ધ રીંગ

(9k)
  • 169.2k
  • 370
  • 120.4k

ક્યારેય જાણતાં અજાણતાં તમારી મુલાકાત કોઈ એવાં વ્યક્તિ સાથે થઈ જાય છે જે તમારી જીંદગી સમૂળગી બદલી નાંખે છે.. તમને ક્યારેક જીવવાનું કારણ આવી જ કોઈ વ્યક્તિ આપી જતી હોય છે.. પણ શું એ નિયતી દ્વારા પહેલાંથી જ તમારાં માટે નક્કી કરાયું હોય છે. ? મર્ડર એટ રિવરફ્રન્ટ અને પ્રેમ અગનની જ્વલંત સફળતા બાદ થોડો સમય લેખન પરથી બ્રેક લેવાનું વિચાર્યું હતું.. છતાં લેખન થી પોતાની જાતને અલગ નહીં કરી શકવાનાં કારણે આ સુંદર નોવેલ આપની સમક્ષ રજુ કરી રહ્યો છું.. આ નોવેલમાં એક એવાં પ્રેમ સંબંધ ની વાત છે જે સંજોગોવશાત નિર્માણ પામે છે.

Full Novel

1

ધ રીંગ - 1

ક્યારેય જાણતાં અજાણતાં તમારી મુલાકાત કોઈ એવાં વ્યક્તિ સાથે થઈ જાય છે જે તમારી જીંદગી સમૂળગી બદલી નાંખે છે.. ક્યારેક જીવવાનું કારણ આવી જ કોઈ વ્યક્તિ આપી જતી હોય છે.. પણ શું એ નિયતી દ્વારા પહેલાંથી જ તમારાં માટે નક્કી કરાયું હોય છે. ? મર્ડર એટ રિવરફ્રન્ટ અને પ્રેમ અગનની જ્વલંત સફળતા બાદ થોડો સમય લેખન પરથી બ્રેક લેવાનું વિચાર્યું હતું.. છતાં લેખન થી પોતાની જાતને અલગ નહીં કરી શકવાનાં કારણે આ સુંદર નોવેલ આપની સમક્ષ રજુ કરી રહ્યો છું.. આ નોવેલમાં એક એવાં પ્રેમ સંબંધ ની વાત છે જે સંજોગોવશાત નિર્માણ પામે છે. ...Read More

2

ધ રીંગ - 2

ભંગાણ ને આરે ઉભેલાં અમન ની જીંદગી માં તોફાન મચેલું હોય છે.. નશા ની હાલતમાં કાર ચલાવી રહેલાં અમનને એક યુવતી મળે છે જેનું નામ આલિયા હોય છે.. આલિયા એક કોલગર્લ હોય છે જેનું હમણાં જ બ્રેકઅપ થયું હોવાનાં લીધે એ પણ તણાવમાં હોય છે.. આલિયા ની તરફ ખેંચાણ અનુભવતો અમન આલિયા નાં દબાણ ને વશ થઈ એની પાછળ પાછળ આલિયા નાં કોટેજ માં પ્રવેશે છે. આ કોટેજ તો બહુ જ સુંદર છે.. આજુબાજુ નજર ઘુમાવતાં કોટેજની બનાવટ ને જોઈ અમન બોલ્યો. એ તો હોય જ ને.. એની માલકીન જો આટલી સુંદર છે.. અમન તરફ જોઈ કાતીલ મુસ્કાન વેરતાં આલિયા બોલી.. આલિયા ની આ અદાઓ જોઈ અમનને એ વાત ગળે ઉતરી ગઈ એ સાચેમાં એ એક હાઈ સોસાયટી પ્રોફેશનલ કોલગર્લ જ હતી. ...Read More

