો શબ્દ જે આત્મકથા માંથી મળી રહ્યો હતો બે દિવસ વીતી ગયા હતા.વારાફરતી સૌએ તે અડધો શબ્દ શોધવાનો પ્રયત્ન કર્યો કદાચ ચોપડીના છેલ્લા પાને હોય અથવા ચોપડીના પહેલા પાને હોય પણ,કદાચ વચ્ચે પણ ક્યાંય હોઈ શકે છે.આમ આશાઓ જ હતી પણ શબ્દ ક્યાંય નહીં.અર્થ અને તેની સાથે બધાજ કંટાળી ગયા હતા.ઉપરાંત સવારે પણ અર્થને પ્રો.અનંત નું સ્વપ્ન આવ્યું હતું અને તેમણે કહ્યું હતું કે તું મને જરૂર શોધી શકીશ એવો વિશ્વાસ દર્શાવ્યો હતો અને દરેક સ્વપ્ન ને અંતે એક ઘર જે થોડુંક વિચિત હતું અર્થે આજ સુધી ...Read More

20

કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈ આત્મકથા નું રહસ્ય - 20

અધ્યાય-20દિવસો જેમ જેમ વિતતા જતા હતા તેમ તેમ અર્થ અને તેના મિત્રો વ્યાકુળ થતા જતા હતા.દરેક દિવસે કંઈક નવાજ વળાંક આવી રહ્યા હતા.જે તે ઇચ્છતા ના હતા તેવુજ બની રહ્યું હતું.મુશ્કેલીઓ તો ઘણી હતી અને અત્યારે તો સૌથી મોટી મુશ્કેલી હતી કે પ્રિન્સિપાલ અલાઈવ પાસેથી આત્મકથા કંઈ રીતે લેવી.સૌ એ આપેલા સુજાવ યોગ્ય રીતે બંધબેસતા ના હતા અને છેલ્લે કંઈ તારણ નહોતું નીકળ્યું.હવે બેજ રસ્તા હતા જે સૌને યોગ્ય લાગ્યા અને સૌએ વિચાર્યા હતા.૧.તે પોતે ત્યાં જઈને બધુજ પ્રો.અલાઈવને કહી દે તો કદાચ પ્રો.અલાઈવ તેની ઉપર વિશ્વાસ કરીને તેની મદદ કરે અને તેને આત્મકથા સોંપી દે.૨.બીજો રસ્તો બહુજ કઠીન ...Read More

21

કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈ આત્મકથા નું રહસ્ય - ૨૧

અધ્યાય-21પ્રો.અલાઈવ અંદર આવ્યા અને તેમણે સમગ્ર રસોડાને નિહાળ્યું અને ત્યારબાદ નીચે પડેલા વાસણને ઉપર મૂકીને બારી વાસી દીધી અને ચાલ્યા ગયા આગળના રૂમમાં જ્યાં લાઈટ ચાલુ હતી.અર્થે બહારની હિલચાલ જોવા માટે એક બાજુનો કબાટ નો દરવાજો સહેજ ખુલ્લો રાખ્યો હતો.પ્રો.અલાઈવના બહાર ગયા બાદ ધીમેથી અર્થ અને કાયરા તે કબાટમાંથી બહાર આવ્યા.તે હવે રસોડાના દરવાજાની કિનારીએ ઉભા હતા.પ્રો.અલાઈવે આગળના રૂમની લાઈટ બંધ કરી અને તે સીડીથી ઉપર જઈ રહ્યા હતા.કાયરા એ કહ્યું "પ્રો.અલાઈવ કદાચ ઉપર સુવા જઈ રહયા છે.""હા, આપણે અહીંયા નીચે બધીજ તપાસ કરી દઈએ જોતે બુક આપણને અહીંયા જ મળી જશે તો આપણું કામ થઈ જશે."અર્થ અને કાયરા ...Read More

