અતીતના પડછાયા

(760)
  • 47.5k
  • 125
  • 34k

સામખીયાળી સ્ટેશને ઊભેલી ટ્રેનને સિગ્નલ મળતાં જ તેનાં રાક્ષસી ચક્રો પાટા પર ધીરે ધીરે સરકવા લાગ્યાં. સાંજનો સમય પૂરો થતો હતો. સૂર્ય પૃથ્વીના ક્ષિતિજમાં ડૂબતો જતો હતો. ધીરે ધીરે અંધકાર છવાતો જતો હતો. ધાક.... ધાક.... ધક.... ધક.... ના અવાજો સાથે જોરશોરથી વ્હિસલ વગાડતી ટ્રેન વેગ પકડી રહી હતી. સ્ટેશન છૂટી ગયું. ટ્રેન આગળ નીકળી ગઈ.

Full Novel

1

અતીતના પડછાયા - 1

સામખીયાળી સ્ટેશને ઊભેલી ટ્રેનને સિગ્નલ મળતાં જ તેનાં રાક્ષસી ચક્રો પાટા પર ધીરે ધીરે સરકવા લાગ્યાં. સાંજનો સમય પૂરો હતો. સૂર્ય પૃથ્વીના ક્ષિતિજમાં ડૂબતો જતો હતો. ધીરે ધીરે અંધકાર છવાતો જતો હતો. ધાક.... ધાક.... ધક.... ધક.... ના અવાજો સાથે જોરશોરથી વ્હિસલ વગાડતી ટ્રેન વેગ પકડી રહી હતી. સ્ટેશન છૂટી ગયું. ટ્રેન આગળ નીકળી ગઈ. ...Read More

2

અતીતના પડછાયા - 2

જ્યારે પાર્ટી પૂરી થઇ ત્યારે લગભગ રાત્રીના બાર વાગ્યાનો સમય થવા આવ્યો હતો. અચાનક જોરદાર વરસાદનાં ઝાપટાં શરૂ થયાં, એકાએક લાઈટ ગુલ થઈ ગઈ. સર્વત્ર ગાઢ અંધકાર છવાઈ ગયો. લોકોની રાડારાડ અને ચિત્કારના અવાજોને ડુબાડતી વિજળીના લીસોટા સાથે ભયાનક ગર્જના થઈ. વરસાદ જોર પકડતો જતો હતો. આવેલા મહેમાનો ફટાફટ હરિલાલની રજા લઈને જવા લાગ્યા. ...Read More

3

અતીતના પડછાયા - 3

મોડી રાત્રી સુધી રૂપા કે હરિલાલ શેઠ પાછા ન ફરતા મોહનકાકા ચિંતામા સુતા ન હતા. રાત્રીના તેઓને એકદમ ઠંડી તાવ આવી ગયો હતો. ડોક્ટરે આપેલી ગોળીઓ ગાળીને તેઓ પથારીમાં પડ્યાં પડ્યાં પાસા બદલવતા રહ્યા હતા. એક તો વરસાદ પૂરજોશ સાથે પડી રહ્યો હતો અને લાઇટ પણ ગુલ થઈ ગઈ હતી. પડ્યા - પડ્યા ક્યારે તેઓને ઝોકું આવી ગયું તેની ખબર ન પડી પણ ચાર વાગ્યાના સમયે એકાએક ઝબકીને તેઓ જાગી ગયા. ...Read More

4

અતીતના પડછાયા - 4

ઘનઘોર વાદળ વચ્ચે ચંદ્રમા છુપાઈ જતા સર્વત્ર ગાઢ અંધકાર છવાઈ ગયો. રાત્રીના અગિયાર વાગ્યાનો સમય થયો હતો. મેઘલી રાત વરસાદ હમણાં જ તુટી પડશે, તેવું લાગતું હતું. ' ગડ... ડુ... ડુ... ડુમ... ધડામ... ' કાળા ડિબાંગ આકાશમાં એકાએક ગર્જનાઓ થવા લાગી. આકાશમાં આગના લીસોટા વેરતી વીજળીના ચમકારાનો ઉજાસ ક્ષણ માટે ફેલાતો અને પછી અંધકાર... એકદમ અંધકારમાં ગર્જનના ભેદી ધડાકા ભલભલાની છાતીનાં પાટિયાં બેસાડી દે તેમ જ વાદળો ગરજતાં હતા. સુમસામ હાઈવે પર અત્યારે ચકલું પણ ફરકતું ન હતું. રસ્તાની બંને તરફ બાવળનાં ઊગેલાં કાંટાળા વૃક્ષોમાંથી સુસવાટા મારતો પવન વિચિત્ર અવાજ પેદા કરતો હતો. ...Read More

5

અતીતના પડછાયા - 5

બીજા દિવસની સવાર પડી. હરિલાલ આજે એકદમ સ્વસ્થ હતો, પણ ડૉ. દેવાંગીએ તેમને પલંગ પરથી નીચે ઉતરવાની મનાઈ ફરમાવી સવારના ચા નાસ્તો કરી દેવાંગી પોતાના ક્લિનિક પર જવા માટે તૈયાર થઈ. મા... હું ક્લિનિક પર જાઉં છું. બપોરના એક વાગ્યા સુધીમાં પાછી આવી જઇશ. તે બોલી. બેટા... મારી એક વાત માનીશ... ઉજજવલા તેની સામે તાકી રહી. બોલો મા... ? ...Read More

