મૃત્યુ પછીનું જીવન

(834)
  • 141.7k
  • 57
  • 60.5k

મૃત્યુ પછીનું જીવન એક જ ગોળી સનસનતી આવી અને સીધી રાઘવની છાતી પર...પણ રાઘવ એમ થોડો હાર માને, આટલાં વર્ષોથી અનેક વાર પોલીસને ચકમા આપીને ભાગનાર ,બંદુકની ગોળીને વિટામીનની ગોળીની જેમ પચાવીને જીવનાર રાઘવ , ૬૦ વર્ષની ઊંમરે ૨૬ વર્ષનાં યુવાનની જેમ દોડનાર રાઘવ , ભાત ભાતનાં દેશોનાં અને દુનિયાભરની જેલનાં પાણી પીને પુષ્ટ બનેલ રાઘવ , ભલભલાં ડોનને મનની શક્તિથી માત આપનાર રાઘવ, હેરાફેરી અને ડ્રગ્સનાં ધંધાનો કિંગ રાઘવ , ૧૬ વર્ષની ઉમરથી જાતે કમાનાર અને અન્યને પણ પોષનાર રાઘવ , ૬ ફૂટ હાઈટ અને નાનપણથી સૂર્યનમસ્કાર કરી ફીટ રહેનાર રાઘવ........આમ આટલો જલ્દી યમરાજ

Full Novel

1

મૃત્યુ પછીનું જીવન

મૃત્યુ પછીનું જીવન એક જ ગોળી સનસનતી અને સીધી રાઘવની છાતી પર...પણ રાઘવ એમ થોડો હાર માને, આટલાં વર્ષોથી અનેક વાર પોલીસને ચકમા આપીને ભાગનાર ,બંદુકની ગોળીને વિટામીનની ગોળીની જેમ પચાવીને જીવનાર રાઘવ , ૬૦ વર્ષની ઊંમરે ૨૬ વર્ષનાં યુવાનની જેમ દો ...Read More

2

મૃત્યુ પછીનું જીવન - 2

મૃત્યુ પછીનું જીવન - 2 એકદમ ટ્યુબ લાઈટ ઝબકી , અરે યાર આ તો આખી રાશીદની ઊભી કરેલી ગેઈમ છે..... મારાં પરિવારને એણે જ એવું બતાવ્યું લાગે છે કે હું જીવિત નથી અને પછી...! પછી કદાચ મને જીવતો પકડીને... પણ આ લોકોને કઈ રીતે સમજાવું કે ...Read More

3

મૃત્યુ પછીનું જીવન - 3

મૃત્યુ પછીનું જીવન—૩ શબ ત્યાં પડયું છે , પણ એ માનવા જ તેયાર નથી કે એ મરી ચુક્યો છે. એ ફરી જાય છે ઘરનાં આંગણમાં ઉભેલી પત્ની પાસે , ચિલ્લાય છે “ગોમતી, હું અહીં તારી સામે ઊભો છું , જો આ લોકો મારા ...Read More

4

મૃત્યુ પછીનું જીવન - ૪

મૃત્યુ પછીનું જીવન - 4 તો રશીદના બંગલા પર જવાનું વિચારી રાઘવ ફરે છે, ત્યાં જ સામેનો સીન જોઇને ચોંકી જાય છે . રાઘવ એક સેકન્ડ તો આ હકીકતને સ્વીકારી જ ન શક્યો , ‘ નક્કી હું કોઈ સ્વપ્ન જોઈ રહ્યો છું...’રાઘવ વધુ નજીક ગયો... ઘરની બહાર ...Read More

5

મૃત્યુ પછીનું જીવન - ૫

મૃત્યુ પછીનું જીવન - 5 પ્રેમમાં ફરી એકવાર ડૂબીને રાઘવ સાતમાં આસમાનમાં ઊડી રહ્યો હતો , ત્યાં જ અચનક .... જાણે કોઈએ એની ગતિ રોકી લીધી , હીના આગળ ચાલતી રહી, પણ રાઘવ એનાથી દૂર થઇ રહ્યો હતો ...શું થયું એકદમ ...? એને એવું કેમ લાગી રહ્યું હતું કે કોઈ એને ખેંચીને દૂર એક ખૂણામાં લઈ જઈ રહ્યું છે ? રાઘવને કોઈનાં કન્ટ્રોલમાં રહેવાની ટેવ જ નહોતી , સિવાય કે ડેસ્ટીની ....! અરે યાર ...મૃત્યુ પછી પણ આ ડેસ્ટીની સુકુનથી જીવવા નથી દેતી ? કોણ મને આમ અટકાવી રહ્યું છે ? હવે હું એનાથી ...Read More

