સાપ સીડી

(941)
  • 99.6k
  • 82
  • 43.4k

પ્રકરણ ૧નગર મેં જોગી આયા....! ટ્રેઈન થંભી... આસ્તે આસ્તે એ સાધુ બારણા સુધી પહોચ્યો. એની આંખો સ્થિર હતી. ભગવા વસ્ત્રો એણે પહેર્યા હતા. ઉંમર હજુ ચાલીસ ની આસપાસ લાગતી હતી. ચહેરા પર કાળી દાઢી હતી માથે લાંબા વાળ હતા જેને તેણે ગાંઠ વાળી બાંધી રાખ્યા હતા. કપાળ પર લાલ તિલક હતું. એની સહેજ માંજરી આંખનું તેજ અસામાન્ય હતું. એણે ઉતરતા પહેલા સ્ટેશન પર નજર ફેરવી. ટ્રેનમાંથી મુસાફરો ઉતરતા હતા, ચઢતા હતા.. બે ચાર હમાલ લારી લઈ જઈ રહ્યા હતા. દૂર ગેટ પર ટિકિટ ચેકર મુસાફરોની ટિકિટો ચેક કરતો હતો..માઈક પર આવતી-જતી ગાડી વિષેની મહિલા સ્વરમાં રેકર્ડ વાગતી હતી... પ્લેટફોર્મ

Full Novel

1

સાપ સીડી - ૧

પ્રકરણ ૧નગર મેં જોગી આયા....! ટ્રેઈન થંભી... આસ્તે આસ્તે એ સાધુ બારણા સુધી પહોચ્યો. એની આંખો સ્થિર હતી. ભગવા એણે પહેર્યા હતા. ઉંમર હજુ ચાલીસ ની આસપાસ લાગતી હતી. ચહેરા પર કાળી દાઢી હતી માથે લાંબા વાળ હતા જેને તેણે ગાંઠ વાળી બાંધી રાખ્યા હતા. કપાળ પર લાલ તિલક હતું. એની સહેજ માંજરી આંખનું તેજ અસામાન્ય હતું. એણે ઉતરતા પહેલા સ્ટેશન પર નજર ફેરવી. ટ્રેનમાંથી મુસાફરો ઉતરતા હતા, ચઢતા હતા.. બે ચાર હમાલ લારી લઈ જઈ રહ્યા હતા. દૂર ગેટ પર ટિકિટ ચેકર મુસાફરોની ટિકિટો ચેક કરતો હતો..માઈક પર આવતી-જતી ગાડી વિષેની મહિલા સ્વરમાં રેકર્ડ વાગતી હતી... પ્લેટફોર્મ ...Read More

2

સાપ સીડી - 2

પ્રકરણ ૨ઝેર તો પીધા છે જાણી જાણી સાધુને આમ તો ભૂખ અને તરસ પર નિયંત્રણ હતું, છતાં સમયે પરમેશ્વરે પોતાના માટે અન્ન જળની વ્યવસ્થા કરી જ હશે તેવી શ્રદ્ધાને ફળતી જોઈ તેમના ચિત્તમાં પ્રસન્નતા વ્યાપેલી હતી. જો આ છોકરો ન આવ્યો હોત તો સાધુનો મૂળ ઈરાદો, સ્ટેશને ઉતર્યા બાદ, સ્ટેશન રોડ પર જ આવેલી પોતાના વર્ષો જુના પરિચિત મિત્ર એવા ગીધા ની એટલે કે ગિરધરભાઈ શોધ કરવાની હતી. ગીધો મળી જાય તો થોડી જૂની યાદો તાજી કરી, થોડી ઘણી આર્થિક સગવડ કરી, પોતાને ગામ રતનપર ઉપડી જવાનો હતો. સાધુને આ સ્ટેશન પરિચિત હતું. એના ભૂતકાળની યાદોમાં આ સ્ટેશનનો ...Read More