3

ધ રીંગ - 3

ભંગાણ ને આરે ઉભેલાં અમન ની જીંદગી માં તોફાન મચેલું હોય છે.. નશા ની હાલતમાં કાર ચલાવી રહેલાં અમનને એક યુવતી મળે છે જેનું નામ આલિયા હોય છે.. આલિયા એક કોલગર્લ હોય છે જેનું હમણાં જ બ્રેકઅપ થયું હોવાનાં લીધે એ પણ તણાવમાં હોય છે.. સંજોગોવશાત આલિયા અને અમન વચ્ચે શારીરિક સંબંધ બંધાય છે.. સવારે આલિયા જ્યારે ઉંઘમાંથી ઉઠે છે ત્યારે અમન ત્યાંથી નીકળી ગયો હોય છે અને સાથે-સાથે આલિયાની મમ્મી એ આપેલી રિંગ એની આંગળી પરથી ગાયબ હોય છે. ...Read More

4

ધ રીંગ - 4

અચાનક સંજોગોવશાત પ્રથમ વખત મળેલાં આલિયા અને અમન વચ્ચે શારીરિક સંબંધ બંધાય છે.. સવારે આલિયા જ્યારે ઉંઘમાંથી ઉઠે છે અમન ત્યાંથી નીકળી ગયો હોય છે અને સાથે-સાથે આલિયાની મમ્મી એ આપેલી રિંગ એની આંગળી પરથી ગાયબ હોય છે.. પોતાની એ રિંગ અમને જ ચોરી કરી હોવાનું સમજતી આલિયા અમનનો નંબર ડાયલ કરે છે પણ નંબર આઉટ ઓફ રિચ આવે છે.. આખરે વિઝીટિંગ કાર્ડ ઉપર આપેલાં અમનનાં ઓફિસ એડ્રેસ પર પોતે રૂબરૂ જશે એવો નિર્ણય આલિયા કરે છે. ...Read More

5

ધ રીંગ - 5

પ્રથમ વખત મળેલાં આલિયા અને અમન વચ્ચે શારીરિક સંબંધ બંધાય છે.. આલિયાની મમ્મી એ આપેલી રિંગ એની આંગળી પરથી હોય છે.. પોતાની એ રિંગ અમને જ ચોરી કરી હોવાનું સમજતી આલિયા વિઝીટિંગ કાર્ડ ઉપર આપેલાં અમનનાં ઓફિસ એડ્રેસ પર પોતે રૂબરૂ જાય છે.. પણ ત્યાં અમનની જગ્યાએ ઓફિસનાં માલિક અપૂર્વ ને મળીને એ નવાઈ પામી જાય છે... તો બીજી તરફ અપૂર્વ પણ અમન નું નામ સાંભળી ચિંતામાં આવી જાય છે. ...Read More

6

ધ રીંગ - 6

પોતાની એ રિંગ અમને જ ચોરી કરી હોવાનું સમજતી આલિયા વિઝીટિંગ કાર્ડ ઉપર આપેલાં અમનનાં ઓફિસ એડ્રેસ પર પોતે જાય છે.. પણ ત્યાં અમનની જગ્યાએ ઓફિસનાં માલિક અપૂર્વ ને મળીને એ નવાઈ પામી જાય છે... તો બીજી તરફ અપૂર્વ પણ અમન નું નામ સાંભળી ચિંતામાં આવી જાય છે.. આલિયા ને પોતાનાં ઘરે એક કવર મળે છે જેની અંદર શું હશે એ જોવાં આલિયા કવર ખોલે છે. પોતાને આ કવર મોકલાવનારું કોણ હશે એ વિચારતાં વિચારતાં અંદર શું હશે એ જાણવાં ઉત્સુકતા સાથે કવર ખોલ્યું અને અંદર રહેલી વસ્તુ બહાર નીકાળી.. અંદર ત્રણ ફોટોગ્રાફ હતાં. આલિયાએ એ ફોટો તરફ નજર ફેંકી એ સાથે જ એ ચમકી ગઈ. ...Read More

