કઠપૂતલી

(3.9k)
  • 229.5k
  • 288
  • 124.1k

કઠપૂતળી નો ૧૯ મો ભાગ બે વાર આવવાની જે મિસ્ટેક થઈ હતી એ સુધારી લેવાયો છે. રસ ક્ષતિ બદલ માફી માગુ છુ

New Episodes : : Every Sunday

1

કઠપૂતલી - 1

એક એવી રહસ્ય કથા જે તમને અનેક આંચકાઆપવા તૈયાર છે.આમ તો મારી હોરર વાર્તાઓમાં લગભગ રહસ્ય ના તાણાવાણા ગુંથાયેલા હોય છે છતાં એક ક્રાઇમ થ્રીલર નવલકથા નો પ્લોટ મારા મસ્તિષ્ક માં ખળભળી રહ્યો હતો.એક ૧૮ વર્ષના નવલોહિયા યુવાને જ્યારે મને એમ કહ્યું કે મારાથી એક મર્ડર થઈ ગયેલું ત્યારે શરૂઆતમાં એની વાત પર ભરોસો નહોતો થયો. પછી જે રીતે એને આખો કિસ્સો રજૂ કર્યો ત્યારે સમજી શક્યો કે જરૂર કંઈક બન્યું છે ત્યાર પછી મગજમાં તંતુ ગુંથાતા ગયા. પછી સર્જાઈ એક દિલ ધડક રહસ્યકથા કટપુતલી..!!તો ચાલો સફરમાં "કઠપૂતળી"ની----------*** **** *** *****એને ફેસબુક ઓપન કર્યું એક પરિચિત નામની આઈડીની પ્રોફાઈલ ...Read More

2

કઠપૂતલી - 2

ઈનોવા એક આલિશાન બંગલાની પોર્ચમાં ઉભી રહી.બહારથી જ બંગલો અત્યાધૂનિક રાચરચિલા અને ફર્નિચરથી શુશોભિત લાગ્યો.બંગલાનુ ઈન્ટિરિયર.. ગ્લાસ બધુ જ સ્વપ્નના મહેલ સમુ એને ભાસી રહ્યુ હતુ.સંકેતની પાછળ પાછળ લવલિન બંગલામાં પ્રવેશી.ગ્રાઉન્ડ ફ્લોર પર આઠેક રૂમ્સ હતા.મધ્યના રૂમમાં સકેત પ્રવેશી ગયો.વૈભવી રૂમને જોઈ લવલિન દંગ રહી ગઈ..છતપર વિદેશી બનાવટનાં ઝૂમ્મર લટકતાં હતાં.કમરાની દિવારો પર ખજૂરાહોનાં સ્થાપત્ય સમાં કામશાસ્ત્રની વિભિન્નતાને ઉજાગર કરતાં શિલ્પો બેહદ ખૂબસૂરતીથી ઉભારવામાં આવેલાં હતાં.લવલિન ધારી ધારીને કમરાની ખૂબસુરતી નિહાળી રહી હતી.એક કોર્નર પર ડનલોપિલો બૈક સપોર્ટ ફોમ બેડ સેટ મૌજુદ હતો.એના પર મખમલી ચાદર બિછાવેલ હતી.લવલિને પોતાના શરીરને બેડ પર પડતુ નાખ્યુ.હજુય એની દ્રષ્ટી કમરાની દિવારો પર ...Read More

3

કઠપૂતલી-3

લવલિનને આકાશમાં ઉડવાની મહત્વકાક્ષા હતી.બોમ્બેમાં હોસ્ટલમાં રહી તે એક ડ્રામા ઈન્ટિટ્યૂટમાં જોડાયેલી.મોટી બહેન શહેરની એક નામી કંપનીમાં સારી સેલેરી જોબ કરતી. એણે ક્યારેય કોઈ વાતે લવલિનને ઓછુ આવવા દીધુ નહોતુ. પપ્પાનુ છત્ર એ બાળપણમાં ગુમાવી બેસેલી. બિમાર 'માં' જે પહેલાં એજ કંપનીમાં વર્કરો માટે કુકિંગ ડિપાર્ટમેન્ટ સંભાળતી હતી એમના સારા કાર્ય થી રીટાયરમેન્ટ પછી મોટીને એ કંપનીમાં જગા મળેલી.ભાઈ હતો પણ ન હોવા બરાબર, પોતાના એકના એક પુત્રના મૃત્યુ પછી એની પત્ની છોડીને ચાલી ગઈ. પૂત્રના ચાલ્યા જવાથી એને જિંદગીનો મોહ ઉતરી ગયેલો દારૂના નશામાં એ પોતાની જાતને ખોઈ નાખતો. ક્યારેય એને પીઠ ફેરવીને મમ્મી અને ભાઈ બહેનનો ખયાલ કર્યો ન હતો.પરિસ્થિતિઓ ...Read More

