લવ કોમ્પ્લીકેટેડ

(433)
  • 52.6k
  • 28
  • 31k

એક વર્ષ પછી આજે હું ઘરે આરામ થી સૂતો હતો પણ, ઘૂઘૂ.... ઘૂ.... કરતા કબૂતરના અવાજે મારી ઊંઘ બગાડી, "અરે યા..... ર.... આ કબૂતર ની જાત ખબર નહીં કોણે એનું નામ શાંતિદૂત રાખ્યું હશે! એની ઊંઘ ક્યારેય ખરાબ નહીં કરી હોય ને!" ટેબલ પર પડેલી ઘડિયાર માં જોયું સાડાપાંચ વાગ્યા હતા, થોડો વધારે વહેલો ઉઠી ગયો એવું લાગ્યું, આંખો ખોલવા માટે પણ મહેનત કરવી પડી. બારી પાસે કદાચ કબૂતર બેસેલું હશે! અવાજ ક્યાંથી આવી રહ્યો છે તે જોવા માટે બારી પાસે જઈ પડદો ખસેડયો, કબૂતર ઉડી ગયું. પડદો પાછો બંધ કરતો હતો પણ, મારી આંખો એ કંઇક એવું જોયું કે

Full Novel

1

લવ કોમ્પ્લીકેટેડ (1)

એક વર્ષ પછી આજે હું ઘરે આરામ થી સૂતો હતો પણ, ઘૂઘૂ.... ઘૂ.... કરતા કબૂતરના અવાજે મારી ઊંઘ બગાડી, યા..... ર.... આ કબૂતર ની જાત ખબર નહીં કોણે એનું નામ શાંતિદૂત રાખ્યું હશે! એની ઊંઘ ક્યારેય ખરાબ નહીં કરી હોય ને!" ટેબલ પર પડેલી ઘડિયાર માં જોયું સાડાપાંચ વાગ્યા હતા, થોડો વધારે વહેલો ઉઠી ગયો એવું લાગ્યું, આંખો ખોલવા માટે પણ મહેનત કરવી પડી. બારી પાસે કદાચ કબૂતર બેસેલું હશે! અવાજ ક્યાંથી આવી રહ્યો છે તે જોવા માટે બારી પાસે જઈ પડદો ખસેડયો, કબૂતર ઉડી ગયું. પડદો પાછો બંધ કરતો હતો પણ, મારી આંખો એ કંઇક એવું જોયું કે ...Read More

2

લવ કોમ્પ્લીકેટેડ (2)

બારી નો કાચ તોડીને બોલ અંદર આવ્યો. 'નવરીનાવ, નલાએક, તોફાની છોકરાંવ ને હજાર વાર કહ્યું કે મેદાન માં જઈ રમો પણ માનતા જ નથી કોઈના બાપનું, હવે આ કાચ કોણ નવો કરાવી દેશે!' મેં તૂટેલા કાચ વાળી બારી માંથી જોયું. ડેલીએ ઉભા મમ્મી હૈયાવરાળ કાઢી રહ્યાં હતાં. સામે બધાં બાળકો ઘેરો વળી ને ઉભા હતાં. જેમાંથી એક છોકરો પાછળ ની તરફ ઇશારો કરતાં બોલ્યો, 'આંટી અમે નથી તોડ્યો કાચ, એતો માધુરીદીદી એ સિક્સર મારી!' બધા બાળકો એ જેની તરફ ઈશારો કર્યો તે તો બધાની પાછળ છુપાઈ ને બેસેલી હતી, 'સોરી આન્ટી, થોડો વાધારે જોર થી લાગી ગયું, તમે ટેન્શન ...Read More

3

લવ કોમ્પ્લીકેટેડ (3)

