નક્ષત્ર

(5.2k)
  • 138.3k
  • 295
  • 63.3k

વાંચકોને... ( આ કથા ત્રણ ભાગમાં વહેંચાયેલી છે. પહેલો ભાગ નક્ષત્ર , બીજો મુહૂર્ત અને ત્રીજો ભાગ સ્વસ્તિક. આ ત્રણેય ભાગ અહી માતૃભારતી પર આવશે. ) સતત આઠ મહિના હું આ ત્રણ ભાગમાં વહેંચાયેલી કથા સાથે, પાત્રો સાથે, કાલ્પનિક દુનિયા સાથે, અલગ અલગ ઘટનાઓ સાથે, અલગ અલગ સ્થળો સાથે, અરે જંગલમાં, આલીશાન મહેલમાં અને પહાડીઓમાં જીવ્યો છું. ક્યારેક આગળ શું લખવું એ ન સુજે તો જાણે આ કથાની જ નાગમતી નદીના નિર્મળ જળમાં કલમ બોળીને આગળ લખતો અને આગળ લખાતું. નયના એક રૂપાળી છોકરી નાગપુર સ્ટેશન ઉપર ઉતરે ત્યાંથી શરુ થઈને આ કથા આગળ ચાલી. પછી તેમાં કપિલ,

Full Novel

1

નક્ષત્ર (પ્રકરણ 1)

વાંચકોને... ( આ કથા ત્રણ ભાગમાં વહેંચાયેલી છે. પહેલો ભાગ નક્ષત્ર , બીજો મુહૂર્ત અને ત્રીજો ભાગ આ ત્રણેય ભાગ અહી માતૃભારતી પર આવશે. ) સતત આઠ મહિના હું આ ત્રણ ભાગમાં વહેંચાયેલી કથા સાથે, પાત્રો સાથે, કાલ્પનિક દુનિયા સાથે, અલગ અલગ ઘટનાઓ સાથે, અલગ અલગ સ્થળો સાથે, અરે જંગલમાં, આલીશાન મહેલમાં અને પહાડીઓમાં જીવ્યો છું. ક્યારેક આગળ શું લખવું એ ન સુજે તો જાણે આ કથાની જ નાગમતી નદીના નિર્મળ જળમાં કલમ બોળીને આગળ લખતો અને આગળ લખાતું. નયના એક રૂપાળી છોકરી નાગપુર સ્ટેશન ઉપર ઉતરે ત્યાંથી શરુ થઈને આ કથા આગળ ચાલી. પછી તેમાં કપિલ, ...Read More

2

નક્ષત્ર (પ્રકરણ 2)

અમે નાગપુર સ્ટેશને ઉતર્યા ત્યારે પણ મારા મનમાં એ જ દિવસે જોયેલું સપનું રમતું હતું. હું મારા પ્રેમની શોધમાં હતી પણ મારા મનમાં સેક્સ પિયરનું એક વાક્ય હથોડાની જેમ ઝીકાતું હતું - ધ કોર્સ ઓફ ટ્રુ લવ નેવર ડીડ રન સ્મૂથ. હું જાણતી હતી મારી આ પ્રેમની શોધ સહેલી નથી. સપના જેમ જ એ ડરાવણી અને ભેદી હશે પણ હું દરેક જોખમ લેવા તૈયાર હતી. નાગપુર સ્ટેશન પર હજુ કઈ બદલાયું ન હતું. સ્ટેશનને ઘેરીને ગોઠવાયેલી જૂની પુરાણી દુકાનો, પાનના ગલ્લા, હું નાની હતી ત્યારે સાંભળવા મળતી એવી જ ફેરિયાઓની બુમો અને એના એ જ હમાલોની દોડધામ, બસ એ ...Read More

3

નક્ષત્ર (પ્રકરણ 3)

અમે એસન્ટમાંથી ઉતર્યા અને ઘર તરફ જવા લાગ્યા. ઘર હજુ એજ હાલતમાં હતું જે હાલતમાં પપ્પાએ ખરીદ્યું હતું. એના માલિકે કરાવેલ આછો ગુલાબી રંગ દીવાલોને સુંદર બનાવી રહ્યો હતો. કયારેક તો મને થતું એ રંગ હજુ સુધી કઈ રીતે ટકી રહ્યો હશે? કદાચ તડકામાં રહીને આટલા વર્ષે એ આછો પડી ગયો હશે કે મૂળ માલીકને આછો રંગ પસંદ હશે એટલે તેણે એવો રંગ જ કરાવ્યો હશે? જે હોય તે પણ અમારે ફરી રંગ માટે ખર્ચ કરવાની જરૂર નહોતી પડી. પપ્પાની સેલેરી અને એમની બ્રાઇબ ન લેવાની આદત જોતા એ કલર અમારા માટે વરદાન હતો. એ વોટરપ્રૂફ કલર હતો એટલે ...Read More

