કર્ણલોક

(1.5k)
  • 193.8k
  • 648
  • 119.4k

‘મેં એને મારી છે. ડાળખું તૂટી ગયું ત્યાં સુધી ઝૂડી.’ દુર્ગા બોલતી હતી. સાહેબ શાંતિથી તેને સાંભળતા હતા. ‘પહેલાં એ લોકે ગાળો આપી. તે વખતે અમે તો ખાલી ઊભાં જ ’તાં. કંઈ કરતાં જ નો’તાં તોય. પછી એ લોકે અમને મારવા કર્યું. આવડી નાની કરમીને પણ એ લોકે...’ દુર્ગા આગળ બોલી ન શકી.

Full Novel

1

કર્ણલોક - 1

‘મેં એને મારી છે. ડાળખું તૂટી ગયું ત્યાં સુધી ઝૂડી.’ દુર્ગા બોલતી હતી. સાહેબ શાંતિથી તેને સાંભળતા હતા. ‘પહેલાં લોકે ગાળો આપી. તે વખતે અમે તો ખાલી ઊભાં જ ’તાં. કંઈ કરતાં જ નો’તાં તોય. પછી એ લોકે અમને મારવા કર્યું. આવડી નાની કરમીને પણ એ લોકે...’ દુર્ગા આગળ બોલી ન શકી. ...Read More

2

કર્ણલોક - 2

મામાના ઘરનો ત્યાગ કરવાના મારા નિર્ણયને મેં ભાગી જવાના નિર્ણય તરીકે ક્યારેય સ્વીકાર્યો નથી. બાર-તેર વરસની ઉમ્મરે પણ મને કે એ તો મેં અભિનિષ્ક્રમણ કર્યું કહેવાય. ઘર છોડતી વખતે મને જે ભાવ અનુભવાતો હતો તેમાં હીણપતની લાગણી ક્યાંય નહોતી. એવું ન હોત તો તે બપોરે ટ્રેનમાં ચડી જવા સિવાય મેં કંઈ કર્યું ન હોત પણ સ્ટેશને દાખલ થતાં અગાઉ ગાડીની ટિકિટ લીધી હતી, મુંબઈની. મુંબઈ જવું નહોતું. ક્યાં જઈશ, તે ખબર નહોતી. મામા સ્ટેશને તપાસ કરે તો મને મુંબઈ ગયેલો માને એટલું બસ હતું. ...Read More

3

કર્ણલોક - 3

ચાલ્યો જ ગયો હોત. નંદુને મળવા પણ રોકાયો ન હોત. બસ થેલી લઈને ચાલતા થવાની વાર હતી પરંતુ હતો ત્યાંથી પાછા ફરી જવાની ક્ષણે જ મેં પીળા મકાનના ચોકમાંથી જાળી વટાવીને આવતી દુર્ગાને જોઈ. ગઈ રાતે તેને અલપ-ઝલપ જોયેલી. આજે સવારે તે કંઈક જુદી જ લાગી. ઊઘડતા ગુલાબી રંગના ફ્રોકમાં સજ્જ દુર્ગાને જોતાં જ હું અવાક બનીને જોઈ રહ્યો. ...Read More

4

કર્ણલોક - 4

દુકાન પૂરી તૈયાર થઈ તે દિવસે નંદુ હાજર નહોતો. પૂનમ હતી અને તે તેના નિયમ મુજબ મઢીએ ગયેલો. મઢીથી જ દૂર નિમુબહેનની વાડી. ત્યાં પણ તે રોકાવાનો હતો. મોહન મારો પહેલો ઘરાક હતો. તેની હાથલારી બહુ ભારે ફરતી હતી તે સરવિસ કરવાનું કહીને ગયેલો. બીજે દિવસે પાછો આવવાનો હતો. ચાર પૈડાં ખોલીને ફરી ફીટ કરવાં તે કંઈ મોટું કામ નહોતું પણ મારા માટે તો નવું હતું. ગ્રીઝિંગ, ફિટિંગ બધું સાંજ સુધી ચાલ્યું. ...Read More

