રાહ..

(300)
  • 111.8k
  • 39
  • 72.3k

સવારની વહેલી ફ્લાઈટ માં દુબઈ થી આજ હર્ષા બહેનની દીકરી વિધિ આવવાની છે,હર્ષા બહેન અને એમના પતિ સુરેશ ફ્લાઈટના સમય પહેલા એક કલાક વહેલા એરપોર્ટ પર પહોંચી જાય છે,દીકરીની રાહ જોતા જોતા એક કલાક ક્યાં પસાર થઈ ગઈ ખબર ન પડી,અને થોડીવારમાં એરપોર્ટના મેઈન દરવાજેથી દીકરી વિધીને જોતા બન્ને ખુશ થઈ જાય છે.વિધિ મમ્મી પપ્પાને ગળે વળગી પડી અને બન્નેના હાલચાલ પૂછતી મમ્મીને પૂછે છે ભયલો કેમ નથી આવ્યો?મમ્મી જવાબ આપતી કહે છે પરીક્ષા આપવા વડોદરા ગયો છે, ત્યાં તો સુરેશભાઈ બારથી ટેક્સી વાળાને બોલાવી વિધીનો માલસામાન મુકાવે છે,અને ત્રણેય જણ ટેક્સીમાં બેસી માણેક ચોક આવેલા એમના ઘરે પહોંચ્યાં,અને હર્ષા

Full Novel

1

રાહ.. - ૧

સવારની વહેલી ફ્લાઈટ માં દુબઈ થી આજ હર્ષા બહેનની દીકરી વિધિ આવવાની છે,હર્ષા બહેન અને એમના પતિ સુરેશ ફ્લાઈટના પહેલા એક કલાક વહેલા એરપોર્ટ પર પહોંચી જાય છે,દીકરીની રાહ જોતા જોતા એક કલાક ક્યાં પસાર થઈ ગઈ ખબર ન પડી,અને થોડીવારમાં એરપોર્ટના મેઈન દરવાજેથી દીકરી વિધીને જોતા બન્ને ખુશ થઈ જાય છે.વિધિ મમ્મી પપ્પાને ગળે વળગી પડી અને બન્નેના હાલચાલ પૂછતી મમ્મીને પૂછે છે ભયલો કેમ નથી આવ્યો?મમ્મી જવાબ આપતી કહે છે પરીક્ષા આપવા વડોદરા ગયો છે, ત્યાં તો સુરેશભાઈ બારથી ટેક્સી વાળાને બોલાવી વિધીનો માલસામાન મુકાવે છે,અને ત્રણેય જણ ટેક્સીમાં બેસી માણેક ચોક આવેલા એમના ઘરે પહોંચ્યાં,અને હર્ષા ...Read More

2

રાહ.. - ૨

સારું મમ્મી તું રસોઈ બનાવ ત્યાં હું મારા કપડા કબાટમાં શિફ્ટ કરી દઉં,વિધિ એ કબાટ ખોલ્યો તેમાં એના પહેલાંના કપડાં એના પુસ્તકો અને એની જીવથી પણ વ્હાલી તેની જે ડાયરી જેમાં તે પોતાનાં મનની વાત શબ્દો દ્વારા ઉતારતી એ ડાયરી જાણે કે વિધિના હાથમાં વર્ષો પછી આવી,પહેલાં તો વિધિ એ ડાયરી પર મા સરસ્વતીનો ફોટો હતો એ ફોટો પર હાથ મૂકી મા સરસ્વતીનાં ચરણસ્પર્શ કર્યા,અને કપડાં એ બધું છોડી એ ડાયરી લઈ બેડ પર બેસી ગઈ અને એક પછી એક પન્નાઓ ફેરવતી રહી,દરેક પન્ના પર પોતે લખેલું વાંચતી ગઈને મનોમન બબળતી આ મેં જ લખ્યું હશે એવા સવાલો કરતી ? વાંચવા ...Read More