4

નક્ષત્ર (પ્રકરણ 4)

અંતે એ દિવસ આવી ગયો. એન્ડ ધ મોસ્ટ અવેઈટેડ ડે કેમ! જેને હું સારો અને ખરાબ એમ બંને તરીકે શકું - સારો દિવસ એટલા માટે કે એ દિવસે મારી કપિલથી મુલાકાત થઇ અને ખરાબ દિવસ એ માટે કે એ મારો કોલેજનો પહેલો દિવસ હતો અને પહેલા જ દિવસે મારા અને કપિલ વચ્ચે અણબન થઇ હતી. એ દિવસે પણ હું એ જ સપનું જોઇને ઉઠી હતી. એ જ હાથને મેં મારી કમર ફરતે વિટળાતા જોયો હતો અને એ જ હોઠોના ચુબન મેળવીને મારા ગાલે લાલી મેળવી હતી. પણ બધુ જ સ્વપ્નમાં. એ કયારે હકીકત બનશે એ વિચારો સાથે હું બેડમાંથી ...Read More

5

નક્ષત્ર (પ્રકરણ 5)

હું નક્ષત્ર વિશેના બધા પ્રશ્નોને મારા મનમાંથી બહાર કાઢી લેવા ‘કેન સમટાઈમ બી મેજિક બટ મેજિક કેન સમ ટાઈમ બી એન ઈલ્યુંસન’ ક્વોટને વાગોળતી મારા કલાસમાં દાખલ થઇ. કલાસમાં પ્રવેશતા જ મેં કેટલીયે આંખોને મારા તરફ ફેરવાતી જોઈ. બસ આ જ મારી કમજોરી હતી. કોઈ મારી તરફ ધારીને જુવે એટલે મને ગભરાહટ થવા લાગતી. મને જરાક ડર લાગવા માંડતો. એમાય મારો સ્વભાવ શરમાળ હતો એટલે હું એ બધાની નજરથી બચવા કલાર્ક મેમે આપેલા નિયમોના સૂચિપત્રને જોતી રહી. કાર્ડ તરફ જોવાનો ડોળ કરતા મેં મારી આંખના ખૂણેથી કલાસ પર નજર ફેરવી. કલાસમાં બધા રેન્ડમલી બેઠા હતા. છોકરા છોકરીઓ અલગ અલગ ...Read More

6

નક્ષત્ર (પ્રકરણ 6)

એ સ્થળ આ બધાની શરૂઆત હતું અને એ સ્થળે જ આ બધાનો અંત હતો એ બાબતથી અજાણ હું ભેડા શિવ મંદિર પાસે ઉભી હતી. હું ફરી સપનું જોઈ રહી હતી. હું સો ટકા સ્યોર હતી કે એ સપનું જ હતું. મારા ચોક્કસ હોવા પાછળ ખાસ કારણ હતું - હું એ મંદિર સામે ઉભી હતી જે હવે હયાત નહોતું. એ મંદિરને બદલે હવે ત્યાં માત્ર એક ખંડેર જ ઉભું છે. મેં એ મંદિર વિશે સાંભળ્યું હતું. લોકો કહેતા કે ભેડાઘાટ પર એક વિશાળ શિવ મંદિર હતું પણ એ મારા જન્મ પહેલાની વાત હતી. હવે ત્યાં માત્ર એક ખંડેર જ ઉભું ...Read More

7

નક્ષત્ર (પ્રકરણ 7)

હું કલાસ બહાર ઉભી રહી કપિલના બહાર આવવાની રાહ જોવા લાગી. મારે વધુ રાહ જોવી ન પડી. મેં એને થ્રેસહોલ્ડ પાર કરી બહાર આવતા જોયો. એ ગઈ રાતના સપના જેવો જ દેખાઈ રહ્યો હતો - બસ કોઈ ચીજ અલગ હતી તો એ અત્યારે બ્રાન્ડેડ કપડામાં હતો અને એના કાંડા પર મોધી ઘડિયાળ હતી. હું એની સાથે વાત કરવા રોકાઈ હતી પણ એ મારી નજીક આવ્યો એ સાથે જ મારા ધબકારા વધવા લાગ્યા. કઈ રીતે શરૂઆત કરું? એને શું કહીને બોલાવું? એ ફરી મારું ઈન્સલ્ટ કરી નાખશે તો? મને કઈ સમજાયું નહી. બસ દરેક વખતે એમ જ થતું એને જોતા ...Read More