ભાગ- 3 બેલ વગાડી દરવાજો ખુલવાની રાહ જોઈ ઉભો હતો, એક આધેડ વય ના આંટી એ દરવાજો ખોલ્યો. 'જય કૃષ્ણ આંટી, હું ચિરાગ, તમારી સામે જ રહું છું. ' 'ચિરાગ, અરે સવિતાબેન નો દીકરો ને! આવ બેટા અંદર આવ.' અહીં બેસ, કહી મને ખુરસી પર બેસાડ્યો. હું ઘરમાં ચરે તરફ જોઈ રહ્યો, ભાડા નું મકાન હતું, પણ બધું એકદમ વ્યવસ્થિત ગોઠવેલું હતું. અમે રહેવા આવ્યાં ત્યારથી તને જોયો જ નથી ને, તારા મમ્મી કહેતાં કે તું બહાર છો ભણવા માટે, તેમણે પણી નો ગ્લાસ આપતા કહ્યું. 'આંટી, મધુરીજી નથી?' 'મારે અમુક સવાલો સમજવા છે તેમની પાસે થી.' મેં પાણી ...Read More

4

લવ કોમ્પ્લીકેટેડ (4)

ભાગ- 4 અંતે પરિક્ષા પતાવી ઘરે આવ્યો, રાત હતી. માધુરી ને મળવાનું બહુ મન થતું રહ્યું પણ સવાર સુધી જોયા વગર છુટકો જ નહોતો. સવારે દૂધ લેવા માટે નીકળશે તો કમસેકમ તેને જોઈ તો શકાય એમ વિચારી પાંચ વાગ્યાની એલાર્મ મૂકી સુવાનો પ્રયત્ન કર્યો, પણ ઊંઘ તો આવવાનું નામ જ નહોતી લેતી. એલાર્મ વાગતાં પહેલાં જ ઉઠી જવાયું, હજુ તો સાડા ચાર જ વાગ્યા હતા તો પણ હું ખુરસી રાખી બારી પાસે ગોઠવાઈ ગયો. રોજ દૂધવાળા ના સમય પહેલાં જ આવી જતી પણ આજે તો દુધવાળાને પણ બેલ વગાડવી પડી. થોડી વારે દરવાજો ખુલ્યો, આજ એક મહિના પછી હું ...Read More

5

લવ કોમ્પ્લીકેટેડ (5)

ભાગ- 5 મારું તો જાણે દિલ જ તૂટી ગયું. સ્કૂલ કોલેજ માં ઘણી છોકરીઓ ના સંપર્ક માં આવ્યો હતો આટલી હદે કોઈ તરફ ખેંચાયો નહોતો. સતત તેના જ વિચાર આવ્યે રાખતા. કેમે કરી મારુ મન શાંત જ નથી થતું. ચાલો, ફ્રેન્ડ્સ તો છીંએજ એમ મન મનાવી ઉંઘવા નો પ્રયત્ન કર્યો. તેની સામે આવવાની હિંમત જ નહોતી થતી, થોડા દિવસ મેં તેનાથી દૂર રહેવાની કોશિશ કરી પણ બહુ મુશ્કેલ હતું મારા માટે. તે ઘરે આવે તો હું રુમ માંથી બહાર આવવા નું ટાળતો. હવે મેં બારીમાંથી તેને જોવાનું પણ બંધ કરી દીધું. એક દિવસ હું મારા રૂમમાં કંઈક વાંચી રહ્યો ...Read More

6

લવ કોમ્પ્લીકેટેડ (6)

ભાગ- 6 તસ્વીર જોઈ મારા હોંશ ઉડી ગયા. લગ્નની તસ્વીર હતી, માધુરી સાથે તે જ હતો જેનો ફોટોગ્રાફ તે સૂટકેસમાંથી પડી ગયેલો. મેં આશ્ચર્યભાવે તેની તરફ જોયું. આ છે મારો પાસ્ટ, મારો પતિ જે લગ્નના એક જ મહિનામાં મને છોડી બીજી સાથે જતો રહ્યો. મમ્મી-પપ્પા ના દબાણ ના કારણે મારી સાથે લગ્ન કરેલાં. જતો રહ્યો છોડી ને, ત્રણ વર્ષ થઇ ગયાં, પાછું વળીને જોયું પણ નહીં ક્યારેય. આ મારાં મમ્મી-પપ્પા નથી તે મારા સાસુ-સસરા છે. હું દીકરી નથી એમની પુત્રવધૂ છું પણ દીકરીની જેમ રાખે છે મને, કેમ છોડી સકું એ લોકોને. તેને રડતાં રડતાં આખી કહાની કહી નાખી. ...Read More

7

લવ કોમ્પ્લીકેટેડ (7)

