રહસ્ય

(4.4k)
  • 158.9k
  • 169
  • 74.9k

ભૂત-પ્રેત,ચાચીયાઓથી ભરપૂર રહસ્યમય, વાર્તા, ગામના પૌરાણિક મંદિર પાસે ચાંચિયાઓ જોવા મળે છે. જે રહસ્યમય રીતે ગાયબ થઈ જાય છે. શુ છે સમગ્ર રહસ્ય. વાંચતા રહો. રહસ્ય.

Full Novel

1

રહસ્ય - ભાગ 1

ગામની અંદર ખજુરાહોના સમયનો શિવ મંદિર પાસે,અજય,વિજય, કલ્પેશ ત્રણ મિત્રો કેટલાક ચાંચિયાઓને જોવે છે. શિવમ નામના ટાપુ જે સમયમાં નો હોય છે. જ્યાં ડાઈનોસોર જેવી પ્રજાતિઓ હોય છે. રોમાંચથી ભરપૂર આ એક કિશોર સહાસ કથા છે. જે પચીસ ભાગમાં લખાઈ છે... ...Read More

2

રહસ્ય ભાગ ૨

ખજાનો, શોધવા એક સહાસિક ટોળકી એકલના રણમાં નીકળી ગઈ છે. ત્યાં તે એક ગાઈડને મળવા માટે જઈ રહ્યા છે. ગાઈડે ઘણા વર્ષો સુધી આ ખજાના વિશે શોધ કરી હતી. ગુફાનો રહસ્ય જાણવામાં આ ટોળકી સફળ થશે વાંચતા રહો, રહસ્ય. ...Read More

3

રહસ્ય :૩

મંદિરના રહસ્યને જાણવા માટે, કચ્છના રાપર પંથક જાય છે. ત્યાં વૃદ્ધ ગાઈડને મળે છે. કેટલીક ચોંકાવનારી વાતો ગાઈડને મોઢથી મળે છે. કઈ રીતે સફરની શૂરવાત કરે છે. તે માટે વાંચતા રહો રહસ્ય. ...Read More

4

રહસ્ય:૪

મજીદના મિત્ર રાજદીપે જે ઇન્ડિયન આર્મીમાં છે. તેની પાસે પોતાની આ વાત લઈને જાય છે. રાજદીપે કર્નલ પાસે આ સફર માટે પરવાનગી લે છે. બધાને ઇન્ડિયન આર્મીના ઑફિસયલ મિશન પર જવાની પરવાનગી મળે છે. જેનું નામ રાજદીપે પાછળથી મિશન સોને કી ચીડિયા આપે છે. ...Read More

5

રહસ્ય:૫

તુફાની લહેરોમાં જહાજના ટુકડા થઈ જાય છે. અજય બધાથી વિખુટા પડી જાય છે. ઘાયલ અવસ્થામાં કોઈ અજાણ્યા ટાપુ આવી જાય છે. બીજી તરફ રાજદીપ અને ટીમ પણ બીજા કોઈ ટાપુ પર સુરક્ષિત તરતા તરતા આવી જાય છે. ...Read More

6

રહસ્ય:૬

ઝરણાંની ઉપરથી જોઈ રહેલી કોઈ આકૃતિનો રાજદીપ પીછો કરતા કરતા એક ગુફાના મુખ પાસે આવે છે. વિશાળ અંધારી ગુફાની પ્રવેશે છે. આગળ શું થાય છે. તે માટે વાંચતા રહો રહસ્ય. ...Read More

7

રહસ્ય - ૭

આંખ ખુલતાં, ચાંચિયાઓ આખી ટીમને ઓઈલના બેરલો સાથે બાંધ્યા હતા. કલ્પેશને ચાંચિયાઓ મારી રહ્યા હતા. શુ કલ્પેશ ચાંચિયાઓ ને નકશો દેશે આગળ વાંચતા રહો રહસ્ય.... ...Read More

8

રહસ્ય:૮

અજય વનવાસીઓને પહાડો તરફ ઈશારો કરી ત્યાં વિશે પૂછે છે. વનવાસીઓ અજયની ભાષા નથી જાણતા, પણ ત્યાં કઈ છે. તેવું સમજાવ માટે પ્રયત્નો કરતા હતા. અજય જીદી હતો. તેને કહ્યું. સાત સમુદ્ર પાર હું તે સાંભળવા નથી આવ્યો કે ત્યાં ખતરો છે. શુ વનવાસીઓ અજયને તે પહાડો તરફ લઈ જશે ...Read More

