એક દી તો આવશે..!

(484)
  • 42.3k
  • 25
  • 15.7k

તારા લઈ અમે સજાવી આ રાત છે...નજર, હવે તો આવો તમારી વાટ છે...નમસ્કાર મિત્રો....!!હવે બીજી વાર્તા લખવાની શરૂ કરી છે...અને લખવાનું ચાલુ છે...આપ સહુ નો #બસ કર યાર સ્ટોરી ને ખુબ જ સરસ પ્રતિભાવ મળી રહ્યો છે...!!સહુ બહેનો અને ભાઈઓ નો ખુબ ખુબ આભાર.!!હું કોઈ ઓફિસિયલી પ્રોફેશનલ રાઇટર યા કવિ નથી..પણ...એકાંત અવસ્થા દરેક ને કંઇ ને કંઇ પ્રવૃતિ કરાવતી હોય છે..પછી એ ગમે તે હોય....!!આજે એક રીયલ બનાવ પર થોડુ મગજ કસવાની પ્રેરણા મળી..!અને આપ જાણો છો કે હવે લખવા કયા પેન કાગળ ની જરૂર પડે છે..!તો લેખન સામગ્રી ની ચિંતા

New Episodes : : Every Tuesday

1

એક દી તો આવશે..!

તારા લઈ અમે સજાવી આ રાત છે...નજર, હવે તો આવો તમારી વાટ છે...નમસ્કાર મિત્રો....!!હવે બીજી વાર્તા લખવાની શરૂ કરી લખવાનું ચાલુ છે...આપ સહુ નો #બસ કર યાર સ્ટોરી ને ખુબ જ સરસ પ્રતિભાવ મળી રહ્યો છે...!!સહુ બહેનો અને ભાઈઓ નો ખુબ ખુબ આભાર.!!હું કોઈ ઓફિસિયલી પ્રોફેશનલ રાઇટર યા કવિ નથી..પણ...એકાંત અવસ્થા દરેક ને કંઇ ને કંઇ પ્રવૃતિ કરાવતી હોય છે..પછી એ ગમે તે હોય....!!આજે એક રીયલ બનાવ પર થોડુ મગજ કસવાની પ્રેરણા મળી..!અને આપ જાણો છો કે હવે લખવા કયા પેન કાગળ ની જરૂર પડે છે..!તો લેખન સામગ્રી ની ચિંતા ...Read More

2

એક દી તો આવશે..! - 2

તું દરિયો આપે તો હું રાખી નહીં શકું,આપી શકે તો આપ, બે ઘૂંટ જળની તરસ છે..પાર્ટ ૧..માં વેલા ને નું પાણી રૂપજી નાં ધર્મપત્ની મેના બેન આપવાનું સામે થી કહે છે...વેલો રાજી રાજી થઇ જાય છે...ઘરે જઈ પોતાની પત્ની ને સાદ કરે છે..એની પત્ની સાદ સાંભળતા જ સમજી જાય છે કે આજે વેલો ખુશ છે..આગળ....પાર્ટ ૨..અમુ એની માં નાં કહેવાથી બાપુ ને સાદ કરે છે . વેલો હરખાતો હરખાતો ઓસરી માં પ્રવેશ કરે છે..વેલા નું ઘર એક ઢાળ નું હતું..ઓસરી થી પ્રવેશ કરતા સ્વભાવિક નીચું નમવું પડતું...આ નમવાની રીત ને વેલો મદિર માં પ્રવેશ કરવાની વાત સાથે જોડતો..ને અમુ ને સમજાવતો..કે ...Read More