8

નક્ષત્ર (પ્રકરણ 8)

કિંજલને બાય કહી હું એસ્પનમાં દાખલ થઇ. એસ્પનમાં અમારું ઘર છેક છેડે હતું એટલે મારે લગભગ દસેક મિનીટ ચાલવું મને કોલેજથી ઘરે આવતા પૂરો અડધો કલાક થયો હતો. હું ઘરે પહોચી. અમારી કોલેજ રેપ્યુટેડ અને સેલ્ફ ફાયનાન્સ કોલેજ હતી એટલે ડે કોલેજ હતી જયારે હું ઘરે આવી લગભગ સાડા ચાર વાગી ગયા હતા. પપ્પા રોજની જેમ જ પોતાની ડ્યુટી પર ગયેલા હતા. એસન્ટ દરવાજા પાસે પાર્ક કરેલી હતી. પપ્પાને ડ્યુટી પર જંગલ ખાતાની જીપ મળતી એટલે ગાડી તેઓ રોજ ઘરે જ છોડીને જતા. એ ક્યારેય એ જીપનો ઉપયોગ અમારા વ્યક્તિગત કામ માટે ન કરતા, કોણ જાણે કેમ એમને એ ...Read More

9

નક્ષત્ર (પ્રકરણ 9)

એમ આઈ ડેડ? શું હું ગુજરી ગઈ છું? આઈ એક્ચ્યુલી હેવ ટુ આસ્ક માયસેલ્ફ. શું હું મરી ગઈ હોઈશ? નજરે તો મને એમ જ લાગ્યું. ઓબવીયસલી આઈ વોઝ ડેડ. શું હું ફરી કલ્પના કરવા લાગી હોઈશ? હું કોઈ સપનું જોઈ રહી હતી? અને પછી મેં જાણ્યું કે હું મરી નહોતી કારણ કે મને મારા દેવતાનો અવાજ સંભળાયો, એ મારું નામ લઇ રહ્યો હતો, એ મને સજીવન થવા પોકારી રહ્યો હતો. “ઓહ! નો. અનન્યા, નો.” એના અવાજમાં દુખની ગહેરી અસર હતી. પણ મારા મનમાં કોઈ અલગ જ અવાજ સંભળાતો હતો. મારું મન મને કહી રહ્યું હતું કે તું મારવાની છો. ...Read More

10

નક્ષત્ર (પ્રકરણ 10)

મમ્મીએ પપ્પાને પણ ફોન કઈ લીધો હતો. શક્ય એટલી ઝડપે પપ્પા પણ હોસ્પિટલ પહોચી ગયા. “નયના...” તેઓ વેઈટીંગ રૂમમાં જ મારી પાસે દોડી આવ્યા. “હું ઠીક છું, પપ્પા..” હું એમને ભેટી પડી, “મને કઈ નથી થયું. હું એકદમ ઠીક છું.” મારા એટલું કહેવા છતાં પપ્પાની આંખોના ખૂણા ભીના થયેલા મેં જોયા. પપ્પા પણ મારી જેમ જ આંસુ સામે નબળા હતા - એમનો પણ આંસુઓ પર કોઈ કાબુ નહોતો. મારો પપ્પા સાથેનો ભરતમિલાપ ખતમ થાય એ પહેલા કપિલના પપ્પા પણ વેઈટીંગ રૂમમાં દાખલ થયા. તેઓ કોઈની સાથે બોલવાને બદલે સીધા મમ્મી પાસે ગયા અને કઈક વાત કરી ઈમરજન્સી રૂમની બાજુના ...Read More

11

નક્ષત્ર (પ્રકરણ 11)

દવાખાનેથી ઘરે આવી એ દિવસે સાંજ સુધીમાં હું પહેલા જેવી થઇ ગઈ હતી પણ મમ્મીનું માનવું હતું કે ગમે તોયે સાપ કરડ્યો છે આરામ તો કરવો જ પડે એટલે મારે મારી મરજી વિરુદ્ધ પણ ઘરમાં પુરાઈ રહેવું પડ્યું. મારા રૂમમાં કમ્પ્લીટ બેડ રેસ્ટ દરમિયાન મારી પાસે કોઈ જ કામ ન હતું. બસ આખો દિવસ પથારીમાં સુઈ રહેવાનું. હું કપિલ કેમ છે એ જાણવા એના ઘરે જવા ઇચ્છતી હતી પણ મમ્મીએ કમ્પ્લીટ બેડ રેસ્ટ માટે દબાણ કર્યું હતું. એ મને બહાર તો શું મારા ઘર પાછળના બગીચામાં પણ જવા દે એમ નહોતી. એ સાંજે જમવાની ડીશ પણ મમ્મી મને બેડ ...Read More