3

સાપ સીડી - 3

પ્રકરણ ૩યારી હૈ ઈમાન મેરા યાર મેરી જિંદગી. રફીકનું માથું ભમવા માંડ્યું હતું. રાત્રીના નવેક વાગ્યા હતા. સ્ટેશન રોડના અને બજારની વચ્ચે જ આવેલી, ત્રણ માળની બિલ્ડીંગ ના એન્ટ્રન્સથી શરુ કરી કાચના દરવાજા સુધીનો વિસ્તાર એની આંખમાં, જાણે છાપ મારી દીધી હોય એમ કોતરાઈ ગયો હતો. કાચના પ્રવેશદ્વારની ઉપર જગમગતી લાઈટોના બનેલા બોર્ડમાં 'અન્નપૂર્ણા હોટલ' શબ્દો ઝબૂકતા હતા. ગેટ પરના બંને પિલર પર પીળા પ્રકાશવાળી બે મોટી લાઈટો અંદર અને બહાર ખાસ્સો પ્રકાશ ફેંક્તી હતી. ગેટમાંથી પ્રવેશતા જમણી તરફ પાર્કિંગ હતું...તેમાં ત્રણેક ટુ-વ્હીલર અને એક કાર પાર્ક થયેલી પડી હતી. બે-ચાર બે-ચાર ગ્રાહકો આવ-જા થતા હતા, કોઈ કપલ પ્રવેશતું ...Read More

4

સાપ સીડી - 4

પ્રકરણ ૪કોઈ લાખ કરે ચતુરાઈ.. કરમ કા ભેદ મિટે ના રે ભાઈ... સવાર-સવારમાં ટીકુડા સાથે ડેલીમાં પ્રવેશી એના બાપ જટુભાને મરક મરક મુસ્કુરાતા જોઈ જમનાફૈબાનાં હ્રદયમાં ખટકો તો જાગ્યો પણ ગઈ કાલ રાતથી આજ સવાર સુધીમાં પેટમાં મચેલી ઉથલ-પાથલની પીડા અને ગઈ કાલે પેલા વટેમાર્ગુ સાધુ સાથે થયેલી વાતચીતની ગહેરી અસર તળે હૃદયનો ખટકો કશી વિસાતમાં ન હતો.“જય માતાજી બા..” કહેતા ભોળા જટુભા ખાટલે પડેલા જમનાફૈબાને પગે લાગ્યા અને એની સામે પડેલી ખુરશી પર બેઠા. ટીકુડાએ કોથળીમાંથી એક બોક્સ કાઢી બા સામે ધર્યું. “લ્યો બા .. મીઠું મોઢું કરો...”જમનાબા માંડ બેઠા થયા. હજુ મનમાં બેચેની હતી. ગઈકાલે જટુભાને ...Read More

5

સાપ સીડી - 5

પ્રકરણ ૫“વ્હાલમ આવો ને આવોને.. માંડી છે લવની ભવાઈ...” અરીસા સામે ઉભા રહી, માલતીએ એક ક્ષણ માટે પોતાનું પ્રતિબિંબ આંખ સાથે આંખ મળતા જ એનું હૃદય થડક્યું...!‘પુરુષોને સ્ત્રીનું રૂપ નીતરતું જોબન, એના અંગવળાંક પસંદ હોય છે માલતીજી.. બટ આઈ લવ યોર આયસ... ધારદાર.. પાણીદાર.. તગતગતી તમારી આંખોનો નશો કૈંક જુદો જ છે..’ સંજીવના શબ્દોએ ત્યારે તો માલતીના દિમાગમાં ખુમાર ભરી દીધો હતો, પરંતુ અત્યારે દિલમાં ખિન્નતા વ્યાપી ગઈ. સાત વર્ષ, ત્રણ મહિના અને બાવીસ દિવસ વીતી ગયા હતા સંજીવ ગયા ને.! હતો તો એ આ દુનિયામાં જ.. પણ ક્યાં હતો? કઈ દિશામાં હતો? શું કરતો હતો..? એ કશી જ ...Read More

