મોત ની સફર

(13k)
  • 256k
  • 261
  • 126.1k

સતત પાંચ હોરર ફિક્શન ની જ્વલંત સફળતા બાદ પોતાની જાતને કંઈક નવું લખવાં માટે ની સતત પ્રેરણા આપ્યાં બાદ મારાં રેગ્યુલર વિષય હોરર પરથી હટીને કંઈક નવી જ વિષય વસ્તુ સાથે લઈને આવી છું આ નોવેલ જેનું નામ છે મોત ની સફર. મારાં મોટાં ભાઈ જતીન પટેલ ની નોવેલ આક્રંદ માં એમને જે મહેનત કરીને જીન્ન ની દુનિયાનાં રહસ્યો ને વાંચકો સમક્ષ ઉઘાડાં પાડ્યાં હતાં એ જ રીતે હું પણ આ નોવેલમાં અમુક એવી જ રહસ્યમયી વસ્તુઓ વિશે નું રહસ્ય તમારી સમક્ષ રજુ કરીશ. રિયાલિટી અને ફિક્શન નો એક સુમેળભર્યો સમન્વય કરીને આ નવલકથાનું સર્જન થયેલું છે.

Full Novel

1

મોત ની સફર - 1

સતત પાંચ હોરર ફિક્શન ની જ્વલંત સફળતા બાદ પોતાની જાતને કંઈક નવું લખવાં માટે ની સતત પ્રેરણા આપ્યાં બાદ રેગ્યુલર વિષય હોરર પરથી હટીને કંઈક નવી જ વિષય વસ્તુ સાથે લઈને આવી છું આ નોવેલ જેનું નામ છે મોત ની સફર. મારાં મોટાં ભાઈ જતીન પટેલ ની નોવેલ આક્રંદ માં એમને જે મહેનત કરીને જીન્ન ની દુનિયાનાં રહસ્યો ને વાંચકો સમક્ષ ઉઘાડાં પાડ્યાં હતાં એ જ રીતે હું પણ આ નોવેલમાં અમુક એવી જ રહસ્યમયી વસ્તુઓ વિશે નું રહસ્ય તમારી સમક્ષ રજુ કરીશ. રિયાલિટી અને ફિક્શન નો એક સુમેળભર્યો સમન્વય કરીને આ નવલકથાનું સર્જન થયેલું છે. ...Read More

2

મોત ની સફર - 2

પોતાનાં પિતાજીની એન્ટિક ચીજવસ્તુઓની દુકાનમાંથી મળેલાં ખજાનાનાં નકશા નાં સથવારે વિરાજ પોતાનાં મિત્રો ડેની અને સાહિલ ને પોતાની સાથે મનાવી લે છે. સાહિલ હસન નામનાં વ્યક્તિ જોડે આ નકશાની ખરાઈ કરાવે છે. હસન એ લોકોને ગુરુ નામનાં એક વ્યક્તિને સાથે લઈ જવાનું જણાવે છે.. એટલે ગુરુને જોડે લઈ એ ત્રણ મિત્રો ગ્રેટ નિકોબાર ટાપુ ની કેમ્પલ ની ખાડી જોડે આવેલાં જંગલોમાંથી પસાર થઈને નકશામાં બતાવેલી ગુફા સુધી પહોંચી જાય છે. ...Read More

3

મોત ની સફર - 3

વિરાજ અને એનાં મિત્રો નકશામાં બતાવેલાં ખજાના સુધી પહોંચી ગયાં.. અહીં એમને ત્રણ મૃતદેહો પણ નજરે ચડ્યાં જેમાંથી એકનાં ગુરુ નાં કહ્યાં મુજબ ડેવિલ બાઈબલ નાં ખોવાયેલાં પન્ના હતાં.. તપાસ કરતાં એમાંથી એક મૃતદેહ બ્રિટનનાં કેંટબરી ની લ્યુસી હોવાનું માલુમ પડ્યું.. લ્યુસી સમેત અન્ય બે મૃતદેહોને દફન કરી વિરાજ અને એનાં મિત્રો ગુફાની બહાર નીકળી પહાડી ની ચોટી ઉપર પહોંચી આરામ માટે રાત્રીરોકાણ કરે છે. ...Read More

4

મોત ની સફર - 4

ગ્રેટ નિકોબાર ટાપુ પર આવેલો રાજા દેવ વર્મન નો ખજાનો શોધી શક્ય એટલો ખજાનો પોતાની સાથે લઈ વિરાજનાં ગુરુ મિત્રો શ્યામપુર પાછાં આવી પહોંચ્યાં હતાં. જોડે લઈને આવેલાં ખજાનામાંથી બધાં ની જીંદગી યોગ્ય રફતારમાં દોડવા લાગી.. પણ કહ્યું છે ને જીંદગી ક્યાં કઈ જગ્યાએ ટર્ન લઈ લે એની કોઈને ખબર નથી હોતી.. આવો જ એક વિચાર વિરાજનાં મનમાં થયો અને એને ગુફામાંથી મળેલ લ્યુસીનો પાસપોર્ટ અને એની અમુક વસ્તુઓ એનાં પરિવારને સુપ્રત કરવાં લ્યુસીનાં ઘરે કેંટબરી જવાનું વિચાર્યું. ...Read More

