64 સમરહિલ

(23.4k)
  • 1.1m
  • 1.4k
  • 714.5k

સ્થળઃ મધ્યપ્રદેશ અને છત્તીસગઢની બોર્ડર પર સિરોંજ ગામથી ડિંડોરી તરફ આવેલું એક પુરાણું દેવાલય સમયઃ નમતી બપોર ધર્મશાળાના ખખડધજ બારણાની ફાંટમાંથી આવતાં અજવાસની ઝાંય બદલાતી જોઈને તે પથારીમાંથી બેઠો થયો. આકાશમાં કદાચ વાદળો ઘેરાઈ રહ્યા હતા.

Full Novel

1

64 સમરહિલ - 1

સ્થળઃ મધ્યપ્રદેશ અને છત્તીસગઢની બોર્ડર પર સિરોંજ ગામથી ડિંડોરી તરફ આવેલું એક પુરાણું દેવાલય સમયઃ નમતી બપોર ધર્મશાળાના ખખડધજ બારણાની ફાંટમાંથી અજવાસની ઝાંય બદલાતી જોઈને તે પથારીમાંથી બેઠો થયો. આકાશમાં કદાચ વાદળો ઘેરાઈ રહ્યા હતા. ...Read More

2

64 સમરહિલ - 2

બહાર ધર્મશાળાના વિશાળ ચોગાનમાં ચોમાસાની નમતી બપોરનો આછકલો તડકો પછડાતો હતો. પીપરના ઝાડ ફરતાં ચણેલાં ઓટલા પર ઊભડક બેસેલા અને ઘૂમટા તાણેલી ઓરતો કુંડાળુ વળીને સમૂહમાં કોઈક ધૂન ગાઈ રહ્યા હતા. હારબંધ ઓરડાઓ પૈકી કેટલાંકમાં ચહલપહલ વર્તાતી હતી. લાંબી પરસાળની વળગણી પર ટૂવાલ, ધોતિયાં-ખમીસ સૂકાતાં હતાં. ...Read More

3

64 સમરહિલ - 3

તેની બંધ આંખોની ભીતર ઘેનભર્યો ઓથાર થડકાઈ રહ્યો હતો. ઘડીકમાં કોઈક મુછ્છડ આદમી તેના લમણે ગન તાકીને ઊભેલો દેખાતો હતો. એ મૂર્તિની રેખાઓમાંથી સજીવન થયેલી ઓરત છુટ્ટા વાળ ઘૂમરાવીને તેની સામે વિકરાળ ચહેરે અટ્ટહાસ્ય રેલાવતી હતી. બાવળ-બોરડીના ઝાડી-ઝાંખરા વચ્ચે છોલાતા શરીરે એ ભાગવા પ્રયાસ કરતો હતો અને કમબખ્ત આખો રસ્તો જ જાણે ભોંયમાં ઉતરી રહ્યો હોય તેમ ઊંડો ને ઊંડો જતો રહેતો હતો. ...Read More

4

64 સમરહિલ - 4

'અહીં બીજું કંઈ ખાસ અત્યારે મળતું નથી એટલે આ ખાઈ લીધા વગર તારો આરો નથી...' બાથરૂમમાંથી એ બહાર આવ્યો તેની સામે ટુવાલ ધરતાં એ આદમીએ કહ્યું, 'ડબલ આમલેટ ખાઈને જરાક તાજો થા પછી આપણે ઘણી વાતો કરવાની છે...' ટુવાલના છેડાથી મોં લૂછવાનો ડોળ કરીને છપ્પને ચહેરા પરનો ગભરાટ ઢાંકી દીધો. ત્રાંસી આંખે ફરીથી તેણે ઓરડાનું નીરિક્ષણ કર્યું. તેણે ઊઠાવેલી મૂર્તિ ખુરસીના પાયાના ટેકે આડી પડી હતી અને મૂર્તિમાંથી ઝાંખીપાંખી ઉપસતી સ્ત્રીની આકૃતિ તેની સામે બિહામણું સ્મિત વેરી રહી હતી. ...Read More

5

64 સમરહિલ - 5

ઝરમર વરસાદની ભીનાશ ઓઢીને બારીમાંથી પ્રવેશતી પવનની શીળી લહેર છપ્પનસિંઘના છળી ઊઠેલા ચહેરા પર વાગતી હતી. આ જગ્યા કઈ આ માણસ કોણ હતો? અત્યારે ક્યો સમય થયો હતો? પોતે કેટલોક સમય બેહોશ રહ્યો? છપ્પનના દિમાગમાં અટકળોની સમાંતરે છૂટકારો મેળવવાની તરકીબો દોડી રહી હતી. તેને પકડનારો માણસ પોલિસવાળો ન હોય એથી ખુશ થવું જોઈએ કે એથી મુશ્કેલી વધતી હતી? છપ્પન નક્કી ન્હોતો કરી શકતો. ...Read More

6

64 સમરહિલ - 6

ક્યાંય સુધી છપ્પન હતાશાથી ભાંગેલા મનથી ભોંય પર જ ઢળેલો રહ્યો હતો. છેવટે એ આદમીએ તેને ઊભો કર્યો હતો. તીવ્ર તાજુબી થતી હતી અને એ સાલો હળવું સ્મિત વેરી રહ્યો હતો. ખણણણણ... અવાજ સાથે તેણે લોખંડના કબાટનું સજ્જડ થઈ ગયેલું બારણું ખોલ્યું. છપ્પન ન જોવાનો ડોળ કરીને એક ચોરની નજરે બારીકાઈથી નીરખી રહ્યો હતો. ...Read More

7

64 સમરહિલ - 7

'ઈંહા હી ઠહરિયો સા'...' નીલગિરિના પાતળા-ઊંચા વૃક્ષોના ઝુંડમાં પ્રવેશતાં જ પૂજારીએ આંગળી ચિંધીને કહ્યું એ સાથે જીપ્સી એ દિશામાં વળી. માટીને પસવારતા નમતી બપોરના તડકામાં વહેલી સવારે પડેલા વરસાદની કુમાશ વર્તાતી હતી. સીમની લીલાશ ઓઢીને પાદરમાં પ્રવેશતી સાંજ લાકડાંના અધખુલ્લા ડેલામાંથી ઢાળ ઉતરી રહી હતી. ભીંજાયેલી માટીની સોડમ, સૂકાં ખડના રાડાં મઢેલી છાજલી, હારબંધ ઊભેલા મકાનોની કાચી દિવાલો અને ફળિયાના વેકરામાં ઉઘાડા પગે દોડી જતું શૈશવ... ...Read More

8

64 સમરહિલ - 8

બુકના કવર પર ત્વરિતનો ફોટો અને નામ જાણીને મગરના મોંમાં હાથ નાંખી દીધો હોય એમ છપ્પન છળી ઊઠયો હતો. એક ભણેશરીના હાથે પોતે ઝડપાઈ ગયો? ઝડપાયો એટલું જ નહિ, એ પછી ય તેના આટલા દાવ નિષ્ફળ બનાવીને એ સાલો તેના પર હાવી થઈ રહ્યો છે? બાપ જીવતો હોત તો... ગૂંગાસિંઘ પોતાની આ બેવકૂફીથી કેટલો હતાશ થયો હોત તેની કલ્પનાથી ય છપ્પન ઓજપાઈ ગયો. ...Read More

9

64 સમરહિલ - 9

દરેક મૂર્તિનો ડાબો હાથ જમણાં હાથ કરતાં લાંબો હોય એવું કહેતી વખતે ત્વરિતના ચહેરા પર અજબ આવેગ, આંખોમાં અદમ્ય અને અવાજમાં ઉશ્કેરાટ વર્તાતા હતા. તેણે ફગાવેલી તસવીરો છપ્પન ઘડીક ધ્યાનભેર જોઈ રહ્યો. તસવીરોમાં દેખાતી મૂર્તિના બંને હાથ તેણે ચકાસ્યા પણ ડાબા-જમણાંનો ભેદ કે એ ભેદનું કારણ તેને સમજાતાં ન હતા. અસમંજસભર્યા ચહેરે તેણે ત્વરિતને પૂછી લીધું, 'એનાંથી શું ફરક પડે?' ...Read More

10

64 સમરહિલ - 10

'નાવ આઈ હોપ કે દુબળી વિશે મને તું તમામ વિગત કહે અને સાચી કહે...' પલંગની સમાંતરે ચોરસો પાથરીને તેનાં ઓશિકું ઝાપટતાં ત્વરિતે કહ્યું. પોતે ચોરી કરતાં ઝડપાયો તેનો આઘાત છપ્પનના દિમાગમાંથી હજુ ઓસર્યો ન હતો ત્યાં બીજો આઘાત તેના માથામાં સણકાં બનીને વાગી રહ્યો હતો. પોતે જે મૂર્તિઓ ચોરતો હતો તેની અસલી કિંમત આંકવામાં એ સદંતર બેવકૂફ ઠર્યો હતો. ...Read More

11

64 સમરહિલ - 11

કેટલીય વાર સુધી બંને એ જ સ્થિતિમાં બેઠા રહ્યા અને બેબાકળી બનેલી મૌન સ્તબ્ધતા ઓરડાના સન્નાટામાં ફરતી રહી. છેવટે ત્વરિતે લંબાવતાં મૌન તોડયું, 'ચાલ, હવે બહુ મોડું થઈ ગયું છે. ઘડીક સૂઈ જા... મારે સવારે ડિંડોરી જવું પડશે.' છપ્પને જવાબ ન વાળ્યો પણ તેને ત્વરિતે 'ડિંડોરી જવું પડશે' એમ કહ્યું એથી એ એટલું સમજાઈ ગયું કે તેઓ અત્યારે ડિંડોરીમાં તો નથી જ. તેને એ પણ સમજાતું હતું કે, ત્વરિત અહીં મૂર્તિઓનો અભ્યાસ કરવા નિયમિત આવતો હતો એટલે મૂર્તિ ચોરાયા પછી તે ગેરહાજર હોય એથી શંકા તેના પર જ જાય. ...Read More

12

64 સમરહિલ - 12

છપ્પન ભાગવાનું ટાળે એ માટે ચોરેલી મૂર્તિ ઈકોસ્પોર્ટની પાછળી સીટના મોડિફાઈ કરેલા ખાનામાં રાખીને તે અહીં આવ્યો હતો એ હવે તેને પોતાની સરાસર બેવકૂફી લાગતી હતી. 'પ્લાન બદલવો પડશે..' ખિસ્સામાંથી રૃમાલ કાઢીને ચહેરા પરનો પસીનો લૂછતા તે મનોમન બબડયો. પોલીસ તેની ધારણાથી અનેકગણી વધારે ચબરાકીથી અને પોલીસને કદી સુસંગત ન લાગે એટલી ઝડપથી તપાસમાં જોતરાઈ ગઈ હતી. ...Read More

13

64 સમરહિલ - 13

ફરીથી ધાબા પર સ્તબ્ધતા છવાઈ ગઈ. પ્લેટ વીછળતો છોકરો ફરીથી ચોંકીને થંભી ગયો. ખાટલા પર પલાંઠી વાળીને જમી રહેલા હાથમાં ફરીથી રોટલાનું બટકું અટકી ગયું. દેહાતીઓની ઉલટતપાસ કરી રહેલો કેકવો ફરીથી અવાજની દિશામાં દોટ મૂકવા જતો હતો ત્યાં ત્વરિત તેને દેખાયો. 'વો લૌંડિયા આઈ થી કહાં સે?' તેણે હાંફતી છાતીએ કેકવાને પૂછી નાંખ્યું. ...Read More

14

64 સમરહિલ - 14

પોતે છપ્પનની સાથે છે એટલું જ નહિ નામ-ઠામ અને કામ સહિત દુબળી પોતાને ય જાણી ચૂક્યો છે તેના અહેસાસ ત્વરિત અવશપણે સોફા પર પટકાઈ ગયો હતો. મધરાત થવા આવી હતી. બહાર ધીમી ધારે વરસાદ શરૃ થઈ ગયો હતો. ધાબાની રોજિંદી ચહલપહલ જંપી ગઈ હતી. સિવાય કે, કેકવો હાજર હોય ત્યારે હરઘડી ગાતો રહેતો યેશુદાસ... ધાબાના છાપરે ગોઠવેલા સ્પિકર પરથી ગીત પોકારી રહ્યું હતું, 'ગોરી તેરા ગાંવ બડા પ્યારા... મૈં તો ગયા મારા.. આ કે યહાં રે.. આ કે..' ...Read More

