હેલ્યુસિનેશન (એક ભ્રમ)

(234)
  • 24k
  • 25
  • 13.2k

રાત્રીના સાડા બારનો સમય. અમદાવાદમાં ચોમાસુ બરાબરનુ જામ્યું છે. આકાશ એના ઘેરા વાદળોથી ડૂબી ગયું છે. અચોક્કસ સમયાંતરે થતી વીજળી અને વાદળોની ગર્જના આજે કોઈ અજુગતી ઘટના ઘટવાની હોય એનો અંદેશો આપતી હતી. એટલામાં જ અચાનક “Indus Plaza” નામની મલ્ટીનેશનલ કંપની માંથી એક માણસ બહાર નીકળ્યો અને કંપનીના મેઈન ગેટ તરફ ચાલવા લાગ્યો. સહેજ કરીને છ ફૂટનો એ માણસ એકદમ પ્રોફેશનલ કપડામાં સજ્જ, મજબૂત બાંધો, જવાબદારીઓના સંપૂર્ણ બોઝને ખુશીથી ઉપાડી શકે તેવા તેના ખભા. ડાબા હાથના કાંડા પર rolex ની ઘડિયાળ ,જમણા હાથની આંગળી પર એક નાનો ચંદ્રનો નંગ તેના શાંત પણ ઊંડા સ્વભાવની  ચાળી ખાતા હતા. એક હાથ ખિસ્સામાં

Full Novel

1

હેલ્યુસિનેશન ( એક ભ્રમ) - પ્રકરણ ૧

રાત્રીના સાડા બારનો સમય. અમદાવાદમાં ચોમાસુ બરાબરનુ જામ્યું છે. આકાશ એના ઘેરા વાદળોથી ડૂબી ગયું છે. અચોક્કસ સમયાંતરે થતી અને વાદળોની ગર્જના આજે કોઈ અજુગતી ઘટના ઘટવાની હોય એનો અંદેશો આપતી હતી. એટલામાં જ અચાનક “Indus Plaza” નામની મલ્ટીનેશનલ કંપની માંથી એક માણસ બહાર નીકળ્યો અને કંપનીના મેઈન ગેટ તરફ ચાલવા લાગ્યો. સહેજ કરીને છ ફૂટનો એ માણસ એકદમ પ્રોફેશનલ કપડામાં સજ્જ, મજબૂત બાંધો, જવાબદારીઓના સંપૂર્ણ બોઝને ખુશીથી ઉપાડી શકે તેવા તેના ખભા. ડાબા હાથના કાંડા પર rolex ની ઘડિયાળ ,જમણા હાથની આંગળી પર એક નાનો ચંદ્રનો નંગ તેના શાંત પણ ઊંડા સ્વભાવની ચાળી ખાતા હતા. એક હાથ ખિસ્સામાં ...Read More

2

હેલ્યુસિનેશન ( એક ભ્રમ) - પ્રકરણ - ૨

ગમે તેટલો પ્રેમ કેમના હોય શંકાનું એક જ બીજ તિરાડ રૂપી વૃક્ષ બનવામાં જરાય સમય લેતું નથી. આજે એનાથી ખાવાનું જ નહીં. એના ડ્રોઈંગરૂમ ના કોર્નર માં એક સ્પેશિયલ બાર તેણે બનાવ્યો હતો, જેમાંદુનિયાભરની સારામાં સારી નશાની બધી જ વસ્તુઓ બોટલમાં કેદ રહેતી. “સૂવું નથી તમારે? કાલે પાછું વહેલું જવાનું હશે?” પ્રિયાએ પૂછ્યું. શાંતનુ કંઈ બોલી ના શક્યો, ફક્ત ઈશારો કરી પ્રિયાને સૂઈ જવા ચાલ્યા જવાનું કહ્યું. ગ્લાસમાં બ્રેન્ડી લઈને કેટલાય કલાકો સુધી સૂનમૂન બેસી રહ્યો. કેટલાય વાવાઝોડા ને મનમાં સમાવી લીધા. પોતાના પર ખુબ જ ગુસ્સો આવ્યો. પ્રિયાને મોસીન જોડે જવાની કદાચ જરૂર એટલા માટે જ પડી કારણકે ...Read More