7

ધ રીંગ - 7

અમને આપેલાં વિઝીટિંગ કાર્ડ ઉપર આપેલાં અમનનાં ઓફિસ એડ્રેસ પર આલિયા પોતે રૂબરૂ જાય છે.. પણ ત્યાં અમમની જગ્યાએ માલિક અપૂર્વ ને મળીને એ નવાઈ પામી જાય. આલિયા ને કવરમાં અપૂર્વ અને અમનનાં સાથે હોય એવાં ફોટો મળે છે.. આ ફોટો લઈને આલિયા પાછી અપૂર્વને મળે છે.. પણ અપૂર્વ દ્વારા અમનને ના ઓળખવાની વાત કહેતાં આલિયા ત્યાંથી નીકળી જાય છે.. અપૂર્વ ચિંતા માં આવી હનીફ ને આલિયાનો પીછો કરવાનો હુકમ કરે છે. આલિયા નો પીછો કરવાનું કામ હનીફ ને સોંપ્યા બાદ અપૂર્વ અગ્નિહોત્રી એક અન્ય વ્યક્તિ સાથે પણ આલિયા નાં વિષયમાં ચર્ચા કરે છે.. આલિયા સાથે થયેલી મુલાકાત અપૂર્વની શાંતિ હણનારી સાબિત થઈ ગઈ હતી.. હનીફ નાં ગયાં નાં ત્રણ કલાક બાદ અપૂર્વ નાં ફોનની રિંગ વાગી.. અપૂર્વ એ જોયું તો કોલ હનીફ નો હતો. ...Read More

8

ધ રીંગ - 8

આલિયા ને કવરમાં અપૂર્વ અને અમનનાં સાથે હોય એવાં ફોટો મળે છે.. આ ફોટો લઈને આલિયા પાછી અપૂર્વને મળે પણ અપૂર્વ દ્વારા અમનને ના ઓળખવાની વાત કહેતાં આલિયા ત્યાંથી નીકળી જાય છે.. અપૂર્વ ચિંતા માં આવી હનીફ ને આલિયાનો પીછો કરવાનો હુકમ કરે છે. હનીફ અપૂર્વને આલિયા એનો પીછો કરતી હોવાની અને પોલીસ સ્ટેશન ગઈ હોવાની માહિતી આપે છે જે સાંભળી અપૂર્વ હનીફ ને આલિયા ની હત્યાની સુપારી આપી દે છે. ...Read More

9

ધ રીંગ - 9

અપૂર્વ દ્વારા અમનને ના ઓળખવાની વાત કહેતાં આલિયા ત્યાંથી નીકળી જાય છે.. અપૂર્વ ચિંતા માં આવી હનીફ ને આલિયાનો કરવાનો હુકમ કરે છે. હનીફ અપૂર્વને આલિયા એનો પીછો કરતી હોવાની અને પોલીસ સ્ટેશન ગઈ હોવાની માહિતી આપે છે જે સાંભળી અપૂર્વ હનીફ ને આલિયા ની હત્યાની સુપારી આપી દે છે.. ગોપાલ સાથેનાં પોતાનાં ભૂતકાળમાં કરેલાં વ્યવહારનાં લીધે આલિયા ગોપાલની મદદ લેવાનો વિચાર પડતો મૂકે છે.. એક વ્યક્તિ હાથમાં ખંજર લઈને આલિયાની તરફ આગળ વધી રહ્યું હોય છે. ...Read More

10

ધ રીંગ - 10

પોતાની મમ્મી દ્વારા આપવામાં આવેલી ડાયમંડ રિંગ શોધવાની પળોજણમાં આલિયા નાં જીવ ઉપર ત્યારે બની આવે છે જ્યારે હનીફ આલિયા એનો પીછો કરતી હોવાની અને પોલીસ સ્ટેશન ગઈ હોવાની માહિતી આપે છે જે સાંભળી અપૂર્વ હનીફ ને આલિયા ની હત્યાની સુપારી આપી દે છે. આલિયા ની હત્યા કરવાં પહોંચેલો હનીફ આલિયા નાં રૂપને જોઈ મોહી જાય છે જ્યાં આલિયા એને છેતરીને ભાગી છૂટે છે.. હનીફથી બચવા દોડતી આલિયાની ટક્કર એક વાહન સાથે થાય છે અને એ ઘાયલ થઈને જમીન પર પડે છે. ...Read More