12

નક્ષત્ર (પ્રકરણ 12)

હું કોલેજ જવા તૈયાર થતી હતી અને મારા મનમાં એનાજ વિચારો હતા. આજે કોલેજ જઈ એને મળીશ. એનાથી વાત એનો સારી રીતે આભાર માનીશ. તો વળી ક્યાંક ડર પણ હતો. એ કોલેજ આવ્યો તો હશેને? જેમ તેમ કરી હું મારા વિચારોને ખંખેરી, મારા વાળને ઉપર પોનીટેલમાં બાંધવાને કે પફ કોમ્બ કરવાને બદલે એમને ખુલ્લા રાખી બ્રેકફાસ્ટ ટેબલ પર પહોચી. એ જ ઓલ્ડ ચાઈનાવેરમાં બટરટોસ્ટ અને ચાનો માગ પતાવી હું મમ્મીને બાય કહી કોલેજ તરફ નીકળી. મમ્મી તો આજે પણ મને ઘરે જ રાખવા માંગતી હતી પણ મેં જીદ કરી કે હું લેકચર મિસ કરવા માંગતી નથી. મેં મારી લકી ...Read More

13

નક્ષત્ર (પ્રકરણ 13)

“નયના...” મને એક મજબુત અવાજ સંભળાયો જે પાતાળમાં વહેતા ઝરણા જેવો હતો અને મેં મારી જાતને મજબુત હાથમાં અનુભવી. મને બીજીવાર ગ્રાઉન્ડ સાથે હિટ થતા બચાવી હતી. “શું થયું?” એ અવાજ કિંજલનો હતો. એના અવાજમાં ફિકર હતી, “નયનાને શું થયું?” “લાગે એ ચક્કર આવી પડી ગઈ છે.” કદાચ એ રોહિતનો અવાજ હતો. “નયના..” હવે કપિલનો અવાજ સંભળાયો, “તું મને સાંભળી શકે છે?” “ના..” હું ગણગણી, “ગો અવે.” હું એના પર ગુસ્સે હતી. હું આર્ટસ સ્ટુડન્ટ હતી. ઈંગ્લીશ લિટરેચર મારા પ્રથમ યરના સિલેબસથી જ ભણવા માંડી હતી. મારા સીલેબસે જ મને શીખવાડ્યું હતું કે ઇફ યુ લવ સમવન, સેટ ધેમ ...Read More

14

નક્ષત્ર (પ્રકરણ 14)

કપિલ ચાલ્યો ગયો એણે મારા તરફ જોયું પણ નહી. મેં આંસુઓને રોકવાની હજાર કોશિશ કરી પણ વ્યર્થ. એ હજાર હજાર આશાઓ તુટવાના દુ:ખ સામે મારી કોશીશોનું શું ગજું? મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા જાણે કોઈ બાળકે જીદ કરી હોય અને એ વસ્તુ એને ન મળતા એ રડે એમ હું રડી. જાણે કોઈએ વર્ષોથી સાચવેલ એની અમુલ્ય વસ્તુ ખોવાઈ જાય અને એ રડે એમ હું રડી રહી હતી. મારા આંસુઓ પર મારો કોઈ કાબુ ન હતો. ચોમાસામાં ધસમસતી નદીના પુરની જેમ એ વહી જતા હતા. “નયના.” મને અવાજ સંભળાયો, એ કિંજલ હતી, હું એને ભેટી પડી. લગભગ દસેક મિનીટ એણીએ ...Read More

15

નક્ષત્ર (પ્રકરણ 15)

એ રાતે હું એકદમ સારી રીતે ઊંઘી અને બીજા દિવસે હું થોડીક મોડી ઉઠી કારણ કે મેં એ જ સપનું જોયું હતું જે સપના મને હોસ્ટેલમાં આવતા હતા એ જ સપનું. પણ હોસ્ટેલના સપના હમેશા અધૂરા હોતા આજે સપનું પૂરું તો ન હતું પણ પહેલા કરતા લાંબુ હતું. મને ઘણી બધી એ ચીજો દેખાઈ હતી જે મને પહેલા નહોતી દેખાતી. હું ફટાફટ તૈયાર થઇ અને ભૂખ ન હોવા છતાં મમ્મીની ખુશી ખાતર હળવો નાસ્તો લઇ કોલેજ જવા નીકળી. મને આખી માર્કેટ રંગ વિનાની દેખાઈ. મારા હ્રદય જેટલી જ કોરી. સગુનથી હું ડાબી તરફ વળી ગઈ કેમકે મારે ખરેખર કોલેજને ...Read More

