'તો સું, તું મને બિલકુલ પ્રેમ નથી કરતો એમ?' આશા એ બોલતાં બોલતાં મિતેશ ના હાથમાં જે થેલો હતો તેની બીજી સ્ટ્રેપ ખેંચી રાખી. 'છોડી દે "આશુ" આજે હું નહીં રોકાઇ સકું.' મિતેશે કહ્યું અને ઝટકા સાથે થેલો તેના હાથમાંથી છોડાવ્યો. 'અને તું પણ કેવો પ્રશ્ન પૂછે છે,તું કદાચ ભૂલી ગઈ કે આ પ્રશ્ન નહીં પૂછવાની કસમ ખાધેલી આપણે, યાદ છે.' મિતેશે ઉમેર્યું અને 'બાય' કહી ચાલવા લાગ્યો. પણ છેલી વખત આશાને જોઇ લેવા માટે તે તરફ ફર્યો અને તેની નજીક ગયો.... આશા એ આંખો બંધ કરી, બે વર્ષ પહેલાં નો એ દિવસ યાદ કર્યો. 'ઠીક છે તો આપણે બંને
Full Novel
અનહદ.. - (1)
'તો સું, તું મને બિલકુલ પ્રેમ નથી કરતો એમ?' આશા એ બોલતાં બોલતાં મિતેશ ના હાથમાં જે થેલો હતો બીજી સ્ટ્રેપ ખેંચી રાખી. 'છોડી દે "આશુ" આજે હું નહીં રોકાઇ સકું.' મિતેશે કહ્યું અને ઝટકા સાથે થેલો તેના હાથમાંથી છોડાવ્યો. 'અને તું પણ કેવો પ્રશ્ન પૂછે છે,તું કદાચ ભૂલી ગઈ કે આ પ્રશ્ન નહીં પૂછવાની કસમ ખાધેલી આપણે, યાદ છે.' મિતેશે ઉમેર્યું અને 'બાય' કહી ચાલવા લાગ્યો. પણ છેલી વખત આશાને જોઇ લેવા માટે તે તરફ ફર્યો અને તેની નજીક ગયો.... આશા એ આંખો બંધ કરી, બે વર્ષ પહેલાં નો એ દિવસ યાદ કર્યો. 'ઠીક છે તો આપણે બંને ...Read More
અનહદ.. - (2)
રામજી તે બાળક ને બધાથી છુપાવી ચાલી રહ્યો હતો, કોઈક જોઈ જશે તો સું જવાબ આપશે એવી બીક કદાચ, છોકરો પણ જાણે માંના ખોળામાં સૂતો હોઈ એમ શાંતિથી ઊંઘી ગયેલો. તેણે દરવાજા પાસે પહોંચી બાજુમાં પડેલ ખાટલા મા છોકરા ને સુવડાવ્યો, તે માંડમાંડ દરવાજો ખખડાવી શક્યો અને ત્યાંજ બેસી ગયો. સુષ્માએ દરવાજો ખોલ્યો અને સમજી ગઈ કે આજે પણ રામજી પીધેલી હાલત માં આવ્યો છે 'આવી ગયા તમે? આજે ફરી દારૂ પીધો છે ને? હજારવાર ના પાડી પણ સમજતા જ નથી, કહી તેના હાથ પકડી ઉભો કરવા ની કોશિશ કરવા લાગી ત્યાં જ તેનું ધ્યાન ખાટલા પર ગયું, 'આ ...Read More
અનહદ.. - (૩)
હવે તો તે ખરેખર અનાથ થઈ ગયો! પહેલેથી જ માંબાપનો તો પત્તો નહીં, જો કે રામજી અને સુષ્મા એ તેને મહેસુસ ન થવા દીધું. પણ કિસ્મત સામે લડતાં તો તે જન્મથી જ શીખી ગયેલો. કોલેજ જતો અને બાકીના સમયે રામજીની ગેરેજ સંભાળતો, રાત્રે મોડે સુધી જાગીને સાઇકલ અને સ્કૂટર રિપેર કરતો, સારો કારીગર બની ગયેલો, જે આવક થાય એમાંથી ગુજરાન ચલાવતો. કપડાં પસંદ કરવાની તેની પોતાની અલગ જ સ્ટાઇલ હતી, થોડાં 'ટપોરી ટાઈપ' ફૂલ ની ડિઝાઇન વાળા શર્ટ અને પગના પંજા પણ ઢંકાઈ જાય તેવા લાંબા પેન્ટ તેને વધારે પસંદ હતા, કોલેજના મિત્રો ઘણી વખત તેને કહેતાં કે તે ...Read More
