ડોક્ટરની ડાયરી - સીઝન - 2

(5.9k)
  • 491.5k
  • 1k
  • 276k

મધરાતનો સુમાર. વયોવૃધ્ધ, બિમાર ડો. પટેલ સાહેબના બંગલાની ડોરબેલ ગૂંજી ઉઠી. નોકરે બારણું ઊઘાડ્યું. ઝાંપા આગળ એક રીક્ષા ઊભી હતી. રીક્ષામાં એક ગરીબ મુસલમાન ઔરત ખોળામાં લાશ જેવી બાળકી લઇને બેઠી હતી. એનો ખાવિંદ ડો. પટેલના બંગલાના બારણા પાસે ઊભો હતો. નોકરને વિનવી રહ્યો હતો: “સાહેબને બોલાવો ને! જલદી કરો, ભાઇ, મારી ગુલશન મરી રહી છે.....”

Full Novel

1

ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 1

મધરાતનો સુમાર. વયોવૃધ્ધ, બિમાર ડો. પટેલ સાહેબના બંગલાની ડોરબેલ ગૂંજી ઉઠી. નોકરે બારણું ઊઘાડ્યું. ઝાંપા આગળ એક રીક્ષા ઊભી રીક્ષામાં એક ગરીબ મુસલમાન ઔરત ખોળામાં લાશ જેવી બાળકી લઇને બેઠી હતી. એનો ખાવિંદ ડો. પટેલના બંગલાના બારણા પાસે ઊભો હતો. નોકરને વિનવી રહ્યો હતો: “સાહેબને બોલાવો ને! જલદી કરો, ભાઇ, મારી ગુલશન મરી રહી છે.....” ...Read More

2

ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 2

અશોકભાઇ હરખાભાઇ સોલંકી. ભાવનગર જીલ્લાનુ એક નાનું ગામ. સાવ ગામડું પણ ન કહેવાય. પિથલપુર તાલુકો.આજથી બાર વર્ષ પહેલાં અશોકની એકવીસ જ વર્ષ હતી ત્યારે એના લગ્ન લેવાયા. રમા નામની યુવતી ઊમંગોનુ પાનેતર પહેરીને એના ઘરમાં આવી. સપનાના વાવેતર શરૂ થયા. કોઇ પણ પતિ-પત્નિનું સૌથી ખૂબસુરત સ્વપ્ન શું હોઇ શકે? ઉતર સહેલો છે. એક અથવા બે સુંદર સંતાનોની મમ્મી-પપ્પા બનવાનું. ...Read More

3

ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 3

1980ની ઘટના. તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઇંદિરા ગાંધીના પુત્ર સંજય ગાંધીનુ વિમાન હોનારાતમાં મૃત્યુ થયું. તે સમયે ટી.વી. હજુ દેશવ્યાપી પાંચેક વર્ષની વાર હતી. રેડિયો પર મૃતાત્માને અંજલિ આપતા કાર્યક્રમો, સમાચારો અને વધેલા સમયમાં કરુણ શરણાઇ વાદન તેમ જ દેશના દિગ્ગજ શાસ્ત્રીય ગાયકોના કંઠેથી ભજનો પ્રાસારિત થતા હતા. ...Read More

4

ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 4

પંદર-સતર દિવસ પહેલાંની ઘટના. સિવિલ હોસ્પિટલ. બી.જે. મેડિકલ કોલેજના પેથોલોજી ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. તરંગ કદમના પરિવારમાં અમંગળ ઘટનાની ત્રાટકી. પતિ-પત્નિ, બે દીકરીઓ અને વૃધ્ધ માતા ઘેરી નિદ્રાના પ્રગાઢ આશ્ર્લેશમાં પોઢેલા હતા ત્યારે ડો. તરંગભાઇને લાગ્યું કે એમના દેહના ડાબા ભાગમાં કશુંક થઇ રહ્યું છે. જાણે શરીરમાંથી ચૈતન્ય વિદાય લઇ રહ્યું છે! એમણે ચીસ પાડીને પત્નીને જગાડવાનો પ્રયાસ કર્યો. સફળતા ન મળી. ઊભા થવાની કોશિશ કરી. તકલીફ પડી. જમણા ભાગના સહારે માંડ માંડ લડખડતા ઊભા તો થયા ગળામાંથી લપસતો-સરકતો મંદ સ્વર નીકળ્યો: “મીના.....!” ...Read More