5

કર્ણલોક - 5

તે દિવસે રજા હતી. છોકરાંઓ બહાર દરવાજે પણ દેખાયાં. કેટલાંક તો હતાં તે કપડાં પહેરીને બનીઠનીને ફરતાં હતાં. એ અહીં સુધી આવી શક્યાં તે નવાઈ લાગે તેવું તો હતું જ. એક પાંચેક વરસનો છોકરો વારે વારે ડોકું કાઢીને રસ્તા પર જોયા કરતો હતો. મેં બૂમ પાડીને તેને દુકાન પર બોલાવ્યો. આવ્યો એટલે ઊંચકીને સ્ટૂલ પર બેસાડતાં તેનું નામ પૂછ્યું. ...Read More

6

કર્ણલોક - 6

દુર્ગા કોઈના લગ્નમાં પીરસવા ગયેલી તે બીજે દિવસે આવી. અંદર ગઈ તેવી જ પાછી આવી અને કહ્યું, ‘કાલ નેહાબેન તું દવાખાને ગયેલો?’ ‘હા.’ સાઇકલ સાફ કરતાં મેં જવાબ આપ્યો. ‘તો માંડીને બધી વાત કર.’ દુર્ગા બોલી. એક કપડું પાથરીને સામે બેઠી. ‘તું અંદર સાંભળીને તો આવી.’ મેં કહ્યું. ‘તારી પાસેથી સાંભળવું છે.’ દુર્ગાએ કહ્યું. મેં માંડીને બધીયે વાત કરી. પછી દુર્ગાએ મારા સામે જોયું. પૂછ્યું, ‘શેઠે પૈસા પાછા ન માગ્યા? ...Read More

7

કર્ણલોક - 7

શેફાલીને સિવિલમાં રખાઈ તોપણ બદલીમાં સૌમ્યા હજી આવી નહોતી. કાગળો ચાલતા હતા. ક્યારેક રસ્તા પર રડીખડી દેખાતી રિક્ષામાં અકારણ કરીને તેમાં રોઝમ્મા બેઠી છે કે નહીં. તે જોવાનું મન થઈ જતું. એકાદ વાર નંદુ પણ દરવાજે ઊભો રહીને શહેર તરફ જોતો નજરે પડેલો. આજે સવારે મોહનકાકાના કૂવે નહાઈને પાછો દુકાને આવ્યો તો જોઉં છું કે નંદુ બહાર આવીને બેઠો છે. કહે, ‘ભાઈ, આ વખતે તું મારા વતી મઢીએ જઈ શકીશ?’ ...Read More

8

કર્ણલોક - 8

નિમુબહેનની વાડીએથી નીક્ળ્યો ત્યારે વિદાય આપતાં નિમુબહેને મને ઊભો રાખીને કહ્યું, ‘આપણા અનુભવમાં હોય, આપણી માન્યતામાં હોય તેનાથી જુદું ઘણું આ દુનિયામાં હોય તો ખરું જ. કોઈનો ન્યાય આપણે ન કરવો જોઈએ એવી સમજણ માણસમાં ધીરે ધીરે જ આવે છે. નજર સામે જે થાય છે તેને જોતાં સાંભળતાં રહેવું. ક્યારેક કંઈક એવું બને કે તે ઘડીથી આપણે કોણ અને કેવાં છીએ તે સમજતાં આવડતું થાય.’ ...Read More

9

કર્ણલોક - 9

નેહાબહેને દુર્ગાને ઘરે રોકાવા કહ્યું અને મારે એકલા એ જ દુકાને પાછા આવવું પડ્યું. પાછા ફરતાં દુર્ગા સાથે જે કરવાની નક્કી કરી રાખી હતી તે થઈ ન શકી. હુસ્નાના જવાબે અને કૉર્ટના આદેશે મને કંઈક અજંપ સ્થિતિમાં મૂક્યો હતો. અચાનક મને એ બધું લખવાનું મન થઈ આવ્યું અને મેં જી’ભાઈએ આપેલી ડાયરી કાઢી. લખીને પછી નંદુને વંચાવવા ગયો. ...Read More