15

64 સમરહિલ - 15

ચોમાસાની સવારનો ભીનો અજવાસ આંજીને ડિંડોરી હજુ આળસ મરડી રહ્યું હતું ત્યારે જિપ્સી વાન ગામના પાદરમાં દાખલ થઈ ગઈ દૂર ટેકરીઓ પરથી ખેતર ભણી વહી આવતો પાણીનો નાનકડો ઝરો, જ્યાંત્યાં ભરાયેલા ખાબોચિયાં, ભીની માટીના કાદવમાં લપેટાતી ઢોરના છાણની ગંધ, સડકની પેલી તરફ ખુલ્લામાં લાઈનબંધ હાજતે બેસીને એકબીજા પર કાંકરીદાવ રમી રહેલા નાગાપૂગાં ટાબરિયા અને અહીં પુરોહિતવાડામાં તુલસીના ક્યારા પાસે પ્રગટાવેલા દિવડાંની પવનની લપડાકે તરફડતી જ્યોત.. રાઘવે ડેલાના ઢાળ પાસે ગાડી થંભાવી. ...Read More

16

64 સમરહિલ - 16

'ઝુઝારસિંઘ મલ્હાન' નંબર પ્લેટની જગ્યાએ જડેલા તેના નામના પાટિયાના સ્ક્રુ કાઢી રહેલા નોકરને તે જોઈ રહ્યો. 'કૌન સા નંબર લગાઉં, હુકુમ?' પ્લેટનો થપ્પો હાથમાં લઈને નોકરે પૂછ્યું. 'હમ્મ્મ્...' પોમેડ ચોપડેલી કાળી ભમ્મર, ઘાટીલી અને ભરાવદાર મૂછો પર તેણે હળવો હાથ પસવાર્યો અને બેપરવાઈથી કહી દીધું, 'કોઈ ભી લગા લે ના... ક્યા ફરક પડતા હૈ...' એ જે કામ પર જઈ રહ્યો હતો ત્યાં તેને પોતાનું નામ જાહેર કરવાનું ન હતું એટલાં પૂરતો જ નંબર પ્લેટનો તેને ખપ હતો. ...Read More

17

64 સમરહિલ - 17

જ્યાંથી મૂર્તિ ઊઠાવવાની છે એ ડેરા સુલ્તાનખાઁ જગ્યા કેવી છે, બીએસએફની ચોકી કેટલી કડક છે, શા માટે ત્યાં આટલો પહેરો છે, ત્યાં સુધી ક્યા વાહનમાં પહોંચવું પડે, કેવી કેવી એલિબી-ઓળખના ખોટા પૂરાવા જોઈશે, એવા બનાવટી પૂરાવા ક્યાંથી કેવી રીતે મેળવાશે, કેવી કેવી ચીજોની જરૃર પડશે, કઈ ચીજ અહીંથી જ લઈ લેવી પડશે અને કઈ ચીજ ત્યાંથી મળશે, હવામાન કેવું હશે, જતી વખતે-ચોરી કરતી વખતે અને પાછા ફરતી વખતે કોનો હુલિયો કેવો હશે... ...Read More

18

64 સમરહિલ - 18

ત્વરિતે ઘડિયાળમાં જોયું. સાડા દસ થવા આવ્યા હતા. બપોર નમે ત્યાં સુધી એકપણ હોલ્ટ કર્યા વગર હંકાર્યે જવાની છપ્પનની સુચના તેને આકરી લાગતી હતી. ચહેરા પર વધેલા દાઢી-મૂછના કાતરા ગરમી અને બફારાને લીધે કરડવા લાગ્યા હતા અને જાડા ખદ્દડ કાપડના લાંબા પહેરણ તળેથી પસીનાના રગેડા ઉતરતા હતા. રણમાં જવાનું હતું ત્યારે છપ્પનિયો સાલો એસી ગાડીને બદલે આ જૂના મોડેલની વિલિઝ લઈ આવ્યો હતો. શા માટે આ વિસ્તારના લોકો હજુ ય આવા ઠોઠિયા વાપરતા હશે? અકળામણથી તેણે ડોકું ધુણાવી નાંખ્યું. ...Read More

19

64 સમરહિલ - 19

સદીઓથી લોહી પી-પીને રક્તવર્ણી થઈ ગયેલી રેગિસ્તાનની કરાલ ધરતીની કુંડળીમાં એ વખતે પહેલી વાર અમન અને તરક્કીના ગ્રહો પગ ઘડીક બેઠાં હતા. આખા ય હિન્દમાંથી અરબસ્તાન, તહેરાન અને છેક ઈસ્તંબુલ સુધી વ્યવહાર ધરાવતા વેપારી કારવાઁ અહીંથી પસાર થતા. સિંધના ઉજ્જડ રણમાં પ્રવેશતા પૂર્વેની આ છેલ્લી વસાહત હતી. અહીંથી હબ્બાર જવાનિયા માલસામાનથી લાદેલા વેપારી કારવાઁને સહીસલામત રણ પાર કરાવવા છેક મકરાણ સુધીની સફર મારતા. ...Read More

20

64 સમરહિલ - 20

ઝુઝારે ડોળા તગતગાવીને ગાળ બોલી નાંખી. તેના કાન ફોનમાંથી આવતા અવાજ ભણી સરવા હતા પણ મનોમન તે ભીંત સાથે અફળાવી રહ્યો હતો. પોતે અહીં ઘોરી ગયો અને જેની તલાશમાં નીકળ્યો હતો એ સાલો અહીંથી ત્રણ જ કિલોમીટર છેટેના ધાબામાં હતો એ ખબર પડયા પછી તે પોતાની જાત પર બરાબર અકળાયો હતો. ...Read More

21

64 સમરહિલ - 21

ફાતિમા સામે હાથ લંબાવીને ત્વરિતે ગોગલ્સ માંડી લેવા પડયા. ચોમાસાની બપોરના હજુ અગિયાર વાગ્યા ન હતા ત્યાં તીવ્ર બફારો સુક્કી ભેંકાર હવામાં ઘૂમરાઈ રહ્યો હતો. બિકાનેરથી નીકળ્યા પછી લેન્ડસ્કેપ સતત બદલાતો જતો હતો. તડકો વધુ આકરો થતો જતો હતો અને હવામાંથી જાણે કોઈક અકળ ટીસ ઊઠતી હોય તેમ સન્નાટાનું મૌન વિલિઝની એકધારી ઘરઘરાટીને બિહામણું બનાવતું હતું. ...Read More

22

64 સમરહિલ - 22

ઉબડખાબડ સડક પર વિલિઝ આગળ ધપાવી રહેલો ત્વરિત દૂર ક્ષિતિજ પર દેખાતા રેતીના અફાટ ઢૂવાઓ ભણી નજર માંડી રહ્યો સુરજ બરાબર માથે આવીને ઊભો હતો અને મધ્યાહ્નનો તડકો સુક્કી ધરતી પર પછડાઈને ક્ષારની સફેદીથી છવાયેલી બંજર જમીન પર જળની ભ્રમણા સર્જતો હતો. ત્વરિતે ફાતીમાના ખોળામાં પડેલી પાણીની બોટલ ઊઠાવીને એક ઘૂંટડો ભર્યો અને ગળુ ભીનું કર્યું. ...Read More

23

64 સમરહિલ - 23

સદીઓથી બંજર રહેલી ખુબરાની જમીનના ચીલા પર ત્વરિતની વિલિઝ જીપ મંદિર ભણી આગળ વધી રહી હતી. દૂરથી જીપ આવતી મંદિરના પગથિયા પાસે ઊભડક બેસીને બીડી ફૂંકી રહેલો એક દેહાતી આદમી ઊભો થયો હતો. માથા પર બાંધેલો ચાંદલિયો ફેંટો તેણે કસ્યો, છેલ્લો ઊંડો કસ લઈને ચાંચવાળા જોડા નીચે તેણે બીડીનો અંગારો ઘસી નાંખ્યો અને મંદિરથી લગભગ દોઢસો મીટર દૂરની છત્રી તરફ ચાલવા માંડયું. ...Read More

24

64 સમરહિલ - 24

એ અલાદાદ હબ્બાર હતો. રેગિસ્તાનના એકએક કણને પારખતો અને હવાના બદલાતા દરેક મિજાજને સૂંઘી શકતો ડેરા સુલ્તાનખાઁનો એ રહેવાસી. પાકિસ્તાનથી આવેલું ત્રણ દિવસથી ખુબરાની પેલે પાર રેતીના અફાટ ઢૂવાઓ વચ્ચે દટાયેલું પડયું હતું અને સળંગ બે દિવસથી એ રોજ સવારે અહીં આવીને કરિઅરની રાહ જોતો. ...Read More

25

64 સમરહિલ - 25

ત્વરિતને સમજતા વાર ન લાગી. ભોંયરાની બાંધણી અને પ્રકાર જોતાં આ જગ્યા નાંખી દેતાં ય એક હજાર વર્ષ પૂરાણી જોઈએ. બીજા કોઈ યાત્રાળુ અંદર આવે એ પહેલાં તેણે ઝડપભેર ભોંયરાનો ખૂણે-ખૂણો ટોર્ચના ઉજાસ વડે ફંફોસી નાંખ્યો. ડાબી તરફની સદીઓ જૂની દિવાલના પથ્થરો વચ્ચે ત્રણ મૂર્તિ સ્થાપિત કરેલી હતી. મૂર્તિ પર શેરડો ફેંકીને ત્વરિત ઘડીભર સ્તબ્ધ થઈ ગયો. ચહેરાના ભાગમાં સમયની થપાટે પાડી દીધેલું ખવાણ મૂર્તિને વધુ ભયાનક બનાવતું હતું. પથ્થરમાંથી કોરેલી એ મૂર્તિ, મૂર્તિના ગળામાં નરમુંડની માળા, સાથળ પર ટેકવેલા જમણા હાથમાં લટકતું અસુરનું મસ્તક અને ઢીંચણથી ય છેક નીચે સુધી લબડતો ડાબો હાથ. ...Read More

26

64 સમરહિલ - 26

ત્વરિત ભોંયરામાં પ્રવેશ્યો ત્યારે શું બન્યું? વિલિઝ જીપની પાછળ બાઈક લઈને આવેલો આદમી સ્થાનિક નથી અને તો એ બીએસએફનો જ હોવો જોઈએ એવું પારખ્યા પછી અલાદાદ બરાબર ગૂંચવાયો હતો. દૂર ઢૂવાઓ પરથી માણસો ઉતરવા લાગ્યા હતા. હવે તેમને ઈશારો કરીને રોકવાનું શક્ય ન હતું. ...Read More

27

64 સમરહિલ - 27

ફાયરિંગને લીધે જમીનમાંથી મુરમના ગચ્ચા ફેંકાતા હતા અને બોદા અવાજ સાથે રેતીના ઢગલામાં પેસી જતી બુલેટના સનકારાથી વાતાવરણ ગાજી હતું. 'તારી ગન આપ...' છત્રીના ઓટલાને સમાંતરે જેમતેમ દોડીને ત્વરિતે છપ્પનને ઝકઝોર્યો. એકધારી ધણધણાટી વચ્ચે બેમાંથી કોઈને ઊંચું જોવાના ય હોશ ન હતા, 'તારી ગન આપ... હું આ લોકોને ખાળું છું...' છપ્પને લંબાવેલી ગન પર ઝાપટ મારીને ત્વરિતે કહ્યું, ...Read More

28

64 સમરહિલ - 28

અલાદાદને કેમ ગેરસમજ થઈ? અલાદાદ તો ઢૂવા ભણી ભાગવા માટે જ છત્રી તરફ દોડયો હતો અને તેને આંતરવા માટે બીએસએફના દોડે તે પણ સહજ હતું. પરંતુ એ જ વખતે છત્રીના ઓટલાને અઢેલીને દેહાતી પહેરવેશમાં બેઠેલો છપ્પન સફાળો ઊભો થયો એટલે અલાદાદે પોતાના ભણી દોડી રહેલા બે ભેગો આ ત્રીજો આદમી ય તેમની સાથેનો જ હોવાનું માની લીધું. ...Read More

29

64 સમરહિલ - 29

છત્રીના ઓટલા પર એક પગ ટેકવીને બીજા પગે ત્વરિતે ઝિંકેલી બળકટ લાતનો કારમો પ્રહાર ખાધા પછી અલાદાદના ગળામાંથી ઘડીક સુદ્ધાં નીકળી શક્યો ન હતો. પાંસળીમાંથી લવકારા નીકળી રહ્યા હતા અને મોંમાંથી લાળ પડવા લાગી હતી. બીજો કોઈ આદમી હોત તો ત્વરિતની આવી વજનદાર લાત ખાધા પછી ઘડીભર ઊભો ન થઈ શક્યો હોત, પણ આ અલાદાદ હતો. પારાવાર પીડા અને મોંમાંથી સરી રહેલા કણસાટ વચ્ચે ય તેણે તાયફો માપી લીધો હતો. ...Read More

30

64 સમરહિલ - 30

ત્વરિતનો લોહી નીંગળતો ચહેરો, છાતી સુધી ચડી ગયેલું લોહીથી ખરડાયેલું ગંજી, દર્દ-ભય અને ઉશ્કેરાટને લીધે ચહેરા પર પથરાયેલી વિકૃતિ, ત્રીજા મણકામાં જીવલેણ ગોળી ખાઈને ઊંધેકાંધ પટકાયેલા અલાદાદની ખુલ્લી રહી ગયેલી આંખોમાંથી નીતરતો ખૌફ અને આ દરેક ભયાવહતાના બેકગ્રાઉન્ડમાં સનસનતી ગોળીઓની બૌછાર… ...Read More