6

સાપ સીડી - 6

પ્રકરણ ૬ આગે ભી જાને ના તું.. પીછે ભી જાને ના તું.. જો ભી હે બસ યહી એક પલ જિંદગી ક્યાં જઈ રહી હતી? શું પોતે બહુ ભયંકર ચક્રવ્યૂહમાં ફસાઈ રહ્યો હતો કે ફસાઈ ગયો હતો? શું મૃત્યુ પોતાની આસપાસ જ ક્યાંક હતું? સંજીવને લાગતું હતું કે કોઈ પોતાનો પીછો કરી રહ્યું છે. ઘણા દિવસોથી કોઈ છુપાઈને પોતાને જોઈ રહ્યું છે.ટ્રેન હવે પુરપાટ દોડવા માંડી હતી. સાધુ બની ગયેલા સંજીવે આજે પૂરેપૂરો સંસારી લિબાસ પહેર્યો હતો. સિદ્ધબાબાની આજ્ઞા હતી કે સાધુવેશ ત્યાગીને જ સંસારમાં જવું. સંજીવે અત્યારે બ્લેક ટીશર્ટ અને બ્લુ જીન્સ પહેર્યા હતા. ડબામાં ખાસ કોઈ ન ...Read More

7

સાપ સીડી - 7

પ્રકરણ ૭ ઝિંદા રહેને કે લિયે તેરી કસમ, એક મુલકાત જરૂરી હૈ સનમ... શંભુકાકા એટલે સફેદ ધોતિયું, જભ્ભો અને ઉપર કાળી કોટિ, હાથમાં લાકડી અને માથે સફેદ ગાંધી ટોપી. ગાંધીજીનાં સિદ્ધાંતોને વરેલા અને શહેરના માન્ય અગ્રગણ્ય વિચારક, શંભુકાકા એટલે માલતીના સગા કાકા, માલતીના ડોક્ટર પિતા અમૃતલાલનાં સગા નાના ભાઈ.તે દિવસે, પાંચ વર્ષ પહેલા, ઘરમાં ધમાસાણ મચેલું. શંભુકાકાની હાજરીમાં લાંબી અને ઉગ્ર ચર્ચા થયેલી. પપ્પા બોલેલા “દીકરી.. સંજીવ ગયાને બે વર્ષ વીતી ગયા. તું ત્રીસની થઇ. મજાની કોલેજમાં લેકચરરનો જોબ પણ છે. બધું ભૂલીને નવું જીવન શરુ કર તો અમનેય શાંતિ અને સંતોષ મળે.”માલતી ખામોશ હતી. ભીતરે શ્વાસ રૂંધતો ...Read More

8

સાપ સીડી - 8

પ્રકરણ ૮જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરીયસી બુમ સાંભળી શારદાબહેન રસોડામાંથી બહાર આવ્યા. તો સામે સરપંચનો દીકરો કાનો ઉભો હતો. “બા હાલો.. ગૌરીબા ન્યાં બાપુ બોલાવે છે.” હજુ શારદાબહેન કાંઈ સમજે એ પહેલા તો કાનો ભાગી ગયો. પણ એના અવાજ પરથી શારદાબહેન સમજી ગયા કે કૈંક ન બનવાનું બની ગયું છે. “હે મા અન્નપુર્ણા, સૌનું ભલું કરજો.” પોતાનો રોજનો મંત્ર બોલતા શારદાબહેને ઝડપથી લોટવાળા હાથ ધોયા પણ મનમાં ઉચાટ વ્યાપી ગયો હતો. “પણ શારદાબહેન તમે તો કહ્યું હતું કે મારો સંજીવ નસીબદાર છે દૈવી આત્મા છે.” રતનપરના અન્નપુર્ણા મંદિરના પૂજારી રતિલાલ ગોરના પત્ની શારદાબહેનના કાનમાં હજુ આ શબ્દો ગૂંજતા હતા. હજુ ...Read More