3

એક દી તો આવશે..! - 3

ખરતા પાંદડા એ દુનિયાનું સૌથી મોટુ સત્ય સમજાવ્યુંકે બોજ બન્યા તો તમારા પોતાના જ તમને પાડી દેશેઆભાર..!પાર્ટ 2 માં પટેલ અને મેના બેન દ્વારા અમુને નિશાળ મૂકવાના પ્રયત્ન થાય છે...વેલો પણ..છોકરો ભણે એવી આશાએ ખુશ થાય છે...હવે આગળ....ભાગ - ૩..છેવટે ...ટ્રેક્ટર નો અવાજ સાંભળી અમુ એ મેના બેન ના ખેતરે દોટ મૂકી....રૂપો પટેલ..અમુ ને જોઈ હસ્યા.."અમલા..તારા બાપુ ને તારી માં ને કે'જે વાળું કરીને આવે"અમુ રાજી રાજી થઈ તબડાક... તબડાક....બૂમો પાડતો એના ઘરે ગયો..અમુ,ગીતા ને લઇ વેલો અને સમુ રૂપા પટેલ નાં ઘરે ગયા...રૂપા પટેલે માંડી ને વાત કરી.. કે "તમારે અમુ ની હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી..મારાથી ...Read More

4

એક દી તો આવશે..! - 4

તારે સોળે શણગાર સજવાની કોઈ જરૂર નથીશરમ પણ શોભે છે તારા ઉપર કોઈ દાગીનાની જેમએક દી તો આવશે... પાર્ટ વેલા ને ઘર નાં હાલચાલ પૂછ્યા.. ને.. શહેર થી લાવેલા બે ત્રણ ખમીસ જેવા બુશઠ વેલા ને આપ્યા...વેલો રાજી રાજી થઇ ગયો...શેઠ ને નાં પણ પાડી શક્યો...કારણ કે આ પહેલી વાર નહોતું બન્યું કે વેલા ને શેઠે કઈક આપ્યું હોય...અમુ પણ કૂદકા મારતો કોઈ દેશી લગ્નગીત ગાઈ રહ્યો હતો.."બાપુ,મારો અમુ થોડો મોટો થાય તો એને પણ ક્યાંક ઠેકાણે પાડજો.."વેલાએ શેઠ ને એક વાત કહી..."વેલા, બે ચોપડી ભણાવ..બસ નાં પાટિયા વાંચી શકે એટલું"શેઠે કહ્યું."હો,શેઠ બેહાડ્યો સે... પણ જાતો નથી."વેલા એ અમુ ...Read More

5

એક દી તો આવશે..! - ૫

"જીન્દગી અને મનગમતા પતંગિયા,ઉડી ગયા પછી હાથ નથી આવતા..!!"એક દી તો આવશે...!!ભાગ - ૫,છેવટે, અમુ નિશાળ ન ગયો...અને ખેતરે એક ભેંસ અને બે ગાય ને લઈ આખો દિવસ ચરાવા જતો..ને મોજ કરે જતો...!!વેલો ને સમુ પણ...એકના એક છોકરા ને હીરા ની જેમ સાચવતા સમય પસાર કરતા હતા.ધીમે ધીમે સમય પસાર થતો ગયો..એકાદ બે વરહ આમ જ નીકળી ગયા..અમુ આઠ વર્ષ નો થઈ ગયો...ગીતા પણ ચાર વરહ ની થઈ ગઈ હતી..!વરસાદ ની અછત વર્તાતા..સુકો દુકાળ ભાસી રહ્યો હતો..પાણી ના તળ ઊંડા જતા રૂપા પટેલ પણ પૂરતું પાણી આપી શકતા નઈ..વેલો પોતાનું ભરણપોષણ થાય એટલું વાવતો..ને સમુ ની હારે એ..ને સુખ ...Read More

6

એક દી તો આવશે..! - ૬

બે દિવસ પછી શેઠ સપરિવાર મુંબઈ જવાના હતા..તો શેઠ ને ફરીથી યાદ અપાવવા સમુ એ વેલા ને કહ્યું..વેલો શેઠ ઘરે જઈ..વિમલ શેઠ ને મળ્યો..ત્યારે વિમલ શેઠ નો છોકરો પ્રકાશ હાજર હતો..વેલા ની નિર્દોષ નજર અને લાચારી જોઈ શેઠ અમુ ને લઈ જવા તૈયાર થઈ ગયા...આગળ...ભાગ ૬અમુ માટે ઘર છોડવું...વસમું જરૂર હતું..પણ સમુ અને વેલા એ જાગતી આંખે દેખાડેલા દીવા સપનાં માં એ વિરહ ની વેદના ભુલાવી દેતો હતો..આમેય એ કયારેય ગામડે થી આઘે વરસે ભરાતા મેળા સિવાય બીજે ક્યાં ક્યારે ગયો હતો..મીઠાઈ નાં પણ રંગ હોય..લાલ,લીલી,પીળી અને સફેદ..!!મેળા માં તો એણે જોઈ હતી .ગામડાનો એ મેળો પણ...આધુનિક યુગનાં લોકો ...Read More