31

64 સમરહિલ - 31

ત્વરિત અને છપ્પને એકમેકનો હાથ ઝાલીને જમીન પર પડતું તો મૂક્યું પણ કઈ દિશાએ જવું અને ક્યાં આડશ શોધવી તેમને ગતાગમ પડતી ન હતી. મંદિર તરફથી બેફામ ફાયરિંગ થતું હતું ત્યારે ઓટલાની આડશ મળી રહેતી હતી પરંતુ હવે સામેના ઢુવાઓ પરથી ઉતરતા આદમીઓએ પણ તેમની દિશામાં ફાયરિંગ ધણધણાવ્યું હતું. હવે ક્યાં આડશ શોધવી, કઈ દિશાએ ભાગવું તે સમજી શકાતું ન હતું. ...Read More

32

64 સમરહિલ - 32

પોતે કણસી રહ્યો છે તેનો હવે તેને આછેરો અંદાજ આવતો હતો પણ તેનાંથી આંખ ઊઘડતી ન હતી. પાંપણો પર વજનિયાં લટકાવ્યા હોય તેવો ભાર વર્તાતો હતો. તેણે અસંબદ્ધ રીતે હાથ ઊંચકીને આંખ સુધી લઈ જવાની કોશિષ કરી પણ હાથ ક્યાંક અટવાયેલો હતો. ક્યાં અટવાયો હતો? વિલિઝના સ્ટિઅરિંગમાં ફસાઈ ગયો હતો? ઊંટના નાકના ફોંયણામાં પરોવેલી રાશ લબડતી હતી અને તેમાં… ...Read More

33

64 સમરહિલ - 33

ખુબરાના દરેક ખૂણે આતશ મચ્યો હતો. પાકિસ્તાનીઓએ ઉછાળેલા ગ્રેનેડે કોહરામ મચાવી નાંખ્યો હતો અને દરેક મિનિટે તીવ્ર ધડાકા, રેતીની ચારે દિશાએ ફેંકાતા મુરમના ગચ્ચા, પરિહારના કાફલાની બંદૂકોનો આંધળો ધણધણાટ અને વિલિઝના પતરાના બોડીમાં 'થડ્..થડ્' અવાજ સાથે ભોંકાઈને અગનલિસોટો પાડી જતી બુલેટ્સ… ...Read More

34

64 સમરહિલ - 34

છેલ્લી ગોળી છૂટી ત્યારે ખુબરાની ઉજ્જડ, રતુમડી જમીન પર નમતી બપોરનો આછકલો તડકો પડછાયા લંબાવી રહ્યો હતો. સામેની દિશાએથી ફાયરિંગ થયા પછી ય કોઈ ચાન્સ લેવા ન માંગતા પરિહારે ત્રણ દિશાએથી ખુન્નસભેર બંદૂકો ધણધણાવી હતી. દરમિયાન ત્રણ રાઈડર્સને ટીંબાનો આંટો ફરીને ઊંચા ઢુવા પરથી હિલચાલ જોવા રવાના કરી દીધા હતા. ...Read More

35

64 સમરહિલ - 35

'સ્કાલપેલ ઔર ફોર્સેપ નીકાલ...' તેમણે એઈડ કીટ ભણી આંગળી ચિંધીને જવાનને કહ્યું. 'જી સર...' 'અરે નિકાલ ના...' જવાન અવઢવમાં હતો પણ મગજમાં કંઈક જૂદું જ ધમસાણ મચ્યું હતું. 'માંસપેશીમાં સ્કાલપેલ ખોસીને કારતૂસને સ્હેજ ઊંચો કર અને ચિપિયાથી ખેંચી લે...' 'લેકિન સર, બહોત દર્દ હોગા...' પરિહારના આદેશ છતાં એ જવાન આ રીતે કારતૂસ ખેંચતા ખચકાતો હતો, 'ચોપર આતે હી આપ બિકાનેર...' ...Read More

36

64 સમરહિલ - 36

એ દેહાતી ઓરતના પતિએ ધીમા, ગભરાયેલા અવાજે જે કંઈ કહ્યું એથી પરિહારના ચહેરા પર કારમી સ્તબ્ધતા અંકાઈ ગઈ. તેની વાતમાં કરવાનું કોઈ કારણ ન હતું. તેણે કહ્યું એટલે બીજા ય એક-બે યાત્રાળુઓએ હામી ભરી હતી. પરિહારે ઘડીભર આંખ મીંચીને મનોમન એ કેફિયત પ્રમાણેનું દૃશ્ય મંદિરની પરસાળમાં ભજવાતું કલ્પી લીધું. ...Read More

37

64 સમરહિલ - 37

દિવસભર ધખધખીને ઉકળાટાની હાંફે ચઢેલું રેગિસ્તાન, રેગિસ્તાનની છાતીના હાંફમાંથી દમ-બ-દમ વલોવાતી વેરાની, વેરાનીના ખભે ચડીને કારમી ચીસ સાથે યાળ નિર્જન સન્નાટો અને સન્નાટાની તગતગતી આંખોમાંથી ફેંકાતો ભ્રમણાઓનો બિહામણો ચક્રાવાત… ઊંટની રાશ અને મજોઠની નાગચૂડમાંથી મહાયત્ને મુક્ત થયેલો ત્વરિત ક્યાંય સુધી અસમંજસમાં એમ જ બેઠો રહ્યો હતો. હજુ ય તેના મનમાં અચાનક શરૃ થઈ ગયેલા ખુબરાના જંગની ભીષણ ધણધણાટીના ભણકારા વાગ્યા કરતા હતા અને તે ભયથી છળી ઊઠતો હતો. મનમાં ફૂંકાતા ગોળીઓના સનકારાથી અનાયાસે જ ગરદન નમાવી દેતો હતો. ...Read More

38

64 સમરહિલ - 38

નાસી ગયેલા બે આદમી, સ્નાઈપર રાઈફલ ચલાવીને છોડાવી ગયેલો એક આદમી અને મંદિરમાંથી ફાયર કરીને નાસી ગયેલી છોકરી… લાપતા થયેલા ચાર લોકોને પરિહારે રેકર્ડ પર લેવાનું ટાળ્યું. પકડાયેલા પાકિસ્તાનીઓની પણ તેણે અદ્દલ લશ્કરી ઢબે પૂછપરછ કરી લીધી. તેમણે અલાદાદને પોતાના સ્થાનિક મળતિયા તરીકે ઓળખી બતાવ્યો પરંતુ ન ઝડપાયેલા ચાર લોકો કોણ હતા એ વિશે તેમની પાસેથી ય કોઈ માહિતી મળી ન હતી. ફાતિમા-ચંદાને પરિહારે તેમની સામે ધર્યા ત્યારે ય તેમણે નકાર ભણ્યો. ...Read More

39

64 સમરહિલ - 39

ઉંધેમાથે પડેલા ત્વરિતને ક્યાંક કશોક ફફડાટ થતો હોવાનો અહેસાસ થયો. રેગિસ્તાનમાં ઊઠેલા ચક્રાવાત વચ્ચે રાતભર એ આથડયો હતો. તેના પગ રેતી સતત સરકતી જતી હતી. ચહેરા પર વાગતી પવનની થપાટ સામે આંખો ખુલ્લી રહી શકતી ન હતી અને નીચેથી સરકતી રેતીને લીધે તેના પગ સ્થિર રહેતા ન હતા. ...Read More

40

64 સમરહિલ - 40

દિવસભર આકરો તાપ સહીને તેની સંવેદના હવે અકારી ગઈ હતી. ઉઘાડા શરીરમાં ઠેકઠેકાણે ચામડી તરડાઈ ગઈ હતી, ફોલ્લા ઉપસી હતા, હોઠમાંથી કાળી લ્હાય ઊઠતી હતી. ઢુવાઓના એકધારા ઢાળ પછવાડે તેને સરોવર હિલોળાતા વર્તાતા હતા અને એ જોઈને રૃંવેરૃંવેથી તેને પ્યાસ ફાટતી હતી. આંખોના દિવા ઓલવાઈ જવા આવ્યા ત્યાં સુધી એ લથડિયા ખાતો દોડતો રહ્યો હતો. ...Read More

41

64 સમરહિલ - 42

હોસ્પિટલમાં રાત્રે સાડા અગિયાર વાગ્યે: ઝુઝારે કઢંગી રીતે આળસ મરડી અને પછી ઘડિયાળમાં જોયું. દિવસ આખો તેના ભાગે ખાસ કંઈ આવ્યું ન હતું. ત્વરિતનો કબજો મેળવ્યા પછી રાઘવ સતત પરિહાર સાથે ગુફતગુમાં વ્યસ્ત રહ્યો હતો પણ એ બધો વખત ઝુઝારે બીએસએફના આદમીઓ પાસે કરામત વાપરીને ખુબરાના જંગની વિગતો મેળવી લીધી હતી. ...Read More

42

64 સમરહિલ - 41

વહેલી સવારે પહોંચેલો રાઘવ સીધો જ લાલગઢ ઓફિસ પહોંચી ગયો હતો. પરિહારની સુચનાથી ફાતિમા અને ચંદાને તેની સામે લાવવામાં હતી. એકધારી રોકકળ કરી રહેલી એ બંને ઓરતોએ ત્વરિતનો સ્કેચ ઓળખી બતાવ્યો એટલે રાઘવને રાહત થઈ હતી. બેય છોકરીઓને ત્વરિતે કવર તરીકે જોડે રાખી હોઈ શકે એવા તેના અંદાજમાં ઝુઝારે પણ સંમતિ આપી હતી. બપોરે સાડા અગિયાર વાગ્યે બીએસએફનું હેલિકોપ્ટર ડેરા સુલ્તાનખાઁ કેમ્પના હેલિપેડ ખાતે લેન્ડ થયું ત્યારે કમાન્ડન્ટ પરિહાર રાઘવને સત્કારવા હાજર હતો. ...Read More

43

64 સમરહિલ - 43

રાત્રે સવા બાર વાગ્યે: 'વોટ નોનસેન્સ... તમને ઈન્સ્ટ્રક્શન ન મળી હોય એટલે મારે પેશન્ટને જોખમમાં મૂકવાનો?' લોબીના સામેના છેડે કોઈક અવાજે બોલતું હતું એ સાંભળીને બીએસએફના એક ચોકિયાતે અવાજની દિશામાં ગરદન લંબાવી. ગળામાં બેપરવાઈથી સ્ટેથોસ્કોપ લટકાવીને એક ગોરી, જાજરમાન યુવતી દમામદાર અવાજે ફ્લોર સ્ટાફને ધમકાવતી હતી. કાંસાની ઘંટડી જેવો તેનો અવાજ ઉશ્કેરાટમાં ઊંચો થઈને છેક અહીં સુધી સંભળાતો હતો. ...Read More

44

64 સમરહિલ - 44

'તો ઐસી બાત હૈ છપ્પન બાદશાહ...' અચાનક તેણે લેપટોપમાંથી નજર ઊંચકીને કહ્યું એથી છપ્પન ચોંકી ગયો પણ અડધેથી વાત તેની આદત આટલા સમયમાં છપ્પને નોંધી લીધી હતી. એ કશો જ હોંકારો ભણ્યા વગર તેને જોતો રહ્યો. તેણે એક પુસ્તક ઊઠાવ્યું, સંભાળપૂર્વક વચ્ચે આંગળી મૂકી અને છપ્પન તરફ આગળ વધ્યો. 'જો આ મૂર્તિ...' તેણે છપ્પનની સામે પાનું ધર્યું. અત્યંત જર્જરિત પાનામાં છપાયેલી એટલી જ ઝાંખી તસવીર ભણી છપ્પને જોયું અને તે જરાક ચોંક્યો. અત્યાર સુધી ઊઠાવેલી તમામ મૂર્તિઓ કરતાં આ મૂર્તિ અનોખી હતી. ...Read More

45

64 સમરહિલ - 45

રાઘવ ઘડીક તો સૂનમૂન થઈ ગયો હતો. તેને સમજાતું ન હતું કે આ આખું કમઠાણ ખરેખર શું છે, તેમાં લોકો હોઈ શકે, એ કેટલાં છે, કેવાંક શક્તિશાળી છે... બંધ આંખે એ જોઈ રહ્યો હતો, બીએસએફના અલમસ્ત જવાનને એક જ ચોંપમાં રાડ પડાવીને ગાઢ અંધારામાં બારી વાટે બે બ્લોકની પાળ કૂદી જતી છોકરી... તેણે હતાશામાં માથું ધૂણાવી દીધું હતું. હોસ્પિટલ સ્ટાફ અને સિક્યોરિટી ગાર્ડની ઝીણવટભરી પૂછપરછ કરીને તે મુદ્દાઓ નોંધતો હતો એથી ઝુઝાર અકળાતો હતો. અત્યારે તો ધરતી આખી ઉપરતળે કરી નાંખવાની હોય તેનાં બદલે આ પોલિસ ઓફિસર... ...Read More