11

ધ રીંગ - 11

અપૂર્વ દ્વારા આલિયા ની હત્યાની સુપારી મળતાં આલિયા ની હત્યા કરવાં પહોંચેલો હનીફ આલિયા નાં રૂપને જોઈ મોહી જાય જ્યાં આલિયા એને છેતરીને ભાગી છૂટે છે.. હનીફથી બચવા દોડતી આલિયાની ટક્કર એની મદદ કરવાં આવેલાં ઇન્સ્પેક્ટર ગોપાલ ઠાકરે ની સ્કોર્પિયો સાથે થાય છે.. ગંભીર હાલતમાં ઘવાયેલી આલિયા ને ગોપાલ હોસ્પિટલમાં લાવે છે.. જ્યાં આલિયા ને જરૂરી બ્લડ ગ્રુપનું લોહી ઉપલબ્ધ નહીં હોવાની વાત ગોપાલ સાંભળી જાય છે. ...Read More

12

ધ રીંગ - 12

હનીફથી બચવા દોડતી આલિયાની ટક્કર એની મદદ કરવાં આવેલાં ઇન્સ્પેક્ટર ગોપાલ ઠાકરે ની સ્કોર્પિયો સાથે થાય છે.. ગંભીર હાલતમાં આલિયા ને ગોપાલ હોસ્પિટલમાં લાવે છે.. જ્યાં આલિયા ને જરૂરી બ્લડ ગ્રુપનું લોહી ઉપલબ્ધ નહીં હોવાની વાત ગોપાલ સાંભળી જતાં પોતાનું લોહી આપી આલિયા ને બચાવવામાં મદદ કરે છે.. પોતે જ આલિયા ની હત્યા માટે હનીફને મોકલ્યો હતો એ વાત આલિયા સમજી ગઈ હોવાની વાત હનીફ દ્વારા ખબર પડ્યાં બાદ અપૂર્વ એક યુવતીને પોતે બનાવેલાં પ્લાનમાં સામેલ કરે છે. ...Read More

13

ધ રીંગ - 13

ગંભીર હાલતમાં ઘવાયેલી આલિયા ને ગોપાલ હોસ્પિટલમાં લાવે છે.. જ્યાં આલિયા ને જરૂરી બ્લડ ગ્રુપનું લોહી ઉપલબ્ધ નહીં હોવાની ગોપાલ સાંભળી જતાં પોતાનું લોહી આપી આલિયા ને બચાવવામાં એ મદદ કરે છે. ભવિષ્યમાં આલિયા પોતાનાં માટે જોખમી પુરવાર થઈ શકે છે એવું વિચારી અપૂર્વ પોતાની પ્રેમિકા સાથે મળીને આલિયા ને ઠેકાણે પાડવાનું આયોજન કરે છે.. અપૂર્વ ની પ્રેમિકા આલિયા નાં શરીરમાં સાયનાઈડ ઈન્જેકટ કરવાની હોય છે ત્યાં ગોપાલ રૂમમાં આવી ચડે છે. ...Read More

14

ધ રીંગ - 14

ભવિષ્યમાં આલિયા પોતાનાં માટે જોખમી પુરવાર થઈ શકે છે એવું વિચારી અપૂર્વ પોતાની પ્રેમિકા સાથે મળીને આલિયા ને ઠેકાણે આયોજન કરે છે.. અપૂર્વ ની પ્રેમિકા આલિયા નાં શરીરમાં સાયનાઈડ ઈન્જેકટ કરવાની હોય છે ત્યાં ગોપાલ રૂમમાં આવી ચડે છે. અપૂર્વ અને એની પ્રેમિકા ગોપાલ ને ઘાયલ કરીને ભાગવામાં સફળ થાય છે.. આલિયા ભાનમાં આવીને અમનનું નામ બોલે છે.. આ નામ પોતે ક્યાંક લખેલું જોયું હતું એ ગોપાલને યાદ આવી ચૂક્યું હોય છે. ...Read More

