@@@ લાગણીની ચોટ... ભાગ :- ૧ એ ગામના પાદર માંથી પસાર થતી કાચી સડકના વળાંક આગળથી એક પગદંડી નીકળતી હતી. માત્ર એક વ્યક્તિજ ચાલી શકે એટલીજ એ પગદંડીની પહોળાઈ. આજુબાજુ અસંખ્ય ઝાડી ઝાખરા. દિવસે તો એ રસ્તા પર ચાલી શકાય પણ સૂરજ ઢળતા એ રસ્તા પર જવાનો કોઈ વિચાર પણ ન કરે. એમાંય જો ચોમાસાની ઋતુની વાત કરીએ તો તો થઈ રહ્યું. અન્ય ઋતુમાં મજબૂત લાગતી પગદંડી ચોમાસામાં કાદવ વળી લપસણી થઈ જાય એટલે એની પર ચાલવું જેવા તેવાનું કામ નઈ. આ પગદંડી જ્યાં સમાપ્ત થતી ત્યાં થી શરૂ થતું એક માટીનું બનાવેલું કાચું ઝૂંપડું. ઝૂંપડું એટલે એક કાચું ઘર જેને ગોબરનું
Full Novel
લાગણીની ચોટ... ભાગ:- ૧
@@@ લાગણીની ચોટ... ભાગ :- ૧એ ગામના પાદર માંથી પસાર થતી કાચી સડકના વળાંક આગળથી એક પગદંડી નીકળતી હતી. એક વ્યક્તિજ ચાલી શકે એટલીજ એ પગદંડીની પહોળાઈ. આજુબાજુ અસંખ્ય ઝાડી ઝાખરા. દિવસે તો એ રસ્તા પર ચાલી શકાય પણ સૂરજ ઢળતા એ રસ્તા પર જવાનો કોઈ વિચાર પણ ન કરે. એમાંય જો ચોમાસાની ઋતુની વાત કરીએ તો તો થઈ રહ્યું. અન્ય ઋતુમાં મજબૂત લાગતી પગદંડી ચોમાસામાં કાદવ વળી લપસણી થઈ જાય એટલે એની પર ચાલવું જેવા તેવાનું કામ નઈ.આ પગદંડી જ્યાં સમાપ્ત થતી ત્યાં થી શરૂ થતું એક માટીનું બનાવેલું કાચું ઝૂંપડું. ઝૂંપડું એટલે એક કાચું ઘર જેને ગોબરનું ...Read More
લાગણીની ચોટ... ભાગ:- ૨
@@@ લાગણીની ચોટ... (ભાગ :- ૨)ઝરણાની સામે મુક બની અનિમેષ નયને તાકી રહિલો એ વ્યક્તિએ પાછળ ફરીને જોયું કે જીવી ડોશી નો એના ઝૂંપડામાં આવવાનો પગરવ એને સંભળાયો. માજી ઝૂંપડામાં પ્રવેશી ચુક્યા અને રોજના ક્રમ મુજબ હાથ ધોઈ એ વ્યક્તિ જમવા બેસી ગયો. માજી પણ એની સામે બેઠા. શાંત જણાતા વાતાવરણ વચ્ચે માજી ના મનમાં તો એ માણસ વિશે જાણી લેવાનો શોરબકોર હિલોળા લઈ રહ્યો હતો. સમય પસાર થઈ રહ્યો હતો. એ માણસનું જમવાનું અડધું પતિ ચૂક્યું હતું પણ માજી ની પૂછવા માટે જીભ ઉપડતી ન હતી. કોઈ પણ માણસ સામે કોઈ ડર વિના ગમેતે પૂછી શકતા જીવી ડોશી ...Read More
લાગણીની ચોટ... ભાગ:- ૩
@@@ લાગણીની ચોટ... ભાગ :- ૩એ અજાણ્યો વ્યક્તિ બોલ્યો "મા, તમારી મારી પ્રત્યેની લાગણીએ મારા સંકલ્પને જમીનદોસ્ત કરી નાખ્યો. ગામ માંથી નીકળી ગયા પછી મેં નક્કી કર્યું હતું કે મારો શ્રાપિત ભૂતકાળ હું છેલ્લા શ્વાસ સુધી કોઈને નહિ જણાવું. પણ આજ હું એ મારી પ્રતિજ્ઞા તોડુ છું અને સંભળાવું છું વિધાતા એ મારેલી મારા જીવન પરની ઠોકર ની દાસ્તાન... જીવી ડોશીની તાલાવેલી વધતી જતી હતી. એ કોઈ સ્વાર્થ વશ નહિ પણ એ દુઃખી વ્યક્તિના દુઃખને જાણવા આતુર હતા. એ વ્યક્તિએ પોતાનો ભૂતકાળ ખોલ્યો કે જેને એ ભૂલવા માંગતો હતો. એ બોલ્યો...મારું નામ અવિનાશ. મારું ગામ હમીરપુરા. અમારો પણ એક ...Read More