46

64 સમરહિલ - 46

બીજા દિવસે છેક બપોરે ત્વરિત ભાનમાં આવ્યો હતો પણ ત્યાં સુધીમાં ઝુઝારનું દિમાગ ફટકી ગયું હતું. એક વાર પેલી ચકમો આપીને અંદર ઘૂસી ગઈ એ પછી સિક્યોરિટી વધુ ટાઈટ કરવી જોઈએ તેને બદલે રાઘવે બેય ચોકિયાતોને હટાવી લીધા અને ઝુઝારને ય ભળતી-સળતી તપાસના નામે બીજી દિશાએ દોડાવ્યો. ...Read More

47

64 સમરહિલ - 47

રાઘવનો ચહેરો જોઈને જ સતર્ક થઈ ગયેલા ઝુઝારને હવે વધુ સુચનાની જરૃર ન હતી. બે જ મિનિટમાં તૈયાર થઈને બહાર નીકળ્યો અને સાતમી મિનિટે તો બીએસએફ પાસેથી મેળવેલી ઓલિવ ગ્રીન જીપ્સી ટોપ ગિઅરમાં આવી ગઈ હતી. ...Read More

48

64 સમરહિલ - 48

આગલી રાતે પડેલા એકધારા વરસાદમાં ભીંજાઈને છોડની પીળાશ પહેરેલી સાંજ બરાબર ખીલી રહી હતી. લીંબુડી, દાડમડી વચ્ચે ઊડાઊડ બપૈયાનો કલશોર, બપૈયાના સાદથી ડોક ઊંચી કરતો ખેતરનો સન્નાટો, હુંફાળા તડકામાંથી ચળાઈને આવતી પવનની આછેરી લહેરખી ઓઢીને ખેતરની વચ્ચોવચ ઊભેલો પીળચટ્ટો હાર પહેરેલા રાજવી જેવો કૂવો… ...Read More

49

64 સમરહિલ - 49

છપ્પને જોયું કે તેનો અવાજ સાંભળીને ત્વરિતના ચહેરા પર અજબ વિસ્ફાર તરી આવ્યો હતો. એ મહામુસીબતે પથારીમાંથી બેઠો થયો અને જાણે મેઘલી રાતે અગોચર જગ્યાએ જીનાત જોયું હોય તેમ તેનું ડાચું ફાટી ગયું, આંખો પહોળી થઈ ગઈ અને ચહેરા પર આઘાતનું લખલખું પથરાઈ ગયું... એ જ ઘડીએ… ...Read More

50

64 સમરહિલ - 50

'યસ.. આઈ એમ પ્રોફેસર રાય...' ધડ્ડામ કરતો દરવાજો ખૂલ્યો અને વાવાઝોડાંની માફક અંદર પ્રવેશીને રાઘવ ભણી હાથ લંબાવતાં તેણે 'ત્વરિત ઈઝ રાઈટ. હી વોઝ માય સ્ટુડન્ટ એટ બનારસ. માયસેલ્ફ પ્રોફેસર નીલાંબર રાય...' તેના ચહેરા પર ગુમાન હતું. આંખોમાં બેખૌફ મુસ્તાકી હતી અને બોડી લેંગ્વેજમાં અજીબ આત્મવિશ્વાસ. સ્થિર નજરે રાઘવ તરફ તાકીને તેણે ઉમેર્યું, 'પ્રોફેસર ઓફ એન્શ્યન્ટ સ્કલ્પ્ચર એન્ડ એપિગ્રાફી...' ...Read More

51

64 સમરહિલ - 51

વહેલી સવારે આકાશમાં ભળભાંખળું થઈ રહ્યું હતું ત્યારે ખેતરના નિર્જન સૂનકારાને ઢંઢોળતી ચહલપહલ શરૃ થઈ હતી. ઝાંખાપાંખા ઉજાસ વચ્ચે પગલે હરફર કરતો એક આદમી વેનિટી વાનમાં સામાન ગોઠવી રહ્યો હતો. ત્રણ કમ્પાર્ટમેન્ટમાં મોડીફાઈ કરેલી ટેમ્પો ટ્રાવેલર વાનના છેલ્લા કમ્પાર્ટમેન્ટમાં ત્રણ વિશાળ સોફાચેર, ફ્રિઝ, સેટેલાઈટ ટીવી. તેની પાછળ સામાન મૂકવાના ત્રણેક ફૂટ પહોળા બે શેલ્ટર. વચ્ચેના કમ્પાર્ટમેન્ટમાં આરામદાયક કુશન મઢેલા બે રેક્લાઈનર સોફા, ડ્રાઈવર કેબિનની બાજુમાં વધુ એક રેક્લાઈનર ચેર. તેની પાસે ડબલ સ્ટૂલ સાઈઝનું કિચન પ્લેટફોર્મ. ...Read More

52

64 સમરહિલ - 52

વારંગલ પહોંચીને તરત દુબળીએ ટેમ્પો ટ્રેવેલરની બેઠક વ્યવસ્થા બદલી હતી. ઝુઝારને પાછળના કમ્પાર્ટમેન્ટમાં મોકલીને પોતે છપ્પનની પાસે ગોઠવાયો હતો. તેણે મંદિર વિસ્તારનો નકશો, ફોટોગ્રાફ આપ્યા અને મૂર્તિના સ્થાન વિશે તેણે કરેલી નોંધ પણ આપી. પોતે કઈ રીતે મૂર્તિ ઊઠાવશે એ વિશે કોઈની પણ સાથે ચર્ચા કરવી છપ્પનને કદી ગમતી નહિ અને અહીં હજુ તેણે લોકેશન પણ જોવાનું બાકી હતું. તેણે એક પણ બાબતનો ફોડ પાડયા વગર બે દિવસનો સમય અને પચ્ચીસ હજાર રૃપિયા માંગી લીધા અને કાઝીપેટ રેલવે સ્ટેશન પાસે ઉતરી ગયો હતો. ...Read More

53

64 સમરહિલ - 53

'એ મૂર્તિ શંકરાચાર્યના દેહત્યાગ પછી શૃંગેરી મઠના કબજામાં હતી...' તેણે હોઠ લૂછીને વાત આગળ વધારી, 'માત્ર આ જ મૂર્તિ એવી અનેક મૂર્તિઓ બાકી હતી જે શંકરાચાર્યની હયાતિમાં ક્યાંક છૂપાવવાની બાકી હતી. શંકરાચાર્યના અવસાન પછી શૃંગેરી મઠ સંભાળતા તેમના આધ્યાત્મિક વારસદારોએ એ જવાબદારી નિભાવી..' 'પણ આ મંદિર તો ત્રણેક વખત મુસ્લિમ આક્રમણકારીઓનો ભોગ બન્યું છે...' ત્વરિતે પૂછ્યું. ...Read More

54

64 સમરહિલ - 54

દુબળી કેમ ચિત્કારી રહ્યો હતો? તેની સાથેની છોકરી કોણ હતી? એ જોતાં પહેલાં કેટલોક ફ્લેશબેક. મૂર્તિ ઊઠાવવા માટે છપ્પન છૂટો એ સાથે ટેમ્પો ટ્રેવેલરે જુદી જ દિશા પકડી હતી. નેટ કર્ટનને લીધે સ્પષ્ટ ખ્યાલ આવતો ન હતો, પરંતુ ટ્રાફિકની પેટર્ન ધીમે ધીમે બદલાઈ રહી હતી. બાઈક્સ હવે ઓછા દેખાતાં હતાં અને આસપાસમાં ફોર વ્હિલર્સ તેમજ હેવી ટ્રક પૂરપાટ વેગે નીકળતા હતા. રાઘવનો અંદાજ સાચો હતો, તેઓ વારંગલ શહેરના રિંગ રોડ પરથી પસાર થઈને હવે નરસમપેટ તરફ વળી રહ્યા હતા. રસ્તાની ડાબી તરફ છૂટાછવાયા બંગલા દેખાતા હતા. છેવટે, સડકથી ખાસ્સા દોઢસો મીટર દૂરના એક બંગલા તરફ ગાડી વળી હતી. ...Read More

55

64 સમરહિલ - 55

એ આખી રાત ચારેય એમ જ બંધનાવસ્થામાં ગોટમોટ પડયા રહ્યા હતા. એક છોકરી આમ ગન બતાવીને ડારી જાય એથી ગિન્નાયેલો ઝુઝાર બેફામ ગાળો બોલી રહ્યો હતો. છપ્પનને સમજાતું ન હતું કે પોતે આબાદ મૂર્તિ ચોરી લાવ્યો તોય કેમ તેની સાથે આવો વર્તાવ થયો. એ સતત માથું ધૂણાવી રહ્યો હતો. એક ભૂલ... ડિંડોરીમાં તેણે કરેલી એક માત્ર ભૂલ બહુ જ મોંઘી પડી રહી છે એવા તારણ પર આવીને એ પોતાની જાતને જ કોસી રહ્યો હતો. ...Read More

56

64 સમરહિલ - 56

પ્રોફેસરે પોતાની વાત આગળ વધારવા માંડી. સંપર્કવિદ્યા મારો પ્રખર રસનો વિષય હતો. મારા અભ્યાસ, વાચન અને ચિંતનના આધારે મને પ્રબળ હતી કે આજે આપણે જેને લેટેસ્ટ ઈન્ફર્મેશન ટેક્નોલોજી કહીએ છીએ એ તો પ્રાચીન ભારતીય જ્ઞાનની સરખામણીએ પા-પા પગલી ભરતું બાળક માત્ર છે. ...Read More

57

64 સમરહિલ - 57

ત્વરિતના સવાલનો જવાબ આપ્યા વગર તે ઊભો થયો. તૂટતા કદમે રાઘવ ભણી આગળ વધ્યો. તેની આંખો સજળ હતી. ગાલ ક્ષોભની ધૂ્રજારી હતી. ઓરડામાં કારમી સ્તબ્ધતા ઘૂમરાતી હતી. દરેકના ચહેરા પર અજાયબ છળ જોયાનો પ્રચંડ આઘાત તરવરતો હતો. જડબુધ્ધિનો ઝુઝાર પણ ડોળા ફાડીને પ્રોફેસરના ક્ષીણ, ફિક્કા ચહેરાને તાકી રહ્યો હતો. ત્વરિત એટલી હદે બેબાકળો થઈ ગયો હતો કે પ્રોફેસરના પગમાં પડી જવા તત્પર બની ગયો હતો. પોતે કેટલાં વિરાટ અને દુષ્કર કામનો હિસ્સો હતો તેના અહેસાસથી છપ્પન મંત્રમુગ્ધ થઈ ગયો હતો. ...Read More

58

64 સમરહિલ - 58

અત્યાર સુધીમાં આજે પહેલી વાર ઝુઝારને આ દુબળો-પાતળો, ફિક્કો આદમી મહાભેજાંબાજ હોવાનું અનુભવાયું હતું. ક્યો શંકરાચાર્ય, ક્યો શ્રીધર અને એટલે કઈ બલા એ કશું જ તેને સમજાયું ન હતું પણ બે વ્યક્તિ એકબીજાને મળ્યા વગર, બોલ્યા વગર વાત કરી શકે તેનો ચમત્કાર નિહાળીને એ સ્તબ્ધ થઈ ગયો હતો. ...Read More

59

64 સમરહિલ - 59

ઉશ્કેરાટભેર તેણે ઓરડામાં લાંબી ડાંફ ભરીને આમતેમ બે-ત્રણ આંટા માર્યા અને ફરી રાઘવની સામે હાથ લંબાવીને ત્રાડ નાંખી, 'પાડ પ્રોફેસરનો કે તમે સૌ આમ છૂટા ફરો છો, હાથ લાંબા-ટૂંકા કરીને સવાલ-જવાબ કરો છો પણ એ ન ભૂલો કે તમે હજુ ય મારા હાથમાં છો...' ...Read More

60

64 સમરહિલ - 60

દિવસભર આકાશમાં ઘૂમરાયેલો બફારો રાત ઢળી એ સાથે મન મૂકીને વરસવા લાગ્યો હતો અને દિવસભર ઓરડામાં વલોવાયેલી તંગદીલી ઢળતી દિલકશ જશ્નમાં બદલાઈ ગઈ હતી. 'ચલ, આજ તેરા વેકેશન... ખાના હમ પકાયેંગે...' એમ કહીને કિચનમાં ધસી ગયેલા ઝુઝારે ઉજમ બહાદુરને ખૂણામાં બેસાડી દીધો હતો અને પોતે રસોઈ કરવા લાગ્યો હતો. બેહદ રાહત અનુભવતો છપ્પન પણ ખુશનુમા ચહેરે તેની મદદમાં જોડાયો હતો. ...Read More