9

રહસ્ય :૯

ચાંચિયાઓને ચાલાકી પૂર્વક ચક્કમો આપી, મેન્ડેગાસ્કારથી રાજદીપ અને ટીમ હિન્દ મહાસાગર તરફ આગળ વધે છે. વાદળોની પહેલે પાર દુરબીનથી ટાપુ દેખાય છે. શુ ખરેખર ટાપુ છે કે તેનો વહેમ, આગળ વાંચતા રહો રહસ્ય. ...Read More

10

રહસ્ય:૧૦

અજય વનવાસીઓ સાથે જ્યાં જઇ રહ્યો હતો. જાણે તે જૂરાસિક સમયમાં આવી ગયો હોય, વિવિધ પ્રકારના ડાઈનોસોર, ત્યાંની ફોગ વોટરફોલ, જાણે કોઇ તિલસ્મી દુનિયામાં આવી ગયો હોય, આગળ વાંચતા રહો, રહસ્ય ...Read More

11

રહસ્ય:૧૧

અજય ટાપુની પેહલી પાર હતો. ચાંચિયાઓ સાથે લડાઈમાં સમય વેડફાઇ ગયો હતો. રાજદીપ અને ટીમ હતાશા અને નિરાશ થઈ હતી. વનવાસીઓ પરિસ્થિતિની ગંભીરતાને સમજી પ્ટેરોસોરોસ ડાઈનોસોર બોલવે છે. આગળ માટે વાંચતા રહો રહસ્ય ...Read More

12

રહસ્ય:૧૨

ઇમારતો જેવા મોટા મોટા પહાડોની વચ્ચે ટોળકી આવી ગઈ છે. નીચે ભળભળતા લાવા, ઉડતા ડાઈનોસોર પણ તેનો સાથ જતા રહ્યા હતાં. ભૂલભલીયા જેવા પહાડોને શુ તેઓ સર કરી શકશે કેવી કેવી મુસીબતો નો સામનો કરવો પડશે તે માટે વાંચતા રહો રહસ્ય. ...Read More

13

રહસ્ય:૧૩

રણની રાતનું પર્યાય મોત થાય છે. કાળા ભમર વિછીઓ પોતાનો ઝેર કોઈમાં ઉતારવા માટે તલપાપડ હતા. પાણી, ખોરાક ખૂટી હતા. ટીમ રાજદીપે કઈ રીતે, રણમાં જીવ શકશે તે માટે વાંચતા રહો... રહસ્ય. ...Read More

14

રહસ્ય:૧૪

ડાઈનોસોર ગુફાના મુખ પાસે આવી ગયા હતા. સામે વિશાળ દેહિ નોળિયો, સાંપોના ટોળા સામે લડી રહ્યો હતો. બીજી ગુફાની અંદર એનાકોન્ડા અને નોળિયો વચ્ચે યુદ્ધ ચાલ્તુ હતું. રાજદીપે અને ટીમ અજયની એક આસપાસ જ હતી. શુ રાજદીપે અને ટીમ અજયને મળી શકશે ...Read More

15

રહસ્ય:૧૫

મેગ્નેટિક હાઇવે કલ્પેશ બોલ્યો. હા, મેગ્નેટિક હાઇવે, ત્યાં એક જગ્યા છે. ત્યાં તમારી કાર ઉભી રાખી તેનું બંધ કરી મુકો તો પણ આપ મેળે કાર ઉપર ચડવા લાગે છે. એવું તે કઈ હોતું હશે ગપ્પા મારવાની પણ હદ હોય પ્રિયા... તે એક માત્ર એવી જગ્યા નથી. તે સિવાય અમેરિકામાં લાસ વેગાસ,નેવાડામાં સ્થિત હોવર ડેમ જ્યાં તમે પાણીની બોટલથી પાણી નીચે તરફ જવા દો તો પણ ઉપર આવે, નીચે ફેંકવામાં આવતી દરેક વસ્તુ ઉપર ઉઠવાનું પ્રયત્ન કરે... પણ વૈજ્ઞાનિક એવું માને છે કે આવું ત્યાં ચાલવા વાળી હવાઓના કારણે થાય છે. ઠીક છે.... આપણે તે ડેમની વાત રહેવા દઈએ તો પણ, ધ મિસ્ટ્રી સ્પોટ એ ગુરુત્વાકર્ષણીય વિસંગતતા છે. જે કેલિફોર્નિયાના સાંતાક્રૂઝની બહાર રેડવૂડ જંગલોમાં સ્થિત છે. તે આશરે 150 ફુટ અથવા 46 મીટર વ્યાસનો ગોળાકાર વિસ્તાર છે. આ જગ્યાએ ન્યૂટનનો ગ્રુરુત્વાકર્ષણબળનો નિયમ કામ જ નથી કરતો. ત્યાં તમે આડા ઉભો તો પણ નીચે નથી પડતા. લોંખડના ગોળાને તમે ગતિથી ધક્કો મારો તો તે એક તરફ જ જશે. ત્યાં હોકાયંત્ર જેવા ઉપકરણો પણ કામ કરવાનું બંધ કરી દે છે. તે સિવાય ઘણા ઝરણાઓ જે નીચે જવાની જગ્યાએ ઉપરની તરફ જાય છે. કોઈ કોઈ જગ્યાએ તો નદીઓનો પ્રવાહ પણ વિરોધ દિશામાં હોય છે. હા, મેં પણ આ વિશે સાંભળ્યું છે. આઈ એગ્રી વિથ યુ... રાજદીપે કહ્યું. દુનિયાની તમામ જગ્યાએ ગુરુત્વાકર્ષણબળ ઓછા પ્રમાણમાં કામ નહી કરતો હોય, પણ અહીં તો બિલકુલ પણ ગુરુત્વાકર્ષણબળ નથી. આ તે બધી જગ્યાઓનો બાપ છે. ...Read More