16

નક્ષત્ર (પ્રકરણ 16)

હું એકદમ પલળી ગયેલી હતી. વરસાદ ધોધમાર વરસી રહ્યો હતો. આકાશમાં જાણે કોઈ અલગ જ તુફાન ઉઠ્યું હતું. નાગપુરમાં અનિયમિત અને અનિશ્ચિત હતો પણ એવું તુફાન અને એવો વરસાદ મેં પહેલા ક્યારેય જોયો નહોતો. આકાશમાં જાણે વાદળા નહિ પણ તોફાન પોતે જ એકઠું થઇ રહ્યું હતું. હું ક્યાં હતી એનો મને કોઈ અંદાજ નહોતો. મને આઠ દશ ફૂટ કરતા આગળનું કઈ જ દેખાતું નહોતું કેમકે વરસાદના લીધે બધું બ્લર થઇ ગયું હતું. એકાએક કાળા આકાશ પર ગુસ્સે હોય એમ વીજળી આખા આકાશને બે ભાગમાં ચીરી નાખતી દોડી. ઇન્દ્રે જાણે આકાશમાં પોતાનું વજ્ર ભોકી નાખ્યું હોય એવો આકાશના દર્દભર્યા ચિત્કાર ...Read More

17

નક્ષત્ર (પ્રકરણ 17)

દિવસના અંતે ફાઈનલ બેલ સંભળાયો ત્યાં સુધી મારા ઓવર એક્ટીવ માઈન્ડે મને મારી વિઝન વિશેના વિચારોમાં વ્યસ્ત રાખી. ફાઈનલ સંભળાતા હું બધાની સાથે બેગ લઇ ઉભી થઇ. કપિલ મારાથી પહેલા એક્ઝીટ સુધી પહોચ્યો હતો. એણે ફેસ પોસ્ટરથી મને ગૂડ બાય કહ્યું અને મારું હ્રદય અમારા ઘર પાછળના જંગલમાં જેટલા ફૂલો હતા એ કરતા પણ વધુ રંગ અને ખુશબોથી ભરાઈ ગયું. મેં એને પાર્કિંગ લોટમાં જોવા એ તરફ નજર કરી હતી પણ એ ત્યાં નહોતો. એ નીકળી ગયો હતો. મેં મારી જાતને ફટાફટ બહાર ન આવવા બદલ કોસી. મને નવાઈ લાગી કે એ દિવસે પાર્કિંગમાં ટુ- વિલર અને ફોર- વિલર ...Read More

18

નક્ષત્ર (પ્રકરણ 18)

હું એકાએક જાગી ગઈ. “નયના, ઉઠ! તું કોલેજ માટે લેટ થઇ જઈશ.” મેં મમ્મીનો અવાજ સાંભળ્યો. એ ડાઉન સ્ટેરથી પાડી રહી હતી. મારી આંખો એક બે વાર બ્લીંક થઇ અને રૂમના આછા ઉજાસમાં ટેવાઈ. મને દુર વરસાદના છાંટાનો અવાજ સંભળાતો હતો. અમારા ઘર બહાર શેડ બનાવેલો હતો એના પર ધીમા વરસાદના ટીપા પણ ડ્રમ જેવો અવાજ ઉત્પન્ન કરતા. વરસાદ પડી રહ્યો હતો. સવાર થઇ ગઈ હતી. હું મારા રૂમમાં હતી, મારા હોટ અને ડેમ્પ રૂમમાં. હું મહોગનીના ક્રીકી બેડ પરથી ઉભી થઇ. મારું ધ્યાન બારી પર ગયું. એ ખુલ્લી હતી. હું કયારેય બારી બંધ કર્યા વિના ઊંઘતી જ નહોતી. ...Read More

19

નક્ષત્ર (પ્રકરણ 19)