3

હેલ્યુસિનેશન ( એક ભ્રમ ) - પ્રકરણ -૩

એ ડૉક્ટરને પોતાની ઘરે લઈ ગયો. એના ફ્લોર પર સીસીટીવી કેમેરા છે, એ ફલેટના તમામ ફ્લોર પર આવા જ હતા. એ વિસ્તાર થોડોક અવાવરૂ હતો એટલે ચોરોના ત્રાસથી બચવા માટે આ પગલું જરૂરી હોતું. બંને જણાં સીધા સિક્યુરિટી કેબિનમાં પહોંચ્યા, અને છેલ્લા દસ દિવસના રાત્રિના ત્રણ વાગ્યાના રેકોર્ડિંગ જોયા. અને મોસીન સાચો હતો પણ ડૉ.વિનાયક આ બધું જોઈને ચોંકી ગયા...! જ્યારે પણ શાંતનું દરવાજો ખોલતો અને ધમાલ કરી પાછો જતો ત્યારે શાંતનુના દરવાજાની પાછળ એક ‘પડછાયો’ હંમેશા રહેતો, અને હંમેશા દરેક ફૂટેજમાં એકની એક જગ્યાએ એક જ માણસ એકજ પોઝમાં ઊભો રહે, એ વાત ડૉ. દવેને ગળે ઉતરે એવી ...Read More

4

હેલ્યુસિનેશન ( એક ભ્રમ ) પ્રકરણ - ૪

સાઇકોલૉજિકલ બીમાર શાંતનુની જોઇને ડો. ને ખાતરી હતી કે શાંતનુની પ્રિયા તેને બહુ પહેલાં તેને છોડીને જતી રહી છે તો આ એકતરફી પ્રેમમાં પાગલ થઈ ગયો છે..! ડૉ વિનાયક એ પોતાના લાઇફનો સૌથી ચેલેન્જીંગ કેસ લાગ્યો એમના પ્રમાણે શાંતનુ ડિપ્રેશનના લીધે hallucinations અને delusion કદાચ બંને વસ્તુ થી પીડિત હતો..! અને એમની થિયરી કે એ જ સાયકાઅૅટ્રીક તરીકેની એમની શીખેલી પ્રેક્ટિસ પ્રમાણે જો પ્રિયા આ દુનિયામાં અસ્તિત્વ ધરાવતી હોય તો તેને શાંતનુની સામે લાવવામાં આવે તો કદાચ શાંતનુની ટ્રીટમેન્ટ શક્ય બની શકે..!મોસીન તો ડાહ્યા સ્ટુડન્ટની જેમ બધું જ સાંભળ્યું.. તે તો “ઉલમાંથી ચૂલમાં” પડ્યો હતો; એને નીકળવું હતું શાંતનુ ...Read More

5

હેલ્યુસિનેશન ( એક ભ્રમ ) પ્રકરણ - ૫

પ્રિયાએ કહેવાનું શરૂ કર્યું:“દેખ શાંતનુ તો બહુ સારો છોકરો છે. મારી ભૂલ હતી કે મેં આખી કોલેજ સામે તારી ઉડાડી, મારે એ નતું કરવાનું ;પણ હું તારી સાથે રહી નહીં શકું અને મારાથી પણ સારી છોકરી મળશે. જે તારા આ ઘરને ખુશીઓથી ભરી દેશે..!”શાંતનું: “પણ મારામાં શું ખામી છે પ્રિયા?? તું બોલ ખાલી હું પૂરી કરી દઈશ..!”“કમી કોઈ નથી તારામાં; પણ હું તને પ્રેમ નહિ કરી શકો.. મારા લગ્ન બીજા કોઈ જોડે થઈ ગયા છે....!!”સૌમ્ય આવે છે.“જો શાંતનુ પ્રેમમાં બળજબરી ના હોય, હક ના હોય, પ્રેમ કશું મેળવવા માટે ના થાય..!”અચાનક જ એના ચેહરાના હાવભાવ બદલાવા લાગ્યા..“પિ્યા; આ માણસ ...Read More

6

હેલ્યુસિનેશન ( એક ભ્રમ ) પ્રકરણ ૬

ડૉક્ટરના આઘાતમાં વધુ આઘાતનો ઉમેરો કરતાં શાંતનુને પોતાના લમણા પર પિસ્તોલ મૂકી દો, એને બચાવવા માટે ઊભા થાય એ એણે પિસ્તોલ દબાવી દીધી..! શાંતનું હંમેશા માટે શાંતિમાં વ્યાપી ગયો......!!Dr અને mohsin સ્તબ્ધ અને અવાક બની ત્યાંબેસી રહ્યા. ડૉકટરને પારાવાર પસ્તાવો થયો એક જિંદગી બચાવવા માટે તેણે ત્રણ જિંદગી ગુમાવી દીધી..!mohsin થોડીવારમાં સ્વસ્થ થઈને બોલ્યો:“ડોક્ટર સાહેબ જે થવાનું હતું એ થયું ,હવે તમે એમાં પડશો તો તમારું નામ બદનામ થશે. તમે નીકળો અહીંયાથી.. ! હુ આ કાળી દુનિયાને નજીકથી જાણું છું; ત્રણેયની લાશ નો ફેંસલો થઇ જશે કોઈને ગંધ પણ નહીં આવે કે અહિયાં શું થયું હતું?”“પણ mohsin આ પાપ ...Read More