સુભગ્નાના સંજોગ

(191)
  • 25.5k
  • 44
  • 19.1k

સુભગ્ના... દિવસે દિવસે શાંત થવા લાગી હતી રક્ષિત ભાઇ ને વિભા બેન બંને ને એમ લાગ્યું કે લગ્ન નજીક આવી રહ્યા છે માટે એવું હશે. સુભગ્ના એકનું એક સંતાન ભણાવી કોલેજ પૂરી થઈ અને નોકરી પણ મળી ગઈ હતી. પોરબંદર માં એક સીએ ને ત્યાં કોમ્પ્યુટર પર એકાઉન્ટ લખવાનું. બસ બીજું શું જોઈ પગાર બચાવે કે પોતાના મોજશોખ માં વાપરે છ મહિના થવા આવ્યા ક્યારેય સવાલ કર્યો નથી. કોલેજ ની પરિક્ષા ના છેલ્લા પેપર ને દિવસે જ વિકલ્પ ના ઘરનાં સુભગ્ના ને જોવા આવ્યા હતાં વિકલ્પ એક એન્જીનીયર અને સરકારી

Full Novel

1

સુભગ્નાના_સંજોગ - ૧

સુભગ્ના... દિવસે દિવસે શાંત થવા લાગી હતી રક્ષિત ભાઇ ને વિભા બેન બંને ને એમ લાગ્યું કે લગ્ન નજીક રહ્યા છે માટે એવું હશે. સુભગ્ના એકનું એક સંતાન ભણાવી કોલેજ પૂરી થઈ અને નોકરી પણ મળી ગઈ હતી. પોરબંદર માં એક સીએ ને ત્યાં કોમ્પ્યુટર પર એકાઉન્ટ લખવાનું. બસ બીજું શું જોઈ પગાર બચાવે કે પોતાના મોજશોખ માં વાપરે છ મહિના થવા આવ્યા ક્યારેય સવાલ કર્યો નથી. કોલેજ ની પરિક્ષા ના છેલ્લા પેપર ને દિવસે જ વિકલ્પ ના ઘરનાં સુભગ્ના ને જોવા આવ્યા હતાં વિકલ્પ એક એન્જીનીયર અને સરકારી ...Read More

2

સુભગ્નાના_સંજોગ - 2

એ ભાભી ઉઠો... એ ભાભી... સુભગ્ના સફાળી જાગી ઉઠી. થાક અને નીંદર અને કોઈ ભાભી કહી ઉઠાડે એવી ટેવ એટલે જાણે સપનું જોતી હોય એવું લાગ્યું. આમ તો વિકલ્પ એક જ કોઈ ભાઈ બહેન નહીં પણ જેને ન હોય એને ઘણાં હોય એમ વિકલ્પ ને કુલ સગા સબંધી ની મળી ને રાખડી બાંધતી ૧૦ બહેનો અને ૧૫ નાના મોટા ભાઈઓ. લગ્ન માં પહેરામણી માટે લીસ્ટ મંગાવ્યું ત્યારે આવડું લીસ્ટ આવેલ રક્ષિત ભાઈ તો કોઈ કસર છોડવા જ નહોતા માંગતા એટલે સારંગી બેન ના કહેવા પ્રમાણે જ બધું કર્યું. ઘર ના કાગળ ઉપર લોન લઈ લગ્ન નો તામ જામ કરેલ ...Read More

3

સુભગ્નાના_સંજોગ - 3

બાલી માં હોટેલ માં ચેક ઈન કરી ને વિકલ્પે સુભગ્ના ને કહ્યું તું ફ્રેશ થઈ જા ત્યાં સુધી હું કામ પતાવી આવું.સુભગ્ના ને થયું કે અહીં શું કામ હોય પણ પૂછવું કેમ? એમ વિચારી પોતે વોશરૂમ માં ચાલી ગઈ. હનીમૂન માં ક્યાં જવું તે કોઈ વાત પણ ન હોતી કરી બધું જ સારંગી બેન દ્વારા પ્લાન થયું હતું. ક્યાંક ક્યાંક એમ લાગતું કે વિકલ્પ સારંગી બેન નો ચાવી વાળો રમકડું તો નથી ને , વચ્ચે એક વખત વિભા બેન અને રક્ષિત ભાઈ ને વાત પણ કરેલ કે વિકલ્પ ફોન માં વાત કરે તો પણ ખબર નહીં ડરતો ડરતો કરે ...Read More

4

સુભગ્ના_ના_સંજોગો - 4

#વિકલ્પ વિચારતો જ રહ્યો કે હવે શું કરશે.. ફરી રાત પડવાની ફરી કોઈ બહાનું શોધવાનું . પ્રેમ પ્રાચી ને લગ્ન સુભગ્ના સાથે કર્યા. લગ્ન ની વિધિ કરવાથી કોઈ માટે પ્રેમ થોડો જન્મે. જો જીવનસાથી પ્રત્યે પ્રેમ જ ન જન્મે તો તે વિધિ નો અર્થ કેટલો? પ્રેમ કરી જો લગ્ન ન કરી શકો તો પણ તમારો પ્રેમ તો જીવન પર્યંત જીવંત રહેશે પણ એ પ્રેમ નું મહત્વ શું? કેટલાં વિચારો આવતાં હતાં ત્યાં જ ફોનની રીંગ વાગી પ્રાચી હતી. લગ્ન ની જાણ વિકલ્પે તો કરી જ ન હતી પણ સોશ્યલ મીડિયા ના યુગમાં કોઈ વાત છુપાવવી બહુ અઘરી વાત હોય ...Read More