6

મૃત્યુ પછીનું જીવન - ૬

મૃત્યુ પછીનું જીવન - ૬ જીવનભર હીનાનાં સંગાથ માટે તડપતાં રાઘવને મૃત્યુ પછી હીનાનાં પ્રેમનો થતાં જ , રાઘવ પોતાની હીના માટેની નફરત ભુલીને ,હીનાની સાથે સુકુન ભરી પળો માણતો રહે છે , પણ આ શું ? કોઈ એને રોકી રહ્યું છે ...શું ડેસ્ટીની મર્યા પછી પણ એને સુકુનથી જીવવા નહીં દે... ? પણ એટલામાં રાઘવને રોકનારા બે પ્રકાશપુંજ એને ...Read More

7

મૃત્યુ પછી નું જીવન - ૭

મૃત્યુ પછીનું જીવન - ૭ હવે મજા પડવા લાગી , હીના સાથે રહેવાની , ચાય અને ફાફડાની લહેજત લેવાની ....એને થયું , શરીર નથી તો પણ એ હવે પોતાની રીતે પણ દુન્યવી મજા તો લઈ શકે છે ને ...! બંને પ્રકાશપૂંજ રાઘવને સ્પીરીટ વર્લ્ડ માં લઈ જવા આવ્યાં છે , પણ રાઘવ આ દુનિયા ...Read More

8

મૃત્યુ પછીનું જીવન - ૮

મૃત્યુ પછીનું જીવન - ૮ આપણે આગળ જોયું , રાઘવ પહેલાં તો સ્વીકારી જ ન શક્યો કે એનું મુત્યું થઇ ચુક્યું છે. પણ હવે એને શરીર વિના દુન્યવી મજા માણવાની મજા પડી રહી છે . બે દેવદૂતો એને સ્પીરીટ વર્લ્ડ લઈ જવાં આવ્યાં છે , પણ એ એમની પાસેથી ભાગીને ...Read More

9

મૃત્યુ પછીનું જીવન - ૯

મૃત્યુ પછીનું જીવન - ૯ આપણે આગળ , કે દેવદૂત પોતાનું તેજોમય શરીર પ્રગટ કરી એક હાથ વડે એક સ્ક્રીન બનાવીને એમાં રાઘવની ગતિવિધિઓને જોઈ રહ્યાં છે ,જેમાં હીનાના ઘરમાં ફરતો રાઘવ દેખાઈ રહ્યો છે. દેવદૂતો સ્મશાનમાં ચાયની ચૂસકી લેતાં ટોળા પર કાંકરા નાંખી મસ્તી કરે છે. આ બાજુ રાઘવને ફિકર થઇ ...Read More

10

મૃત્યુ પછીનું જીવન - ૧૦

મૃત્યુ પછીનું જીવન—૧૦ આપણે પહેલાં ,કે રાઘવ મૃત્યુ પછી એની પ્રેમીકા હીનાના ઘરમાં ફરી રહ્યો છે . હીના રાઘવને છોડી એનાં દોસ્ત સુજ્જુને પસંદ કરવાનાં પોતાનાં નિર્ણય બદલ આજે પણ અફસોસ કરી રહી છે . એની પાસે બધું જ છે , છતાય એ રાઘવના પ્રેમ વિના અધુરી છે ...હવે આગળ ...Read More

11

મૃત્યુ પછી નું જીવન - ૧૧

મૃત્યુ પછીનું જીવન—૧૧ આપણે પહેલાં જોયું , રાઘવ સુની સડકો પર શાંતિની ક્ષણોને માણી રહ્યો છે , કોઈ ડર વિના ..એનાં દોસ્તોની યાદ આવતાં એ એમની ખાસ બેઠક એવી ચાયની ટપરી પર પહોંચી જાય છે , ત્યાં એને યાદ આવે છે કે હજું તો કાલે જ બધા દોસ્તો ત્યાં ભેગા થઈને ખુબ ...Read More