9

સાપ સીડી - 9

પ્રકરણ ૯ જિંદગી કા સફર.. હે યે કૈસા સફર.. “વાત લાંબી છે પણ તમે છેક અમદાવાદથી એ રહસ્યમય આદમીની આવ્યા એટલે હું માંડીને જ આખી વાત કરું.” રાજસ્થાનના ગુજરાતી વિસ્તારના વન બેડરૂમ, હોલ, કીચન વાળા મકાનના હોલમાં કુલ પાંચ વ્યક્તિઓ હાજર હતા. સંજીવની શોધમાં અને એની ભાળ મળતા, બેહદ ઉત્તેજીત અને બ્હાવરી બની ગયેલી માલતી, માલતીની ખુબસુરતી અને સરળતાને બેહદ ચાહતો નાટ્ય કલાકાર મંથન, જે અત્યારે સંજીવની તલાશને મિશનની જેમ પાર પાડવા મથી રહ્યો હતો, મંથનનો ખાસ મિત્ર પત્રકાર આલોક કે જેનું જાસૂસી દિમાગ કૈંક ખતરાની ઘંટડી વગાડી રહ્યું હતું અને આલોકના અમદાવાદી મિત્ર અરવિંદ શુકલાનો મિત્ર જતીન પટેલ ...Read More

10

સાપ સીડી - 10

પ્રકરણ ૧૦ પતઝડમેં જો ફૂલ મૂરઝા જાતે હૈ વો બહારો કે આને સે ખીલતે નહીં. વાત ગંભીર હતી એટલે સાહેબના ચહેરા પરની રેખાઓ તંગ બની હતી. સેક્રેટરી ગૌતમ હજુ સામે જ ઉભો હતો. બે મિનીટ નિરવ વીતી ગઈ એટલે ગૌતમે મૌન તોડતા હળવા આવજે કહ્યું.. “સાહેબ... સાંજે રતનપર જવાનું છે. આપે કહ્યું એમ શારદા માસીને પણ સાંજનો સમય આપી દીધો છે અને પેલી ગુજરાતી ન્યુઝ ચેનલની એડિટર સારિકાસિંહ અગિયાર વાગ્યે આવશે.” કહી સહેજ અટકી “અત્યારે આપને કઈ બ્રેકફાસ્ટ મોકલાવું?”ગાંધી સાહેબનો ચહેરો ગંભીર જ રહ્યો. એમણે ઘડિયાળ માં જોયું. સાડા દસ થયા હતા. રોજ તો આ સમયે તેઓ હળવો નાસ્તો ...Read More

11

સાપ સીડી - 11

પ્રકરણ ૧૧ બાબુલ કી દુઆએ.. લેતી જા... ઈલાને દુનિયા ફૂલ ગુલાબી લાગવા માંડી હતી. રાજકોટથી કુલદીપના પિતાજી એટલે કે સસરા રામસિંહ અને સાસુમા અનસૂયાબા ઓસરીના ઢોલિયે બેઠા હતા. વાતચીત પરથી જ પતિ-પત્નીની સત્સંગી વૃતિ દેખાઈ આવતી હતી. રામસિંહ બાપુ ભગત માણસ હતા અને અનસૂયાબા સત્સંગી જીવ હતા.“કુલદીપ મોટો અને રાજદીપ નાનો.” રામસિંહનો અવાજ સંભળાયો “ખોટું નહિ બોલું. અમારો કુલદીપ સાવ સીધો અને રાજદીપ થોડો ગરમ મગજનો. કોઈનું સાંભળી ના શકે. અને કુલદીપ ખોટું સહન ન કરી શકે.” બોલતી વખતે રામસિંહના ચહેરા પર પુત્ર પ્રેમ અને સંતોષ હતા. “મા આશાપુરાની કૃપા જુઓ. બેયને એના સ્વભાવ પ્રમાણે નોકરી મળી. કુલદીપ શિક્ષક ...Read More