5

મોત ની સફર - 5

વિરાજ અને એનાં ત્રણેય મિત્રો દ્વારા રાજા દેવવર્મન નો ખજાનો શોધી લેવાયાં બાદ એ દરેકની જીંદગી સુખરૂપ દોડી રહી વિરાજે ગુફામાંથી મળેલો લ્યુસીનો સામાન એનાં પરિવારને આપી એમને લ્યુસી સાથે શું થયું એ જણાવવા માટે લ્યુસીનાં ઘરે કેંટબરી જવાનું નક્કી કર્યું.. જે માટે ડેની, ગુરુ અને સાહિલ પણ તૈયાર થયાં. એ લોકો લંડન ની હોટલ લેન્ડમાર્કમાં ઉતર્યા જ્યાં વિરાજની નજરે એક ભેદી વ્યક્તિ ચડ્યો. ...Read More

6

મોત ની સફર - 6

લ્યુસીનાં પિતાજી નાથન ને મળી લ્યુસી સાથે શું બન્યું એ જણાવી એનાં મૃતદેહ જોડેથી મળી આવેલી વસ્તુઓ એમને સોંપવાનું કાર્ય કર્યા બાદ વિરાજ અને એનાં દોસ્તો નાથને એમને આપેલી લ્યુસીની પર્સનલ ડાયરી લઈને એનાં ઘરની બહાર આવી પહોંચ્યા. ડેની આ ડાયરી સંદર્ભમાં કંઈક બોલવાં જતો હતો પણ એને અટકાવતાં વિરાજે કહ્યું. અત્યારે દોઢ વાગી ગયો છે.. એક કામ કરીએ કોઈ સારી રેસ્ટોરેન્ટ શોધી જમવા જઈએ.. ત્યાં જઈ વિચારીશું કે હવે આગળ શું કરીશું.. ...Read More

7

મોત ની સફર - 7

રાજા દેવ વર્મનનો ખજાનો શોધીને પોતાનાં ઘરે આવેલાં વિરાજ અને એનાં મિત્રો કેંટબરી જાય છે.. જ્યાં લ્યુસીનાં પિતાજી નાથન મળી એ લ્યુસીની વસ્તુઓ એમને સુપ્રત કરે છે અને લ્યુસી સાથે શું થયું એની માહિતી આપે છે. નાથન એ લોકોને લ્યુસીની ડાયરી આપે છે જેની ઉપરથી એ લોકો ને લ્યુસી સાથે જોડાયેલી ઘણી વાતો જાણવાં મળે છે.. યાના, કાર્તિક અને પ્રોફેસર રિચાર્ડ નું નામ ડાયરીમાં હોય છે. ડાયરીમાં લ્યુસી પોતાનાં પિતાજીનાં સપનાં સમાન ફિલોસોફર સ્ટોન નો ઉલ્લેખ કરે છે. ...Read More

8

મોત ની સફર - 8

બાકીની ડેવિલ બાઈબલ ક્યાં હતી એની માહિતી મેળવવાં નીકળેલાં વિરાજ અને એનાં ત્રણ મિત્રો ને લ્યુસીની ડાયરી દ્વારા લ્યુસી જોડાયેલી ઘણી માહિતી મળે છે.. લ્યુસી ફિલોસોફર સ્ટોન નામનાં રહસ્યમય પથ્થરની શોધમાં પેરિસનાં કેટાકોમ્બ ની સફરે જવાનું નક્કી કરે છે.. આગળ લ્યુસી ની ડાયરીનાં પન્ના કોરાં જોઈ વિરાજ અને એનાં બધાં મિત્રો લ્યુસીનાં બોયફ્રેન્ડ માઈકલ ને શોધવા જવાનું નક્કી કરે છે. સવાર પડતાં જ નાહી ધોઈને બધાં મિત્રો વિરાજનાં રૂમમાં એકઠાં થયાં.. ત્યાં જ એમને નાસ્તો મંગાવી લીધો.. નાસ્તો કર્યાં બાદ કઈ રીતે માઈકલ સુધી પહોંચવું એની ચર્ચા એ લોકો કરવાં લાગ્યાં. ...Read More

9

મોત ની સફર - 9

લ્યુસીનાં પિતાજી નાથન જોડેથી મળેલી લ્યુસીની ડાયરી પરથી વિરાજ અને એનાં મિત્રોને ખબર પડે છે કે લ્યુસી પેરિસનાં કેટાકોમ્બ જઈ ફિલોસોફર સ્ટોન શોધવાનાં અભિયાન પર નીકળે છે.. પણ એ ત્યાં પહોંચી કે નહીં એનો ડાયરીમાં કોઈ ઉલ્લેખ ના હોવાથી એ લોકો લ્યુસીનાં બોયફ્રેન્ડ માઈકલ ને મળે છે.. માઈકલ જણાવે છે કે લ્યુસી ની સાથે એને પણ પેરિસ જવાનું નક્કી કરી લીધું હતું. ...Read More