3

રાહ.. - ૩

મિહિર:☺☺ પ્રિય વિધિ... આમ તો જ્યારથી તું મારી જિંદગીમાં આવી છે ત્યારથી તારું વળગણ લાગ્યું બસ ત્યારથી સતત તારા વિચાર આ ધબકતું હૈયું પણ શ્વાસે શ્વાસે બસ તારું નામ લેતું પણ જો તને કહીશને તો તું નહીં માને... હું તને દિલથી ચાહું છું પણ કદી હુંતને કહી ન શક્યો પણ આ પત્ર દ્વારા આજે તને કંઈ કહું તો તું ગુસ્સે ન થતી,આમ તો આપણે રૂબરૂ કદી મળ્યા નથી બસ તારા શબ્દોથી મને તરબોર કરી દેનારી તું,ક્યારે આ મારું હૈયું તારા હવાલે થયું મને ખબર નથી ? બસ સતત તારા ખયાલો માં રહેવું મારું ચિત ક્યાંય ન લાગવું ...Read More

4

રાહ - ૪

મિહિર: વિધુ સાચું કહું તો તારો લખેલો પત્ર ઉપરથી ગયો, યાર તને ખબર છે હું ગુજરાતી માં 'ઢ' ગલાંનો "ઢ"છું... તું આપણી ફ્રેન્ડશીપ વિશે કહે છે કંઈક એટલું હું સમજી શક્યો, કૃષ્ણ દ્રૌપદી મીરાં તો મારે એમના વિશે વાંચવું પડે.. યાર ક્લિયર બોલને તું શું કહેવા માંગે છે..." "વિધિ: તો તું સાંભળ હું શું કહેવા માગું છું,તું મને તારો મોબાઈલ નંબર આપ વાત મેસેજ દ્વારા નહીં થાય મિહુ..." "મિહિર: વિધુ સ્વપ્નમાં છું કે જાગુ છું હું? તે મારો નંબર માંગ્યો ? હે શું વાત છે યાર ?" "વિધિ:બહુ ડાહ્યો ન થા નંબર ...Read More

5

રાહ - ૫

જલ્પા હું મજાક કરું છું તો હવે આગળ શું કરવું તે કંઈ વિચાર્યું છે,વિધિ ના જલું મેં એમનો નંબર છે,મેં કહ્યું છે હું કોલ કરીશ,એ છોકરો એકદમ સરળ છે,આમ તો ફેસબુક પર આઠ વર્ષથી ફ્રેન્ડ છે,પણ ખબર નહિ છેલ્લા બે વર્ષથી એ મને ચાહે છે એ મને પ્રેમ કરે છે એવું તે કહે છે, મને તો ક્યારેય મિહિરે જોઈ નથી,મેં મિહિરને મારો ફોટો પણ કદી મોકલ્યો નથી તો પણ ખબર નહીં એના મનમાં શું હોય ?એ તો ભગવાન જાણે, મેં એમની પ્રોફાઈલ ચેક કરી કાલે તો એમની પ્રોફાઈલ પર એમની મોટી મમ્મી સાથે એમનો ફોટો જોયો,મને પણ એ ...Read More

6

રાહ. - ૬

વિધિ ઘરે પહોંચી થોડું જમીને સીધી તેના રૂમમાં જતી રહી,થોડીવાર પછી વિધિના મમ્મી રૂમમાં આવ્યાં, બોલ્યા વિધિ જલ્પાને ઘરે આવીને મજામાં છે ને બધાં ત્યાં?વિધિ હા મમ્મી મજામાં છે મમ્મી કાલે સવારે મારે અને જલુંને કોલેજ જવું છે,જલુંને થોડું કામ છે તો અમે બન્નને જવાની છીએ,આટલું કહી વિધિ મનોમન બોલી માફ કરજો ભગવાન ખોટું બોલી છું,વિધિના મમ્મી હા જઈ આવજો.રાત્રે વિધિ એ મિહિરને મેસેજ દ્વારા એડ્રેશ મોકલી આપ્યું,ને લખ્યું સમયસર પોહચી જજે,શુભ રાત્રી.મિહિરને મેસેજ કરી વિધિએ મોબાઈલમાં સવારે આઠ વાગ્યાનું એલાર્મ મૂકી બહું થાકી હોવાથી આજે તે ઘસઘસાટ ઊંઘી ગઈ.સવારે આઠ વાગ્યે એલાર્મ વાગતાં સીધી જાગી ગઈ ફટાફટ ફ્રેશ ...Read More