12

સાપ સીડી - 12

પ્રકરણ ૧૨તૂને કાહે કો દુનિયા બનાઈ... પીઢ રાજકારણી હોવા છતાં શંભુકાકા આજ ભારે મૂંઝવણમાં મૂકાઈ ગયા હતા. ગઈ કાલનો રતનપરનો અનુભવ તેમને ચૂંથી રહ્યો હતો.સંજીવ સુબોધભાઈ જોશીનું રતનપરમાં આગમન થયું છે એવા સમાચાર રતનપરના સરપંચ વનરાજસિંહ બાપુએ આપ્યા ત્યારથી શંભુકાકા વિચારોના મહાસાગરમાં ગરકાવ થઇ ગયા હતા. પોતાની વહાલી ભત્રીજી માલતી, અત્યારે રાજસ્થાનમાં જેની શોધમાં ફાંફાં મારી રહી છે એ સંજીવ, અહીં રતનપરમાં હતો. પહેલા તો એમને થયું કે માલતીને તુરંત જાણ કરી દઉં. પછી એમનું શાણું દિમાગ ઝબક્યું. શું સાત વર્ષ બાદ, સંજીવ એ જ સંજીવ હશે જેને માલતી શોધી રહી છે? પહેલા એ તપાસવું જરૂરી હતું. બીજી બાજુ, ...Read More

13

સાપ સીડી - 13

પ્રકરણ ૧૩હર ઘડી બદલ રહી હૈ રૂપ જિંદગી... ટીવી પર ચાલતા ગુજરાતી સમાચારમાં સારિકા સિંહ સાથેનો પોતાનો ઈન્ટરવ્યુ જોઈ ગાંધી સાહેબ, થોડા ચિંતિત પણ હતા. હજુ થોડી જ મિનીટો પહેલા ગૌતમ એક અગત્યના કામે ગયો હતો. સરસ્વતી ડેમ પાસેના, વિરોધ પક્ષના રતનપર તાલુકામાં બહુ સારો હોલ્ટ ધરાવતા વનરાજસિંહ બાપુના ફાર્મ હાઉસમાં મિટીંગ હતી. હજુ એકાદ કલાક તો પાકી થવાની હતી. ગઈ કાલે બપોરે સારિકા સિંહને ઈન્ટરવ્યુ આપી દીધા બાદ ભોજન કરી, થોડો આરામ કરી, લગભગ ત્રણેક વાગ્યે પોતે રતનપર આવવા નીકળ્યા હતા. ગાંધીનગરના રાજકારણમાં થોડો ગરમાવો હતો. છ એક મહિનામાં વિધાનસભાની ચૂંટણી હતી. નાના સાહેબ બાદ પક્ષમાં પોતે જ ...Read More

14

સાપ સીડી - 14

પ્રકરણ ૧૪ જિંદગી કી તલાશ મેં હમ.. મૌત કે કિતને પાસ આ ગયે.... આજ ગુરુવાર હતો. જુનાગઢથી ત્રીસ કિલોમીટર ગીરનારની છત્ર છાયામાં ઊભેલા “સંજીવની આશ્રમ”ના પાછળના ભાગમાં આવેલા ઉતારાના રૂમની અગાસી પરથી વહેલી સવારે ગીરનારના ઉત્તુંગ શિખરોને તાકી રહેલી માલતી, એક કલાકના ધ્યાન પછી થોડી સ્વસ્થતા અનુભવી રહી હતી. સંજીવ આવેલો અહીં વર્ષો પહેલા. એ કહેતો હતો કે “ગીરનાર ચઢવો બહુ કપરો છે. હું તો માંડ હજાર પગથીયા જ ચઢી શક્યો અને પછી બેસી પડ્યો. ન ઉઠ્યો તે ન જ ઉઠ્યો.” ત્યારે પોતે તેની આંખમાં નિરાશા જોઈ શકી હતી. “પણ.. એક વાર હું જરૂર એના શિખરે પહોંચીશ માલતી. તું ...Read More