15

ધ રીંગ - 15

ભવિષ્યમાં આલિયા પોતાનાં માટે જોખમી પુરવાર થઈ શકે છે એવું વિચારી અપૂર્વ પોતાની પ્રેમિકા સાથે મળીને આલિયા ને ઠેકાણે જે આયોજન કરે છે એ ગોપાલનાં લીધે અસફળ થાય છે.. ગોપાલ ને યાદ આવે છે કે આલિયા દ્વારા જે નામ બોલવામાં આવ્યું એ નામ અમન એને ક્યાં વાંચ્યું હતું.. અપૂર્વ ની પ્રેમિકા હકીકતમાં અમનની પત્ની રીના હોય છે. રીના નાં અમનની સાથેનાં લગ્ન પછી પણ અપૂર્વ અને રીનાનો પ્રેમ સંબંધ ચાલુ હોય છે. ...Read More

16

ધ રીંગ - 16

ગોપાલ ને યાદ આવે છે કે આલિયા દ્વારા જે નામ બોલવામાં આવ્યું એ નામ અમન એને ક્યાં વાંચ્યું હતું.. ની પ્રેમિકા હકીકતમાં અમનની પત્ની રીના હોય છે. રીના નાં અમનની સાથેનાં લગ્ન પછી પણ અપૂર્વ અને રીનાનો પ્રેમ સંબંધ ચાલુ હોય છે. અપૂર્વ રીનાને અમનની હત્યા કરવાનું કહે છે.. આલિયા ને ભાન આવી જતાં ગોપાલ એને બધું સત્ય જણાવી દેવાનું કહે છે.. જેનાં લીધે આલિયા દ્વિધા માં મુકાઈ જાય છે. ...Read More

17

ધ રીંગ - 17

અપૂર્વ ની પ્રેમિકા હકીકતમાં અમનની પત્ની રીના હોય છે. રીના નાં અમનની સાથેનાં લગ્ન પછી પણ અપૂર્વ અને રીનાનો સંબંધ ચાલુ હોય છે. અમન સાથે ડાયવોર્સ લેવાં રીના અને અપૂર્વ એક યોજનાને સફળતાપૂર્વક અંજામ આપે છે.. આલિયા ગોપાલ પોતાની સાથે જોડાયેલું બધું સત્ય જણાવી દે છે.. ગોપાલ હનીફ ને પકડવા કંઈક યુક્તિ વિચારે છે. રીના ને હતું કે અપૂર્વની યોજના મુજબ પોતે અમનને ડાયવોર્સ આપવામાં સફળતા મેળવી શકશે.. પણ અચાનક રીના નાં ફોનની રિંગ વાગી.. રીના એ જોયું તો કોઈ અજાણ્યાં નંબર પરથી કોલ હતો.. રીના એ કોલ રિસીવ કર્યો ત્યાં સામેથી અવાજ આવ્યો. ...Read More

18

ધ રીંગ - 18

અમન સાથે રીનાનાં ડાયવોર્સ થઈ શકે એ હેતુથી રીના અને અપૂર્વ એક યોજનાને સફળતાપૂર્વક અંજામ આપે છે.. પણ એક અમનનું મોત થાય છે જે હકીકતમાં અપૂર્વ નું કાવતરું હોય છે એવી ખબર છતાં અપૂર્વ નાં પ્રેમમાં આંધળી બનેલી રીના એની સાથે લગ્નનું નક્કી કરી દે છે. આલિયા ગોપાલ પોતાની સાથે જોડાયેલું બધું સત્ય જણાવી દે છે.. ગોપાલ હનીફ ને પકડવા એનાં મોબાઈલ ની લોકેશનનો ઉપયોગ કરવાની યોજના અમલમાં મૂકે છે. ...Read More