22

કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈ આત્મકથા નું રહસ્ય - 22

અધ્યાય 22 "આવું કેવી રીતના બની શકે”પાછા આવ્યા ના દશ દિવસ વીતી ગયા હતા બધાજ સંપૂર્ણપણે શાંત હતા ત્યાં આવી ગયા પછી કોઈ વધુ તે બાબત માં વાત નહોતું કરતું અને ઘણા દિવસ થી અર્થ ને પણ કોઈ સ્વપ્ન આવ્યું ના હતું. પણ બધા કરતા અર્થ હજી તે વાત થી થોડો ચિંતા માં હતો.તેને હવે પ્રોફેસર અનંત સાથે ખાસ લગાવ થઈ ગયો હતો અને તે તેમને મળવા માંગતો હતો તે કંઈક ને કંઈક વિચાર્યા કરતો. તે બહાર ફળિયા માં એક દિવસ રોજ ની જેમ આંટો મારી રહ્યો હતો અને તેની જાદુ શીખવાની બુક વાંચતો હતો. ક્રિશ સુઈ રહ્યો હતો ...Read More

23

કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈ આત્મકથા નું રહસ્ય - 23

અધ્યાય 23 "સ્વપ્નછત"સમય દિવસે અને દિવસે બહુજ ખરાબ આવી રહ્યો હતો.ક્રિશ નું મોત તો સ્વપ્ને પણ કોઈએ નહોતું વિચાર્યું. તથા તેના માતા પિતા અંદર થી તુટી ગયા હતા.ખરેખર તે દ્રશ્ય ખૂબ જ કરુણ હતું. જ્યારે કરણ તથા તેની મમ્મી જ્યારે પાછા ફર્યા ત્યારે તે આ દ્રશ્ય જોઈને બેબાકળા બની ગયા અને અર્થને ઝંઝોળી ને સમગ્ર ઘટના વિશે પૂછ્યું પણ તે પહેલાં તે ખૂબ રોયા કરણ ને ગુસ્સા નો પાર નહતો પણ તે કઈ કરી શકે તેમ ન હતો.સમગ્ર ઘટના એક દિવસ પછી થોડીક નાજુક બની ગયી જોકે હજુ બધાને ક્રિશ નું ભૂલવું બહુ મુશ્કેલ હતું તેના પિતા પણ બહુજ ...Read More

24

કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈ આત્મકથા નું રહસ્ય - 24

અધ્યાય 24"ત્યાગ"આ બંને ને જોઈને અર્થ બોલ્યો "અરે આ જગ્યા મેં ક્યાંક જોયેલી છે."ફોટા માં એક બંગલો હતો જે જૂનો લાગતો હતો.ત્રાટક એ જવાબ આપતા " તે કેવી રીતે જોયો હોય આ બંગલા ને?,એમ પણ આ બંગલો અહીંયા થી બહુ દૂર છે.તે તો આ પ્રાંતના સૌથી છેડે આવેલો છે.કદાચ તારા થી કોઈ ગલતફેમી થઈ હશે.""હા, એવું પણ થઈ શકે છે.પણ મેં આ જગ્યા વારંવાર જોઈ છે.અને મને સરખી રીતે યાદ છે કે તે આજ હતું, પણ મને યાદ નથી આવતું ક્યાં જોઈ છે.હું કોશિશ કરીશ યાદ કરવાની"ત્રાટક એ સમગ્ર વાત સાંભળ્યા બાદ કીધું " મને નથી લાગતું કે તને ખબર હોય પણ ...Read More

25

કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈ આત્મકથા નું રહસ્ય - 25

અધ્યાય 25 "સમય તૈયારીનો"જયારે સવાર ના છ વાગ્યા ત્યારે ધાબા પરના બારણાં માંથી પ્રકાશ આવ્યો અને રોબર્ટ ની આંખ તેણે ત્રાટક ને ઉઠાડ્યો ત્રાટક જાગ્યો અને સફાળો બેઠો થઈ ગયો.બંને જણ ફટાફટ ઉપર ગયા અને જોયું ત્યારે અર્થ હજી મીઠી નીંદર માણતો હતો.રોબર્ટે ત્રાટક સામે જોયું અને બોલ્યો "શું કરવું છે ઉઠાળવો છે?"ત્રાટક:" હા ઉઠાડવો તો પડસેજ."બંને અર્થ ને ઉઠાડ્યો અર્થ ને મીઠી નિંદર આવી હતી એટલે તે ઉઠવાનું નામ જ નહોતો લેતો ત્રાટકે જોર થી બૂમ પાડી" અર્થ ઊઠ.."અર્થ ને ત્યારે ખબર પડી કે તેને સાચેજ કોઈ બોલાવી રહ્યું છે.અર્થ ભર ઊંઘ માંથી જાગ્યો અને બોલ્યો ખરેખર સ્વપ્નછત માં ...Read More