7

એક દી તો આવશે..! - ૭

અમુ પણ શેઠ નાં છોકરાઓ સાથે પાછળ નાં ભાગે ખુશ ખુશ થતો ગાડી માં ચડ્યો...પણ .એની આંખો આજે નહોતી..એ કયારેય વેલા કે સમુ ને છોડી દૂર ગયો નહોતો..એને તો સમુ ને વેલો જ જગત હતું...એ રડી પડ્યો....હા..જોર થી રડી પડ્યો..ને વાતાવરણ પણ રડમસ થઈ ગયું...સમુ પણ હવે પોતાના હૈયા ને કઠિન કરી શકી નહિ..એ પણ હીબકા લેતી લેતી..એકદમ મોટે આવજે રડી પડી...વેલો મજબૂત થયો..એ જાણતો હતો હું ઢીલો પડીશ...તો અમુ પણ જીદ કરી શહેર નહિ જાય..માટે વેલા એ અમુ નાં માથે હાથ મૂકીને સમજાવ્યો..અને શાંત કર્યો..અને થોડીવાર માં ગાડી શહેર નાં રેલવે સ્ટેશન તરફ ગાયબ થઈ ગઈ..સમુ કેડ માં ...Read More

8

એક દી તો આવશે.. - ૮

હૈયું માંડ પરાણે કરતાં, શીખ્યું હતું સ્મિતની ઉજાવણી..ત્યાં પાછી આજે એમને જોયા, અને આંખો થઈ પાણી-પાણી...ભાગ - ૭ માં માટે આ નગર...આ ઇમારતો...ને જ્યાં નજર નાખો ત્યાં બસ કીડિયારા ની જેમ ઊભરાતા માણસ નાં વૃંદ અમુ ને ડરાવી દે છે...આટલી ભીડ તો અમુ એ સાતમ નાં ભરાતા મેળે પણ નહોતી જોઈ ...ઝટપટ સહુ લિપ માં ગોઠવાઈ "આગમન એપારટમેન્ટ" નાં ૯ માં ફ્લોર પર પહોંચે છે...લિપ માં અમુ એક અજીબ પ્રકારની ખુશી અનુભવે છે..એ પોતાને જાણે કોઈ વિમાન માં બેસી આકાશ સફર કરતો હોય તેવી ખુશી અનુભવે છે.....ભાગ - ૮અમુ એક ક્ષણ માટે પોતાના ગામ..ઘર..માં..બાપ..ને સહજ ભૂલી જ જાય છે..નવી દુનિયા માં ...Read More

9

એક દી તો આવશે... - ૯

ખર્ચાઈ ન જાય યાદો એટલે ટુંકમાં જ લખુ છુ,એ બહાને માંણુ તને એટલે તુજ માટે લખુ છુ.સહુ નો આભાર..!!એક તો આવશે....ભાગ ૯..અમુ ને પંદર દિવસ થઈ ગયા...એકાદ બે વાર ઘરે વેલા થી ફોન પર વાતો પણ થઈ..અમુ ને હવે થોડું થોડું ફાવવા લાગ્યું હતું પણ..એકાંત જગ્યા જઈ ધ્રુસકે ધ્રુસકે રડવા નું હજી બંધ નહોતું થયું..એ સમુ અને વેલા ને યાદ કરી મોટેથી ઘણી વાર રડી પડતો...આવા વર્તન થી કોક વાર રાત્રિ નાં સમયે પણ સહુ ની ઊંઘ બગડતી..પણ શેઠાણી દયાળુ હતા.. રાત્રે અમુ ને સમજાવી ફોસલાવી..ઊંઘાડી દેતા...ને શાંત કરતા..આજે સવારથી જ શેઠ,શેઠાણી અને છોકરાઓ ખુશ ખુશ હતા..આજે આમેય સન્ડે ...Read More