4

કઠપૂતલી - 4

પોતાની જાતને સંકેત તરીકે પરિચય આપનારો એ વ્યક્તિ પેલી ઈનોવા ગેરેજ વાળાને સુપરત કરી ત્યાંજ પાર્ક કરેલા બૂલેટ પર થઈ પોતાના આલિશાન બંગલા તરફ રવાના થઈ ગયો.ગેરેજના માલિકને મોટી ગાંઠડી મલી ગઈ તે ગજવામાં સેરવી દઈ ખુશ થઈ ગયેલો.પંંદરેક મિનિટ પછી બુલેટ એક વૈભવી બંગલા સામે પાર્ક થયુ.શરીર સૌષ્ઠવ ઘરાવતા એ કદાવર યુવાને વાંકડીયા બાલોમાં હાથ ફેરવતાં ગોલ્ડન કી ડોરના લોકમાં ભરાવી ડોર ઓપન કર્યું. અને પોતાના પ્રાયવેટ રૂમમાં એ ભરાયો.લક્ઝરી રૂમના આદમકદ આઈના સામે અત્યારે એ ઉભો હતો.ધીમેથી એણે હડપચી નિચેથી ચામડી ખેંચી.ચહેરાની ચામડી ખેંચાઈ. એ સાથે જ ચહેરા પરથી જાણે કે એક મુખૌટો ઉતરી ગયો.મુંબઈના સ્કીન સ્પેશિયાલિસ્ટની ...Read More

5

કઠપૂતલી - 5

આખાય કમરાને ખટપટિયા ધ્યાનથી નિરખી રહ્યો હતો. ક્યાંય કશુય અજુગતુ લાગતુ નહોતુ.ઘણી બધી એવી વસ્તુઓ હતી જે મુલ્યવાન હતી. કોઈ અડક્યુ સુધ્ધાં નહોતુ. સેફ અને એની કી પણ કરણદાસ જોડેથી મળી આવી.એક નામી કંમ્પનીનો મોંધો આઈફોન એની જોડેથી મળ્યો.જગદિશની પારખુ નજર બધાજ નિશાન પર ચિવટતાથી ફરી રહી હતી.ફોરેન્સિક લેબવાળાઓ ડેડ બોડીના અલગ-અલગ એન્ગલથી તસવિરો લઈ રહ્યા હતા.એમના આવ્યા પહેલાં લાશ જોડે કોઈ ફરક્યુ નહોતુ.પોપટ સરની ધાક જ એવી હતી.બાજુમાં એકજ ફ્લેટ હતો. નિલેશ લીંબાણીની ઉલટ તપાસ લીધી પણ એમને કોઈ વાતની જાણ નહોતી ખટપટિયા સમજી ગયેલો.ફ્લેટના ચાર કમરા કિચન બાથરુમ બધુજ ચેક કરી લીધુ.જગદિશના ચહેરા પર હૈરાની હતી." કોઈ ...Read More