12

મૃત્યુ પછીનું જીવન - ૧૨

મૃત્યુ પછીનું જીવન—૧૨ આપણે જોયું કે મેઈન ગેટમાંથી આરપાર પ્રવેશી રાઘવ એની ફેવરીટ , ગાર્ડન , રજવાડી ઝુલાને સ્પર્શ કરી બાના વોલ સાઈઝના પેઈન્ટીન્ગ પાસે જઇને ઊભો રહે છે અને યાદ કરે છે બા એને છોડી ગઈ એ દિવસ, જયારે એની હેરાફેરીની શરૂઆત થઇ હતી ... બાનાં પેઈન્ટીન્ગને સ્પર્શ કરીને રાઘવ હોલમાં પ્રવેશ્યો, ઘરનાં મેઈન ગેટમાંથી આરપાર પસાર થઈને . ...Read More

13

મૃત્યુ પછીનું જીવન - ૧૩

મૃત્યુ પછીનું જીવન—૧૩ “ પણ મારા ઘરમાં મારી સામે મારા જ ફેમિલી સામે કંઈ ખોટું થઇ રહ્યું છે અને કંઈ ન કરું ? “ તારા શબ્દોને સુધાર , રાઘવ . કંઈ જ ન કરું , એમ નહી બોલ .તું કંઈ જ નહીં કરી શકે. તું સમજ આ સત્યને ! તારા શરીરને બાંધીને સ્મશાન લઈ જવામાં આવ્યું , ...Read More

14

મૃત્યુ પછીનું જીવન - ૧૪

મૃત્યુ પછીનું જીવન—૧૪ આપણે ગયાં એપિસોડમાં જોયું કે રાઘવે ઘરમાં પ્રવેશતાં જ એક ધાબળાવાળો માણસને ઓફિસરૂમમાંથી કોઈ કાગળ ચોરી કરતાં જુએ છે. પણ એને પકડી શકતો નથી . દેવદૂતો એને માત્ર ૫ દિવસનો સમય આપીને જતા રહે છે. હવે એની પાસે માત્ર ૫ દિવસનો સમય છે. અને ઘણાં બધાં કામ છે , જે ...Read More

15

મૃત્યુ પછીનું જીવન - ૧૫

મૃત્યુ પછીનું જીવન—૧૫ આપણે જોયું કે રાઘવ ગેસ્ટ-રૂમમાં ચેર પર પડેલાં ધાબળાને જોઇને જાય છે કે ચોર અહીં જ છે. બેડની બાજુમાં નીચે કરેલી પથારીમાંથી કોઈ હલચલ દેખાતા અને રાઘવ સમજી જાય છે કે આ જ છે , જેણે મારા ઓફીસરૂમમાંથી કાગળો ચોરીને છુપાવ્યા છે. પણ એ છે કોણ? પણ બધા રજાઈ ...Read More

16

મૃત્યુ પછીનું જીવન - ૧૬

મૃત્યુ પછીનું જીવન ૧૬ આપણે પહેલાં જોયું કે આખરે રાઘવ શોધી લે કે એ ધાબળાવાળો કોણ છે . બીજે દિવસે ઘરમાં ગીતા શરું થાય છે , જેનાં શ્લોક સાંભળીને રાઘવને જીવનનું સત્ય સમજાય છે . બીજી તરફ અંશ મા અને સમીરને ઓફીસ રૂમમાં લઇ જાય છે . હવે આગળ ... ...Read More

17

મૃત્યુ પછીનું જીવન - ૧૭

મૃત્યુ પછીનું જીવન ૧૭ બધાયનાં ચહેરા ડરેલા, ડઘાયેલા છે, બેનુર થઇ ગયાં. “પણ કેશુભા શું કામ કરે? ” “એ જ તો ...! એનાં મનમાં શું છે , એ તો હવે ખબર પડશે.’’ “તને ક્યાંથી ખબર પડી? એ જ તો કહું છું ક્યારનો .. કાલે રાત્રે પાપા સપનામાં આવ્યાં’તા. અને આ ...Read More

18

મૃત્યુ પછીનું જીવન - ૧૮

મૃત્યુ પછીનું જીવન—૧૮ આપણે જોયું કે પછીનાં એક પછી એક અસહાય અનુભવોમાંથી પસાર થયાં પછી હિંમત અને બુદ્ધિબળથી રાઘવ ફરી જીત તરફ આગળ વધી રહ્યો છે; એનાં પરિવારને કેશુભાના કાંડ વિશે વાકેફ કરવામાં રાઘવ સફળ થાય છે. બીજી તરફ કેશુભાને શંકા જાય છે કે એણે કરેલ ચોરી વિશે આ લોકોને જાણ થઇ ગઈ છે. હવે આગળ ... ત્રણેય જણને ઓફીસરુમમાંથી ...Read More