10

કર્ણલોક - 10

સવારે કાગળો લઈને નેહાબહેનને આપ્યા પછી નંદુ સીધો ઘરે ગયો. મેં નેહાબહેનના ઘરે જ બે કલાકની ઊંઘ ખેંચી લીધી. વાગે નહાઈને દુકાને જવા તૈયાર થયો ત્યાં દુર્ગા આવી. ‘ક્યાં ચાલ્યો?’ મને જવાની તૈયારી કરતો જોઈને દુર્ગાએ પૂછ્યું. ‘બસ. હવે પાછા દુકાને.’ ‘રોકાઈ જાને. શેફાલીનું કામ થઈ રહે એટલે બપોરે સાથે જતાં રહીશું.’ દુર્ગા બોલી. ...Read More

11

કર્ણલોક - 11

દુર્ગાને નિમુબહેને વાડીએ બોલાવી છે તે સંદેશો આપવાનું તો આ બધી ધમાલમાં રહી જ ગયેલું. આજે સવારે ઑફિસ વાળવા ત્યારે છેક બહેનને કહ્યું, ‘દુર્ગાને નિમુબેને વાડીએ બોલાવી છે. તેની સહિયર ત્યાં છે તો બેઉ સાથે રહી શકે એમ કહેતાં હતાં.’ ‘એમણે શું બોલાવી? મેં જ નિમ્બેનને લખ્યું હતું કે કાં તો ગોમતીને અહીં મોકલો કે આવી આ છોકરીને થોડા દિવસ ગોમતી પાસે રાખીને શીખવે. કંઈક શીખી લાવે. અહીં આખો દિવસ હરાયા ઢોરની જેમ ફર્યા કરે છે એના કરતાં છોકરાંવને ભણાવતી થાય.’ ...Read More

12

કર્ણલોક - 12

શાળામાં નવું સત્ર શરૂ થઈ ગયું હતું. દુર્ગાએ નિશાળના સમય પછી બાળકોને નવી નવી રમતો કરાવીને ભણાવવાનું શરૂ કરી કેટલીક વાર સવારે કે સાંજે તે છોકરાંઓને લઈને વગડે કે ખેતરોમાં ફરવા લઈ જવા માંડી છે. વનસ્પતિ ઓળખાવે, કંઈ કંઈ વાતો કરતી રહે છે. ...Read More

13

કર્ણલોક - 13

તે વખતે એકસાથે ચાર નવી સાઇકલ જોડીને સાંજે આપવાની હતી. મારે ઑફિસ વાળવાની, પાણી ભરી રાખવાનું અને બે-ત્રણ વાર બનાવવાનું તો જાણે વણલખ્યા કરાર જેવું થઈ ગયું હતું. મેં સમરુને વહેલો બોલાવી લીધો અને બે સાઇકલ તૈયાર કરવાનું એને સોંપ્યું. મેં પહેલી જ સાઇકલ તૈયાર કરીને નટ-બોલ્ટ ચકાસીને એક તરફ મૂકી ત્યાં નેહાબહેન કોઈ મહેમાન સાથે ગાડીમાં આવ્યાં. દુકાન પાસે કાર થોભાવીને તેમણે મને કહ્યું, ‘જરા અંદર આવ તો! બે-ચાર પેકેટ ઉતારવાનાં છે.’ ...Read More

14

કર્ણલોક - 14

દુર્ગાએ કપડાં સંતાડ્યાં પણ ચૉકલેટની જેમ બાળકોને વહેંચ્યાં નહીં તે રહસ્ય મને મૂંઝવતું રહ્યું. નલિનીબહેન તેના પર લેખિત કાગળો નેહાબહેનને કે કોઈને બોલાવીને કેસ કરશે એવું મેં માનેલું. એવું કંઈ પણ થયું નહીં. જાણે કંઈ બન્યું જ નથી તેમ આખી વાત શા કાજે દબાઈ રહી તે મને સમજાયું નહોતું. ...Read More

15

કર્ણલોક - 15

પીળા મકાનની દીવાલે રહેવા માંડ્યો હતો ત્યારથી તે વખતના ચોમાસા જેવું ભારે ચોમાસું જોયાનું યાદ નથી. પહેલા જ વરસાદી મારી દુકાનનાં પતરાં ઉડાડીને ખેતરોમાં ફેંકી દીધાં હતાં. દુકાનનો સામાન પણ રોળાઈ ગયેલો. બધું શમતાં પતરાં ગોતવા નીકળ્યો ત્યારે અડધાં મળ્યાં. અડધાં વહોળું તાણી ગયું કે પછી કોઈ લઈ ગયું. વચ્ચે શ્રાવણમાં પણ વહોળું બે વખત છલકાઈને દુકાન સુધી આવી ગયેલું. વરસાદી રાત હોય તો મારે મોટેભાગે નંદુને ઘરે રહેવાનું બનતું. કોઈ વખત સમરુને ત્યાં ચાલ્યો જતો. ...Read More

