વાર્તાસૃષ્ટિ

(22)
  • 19.9k
  • 0
  • 6.9k

અંક પહેલો 'વાર્તાસૃષ્ટિ'ના પહેલા અંકમાં જાણીતા તેમજ નવોદિત વાર્તાકારોની અગિયાર વાર્તાઓ, એક અનુવાદ, એક આસ્વાદ, વાર્તાલેખન વિશે માર્ગદર્શનનો વિભાગ 'વાતે, વાતે વાર્તા' તો જોડણી વિષયક વિભાગ 'ભાષાસજ્જતા' છે. પહેલી વાર્તા છે ડૉ.કેશુભાઈ દેસાઈની 'મધુરજની' : વાર્તાનો એક અંશ. બીજી સવારે દૂધવાળાએ વારંવાર બેલ વગાડ્યો, પણ પંકજ પઢિયારે એપાર્ટમેન્ટનો દરવાજો ન ખોલ્યો. છેક સાડા દસ વાગ્યે કામવાળી આવી. ડોરબેલ વારંવાર વગાડવા છતાં જવાબ ન મળ્યો. પાડોશીઓ ભેગાં થઈ ગયાં. બૂમાબૂમ છતાં દરવાજો ન ખૂલ્યો એટલે કોઈએ વેન્ટિલેટર પર ચડીને જોયું. પંકજ પઢિયાર સળવળ્યા નહીં, એટલે કોઈએ ફોન કરી ૧૦૮ બોલાવી. ડોક્ટરોએ વિવિધ ટેસ્ટ કર્યા, ઈસીજી અને ઈઈજી કાઢ્યા. સિટીસ્કેનમાં લોહીનો ગઠ્ઠો

New Episodes : : Every Thursday

1

વાર્તાસૃષ્ટિ - ૧

અંક પહેલો 'વાર્તાસૃષ્ટિ'ના પહેલા અંકમાં જાણીતા તેમજ નવોદિત વાર્તાકારોની અગિયાર વાર્તાઓ, એક અનુવાદ, એક આસ્વાદ, વાર્તાલેખન વિશે માર્ગદર્શનનો 'વાતે, વાતે વાર્તા' તો જોડણી વિષયક વિભાગ 'ભાષાસજ્જતા' છે. પહેલી વાર્તા છે ડૉ.કેશુભાઈ દેસાઈની 'મધુરજની' : વાર્તાનો એક અંશ. બીજી સવારે દૂધવાળાએ વારંવાર બેલ વગાડ્યો, પણ પંકજ પઢિયારે એપાર્ટમેન્ટનો દરવાજો ન ખોલ્યો. છેક સાડા દસ વાગ્યે કામવાળી આવી. ડોરબેલ વારંવાર વગાડવા છતાં જવાબ ન મળ્યો. પાડોશીઓ ભેગાં થઈ ગયાં. બૂમાબૂમ છતાં દરવાજો ન ખૂલ્યો એટલે કોઈએ વેન્ટિલેટર પર ચડીને જોયું. પંકજ પઢિયાર સળવળ્યા નહીં, એટલે કોઈએ ફોન કરી ૧૦૮ બોલાવી. ડોક્ટરોએ વિવિધ ટેસ્ટ કર્યા, ઈસીજી અને ઈઈજી કાઢ્યા. સિટીસ્કેનમાં લોહીનો ગઠ્ઠો ...Read More

2

વાર્તાસૃષ્ટિ - ૨

પહેલી વાર્તા છે સુવરની ઓલાદ લેખક છે ભગવતીકુમાર શર્મા વાર્તાનો એક અંશ : ડુક્કરની સાથે હું જાતે મરી હોત ઠીક થાત. એ હરામી તો દવા લેવા મોકલું તો રંડીબજારમાં ટળે તેવો છે અને પછી આવશે મારા નામની કાણ માંડતો. ખોં ... ખોં ..., તે કરે ને ટેસડા બીડી-તમાકુના, દારૂ ને એલફેલના.. સુવર, આ મારું શરીર જો; છે ને પહાણા જેવું! કાળજે કાળી બળતરા ઊઠે છે, બાકી કોઈ એબ નથી. જીભ... તલવાર જેવી છે, પણ ચરણનો હાથ ઝાલ્યા પછી કોઈની આગળ હજી સુધી જાંઘ ઉઘાડી નથી... હિંમત તો કોઈ કરે! સુવરને કાપી ન નાખું?સાલાનું અંગ જ છૂંદી ન નાખું ? ...Read More

3

વાર્તાસૃષ્ટિ - ૩

વાર્તાસૃષ્ટિ અંક ત્રીજો આ અંકમાં બધાં નિમંત્રિત વાર્તાકારોની વાર્તાઓ છે. આ અંકમાં આમંત્રિત લેખકોની વાર્તાઓ તો છે જ એ એક પ્રસિદ્ધ ચિત્રકાર જગદીશ સ્માર્ટના રેખાચિત્રોને પણ આ અંકમાં સ્થાન આપ્યું છે તેનું કવર જગદીપ સ્માર્ટના એક સુંદર ચિત્રથી શોભે છે. આ ચિત્રને કારણે સામયિક ખૂબ આકર્ષક બન્યું છે. પહેલી વાર્તા છે : પાપ : કેશુભાઈ દેસાઈ વાર્તાનો એક અંશ. એટલે ઘરવાળીની વિદાયને સવા વર્ષ થયું તે દિવસે હિંમત કરીને રૂઢિચુસ્ત સમાજને આંચકો લાગે એવી એક જાહેરખબર છપાવી. શહેરના સમૃદ્ધ વિસ્તારમાં રહેતા અને નિવૃત્ત જીવન ગાળતા નિ:સંતાન વિધુરને 'કેરટેકર' જોઈએ છે. પચાસથી ઓછી ઉંમરની તંદુરસ્ત મહિલાઓએ જ અરજી કરવી. લોકોને ...Read More

4

વાર્તાસૃષ્ટિ - ૪

વાર્તાસૃષ્ટિ અંક ચોથો સત્ય નો આકાર : હિમાંશી શેલત : વાર્તાનો એક અંશ : બારીમાંથી ઉજાસ દાખલ થયો કે સફાળી જાગી. ખાસ્સું મોડું થઈ ગયું નિયમથી. વરંડામાં ચાની ટ્રે પડી હતી પણ શ્રીનિવાસન ત્યાં ન દેખાયા. ક્યાં હશે આટલા વહેલા ? નંદાની સુસ્તી આપોઆપ ખરી પડી. ઉતાવળે પગલે પહોંચી સ્ટડીરૂમમાં. પાટ પર પ્રગાઢ નિદ્રામાં સ્થિર શ્રીનિવાસન દેખાયા. એક હાથ છાતી પર, બીજો પાટ નીચે ઢળકતો. ઓઢેલી શાલનો છેડો ફર્શ પર, ચહેરો શાંત અને સ્વસ્થ. નંદાનો તરડાયેલો અવાજ ઘર આખામાં ફેલાયો અને થોડો ઘણો બારણાં વળોટી બહાર પણ પહોંચ્યો. ભારે ધમાલ, દોડાદોડ, સંદેશાઓ, ઝડપભેર આવતાં વાહનો અને માણસો. શ્રીનિવાસન કોઈ ...Read More