19

મૃત્યુ પછીનું જીવન - ૧૯

મૃત્યુ પછીનું જીવન—૧૯ આપણે પહેલાં જોયું, એમ રાઘવ હવે એનાં ખૂનીને શોધવા વ્યાકુળ થઇ રહ્યો છે . ત્રણેય નજીકનાં , જેનાં પર એને આશંકા હતી. છતાંય, સૌથી વધુ શંકા તો રાશીદ પર જ ઘોળાતી હતી. ફરી રાઘવ યાદ કરતો રહ્યો કે એ રશીદને કઈ રીતે મળ્યો હતો ....તે દિવસે જૂની હવેલી પાસે અંકલ એની હેરાફેરીની ...Read More

20

મૃત્યુ પછીનું જીવન - ૨૦

મૃત્યુ પછીનું જીવન—૨૦ ફરી રાઘવ યાદ કરતો રહ્યો એ રાશીદને કઈ રીતે મળ્યો હતો… કઈ રીતે બંને સાથે કામ કરતાં હતાં. એક સમયે રાશીદ એનો એવો મિત્ર હતો કે પોતે ભૂખ્યો રહી રાઘવને ખવડાવતો અને પોતે જોખમ લઈને રાઘવને બચાવતો. બંને એકબીજાનાં પુરક હતાં; એકની બુદ્ધિ અને બીજાનો ...Read More

21

મૃત્યુ પછીનું જીવન - ૨૧

મૃત્યુ પછીનું જીવન—૨૧ રાઘવ યાદ રહ્યો એ સોનેરી ક્ષણોને, જયારે એનું સાકાર થયેલું સપનું એનાં હાથમાં બેઠેલું હતું. એનાં હાથોને અહેસાસ થયો, કે આ જ ક્ષણોને સુતાં જાગતાં કેટલીય વાર એણે અનુભવી હતી, જે આજે એની પોતાની હતી. એક મિનિટ તો સમજ જ ન પડી કે આ હકીકત છે કે સપનું.. ભૂખ્યા માણસની સામે ...Read More

22

મૃત્યુ પછીનું જીવન - ૨૨

મૃત્યુ પછીનું જીવન—૨૨ દેવદૂતો રાઘવને ૫ દિવસનો સમય આપીને જતાં રહ્યાં. રાઘવ એનાં પાવર વિના, એનાં શરીર વિના, માત્ર એનાં બુદ્ધિ બળ અને મનોબળનાં જોરે ...Read More

23

મૃત્યુ પછીનું જીવન - 23

મૃત્યુ પછીનું જીવન—૨૩ રાઘવ રાશીદનાં બંગલા પર જઇ રહ્યો હતો , બાકી હિસાબ કરવાં, એટલામાં એને લાગ્યું કે કોઈ ખુબ જ તીવ્રતાથી એને યાદ કરી રહ્યું છે...અને એનું મનોમય શરીર જાણે ભારે ભારે થઇ રહ્યું છે...એનાં મનોમય શરીરને જાણે કોઈ ખેંચી રહ્યું છે ..પછી એને ખ્યાલ આવ્યો કે એનું ફેમિલી એને યાદ કરી રહ્યું છે...એ ફરી એનાં ઘર ...Read More

24

મૃત્યુ પછીનું જીવન - ૨૪

મૃત્યુ પછીનું જીવન—૨૪ પહેલાં આપણે જોયું કે રાઘવ રશીદના બંગલા પર જઈ રહ્યો હતો, ત્યાં જ એને એવી થાય છે કે એને કોઈ યાદ કરી રહ્યું છે અને એનાં ફેમિલીને એની જરૂર છે. અને એ ફરી એનાં ઘર પર પહોચે છે જ્યાં એ ૩ મવાલી જેવાં માણસોને ગોમતીની સામે બેસી ગોમતીને ધમકાવતાં જુએ ...Read More

25

મૃત્યુ પછીનું જીવન - ૨૫

મૃત્યુ પછીનું જીવન—૨૫ દેવદૂતો રાઘવને ૫ દિવસનો સમય જતાં રહ્યાં. આ ૫ દિવસમાં એણે એનાં ખૂનીને શોધવાનો છે, સાથે ઘરમાં ચાલતાં ભેદ ભરમ અને કાવા દાવાને પણ ઉકેલવાનાં છે. અને બધું ઠેકાણે પાડી દેવદૂતો સાથે નવી યાત્રા પર નીકળવાનું છે. એણે જોયું કે ઘરમાં એનાં જ પાર્ટનર અને દોસ્તથી પણ વિશેષ એવાં કેશુભાએ ઘરનાં દસ્તાવેજને ...Read More