10

એક દી તો આવશે... - ૧૦

એમના દિલમાં ઘણુબધું હોય છે...જેના ખિસ્સામાં કઈ નથી હોતું ..!!એક દી તો આવશે..ભાગ - ૧૦આજે આખો દિવસ બસ મઝા મઝા...અમુ ખુશખુશાલ હતો...સાથે સાથે..શેઠ અને શેઠાણી નો સ્વભાવ પણ હવે અમુ ને મેચ થઈ ગયો હતો...આખો દિવસ ઘર નું કઈક કામ કરવાનું..છોકરાઓ જોડે બેસી ભણવાનું...ને..ઘર નાં કોઈ મેમ્બર હાજર ન હોય ત્યારે બધા છોકરાઓ સાથે ધીંગા મસ્તી કરવાની...!!શેઠ નાં છોકરા ઓ પણ અમુ પ્રત્યે લાગણી રાખતા...આમ તો શેઠ પણ ક્યારેય અમુ ને પોતાના છોકરાઓ ની સરખામણી માં નીચો ન ગણતા...છતાંય..કોઈ ચીજ વસ્તુ અમુ ને ગમતી હોય તો..છોકરાઓ એને લાવી અમુ નાં હાથ માં આપી દેતા...ને બદલામાં અમુ પાસે મજાક મસ્તી ...Read More

11

એક દી તો આવશે.. - ૧૧

સપના વેચીને બાળકો ને ખુશ રાખે છેદર્દ દિલમાં દબાવી હસતું મુખ રાખે છે..પોટલા સુખના એ ખોલી ને રાખે છેબા છેડે બાંધી દુઃખ રાખે છે...સહુ મિત્રો નો આભાર...!એક દી તો આવશે...ભાગ - ૧૧..સાંજનો સમય થઈ ગયો હતો.બાપ્પાના વિસર્જન ની લાંબી લાઇન હતી..શેઠ અને બીજા લોકો બાપ્પા ની પ્રતિમા સાથે કતાર માં જ હતા...જબરજસ્ત મેદની ઉમટી પડી હતી.. મુંબઈકરા માટે આજે ઉત્સવ જ નહિ બલ્કે મહાઉત્સવ હતો..એવું લાગતું હતું કે જાણે આખી મુંબઈ આજે દરિયા કિનારે એકઠી થઈ ગઈ હતી...લોકો અવનવા કોડ ગણવેશ માં શોભી રહ્યા હતા..અવનવી વેશભૂષા સહુ નું ધ્યાન કેન્દ્રિત કરતી હતી..ડિજિટલ વાંજિત્રો..દેશી નાસિક ઢોલ.. શરણાઈ...ને બ્યુગલો..બાપ્પા ની રાજશી ...Read More

12

એક દી તો આવશે... - ૧૨

અથડાઇ ગયા અચાનક એ રસ્તામાં,એ ચાલ્યા ગયાને હું ખોવાયો એ રસ્તામાં..એક દી તો આવશે..!ભાગ-૧૨એ નાદાન એવું સમજ્યો હશે કે એની પાછળ પડ્યો છે...!!અમુ આ જન મેદની માં ટેમ્પો..ભૂલી જ ગયો હતો..સાથોસાથ...શેઠ...શેઠાણી અને લોકો સુધી પહોચવાની આશા..!અમુ ભીડ માં ફસાઈ ગયો....એ ગળું ફાડી ફાડીને બૂમો પાડી રડી રહ્યો..પણ આ વિશાળ મેળા માં કોઈ એનો અવાજ સાંભળી શકે તેમ નહોતું...ઢોલ નગારાં અને વાજિંત્રો નાં ઘોંઘાટ માં અમુ નો આવાજ અમુ સુધી પણ પહોંચવા માં નિષ્ફળ રહ્યો...અમુ ટેમ્પા નાં પાર્કિંગ ની દિશા ભૂલી ઉલ્ટી દિશા માં દોડતા દોડતા એકાદ બે કિલોમટર આઘે આવી ગયો હતો..એ એકદમ ગભરાઈ ગયો હતો..એની આવાજ કોઈ સુધી ...Read More