61

64 સમરહિલ - 63

મૂશળધાર વરસાદમાં ઢીંચણ સુધી પગ કાદવમાં ખૂંપી જાય એવી વગડાઉ જમીન પર સૌએ ક્યાંય સુધી ચાલ્યા કર્યું. લૂંગી વિંટાળેલા માણસોએ તેમનો દરેક સામાન ઊંચકી લીધો હતો એ સારૃં હતું બાકી અહીં તો પોતાની જાત સંભાળવાનું ય સૌને મુશ્કેલ પડતું હતું. કાદવમાં ખોસવા માટે સૌને ઝાડની લાંબી, મજબૂત ડાળખી આપવામાં આવી હતી અને કાદવમાં કઈ રીતે ડાળખી ટેકવવી, કઈ રીતે પહેલો પગ માંડવો અને એ જ લયમાં ક્યારે બીજો પગ ઊંચો કરવો તેનો ડેમો એ લોકોએ બે-ત્રણ વખત આપ્યો હતો પણ કોઈને એ તાલમેલ બેસાડવાનું ફાવતું ન હતું જ્યારે ટેકરીઓ પરથી ઉતરેલી એ ટોળકી ખભા પર સામાનનું વજન છતાં સડસડાટ કાદવ પાર કરી રહી હતી. ...Read More

62

64 સમરહિલ - 61

'તને ખબર છે, બિકાનેર આર્મી હોસ્પિટલમાંથી તું ભાગી ત્યારે...' 'અ લિટલ કરેક્શન...' પવનના સૂસવાટા વચ્ચે તેણે ગરદન જરાક તિરછી કરીને ઊંચા અવાજે રાઘવનું વાક્ય તોડયું, 'હું ભાગી ન હતી, પણ છટકી ગઈ હતી એમ કહે..' 'ઓહ.. ઓકે... રાઈટ...' રાઘવ મરકી પડયો. બપોર થતા સુધીમાં તેમણે કરિમનગર થઈને આંધ્રપ્રદેશની બોર્ડર વટાવી દીધી હતી અને શ્રીનગર-કન્યાકુમારીને જોડતા વિશાળ, ચકચકતા નેશનલ હાઈ-વે પર થન્ડરબર્ડ એકધારી ગતિએ ઢગઢગાટી કરતું ભાગી રહ્યું હતું. ક્યાંય સુધી રાઘવ ચૂપચાપ બેસીને તેનું સફાઈદાર ડ્રાઈવિંગ જોતો રહ્યો હતો. પાવર બાઈકની સાંકડી સીટ પર લગોલગ બેઠેલી આ અજીબ છોકરીના વિચાર તેના દિમાગને ય પવનના સૂસવાટા સાથે ઝકઝોરી રહ્યા હતા. ...Read More

63

64 સમરહિલ - 62

વારંગલથી નીકળ્યા પછી રાબેતા મુજબ બંને આરામથી ઘોરી રહ્યા હતા. એકાદ કલાક પછી છપ્પને આળસ મરડી હતી. નેટ કર્ટનની દેખાતા ઝાંખાપાંખા લેન્ડસ્કેપનો બદલાવ એ નીરખી રહ્યો હતો. સમથળ વગડાઉ મેદાનોને બદલે હવે ઘટાટોપ ઝાડીઓથી છવાયેલો ફલક અને ક્ષિતિજ પર ક્રમશઃ ઊંચકાતી જતી ટેકરીઓની હારમાળા, પાણીમાં ભીંજાયેલા પિતાંબર જેવી ઘેરી પીળી ઝાંય ધરાવતી ધરતી... છત્તીસગઢનો પહાડી વિસ્તાર શરૃ થઈ ગયો તેના અહેસાસથી છપ્પનના રૃંવેરૃંવે રોમાંચ ઘેરાવા લાગ્યો. બિહારના નાલંદા, મધુબની, દરભંગા જેવા પોતાના વિસ્તાર જેવી તેને આ ધરતી લાગતી હતી. ...Read More

64

64 સમરહિલ - 64

દિવસભરની આકરી મુસાફરીના થાક પછી પેટમાં બાટીનું વજન અને શરાબના ઘૂંટ પડયા પછી કંતાનના પાથરણા ય સવા મણ રૃની હોય તેમ સૌ પડતા વેંત ઘોરી ગયા હતા. અચાનક ત્વરિતની આંખ ખૂલી. સામે જંગલની દિશાએ ઝડપભેર આમતેમ ઘૂમતી મશાલો જોઈ અને પછી જરાક સ્વસ્થ થયો એટલે મોટા મોટા અવાજે થતો કોલાહલ પણ તેને સંભળાવા લાગ્યો. ...Read More

65

64 સમરહિલ - 65

એ પછી કેટલીક ફરજિયાત વિધિઓ થઈ હતી. સૌના ફોટોગ્રાફ્સ લેવામાં આવ્યા હતા. ચહેરા પર તલ, મસા કે ઈજાના નિશાન તો તેની નોંધ કરવામાં આવી હતી. કેસી બીજા લૂંગીધારીઓને ગોળ કુંડાળામાં ઊભા રાખીને કશુંક કહી રહ્યો હતો અને સૌ અદબભેર તેને સાંભળી રહ્યા હતા. 'આદમી છે ફાંકડો...' ઝુઝારે રાઘવની સ્હેજ નજીક સરકીને ધીમા અવાજે કહ્યું. 'હમ્મ્મ્...' રાઘવે હિપ પોકેટમાંથી ગન, કાંડા પરથી ઘડીયાળ વગેરે ઉતારતા ક્હ્યું, '...પણ હિરને તેનો સંપર્ક કઈ રીતે કર્યો એ ન સમજાયું...' ...Read More

66

64 સમરહિલ - 66

વહેલી સવારનો ઝાંખોપાંખો ઉજાસ સડસડાટ ટેકરીઓનો ઢાળ ઉતરીને બ્રહ્મપુત્રના નીરમાં ભળી જવા જાણે કોઈના આદેશની રાહ જોતો હોય તેમ પર ઝળુંબી રહ્યો હતો. આગલા દિવસે સૌના માપ લેવાયા હતા ત્યારે કોઈએ કશો ફોડ પાડયો ન હતો પણ તેનું કારણ હવે સમજાતું હતું. ટ્રેક સુટ અને હેવી ટ્રેકિંગ શૂઝમાં સજ્જ થઈને તેઓ પહાડોની સાંકડી તળેટીમાં પહોંચ્યા ત્યારે પેલી છોકરી એક ચટ્ટાન પર બેસીને કાગળ પર કશુંક નોંધી રહી હતી. તેની સાથેના બીજા આઠ-દસ આદમીઓએ તેમને ત્રણ ટીમમાં વહેંચીને હરોળમાં ઊભા રાખી દીધા. ...Read More

67

64 સમરહિલ - 67

'ક્યા હૈ યે?' 'ક્રેમ્પોન્સ...' 'શું કામમાં આવે છે?' 'આરોહણ વખતે ચટ્ટાન પર પગની પકડ મજબૂતીથી જકડાઈ રહે એ માટે..' 'ગીવ ધ ડેમો...' રોજ દિવસમાં વારનો આ ક્રમ હતો. સવારે આગલા દિવસનું લેસન જાણે મોં-પાટ લેવાતી હોય તેમ ફટાફટ પાક્કું કરાવીને બીજા દિવસની ટ્રેનિંગનો આરંભ થતો હતો અને અંધારુ ઘેરાય ત્યારે થાકીને લોથપોથ થઈ ચૂકેલા સૌને હારબંધ ઊભા રાખીને જે કંઈ શીખ્યા તેનું પુનરાવર્તન કરાવાતું હતું. ...Read More

68

64 સમરહિલ - 68

'મને બરાબર ખબર છે કે ત્રણ દિવસની ટ્રેનિંગમાં સીધા જ તમને ફ્રી ફોલ અને સેલ્ફ અરેસ્ટ શીખવવા એ ખતરનાક છે...' ખડકની ચટ્ટાન પર અણિયાળા ક્રેમ્પોન અથડાવીને 'ખડિંગ... ખડિંગ' અવાજ કરતાં તેણે કહ્યું. વહેલી સવારથી વરસાદ ચાલુ થઈ ગયો હતો. આકાશમાં જામેલો વાદળોનો ઘટાટોપ જોઈને આજે ટ્રેનિંગ કેન્સલ જ થશે એવી ખાતરી સાથે ઝુઝારે રમની બાટલી ખોલી હતી પણ એ જ ઘડીએ કારમી વ્હિસલ વાગી હતી અને મનોમન ગાળો બબડતા દોડાદોડ સૌ ઓવારે પહોંચ્યા હતા. ...Read More

69

64 સમરહિલ - 69

દાયકાઓથી અડાબીડ જંગલ અને પહાડી ચટ્ટાનો સાથે બાથ ભીડીને તિબેટ આવ-જા કરતાં તિબેટ મુક્તિવાહિનીના લડાકુઓ ભયંકર શિસ્ત અને ચુસ્ત પર્યાય હતા. જ્યાં પણ કેમ્પ ઢાળ્યો હોય ત્યાં ત્રણ દિશાએથી નજર રાખવાનો તેમનો ક્રમ હતો. પુલામા શાંગરાની સામેની પહાડી પર તૈનાત તિબેટીઓની કેળવાયેલી આંખોએ કાળા ડિબાંગ અંધારા વચ્ચે ય ત્રણ હોડીની હાજરી પારખી લીધી હતી. બ્રહ્મપુત્રમાં ફરતી હોડીઓ એ કોઈ નવાઈની વાત ન હતી. બેય કાંઠાઓ પર દૂર સુધી પથરાયેલા હુકમા, બોડો, નિરયા આદિવાસીઓના કબીલાઓની આવ-જા હોડીઓ મારફત જ થતી. ...Read More

70

64 સમરહિલ - 70

હજુ એક અઠવાડિયા પહેલાં શોમાબજારના અફીણના પાટલા પર એ હિસાબ લઈ રહ્યો હતો. એ સાંજે તેણે કટ્ટા તરીકે ઓળખાતા તમંચાના એક ઓર્ડર માટે ડીલ કરવા જવાનું હતું. એ વખતે તેનો એક ખાંખતિયો આદમી બાતમી લઈને આવ્યો હતો. બજારમાં એક છોકરી ફરતી હતી અને જ્યાં-ત્યાં તિબેટિયન વેપારીની પૂછપરછ કરી રહી હતી! બદનામ શોમાબજારમાં એકલદોકલ ફરતી છોકરી પોતે જ તાજુબીનું પહેલું કારણ ગણાય. એમાં ય એ તિબેટિયનની જ પૂછપરછ કરે એ તો... ...Read More

71

64 સમરહિલ - 72

પ્રોફેસર અને તેમની સાથેનો કાફલો બિહામણા અંધારામાં અડાબીડ જંગલ વચ્ચેથી સ્હેજપણ અવાજ ન થાય તેની કાળજી રાખતો દબાતા પગલે ધપી રહ્યા હતા. ખભા પર વજનદાર કોથળા લાદીને બેય હાથમાં પકડેલી ડાળખીઓ વડે સરુના અણીદાર, તીરના ફણા જેવા સીધા પાન વચ્ચેથી જગ્યા કરતા લુંગીધારીઓ સપાટાભેર આગળ વધતા હતા પરંતુ પ્રોફેસર માટે એ એટલું આસાન ન હતું. ...Read More

72

64 સમરહિલ - 71

આવનારા લોકોએ મશાલો પ્રગટાવવાને બદલે ડિઝલનો કેરબો ફંગોળીને સીધી જ કાંડી ચાંપી દીધી એ સાથે સદીઓથી અંધારુ ઓઢીને બેઠેલી સ્તબ્ધ બખોલમાં આતશ ભભૂક્યો હતો. મશાલ વડે જ અજવાળું થશે અને એટલા ઝાંખા ઉજાસમાં પોતાની હાજરી પરખાશે નહિ એવી કેસીની ગણતરી ખોટી સાબિત થઈ હતી. કેરબો ફંગાળાયા પછીની પહેલી દસ સેકન્ડઃ ...Read More

73

64 સમરહિલ - 73

રાઘવે કઈ રીતે પીછો કરાવ્યો એ સમજવા માટે કેટલોક ફ્લેશબેક: જબલપુર પહોંચતા સુધીમાં આખા રસ્તે તેણે જાતભાતની વાતો કરીને હિરનને તેનો વિશ્વાસ જીતવાની કોશિષ કરી હતી પણ એ સાલી સ્હેજે ય મચક આપતી ન હતી. 'અહીં હવે તારે મને એકલો છોડવો પડશે...' જબલપુર કેન્ટ રોડ તરફ એનફિલ્ડ વાળવાનું કહીને તેણે ઉમેર્યું એ સાથે હિરને ડોકું ધૂણાવી દીધું હતું. 'નો વે...' તેણે જરાય દાદ આપ્યા વિના ચોખ્ખું જ સંભળાવી દીધું હતું, 'આઈ કાન્ટ ટ્રસ્ટ યુ. બાથરુમ-સંડાસ જવા સિવાય ક્યાંય તું એકલો જવાનો નથી...' ...Read More

