અંતરની મારી ખેવના પુરી થઈ હતી,પારણે જયારે રોશની ઝૂલી રહી હતી!!ચાર દાયકા પેલાની આ વાત છે. એક સામાન્ય પરિવારમાં એક લક્ષ્મીની ખેવના ધરાવતા દંપતીના આંગણે લક્ષ્મીએ પગલાં પાડ્યા હતા. હા, જયેશભાઇ ને ત્યાં એક પુત્રના જન્મ બાદ ૩ વર્ષે પુત્રીનો આજ જન્મ થયો હતો. પુત્રીના જન્મથી આખા ઘરમાં આનંદ છવાઈ ગયો હતો. ઘર જાણે તેના અવતારથી પ્રકાશિત થઈ ગયું હતું. આજ જયેશભાઈની ઈચ્છા પુરી થઈ હતી. એમને પોતાના પુત્ર પ્રત્યે પણ એટલી જ લાગણી પણ એમને દીકરીની ખેવના હતી જે પુરી થવાથી એ ખુબ જ ખુશ થયા હતા. દીકરી પણ આ આંગણે આવી એટલી જ ખુશ હોય એમ એના ચહેરા
Full Novel
પ્રેમ વેદના - ૧
અંતરની મારી ખેવના પુરી થઈ હતી,પારણે જયારે રોશની ઝૂલી રહી હતી!!ચાર દાયકા પેલાની આ વાત છે. એક સામાન્ય પરિવારમાં લક્ષ્મીની ખેવના ધરાવતા દંપતીના આંગણે લક્ષ્મીએ પગલાં પાડ્યા હતા. હા, જયેશભાઇ ને ત્યાં એક પુત્રના જન્મ બાદ ૩ વર્ષે પુત્રીનો આજ જન્મ થયો હતો. પુત્રીના જન્મથી આખા ઘરમાં આનંદ છવાઈ ગયો હતો. ઘર જાણે તેના અવતારથી પ્રકાશિત થઈ ગયું હતું. આજ જયેશભાઈની ઈચ્છા પુરી થઈ હતી. એમને પોતાના પુત્ર પ્રત્યે પણ એટલી જ લાગણી પણ એમને દીકરીની ખેવના હતી જે પુરી થવાથી એ ખુબ જ ખુશ થયા હતા. દીકરી પણ આ આંગણે આવી એટલી જ ખુશ હોય એમ એના ચહેરા ...Read More
પ્રેમ વેદના - ૨
અત્યાર સુધી આપણે જોયું કે રોશનીના લગ્નની ચર્ચા થઈ રહી હતી, પણ રોશનીને યોગ્ય કોઈ પ્રસ્તાવ આવ્યો નહોતો, રોશની નોકરી કરતી હતી ત્યાં તેનો સહકર્મી રાજ રોશનીથી પ્રભાવિત હતો. હવે આગળ...આંખ બંધ કરું તો તું નઝર આવે,ખુલી આંખે બધામાં તું નઝર આવે,ઘડીક વિચારું કે ખરી કોણ તું?પણ જે ચહેરે હૃદય પણ ધબકાર ચુકે એ સમયે નઝર સામે તું આવે.રાજના મનમાં રોશની નામ જ ગુંજતું હતું. રોશની રાજની અવગણના કરતી હતી, આથી રાજ માટે રોશની એક જીદ બની ગઈ હતી. એ જીદ રાજને પુરી જ કરવી હતી. રાજનો પ્રેમ ક્યારે જીદમાં રૂપાંતર થઈ ગયો એનો એને પણ ખ્યાલ ન હતો. ...Read More
પ્રેમ વેદના - 3
આપણે જોયું કે રાજ પોતાના મનની વાત રીટાબેન દ્વારા રોશની સુધી પહોંચાડવામાં સફળ થાય છે. પણ રોશની દ્વારા કોઈ પ્રતિભાવ ન મળતાં રાજ આવેશમાં આવી જાય છે. હવે આગળ....ચાહત ના સફરમાં પડાવ આવે છે ઘણા,ઘવાય છે, છીનવાય છે, લાગણીના તાંતણા ઘણા,મુંજાઈ જાય જીવ એવા બને છે બનાવ ઘણા,છતાં અતૂટ રહે સત્યપ્રેમ એવા છે દાખલા ઘણા!!રાજ હજુ પણ આશા રાખીને બેઠો હતો કે રોશની એની વાતને જરૂર વિચારતી હશે. એ થોડા દિવસ સુધી રોશનીનું વર્તનમાં કોઈ પરિવર્તન આવ્યું કે નહીં એ જ જોયા કરતો હતો. પણ રોશની તરફથી કોઈ જ પ્રતિભાવ હજુ સુધી રાજને મળ્યો નહતો. રોશનીએ બધું જ કિસ્મત પર ...Read More
પ્રેમ વેદના - ૪
આપણે જોયું કે રોશનીની વિચારધારા રાજ માટે થોડી બદલાઈ હતી. હવે આગળ...મનને જવાબ આપી ગયા એક પ્રેમભરી અનેક પ્રશ્નો કરી ગયા એક પ્રેમભરી નજરથી.રાજના મનમાં અનેક ઉથલપાથલ રોશનીએ રાજ સાથે વાત કરી તેથી થવા લાગી હતી. રાજનું મન હિલોળા ખાતું હતું. એ વિચારતો હતો કે રોશની પણ મને પસંદ જ કરે છે.. વળી રાજે લગ્નનો પ્રસ્તાવ રોશની સમક્ષ મુક્યો એને ઘણા મહિનાઓ થઈ ગયા હતા, છતાં રોશનીએ કોઈ પ્રતિભાવ તો નહોતો આપ્યો, તો શું હું કંઈક ખોટી ગાંઠ બાંધી રહ્યો છું? એવા વિચાર પણ રાજને વિવશ કરી રહ્યા હતા. રોશનીથી અજાણતા જ રાજને મૂક અનુમતિ અપાઈ ચુકી હતી આથી ...Read More