અનહદ.. - (4)
તે વિચારતી રહી...ગુસ્સે પણ થયો, ફર્સ્ટ એઇડ પણ કરાવી આપ્યું અને બ્રેક પણ ઠીક કરી આપી. એક જ મુલાકાત તેના અલગ અલગ સ્વરૂપ જોવા મળ્યાં.સાંજે પોતાના મમ્મીને બધી વાત કરી, તેના મમ્મી એ કહ્યું, 'સારો છોકરો કહેવાય, પણ સાવચેત રહેવું અત્યારના છોકરાઓ નો કોઈ ભરોશો નહીં, આવીજ રીતે છોકરીઓ ની મદદ ના બહાને તેઓ ફસવાતા હોય છે.'ના મમ્મી તે એવો તો નથી લાગતો.' તેના ચહેરા પર એક અલગ જ ભાવ ઉપસી આવ્યો જે સમજતાં તેમને વાર ન લાગી. પોતાની દીકરી ને એક માં થી વધારે કોણ સમજી શકે.'એમ એક મુલાકાત માં કોઈને દિલ ના આપી દેવાય ગાંડી' તેના મમ્મી માથાં ...Read More
અનહદ.. - (5)
મિતેશ વિચારતો હતો કે એવું તો શું માંગશે આશા..!! પણ ત્યાં જ આશા બોલી ઉઠી, 'એવી કોઈ વસ્તુ છે નહિ જે મારાથી તમારો પીછો છોડાવી શકે!' 'તમને એવી આશા છે કે આ આશા તમારો પીછો છોડશે!' તો ભૂલી જાવ. 'તારું કંઈજ ન થઈ શકે.' કહી મિતેશ ચાલતો થઈ ગયો. 'મારાથી તમને કોઈ બચાવી નહીં શકે એ યાદ રાખજો.' પાછળથી આશા નો અવાજ આવતો રહ્યો, પણ તેને પાછું વળી ન જોયું કદાચ તે પણ સમજી ગયેલો કે એ નથી છોડવાની. પણ આશાએ તો નક્કી જ કરી નાખેલું કે કોઈ પણ રીતે તેની સાથે દોસ્તી કરવી જ છે, ખરેખર એવું જ ...Read More
અનહદ.. - (6)
અને, બંન્ને એકબીજાંથી દૂર થઈ ગયા. મિતેશ ફરી એક વખત એકલો થઈ ગયો, આશાની યાદ તેને હર પલ આવતી આશા પણ મિતેશ વગર પોતાને અધૂરી જ સમજતી. બંને ફોન પર કલાકો સુધી વાતો કરતાં, આશા પોતે આખા દિવસમાં શું શું કર્યું તેની એક એક નાની નાની વાત પણ મિતેશને કહેતી. તે આશાની વાત પ્રેમથી સાંભળતો અને પોતાની પણ બધી વાત કરતો. પણ સમય જતાં ધીમે ધીમે ફોન પર વાત કરવાનું ઓછું થતું ગયું. મિતેશ તો કરતો જ પણ આશા કોઈનુંકોઈ બહાનું કરી વાતને ટૂંક માં પુરી કરવાની કોશિશ કરતી. મિતેશે એ વાત ની નોંધ પણ લીધી, આશા ને પૂછવાની ...Read More
અનહદ.. - (7)
મિતેશની આંખો આશાને જોવા માટે તરસી રહી હતી. એ નટખટ ને બે-ત્રણ વર્ષ થી જોઈ પણ નથી, કેવી દેખાતી શું હજુ પણ એવી જ ભોળી અને રમતિયાળ હશે! ખબર નહી મને જોઈને કેવો પ્રતિભાવ આપશે! અહીં બધાંની વચ્ચેજ મને વળગી ન પડે તો સારું. મિતેશ ઓફીસ પાસે ઉભો રહી આશા વિશે જ વિચારી રહ્યો હતો. એક જણાએ મોટેથી ચપટી વગાડી અને આખી ઓફીસમાં અચાનક જ ચહલપહલ થવા લાગી, થોડી ક્ષણો માં તો બધાં પોતપોતાના ટેબલ પર જઈને કામ પર લાગી ગયાં. જ્યાં થોડીવાર પહેલાં બધાના વાતો કરવા ના અવાજ ને કારણે બાલમંદિર જેવું વાતાવરણ હતું ત્યાં એકદમજ નિરવ શાંતિ પ્રસરી ...Read More
અનહદ.. - (8)