74

64 સમરહિલ - 74

કાંઠા તરફથી ફાયર થયો એટલે કેસી ઘડીક ચોંક્યો હતો. આવનારા લોકોએ અહીંની ભૂગોળને બરાબર સમજીને ઘેરો ઘાલ્યો હતો. બખોલનો છેડો ટોચે ખૂલે છે, ત્યાંથી અડાબીડ જંગલ વટાવીને બ્રહ્મપુત્રના બીજી દિશાના કાંઠા તરફ જઈ શકાય છે તેની પાકી માહિતી તેમની પાસે હતી. એટલે જ એક ટીમે બખોલમાં હુમલો કર્યો અને બીજી ટીમે જંગલ તરફના કાંઠાને દબાવી રાખ્યો હતો. મતલબ કે, તેઓ સ્થાનિક હતા અથવા તો સ્થાનિક સ્તરેથી તેમને માર્ગદર્શન મળતું હતું. એકપણ સ્થાનિક અલગતાવાદી ગેંગ સાથે કેસીને દુશ્મની ન હતી. ...Read More

75

64 સમરહિલ - 75

'નો વે, મિસ અસનાની... તમે યાર..' વાત-વાતમાં યાર બોલવાની ટેવ ધરાવતા એસપી મિશ્રા રિટાયરમેન્ટ પહેલાંનું છેલ્લું પોસ્ટિંગ માણી રહ્યા મિશ્રાને આ કામણગારી, યુવાન આઈએએસ ઓફિસર ગમતી હતી. ક્લબમાં ય તેને છાના ખૂણે જોઈ લેતા હતા. આજે એ ખુદ આવી ચડી એટલે મિશ્રાની મૂછ આપોઆપ તાવ દેવા લાગી હતી. ...Read More

76

64 સમરહિલ - 77

જંગલમાંથી ધસી આવેલો કેપ્ટન ઉલ્હાસ રેડ્ડી હવે જરાય ચૂક કરવાના મૂડમાં ન હતો. સરુના અડાબીડ જંગલમાં તેણે પગ મૂક્યો જ ઘડીએ થયેલા બિહામણા, ભેદી ધડાકાએ તેને ચોંકાવી દીધો હતો. કાંઠા પર મોરચો માંડવા મોકલેલી ટીમને તેણે વાયરલેસ જોડયો પણ વળતો કશો જવાબ આવ્યો નહિ એટલે તે સ્થિતિ પામી ગયો. આટલે દૂર સુધી સંભળાયેલો એ ધડાકો મોર્ટારનો હોય કે પછી... તેણે પોતાના કમાન્ડોના એક કાફલાને બખોલ તરફ પાછો મોકલ્યો. તેમણે નદીના રસ્તે આવવાનું હતું અને પોતે જંગલ તરફથી જતા કાફલાની આગેવાની લીધી. ...Read More

77

64 સમરહિલ - 76

સૂસવાટાભેર ફૂંકાયેલું વાવાઝોડું ચંદ મિનિટમાં પસાર થઈ જાય પછી ચોતરફ વેરાયેલી તારાજી વચ્ચે સ્તબ્ધતા હિબકે ચડી હોય એવું વાતાવરણ પર સર્જાઈ ગયું હતું. કેપ્ટિવ બોલ્ટ ગન મુક્તિવાહિનીનું લેથલ વેપન અમસ્તી ન્હોતી ગણાતી. ચીનાઓના ગાઢ સંપર્કને લીધે ત્રણસો વર્ષથી બારુદનો પરિચય ધરાવતા તિબેટના લડાયક ખામ્પાઓએ ધડાકા અંગે જાતભાતના અખતરા કરી કરીને આ શસ્ત્ર વિકસાવ્યું હતું. મજબૂત ધાતુમાંથી બનેલાં બે અલગ અલગ ગેજના નળાકારને ફાસ્ટ્નર વડે જોડીને આશરે સાડા ત્રણ ફૂટનો સળંગ પાઈપ તૈયાર થતો હતો. ...Read More

78

64 સમરહિલ - 78

કેપ્ટન ઉલ્હાસનો વ્યુહઃ શાંગરા તરીકે ઓળખાતી બખોલમાં એક લડાકુ કાફલો રોકાયો છે એવી બાતમી સ્થાનિક આદિવાસીઓ પાસેથી મળી ત્યારે સૌથી કેપ્ટન ઉલ્હાસે તેમની પાસે બખોલનો જેવો આવડે તેવો નકશો બનાવડાવ્યો હતો. આ લોકો કોણ હતા તેનો તેને કોઈ અંદાજ ન હતો. આઈપીએસ કક્ષાના પોલિસ અફસરનું અપહરણ અને સીધા હોમ મિનિસ્ટ્રીમાંથી જ તલાશનો ઓર્ડર... એટલે મામલાની ગંભીરતા કેપ્ટન ઉલ્હાસ બરાબર સમજી શકતો હતો. રાઘવે જે પ્રકારે સંદેશો મોકલાવ્યો એ પરથી ઉલ્હાસને એટલું જરૃર સમજાયું હતું કે એ લોકો ભારે ખંધા અને ખેપાની છે. તલાશમાં જો જરાક સરખી ય ચૂક થઈ તો રાઘવનો ઘડો-લાડવો થઈ શકે છે. ...Read More

79

64 સમરહિલ - 79

ભેંકાર અંધારામાં તરાપાઓ સ્પષ્ટ ભળાવાનો સવાલ ન હતો. નાઈટવિઝન બાયનોક્યુલરને ય નદીના તોફાની વહેણ અને તીવ્ર વળાંકની મર્યાદા અધકચરા દેતી હતી. તરાપામાં ભાગી રહેલો કાફલો બધી રીતે ચડિયાતી સ્થિતિમાં હતો. તેઓ આ વિસ્તારની ભૂગોળથી માહિતગાર હતા. વળી, કેપ્ટને ભાગી રહેલા લોકો વચ્ચે રહેલા પોલિસ અફસરને બચાવવાનો હતો એટલે આડેધડ ફાયર કરવાની સ્થિતિમાં એ ન હતો. જ્યારે તરાપાવાળા લોકો તો મરણિયા બન્યા હતા. એ તો ગમે તેમ અને ગમે તેવો વાર કરી જ શકે એ કેપ્ટને કાંઠાની હાલત પરથી પારખી લીધું હતું. વળી, એ લોકો એન્જિનના અવાજને લીધે ડિંગીનું સ્થાન પણ આબાદ પારખી શકે તેમ હતા. ...Read More

80

64 સમરહિલ - 80

આકાશમાંથી વરસાદની ધાર સાથે કાળુમેંશ અંધારું વરસી રહ્યું હતું. માથા પર ગાજતા ગોળીઓના સનકારા તોતિંગ ખડક સાથે અથડાઈને ચોમેર કરચો અને મોટા ગચ્ચાઓ ઉડાડતા જતા હતા. સામા છેડેથી ચંદ સેકન્ડનું મૌન પથરાયું એટલે કેપ્ટન ઉલ્હાસના કેળવાયેલા દિમાગે પોતે આક્રમણની સ્થિતિમાં હોવાનો અંદાજ માંડી દીધો હતો. તેના તાલીમબધ્ધ કમાન્ડોને વ્યુહ રચવા માટે આદેશની ય જરૃર ન હતી. ઉલ્હાસે ત્રણ અલગ અલગ દિશાએ મોરચો બાંધીને ગોળીઓ છોડવા માંડી પણ હવે તેને સામા છેડેથી ફાયર થાય તેની પ્રતિક્ષા હતી. કારણ કે તો જ એ દિશા નક્કી કરી શકે તેમ હતો. ...Read More

81

64 સમરહિલ - 81

પહાડના કરાલ ખડક પર પગ ભીંસીને ત્વરિતે આખું શરીર અમળાવી નાંખ્યું પણ તેને બરાબર ભીંસી રહેલા મુક્તિવાહિનીના ગેરિલાની મજબૂત તેને ચસકવા દેતી ન હતી. તેના ફેફસાંમાંથી નીકળેલી કારમી ચીસ ગળા સુધી પહોંચી અસ્ફૂટ ઊંહકારો બનીને અટકી ગઈ હતી. ખડક સાથે પગ અથડાવાથી જરાક જેટલો અવાજ થયો ત્યાં એ આદમીએ તેના પગ પરની ભીંસ વધારી દીધી. શરીરને તંગ કરીને કરાડ પર લેટેલી હાલતમાં તે માંડ વીસેક મીટર નીચેનું દૃશ્ય ફાટી આંખે જોઈ રહ્યો. દૂર પહાડના ઢોળાવ પર હજુ ય ક્યાંક ગ્રેનેડ ફાટી રહ્યા હતા અને અચાનક ફાટતા બારુદના ક્ષણિક ઝબકારામાં અંધારાની છાતી ચિરાઈ જતી હતી. એકધારા આઠ-દસ ગ્રેનેડના ધડાકા પછી સામેથી થતું ફાયરિંગ અટકી ગયું હતું. ક્યાંય કોઈ હલનચલન વર્તાતી ન હતી... ...Read More

82

64 સમરહિલ - 82

વમળમાં ફસાઈ રહેલી ડિંગીમાંથી બિરવાએ દોરડાના સહારે પડતું તો મૂક્યું પણ બ્રહ્મપુત્રના તોફાની પ્રવાહમાં સંતુલન જાળવવું અને તરતા રહેવું આસાન ન હતું. કાળમીંઢ ખડકો પર અથડાતા અને અથડાયા પછી બુંદ બુંદ સિકરમાં ઉછળતા નદીના ઠંડાગાર પાણીમાં પછડાઈને બિરવા પહેલાં તો ક્યાંય ફંગોળાઈ ગઈ હતી. દોરડા પર માંડ એક હાથ સાબૂત રહ્યો હતો અને નદીના ધસમસતા વહેણ તેને સડસડાટ નીચે ખેંચી રહ્યા હતા. તેની પાછળ કૂદેલો આદમી કેળવાયેલો કમાન્ડો હતો પણ તેની ય હાલત એવી જ કફોડી હતી. વમળ ભણી ખેંચાતી હોડી, હોડી સાથે બંધાયેલું દોરડું અને દોરડા સાથે બંધાઈને નદીના પ્રવાહમાં ફંગોળાતા આ બેઉ... ...Read More

83

64 સમરહિલ - 83

'હી વોઝ...' રિપોર્ટ ટાઈપ કરી રહેલા કેપ્ટન ઉલ્હાસની આંગળી ઘડીભર અટકી ગઈ. ટેબલ પર પડેલા ગ્લિનફિડિચ વ્હિસ્કીના ગ્લાસમાંથી તેણે મોટો ઘૂંટ ભર્યો. ફરીથી બીજો એવડો જ ઘૂંટ ભર્યો અને પછી આખો ગ્લાસ એક શ્વાસે ગટગટાવી ગયો. તેની જીભ પર વ્હિસ્કીની તીખી કડવાશ બાઝી ગઈ હતી. ગળામાંથી ઉતરીને અન્નનળીના માર્ગે છેક જઠર સુધી ઉતરતો વ્હિસ્કીનો રેલો આગના ભડકા જેવો અહેસાસ કરાવતો હતો. તેણે ફરીથી લેપટોપના સ્ક્રિન પર પોતે ટાઈપ કરેલા શબ્દો વાંચ્યા પછી અવશપણે ડોકું ધૂણાવીને ઊભો થયો. ...Read More

84

64 સમરહિલ - 84

ત્રણ બાજુ શુધ્ધ ધવલ પહાડો, ચોથી તરફ પ્રિયતમના બાવડે ચૂંટી ખણીને દોડી જતી મુગ્ધ કન્યા જેવી કૈલુ નદી અને વચ્ચે પથરાયેલી સમથળ લીલીછમ્મ તળેટી... ત્સાલિંગ. દોમદોમ સાહ્યબીથી હરીભરી હવેલી, શેઠ દેવાળુ કાઢે પછી નિઃસાસા નાંખતી નાંખતી ખંડેર થઈ જાય, ત્સાલિંગની નિયતિ ય કંઈક અંશે એવી જ હતી. ...Read More

85

64 સમરહિલ - 85

ચીનના પાટનગર બેજિંગમાં બેસતાં ફોરેન ઓફિસરે પહેલાં તો ભારતીય એલચી કચેરી દ્વારા મળેલા સત્તાવાર સંદેશા પર ધ્યાન જ ન્હોતું તેણે રાબેતા મુજબ ઈન્ટર સ્ટેટ ડિપ્લોમેટિક રજિસ્ટરમાં ભારતીય ગૃહ મંત્રાલય દ્વારા મળેલા સંદેશાની નોંધ લેવડાવીને સંતોષ માની લીધો. જો આટલું જ થયું હોત તો કેસી, હિરનનો કાફલો પાંચમા દિવસે તો ખચ્ચર પર સવાર થઈને રંગેચંગે લ્હાસા પહોંચી ગયો હોત. પણ આ આખાય કમઠાણની શરૃઆતથી જ સૌનું તકદીર બબ્બે ડગલાં આગળ ચાલતું હતું. ...Read More