6

કઠપૂતલી - 6

મોર્નિંગમાં પોલીસ ચોકી પર પગ મુકતાં પહેલાં જ ખટપટિયા જાણતો હતો કે એક ગુનાહિત ચક્રવ્યૂહનો આરંભ થઈ ચૂક્યો હતો.જગદીશ ખટપટીયા પોલીસ ચોકી પર બેઠો હતો."સર ફિંગરપ્રિન્ટ રિપોર્ટ આવી ગયો છે..! જગદીશે રિપોર્ટ વાળો કાગળ ઉચકતાં કહ્યુ.ફક્ત અને ફક્ત મરનારનાં ફીંગરપ્રીંટ છે બાકી ખૂનીની ફિંગરનાં ક્યાંય નિશાન નથી.કરણદાસના બંગલેથી cctv કુટેજ મંગાવી લીધા છે. જે એક ડિસ્કમાં હોઈ જગદીશે લેપટોપમાં ડિસ્ક સેટ કરી. અને લેપટોપના સ્ક્રીન પર ફૂટેજની ક્લિપ પ્લે કરી.એકધારી નજરે ખટપટિયા અને જગદીશ સ્ક્રીન પર આંખો ફેરવી જોતા રહ્યા.વીડિયોમાં કરસનદાસનો રૂમ સાફ દેખાતો હતો. સારું હતું કે એને લાઈટ ઓન રાખી ઊંઘવાની આદત હતી.લગભગ રાત્રે 2 વાગે કોઈ ...Read More

7

કઠપૂતલી - 7

આ સ્ટોરી ફક્ત મનોરંજન હેતુથી લખાઈ છે.વાર્તામાં આવતા નામ પાત્રો સ્થળ કદાચ કથાનકને સબળ બનાવવાના હેતુસર સાચાં લાગે. પરંતુ કલ્પિત છે..! જેની બધાંએ નોંધ લેવી.**** **** *****ઠુમ્મરસિંગ ઉર્ફે ઠમઠોર સિંગ તગડો મોટા પેટવાળો શખ્શ હતો.મોટી હવેલી જેવુ ધર હતુ એનુ. પાછળના ડોરથી આ બુટલેગર દારૂનો ધીકતો ધંધો કરતો. કેટલાક અફસરોની રહેમ નજર એના ધંધા પર હતી.કેમ નહોય એ મોટી રકમ છાને છપને જગદિશ સાહેબને પહોચાડી દેતો.અને નારંગની પણ ભૂખ ભાંગતો.બધુ ખટપટીયાની જાણ બહાર જ હતુ.ઠમઠોરસિંગ મોટે ભાગે મુખ્ય ગેટ પર સોફા પર પસરીને બેસતો અને આખો દિવસ મૂવીના આઈટમ સોંગ જોયા કરતો.ટીવી સ્ક્રીન પર નૃત્ય કરતી અર્ધનગ્ધ નર્તકીઓ જોવાની ...Read More

8

કઠપૂતલી - 8

જગદિશ પોપટસરના બુલેટ પર પાછળ બેઠો હતો.તેજ રફ્તારથી ખટપટિયા જમના પાર્ક સોસા. તરફ ભાગી રહ્યો હતો.જગદિશના મનમાં ગડમથલ જામી મર્ડર થયા છે.. અને બન્ને મર્ડર થયેલ વ્યક્તિઓનુ ફેમિલી ઓરિસ્સાથી બિંલોંગ કરે છે.આ જોગાનુજોગ ન હોઈ શકે...!મર્ડરરનુ જરુર આ લોકો સાથે કોઇ ગાઢ કનેક્શન હશે.. અને એ લીંક કઈ છે..?એને ઉજાગર કરવા જગદિશનુ મન તલપાપડ હતુ.બન્ને મર્ડર પરસ્પર સંલગ્ન હતા. મર્ડર વેપન બન્નેમાં અલગ અલગ વપરાયુ હતુ.પણ મર્ડરર એક જ હતો.પોપટસરે પોતાની ઓળખ છૂપાવી કરણદાસનાં વાઈફને તત્કાલ સુરત પહોચવા ફોન જોડેલો.કરણદાસનાં વાઈફ ટ્રેનમાથી બોલતાં હતાં અને મોર્નિંગમાં એ પહોંચી જશે એમ તેમનુ કહેવુ હતુ.એટલે ખટપટિયાને કરણદાસના મર્ડરના ન્યૂઝ આપી એમની ...Read More