ભાગ- 7 મમ્મી નું વર્તન જોઈ હું ડઘાઈ જ ગયો. પણ મમ્મી નું દિલ ના દુખે તે માટે કસું બોલ્યા વગર જમીને મારા રુમમાં જતો રહ્યો. મમ્મીને આ સું થઈ ગયું! હવે સું કરવું, માધુરીને સું જવાબ આપીશ બહુ મોટી મોટી વાતો કરેલી. આવા વિચારો વચ્ચે ક્યારે ઊંઘ આવી ગઈ ખબર જ ન પડી. રોજ ની જેમ પાંચ વાગ્યે એલાર્મ વાગી. હું બારી પાસે જઈ ઉભો રહ્યો. તે ડેલીએ આવી ઉભી હતી, મારી તરફ જોયું. ખબર નહિ કેમ પણ હું પાછળ ખસી ગયો. મનોમન નક્કી કર્યું હવે પછી આ રીતે ક્યારેય બારી પર નહી આવું. બેડ પર જઈ ફરી ...Read More

8

લવ કોમ્પ્લીકેટેડ (8)

ભાગ- 8 એમણે મારા માથા પર હાથ ફેરવ્યો, મને લાગ્યું મારું મન એકદમ શાંત થઈ રહ્યું છે. મને મારી સમજાઈ રહી હતી. માધુરી, મમ્મી મારો સંબંધ બીજે નક્કી કરવાનું કહે છે, હું કેમ કરી શકું! હું તો તમને જ ચાહું છું. હવે હું સું કરું એ જ નથી સમજાતું! મારાથી મમ્મી ની ઉપરવટ જઈ ના શકાય અને તમારા વગર રહી ના સકાય. રહેવું પડે ચિરાગ, હંમેશા આપણે જે જોઈતું હોય એ બધું મળી જ જાય એવું નથી હોતું. આંટી સમજી ગયાં હશે કે આપણું કંઈ જ ન થઈ શકે. જો ચિરાગ, હું પણ તને પસંદ કરું છું, કદાચ એ ...Read More

9

લવ કોમ્પ્લીકેટેડ (9)

ભાગ- 9 અંતર વધી રહ્યું હતું. હા, પણ જયારે પારુલ સાથે હોઉં ત્યારે! એકલો પડું ને તેનો વિચાર ન એવું તો ક્યારેય નહોતું બન્યું. એમને મારા મન કે દિલ માંથી નિકાળવાનો તો મેં પ્રયાસ પણ કદી નહોતો કર્યો. હવે મને લાગતું કે હું બે નાવ પર સવાર છું અને બન્ને ની દિશાઓ પણ અલગ અલગ છે. મારે જલ્દીથી કોઈ નિર્ણય લેવો જ પડે. સું કરવું, કોને કહેવું, ક્યાં જવું! કંઈજ સમજમાં નથી આવતું. પારુલ સારી છોકરી છે, સમજદાર છે, મને આટલો સમય પણ આપ્યો વિચારવા માટે. એ મારો પ્રશ્ન છે કે હું કોઈ નિર્ણય નથી લઈ શકતો. હવે એની ...Read More

10

લવ કોમ્પ્લીકેટેડ (10)

ભાગ- 10 મને કહેશો આપણે ક્યાં જઈએ છીએ? હું રણચંડી બનેલી પારુલ ની પાછળ પાછળ ઢસડાતો જતો હતો પરથી ધક્કો મારવો છે તમને! ચાલો. તે બોલી, તમારું બીજું તો કંઈ થઈ શકે એમ નથી. કહેતી મને રીતસર ખેંચીને ચાલતી રહી. અરે એવુંતો કોઈ કરતું હશે? સોરી પારુલ. તમે જ તો કહ્યું કે આપણે ફ્રેન્ડ્સ છીંએ, એટલે તો મેં બધી વાત કરી તમને. હું તમારી સાથે લગ્ન કરવા પણ તૈયાર છું, પ્લીઝ મને છોડી દો. તે અચાનક ઉભી રહી ગઈ. ને બોલી. કેમ, બીજી માધુરી બનાવવી છે મને? ચૂપ ચાપ આવો મારી સાથે. પાર્ક માંથી નીકળી ઓટો લીધી ને સીધી ...Read More