86

64 સમરહિલ - 86

ચેકપોસ્ટ પર પોતે દાખલ થાય એ પહેલાં હેંગ્સુનને મોકલવા પાછળ કેસીનો વ્યુહ સ્પષ્ટ હતો. તિબેટમાં પ્રવેશતા બહારના લોકો માટે પરવાના દાખલ કરીને આડકતરી રીતે ચીને તિબેટને અભેદ્ય બનાવી દીધું હતું. હિરનના કાફલાને તિબેટમાં ઘુસાડવો હોય અને ઘુસાડયા પછી દિવસો સુધી સલામત રાખવો હોય તો અગમચેતી માટે દરેક પ્રકારની બનાવટી પરમિટ જોઈએ. કેસીને બનાવટી પરમિટ ઊભી કરવામાં કોઈ મુશ્કેલી ન હતી. પરંતુ નિયમ મુજબ, એક પરમિટ હોલ્ડર પાસે બીજા પ્રકારની પરમિટ ન હોઈ શકે. ઠેકઠેકાણે મૂકાયેલી ચેક પોસ્ટમાં ક્યાં અંગજડતી થાય અને ક્યાં સામાનની ય તલાશી લેવાય એ નક્કી નહિ. એવે વખતે જો બીજી પરમિટ તેમના હાથમાં જઈ ચડે તો બધા એકસાથે ઝડપાઈ જાય. ...Read More

87

64 સમરહિલ - 87

પોણી કલાક પછી... ચેકપોસ્ટથી દૂરની પહાડી પર બેય કાફલા ભેગા થઈ ચૂક્યા હતા. હેંગ્સુન હજુ ય ચેકપોસ્ટ આસપાસ લટાર મારતો, વહેંચતો ફરતો હતો. કોઈને શંકા ન જાય એ માટે તેણે આરામથી નીકળવાનું હતું. અહીં બેય કાફલાના ચહેરા પર પહેલી કસોટી હેમખેમ પાર કર્યાની પારાવાર હળવાશ વર્તાતી હતી. ત્વરિત ખુશમિજાજ થઈને હિરનને પોતાનો અનુભવ કહી રહ્યો હતો. કઢંગા વેશમાં હાસ્યાસ્પદ લાગતા છપ્પનને જોઈને ઝુઝાર પહેલાં ખડખડાટ હસ્યો હતો અને પછી તેણે જોરથી બાથ ભરીને છપ્પનને, પ્રોફેસરને એકસામટા જ ઊંચકી લીધા હતા. ...Read More

88

64 સમરહિલ - 88

'મને જોવા દો...' પ્રોફેસરે મેગ્નિફાઈંગ લેન્સ આગળ ધરીને ચૂંચી આંખે અત્યંત ઝીણા અક્ષરમાં કોતરાયેલા જમાના જૂના તામ્રપત્રો પર નજર માંડી. ઝેન્પા મઠ પહોંચ્યા પછી પ્રોફેસર અને ત્વરિતે પોતાની, અલબત્ત ખોટી ઓળખ આપીને રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. પૂર્વના પ્રાચીન શાસ્ત્ર તેમજ બૌધ્ધ વિદ્યાઓ પર ભારતીય દર્શનની અસર વિશે પોતે સંશોધન કરી રહ્યા છે તેવી વિગતો આપીને તેમણે રાહુલ સાંકૃત્યાયનના ચેફાલ મઠ સાથેના પ્રદાન વિશે વિગતો જાણવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ...Read More

89

64 સમરહિલ - 89

'એ બાજુ જોયા વગર એકમદ સહજ રીતે ચાલ્યે રાખ...' હિરને નજર ઘુમાવ્યા વગર, જાણે કશુંક બતાવતી હોય તેમ દૂર તરફ આંગળી ચિંધીને સ્મિતભેર કહ્યું એ સાથે ઝુઝાર સતર્ક બની ગયો. રસ્તા પર પહેરો દેતા ફૌજીઓને જોઈને તેનું ધ્યાન ખેંચાયું હતું અને સહજ રીતે જ તે એકીટશે તેને જોઈ રહ્યો હતો. હિરનની ટકોર પછી તરત તેણે ય હિરને ચિંધેલી દિશામાં નજર ફેરવી નાંખી. સાંજ ઢળવા આવી હતી. વાદળછાયા આકાશમાંથી ચળાઈને આવતો પાછોતરો અજવાસ હજુ ખાસ મોળો પડયો ન હતો. ઝુઝારે એક હાથે આંખ આડે નેજવું કરીને ખભે લટકાવેલ બેકપેક સરખો કરવાના બહાને પીઠમાં ખોસેલી ગન ચકાસી લીધી. ...Read More

90

64 સમરહિલ - 90

મેજર ક્વાંગ યુને ચેક પોસ્ટ પરથી આવતાંની સાથે જ શીન લાઈને સસ્પેન્ડ કરી દીધો હતો અને લ્હાસાની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા માંડી હતી. લ્હાસામાં પ્રવેશતા તમામ માર્ગો પર તેણે નાકાબંધીના આદેશ કરી દીધા અને બહાર નીકળતા દરેક આદમીની સખત જડતી લેવડાવવા માંડી. લ્હાસાના દરેક ગેસ્ટહાઉસ, બોર્ડિંગ હાઉસ, વટેમાર્ગુઓને આશરો આપતાં બૌધ્ધ મઠ અને ઘરઘરાઉ લોજના લિસ્ટ ચેક કરીને દરેક ઠેકાણે સીલ મરાવી દીધા. રાતભર લ્હાસાની સડકો પર લશ્કરી ગાડીઓની સાઈરન ગૂંજતી રહી. વિદેશીઓની તલાશી લેવાતી રહી. તેમના પરમિટ, બેઈઝ ચેક થતા રહ્યા. દૂર ઉત્તર તિબેટમાંથી આવેલા નાગરિકોને ય શકમંદ ગણીને ઉલટતપાસ હેઠળ લેવાયા. જેમની પાસેથી તમંચા કે છરા જેવા શસ્ત્રો મળ્યા તેમની તો હાલત ખરાબ થઈ ગઈ. જે વિદેશીઓ પરમિટ પૂરી થયા પછી ય રોકાઈ ગયા હતા તેમને જવાબ આપતાં નાકે દમ આવી ગયો. ...Read More

91

64 સમરહિલ - 92

'શક્ય જ નથી...' ધુંઆપુંઆ થતા મેજર ક્વાંગ યુને ટેબલ પર જાડી બેટન પછાડી નાંખી. 'પણ સર, દરેકે દરેક ઈન્ડિયન પરમિટ ચેકિંગ થયું છે. એ બધા જ ઓફિશિયલ પરમિટ ધરાવે છે' મેજરના અણધાર્યા ગુસ્સાથી ડરીને નાયબ રિજન્ટ સ્હેજ સલામતે ઊભો રહીને રિપોર્ટ આપતો હતો. મેજર ક્વાંગનું માથું ધમધમવા લાગ્યું હતું. તેણે માથું ધૂણાવીને નવેસરથી વિચારવા માંડયું. નંબર ૧. તેના ઈન્ટેલિજન્સ ફોર્સે બે મહિના પહેલાં બાતમી આપી હતી કે શોટોન ઉત્સવ દરમિયાન કશીક બળવાખોરી થશે એવો અંદેશો છે. ...Read More

92

64 સમરહિલ - 91

વહેલી સવારે લ્હાસાની ભાગોળે પૂર્વ દિશાની પહાડીઓ તરફ જતી પગદંડી પર ત્રણ જણા પગપાળા જઈ રહ્યા હતા. કિરમજી વસ્ત્રોમાં સોહતો બૌધ્ધ સાધુ હાથમાં મણિસ્તંભ ફેરવતો ઝૂકાવેલા ચહેરે સતત મંત્રજાપ કરતો ચાલ્યા કરતો હતો. વહેલી સવારની ઠંડકથી બચવા તેણે ઊઘાડા માથા પર મફલર જેવો દુશાલો ઓઢ્યો હતો અને પહોળું, ખુલતું ઘેરદાર પહેરણ છેક નીચે સુધી લહેરાતું હતું. તેની પાછળ બે દેહાતી તિબેટી, એક પુરુષ અને એક ઓરત, થોડુંક અંતર રાખીને ચાલ્યાં જતાં હતાં. પુરુષે માથા પર કશોક ટોપલો ઊંચક્યો હતો. સ્ત્રીના હાથમાં ય કશાક પોટલાં હતાં. ...Read More

93

64 સમરહિલ - 93

પહાડી વિસ્તારને લીધે લ્હાસા સહિત સમગ્ર તિબેટમાં વરસાદી પાણી સડસડાટ વહી જતું હતું. પરિણામે જમીનના તળ કોરાં રહી જતા. અહીં રેઈન વોટર હાર્વેસ્ટિંગનો પરંપરાગત મહિમા હતો. તબેલાની ટાંકી સ્ટોરેજ કમ હાર્વેસ્ટિંગ ટેન્ક હતી. વરસાદી પાણીનો અહીં સ્ટોરેજ થાય એ માટે સાત ફૂટ લાંબી, ૧૨ ફૂટ પહોળી અને ૧૦ ફૂટ ઊંડી ટાંકીમાં દરેક બાજુ કોન્ક્રેટિંગ કરી દેવાયેલું હતું. પણ મેનહોલની બરાબર નીચે ત્રણેક ફૂટના ઘેરાવામાં ચારેક ફૂટ ઊંડો ખાડો રાખવામાં આવ્યો હતો, જેની ગોળાકાર દિવાલોને કોન્ક્રેટિંગ કર્યું હતું પણ તળિયું જમીનનું જ રખાયું હતું. ...Read More

94

64 સમરહિલ - 94.

'એક શ્લોકના આધારે તમે કેવી રીતે કહી શકો કે તમારે જોઈએ છે એ જ પ્રાચીન વિદ્યાની આ વાત છે એ જ શ્ત્સેલિંગ્કા ખાતે હોવી જોઈએ?' બપોરના ભોજન પછી કેસી, તાન્શી અને હિરને પ્લાનિંગ વિચારવા માંડયું હતું ત્યારે પણ પ્રોફેસર અને ત્વરિત હસ્તપ્રતોના અભ્યાસમાં લાગેલા હતા. ત્વરિતને હજુ ય પ્રોફેસરનો ઉન્માદ ગળે ઉતરતો ન હતો. આદ્ય શંકરાચાર્ય શ્વેતાશ્વતર ઉપનિષદ પર લખેલા ભાષ્યના અધૂરા પાનાઓમાં તત્વચિંતનની વાત હતી. બૃહદ્સંહિતામાં પણ અવકાશ અને ખગોળ વિજ્ઞાનનો જ ઉલ્લેખ હતો. તો પછી પ્રોફેસર ક્યા આધારે ખાતરીપૂર્વક કહી રહ્યા હતા? ...Read More

95

64 સમરહિલ - 95

તબેલા પર છાપો માર્યા પછી ય નિષ્ફળ ગયેલો મેજર ક્વાંગ યૂન હવે મરણિયો બન્યો હશે તેમાં કોઈ શંકા ન તબેલા સુધી એ પહોંચ્યો તેનો એક જ અર્થ થાયઃ કેસીના ચક્રવ્યુહમાં કોઈક રીતે ઘૂસ મારવામાં એ સફળ થયો હતો. કેસીએ જૂની તમામ લિન્ક વિખેરીને નવા લોકોને કામે વળગાડી દીધા હતા. લાકાન્ગ મોનેસ્ટરી તરફ જતા હાઈ-વે પર આવેલ આ મકાન તેણે સત્વરે ખાલી કરવાનું હતું. પ્રોફેસરનો સામાન પેક થયો એ પહેલાં છપ્પન, ઝુઝાર, હિરન અને તાન્શીને મુક્તિવાહિનીના બીજા આદમીઓ સાથે રવાના કરી દેવાયા હતા. શ્ત્સેલિંગ્કા તરીકે ઓળખાતી ટેકરી એ વિરાટ, ભવ્ય પોતાલા પેલેસનો એક હિસ્સો હતી. શોટોન ઉત્સવને લીધે સ્વાભાવિક રીતે જ અહીં ભારે કડક બંદોબસ્ત હતો. એ લોકોએ અહીં પહોંચતા પહેલાં ફરીથી શોટોન કલાકારોનો સ્વાંગ સજી લેવાનો હતો. ...Read More