10

મોત ની સફર - 10

માઈકલ દ્વારા સાહિલ અને એનાં દોસ્તોને લ્યુસી ની ફિલોસોફર સ્ટોન શોધવાની સફર દરમિયાન શું-શું ઘટનાઓ બની એ વિશેની વિતક ચાલુ હોય છે.. અત્યાર સુધી પાતાળ નાં ચાર આવરણો ને પાર કરી પાંચમા આવરણ સુધીની સફરની વાત કર્યાં બાદ રસ્તામાં હાજર નરકનાં ખુંખાર સજીવોથી બચીને આગળ એ લોકો કઈ રીતે વધ્યાં એ વિશે માઈકલ જણાવવાનું શરૂ કરે છે. ...Read More

11

મોત ની સફર - 11

માઈકલ દ્વારા સાહિલ અને એનાં દોસ્તોને લ્યુસી ની ફિલોસોફર સ્ટોન શોધવાની સફર દરમિયાન શું-શું ઘટનાઓ બની એ વિશેની વિતક ચાલુ હોય છે.. અત્યાર સુધી પાતાળ નાં પાંચ આવરણો ને પાર કરી છઠ્ઠા આવરણમાં મોજુદ મહાકાય સર્પ ને ટનલમાં ફસાવી એ લોકો લાકડાં ની પેટીમાં મોજુદ વસ્તુ કઈ હતી એ જોવાં આગળ વધે છે.. પેટી ખોલતાં જ એ લોકોની નજરે એક પુસ્તક ચડે છે જેની ઉપર લખ્યું હોય છે Codex Gigas. ...Read More

12

મોત ની સફર - 12

વિરાજ અને એનાં મિત્રોને માઈકલ જણાવે છે કે એ પણ લ્યુસીની સાથે ફિલોસોફર સ્ટોન શોધવા ગયો હતો.. જ્યાં એક એક પાતાળ નાં આવરણોને પાર કરીને ડેવિલ બાઈબલ સુધી જઈ પહોંચે છે.. પણ કાર્તિક ની હાલત નાજુક હોવાથી એ લોકો ફિલોસોફર સ્ટોન સુધી પહોંચવા આગળ નીકળી પડે છે.. ફિલોસોફર સ્ટોન સુધી પહોંચ્યા બાદ એની મદદથી લ્યુસી કાર્તિક ને બચાવવાનું વિચારતી હોય છે પણ એક લખાણ પર નજર પડતાં એ કંઈક ચિંતામાં આવી જાય છે. ...Read More

13

મોત ની સફર - 13

પેરિસનાં કેટાકોમ્બમાં ફિલોસોફર સ્ટોન શોધવાની લ્યુસી અને પોતાની સફર હેમખેમ પુરી થઈ હોવાનું માઈકલ જણાવે છે. પોતાની જોડે ફિલોસોફર અત્યારે જોડે ના હોવાનું દુઃખ માઈકલ દ્વારા એને ડેવિલ બાઈબલ આપતાં દૂર થઈ ગયું.. લંડન પાછાં આવ્યાં બાદ લ્યુસીએ પોતાની રીતે માહિતી મેળવી કે એ રહસ્યમય પુસ્તક નાં અમુક પન્ના ગાયબ છે અને એ પન્ના વિશ્વની બે અલગ-અલગ જગ્યાઓએ રાખેલાં છે.. પોતે આ પન્ના શોધ્યા બાદ જ એ ડેવિલ બાઈબલ ને મ્યુઝિયમ ને હવાલે કરશે એવું મન લ્યુસી બનાવી ચુકી હોય છે. ...Read More

14

મોત ની સફર - 14

માઈકલ દ્વારા વિરાજ અને એનાં મિત્રોને લ્યુસી ની ફિલોસોફર સ્ટોન શોધવાની સંપૂર્ણ કહાની અંગે જણાવવામાં આવે છે.. આ સફર પોતાની જોડે લાવેલી ડેવિલ બાઈબલ નાં ગાયબ પન્ના શોધવાની કોશિશમાં જ લ્યુસી ઈન્ડિયા નાં ગ્રેટ નિકોબાર ટાપુ ઉપર જઈ પહોંચી હતી.. સાહિલ લ્યુસીની લાશ જોડેથી મળેલાં ડેવિલ બાઈબલ નાં પન્ના માઈકલ ને સુપ્રત કરે છે કેમકે ડેવિલ બાઈબલ એની જોડે હોય છે.. માઈકલ ફોન કરીને પોતે સાહિલ અને એનાં દોસ્તોને મળવાં માંગે છે એવું જણાવે છે જેનો એ લોકો સહર્ષ સ્વીકાર કરે છે. ...Read More