આજે આશા અને મિતેશ બન્ને એકબીજાની સાથે હતાં, બંન્ને ખુશ હતાં, એમાં પણ આશાની ખુશી તો સાતમા આસમાને હતી. કહેલું કે આજે ઓફીસમાં મારા માટે એક સરપ્રાઈઝ છે! એ સરપ્રાઈઝ તું જ હશે એવી તો મેં કલ્પના પણ નહોતી કરી." આશા એ આંખો પોછતાં કહ્યું. "પણ, મને એ કહે કે તું કેમ આવ્યો અહીં, મને મળવા?" આશાએ ઉમેર્યું. મિતેશે કહ્યું, "ના, તને મળવા નહી, હવે હું અહીંજ રહેવાનો હંમેશા તારી પાસે જ." "મને સમાચાર મળ્યા હતા કે તું રસ્તો ભટકી રહી છે! એ સાંભળીને મારી શુ હાલત થઈ હશે તને અંદાજ પણ ન આવે, એકમાત્ર તો દોસ્ત છે તું ...Read More
અનહદ.. - (9)
મિતેશ આશા પાસેથી બધું કામ શીખતો ગયો અને બધી જવાબદારીઓ પોતાના પર લેતો રહ્યો. નવરાશ ના સમયે બન્ને ફરવા પડતાં. હવે આશા ફક્ત મોટી પાર્ટી ઓ સાથે ની મિટિંગ માં જ હસ્તક્ષેપ કરતી એ સિવાયનું મોટાભાગનું બધું કામ મિતેશ કરવા લાગ્યો. ઓફીસસ્ટાફમાં પણ મિતેશ ચહિતો થઈ ગયો, બધાની તકલીફ સમજતો અને તે એકદમ સમજદારી પુર્વક બધું સંભાળી લેતો. આશા પણ ખુશ હતી તે જાણતી હતી કે મિતેશ તેના માટેજ આ બધું કરે છે, તેને હવે પોતે પૂર્ણ થઈ રહી હોય એવું લાગતું હતું. આશાના પપ્પા પણ મિતેશને લઇ બહુ ખુશ હતા, તે હંમેશા મિતેશનો આભાર માનતા, મીતેશ પણ પોતાનું ...Read More
અનહદ.. - (10)
તેની નજર બારી બહાર ફરતી રહી હતી, બહાર નો નજારો એકદમ સપ્તરંગી હતો, લોકો આમતેમ દોડી રહયા હતા, રસ્તાઓ ગાડીઓ દોડી રહી છે, કિલકારીઓ કરતાં પક્ષીઓ ઉડી રહ્યાં હતાં, થોડે દૂર સમુદ્રની લહેરો આવજા કરી રહી છે જેની મજા બીચ પર રહેલાં કેટલાંક લોકો માણી રહ્યા છે, પણ મિતેશ તો શૂન્યમનસ્ક થઈ ઉભો છે, તેને એ બધું નથી દેખાતું.! કારણ કે, એતો વિચારો માં ડૂબેલો હતો. તેને બહુ અફસોસ થતો હતો! રાત્રે જે થયું તેના વિશે વિચાર કરી પોતાના પર ગુસ્સો આવ્યો, પોતાનો હાથ દીવાલ પર પછાડ્યો 'આશા તો નાદાન છે, નાસમજ છે, પણ હું? હું મારી જાત પર ...Read More
અનહદ.. - (11)
આશા શું બોલી રહી છે, મિતેશને કંઈજ નહોતું સમજાતું! મિતેશને લાગ્યું તે ઊંઘમાં છે. " શું, બોલે છે તને છે! તું પાગલ થઇ ગઇ હોઈ એવું લાગે છે! તારે થોડો વધારે આરામ કરવો જોઈએ." કહેતાં મિતેશે તેનું બાંવડું પકડી એક હાથે તેના માથાંને ટેકો આપી તેને સુવડાવવાનો પ્રયત્ન કર્યો પણ તે સફળ ન થયો. આશા તેનો હાથ પકડી કહેવા લાગી, "ના, મિતેશ હું સિરિયસ છું! એક વાત હું આજે ક્લીઅર કરી દઉં, હું તને ચાહું છું એમાં બેમત નથી પણ મારે તારી સાથે લગ્ન તો ક્યારેય નથી કરવાં." મિતેશ એ સાંભળી આભો જ બની ગયો. આશાએ આગળ ચલાવ્યું, "કારણ ...Read More
અનહદ.. - (12)
