લવ સ્ટોરી

(412)
  • 31.1k
  • 39
  • 27.6k

જયરાજભાઈ અને જાનકીબહેનને સંતાનોમાં મનિષ,ઝીલ અને પ્રિતી એમ ત્રણ સંતાનો હતા. ઝીલ મધ્યમ પરિવારની છોકરી. મનિષને સચિવાલયમાં કારકુનની નોકરી મળી હતી. સ્વચ્છ અને લીલીછમ ગ્રીનસીટી ગાંધીનગરમાં આ પરિવારને ઠરીઠામ થઈ ગયો હતો. ઝીલને અમદાવાદની કોલેજમાં એડમિશન મળી ગયું હતું. ઝીલ એની સખી આરોહી સાથે સ્ટેશન પર ઉભા હતા. બસ આવી અને બંન્ને બેસી ગયા.આરોહી:- "કોલેજમાં કેટલી મજા આવશે. નવા નવા ફ્રેન્ડસ બનશે. અને એકાદ બોયફ્રેન્ડ પણ બનાવીશ." ઝીલ:- "બોયફ્રેન્ડ? તને આના સિવાય કોઈ વિચાર આવે છે ખરા?"આરોહી:- "ઝીલ આજના જમાનામાં તારા જેવી છોકરી કોઈ હશે જ નહિ. સ્કૂલમાં પણ છોકરાઓથી દૂર દૂર રહેતી હતી. તારું ચાલે ને તો

Full Novel

1

લવ સ્ટોરી - ભાગ ૧

જયરાજભાઈ અને જાનકીબહેનને સંતાનોમાં મનિષ,ઝીલ અને પ્રિતી એમ ત્રણ સંતાનો હતા. ઝીલ મધ્યમ પરિવારની છોકરી. મનિષને સચિવાલયમાં કારકુનની નોકરી હતી. સ્વચ્છ અને લીલીછમ ગ્રીનસીટી ગાંધીનગરમાં આ પરિવારને ઠરીઠામ થઈ ગયો હતો. ઝીલને અમદાવાદની કોલેજમાં એડમિશન મળી ગયું હતું. ઝીલ એની સખી આરોહી સાથે સ્ટેશન પર ઉભા હતા. બસ આવી અને બંન્ને બેસી ગયા.આરોહી:- "કોલેજમાં કેટલી મજા આવશે. નવા નવા ફ્રેન્ડસ બનશે. અને એકાદ બોયફ્રેન્ડ પણ બનાવીશ." ઝીલ:- "બોયફ્રેન્ડ? તને આના સિવાય કોઈ વિચાર આવે છે ખરા?"આરોહી:- "ઝીલ આજના જમાનામાં તારા જેવી છોકરી કોઈ હશે જ નહિ. સ્કૂલમાં પણ છોકરાઓથી દૂર દૂર રહેતી હતી. તારું ચાલે ને તો ...Read More

2

લવ સ્ટોરી - ભાગ ૨

સાંજે છૂટતી વખતે ઝીલ અને આરોહી ગેટની બહાર નીકળે છે. મધ્યમ અને મધ્યમની ગેંગ પાર્કિંગમાં વ્હીકલ પર બેસી મજાક કરતા હોય છે. ઝીલને સવાર વાળી વાત યાદ આવી કે મધ્યમે કેવી રીતના વાત કરી હતી. મધ્યમની નજર ઝીલ પર પડે છે. ઝીલની નજર મધ્યમ પર પડતા એની પાંપણો ઝૂકી જાય છે. ઝીલ નીચી નજર કરી ત્યાંથી પસાર થાય છે.મધ્યમ:- "Come on મિસ જ્ઞાનની દેવી. તું સાચ્ચે જ મારાથી શરમાય છે. તારામાં અને મિસ નૈનામાં આસમાન જમીનનો ફેર છે. અને તે એવું વિચારી પણ કેવી રીતે લીધું કે હું તને એવી રીતના જોઈશ. કોઈ દિવસ મિરરમાં તારો ચહેરો ...Read More