16

રહસ્ય:૧૬

પાતાળી દુનિયામાં તમામ વસ્તુઓ સામન્ય કદથી મોટી હતી. વિશાળ વૃક્ષ, વનસ્પતિ, ફૂલો.... વિશાળ જીવડાઓ... કેવી કેવી મુસીબત સાથે બે હાથ કરવા પડશે જાણવા માટે વાંચતા રહો, રહસ્ય ...Read More

17

રહસ્ય:૧૭

અજય અને ટીમ પાતાળી દુનિયામાં આવી જાય છે. જ્યાં દરેક વસ્તુ, વનસ્પતિ, ફળ ફૂલ, અને અમુક પ્રાણીઓ સ્વંયમ પ્રકાશિત છે. પાતાળી દુનિયાના અંધકાર ઉપર કઈ રીતે અજય અને ટીમ વિજય મેળવશે... જાણવા માટે વાંચતા રહ્યો રહસ્ય... ...Read More

18

રહસ્ય:૧૮

રોમાંચ, ડર, આનંદ તમામ જાતની લાગણીઓની મનમાં હાથપાઈ ચાલતી હતી. જે રીતે ભમરી ઊડી રહી હતી. તેનાથી શરીરમાં વિવિધ ફૂટી રહી હતી. નદીનો તેજ પ્રવાહની વિરુદ્ધ દિશમાં ફરી અમે, તે પહાડ તરફ જઈ રહ્યા હતા. પહાડની ઉપર ચમકતી વનસ્પતિ તારાઓ જેવી લાગતી હતી. આખું પહાડ ઝગમગી રહ્યો હતો. જાણે ચંદ્રનો કોઈ ભાગ અહીં ધરતી પર આવી ગયો હોય... તેમાંથી વહેતો, નદીનો પ્રવાહ ચાંદની જેવો લાગતો હતો. ચારે તરફ ચમકતું જંગલ,જીવ-જંતુઓમાંથી ઉઠતી ચાંદની નરી આંખે જોઈ શકાતી હતી. જાણે તે શરીરમાંથી આત્મા નીકળી બ્રહ્માંડ તરફ ગતિ કરી રહી હોય. ...Read More

19

રહસ્ય-૧૯

દરેક સંસ્કૃતિ, સભ્યતા કેટલી સારી અને કેટલી મહાન છે.તે જણાવવા માટે તે લોકો તેની જે છાપ છોડી ગયા છે. અશ્મીઓ, તેના અવશેષો જ તેમની સંસ્કૃતિની મહાનતાનું પ્રમાણ આપી દે છે. એક નાનકડા ગામના શિવમંદિરની ચાવી આટલા દૂર ટાપુ ઉપર પોહચાડવા વાળા લોકો કેટલાં મહાન હશે આજના આટલા આધુનિક યુગમાં,એડવાન્સ ટેકનોલોજી હોવા છતાં અહીં સુધી કોઈ પોહચી નથી શક્યું. તે લોકો કેવી રીતે અહીં આવ્યા હશે કેવી રીતે તેઓએ આ સુરંગ બનાવી હશે તમામ વસ્તુઓ, તમામ માહિતીઓ તે અહીં સુરંગની દીવાલો પર કોતરી ગયા છે.પણ આપણે જ આપણી તે સંસ્કૃતિ ,તે ભાષા વિસરાવી દીધી છે. ફક્ત આપણે વિસરાવી છે.તેઓએ આપણી નહિ. હજરો વર્ષ પછી કોઇ અહીં આવશે, તેની તેઓએ તૈયારી રાખી હતી. તે અમારી ભાષા જાણે છે. પણ અમે તેની ભાષા નથી જાણી શકતા. તે સંસ્કૃતિ મહાન કેમ હશે ખબર છે આપણે નાત,જાત, રીતિ,રિવાજોમાં જ રચ્યા પચ્યા રહ્યા, જ્યારે તે સભ્યતાના પ્રાણીઓનો પણ એક આગવું સ્થાન હતું..માન હતું! ...Read More