15

સાપ સીડી - 15

પ્રકરણ ૧૫અભી ના જાઓ છોડ કે કી દિલ અભી ભરા નહીં “બોલો ને દગડુ ચાચા.” મહિનાઓ બાદ પોતાના ઉસ્તાદનો ફોન પર સાંભળી રફીકને આશ્ચર્ય પણ થયું અને આનંદ પણ થયો. “શાગીર્દને કેમ યાદ કર્યો? હુકમ ફરમાવો.”“ક્યાં છો રફીક? વડોદરા કે અમદવાદ? પેલી તારી જુબેદાના પડખામાં?” ઉસ્તાદે રફીકની નશીલી રગ પર હાથ મુક્યો અને રફીકની આંખ સામે નશીલી આંખોવાળી જુબેદાનો નાચતો, થીરકતો દેહ પ્રગટ થઇ ગયો. એકાદ અઠવાડિયાથી પોતે અહીં આ અજાણ્યા વિસ્તારમાં ભટકી રહ્યો હતો. અત્યારે પણ એ સામેના ડોક્ટર અમૃતલાલના બંગલામાં ઘુસેલા પેલા સંજીવ નામના રહસ્યમય સાધુ પર ચાંપતી નજર જમાવી બેઠો હતો. લગભગ અર્ધી કલાકથી સંજીવ એ ...Read More

16

સાપ સીડી - 16

પ્રકરણ ૧૬ના કોઈ ઉમંગ હૈ, ના કોઈ તરંગ હૈ, મેરી જિંદગી હૈ ક્યાં એક કટી પતંગ હૈ.. ટ્રેનની ભાગવાની કરતા જુબેદાના દિમાગમાં મચેલી હલચલ વધુ તેજ હતી. અમદાવાદના દોલતપરાની પોતાની બિમાર અકા ફાતિમાબેગમના શબ્દો હજુયે જુબેદાના કાનમાં ગૂંજતા હતા. “આ અંધેરી ગલીઓ છે બેટી. અહીંથી આગળ રસ્તો ક્યાંય જતો નથી. તું મારી બેટી સમાન છે. તારા માટે આ કોઠી હંમેશા ખુલ્લી છે. જયારે જવું હોય ત્યારે જતી રહેજે.”વર્ષો પહેલા આ કોઠીની પાછલી ઓરડીમાં દિવસો સુધી પોતે રડતી રહી હતી. ફાતિમા બેગમે કોઈ જોર-જબરદસ્તી નહોતી કરી. અને એક દિવસ એના આંસુ સુકાઈ ગયા. ફાતિમા બેગમના ખોળામાં જ મોં છુપાવી એ ...Read More

17

સાપ સીડી - 17

પ્રકરણ ૧૭અજીબ દાસ્તાં હૈ યે, કહાં શુરુ કહાં ખતમ.. ગાંધીનગરના ગુજરાત ઈન્ટેલીજન્સ બ્યુરોના બિલ્ડીંગમાં ચહલ-પહલ વધી ગઈ. બ્યુરો હેડ ચેમ્બર બહાર ઉભેલા અધિકારીઓ ઉચક જીવે રાહ જોઈ રહ્યા હતા. સુખદેવસિંહને અંદર ગયે દસ મિનીટ વીતી હતી. “ઈમ્પોસીબલ...” સુખદેવસિંહની વાત માની શકાય તેમ ન હતી. શશીધરન એક બાહોશ આદમી હતો. અને ચાર્જ સંભાળ્યા પછી એણે પોતાની કોર ટીમ માટે જે પાંચ નામ માગેલા તેમાં પહેલું સુખદેવસિંહનું હતું. પણ ગઈકાલ રાત્રે દસેક વાગ્યે એમના પર્સનલ નંબર પર ફોન આવ્યો અને સામા છેડે યાકુબખાનનો અવાજ સાંભળી શશીધરન સાહેબના મગજમાં ગરમી છવાઈ ગઈ હતી.“સલામ સાબ..” યાકુબખાનનું અન્ડરવર્ડમાં બહુ મોટું નામ હતું. એણે ઘણી ...Read More