15

મોત ની સફર - 15

ડેવિલ બાઈબલ નાં અધૂરાં પન્ના શોધી ડેવિલ બાઈબલ ને સંપૂર્ણ બનાવવાની લ્યુસીની અધૂરી ઈચ્છા ને પુરી કરવાં માટે માઈકલ જવાનો પ્રસ્તાવ સાહિલ અને એનાં દોસ્તો જોડે રાખે છે.. થોડી ઘણી ચર્ચા વિચારણા કર્યા બાદ એ ચારેય દોસ્તો આ નવી રોમાંચક સફર માટે હામી ભરી દે છે. વિરાજ અને એનાં દોસ્તો હોટલ પહોંચ્યા બાદ જમવાનું પૂરું કરી લંડન દર્શન કરવાં નીકળી જાય છે કેમકે એ લોકોને ખબર હોય છે કે વહેલાં મોડું ઈજીપ્ત જવાનું આવી શકે છે.. એટલે ઈજીપ્ત ની પડકારજનક સફર પર ગયાં પહેલાં યુરોપ ની થોડી ઘણી સેર કરવાનો એ લોકોનો ઈરાદો હતો. ...Read More

16

મોત ની સફર - 16

ડેવિલ બાઈબલ નાં અધૂરાં પન્ના શોધી ડેવિલ બાઈબલ ને સંપૂર્ણ બનાવવાની લ્યુસીની અધૂરી ઈચ્છા ને પુરી કરવાં માટે માઈકલ જવાનો પ્રસ્તાવ સાહિલ અને એનાં દોસ્તો જોડે રાખે છે.. થોડી ઘણી ચર્ચા વિચારણા કર્યા બાદ એ ચારેય દોસ્તો આ નવી રોમાંચક સફર માટે હામી ભરી દે છે.યુરોપ ની સફર બાદ વિરાજ જ્યારે લંડન માં એ લોકો રોકાયાં હતાં એ હોટલમાં આવે છે જ્યાં વિરાજ ને એક લેટર અને થોડીક વસ્તુઓ મળે છે.. એ બધું કોને મોકલાવ્યું હશે એ વિષયમાં વિચારતાં વિચારતાં વિરાજ સુઈ જાય છે. ...Read More

17

મોત ની સફર - 17

અધૂરી ડેવિલ બાઈબલ નાં બાકીનાં પન્ના શોધવા માઈકલ સાથે જવાં સાહિલ અને એનાં મિત્રો તૈયાર થઈ જાય છે.આખરે ફ્લાઈટ આવેલી રહસ્યમય કુદરતી વિપદાને પાર કરી સાહિલ અને એનાં ત્રણ મિત્રો માઈકલની સાથે ઈજીપ્તનાં કૈરો શહેરમાં આવી પહોંચ્યાં હતાં. એ લોકો હોટલ બેસ્ટ વ્યુ પોઈન્ટ માં રોકાયાં. ...Read More

18

મોત ની સફર - 18

અધૂરી ડેવિલ બાઈબલ નાં બાકીનાં પન્ના શોધવા માઈકલ સાથે જવાં સાહિલ અને એનાં મિત્રો તૈયાર થઈ જાય છે.આખરે ફ્લાઈટ આવેલી રહસ્યમય કુદરતી વિપદાને પાર કરી સાહિલ અને એનાં ત્રણ મિત્રો માઈકલની સાથે ઈજીપ્તનાં કૈરો શહેરમાં આવી પહોંચ્યાં હતાં. કૈરો નાં જોવાલાયક સ્થળોની મુલાકાત લઈને એ લોકો નાઈલ નદીનાં રસ્તે અલ અરમાના જવાં માટે તૈયાર થઈ ગયાં. ...Read More

19

મોત ની સફર - 19

અધૂરી ડેવિલ બાઈબલ નાં બાકીનાં પન્ના શોધવા માઈકલ સાથે જવાં સાહિલ અને એનાં મિત્રો તૈયાર થઈ જાય છે. આખરે દરમિયાન આવેલી રહસ્યમય કુદરતી વિપદાને પાર કરી સાહિલ અને એનાં ત્રણ મિત્રો માઈકલની સાથે ઈજીપ્તનાં કૈરો શહેરમાં આવી પહોંચ્યાં હતાં. કૈરો નાં જોવાલાયક સ્થળોની મુલાકાત લઈને એ લોકો નાઈલ નદીનાં રસ્તે અલ અરમાના શહેર આવી ગયાં.. અલ અરમાના થી રકીલા આવી પહોંચ્યા બાદ બીજાં દિવસે ઊંટ પર બેસી એ આઠેય લોકોએ હબીબી ખંડેર સુધીની સફર શરૂ કરી દીધી. ...Read More

20

મોત ની સફર - 20

અધૂરી ડેવિલ બાઈબલ નાં બાકીનાં પન્ના શોધવા સાહિલ અને એનાં ત્રણ મિત્રો માઈકલની સાથે ઈજીપ્તનાં કૈરો શહેરમાં આવી પહોંચ્યાં નાં જોવાલાયક સ્થળોની મુલાકાત લઈને એ લોકો નાઈલ નદીનાં રસ્તે અલ અરમાના શહેર આવી ગયાં.. અબુ, કાસમ અને જોહારી નામમાં ત્રણ સ્થાનિક નાગરિકો પણ એ લોકો સાથે જોડાયાં હતાં.અલ અરમાના થી રકીલા આવી પહોંચ્યા બાદ બીજાં દિવસે ઊંટ પર બેસી એ આઠેય લોકોએ હબીબી ખંડેર સુધીની સફર શરૂ કરી દીધી.રસ્તામાં અચાનક ઊંટ દ્વારા કરવામાં આવેલાં વિચિત્ર વર્તન ને અનુસંધાનમાં કાસમ જણાવે છે આંધી આવી રહી છે. ...Read More