20

રહસ્ય :૨૦

આજથી પહેલા હજારો સંસ્કૃતીઓ સભ્યતાઓ પૃથ્વી ઉપર થઇ ગઈ છે. ઘણા બધા અવશેષો તેના ખોદકામ કરતા મળી આવ્યા છે,તો બધા હજુ પણ સલામત છે. પણ, આ અદભૂત હતું, અકલ્પનિય હતું અવિશ્વસનીય હતું. અમે તેની કારીગરી, તેની કલાકારી ઉપર કાયલ થઈ ગયા હતા. ઘણી ખરી મૂર્તિઓ તો જાણે હૂબહૂ, કોઇ વ્યક્તિ હોય, જાણે તે હમણાં બોલી ઊઠશે તેવું લાગતું હતું. ...Read More

21

રહસ્ય :૨૧

ગુફાની દીવાલો પર ઉપસેલી મૂર્તિઓ, દીવાલને બારીકીથી ટીચી ટીચીને આ કલાકૃતિ બનાવી હતી.તે સિવાય જમીન ઉપર સફેદ પથ્થરોમાંથી બનાવેલી દેવી દેવતાઓની મૂર્તિઓની સાથે સાથે સ્વર્ગની અપ્સરાઓની મૂર્તિ હોય તેવું લાગતું! ...Read More

22

રહસ્ય:૨૨

સુવર્ણ મહેલ ખૂબ જ આકર્ષિત હતો. આટલા સમયમાં સૂર્યની પ્રકાશ ઘણા સમય પછી જોવા મળ્યો, ઉપરથી આવતી સૂરજની કિરણોથી મહેલમાં અલગ પ્રકારની ચમક ફરી વળી હતી. મહેલની સુવર્ણ દીવાલો પર ચાંદીથી વર્ક કરેલી ડિઝાઇન હતી. મહેલનો ઉપરનો ભાગ ગોળાકાર થઈ આગળ જતાં ઉપર પિરામિડ જેવો આકર લેતો હતો. જે ખૂબ ઊંચું હતું. તેનો કોઇ અંત નોહતો, જાણે આકાશ સુધી તેનો છેડો હોય.જોઈ શકાતું હતું તો ફક્ત તેના પર કરેલ આર્ટવર્ક ખૂબ જ સુંદર અને મનમોહન હતું. આટલી સુંદરતા વચ્ચે પણ તેની મનોદશા ઠીક નોહતી. હજુ પણ પ્રિયાના હોઠ તેના હોઠ ઉપર મહેશુંસ કરી શકતા હતા. હજુ પણ તે હુંફાળા આલીંગન ને તેના શરીર ઉપર મહેશુંસ કરી શકતો હતો. ...Read More

23

રહસ્ય:૨૩

મહેલમાં ભૂલભલીયાઓ જેવું લાગતું હતું. ફરીને જાણે એક જ જગ્યા પર પાછા આવતા હોઈએ, તો વારંમવાર સામે આવતા શુ છે કેમ તેનો સ્પર્શ કરતા જ અદ્રશ્ય થઈ જાય છે વાંચો રહસ્ય ...Read More

24

રહસ્ય:૨૪

મણી અમારી સામે જ હતી. તેમાંથી નીકળતી પૂર્ણિમાંના ચાંદની જેવી રોશની જ્યારે બરફ ઉપર પડે, ત્યાર કેવો દ્રશ્ય રચાય બરફમાંથી નીકળતી ઠંડી વરાળ ઉપર ઉઠે ત્યારે જાણે ચાંદની ચાંદ તરફ જઈ રહી હોય તેવો જ દ્રશ્ય અહી રચાયો હતો. મહેલના આ ભાગમાં દૂધ જેવી સફેદ રોશની ફેલાઈ હતી.જે આંખ ને જોવી ખૂબ ગમે તેવી હતી. બધા બરફની અંદર બનાવેલી સુરંગમાં પગ ફેલાવી બેઠા હતા. ...Read More

25

રહસ્ય (અંતિમ પ્રકરણ )

સંપૂર્ણ રહસ્ય, શુ તે મણી મળશે, અજય સિવાયના મિત્રીનું શુ થાય છે શું હોય છે. તે પૌરાણિક રહસ્ય, પ્રિયા ને અજય કેમ શોધી રહ્યો હોય છે વાંચો રહસ્યનું અંતિમ પ્રકરણ.... ...Read More