26

મૃત્યુ પછીનું જીવન - ૨૬

મૃત્યુ પછીનું જીવન—૨૬ આપણે જોયું કે ઘરનાં દસ્તાવેજની જગ્યાએ મોર્ગેજ લોનનાં ડોક્યુમેંટસ જોતાં ઘરમાં બધાંયની ઊંઘ હરામ થઇ જાય પણ સમીર સંજોગોથી ડર્યા વિના, ગુસ્સે થયા વિના સ્થિતપ્રજ્ઞ રહીને આ સમસ્યાનો હલ લાવવાનો કોશિષ કરે છે, પણ કોઈ સમાધાન મળતું નથી. આખરે રાઘવ નકલી સિગ્નેચર એનું તરફ ધ્યાન દોરે છે અને ફોરેન્સિક લેબમાં અર્જન્ટમાં રીપોર્ટ કઢાવવાની સલાહ આપે ...Read More

27

મૃત્યુ પછીનું જીવન - 27

મૃત્યુ પછીનું જીવન—૨૭ રાઘવ ઓફિસરૂમમાં રાત્રે બે વાગે ઘરની લોનની સમસ્યાનો ઉકેલ શોધતાં સમીરનું ધ્યાન દોરે છે, નકલી સિગ્નેચર તરફ અને અને ફોરેન્સિક લેબમાં અર્જન્ટમાં રીપોર્ટ કઢાવવાની સલાહ આપે છે. સમીરને રસ્તો મળતાં એ રાઘવનો આભાર માને છે. રાઘવને હવે વિશ્વાસ છે કે એનાં બતાવેલ રસ્તે અંશ ...Read More

28

મૃત્યુ પછીનું જીવન - ૨૮

મૃત્યુ પછીનું જીવન—૨૮ આપણે પહેલાં જોયું કે રાઘવ કેશુભાના દગાથી ખુબ વ્યથિત છે. એ વાત સમજાતી નથી કે, જે માણસને મેં આટલું ઊંચું સ્થાન આપ્યું, આટલું માન આપ્યું, દરેક ધંધામાં પાર્ટનરશીપ આપીને આટલી કમાણી કરવી, તેને આવી ઓછી હરકત કરવાની જરૂર શું પડી? અને હવે કેશુભા પુરેપુરા રાઘવના શકના ઘેરામાં આવી ચુક્યા છે, જેની કેશુભાને જરા પણ જાણ નથી. એમને તો એ પણ ખબર ...Read More

29

મૃત્યુ પછીનું જીવન - ૨૯

મૃત્યુ પછીનું જીવન—૨૯ આપણે ગયાં અંકમાં જોયું કે કેશુભાની ગાડી માં બેસી રાઘવ બંગલા પર પહોંચે છે અને એને ખુબ આઘાત લાગે છે, જયારે એ જાણે છે કે એનો સૌથી ખાસ માણસ કેશુભા રસીદનો રોકેલો માણસ છે, હવે આગળ વાંચો...... ૧૫ બાય ૧૫ ની વિશાળ ઓફિસનાં કોર્નર પર, વોલ સાઈઝની બારી માંથી આવતાં સૂર્ય કિરણો, વોલ પર લગાવેલી પેઈન્ટીન્ગસ પર પડતાં જ નિયોન કલર્સથી બનાવેલાં એ ત્રણ પેઈન્ટીન્ગસ વધુ ઝળકી રહ્યાં. ત્રણેય પેઈન્ટીન્ગસ એક હરોળમાં લગાવેલાં હતાં. પહેલું પેઈન્ટીન્ગ ઘોડાઓની દોડમાં એક સૌથી આગળ દોડતાં ઘોડાનું હતું. બીજું પેઈન્ટીન્ગમાં ગાંધીજી, સરદાર અને નહેરુનાં હેન્ડમેડ સ્કેચ હતા. ...Read More

30

મૃત્યુ પછીનું જીવન - 30

મૃત્યુ પછીનું જીવન—30 આપણે જોયું કે સમીર સુજીત પાસે પેલો ફોરેન્સિક રીપોર્ટ લઈને જાય છે . સમીરને જોતાં જ સુજીતને નાનપણની દોસ્તી યાદ આવી જાય છે. અને એને અહેસાસ થાય છે કે એણે તો દોસ્ત અને પ્રેમીકા બંને જ ગુમાવ્યા...વળી રાઘવનાં જતાં પહેલાં એને મળી પણ ન શક્યો,એનો પણ એને ઘણો અફસોસ થયો, આખરે એક ઉપાય શોધી એ રાત્રે સુવા ...Read More