6

અતીતના પડછાયા - 6

તે રાત્રીના રાજ કમરા પર રાજ તથા કદમ બેઠા હતા. ડૉ. દેવાંગીને સમજાવીને ઉજ્જવલાની સાથે તેમના કમરામાં સુવડાવી દેવાઈ લગભગ કલાકના સમય પછી માંડ માંડ દેવાંગી સ્વસ્થ થઈ હતી. ત્યારબાદ કોઈ જ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. કદમ આ ઝંઝટને તારે જ ખતમ કરવી પડશે, નહીંતર મારા ઘરના કોઈનો ભોગ લેવાઈ જશે... ચિંતિત સ્વરે રાજ બોલ્યો. કદમે સિગારેટ સળગાવી પછી બોલ્યો, રાજ મેં મારા સરની પરમિશન લઈ લીધી છે. અહીંના ડી. વાય. એસ. પી. ને મળી પણ આવ્યો છું. ...Read More

7

અતીતના પડછાયા - 7

હરિલાલનું સ્વાસ્થ્ય ધીરે ધીરે સુધરતું જતું હતું. ડૉ. દેવાંગીએ તેમને હરવા ફરવાની છૂટ આપી દીધી હતી. મળવા આવવાવાળા પણ થઈ ગયા હતા. રાજે પણ નિયમિત રીતે પોતાની મિલમાં જવાનું શરૂ કરી દીધું હતું. તો ડૉ. દેવાંગી પણ સવારથી સાંજ સુધી પોતાની હોસ્પિટલમાં જતી થઈ હતી. ...Read More

8

અતીતના પડછાયા - 8

' અરે... કદમ કયાં છે... ?' ચારે તરફ નજર ફેરવતાં રાજ બોલ્યો. કદમ... કદમ બાબુ, હમારે સાથ તો જબ દોનો કુત્તે ટોમી ઔર મોન્ટુ કો વો મરે હુવે મૈને દેખા તો મૈને કદમ બાબુ કો મોબાઈલ કીયા તો વો ફટાફટ ઉઠ કે આયે થે, ઉન્હોંને ટોમી ઔર મોન્ટુ કો ચેક ભી કિયા થા... શેરસિંગ થાપા બોલ્યો. રાજે તરત કદમને મોબાઈલ કર્યો. રિંગ હતી પણ કદમ મોબાઈલ ઉપાડ તો ન હતો. ...Read More

9

અતીતના પડછાયા - 9

ટરરર... ડ્રાઉ... ડ્રાઉ... મનહુસ સન્નાટામાં તમરા અને દેડકાઓનો ગુંજતો અવાજ ધ્રુજારી પેદા કરતો હતો. હાથને હાથ ન દેખાય તેવું અંધારું છવાયેલું હતું. રાતના લગભગ બાર વાગ્યાનો સમય થયો હતો. ચારે તરફ સોંપો પડી ગયો હતો. બાવળના કાંટાને ચીરતો સૂસવાટાભેર પવન વાઈ રહ્યો હતો. દૂર-દૂર કૂતરાઓના ભસવાના અવાજો ને સાથ આપતા હોય તેવા વગડામાં શિયાળોના ચિલ્લાવાના અવાજ થોડી થોડી વારે આવતા હતા. ...Read More

10

અતીતના પડછાયા - 10

માની જાવ... આપણે હવે કશું નથી કરવું. જેમ બને તેમ જલદી અહીંથી દૂર - દૂર ચાલ્યા જઈએ... મારી દીકરીની મારે બગાડવી નથી... ગળગળા સ્વરે સ્ત્રી હાથ જોડીને તેની સાથેના પુરુષને વીનવતી હતી. આ તું કહે છે... ? જેણે તારી જિંદગીને નર્ક બનાવી દીધી તેને તું માફ કરી દેવા માંગે છે... ? પુરુષનો ઊંચો અવાજ સંભળાયો. ...Read More

11

અતીતના પડછાયા - 11

પશ્ચાતાપ... ? પશ્ચાતાપ કોનો... મિ. હરિલાલ તમે કરેલ કર્મનું ફળ તો તમારે જ ભોગવવું પડશે. તીખી નજરે હરિલાલની સામે જોયું પછી આગળ બોલ્યો. દુધઈ ટેકરીવાળા સંત શ્રી રામેશ્વરાનંદ સરસ્વતીચંદ્ બાપુ કહે છે કે તમે કર્મ કરો તેનું ફળ તમારે જ ભોગવવું પડે છે. જો સારા કર્મ કર્યા હશે તો તેનું ફળ સારું અને ખરાબ કર્મ કર્યા છે તો તેનું માઠું ફળ પણ તમારે જ ભોગવીને જવું પડશે. તમે કુકર્મ કરવા વખતે કેમ વિચાર નથી કરતા કે હું ખોટું કરું છું. તમે દારૂ પીવા વખતે વિચાર નથી કરતા કે હું ખોટું કરું છું. ...Read More