26

કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈ આત્મકથા નું રહસ્ય - 26

અધ્યાય 26 " મહાકાય વીંછી"ત્રણેય આગળ વધ્યા અને વનવિહાર ના દરવાજે આવીને ઊભા હતા.ત્યાં વૃદ્ધ ચોકીદાર દાદા અંદર માં હતા.ત્રાટકે નજર ચોરી ને ભાગતા કરતા તેમને કહીને જવું જ ઠીક સમજાયું. તેણે દરવાજા આગળ જઈને ઉભો રહી ગયો જયારે વૃદ્ધ દાદા ઊંધા ફરીને બેઠા હતા તે કંઇક રેડીઓ જેવું રીપેર કરી રહ્યા હતા.ત્રાટકે પાછળ થી તેમના ખભે હાથ મુક્યો અને વૃદ્ધદાદા એક દમ ચોકી ગયા.વૃદ્ધ દાદા બોલ્યા " આપ જરૂર મિસ્ટર ત્રાટક છો?"ત્રાટક: " હા,આપને યાદ છે તે જાણીને મને અત્યંત આનંદ થયો."વૃદ્ધ: "મને યાદ કેવી રીતે ના રહે. જેણે મને મારા દોસ્ત વિશે સારા સમાચાર આપ્યા હતા.તો શું ...Read More

27

કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈ આત્મકથા નું રહસ્ય - 27

અધ્યાય 27 " નવશીંગાની આઝાદી "તેમને ખુશી નો પાર ન રહયો અને તે બોલ્યા "શું તુજ વાસ્તવિકતા માંથી મને આવેલો છોકરો છું?" પ્રોફેસરને જોઈ ને અર્થ અને કાયરા પણ ખુશ થયા તેમણે જોયું ત્યારે ખબર પડી કે પ્રોફેસર હજી પણ તંદુરસ્ત લાગતા હતા.તેમની ઊંચાઈ મધ્યમ હતી અને તેમની દાઢી તથા મૂછો વધી ગયેલી હતી તેમની આટલી ઉંમર હતી પણ છતાં તેમનાં હાવ ભાવ પર થી લાગ્તું ના હતું કે તે ઉંમરલાયક હશે.અર્થે હા પાડી પણ તે વિચારમાં પડી ગયો પણ તેમને કેવી રીતે ખબર પડી કે તે વાસ્તવિકતા માંથી આવ્યો છે.તેનાથી રહેવાયું નહીં અને તેણે સવાલ પૂછી લીધો આજ ...Read More

28

કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈ આત્મકથા નું રહસ્ય - 28 - છેલ્લો ભાગ

અધ્યાય 28 "ખુલાસો અને અંત "છતાંય હજી વાતો સાંભળવાની બાકી હતી તે વાતો હતી પ્રો.અનંત ની કારણકે હજી તેમણે વાતો નો ખુલાસો સ્પષ્ટ રીતે નહોતો કર્યો.અર્થે તથા સર્વે ઘરે પહોંચી ગયા.આખરે જે કામ માટે ગયા હતા તે કામમાં સફળતા મળી તેનો આનંદ હતો.પ્રો.અનંત ને પણ ખૂબ આનંદ હતો કારણકે તે દશ વર્ષ બાદ કેદ માંથી છૂટ્યા હતા.વાહ શુ અદભુત દિવસ ઉગવાનો હતો.કારણકે ઘરે પહોંચ્યા ત્યારે હજી દિવસ ની શરૂઆત થવાની હતી, એક નવા દિવસની.અર્થે ઘરે પહોંચ્યા બાદ પ્રો.અનંત ને પોતાની વાર્તા જણાવવા કહ્યું.પ્રો.અનંત એ વાત ની શરૂઆત કરતા કહ્યું જયારે રૂમમાં માત્ર ચાર જણ જ હાજર હતા.કારણકે કોઈ ને ...Read More