31

મૃત્યુ પછીનું જીવન - ૩૧

મૃત્યુ પછીનું જીવન—3૧ આપણે જોયું કે એ.સી.પી. સુજીત સહજ રીતે કેશુભા પાસે સિગ્નેચર કરાવી છે અને પછી એને પછી એને કહે છે , હવે મારી પાસે તારી સિગ્નેચરનું પ્રુફ છે અને સાથે ફોરેન્સિક લેબનો રીપોર્ટ પણ...તેં રાઘવની ૧૦ કરોડની મિલકત પચાવી પાડવા માટે જ ...Read More

32

મૃત્યુ પછી નું જીવન - ૩૨

મૃત્યુ પછીનું જીવન—3૨ સાહેબ,મને બચાવી લો, રાશીદ બહુ ઝનુની છે, એ મને નહીં જીવવા દે..’’ “શું થયું ? ” છેડેથી એ.સી.પી. બોલ્યાં. “એણે આજે મને બોલાવ્યો છે.” “ફિકર નહીં કર, અમે તારી સાથે છીએ.” “પણ રાઘવની જેમ મર્યા પછી તમે સાથે હોવ, તે શું કામનું, સાહેબ? “” “હમમ... એ.સી.પી. કંઈ વિચારતાં હોય એમ લાંબો પોઝ આપીને...સારી વાત છે, તને બોલાવ્યો છે એ ” “અરે સાહેબ, શું બોલો છો, તમે મને બલિનો બકરો બનાવવા માગો છો, કે શું ?” “તને બચાવવાની જવાબદારી મારી, મારું પ્રોમિસ છે તને...ચુપચાપ હું કહું તેમ કરતો જા ” એક ઊંડો શ્વાસ લઈને, ‘હવે બીજો ...Read More

33

મૃત્યુ પછીનું જીવન - ૩૩

મૃત્યુ પછીનું જીવન—૩૩ આપણે પહેલાં જોયું કે સમીર નકલી સિગ્નેચર માટેનો ફોરેન્સિક લેબ નો રીપોર્ટ લઈને એસીપી સુજીત પાસે છે. એસીપી સુજીત એને એનું ઘર બચાવવાનું પ્રોમિસ આપે છે. એસીપી કેશુભાને બોલાવીને એની સિગ્નેચર લઇ લે છે અને પછી ધમકી આપે છે કે એની સિગ્નેચરનાં નમુના પરથી એ પ્રૂવ કરી શકશે કે રાઘવનું મર્ડર એણે જ કર્યું છે. ...Read More

34

મૃત્યુ પછીનું જીવન - ૩૪

મૃત્યુ પછીનું જીવન—૩૪ રાશીદનાં મૃત્યુ પછી રાઘવ ઘેરા વિષાદમાં ડુબી જાય છે. એને એમ થાય છે કે જો મૃત્યુ કંઇ જ સાથે ન આવવાનું હોય તો આ જીવનનો મતલબ જ શું છે? શું સત્ય છે, મૃત્યુ પહેલાનું જીવન કે મૃત્યુ પછીનું જીવન? આમ જીવનભર ભાગતા રહેવાનો મતલબ જ શું છે, માત્ર મરવા માટે? ફરી જન્મ લેવાનો અને ફરી એ જ મૃત્યુ...! જો ...Read More

35

મૃત્યુ પછીનું જીવન - ૩૫ - છેલ્લો ભાગ

મૃત્યુ પછીનું જીવન—૩૫ ગયા એપિસોડમાં આપણે જોયું, કે દેવદૂતો રાઘવને પ્રેત-વિશ્વમાં લઇ જાય છે, જ્યાં એક અલૌકિક, અજીબ અને વિશ્વ જોવા મળે છે; જ્યાં અનેક અંધકારના ગોળાઓ ચામાચીડિયાઓની સાથે લટકી રહ્યાં છે, જ્યાં ઘેરી ઉદાસીની તીવ્ર તરંગો વહી રહી હતી અને અવાવરુ વાવમાંથી ભયાનક ગંધ આવી રહી ...દેવદૂતોએ એને બતાવ્યું કે તીવ્ર વેર ભાવના, સત્તાની ...Read More