18

સાપ સીડી - 18

પ્રકરણ ૧૮જીવન કે સફર મેં રાહી મિલતે હૈ બિછડ જાને કો... એક તરફ લોહી લુહાણ રફીક કણસતો પડ્યો હતો. પ્રતાપ અને રતનપરનો પેલો કોન્સ્ટેબલ પરમાર મસાલેદાર કાજુ સાથે શરાબના એક પછી એક ઘૂંટ ગળા હેઠળ ઠાલવી રહ્યા હતા. બાજુના કમરામાં રૂપાળી ચંદનને પૂરી રાખી હતી. “આજ કુત્તો બરોબર લાગમાં આવ્યો.” લાલ આંખે પેલા સામે જોઈ પ્રતાપે ગાળ બોલી અને પરમારે પણ પ્રતાપના સૂરમાં સૂર પુરાવ્યો. “સાલ્લો હલકટ... તમારી સામે ખુન્નસ બતાવતો હતો.”અને ગુરુ-ચેલો બંને મુસ્કુરાયા.“છેલ્લા બે પેગ મારી પેલી ચંદનને બાથ ભરી ઊંઘી જાવું છે. સવારે અહીંથી ભાગી છૂટીશું.” પ્રતાપે કહ્યું એટલે તરત જ પરમારે તેમાં સૂર પુરાવ્યો. “હોવે ...Read More

19

સાપ સીડી - 19

પ્રકરણ ૧૯યે દુનિયા યે મહેફિલ મેરે કામ કી નહીં ... “આઈ એમ લીઝા સેમ્યુઅલ. માય સુપર ગ્રાન્ડફાધર વોઝ એન ઓફ બ્રિટીશ ઇસ્ટ ઇન્ડિયા કમ્પની.” બ્રિટીશ સાધ્વીનો અવાજ સૌ એક ધ્યાને સાંભળી રહ્યા હતા. ગાંધીનગરના સર્કીટ ઈન્ટેલીજન્સ બ્યુરોના મિશન રૂમમાં અત્યારે સાત વ્યક્તિ મૌજૂદ હતી. બોસ શશીઘરન સાહેબ, સુખદેવસિંહ, યાકુબખાન, આલોક, મંથન, માલતી અને બ્રિટીશ સાધ્વી લીઝા. જે અત્યારે થોડી ગમગીન હતી, ચિંતિત હતી અને ભારત સરકારના અધિકારીઓ સમક્ષ પોતાની કબૂલાત આપી રહી હતી. ગીરના પેલા સંજીવની આશ્રમથી યાકુબખાનની કારનો પીછો કરતા અહીં સુધી આવી પહોંચેલા આલોક, મંથન અને માલતી જયારે સુખદેવસિંહ સમક્ષ આવ્યા અને તેઓએ સમગ્ર ઘટનાક્રમ સાથેનો પોતાનો ...Read More

20

સાપ સીડી - 20

પ્રકરણ ૨૦યે હૈ ગુમરાહો કા રસ્તા..મુસ્કાન જૂઠી હૈ.. પહચાન જૂઠી હૈ.. ગાંધીનગરના સિક્રેટ ઈન્ટેલીજન્સ ઓફિસ એરિયામાં ઉચાટ ફેલાયેલો હતો. વધુ તોફાન માલતી, મંથન અને આલોકના દિમાગમાં મચ્યું હતું. મિશન રૂમમાં બ્રિટીશ સાધ્વી લીઝાની આશ્ચર્યજનક કેફિયતનો આંચકો હજુ શમ્યો ન હતો. ત્યાં સંજીવના ફરી ગાયબ થઇ જવાની સૂચનાએ બીજો ઝટકો આપ્યો હતો. બ્યુરો ચીફ શશીધરને તરત જ એક પછી એક હાઈ લેવલના ઓર્ડર્સ ઇસ્યુ કરી અધિકારીઓને ચોતરફ દોડાવ્યા હતા. બરોબર ત્યારે જ આલોકના જાસુસી દિમાગમાં એક ઝબકારો થયો હતો. ગઈકાલે પેલી સાધ્વી અને યાકુબની ગાડીનો પીછો કરી રહ્યા હતા ત્યારે પોતે ગાડી ચલાવી રહ્યો હતો અને મંથને મોબાઈલ પરના ન્યુઝ ...Read More

