ડોક્ટર બાપ-પરાશર પંડીત

(77)
  • 18.1k
  • 8
  • 12.2k

ટીનાના પતિ ડૉ પરાશરે ફોનમાં જ કહ્યું ધવલને બ્રેન ટ્યુમર છે તેથી અહીં નાં ડોક્ટર તો ના જ કહે છે. તમારા મનની શાંતિ માટે જે કરવું હોય તે ખરુ. બાકી જેટલું આયુષ્ય છે તેટલું ભોગવી લેવાદો. “પણ પરાશરભાઇ તેમ હથીયાર હેઠા મુકી ના દેવાયને?” મીતાએ પોતાનો મત વ્યક્ત કર્યો ત્યારે પરાશરભાઇ બોલ્યા ” મીતા બેન હું ડોક્ટર પણ છું અને બાપ પણ.. પૈસો પણ ખરચવામાં પાછો પડું તેમ નથી. ધવલ માટે થઈ શકે તે બધું કર્યું છે. અને હજી પણ કરીશ પણ આ તો પ્રભુ નો હુકમ. ના તોડાય કે ના ઉવેખાય. ”

Full Novel

1

ડોક્ટર બાપ-પરાશર પંડીત

ટીનાના પતિ ડૉ પરાશરે ફોનમાં જ કહ્યું ધવલને બ્રેન ટ્યુમર છે તેથી અહીં નાં ડોક્ટર તો ના જ કહે તમારા મનની શાંતિ માટે જે કરવું હોય તે ખરુ. બાકી જેટલું આયુષ્ય છે તેટલું ભોગવી લેવાદો. “પણ પરાશરભાઇ તેમ હથીયાર હેઠા મુકી ના દેવાયને?” મીતાએ પોતાનો મત વ્યક્ત કર્યો ત્યારે પરાશરભાઇ બોલ્યા ” મીતા બેન હું ડોક્ટર પણ છું અને બાપ પણ.. પૈસો પણ ખરચવામાં પાછો પડું તેમ નથી. ધવલ માટે થઈ શકે તે બધું કર્યું છે. અને હજી પણ કરીશ પણ આ તો પ્રભુ નો હુકમ. ના તોડાય કે ના ઉવેખાય. ” ...Read More

2

ડોક્ટર બાપ-પરાશર પંડીત - 2

પરાશર ઉદાસ થઈ જતો ત્યારે ટીના તેને કહેતી ધવલ હતો ત્યારે તેને માટે જોયેલા સપના સાકાર કરવાનાં છે તેના વિચાર. આમ બોલીને મીતા અને ટીના ખુબ રડતા અને પાછી બે બહેનો એક મેક્ને સાંત્વના આપતા. પરાશર સમજતો હતો કે ધવલ તેનું અને ટીનાનું સહિયારું સ્વપ્ન હતું. તે ઉત્તમ કલાકાર થઈ શકવાનો હતો. બાપ બંને ગીત અને ગઝલમાં નિષ્ણાત હતા. ઘરમાં ૨૪ કલાક સંગીત વાગતું. મગજમાં કેંસર હતું પણ કંઠમાં અદભુત કેળવેલો અવાજ હતો. કમભાગ્યે તે અવાજ હવે “હતો” થઈ ગયો હતો. ...Read More

3

ડોક્ટર બાપ-પરાશર પંડીત - 3

ઘરનાં ઉદાસ વાતાવરણ માં ભુલાયેલ પાત્ર હતું ધવલનું ગલુડીયું ધોળું રૂનાં ઢગલા સમી “ક્વીકી”. તેનાં બે જ કામ ધવલને હતાં. સવારે અને સાંજે તેને ફેરવવા લઈજવાનું અને તેને પોટી કરાવવાનું. પંડીત કુટુંબમાં કુતરું ક્યાંથી હોય? પણ મ્યુનિસિપાલટી વાળા પકડી જાય અને મારી નાખે તે કરતા તેને અભયદાન નાં હેતૂ થી ધવલે તેની બધી જવાબદારી માથે લીધી હતી. ...Read More

4

ડોક્ટર બાપ-પરાશર પંડીત - 4

જાનકી મા એ આપેલ શુટ મરાઠી પાઘડી સાથે ધવલને બરોબર જચતો હતો. જાનકી મા આવી એટલે પરાશર અને જાનકીમાને ઉભા રાખીને ધવલ પગે લાગ્યો પછી ટીના મા. દીદી ,દાદાજી અને ગણપતી બાપાને પગે લાગીને ધવલ દહીં ખાઈને રેકોર્ડીંગ સ્ટેશન જવા નીકળ્યા. તેમના ઘરથી સુર સંગત રેકોર્ડીંગ બહુ દુર નહોંતુ પણ જાણે નાનક્ડો બટૂક જનોઇ પહેરવાનો હોય તેમ રુઆબથી તેઓ પહોંચ્યા. ...Read More

5

ડોક્ટર બાપ-પરાશર પંડીત - 5

ધારા પંડીત દેખાવડી તો હતી પણ ધવલની જેમ સ્વરમાં ર્ઉતાર ચઢાવ લાવી શકતી નહોંતી. અને તે ન આવી શકે કે સ્વરપેટી કેળવાઇ નહોંતી. જે ધવલમાં કેળવાઇ હતી. ધારા ઇચ્છતી હતી પણ તે ખુબ તાલિમ ને અંતે શક્ય હતું. ધવલનાં મૃત્યુ પછી તેસમજી કે તેણે શું ખોયું હતું. દાદાજી તેને હિંમત આપતા. ટીના મોમ અને જાનકી મોમ પણ આશાવાદી તો હતા પણ પપ્પા નિરાશ હતા. તેમને લાગતું હતું ...Read More

6

ડોક્ટર બાપ-પરાશર પંડીત - 6

સવારથી બહુંજ સણકા નાખે છે. જાનકી મા અને ટીનામા સવારથી સેવા કરે છે સહન નથી થતું પણ ધવલ માથુ સહન કરે છે. પરાશર પપ્પાને સવારથી રેકૉર્ડીંગ માટે જવાનું હતુ. તે રદ કરાવી ટાટા મેમોરીયલ હોસ્પીટલ ટીના સાથે લઇ ગયા. આમતો બધાને ખબર હતી કે ઇંજેક્શન ચઢાવશે અને એનાલ્જીન થી દુખાવાની અસરો થોડાક સમય માટે રોકાશે. સુરજ ચઢતો જશે તેમ દુખાવો વધશે અને એનાલ્જીન સાથે ઘેન ની દવા પણ આપશે એટલે થોડાક સમયમાં ઉંઘ આવશે. કલાક કે થોડુંક વધારે ઉંઘ્યા પછી જાણે કરફ્યુ છુટ્યો હોય તેમ ધવલ જાગશે અને દર્દથી માથુ ફાટી ગયું હોય તેમ ચીસાચીસ કરશે ...Read More