21

મોત ની સફર - 21

અધૂરી ડેવિલ બાઈબલ નાં બાકીનાં પન્ના શોધવા સાહિલ અને એનાં ત્રણ મિત્રો માઈકલની સાથે અબુ, કાસમ અને જોહારી નામમાં સ્થાનિક નાગરિકો પણ જોડાયાં હતાં.અલ અરમાના થી રકીલા આવી પહોંચ્યા બાદ બીજાં દિવસે ઊંટ પર બેસી એ આઠેય લોકોએ હબીબી ખંડેર સુધીની સફર શરૂ કરી દીધી.એ લોકો ગમે તે કરી આંધી થી તો બચી ગયાં પણ ડેની ને વીંછી કરડી ગયો હતો.. ડેની નું ઝેર ઉતારવાનો ઉપાય તો મળ્યો પણ હવે એ લોકો જોડે પાણી નહોતું. ...Read More

22

મોત ની સફર - 22

અધૂરી ડેવિલ બાઈબલ નાં બાકીનાં પન્ના શોધવા સાહિલ અને એનાં ત્રણ મિત્રો માઈકલની સાથે અબુ, કાસમ અને જોહારી નામમાં સ્થાનિક નાગરિકો પણ જોડાયાં હતાં.અલ અરમાના થી રકીલા આવી પહોંચ્યા બાદ બીજાં દિવસે ઊંટ પર બેસી એ આઠેય લોકોએ હબીબી ખંડેર સુધીની સફર શરૂ કરી દીધી.વીંછી નાં ઝેરથી મૃતપાય હાલતમાં પહોંચેલા ડેની નો જીવ મગુરા નાં બીજ વડે બચી જાય છે.. પાણી ની અછત નો પ્રશ્ન પણ દૂર થઈ જતાં એ લોકો રણમાં બીજાં દિવસની સફર હેમખેમ પુરી કરવાં આવ્યાં હતાં ત્યાં એમની નજરે અમુક ઘોડેસવાર ચડે છે જે શાહીન કબીલાનાં લોકો હોવાનું કાસમ જણાવે છે. ...Read More

23

મોત ની સફર - 23

અધૂરી ડેવિલ બાઈબલ નાં બાકીનાં પન્ના શોધવા સાહિલ અને એનાં ત્રણ મિત્રો માઈકલની સાથે અબુ, કાસમ અને જોહારી નામમાં સ્થાનિક નાગરિકો પણ જોડાયાં હતાં. અલ અરમાના થી રકીલા આવી પહોંચ્યા બાદ બીજાં દિવસે ઊંટ પર બેસી એ આઠેય લોકોએ હબીબી ખંડેર સુધીની સફર શરૂ કરી દીધી.વીંછી નાં ઝેરથી મૃતપાય હાલતમાં પહોંચેલા ડેની નો જીવ મગુરા નાં બીજ વડે બચી જાય છે.. પાણી ની અછત નો પ્રશ્ન પણ દૂર થઈ જતાં એ લોકો ચાર દિવસની સફર બાદ છેવટે હબીબી ખંડેર સુધી આવી પહોંચ્યાં હતાં. ...Read More

24

મોત ની સફર - 24

અધૂરી ડેવિલ બાઈબલ નાં બાકીનાં પન્ના શોધવા સાહિલ અને એનાં ત્રણ મિત્રો માઈકલની સાથે અબુ, કાસમ અને જોહારી નામમાં સ્થાનિક નાગરિકો પણ જોડાયાં હતાં.અલ અરમાના થી રકીલા આવી પહોંચ્યા બાદ બીજાં દિવસે ઊંટ પર બેસી એ આઠેય લોકોએ હબીબી ખંડેર સુધીની સફર શરૂ કરી દીધી.ઘણી સમસ્યાઓને હરાવી એ લોકો ચાર દિવસની સફર બાદ છેવટે હબીબી ખંડેર સુધી આવી પહોંચ્યાં હતાં.અહીં આવ્યાં બાદ છુપા રસ્તા સુધી પહોંચવાનો માર્ગ શોધવાની કોશિશ આખો દિવસ એ લોકો કરે છે પણ માર્ગ મળતો નથી.. અબુ દ્વારા ખેંચવામાં આવેલાં ફોટો જોતાં જોતાં ગુરુની નજરે એવું કંઈક ચડે છે જેને જોતાં જ એ એવું કહે છે કે ભૂગર્ભ માર્ગ મળી ગયો. ...Read More