3

લવ સ્ટોરી - ભાગ ૪

આરોહી અને ઝીલ બસ સ્ટેશને ઉભા હતા. ત્યાં જ રોહન અને મધ્યમ આવે છે. ઝીલ:- "આજે આ લોકો પાસે નથી."આરોહી:- "ના એ લોકોને પણ બસમાં આવવાનો શોખ થયો છે. મે કહ્યું હતું કે અમને બાઈક પર લઈ જજે. પણ એ લોકોને બસમાં આવવું હતું એટલે. પણ કાલથી આપણે બાઈક પર જઈશું."ઝીલ:- "તું જજે બાઈક પર. હું તો નહિ આવું."બસમાં મધ્યમ ઝીલ પાસે બેઠો.મધ્યમ:- "hi...what's up....ઘરમાં બધા કેમ છે? સારા ને?"ઝીલ:- "હા સારા છે."મધ્યમ:- "અને પ્રિતી. એ શું કરતી હતી?"ઝીલ:- "મધ્યમ પ્લીઝ પ્રિતીથી થોડો દૂર રહેજે. એ થોડી ભોળી છે."મધ્યમ:- "તારા કહેવાનો મતલબ શું છે. LISTEN... RELAX...તું વિચારે છે એવું કંઈ જ ...Read More

4

લવ સ્ટોરી - ભાગ ૩

રાતે જમીને ઝીલ અને એનું ફેમિલી બહાર ચાલવા નીકળે છે. ઝીલ:- "પ્રિતી શું કર્યા કરે છે? ચાલ બધા તારી જોય છે." પ્રિતી:- "મારે નથી આવવું. તમે બધા જઈ આવો." ઝીલ:- "સારું." ઝીલ એના પરિવાર સાથે Walk પર નીકળે છે. સાથે સાથે આરોહીને પણ ફોન કરીને બોલાવી લે છે. જયરાજભાઈ અને જાનકીબહેન આગળ ચાલતા હતા. આરોહી અને ઝીલ થોડા પાછળ પાછળ ચાલતા હતા. થોડે જતા એક ચાની લારી પાસે રોહન અને મધ્યમ બેઠા હતા. રોહને આરોહીને જોઈને Hi નો ઈશારો કર્યો. આરોહીએ પણ હાથ હલાવી Hi કર્યું. ઝીલ:- "કોને Hi કરી રહી છે." ઝીલે એ તરફ જોયું તો મધ્યમ અને ...Read More

5

લવ સ્ટોરી - ભાગ ૫

કોલેજમાં એક દિવસે ઝીલ અને આરોહી ક્લાસમાં બેઠા હોય છે. રોહન આરોહીને ફોન કરી એકાંતમાં મળવા બોલાવે છે. આરોહી:- લાઈબ્રેરીમાં જઈને બેસ. હું થોડીવારમાં આવું છું." ઝીલ:- "સારું." ઝીલ લાઈબ્રેરીમાં જાય છે. ઝીલ લાઈબ્રેરીમાં જાય છે તો લાઈબ્રેરીની બાજુના ક્લાસમાં મધ્યમ કોઈ સિમી નામની છોકરી સાથે હોય છે. સિમી:- "Meddy તારી ફ્રેન્ડ...." મધ્યમ:- "તો શું થયું?" સિમી:- "ફ્રેન્ડ મતલબ કે એ તારી ગર્લફ્રેન્ડ તો નથી ને?" મધ્યમ:- "What?" સિમી:- "મતલબ કે તમે ક્લાસમાં સાથે બેસો છો તો એમ લાગ્યું કે એ તારી ગર્લફ્રેન્ડ હશે." મધ્યમે સિમી અને ઝીલ તરફ જોઈ કહ્યું "મધ્યમ નો પણ કોઈ ક્લાસ હોય ...Read More

6

લવ સ્ટોરી - ભાગ ૬

ઝીલ નીચે જાય છે. ગેટ પાસે જઈ ધીરેથી કહે છે "મધ્યમ અહીં શું કરે છે? પ્લીઝ જા અહીંથી. કોઈ જશે તો?" મધ્યમ:- "પાછળની ગલીમાં મને મળવા આવ." ઝીલ:- "ના હું નથી આવવાની." "Ok fine." એમ કહી મધ્યમ દિવાલનો ટેકો લઈ ત્યાં જ ઉભો રહે છે. ઝીલ:- "પ્લીઝ મધ્યમ જા." મધ્યમ:- "જ્યાં સુધી મળવા નહિ આવે ત્યાં સુધી અહીથી નથી જવાનો સમજી?" ઝીલ:- "શું નાના છોકરા જેવી જીદ કરે છે?" મધ્યમ:- "શું કહ્યું? પાછી બોલ તો?" ઝીલ:- "કંઈ નહિ. મે શું કહ્યું. લોકોને ઓછું સંભળાય છે ને તને વધારે સંભળાવવા લાગ્યું." એટલામાં જ મનિષ ઝીલના નામની બુમ પાડે છે. ઝીલ ...Read More