9

કઠપૂતલી - 10

કઈ બાર દિલ ભર આયા હૈ મગર રોયે નહી હમ... તડપતે રહે ઉસ કે પ્યારમે દિલ કી આવાજ તો સુનતા હોગા.. યા નહી.. **** **** ***** સમિરનુ હ્રદય તડપી ઉઠ્યુ હતુ.આ એજ મીરાં હતી જે એને બેઈન્તહા પ્રેમ કરતી હતી. સાથે જીવવા મરવાના કોલ દિધેલા. અને પછી અચાનક અણધારી મૂકીને મમ્મી પપ્પાએ પસંદ કરેલા યુવકને પરણી ગયેલી.કંઈ કેટલાય મહિનાઓ સુધી સમિર એની યાદો સાથે તડપતો રહ્યો. વારંવાર ઈશ્વરને ફરિયાદ કરતો કે મારી જિંદગીમાંથી મારી ચાહતને કેમ છીનવી લીધી.પ્રેમમાં ત્યાગનો પણ મહિમા છે જ.. પણ એટલાં આગળ વધ્યાં કે જ્યાંથી પાછા ફરવુ એના માટે જિંદગીને દાવ પર લગાવવા જેવુ હતુ.અને એક ...Read More

10

કઠપૂતલી - 9

ખટપટિયા કરણદાસની યુવાન વિઘવા વાઈફને સાંત્વના દઈ હોસ્પિટલ તરફ રવાના થયો.ત્યારે ખટપટિયાના દિમાગમાં કંઈક ખટકી રહ્યુ હતુ. કરણદાસની યુવાન રૂદન એને પૂર્વનિયોજિત ડ્રામા જ લાગ્યુ.એ જરૂર કરતાં વધારે ચાલાક અને હોશિયાર લાગી એને..!પતિના મૃત્યુનો જે શોક એની પરણેતરને હોવો જોઈએ એ લગીરે જોવા ન મળ્યો.જે જોયુ એ એક્ટિંગ હતી. જેમાં રેશમી બદનની માલિક કરણની વાઇફનુ પર્ફોમન્સ કાબિલેદાદ હતુ.બંગલાની બહાર સાદા ડ્રેસમાં નારંગે પાણીપૂરી વાળા જોડે ગપ્પાં મારતો જોયો.પોપટસરના બુલેટને જોતાં જ એણે સેલ્યુટ ઠોકી.ખટપટિયા એક રહસ્યમય સ્માઈલ સાથે આગળ વધી ગયો.જગદિશને સમજાઈ ગયુ કે કરણદાસની વાઈફ પર નજર રાખવા પોપટ સરે નારંગને ગોઠવી દિધો છે..!બન્નેએ હજુ એકાદ કીમીનુ અંતર કાપ્યુ હશે ...Read More

11

કઠપૂતલી - 11

સમિરના મગજમાં ઝબકારો થતાં જ એ ચોકી ઉઠ્યો હતો.એને જે વિચાર મનમાં ઉદભવ્યો હતો.એનો સીધો જ ઈશારો એક નવા તરફ હતો.એને આખાય ખંડને બારીકાઈથી નિરખ્યો.Cctv કૂટેજ જોયા ત્યારે કેમેરાનુ એને ભાન થયેલુ.એક ભૂલ તો એનાથી પણ થઈ ગઈ હતી..આવતાંવેત મીરાંને ગળે લગાવવાની ભૂલ..કેમકે આખોય કમરો કેમેરાની નજરકેદમાં હતો.પર્સનલ બેડરૂમમાં કેમેરો જોઈ સમિરને કરણદાસનુ બિહેવિયર અરુચિકર લાગ્યુ.પોતાનો મીરાં સાથેનો ભૂતકાળ કોઈની નજર સામે ઉજાગર થાય તો પોતે ગુનેગારની બની જવાનો એ નક્કી હતુ.જેમ જેમ વિચારતો ગયો એને પરિસ્થતિની ગંભીરતા સમજાતી ગઈ.મીરાંને જોયા પછી પોતે કેટલી હદે ભાન ભૂલેલો એનો એને અહેસાસ થયો.મીરાંની ગેરહાજરીમાં મર્ડર થયુ. અને પોલિસે લાશ કબજે કરી ...Read More