ખબર નહીં કેમ! પણ મિતેશ આશાની કોઈ વાત નકારી જ નથી શકતો, કદાચ, આશા હજુ એટલી ગંભીર નથી પણ તો પહેલેથી જ હતો. મિતેશે તો બચપણથી જ ઘણા ઉતાર ચઢાવ જોયા હતા જિંદગીમાં. તે એક વાત જાણતો હતો અને માનતો પણ હતો કે આશા ગમેતેવું વર્તન કરે પણ પોતે એનાથી દૂર ન રહી શકે કે ન તેને પોતાનાથી દૂર કરી શકે. આશા હજુ દોસ્તી દોસ્તી ની જ રટ લગાવી બેઠી છે, તે પોતે જ નથી સમજતી દોસ્તી કે પ્રેમ વચ્ચેનું અંતર. મિતેશ તો ઘણા સમયથી સમજી ગયો છે કે આશા અને પોતાની વચ્ચે મિત્રતાથી વધુ ઘણુંબધું છે, પણ તે ...Read More
અનહદ.. - (13)
પૃથ્વી પર સાંજના સૂર્યની લાલીમાંનું સ્થાન રજની ના આછા અંધકારે લીધું. માણસોએ પણ ઘર તરફ પાછું ફરવા માટેની તૈયારીઓ કરી દીધી. અમુક લારી વાળાઓ હજુ કોઈક ગ્રાહક આવી જાય તો ઘરે થોડા વધારે પૈસા લઈ જવાશે એમ વિચારી આવતાં જતા લોકો સામી મીટ માંડી ઉભા છે તો અમુક આજ માટે આટલું ઘણું એમ સંતોષ માની પોતાનો સામાન સમેટી રહ્યા છે. મિતેશ આશા ના માથાં પર હાથ ફેરવી રહ્યો હતો, આશા તો આંખો બંધ રાખી તેના ખોળામાં માથું મૂકીને એકદમ શાંતિથી એ ક્ષણ નો આનંદ લઈ રહી છે. "આશા તું આટલી જિદ્દી કેમ છે!" અચાનક મિતેશ બોલ્યો. "બસ, એમજ, મને ...Read More
અનહદ.. - (14)
"પાગલ છે આ છોકરી કોણ સમજાવે તેને, હવે અડધી રાતે ક્યાં શોધવા જવું તેને." વિચારતો વિચારતો ઝડપથી દરવાજા તરફ પણ તે દરવાજે પહોંચે એ પહેલાં તો "ટીંગ ટોન્ગ" કરતી ડોર બેલ વાગી, બેલ નો અવાજ સાંભળતાં જ તેનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો ! કેમકે, દરવાજો ખોલ્યા વગર જ તે સમજી ગયો કે ત્યાં કોણ હશે! "તારામાં અક્કલ જેવું કંઈ છે કે નહીં? આવી રીતે કોઈ નીકળી પડતું હશે ઘરેથી!" મિતેશ દરવાજો ખોલતાં ની વેંત આશા પર વરસી જ પડ્યો. તે એકદમ લુચ્ચું હસી રહી હતી, "શું... હું... અંદર આવું?" કહેતી આગળ ડગલું ભર્યું પણ તેનાથી ચાલી શકાયું નહીં ...Read More
અનહદ.. - (15)
લેટ લતીફ તો હતી જ! આમતો રોજ મોડી જ આવતી અને જ્યારથી મિતેશ મુંબઇ આવ્યો પછી તો તે એકદમ થી જ આવે અને થોડીવાર મિતેશ સાથે મસ્તી મજાક કરી ક્યારેક તો ગાયબ પણ થઇ જાય, અને આમેય વહેલી આવીને કરે પણ શું! તેનાં મોટાભાગનાં કામ તો મિતેશ જ કરી નાખતો, પણ આજે તો હજુ સુધી દેખાઇ જ નથી. મિતેશ તેના ટેબલ સામે જોઈ એજ વિચારી રહ્યો હતો, કે 'આજે નહીં આવે કે શું! હા આવે પણ ક્યાંથી પોતે ગુસ્સામાં ઘર સુધી છોડી આવ્યો હતો.' ત્યાં તો 'ખટાક' કરતો દરવાજો ખુલ્યો, એજ પહેલી વખત મુંબઈ માં જોયેલી એ જ સ્વરૂપ ...Read More
અનહદ.. (16)