7

રાહ.. - ૭

જાણે કામદેવ સ્વયંમ ધરતી પર ઉતરી આવ્યાં હોય એવો દેખાતો હતો,મિહિરને થોડે દૂરથી જોતી જલ્પા તો મિહિરને એકી બસ જોતી રહી,જલ્પા બોલી વિધિ જો પેલો મિહિર છે ને ?વિધિ હા જલું એ મિહિર છે.એટલામાં ત્યાં મિહિર આવી પહોંચ્યો,આવતાની સાથે જલ્પાને પૂછ્યું તમે વિધુ રાઈટ,જલ્પા કંઈ બોલે એ પહેલાં તો મિહિરે બુકે જલ્પાના હાથમાં આપી કહ્યું ધીસ ઈઝ ફોર યુ. જલ્પા વળતાં જવાબમાં આપતાં કહ્યું થેંક્યું સો મચ...મિહિરે બીજો બુકે વિધીના હાથમાં આપતા બોલ્યો... ધીસ ઈઝ ફોર યુ...વિધિ એ મિહિરને માત્ર આભાર કહ્યું..આ સાંભળી મિહિરે વિધીને આપેલું બુકે વિધિના હાથમાંથી લઈ સીધો જમીન પર એક ગોઠણ વાળી ...Read More

8

રાહ.. - ૮

વિધિ મિહિર પ્લીઝ રિલેક્સ તું તારી આદત મુજબ એકીસાથે આટલા બધા સવાલ પૂછી બેઠો કે ક્યાં સવાલનો જવાબ આપું કન્ફ્યુઝ થઈ ગઈ છું હો, પહેલા હું તને કઈ પૂછવા માંગુ છું તું કહે તો પૂછું ?મિહિર એ જવાબ આપ્યો હા વિધુ પૂછ શું પૂછવા માંગે તું,વિધિ તો મને કહે તું સ્ટડી કરે છે હજુ ?લાસ્ટ તારી જોડે વાત થઈ ત્યારે તું મને યાદ છે ત્યાં સુધી તું "બી.એડ" કરતો હતો રાઈટ.મિહિર ઓહ..હો વિધુ તને યાદ છે બે વર્ષ પહેલાંની વાત,વિધિ: યસ યાદ જ હોય ને બોલ તું હાલમાં શું કરે છે?મિહિર: વિધુ મારુ "બી.એડ"કમ્પ્લીટ થઈ ગયું છે અને એક વર્ષ ...Read More

9

રાહ.. - ૯ - છેલ્લો ભાગ

વિધિ:મિહિર હું મજાક નથી કરતી તું જલ્પાને પૂછી લે , તું પણ ખરો છે લગ્નનું લાઈસન્સ માંગે છે, મંગળસૂત્ર મમ્મીની ઘરે તો ચાલે સિંદૂર ન લગાવી એ તો પણ હો,અને તને હજુ મારી વાત સાચી નથી લાગતી તો લે આ મારો મોબાઈલ અને જો મારા લગ્નનો પીક્સ,હું અને મારો હસબન્ડ ચિરાગ જો.મિહિરે હાથમાં ફોન લઈ સ્ક્રીન પર નજર કરી તો વિધિનો લગ્ન સમયનો પીક્સ જોઈ, કંઈ બોલી શક્યો નહીં વિધિને ફોન આપી,ગળગળા અવાજમાં બોલ્યો વિધુ ભારે થઈ હો,મારી એક ભૂલને કારણે મેં તને ગુમાવી, ચાલ બાઈ હું નીકળું છું હવે એટલું કહી પોતાનું બેગ લઈ મિહિર ઉભો થઈ ચાલવા ...Read More