12

કઠપૂતલી - 12

લવલિનની જિંદગીમાં ખુશીઓનુ વાવાઝોડુ ઉમટી પડ્યુ હતુ.મન હવે કોઈ આહલાદક સૂકુનથી તૃપ્ત રહેતુ હતુ.લવલિન અત્યારે પોતાના રૂમમાં આદમકદ આઈના ઉભી પોતાના રૂપને પહેલી વાર જોતી હોય એમ અભિભૂત બની તાકી રહી હતી.સંકેત સાથે એક ડીલ થઈ હતી.સંકેતે કમ્પ્યૂટર સ્ર્કીન પર એને જે દ્રશ્યો બતાવ્યાં હતાં. એ જોયા પછી લવલિન સંકેતને વશ થઈ ગઈ હતી.અને ત્યાર પછી આરંભાયુ હતુ એક મિશન..જેમાં હર પલ એનો હમરાહ બનીને સંકેત ઉભો હતો.આમ તો લવલિન એવી કઠપૂતળી બની ગઈ હતી જેની ડોર સંકેતના હાથમાં હતી જોકે લવલિનને એના કામને અંજામ આપી લેશ માત્ર પછતાવો નહોનો.મનને અદભૂત શાતા હતી.સંકેત વિશે આમ તો એને ફેસબૂકીયો પરિચય ...Read More

13

કઠપૂતલી - 13

13ડુમ્મસની હદમાં આવતી પોલિસ ચોકીના ઈન્ચાર્જને જાણ કરી મર્ડરનો ગુનો નોંધાયો હતો. છતાં આ કેસ ઓલરેડી એક જ પરંપરાગત અનુસરતો હોઈ ખટપટિયાએ પોતાની રીતે ઈન્વેટિગેશન જારી રાખ્યુ હતુ. પુરૂષોત્તમદાસની કારને ખટપટિયા અને જગદિશ ધારી ઘારીને જોઈ રહ્યા હતા.. ગાડીના આગળના મેઈન ગ્લાસ પર રક્તથી કઠપૂતલી લખાયુ હતુ.ગાડીની પડખે જ પુરૂષોતમની લાશ પડી હતી. જમીન પર થયેલો લિસોટો અને લોહીના ડાઘ જોઈ એવુ લાગતુ હતુ. જાણે લાશને ઝાડીમાંથી ખેચીને લવાઈ હતી. એના ગળાની નસ કપાઇ ગઈ હતી..આગળનો શર્ટનો ભાગ લોહીથી ખરડાઈ ગયો હતો. એની આંખો પહોળી થઇ ગઈ હતી. ખટપટિયા ત્યાં લગી જોઈ આવ્યો જ્યાં એનુ મર્ડર થયુ ...Read More

14

કઠપૂતલી - 14

પોલિસ ચોકી પર આવ્યા પછી ખટપટિયા ચિંતાતુર જણાતો હતો. કદાચ એની ધીરજની અવધીનો અંત આવી ગયો હતો. જગદિશે પણ અને અણધારી વણસેલી પરિસ્થિતીથી રધવાટ અનુભવ્યો. પોષ્ટમોટમના ત્રણ રિપોર્ટ ટેબલ પર હતા. ત્રણેયને જોવાની તસ્દી ખટપટિયાએ લીધી નહોતી. કદાચ રિપોર્ટમાં શુ હતુ એ વાતથી તે સુપેરે જ્ઞાત હતો. કરણદાસને છાતીના ભાગે અંજારી છરીના પાંચ વાર કરી મૌતને ધાટ ઉતારી દીધેલો. દર રવિવારે આવતી વાર્તા કઠપૂતલી.. ...Read More