5

ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 5

દાયકાઓ પહેલાંની ઘટના છે. ડો. શુક્લ સાહેબે મને તાજેતરમાં જ એમની જિંદગીનો યાદગાર અનુભવ કહી સંભળાવ્યો. અત્યારે સાહેબની ઉંમર વર્ષની છે. આ ઘટના વખતે તેઓ પચાસ વર્ષના હતા. “એક સાંજે હું મારી સિવિલ સર્જ્યન તરીકેની ફરજ પૂરી કરીને મારા સરકારી બંગલામાં જમી પરવારીને ત્રણ મિત્રોની સાથે બ્રિજ રમી રહ્યો હતો, ત્યારે હોસ્પિટલની એમ્બ્યુલન્સ આવીને દરવાજા પાસે ઊભી રહી. ડ્રાઇવર ગણેશે આવીને કહ્યું”, “સાહેબ, એક ઇમરજન્સી કેસ આવ્યો છે. તાત્કાલીક ઓપરેશન કરવુ પડે તેમ છે. હું આપને લઇ જવા માટે આવ્યો છું.” ...Read More

6

ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 6

કરપીણ શિયાળો. કતલ કરી નાંખે તેવી ઠંડી. અમાસી રાત. મુંબઇથી ઉપડેલી ટ્રેન પોરબંદરના સ્ટેશને પહોંચીને ઊભી રહી ગઇ. તે પોરબંદર છેલ્લુ સ્ટેશન ગણાતું અત્યારની મને ખબર નથી. મોટાભાગના પેસેન્જરો ઊતરી પડ્યા. ડબ્બાઓની સાફસૂફી કરવા માટે રેલ્વેના ચોથા વર્ગના કર્મચારીઓ એક પછી એક કમ્પાર્ટમેન્ટમાં ફરી વળ્યા. જે રડ્યા-ખડ્યા મુસાફરો ટૂંટીયું વાળીને ઊંઘતા હતા તેમને ઢંઢોળીને જગાડ્યા: “ ઊતરો હવે પોરબંદર આવી ગયું.” લાશની જેમ પડેલા માનવદેહો અચાનક ચોંકીને, જાગીને, આંખો ચોળતાં, પોતાનો સામાન ઊઠાવીને ઊતરવા ઊતરવા લાગ્યા. ...Read More

7

ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 7

“આજે સતીષના મેરેજમાં જવાનુ છે તે યાદ છે ને?” હું ઓપરેશનમાં એકાગ્રચિત હતો ત્યારે મારા એનેસ્થેટીસ્ટ મિત્રો મને યાદ ધ્યાનભગ્ન થવાનું મને પરવડે તેવુ ન હોવા છતાં મેં એને ટૂંકો જવાબ તો આપ્યો જ: “હા, યાદ છે. તારે પણ આવવાનું છે એ તને યાદ છે ને?” ...Read More

8

ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 8

ડો. એસ.એસ. પટેલ એટલે નખશિખ સર્જ્યન. પૂરેપૂરી સંપૂર્ણતાના આગ્રહી. ડિસ્ટ્રીક્ટ જનરલ હોસ્પિટલમાં સિવિલ સર્જ્યન હોદા પર એમની નિમણુક થઇ પણ ત્રણ-ચાર દિવસમાં જ હોસ્પિટલના તમામ ડોક્ટરો, નર્સ બહેનો અને વોર્ડ બોયઝ તેમજ આયા બહેનોમાં આ સમાયાર આગની જેમ પ્રસરી ગયા હતા, “નવા સાહેબ ભારે ચિકણા છે. નાની-નાની વાતમાં પણ ગફલત ચલાવી લેતા નથી.” ...Read More

9

ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 9

“શરબતી શાહ?! આવું નામ મેં પહેલી વાર સાંભળ્યું. ગુજરાતનાં જ છો?” મેં સામે બેઠેલી યુવતીની સામે જોઇને પૂછ્યું. યુવતી સમજી હશે કે નહીં, પણ જવાબ એની બાજુમાં બેઠેલા પતિએ આપ્યો. “હું ગુજરાતી છું શરબતી નોન-ગુજરાતી.” યુવાન ઉત્સાહી નીકળ્યો જે સવાલ મેં પૂછ્યો ન હતો એનો જવાબ પણ એણે આપી દીધો: “અમારા લવ-મેરેજ છે.” ...Read More