16

કર્ણલોક - 16

નંદુ સાથે વાતો કરવામાં અને રસોઈ કરીને જમવામાં રાત ક્યારે પડી ગઈ તે ખબર ન રહી. બહાર વીજળી ચમકી નંદુએ કહ્યું, ‘નોરતાંમાંય કદાચ વરસાદ પડશે તો છોકરાંઓની મજા બગાડશે.’ ‘નહીં પડે. વીજળી તો રોજ થાય છે. પણ આઘે.’ મેં કહ્યું. ‘ન પડ્યે જ સારું છે. પહેલાં તો કમ્પાઉન્ડમાં પણ નીકળાતું નહીં એમને હવે આટલું જવા મળ્યું છે.’ નંદુએ કહ્યું. ...Read More

17

કર્ણલોક - 17

સવારે ડૉક્ટર રાઉન્ડમાં આવે તે પહેલાં હું તૈયાર થઈ ગયેલો. રોઝમ્મા પોતાના વૉર્ડમાં જતાં પહેલાં પુટુને જોઈ ગઈ. દુર્ગા આવી ગઈ. નંદુ બપોરે આવવાનો હતો. મારા ભણવાના કામે નિશાળે જવું પડતું મૂકીને દુર્ગા પાસે રોકાવાનું મને મન હતું. ત્યાં દુર્ગાએ વિદાયસૂચક સંજ્ઞા કરીને કહ્યું, ‘તું જા. મોટાભાઈ રાહ જોતા હશે. પાછા ફરતાં અહીં થતો જજે. રાતે તો આજે નહીં રોકાવું પડે એમ લાગે છે.’ ...Read More

18

કર્ણલોક - 18

બપોર પછી અમે પુટુને લઈને જવાની તૈયારી કરતાં ત્યાં રોઝમ્મા કામ પર આવી. સફેદ યુનિફોર્મમાં સજ્જ. હસતી અને વાતો જે જાણતું ન હોય તે કોઈ રીતે કહી ન શકે કે હજી થોડા કલાકો પહેલાં જ આ સ્ત્રી પોતાની જિંદગીનાં બાવીસ મહામૂલાં વર્ષ પોતાના લગ્નની તસવીર સહિત કબરમાં દફનાવીને આવી છે. અમને જવા તૈયાર થયેલાં જોઈને રોઝમ્મા અમારી પાસે આવી. પુટુને જોયો, મને આવજો કહ્યું. મને મુન્નો યાદ આવ્યો. મેં પૂછ્યું, ‘વો લડકા ઠીક હો ગયા?’ ...Read More

19

કર્ણલોક - 19

જવાની વાત થયા પછી નક્કી થતાં જ મને મામીને મળી આવવાની અદમ્ય ઇચ્છા થઈ આવી. નિમુબહેનને મળ્યે પણ પાંચ-છ થવા આવ્યા હતા. ત્યાં જઈ આવવાનું મન પણ હતું. દક્ષિણમાં જવાને હજી વીસેક દિવસની વાર હતી છતાં કામ જ એટલું રહેતું કે જવાનો સમય કાઢવો મુશ્કેલ થઈ પડે. આમ છતાં એક શનિ-રવિ નક્કી કરીને નીકળી ગયો. ...Read More

20

કર્ણલોક - 20

તે દિવસે નિમુબહેન આવું શા માટે બોલ્યાં હશે તે મને સમજાયું નહોતું. પછીના સમયમાં થોડું થોડું સમજાયું હોય તોપણ કથનનો મર્મ મને પહોંચ્યો નહોતો. નિમુબહેનની રીતે વિચારવું મારા માટે સહજ નહોતું. છે અને નથી બન્ને એક જ હોય તે મારાથી મનાયું નહોતું. આજે આટલાં વરસે, જ્યારે નિમુબહેન નથી, જી’ભાઈ નથી ત્યારે આ વર્ષોથી બંધ ઘરનું, કટાયેલું તાળું ખોલું છું ત્યારે સમજાય છે કે કોઈ નથી છતાં જે હતું તે બધું જ, મારી વધતી, ઢળતી ઉમ્મરની જેમ જ મારી સાથે રહ્યું છે. આજે પણ એ ‘નથી’ થઈ શક્યું નથી. ...Read More