"તું મને દુઃખી જોઈ નથી શકતો તો દુઃખ આપે છે સા માટે!" આશા ના અવાજમાં ભારોભાર દુઃખ રહેલું હતું. પાગલ, હું ક્યાં દુઃખી કરું છું તને! તને માત્ર તારો જિદ્દી સ્વભાવ દુઃખી કરે છે." આશાના વાળ માં આંગળીઓ ફેરવતાં મિતેશે કહ્યું અને એક ઊંડો શ્વાસ લીધો, તેના કપાળ સાથે પોતાનું કપાળ લગાવી બોલ્યો, "ગાંડી, હુંતો કદી સપનામાં પણ તને દુઃખી કરવાનું ન વિચારી શકું! તારામાં તો મારો જીવ વસેલો છે એ તને ક્યાં ખબર છે!, એટલા માટે તો તારી બધી બચકાની હરકતો સહન કરતો રહું છું, હું ક્યારેય તને મારાથી દૂર જતી ન જોઈ શકું, મારાં તો મન મસ્તિષ્કમાં ...Read More
અનહદ.. (17)
મંગલમ્ ભગવાન વિષ્ણુ:, મંગલમ્ ગરુણધ્વજ: ,,...... એકતા કપૂર ની કોઈ સીરિયલ હોય તો આવો શ્લોક બેકગ્રાઉન્ડમાં વાગતો હોત, પણ કરજો અહીં પ્રતિલિપિ વાળાઓ એ સુવિધા નથી આપી.. "ચોખા નો કળસ અને આરતીની થાળી લાવ, મારે ગૃહપ્રવેશ કરવો છે." કહેતી હસતી હસતી આશા ઘરમાં ચાલી આવે છે. મિતેશ તો વિચારતો જ રહી ગયો, શું ચાલી રહ્યું છે તેને કશુંજ સમજમાં નથી આવતું, તો પણ આશાની બેગને ઘરમાં લીધી અને દરવાજો બંધ કરી આશા પાસે આવી બેસી ગયો. "મેડમ, હવે જરા કહેશો કે આ બધું શું ચાલી રહ્યું છે.!? આશ્ચર્ય ભર્યા અવાજે તે આશાને પૂછે છે. "કંઈ નહીં, બસ હવે આપણે ...Read More
અનહદ.. (18)
એ જ બાળકો જેવું સ્મિત! સૂતી હોઈ ત્યારે પણ તેના ચહેરા પર એજ સ્મિત રમતું હોઇ, આશાને ઉઠાડવાનું મન ન થાય, મિતેશ થોડીવાર એમજ તેની તરફ જોઇ રહે. "મેડમ ઉઠો હવે, સવાર પડી ગઈ." તેનાં માથાં પર હાથ ફેરવતો મિતેશ બોલ્યો આશાએ આંખો ખોલ્યા વગર જ તેનો હાથ પકડી તેની હથેળી પર પોતાનો ગાલ રગડતાં કહ્યું, "જ્યાં સુધી તું રોજ આવીજ રીતે મને ઉઠાડે નહીં ત્યાં સુધી મને ઉઠાવાનું મન જ નહીં થાય, ટેવ પડી ગઇ તારી." કહેતાં મિતેશનો શર્ટ ખેંચ્યો અને તેનું ઇન્સર્ટ વીંખી નાખતાં તેને પોતાના પર ખેંચ્યો પણ મિતેશ તેનાથી બચી નીકળ્યો અને પોતાનો શર્ટ સરખો ...Read More
અનહદ.. (19)
મિતેશની ખુશીનો તો પાર ન રહ્યો, એક સાથે બે આશા..! એકતો આશા લગ્ન માટે તૈયાર થઈ ગઈ અને બીજી જીવનમાં આવનાર બાળકની આશા. પક્ષીઓના કલબલાટ સાથેની એક સવારે મિતેશની આંખો ખુલી, અને પહેલી દ્રષ્ટિ પડી પોતાના હાથનું ઓશીકું બનાવી સુતેલી આશાના ચહેરા પર, તે જાગતી જ હતી, તેની શાંત સમુદ્ર જેવી આંખો મિતેશ પર એકધારી મંડાયેલી હતી. મિતેશને લાગ્યું તે એમાં ડૂબી જશે..! "શું જુવે છે, જોયો નથી મને ક્યારેય?" તેના ગાલ પર આવી ગયેલા વાળની લટને પોતાની આંગળી પર વીંટાળતા મિતેશ બોલ્યો, આશા ના ચહેરા પર એક રમતિયાળ સ્મિત આવ્યું! "જોયો તો છે, તારા કરતાં પણ વધારે મેં ...Read More