10

ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 10

આઇસક્રીમની એક વેરાઇટી આવે છે: થ્રી ઇન વન. આજે ડો.ની ડાયરીનો એપિસોડ પણ થ્રી-ઇન-વન જેવો છે. “વિજ્ઞાન અને શ્રધ્ધા એ મારે જો એક ચીજ પસંદ કરવાની આવે તો હું વિજ્ઞાનને જ પસંદ કરું.” સિતેરના દાયકામાં આ મારું ફેવરીટ વાક્ય હતું. ત્યારે હું મેડીકલ કોલેજમાં ભણતો હતો. એનેટોમીના પાશ્ચાત્ય ડોક્ટરોએ લખેલા થોથાં વાંચીને મને લાગતું હતું કે માનવદેહના તમામ રહસ્યો મેં સમજી લીધા છે. ફિઝીયોલીજી ભણી લીધા પછી મને લાગતુ હતુ કે ઇશ્વરની મરજી વગર પાંદડું ફરકતું નથી એ ખાલી દંતકથા છે શરીરના તમામ અવયવો અને તંત્રો દિમાગમાંથી નીકળતી સૂચનાઓ અને એન્ડોક્રાઇનલ હોર્મોન્સના કારણે કામ કરે છે. ...Read More

11

ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 11

બપોરના બે વાગ્યા હતા. ડો. જોષી કારમાં બેસીને અંગત કામ સબબ બહારગામ જવા નીકળ્યા હતા. રસ્તામાં ભીમપુરા ગામ આવ્યું. ગામની વચ્ચે થઇને પસાર થતો હતો. ડ્રાઇવરે પૂછ્યું, “સાહેબ, બીજો કોઇ રોડ નથી જેથી ગામને બાયપાસ કરી શકાય. અંદરથી જ નીકળવું પડશે.” “તો ગાડીને વાળી દે ડાબા હાથે.” ડો. જોષીએ કહ્યું. ધૂળીયો મારગ હતો. વૈશાખી લૂ વરસી રહી હતી. કારનું એ.લી. ચાલુ હતું પણ ઠંડક વરતાતી ન હતી. ભૂખ પણ સોળેય કળાએ ખીલી ઊઠી હતી! આવા સંજોગોમાં ગાડી ગરમ-ગરમ ધૂળના થર પર થઇને ગામને વિંધીને દોડવા લાગી. ...Read More

12

ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 12

“બહેન, જીવનમાં એવા કેટલાંયે રહસ્યો છે જેને આપણે ક્યારેય સમજી શકતા નથી. નાસ્તિકો આવી ઘટનાઓને યોગાનુયોગ માનીને ભૂલી જાય અને આસ્તિકો કર્મફળ, ઋણાનુબંધ અને પૂર્વજન્મના પાપ-પૂણ્યનુ પરિણામ જેવા શબ્દો વાપરીને પોતાના મનને સાંત્વના આપે છે.” ...Read More

13

ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 13

શૈલા કોપર-ટી મૂકાવવા માટે આવી હતી. મેં મૂકી આપી. એણે પૂછ્યું, “કેટલા રૂપિયા આપવાના છે, સર?” મેં સામાન્ય રીતે રકમ લેવાતી હોય છે તે એને જણાવી, તો એણે વિનંતીના સૂરમાં કહ્યું, “સર, કંઇક વાજબી કરો ને! અમારી આર્થિક સ્થિતિ એટલી બધી સધ્ધર નથી.” ...Read More

14

ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 14

ડો. ભટ્ટ અમરેલીનો વતની. ડો. જાડેજા જામનગર જીલ્લાનો રાજપૂત યુવાન. અને ડો. પડેલ ચરોતરના ગામડાનો ખેડૂતપુત્ર. ત્રેયની વચ્ચે સ્વભાવનું સામ્ય નહીં. જન્મથી મળેલો ઉછેર જુદો. વારસાગત સંસ્કારો ભિન્ન. જ્ઞાતિગત લક્ષણો પણ અલગ. જો સામ્ય હોય તો બે જ વાતનું. એક, આ ત્રણેય જણાં જિંદગીના ચોક્કસ સમયખંડમાં અમદાવાદની મ્યુનિસિપલ હોસ્પિટલમાં એક સાથે, એક સમયે કેઝ્યુઅલ્ટી વિભાગમાં ફરજ બજાવવા માટે ભેગા થઇ ગયા. બીજું સામ્ય સાવ સ્વાભાવિક હતું એ ત્રણેય જણાં એમ.બી.બી.એસ. પૂરુ કરીને આગળનો અભ્યાસ એટલે કે પોસ્ટગ્રેજ્યુએશન કરી રહ્યા હતા. ત્રણેયની વય બાવીસ, ચોવીસ અને પચીસ વર્ષની અનુક્રમે હતી. ...Read More