25

મોત ની સફર - 25

અધૂરી ડેવિલ બાઈબલ નાં બાકીનાં પન્ના શોધવા સાહિલ અને એનાં ત્રણ મિત્રો માઈકલની સાથે અબુ, કાસમ અને જોહારી નામમાં સ્થાનિક નાગરિકો પણ જોડાયાં હતાં.. ઘણી સમસ્યાઓને હરાવી એ લોકો ચાર દિવસની સફર બાદ છેવટે હબીબી ખંડેર સુધી આવી પહોંચ્યાં હતાં. અહીં આવ્યાં બાદ છુપા રસ્તા સુધી પહોંચવાનો માર્ગ ગુરુ ની બુદ્ધિક્ષમતાનાં જોરે એ લોકો આખરે શોધી જ કાઢે છે.. પરંતુ એ રસ્તો અચાનક બંધ થઈ જતાં ગુરુ પુનઃ એને ખોલવાનો પ્રયાસ કરવાં લાગે છે. ...Read More

26

મોત ની સફર - 26

અધૂરી ડેવિલ બાઈબલ નાં બાકીનાં પન્ના શોધવા સાહિલ અને એનાં ત્રણ મિત્રો માઈકલની સાથે અબુ, કાસમ અને જોહારી નામમાં સ્થાનિક નાગરિકો પણ જોડાયાં હતાં.. ઘણી સમસ્યાઓને હરાવી એ લોકો ચાર દિવસની સફર બાદ છેવટે હબીબી ખંડેર સુધી આવી પહોંચ્યાં હતાં. અહીં આવ્યાં બાદ છુપા રસ્તા સુધી પહોંચવાનો માર્ગ ગુરુ ની શોધી જ કાઢે છે પણ એ બંધ થઈ જાય છે.. બીજાં દિવસે ગુરુ એ રસ્તો પુનઃ ખોલી કાઢે છે અને જોહારીની સાથે નીચે ભૂગર્ભ રસ્તે જઈ પહોંચે છે.. પણ એ લોકો બહાર આવે એ પહેલાં રસ્તો આપમેળે બંધ થઈ જાય છે. ...Read More

27

મોત ની સફર - 27

અધૂરી ડેવિલ બાઈબલ નાં બાકીનાં પન્ના શોધવા સાહિલ અને એનાં ત્રણ મિત્રો માઈકલની સાથે અબુ, કાસમ અને જોહારી નામમાં સ્થાનિક નાગરિકો પણ જોડાયાં હતાં.. ઘણી સમસ્યાઓને હરાવી એ લોકો ચાર દિવસની સફર બાદ છેવટે હબીબી ખંડેર સુધી આવી પહોંચ્યાં હતાં.બીજાં દિવસે ગુરુ એ રસ્તો પુનઃ ખોલી કાઢે છે અને જોહારીની સાથે નીચે ભૂગર્ભ રસ્તે જઈ પહોંચે છે.. પણ એ લોકો બહાર આવે એ પહેલાં રસ્તો આપમેળે બંધ થઈ જાય છે.વિરાજ પોતાનાં બાકીનાં દોસ્તો સાથે બીજાં દિવસે રાતે આવી પહોંચે છે એ જગ્યાએ જ્યાંથી ગુરુ અને જોહારી અંદર ગયાં હતાં. ...Read More

28

મોત ની સફર - 28

ઘણી સમસ્યાઓને હરાવી આઠ લોકોનું દળ ચાર દિવસની સફર બાદ છેવટે હબીબી ખંડેર સુધી આવી પહોંચ્યાં હતાં.બીજાં દિવસે ગુરુ રસ્તો પુનઃ ખોલી કાઢે છે અને જોહારીની સાથે નીચે ભૂગર્ભ રસ્તે જઈ પહોંચે છે.. પણ એ લોકો બહાર આવે એ પહેલાં રસ્તો આપમેળે બંધ થઈ જાય છે.વિરાજ પોતાનાં બાકીનાં દોસ્તો સાથે બીજાં દિવસે રાતે રસ્તો ખોલીને નીચે ગુફામાં પ્રવેશ કરે છે.. જ્યાં થોડું ચાલ્યાં બાદ એ લોકો સૂર્યપ્રકાશ નજરે પડતાં ઝડપથી આગળ વધે છે. ...Read More

29

મોત ની સફર - 29

ઘણી સમસ્યાઓને હરાવી આઠ લોકોનું દળ ચાર દિવસની સફર બાદ છેવટે હબીબી ખંડેર સુધી આવી પહોંચ્યાં હતાં.બીજાં દિવસે ગુરુ રસ્તો પુનઃ ખોલી કાઢે છે અને જોહારીની સાથે નીચે ભૂગર્ભ રસ્તે જઈ પહોંચે છે.. પણ એ લોકો બહાર આવે એ પહેલાં રસ્તો આપમેળે બંધ થઈ જાય છે. વિરાજ પોતાનાં બાકીનાં દોસ્તો સાથે ગુફામાં આગળ વધે છે જ્યાં એ લોકો બે ટુકડીમાં વહેંચાઈ જાય છે આગળની સફર માટે.. માઈકલ ની ટુકડીને જોહારી વિચિત્ર સ્થિતિમાં મળે છે જ્યારે વિરાજની ટુકડીને મળેલો ગુરુ આગળ કોઈ મહામુસીબત ની વાત કરે છે. ...Read More