21

સાપ સીડી - 21

પ્રકરણ ૨૧મેરા જીવન કોરા કાગઝ કોરા હી રહે ગયા.. “હું મને ચમ્બલના ડાકુઓથી જરા પણ ઓછો નથી આંકતો. ફર્ક એટલો છે કે એ ડાકુઓ છડે ચોક લૂંટ ચલાવતા, અને હું એક નેતા બની, ગાંધીસાહેબનું રૂપાળું પાત્ર બની, માન-સન્માન પામતો, એ ડાકુઓથી પણ અનેકગણું અધમ કૃત્ય આચરી રહ્યો છું.”ટીવી ચેનલ પર ગાંધીસાહેબના શબ્દોએ સન્નાટો ફેલાવી દીધો. ગુજરાતી ચેનલના ટીવી સ્ટુડીઓમાં ટી.આર.પી. મિટર એક પછી એક આંક વટાવતું, રેકર્ડ બ્રેક સપાટી નજીક સરકવા લાગ્યું. ગુજરાતનો ભાવિ મુખ્યમંત્રી માનવામાં આવતો રાજનેતા, એકાએક સમાજ સામે પ્રગટ થઇ, કોઈ જુદી જ વાત ઉચ્ચારી રહ્યો હતો.“હું કલાકો સુધી, મારા દુષ્કૃત્યો વર્ણવ્યા કરું તોય મને નથી ...Read More

22

સાપ સીડી - 22

પ્રકરણ ૨૨પહુંચા હું વહાં નહીં દૂર જહાં ભગવાન ભી મેરી નિગાહો સે.. ખુફિયા સેન્ટરની સ્ક્રીન પર તાકી રહેલા બ્રિટનના સમા ચારેય મહાનુભાવો, ક્વીન માર્ગરેટ વિન્ચી, જેનો એકનો એક દીકરો પ્રિન્સ વિન્ચી સ્ક્રીન પર દેખાઈ રહેલા સાધુની દિવ્ય દૃષ્ટિનો શિકાર બન્યો હતો, બ્રિટનના ચીફ સાયન્ટીસ્ટ ગ્રેહામ ફોર્ડ ઇન્ડિયામાં સાધ્વી બનીને આવેલી લીઝા સેમ્યુઅલ અને ડોક્ટર સુબ્રમણ્યમના હૃદયના ધબકાર થંભી ગયા હતા.યુવાન સાધુ સંજીવ ગાર્ડનમાં પ્રવેશી નાથુદાદા સમક્ષ ઊભો રહી ગયો હતો. થોડી જ ક્ષણોમાં એ નાથુદાદાની સમાધિમાં ખલેલ પહોંચાડવાનો હતો. જેમ પ્રિન્સ વિન્ચીએ પહોંચાડેલી અને પેરેલાઈઝડ થઇ ગયો એમ ક્યાંક સંજીવ પણ જો દાદાની દૃષ્ટિનો શિકાર બની જાય તો બ્રિટનના ...Read More

23

સાપ સીડી - 23

પ્રકરણ ૨૩સંભવામિ યુગે યુગે... “હે વિશ્વ માનવ.. હું તારો આરાધ્ય દેવ, ખુદ ઈશ્વર, જે આકાશમાં સૂર્ય સ્વરૂપે છું. આજ ફરી એક વખત સંભવામિ યુગે યુગેના મારા વચનને નિભાવતો સંપૂર્ણ સજીવ સૃષ્ટિને અંતિમ માર્ગદર્શન આપી રહ્યો છું. મારી લેન્ગવેજ ગમે તે હોય પણ આજ હું વિશ્વચેતના, તમારામાં રહેલી સૂક્ષ્મ ચેતનાને ગાઈડ લાઈન આપું છું. આઈ એમ ફુલ્લી કનેક્ટેડ વિથ યોર ઇનર એનર્જી.વિશ્વના સાત અબજ માનવો જ નહીં પણ સમગ્ર સજીવ સૃષ્ટિને આજ હું સંબોધી રહ્યો છું. તમારી આસપાસના પશુ, પક્ષીઓ પર નજર ફેરવો. તેઓ મારી વાત સાંભળવા આંખ બંધ કરી, એકચિત્ત થઇ ગયા છે.”નાથુદાદા સહેજ અટક્યા. ટીવી પર આ ...Read More