15

ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 15

“ડોક્ટર, મારી વાઇફની ડિલીવરી સરસ રીતે પતી ગઇ .આજે અમે રજા લઇને ઘરે જઇશું. હું તમારુ બિલ ચૂકવવા માટે છું. કેટલા રૂપીયા થાય છે?” “ભાઇ, મેં બિલ બનાવ્યું જ નતી. તમારે જે આપવું હોય તે આપીને ઘરે જઇ શકો છો.” “એવું તે કંઇ હોતું હશે, સાહેબ?” “એમ જ છે. હવે પછી આમ જરહેશે. હું ક્યારેય કોઇ પણ પેશન્ટનુ હિલ બનાવાનો નથી. મારી ફરજ તમારુ કામ કરી આપવાની છે. બદલામાં શું આપવું, કેટલું આપવું તે તમારે નક્કી કરવાનું છે.” ...Read More

16

ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 16

ડો. અશોકભાઇ આજે સંપૂર્ણપણે રિલેકસ્ડ મૂડમાં હતા. આજે ઉત્તરાયણ હતી. નર્સિંગ હોમમાં એમણે પાટિયું લટકાવી દીધું હતું : “આજે ડિલિવરી કેસ સિવાય બીજા દર્દીઓને તપાસવામાં નહીં આવે. ડોક્ટર સાહેબ રજા ઉપર છે.” ...Read More

17

ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 17

“સર, હું પ્રેગ્નન્ટ છું, કુંવારી છું અને તમારી પાસે એબોર્શન માટે આવી છું.” અઢારેક વર્ષની લાગતી એક લાવણ્યવતી છોકરી દિવસ મારે ત્યાં આવી ચડી અને આડી અવળી કોઇ જ લપ્પન-છપ્પન કર્યા વગર સીધી જ મુદાની વાત પર આવી ગઇ. “નામ?” મેં એનાં ચહેરાના હાવ-ભાવ પર બારીક નજર નાખીને પૂછ્યું. “આસવી.” હું એની આંખ વાંચીને સમજી ગયો કે એ સાચું નામ જ કહી રહી હતી. ...Read More

18

ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 18

“ઓહ! આ તો સાવ નાનું શહેર છે. આને શહેર કેવી રીતે કહેવાય? બહુ બહુ તો આને મોટુ ગામડું કહી વાત. 26-27 વર્ષના યુવાન ડોક્ટર તલોદના રેલ્વે સ્ટેશન પર ઊતર્યા અને જ્યાં નોકરીમાં જોડાવાનુ હતુ ત્યાં જતાં રસ્તામાં આ વાક્યો ઊચ્ચારી ઉઠ્યા. 1971માં કદાચ તલોદ ખેરેખર નાનું જ હશે નહીં પણ હોય. પરતું અમદાવાદ જેવા મહાનગરમાં જન્મેલા, ઉછરેલા અને સિવિલ હોસ્પિટલમાં ભણીને સર્જ્યન થયેલા ડો. ભરત ભગતને તો એ વખતનુ તલોદ અવશ્ય મોટા ગામડાં જેવું જ લાગ્યું હતું. ...Read More

19

ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 19

હમણાં કેટલાંક સમયથી સવારે વહેલાં ઊઠવાનું શરૂ કર્યું છે. જિંદગીના છ દાયકાઓ નિશાચરની જેમ વિતાવ્યા પછી હવે બ્રહ્મજ્ઞાન લાધ્યું આજે પણ પાંચ વાગે જાગી ગયો. અડધો કલાક મેડીટેશન કર્યું. બે માળા ફેરવી. મંત્રજાપ કર્યો. અત્યાર સુધી આવા બધામાં હું માનતો ન હતો પણ હવે અનુભવથી સમજાયું છે કે ઇશ્વર ચિંતન માટે આવા બાહ્યાચારો પણ સહાયક બને છે. મનની અંદર જામેલો દુર્વિચારોનો કચરો આવું કરવાથી ધીમે ધીમે દૂર થતો જાય છે. ...Read More

20

ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 20

જમનભાઇને હું પહેલી વાર 1982માં મળ્યો હતો. પરીચય કરાવનારે આ શબ્દોમાં એમની ઓળખાણ આપી હતી: “ આ જમનભાઇ છે. ગામ એમને ‘જમન જલસા’ ના નામથી જાણે છે.” “એમ? એનો મતલબ એ કે એમની પાસે જલસા કરવા જેટલા પૈસા હશે. શું કરે છે આ જલસાભાઇ, સોરી, જમનભાઇ?” મેં પૂછ્યું ત્યારે મારા જ સવાલના જવાબમાં બે-ચાર જવાબો મારા મનમાં સળવળ-સળવળ થતા હતા. જમનભાઇ કાં તો મોટા બિઝનેસમેન હશે, કાં કોઇ મોટી ફેક્ટરીના માલીક અને કંઇ નહીં તો છેવટે બાપકી દોલતના એક માત્ર વારસદાર હોવા જોઇએ. હું પોતે ગાયનેકોલોજીસ્ટ થઇને ત્યાં જોબ કરવા માટે ગયો હતો. ડોક્ટર બની ગયો હોવા છતાં મારી પાસે જલસા કરવા જેટલી જોગવાઇ થઇ ન હતી. ...Read More