30

મોત ની સફર - 30

ઘણી સમસ્યાઓને હરાવી આઠ લોકોનું દળ ચાર દિવસની સફર બાદ છેવટે હબીબી ખંડેર સુધી આવી પહોંચ્યું હતું.. ડેવિલ બાઈબલનાં પન્ના અને રાજા અલતન્સ નો ખજાનો શોધવા ભૂગર્ભ માર્ગે આગળ વધે છે.. ગુરુ અને જોહારી ખોવાઈ ગયાં બાદ પોતાનાં દોસ્તોને સહી સલામત મળી આવે છે.. વિરાજ ની જે ટુકડી હોય છે એ સાપોથી ભરેલાં તળાવને પાર કરવાની તૈયારી આરંભે છે. ...Read More

31

મોત ની સફર - 31

ઘણી સમસ્યાઓને હરાવી આઠ લોકોનું દળ ચાર દિવસની સફર બાદ છેવટે હબીબી ખંડેર સુધી આવી પહોંચ્યું હતું.. ડેવિલ બાઈબલનાં પન્ના અને રાજા અલતન્સ નો ખજાનો શોધવા ભૂગર્ભ માર્ગે આગળ વધે છે.. ગુરુ અને જોહારી ખોવાઈ ગયાં બાદ પોતાનાં દોસ્તોને સહી સલામત મળી આવે છે.. વિરાજ ની જે ટુકડી હોય છે એ સાપોથી ભરેલાં તળાવને તો પાર કરી લે છે પણ બે વિશાળ કરોળિયાં એમનાં રસ્તામાં આવીને ઊભા રહે છે.. તો બીજી તરફ એક વિશાળકાય અજગર માઈકલ અને એમની ટીમ નો રસ્તો રોકે છે. ...Read More

32

મોત ની સફર - 32

ઘણી સમસ્યાઓને હરાવી આઠ લોકોનું દળ ચાર દિવસની સફર બાદ છેવટે હબીબી ખંડેર સુધી આવી પહોંચ્યું હતું.. ડેવિલ બાઈબલનાં પન્ના અને રાજા અલતન્સ નો ખજાનો શોધવા ભૂગર્ભ માર્ગે આગળ વધે છે.વિરાજ ની જે ટુકડી હોય છે એ સાપોથી ભરેલાં તળાવને પાર કરી લીધાં બાદ બે વિશાળ કરોળિયાં ને મારીને આગળ વધે છે જ્યાં વિરાજ અમુક વસ્તુઓ જોઈને એવું કહે છે કે સાહિલનો જીવ જોખમમાં છે.. .તો બીજી તરફ એક વિશાળકાય અજગર થી બચીને માઈકલ અને એની ટુકડી આગળ તો નીકળી જાય છે પણ જોહારીને ના જોતાં અબુ અને સાહિલ માઈકલને પૂછે છે કે જોહારી ક્યાં છે.. ? ...Read More

33

મોત ની સફર - 33

આઠ લોકોનું દળ ડેવિલ બાઈબલનાં અધૂરાં પન્ના અને રાજા અલતન્સ નો ખજાનો શોધવા ભૂગર્ભ માર્ગે આગળ વધે છે.વિરાજ ની ટુકડી હોય છે એ મુશ્કેલીઓ પાર કરતી આગળ વધે છે જ્યાં અમુક વસ્તુઓ પરથી એમને માઈકલ અને અબુ પર સંદેહ જાય છે કે એ બંને કંઈક ગેમ રમી રહ્યાં છે.. .બીજી તરફ જોહારી ને મોતનાં મુખમાં ધકેલી પોતે અજગરથી બચી નીકળેલાં માઈકલ નું પોત પ્રકાશમાં આવે છે અને એ પોતાનું કામ પૂરું થઈ જતાં સાહિલને પણ ઠેકાણે પાડી દેવાની વાત કરે છે. ...Read More

34

મોત ની સફર - 34

આઠ લોકોનું દળ ડેવિલ બાઈબલનાં અધૂરાં પન્ના અને રાજા અલતન્સ નો ખજાનો શોધવા ભૂગર્ભ માર્ગે આગળ વધે છે.માઈકલ એક આયોજન સાથે અહીં આવ્યો હોય છે એવી શંકા ગયાં બાદ આગળ વધતાં વિરાજ અને એની ટીમનો રસ્તો લોખંડનાં દરવાજા થકી રોકાઈ જાય છે જેને ખોલવાનો કોયડો ગુરુ પોતે ઉકેલી દીધો હોવાનું જણાવે છે.. જોહારી ને મોતનાં મુખમાં ધકેલી દીધાં બાદ માઈકલ સાહિલ અને અબુ સાથે રાજા અલતન્સ નાં ખજાનાં જોડે પહોંચી ચુક્યો હતો. ...Read More