કાર તુફાની પવનની જેમ નાના સિગ્નલો પર અટક્યા વિના જ દોડતી રહી. થોડી જ વારમાં કાર જવેરીનગર પાસેની ભીડમાંથી કરી જંગલ તરફ ઉપડી. મેં કપિલના ચહેરા તરફ જોયું હજુ એના ચહેરા પર એજ ડર અને હતાશાના ભાવ છવાયેલા હતા, એ જ ઉદાસી હતી. હું સમજી શકતી હતી અશ્વિની અને રોહિત એના દિલથી કેટલા નજીક હતા. હું એના ઉદાસ ચહેરાને વધુ જોવો સહન ન કરી શકી. મેં એના ચહેરા પરથી નજર હટાવી સ્પિડોમીટર તરફ જોવા લાગી. કપિલ એ દિવસે ઓવર સ્પીડ ચલાવી રહ્યો હતો. કાર સીટીના ભીડવાળા વિસ્તારોમાં દાખલ થઇ ત્યારે કપિલે કારની સ્પીડ કંટ્રોલ કરી પણ એ છતાં એ ...Read More

20

નક્ષત્ર (પ્રકરણ 20)

“કપિલ, તું મને આમ જોઈ કેમ રહ્યો છે? મને જવાબ કેમ નથી આપતો?” મારા પ્રશ્નથી તે મેં ધાર્યા કરતા વધુ સ્તબ્ધ બની ગયો હતો. એ ચુપ હતો. અમે એકબીજાને જોઈ રહ્યા. જંગલ પરના કાળા વાદળો વધુ કાળા થઈ ગયા. સુકી હવામાં એકદમ નમી ફેલાઈ ગઈ. “આ બધું તારે જાણવું ન જોઈએ, તારે આ બધાથી દુર રહેવું જોઈએ.” એણે ફરી એ જ કહ્યું. એ કાર તરફ જવા લાગ્યો અને હું તેને અનુસરવા લાગી. “પણ કેમ?” હું ચિલ્લાવા લાગી, “હું જાણવા માંગું છું. અશ્વિની મારી પણ દોસ્ત હતી. હું તને પ્રેમ કરું છું. આપણે એકબીજાની વાત જાણવી જોઈએ.” “આ બધું તારી ...Read More

21

નક્ષત્ર (પ્રકરણ 21)

“હાય.” હું માંડ ઉભા થઇ કેફેટેરીયાનું ટેબલ છોડવા જતી હતી ત્યારે જ મને કિંજલનો અવાજ સંભાળ્યો. એનું હાય પણ ફિક્કું હતું. કદાચ એ પણ અશ્વિની અને રોહિત સાથે જે થયું એ જાણતી હતી. “હાય.....” મેં ફિક્કા અવાજે કહ્યું અને ફરી ખુરશી પર બેસી ગઈ. કિંજલ મારી સામેની ખુરસી પર ગોઠવાઈ, જયાં થોડીકવાર પહેલા દાસકાકા બેઠા હતા. તેણીએ પેન્સિલ નેરો જીન્સ અને પર્પલ ટોપ પહેરેલ હતું. એને જોતા ફરી મને અશ્વિની યાદ આવી. જયારે એ મને પહેલીવાર મળી ત્યારે એ પણ પર્પલ ટોપમાં હતી. કેટલી સારી હતી બિચારી? કાશ! એને કઈ ન થયું હોત. કાશ! એ પણ મારી ફ્રેન્ડ બની ...Read More

22

નક્ષત્ર (પ્રકરણ 22)

હું ઉઠી ત્યારે પાંચ વાગ્યા હતા. ખરેખર મેં કયારેય બપોરે ન લીધી હોય એટલી લાંબી ઊંઘ મેં લીધી. મને ઊંઘવાની આદત નહોતી. આ શહેરમાં આવ્યા પછી મારી આદતોનું કયા કોઈ મહત્વ રહ્યું હતું? મને કોઈ ઇગ્નોર કરે એની ફિકર કરવાની પણ મને આદત ન હતી છતાં હું કપિલની ચિંતા કરતી હતી. મારી જાત કરતા પણ વધુ ફિકર મને એની રહેતી. બપોરની લાંબી ઊંઘે કોઈ ચમત્કાર કર્યો. મારું મન હળવું ફૂલ બની ગયું. હું ઉઠીને બહાર ગઈ. કિંજલ હજુ ટીવી સામે જ બેઠી ફિલ્મ જોતી હતી. હું એના બાજુમાં સોફા પર ગોઠવાઈ. મેં ટીવી સ્ક્રીન તરફ નજર કરી. કોઈ જુનું ...Read More

23

નક્ષત્ર (પ્રકરણ 23)