96

64 સમરહિલ - 96

લ્હાસાની ભાગોળે ફોર્ડ ગાડી ઊભી રહી ત્યારે સાંજ ઘેરાઈ ચૂકી હતી. મોટા ચોકમાં પ્રવેશતી શહેરની સાંકડી ગલીઓમાંથી સંખ્યાબંધ લોકો આવી હતા. દરેકના હાથમાં રંગીન ફાનસ જલતા હતા અને તેની રોશનીના ઉજાસમાં દરેક ચહેરા પર ઉજવણીનો ઉલ્લાસ ઝિલમિલાતો હતો. સાવ ઝાંખા થતા જતા ઘેરાતી સાંજના અજવાસમાં રંગીન દીવડાંઓની આખી હારમાળા જાણે પોતાલા પેલેસનો ઢોળાવ ચડી રહી હોય એવું સોહામણું દૃષ્ય સર્જાતું હતું. કેસી ભાવવિભોર બનીને પોતાના દેશબંધુઓની ખુશાલીને નજરથી પીતો રહ્યો. ...Read More

97

64 સમરહિલ - 97

'કમ વોટ મે...' હિરને દબાયેલા અવાજે કહ્યું પણ તેની આંખોમાં તીવ્ર ઉન્માદ હતો. કેસી અંદર આવ્યો એ પહેલાં રાવટીમાં ગોળ કુંડાળાનું ફોર્મેશન રચાઈ ગયું હતું. પ્રોફેસર અને ત્વરિત દર્દીઓને તપાસતા હોય તેમ લાકડાની નાની પાટલી પર બેસીને આંખ -જીભ ચેક કરવા લાગ્યા હતા. કેસી અંદર આવીને પહેલાં તો કલાકારોના વાદ્યો ઠીક કરવા લાગ્યો અને પછી સાવ નજીક ખસીને હોઠ ફફડાવીને કહી દીધું, 'અનબિલિવેબલ સિક્યોરિટી... મેજર અને તેના ટોપ ઓફિસર લામાના વેશમાં છે. વી આર ઓન હાયર રિસ્ક' પહેલાં તાન્શીના ચહેરા પર તણાવ અંકાયો. તેણે મેસેજ પાસ કર્યો. ...Read More

98

64 સમરહિલ - 98

મેજરનો વ્યુહ : રેડ બુક ઉથલાવીને મેજરે તર્ક તારવ્યો હતો. ભગવાન બુદ્ધની પવિત્ર પદછાપ અને દલાઈ લામાઓના સેંકડો વર્ષ જૂના મુકુટને કંઈ હાનિ થાય તો આખું ય તિબેટ ભડકે બળે. શક્ય છે કે ભેદી ઘુસણખોરોનો એ જ ઉદ્દેશ હોય. તેણે તરત પેલેસનો નકશો ખોલીને કસરત આદરી દીધી હતી. શોટોન મંચથી દોઢ કિલોમીટર સુધી પહાડ કોરીને જેમતેમ સમથળ કરાયેલા ચઢાણ પછી ડાબી તરફ શ્ત્સેલિંગ્કાની પહાડી શરૃ થતી હતી અને જમણી તરફ અગ્નિકૃત ખડકમાંથી કાપીને બનાવેલા વાંકાચૂંકા ૪૩૭ પગથિયા નોર્બુલિંગ્કા યાને પોતાલા પેલેસ તરફ લઈ જતા હતા. ...Read More

99

64 સમરહિલ - 99

ત્રીજા ફૂવારાથી ડાબી તરફ ફંટાવાનું હતું અને રાવટીમાંથી નીકળ્યા ત્યારથી જ બેય ટીમે ડાબે-જમણે અલગ દિશા પકડી હતી. તોય ફૂવારે પહોંચીને પ્રોફેસર ઘડીક થંભ્યા. ફૂવારાથી ડાબી તરફ એકધારો ઢોળાવ શરૃ થતો હતો. દૂર રાંગ પરથી રેલાતી સાવ પાંખી રોશનીની પૃષ્ઠભૂમાં ઝંખવાતા જતા ઓળાઓને તેઓ ઘડીભર જોઈ રહ્યા. પોતાલા પેલેસ પરિસરમાં જ વાયવ્ય ખૂણેથી શરૃ થતી શ્ત્સેલિંગ્કાની પહાડી અઢી કિલોમીટર સુધી પથરાયેલા કૌતુક સમાન હતી. નિસર્ગની કરાલ, રૌદ્ર લીલાએ કંઈક વર્ષોની કરામત પછી અહીં વિકરાળ ખડકોની વચ્ચે પોલાણ સર્જી દીધા હતા. હજારો વર્ષની ઉથલપાથલ પછી ઠરેલા લાવાના છીદ્રાળુ ખડકોમાં પવનના ઝંઝાવાતે આબાદ ગુફાઓ કોરી નાંખી હતી. ...Read More

100

64 સમરહિલ - 100

પોતાલા પેલેસ તરફ ધસી રહેલી હિરનના મગજમાં તર્કોનો ઝંઝાવાત ફૂંકાઈ રહ્યો હતો. પેલેસની ભૂગોળથી તે વાકેફ ન હતી. તેણે મોકલવાની જરૃર હતી. પણ જો એ તાન્શીને મોકલે અને કેસીની ટીમ સહિત એ પણ જોખમમાં આવી પડે તો શ્ત્સેબુલિંગ્કા તરફથી આવનારી ટીમ (છપ્પન, ત્વરિત, પ્રોફેસર)ને બહાર કોણ કાઢે? છેવટે તેણે જાતે જ એ જોખમ ઊઠાવી લીધું હતું. ૯૯૯ ઓરડા, ૧૦,૦૦૦થી વધુ દેવાલયો અને બેહિસાબ પ્રતિમાઓ ધરાવતા ૧૩ માળના વિરાટ પોતાલા પેલેસના પગથિયાની અંદર વાયરલેસ કમ્યુનિકેશન શક્ય નથી એવું કેસીએ કહ્યું હતું. એટલે જ તેણે ત્રીજો હેન્ડસેટ પોતાની પાસે રાખવાને બદલે ત્વરિતને આપવાનું કહ્યું હતું. ...Read More

101

64 સમરહિલ - 101

હિરન પેલેસ તરફ દોડી અને ટીમ-એ શ્ત્સેલિંગ્કાની ગુફાઓ શોધી રહી હતી ત્યારે... તાન્શીના ચહેરા પર પારાવાર તણાવ હતો. મેજરે ઝાડ પર ચડાવવાની ઉસ્તાદી કરી એ જાણીને એ બરાબર ગિન્નાઈ હતી. ઝુઝાર અને તેની વચ્ચે સિસકારાથી કમ્યુનિકેશન થઈ શકે એટલું અંતર તેમણે રાખ્યું હતું પણ આટલા વિશાળ પરિસરમાં આડેધડ ઊગેલા ઝાડ પર કોઈ માણસ ક્યાં લપાયો છે એ જાણ્યા વગર એ જોખમ ન ખેડાય. મેજરને સંદેશો મળી ગયો હોય તો કેસીની ટીમની કેવી બૂરી વલે થશે તેની કલ્પના માત્રથી જ તાન્શીના હૈયામાં ફફડાટનો ઘાણ પીલાવા લાગ્યો હતો. તેને હર હાલમાં પેલેસ તરફ ધસવું હતું પરંતુ તેને બેકકવરની જવાબદારી પણ સંભાળવાની હતી. શ્ત્સેલિંગ્કા તરફ ગયેલી ટીમ પાછી ફરે ત્યારે તેમને સહી-સલામત બહાર કાઢવાના હતા. ...Read More

102

64 સમરહિલ - 102

કેસીની ભારોભાર અગમચેતી અને ગજબનાક કોઠાસુઝભરી દૂરંદેશી અનુભવીને હિરન એ સરફિરા આદમી પર ઓવારી ગઈ હતી. દરેક મિશન માટે જોખમની તમામ શક્યતાઓ ધ્યાનમાં રાખી હતી અને દરેક જોખમનો ઉકેલ પણ તેણે વિચારી રાખ્યો હતો. કેસીએ ટાઈમિંગ જ એવી રીતે ગોઠવ્યા હતા કે દિવાલ તોડવા માટે એ બ્લાસ્ટ કરે અને ચાઈનિઝ ફૌજ એલર્ટ થાય એ વખતે શ્ત્સેબુલિંગ્કા તરફ ગયેલી ટીમ પરત ફરવાની તૈયારીમાં હોય. મેજર ક્વાંગ બૌદ્ધ સાધુના વેશમાં આવ્યો હતો તો એ પેલેસમાં જ છૂપાયો હોય એ વિશે કેસીને ખાતરી હતી. મેજર કંઈ અહીં હવાફેર કરવા તો આવ્યો ન હોય. એ પૂરતો સતર્ક હોવાનો જ. ...Read More

103

64 સમરહિલ - 103

મધરાતે તેઓ નીકળ્યા ત્યારે સુમસામ સ્તબ્ધતાને વળગીને જંપી ગયેલો માહોલ અત્યારે સાવ બદલાઈ ગયો હતો. પેલેસની બહાર નીકળેલા ફૌજીઓ એક છેક બહાર નીકળીને ફાટી જતા સાદે આદમીઓને એકત્ર કરી રહ્યો હતો અને તેની ત્રાડથી ચોંકેલો કેપ્ટન દરજ્જાનો ઓફિસર ફટાફટ જીપગાડીઓ મહેલ ભણી રવાના કરી રહ્યો હતો. બાકીના ત્રણેય ફૌજીઓએ શોટન મંચ પર સૂતેલા ભીખ્ખુઓને, સ્વયંસેવકોને દબડાવીને ઊઠાડયા હતા. જીપગાડીની ઘરઘરાટી અને અચાનક શરૃ થયેલા ફૌજીઓના હાંકોટાને લીધે મોટા ચોકમાં જ્યાં-ત્યાં પાથરણાં પાથરીને ચેનથી ઊંઘી રહેલા, શોટોનમાં મ્હાલવા આવેલા તિબેટીઓ ય હડબડાટીભેર ઊઠવા લાગ્યા હતા. ...Read More

104

64 સમરહિલ - 104

ઝુઝારે જબ્બર ધમસાણ મચાવ્યું હતું. તેની સાવ લગોલગ આવી ગયેલા બે ફૌજીઓ પૈકી એકને તેણે છાતીમાં હથોડા જેવા પંજાનો જેવો પ્રહાર કરીને ચત્તોપાટ પાડી દીધો હતો અને બીજા આદમીની ગરદન બળુકા પંજામાં, સિગરામાં પાઈપ ભીંસતો હોય તેમ ભીંસીને મરડી નાંખી હતી. પીછો કરી રહેલા બે આદમીને તેણે મંચ પરથી નીચે ઉતરતા પહેલાં જ ગોળી ધરબી દીધી હતી. હવે તેના માટે આરપારની લડાઈ હતી. પોતે રસોડાના તંબુ તરફ લપકે તો આખો ય કાફલો તેનો પીછો કરતો પાછળ ધસે, અને તો પોતાની સાથે બીજા બધા ય ઝલાઈ જાય. અહીં મંચ પર કોઈ આડશ ન હતી. અત્યાર સુધી તેને જીવતો ઝબ્બે કરવા મથતા ચીની ફૌજીઓ હવે વધુ ધીરજ નહિ રાખે. એ ગમે તે ઘડીએ ફાયર કરશે અને તો પોતે આસાનીથી વિંધાઈ જશે. આમતેમ દોડાદોડી કરતાં જઈને તેણે મંચની સામેના ચોગાન તરફ જોયું. અચાનક ફૌજીઓના હડદોલા ખાઈને કાચી ઊંઘમાંથી ઊઠેલા સેંકડો અબૂધ-દેહાતી તિબેટીઓ ગનના ધડાકા-ભડાકાથી રઘવાયા થઈને કલબલાટ કરતાં દોડધામ મચાવી રહ્યા હતા. ...Read More

105

64 સમરહિલ - 105 - છેલ્લો ભાગ

બેહદ ભારે કદમે આગળનો પ્રવાસ શરૃ થયો હતો. એ આખો દિવસ અડાબીડ પહાડીઓમાં તોફાની હવા ફૂંકાતી રહી એથી તેમની થોડીક ધીમી પડી પણ ફાયદો એ થયો કે પવનના તોફાનને લીધે હેલિકોપ્ટરનો ડર ન હતો. સુરજ આથમ્યો ત્યારે અવરોહણ શરૃ થતું હતું એટલે મોડી રાત સુધી તેમણે મુસાફરી ચાલુ રાખી અને પછી પહાડની આગોશમાં વિરામ લીધો. ચોથા દિવસે એક વિરાટ પર્વત ઓળંગવાનો હતો. નેદોંગની પર્વતમાળાનો એ છેલ્લો વિકરાળ પહાડ હતો. એ સલામત રીતે વળોટી જવાય તો આગળના મેદાની વિસ્તારમાં મરેલા ખચ્ચર, યાકના ચામડા ચીરતા ગેન્માઓના કબીલા તૈયાર જ હતા. સૌએ તેમાં ભળી જવાનું હતું. ...Read More