35

મોત ની સફર - 35

આઠ લોકોનું દળ ડેવિલ બાઈબલનાં અધૂરાં પન્ના અને રાજા અલતન્સ નો ખજાનો શોધવા ભૂગર્ભ માર્ગે આગળ વધે છે. માઈકલ શૈતાની આયોજન સાથે અહીં આવ્યો હોય છે એવી શંકા ગયાં બાદ આગળ વધતાં વિરાજ અને એની ટીમ લોખંડનો દરવાજો વટાવી આગળ વધે છે જ્યાં એમની નજરે કંઈક ચડે છે જેનો ઉલ્લેખ કાસમ મમી વોરિયર તરીકે કરે છે.. જોહારી ને મોતનાં મુખમાં ધકેલી દીધાં બાદ માઈકલ સાહિલ અને અબુ સાથે રાજા અલતન્સ નાં ખજાનાં જોડે પહોંચી ગયાં હતાં.અબુ ખજાનાં તરફ આગળ વધતો હતો ત્યાં એક તીર એની તરફ આગળ વધ્યું એવું સાહિલની નજરે ચડી જતાં એ અબુને બચાવવા આગળ વધ્યો. ...Read More

36

મોત ની સફર - 36

આઠ લોકોનું દળ ડેવિલ બાઈબલનાં અધૂરાં પન્ના અને રાજા અલતન્સ નો ખજાનો શોધવા ભૂગર્ભ માર્ગે આગળ વધે છે.માઈકલ એક આયોજન સાથે અહીં આવ્યો હોય છે એવી શંકા ગયાં બાદ આગળ વધતાં વિરાજ અને એની ટીમ લોખંડનો દરવાજો વટાવી આગળ વધે છે જ્યાં મમી વોરિયર સામે મુકાબલો કરતાં કંઈક નવીન બને છે.જોહારી ને મોતનાં મુખમાં ધકેલી દીધાં બાદ માઈકલ સાહિલ અને અબુ સાથે રાજા અલતન્સ નાં ખજાનાં તરફ પહોંચવા એક કોયડો ઉકેલી આગળ વધે છે. ...Read More

37

મોત ની સફર - 37

આઠ લોકોનું દળ ડેવિલ બાઈબલનાં અધૂરાં પન્ના અને રાજા અલતન્સ નો ખજાનો શોધવા ભૂગર્ભ માર્ગે આગળ વધે છે.વિરાજ અને ટુકડી મમી વોરિયર નો ખાત્મો કરવામાં આખરે સફળ થાય છે.. તો બીજી તરફ માઈકલ પોતાની મંજીલ નાં આખરી કદમ ને મુકવામાં ભૂલ કરે છે અને એનાં લીધે એક તીર દીવાલમાંથી નીકળી માઈકલની તરફ આવી રહ્યું હોય છે. પોતાની લાલચ, પોતાની મહેચ્છા અને શૈતાની વૃત્તિ નાં લીધે અન્ય લોકો નો જીવ જોખમમાં મુકવામાં સહેજ પણ ના અચકાતો માઈકલ પોતાની તરફ આવેલાં તીર ને જોઈને ડર નો માર્યો વિચારશુન્ય બની પોતાની તરફ આવતી મોત ને નજરે નિહાળી રહ્યો હોય છે. ...Read More

38

મોત ની સફર - 38

આઠ લોકોનું દળ ડેવિલ બાઈબલનાં અધૂરાં પન્ના અને રાજા અલતન્સ નો ખજાનો શોધવા ભૂગર્ભ માર્ગે આગળ વધે છે.વિરાજ અને ટુકડી મમી વોરિયર નો ખાત્મો કરવામાં આખરે સફળ થાય છે.. તો બીજી તરફ માઈકલ પોતાનાં જીવ પર જોખમ જોઈ અબુને મોત ને હવાલે કરી દે છે.અંતિમ શ્વાસ લેતાં પહેલાં અબુ સાહિલને માઈકલની હકીકતથી વાકેફ કરે છે.. માઈકલ જોડે બધો હિસાબ વસુલ કરવાં પહોંચેલો સાહિલ શક્તિશાળી શૈતાની સ્વરૂપમાં પરિવર્તિત થયેલાં માઈકલની તાકાત આગળ પરાસ્ત થઈને જમીન પર પડ્યો હોય છે. ...Read More

39

મોત ની સફર - 39 - અંતિમ ભાગ

આઠ લોકોનું દળ ડેવિલ બાઈબલનાં અધૂરાં પન્ના અને રાજા અલતન્સ નો ખજાનો શોધવા ભૂગર્ભ માર્ગે આગળ વધે છે.માઈકલ પોતાની મુજબ ડેવિલ બાઈબલનાં અધૂરાં પન્ના મેળવી શક્તિશાળી રૂપમાં આવી જાય છે.. વિરાજ, સાહિલ, કાસમ, ગુરુ અને ડેની એનો મુકાબલો કરવામાં અસફળ જાય છે અને ઈજાગ્રસ્ત થઈને જમીન પર પડ્યાં હોય છે.. માઈકલ એ લોકોનો ખાત્મો કરે એ પહેલાં કોઈ દિવ્ય પ્રકાશનાં લીધે માઈકલ અટકી જાય છે અને આ પ્રકાશ એને દર્દ આપતો માલુમ પડે છે. ...Read More