કપિલથી છુટા પડી હું ઘરે ગઈ. મમ્મી પપ્પા હજુ આવ્યા નહોતા. મેં હાથ મો ધોઈ પિંક ટી-શર્ટ અને લૂઝ પહેરી. એ મારા ફેવરીટ હતા. ઘરમાં હું હમેશા લુઝ કપડા પહેરાવાનુ જ પસંદ કરતી. ઘરે આવ્યા પછી જરા ભૂખ જેવું લાગ્યું કેમકે રોજની આદત હતી. રોજ મમ્મી મારા માટે નાસ્તો બનાવીને રાખતી પણ એ દિવસે મમ્મી હાજર ન હતી એટલે જાતે જ નાસ્તો બનાવ્યો. જાતે નાસ્તો બનાવવાનો હોય ત્યારે હું મેગી બનાવતી. એમાં ખાસ સમય ન થાય અને આવડતની પણ જરૂર નહી. હું મોટાભાગે હોસ્ટેલમાં જ રહી હતી. મને કિચન કામનો અનુભવ નહિ. મને રસોઈ કામમાં કંટાળો આવતો. પ્રમાણીકતાથી કહું ...Read More

24

નક્ષત્ર (પ્રકરણ 24)

વહેલી સવારે સુરજે આકાશમાં ફેલાયેલ અંધકારને દુર કરવા અજવાળાની પીંછી ચલાવી. હું ઉઠી એ પહેલા એણે લગભગ અંધકારને ભગાડી હતો. ઝાંખા સુરજના કિરણો ગળણાથી ગળાઈ આવતા હોય એવા કોમળ હતા. વાદળ ઊંઘમાંથી ઉઠી દરિયાની મુલાકાતે દક્ષીણ જઈ રહ્યા હતા. વાતાવરણના દરેક ઘટકમાં ઉત્સાહ હતો પણ મારા હૃદયમાં ઉત્સાહ નહોતો. આજે કપિલ કોલેજ આવવાનો નહોતો. મારો દિવસ વર્ષ જેવો લાંબો થવાનો હોય એમ મને લાગ્યું. મારે કોલેજ જવું નહોતું પણ મમ્મીને કેમ નથી જવું એ સમજાવવા કોઈ કારણ નહોતું. ઘરે પણ દિવસ કઈ રીતે પસાર થશે એ ડરથી હું કોલેજ જવા તૈયાર થઇ. મારા પગ એકદમ ધીમા ચાલ્યા હતા. કોલેજ ...Read More

25

નક્ષત્ર (પ્રકરણ 25)

બીજી સવારે દિમાગમાં એ જ સવાલો સાથે હું ઉઠી. બારી બહાર નજર કરી તો સુરજ ખાસ્સો એવો ઉપર દેખાતો પોતાની દિનચર્યા પર નીકળ્યાને સુરજને ખાસ્સો એવો સમય થઈ ગયો હોય એમ લાગતું હતું. એનો અર્થ એ હતો કે આજે ફરી હું મોડે સુધી ઊંઘી રહી હતી. મેં ફટાફટ નીચે જઈ મમ્મીના હાથની એ જ કડક ચા પીધી. ત્યારબાદ થોડીકવાર ફ્રેશ થઇ બધા જ સવાલોને બાજુ પર મૂકી મેં સાયકોલોજીનો પ્રોજેક્ટ પતાવ્યો. સાયકોલોજી મને ન ગમતા વિષયોમાનો એક હતો એટલે જ એ વિષય પ્રોજેક્ટ હું છેલ્લે પૂરો કરી રહી હતી. એવુ જ થતું જયારે હું કંટાળેલી હોઉં એ વખતે જ ...Read More

26

નક્ષત્ર (પ્રકરણ 26)

અમારી તરફ આવતી એ કાળી સ્કોર્પીઓમાં કોઈ મદદ કરનાર મળી રહેશે. મને આશા હતી પણ મારી બાકીની આશાઓ જેમ પણ ઠગારી નીકળી. એ કાળી સ્કોર્પીઓમાં અમારી નહી પણ સામે પક્ષની મદદ કરનાર હતા. એ કાર ત્યાજ થોડેક દુર પુલ ઓફ થઇ પણ એમાંથી ઉતરીને કોઈ બહાર ન આવ્યું. હું સમજી ગઈ કે એ ડોક્ટર અને એના માણસોની જ કાર હતી. હજુ આ બધા ડોકટરના જ માણસો હતા કે એનાથી એ ઉપર કોઈ હતું એ મને ખયાલ ન હતો. એ મહત્વનું પણ ન હતું. સામે જે ચહેરો હોય તે પણ બાજી એમના હાથમાં હતી એ નક્કી હતું. એ કાળી કાર ...Read More