19

ધ રીંગ - 19

અમન સાથે રીનાનાં ડાયવોર્સ થઈ શકે એ હેતુથી રીના અને અપૂર્વ એક યોજનાને સફળતાપૂર્વક અંજામ આપે છે.. પણ એક અમનનું મોત થાય છે જે હકીકતમાં અપૂર્વ નું કાવતરું હોય છે એવી ખબર છતાં અપૂર્વ નાં પ્રેમમાં આંધળી બનેલી રીના એની સાથે લગ્નનું નક્કી કરી દે છે. આલિયા ગોપાલ પોતાની સાથે જોડાયેલું બધું સત્ય જણાવી દે છે. એકતરફ હનીફ મુંબઈ છોડવાની તૈયારી કરી રહ્યો હતો તો બીજી તરફ ગોપાલ એને પકડવા પોતાની ટીમ સાથે નીકળી પડ્યો હતો. ...Read More

20

ધ રીંગ - 20

અપૂર્વ નાં પ્રેમમાં આંધળી બનેલી રીના પોતાનાં પતિ અમનની હત્યા બાદ પણ અપૂર્વની સાથે લગ્નનું નક્કી કરી દે છે. ગોપાલને પોતાની સાથે જોડાયેલું બધું સત્ય જણાવી દે છે. મુંબઈ છોડવાની તૈયારી કરી રહેલાં હનીફને ગોપાલ પકડી પાડે છે.. હનીફ સીધી રીતે સત્ય કબુલતો ન હોવાથી ગોપાલ એની રિમાન્ડ લેવાનું પોતાનાં સાથીદારો ને જણાવે છે. રાતનાં લગભગ સાડા અગિયાર વાગે ગોપાલ અને આલિયા ગોપાલનાં ઘરે પહોંચ્યા.. ઘરે પહોંચવામાં મોડું થઈ જશે એમ વિચારી એ લોકોએ રસ્તામાં જ એક રેસ્ટોરેન્ટમાં જમવાનું પતાવી લીધું હતું. ઘરે પહોંચતાં જ આલિયા એ ગોપાલનો આભાર માનતાં કહ્યું. ...Read More

21

ધ રીંગ - 21

મુંબઈ છોડવાની તૈયારી કરી રહેલાં હનીફને ગોપાલ પકડી પાડે છે.. આલિયા અને ગોપાલ પ્રેમ રૂપી બંધન માં હવે પૂર્ણતઃ ચુક્યાં હોય છે. હનીફ રિમાન્ડ દરમિયાન કબૂલ કરે છે કે અપૂર્વ નાં કહેવાથી જ એને આલિયા ની હત્યાની કોશિશ કરી હતી.. ગોપાલ પોતાની ટીમ સાથે અપૂર્વને પકડવા જાય છે ત્યારે અપૂર્વ હનીફની ધરપકડની ખબર સાંભળ્યાં બાદ અમનનાં ઘર તરફ પ્રયાણ કરે છે. ...Read More

22

ધ રીંગ - 22 - છેલ્લો ભાગ

હનીફ રિમાન્ડ દરમિયાન કબૂલ કરે છે કે અપૂર્વ નાં કહેવાથી જ એને આલિયા ની હત્યાની કોશિશ કરી હતી.. ગોપાલ બુદ્ધિમત્તાથી એ જાણી લે છે કે અપૂર્વ અત્યારે અમનનાં ઘરે હાજર હતો.. અપૂર્વ રીના ને મુંબઈ છોડી દેવાની વાત કરે છે ત્યારે રીના અપૂર્વ સાથે એમ કહી તકરાર કરે છે કે એનાં લીધે જ આ બધું થઈ રહ્યું છે.. ગુસ્સામાં અપૂર્વ રીનાની હત્યા કરવાં આગળ વધે છે. ...Read More