પ્રેમ વેદના - ૫
આપણે જોયું કે રોશનીએ રાજના લગ્ન પ્રસ્તાવનો સ્વીકાર કર્યો હતો. પણ રોશની એના પપ્પાને આ વાત કેવી રીતે જણાવે ઉપાધિમાં હતી. હવે આગળ...બોલવા જતા મન ખચકાય છે,કહેવા જતા જીભ અચકાય છે,મનમાં ખુબ વલોપાત થાય છે,દોસ્ત! કેમ રજુ કરું મનની વાત?શબ્દ મન અને મગજ વચ્ચે અથડાય છે!!!હંમેશા આજ્ઞાકિંત રહેનાર રોશની આજ કોઈ જ વિચાર કર્યા વગર ફક્ત લાગણીવશ થઈને રાજના લગ્ન પ્રસ્તાવનો સ્વીકાર કરીને આવી હતી. રોશની હજુ અમુક જ કલાકોની વાતચીતમાં આ મોટું ડગલું ભરીને આવી હતી. રોશની રાજની સામે રાજમય બની ગઈ હતી, પણ ઘરે પહોંચતા જ અનેક વિચારોમાં સપડાય ગઈ હતી. તેણે પોતે લીધેલ નિર્ણય પર રોશનીને ...Read More
પ્રેમ વેદના - ૬
આપણે આગળ જોયું કે, રોશની પોતાની મરજીથી જ રાજ જોડે પરણી રહી હતી છતાં એ હજુ હકીકતને દિલથી સ્વીકારી નહોતી. હવે આગળ...રોશનીનું સાસરામાં ખુબ સુંદર રીતે સ્વાગત થયું હતું. રોશનીના સાસુએ અને દેવર એ રોશનીને ખરા મનથી સ્વીકારી હતી, આથી રોશનીને પણ સાસરામાં સેટ થવું સરળ બની ગયું હતું. જોબ અને ઘરની જવાબદારી રોશની સારી રીતે નિભાવી રહી હતી, એ એટલા માટે શક્ય બન્યું હતું કારણ કે એના સાસુ પણ થોડું કોમ્પ્રોમાઈઝ કરતા હતા. જીવન તો જ સરળ બને જો ઘરના દરેક લોકો થોડું બીજાને સમજી શકે, એકબીજાને અનુકૂળ હોય એમ રહી શકે.. રોશની તો બહુ જ ખુશ રહેવા ...Read More
પ્રેમ વેદના - ૭
આપણે જોયું કે રોશની પોતાની વહાલસોય દીકરીની સંભાળમાં વ્યસ્ત હોય છે છતાં એ રાજનો જયારે સમય મળે કે તરત કરતી રહેતી હોય છે, પણ રાજ રોશની અને પોતાની વચ્ચે રહેલા અંતરનો દૂરપયોગ સંજના સાથે સમય વીતાવવામાં કરી રહ્યો હતો. હવે આગળ..ખરાબ તમે નહીં પણ ખરાબ સમય આવી જાય છે, ખુબ હોય છે પ્રેમ છતાં ઓછપ વર્તાય જાય છે, થાય એવા સંજોગ કે નિખાલસ્તામાં પણ ખોટ આવી જાય છે, છતાં કહું દોસ્ત એટલું જ કે ફક્ત વિશ્વાસ પર જ આખું આવરદા જીવાય જાય છે...રોશનીને થોડો ફેરફાર રાજના વર્તનમાં હવે જણાય રહ્યો હતો, કારણ કે રોજ રોશની જ રાજનો સંપર્ક કરતી હતી. છતાં ...Read More
પ્રેમ વેદના - ૮ (અંતિમભાગ)
આપણે આગળ જોયું કે, રોશનીને રાજ અને સંજનાના સંબંધની જાણ થઈ જાય છે, એ ખુબ નાસીપાસ થઈ જાય છે, ઘરમાં જેટલી પણ દવાઓ પડી હોય એ બધી ગળી જવાથી રોશનીની હાલત ગંભીર થઈ જાય છે. હવે આગળ...જિંદગીએ ઘણા દર્દ આપ્યા, શું ખબર હતી કે તારું આપેલ દર્દ, જિંદગી જ દર્દ છે એ સમજાવી દેશે!!રોશની દવાઓ ગળીને પોતાના રૂમમાં પડી પડી પોતાના નસીબને કોષી રહી હતી. ધીરે ધીરે દવાની અસર થવાથી તેનું બ્લડપ્રેસર કન્ટ્રોલ બહાર જતું રહ્યું હતું, શરીર ઠંડુ પડી ગયું હતું, આંખ સામે ના દ્રશ્ય અસ્પષ્ટ થવા લાગ્યા હતા. મગજ બસ એક જ વિચારમાં ચકડોરે ચડ્યું હતું કે ...Read More