27

નક્ષત્ર (પ્રકરણ 27)

કિંજલ હજુ એ ઝાડ નીચે સુકા પાંદડા અને ઘાસ પર બેઠી હતી. હુ પણ એનાથી થોડીક દુર ઘાસ પર ઉભી હતી. મારી ચારે તરફ અજાણ્યા માણસો હતા. બસ એક કિંજલ મારી પરિચિત હતી. હવે મને એ પણ અજાણ્યી લાગવા માંડી. જાણે હું એને કયારેય ઓળખતી જ ન હોઉં. ખબર નહી કેમ પણ મને લાગવા માંડ્યું કે મારું મોત એકદમ નજીક છે. જાણે એ મારી આસપાસ જ છે. જાણે ભેડા પરના કોઈ વ્રુક્ષની પાછળ લપાઈને બેઠેલુ એ મોત મારી તરફ આંખો માંડીને જ બેઠું છે. જાણે કે મોત દિવસોથી મારો પીછો કરી રહ્યું હતું. જાણે કોલેજના પહેલા જ દિવસે મને ...Read More

28

નક્ષત્ર (પ્રકરણ 28)

ભેડાઘાટ પરથી પસાર થતા વાદળોના પડછાયા અવાર નવાર બધાના ચહેરા પર અંધકાર ફેલાવીને ગાયબ થઈ જતા હતા. મારા જીવનમાં આમેય અંધકાર થઇ ગયો હતો એટલે ઉપરના વાદળો ખસે કે રહે એનાથી મને ખાસ કાઈ ફર્ક પડે તેમ ન હતો. આ ઘાટ વિશે મેં ઘણું સાંભળ્યું હતું. પપ્પા કહેતા કે આ જંગલ એવું છે કે અહીના કોઈ ઘાટ પર વોલ્ફ કે શિકારી કૂતરાઓનો કોઈ ડર નથી. આ જંગલ કોઈ પણ પ્રવાસી માટે સલામત છે પણ મને અહી ભેડીયાઓના પેક દેખાતા હતા. શિકારી આમતેમ ફરતા દેખાતા હતા મને અહી કોઈ સલામતી નહોતી દેખાઈ. કપિલને ફોન કરીને એ લોકો કઈક તૈયારી કરવા ...Read More

29

નક્ષત્ર (પ્રકરણ 29)

હું એક લાકડાના મકાનમાં ત્રણ દરીંદાઓ સાથે એકલી હતી. એ દરેકની આંખોમાં મને એક જુનુન દેખાઈ રહ્યું હતું. એમાંના આંખમાંથી હવસ નીતરી રહી હતી પણ વિવેકની આંખમાં માત્ર અને માત્ર ગુસ્સો હતો. મને સમજાયુ નહી કે વિવીકે મારી સાથે એવું કેમ કર્યું અને હજુ એની આંખોમાં એટલો ગુસ્સો કેમ છે? મેં તો કયારેય એનું કઈ બગાડયું નહોતું. અમારા પરિવાર વચ્ચે સારા સંબંધ હતા. એના અને મારા પપ્પા સારા મિત્રો હતા. “એનો શિકાર તો હુ જ પહેલા કરીશ.” ત્રણમાંના એકના વાળ લાંબા અને વાંકડિયા હતા એણે કહ્યું. એનો ચહેરો જંગલી જાનવરની યાદ અપાવે તેવો હતો. તેની ઈચ્છાઓ પણ કઈક એવી ...Read More

30

નક્ષત્ર (પ્રકરણ 30)

અડધા કલાક પછી અમે જે તરફ શહેર નજીક પડે જંગલને એ છેડેથી બહાર આવ્યા.. રોડ પર આવી વિવેકે બે ઓટોને હાથ કર્યા. પહેલી બે ઓટોએ અમારા તરફ ધ્યાન ન આપ્યું, એ એમની સ્પીડે જ નીકળી ગઈ. ત્યારબાદ એક ઓટો ઉભી રહી એમાં બેસી અમે કોલેજ તરફ જવા લાગ્યા. મારા શ્વાસ ફુલાઈ ગયા હતા. છાતી જોરથી થડકવા લાગી હતી. પણ વિવેક જાણે દોડ્યો જ ન હોય તેમ સ્વસ્થ હતો. “તું સારો છે તો આ કદંબ જેવા જાદુગર સાથે કેમ કામ કરે છે.?” ઓટો કોલેજ તરફ રવાના થઇ એટલે મેં નિરાંતનો શ્વાસ લેતા કહ્યું. મને હજુ કઈ ખબર ન પડી કે ...Read More