21

કર્ણલોક - 21

નદીતટની સવાર જેટલી આલ્હાદક, ઉત્સાહથી છલકતી અને જીવંત હોય છે તેટલી જ તેની સાંજ ગમગીન, ઉદાસીન અને ઢળતી મને છે. મહી, નર્મદા, ગોદાવરી કે ક્રિશ્ના, કાવેરી કોઈ પણ નદીની સવારનું એક આગવું લાવણ્ય મને હંમેશાં ખેંચતું રહ્યું છે. બપોરની નદી પણ તેની શાંતિ અને કિનારા પર ધોવાતાં કપડાંના લયબદ્ધ તાલથી મને મોહ પમાડતી જ રહી છે પરંતુ બપોર ઢળે અને સાંજ પડતી થાય કે મને નદીતટ છોડી જવાની અદમ્ય ઇચ્છા થઈ આવે છે. દિવસનું છેલવેલું પાણી પીને પાછાં ફરતાં ઢોર, થાકથી લદાઈને પાછી ફરતી હોડીઓ, કિનારા પર જામતું જતું સૂમસામ મૌન એક અજબ રહસ્યમય વાતાવરણ સરજીને એવો જ રહસ્યમય અણગમો પ્રેરતું લાગવા માંડે છે. સાંજનો, સંધ્યાનો એ સમય નદીકિનારે વિતાવવો જેટલો ગમે છે એટલી જ ત્યાંથી દૂર ભાગી જવાની ઇચ્છા પણ બળૂકી થઈ પડે છે. ...Read More

22

કર્ણલોક - 22

ઉદાસી ઘેરી વળી હોય તેમ હું ક્યાંય સુધી મૌન બેસી રહીને પાછો ઉતારા પર જવા નીકળ્યો ત્યારે સાંજ ઢળવા નદીનું ભાઠોડું ચડીને પાછળના રસ્તે, જે જમીન પર કંઈક કામ કરવા માટે મારી મદદ મગાઈ છે તે જમીન જોઈ લેવાના ઇરાદે ખેતરો વચ્ચેથી જઉં છું. નદીનું ભાઠોડું ચડીને ખેતરોમાં ચાલ્યો ત્યાં એક ખેડૂતે મને બોલાવ્યો. હું તેની ઝૂંપડીએ ગયો તો ખાટલો ઠાળીને મને બેસારતાં કહે, ‘બેસો, હવે તો પાડોશી થવાના.’ ...Read More

23

કર્ણલોક - 23

વૃક્ષોના છાંયડામાંથી ચળાઈને ફળિયું અજવાળતી ચાંદની જરા આગળ વધીને ખુલ્લા ચોકમાં પથરાતી આવે તે દૃશ્ય પ્રકૃતિના મનમોહક રૂપની એક જ અદા છતી કરતું રહે છે. ફળિયેથી આગળ, નિર્જન નદીતટ પર, દૂરના ઢોળાવો, ખુલ્લાં ખેતરો અને છાપરાંઓ પર લંબાઈને સૂતેલી ચાંદનીમાં શરૂ થતી રાતનો માહોલ જેણે માણ્યો છે તે જીવનભર ભૂલી શકવાના નથી. ...Read More

24

કર્ણલોક - 24

ફરીથી આવવાના વિચારે અને વચને બંધાઈને કરમી અને મોહિન્દર વિદાય થયાં. તેની ગાડીએ ઉડાડેલી ધૂળ હજી શમી નથી. ફરીને નિમુબહેનની જમીન તરફ જઉં છું. ગઈ કાલે મળેલો તે વકીલ સામેથી આવતો હતો. મને જોઈને તે ઊભો રહ્યો. જમીન મળ્યા બદલ મને અભિનંદન આપ્યાં અને પૂછ્યું, સર, ‘આ ખરેખર ઝીરો વેલ્યુ ડીલ છે? રીઅલી નો પેમેન્ટ, ટોટલ ગિફ્ટ?’ ...Read More