21

ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 21

પત્નીને ‘આવજે’ કહીને મહેશભાઇ બહાર નીકળ્યા. સવારના દલ વાગ્યા હતા. ત્રીજા માળે આવેલા ફલેટમાંથી પગથિયા ઊતરીને નીચે આવ્યા. પાર્કિંગમાં સ્કૂટર ચાલુ કરવા માટે ચાવી શોઘવા પેન્ટના ખિસ્સામાં હાથ નાખ્યો, ત્યારે ખબર પડી કે ચાવી તો ઘરમાં જ ભૂલી ગયા છે. જૂના ફ્લેટ્સ હતા. લિફિટની લક્ઝરી ગેરહાજર હતી. શું ફરીથી દાદરા ચડવા પડશે? એમણે ઉપર જોયું અને હૈયામાં ‘હાશ’ જન્મી. પત્ની હજુ બાલ્કનીમાં જ ઊભી હતી. ...Read More

22

ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 22

એક વયસ્ક બહેનનો પત્ર આવ્યો છે. એ પત્ર એક વર્ષ પહેલાં આવ્યો હતો. પણ ‘ડો.ની ડાયરી’ માં સ્થાન પામવા એણે લાંબી પ્રતીક્ષા કરવી પડી છે. એ બહેન લખે છે: “આદરણીય શ્રી. ઠાકર સાહેબ, સાદર નમસ્કાર. આપે જ્યારથી ‘ડો.ની ડાયરી’ અને ‘રણમાં ખીલ્યું ગુલાબ’ લખવાનું શરૂ કર્યું ત્યારથી આપની વાંચક છું. ઘણીવાર એવું બનતું કે અમુક એપિસોડ વાંચ્યા પછી તુરત જ આપને પત્ર કારણે લખાતું ન હતું. આજે પણ આપને પત્ર લખવાનું ખાસ કારણ છે.” ...Read More

23

ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 23

ડો. નિલેશ મહેતા એમના બંગલાની બાલ્કનીમાં બેઠા હતા અને સમી સાંજની ચા માણી રહ્યા હતા.ત્યારે સામેના બંગલામાંથી એક ચીસ રવિવારનો દિવસ હતો. એટલે ડો. મહેતા ઘરમાં હાજર હતા. નહીતર આ સમયે તો તેઓ એમના ક્લિનિકમાં બેઠા હોય. ...Read More

24

ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 24

બે સગા ભાઇઓ. બંને પરણેલા. નામ યાદ રહી જાય એટલા માટે: બિગ બ્રધરનુ નામ બ્રિજેશભાઇ અને યંગર બ્રધરનુ યોગેશ રાખીએ. બ્રિજેશની પત્ની બ્રિન્દા. યોગેશની પત્ની યામિની. આજે બ્રિજેશભાઇ-બ્રિન્દાબહેનનાં ઘરમાં દિવાળી ના બે મહિના પહેલાં જ દિવાળી ઉજવાઇ રહી હતી. પરિવારમાં દીકરાનુ આગમન થયું હતું. લગ્નના બાર વર્ષ પછી પહેલીવાર ઘરમાં નાનાં શિશુનુ મીઠું રૂદન ગુંજવાનું શરૂ થયું હતું. બ્રિજેશભાઇએ ખર્ચ કરવામાં પાછું ફરીને જોયું ન હતું. ...Read More

25

ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 25

અઢાર વર્ષનો જુવાન જોધ છોકરો. ભાવેશ એનુ નામ. માની આંખનો તારો અને બાપની આશાઓનો મિનારો. બાઇક પર બેસીને કોલેજ જતો હતો, ત્યાં સામેથી એક કાર બેફામ ગતિમાં ઘસી આવી. એક જોરદાર ધમાકો. એક કરૂણ ચીસ. ફૂટબોલની જેમ હવામાં ફંગોળેયેલુ શરીર અને પછી નિશ્ચતેન બનીને રસ્તા પર પટકાયેલો કોઇનો લાડકવાયો. ...Read More