15

કઠપૂતલી - 15

તરૂણ દેખાવે સિમ્પલ હતો. માથાના અર્ધા ભાગેથી વાળ ગાયબ હતા.જેટલા હતા એનાથી માથુ ઢાંકવાનો રોજ મરણિયો પ્રયાસ કરી એ જતો.સચિન જીઆઈડીસી એરિયામાં ડાયમન્ડની એક મોટી પેઢીમાં અકાઉન્ટ વિભાગમાં એનુ મોભાનુ સ્થાન હતુ.અત્યારે સાંજના સાત વાગી રહ્યા હતા.પોતાના બાઇક પર સુરત સિટી પહોંચવાની તૈયારીમાં હતો.કે ઉધના દરવાજે એક અજાણ્યા વ્યક્તિએ એનો રસ્તો રોક્યો."તમે તરૂણભાઈ ને..?""યસ પણ તમે..?" અસમંજસમાં પડી એણે પૂછ્યુ."ગાડી સાઈડ પર લઈલો.. તમારો જીવ બચાવવો છે..!"પેલાની વાત સાંભળી તરૂણનુ હ્રદય ધબકારો ચૂકી ગયુ.ટ્રાફીક જામનો ટાઈમ હોઈ વાહનોની કતારો લાગી હતી.રસ્તામાં ખોટી થવુ એ કરતાં આ વ્યક્તિની વાત સાંભળવી તરૂણને યોગ્ય લાગી.કોર્નર પર રહેલા રેશ્ટોરાં પર બન્ને પ્રવેશ્યા.મને કઈ ...Read More

16

કઠપૂતલી - 16

પોલિટિશ્યનોનુ કેવુ દબાણ છે મારા પર તમને કઈ ભાષામાં સમજાવવા મારે..?"એસ પી. સાહેબની ઓફીસમાં મૂંગો બની ઈસ્પે. ખટપટિયા સાહેબનો ભોગવી રહ્યો હતો." કેટલા મર્ડર થયા છે..?"એસીપીએ ખટપટીયા ની આંખો માં જોતા પૂછ્યું."સર ત્રણ..!"અને આ ત્રણેય મર્ડર ના લીધે મીડિયામાં કેવો હોબાળો જોવા મળે છે ખબર છે ને.?"ત્રણ-ત્રણ મર્ડર થવા છતાંય ખૂની આજાદ ફરી રહ્યો છેએક સરખા મર્ડર થયા છે. અને તમે હજુ પાપા પગલી ભરો છો..!શુ ઉખાડી લેવાના મર્ડરરનુ.. તમે..? બોલો..?એક પણ પ્રૂફ હાથવગો કર્યો કે જેના વડે ખૂની ને પકડી શકાય..? નહી.. હજુ અંધારાં જ ફંફોસો છો..!ઈસ્પે ખટપટિયા..! પહેલી વાર તમે મારુ માથુ ઝૂકાવી દીધુ..!આજથી કઠપૂતલી મર્ડર કેસનો ...Read More

17

કઠપૂતલી - 17

રક્ષાબંધનનો દિવસ.. રસ્તાઓ પર ઉતરી આવેલુ રંગોનુ વિશ્વ.. ભાઈ બહેનના હેતની હેલીના સંધાણની સુંગધમાં ફેરવાઈ જતી ક્ષણોનુ વિશ્વ... ભરતી ઓટથી છલકાઈ ઉઠતા ઓવારાનુ અપ્રિતમ આંખમાંથી નિતરતુ લાવણ્ય દર્શાવતાં મંજરોથી મકાનો ધર બની જતાં હતાં. કામધંધાથી ધમકતાં નગરો આ દિસવે સાચા અર્થમાં જીવનને ધબકતુ કરી દેતાં. આવા પવિત્ર દિવસે ભાવવિભોર દ્રશ્યોમાં ખલેલ પાડવી સમિરને દિઠેય પસંદ નહોતુ. પણ સવાલ મીરાંના કેસનો હતો. પોતાની લાગણીઓને પુરવાર કરવાનો હતો. સંજોગો વિરુધ્ધ હતા. લાગણીઓની છણાવટ થઇ ગયેલી ને છતાં સમિરની રાત્રીઓ વર્ષો સુધી ભીંજાતી રહેલી. જીવન ધબકતુ હતુ અહેસાસ એનો જીવંત હતો. એટલેજ આજે જૂનૂન હતુ. કશુ મેળવવાનુ નહી પણ એની તકલિફમાં સધિયારો ...Read More

18

કઠપૂતલી - 18

સવારમાં મીરાં જલદી ઉઠી ગઈ હતી. એનુ મન ઉદ્વિગ્ન હતુ ઉચાટ ધેરી વળેલો. એનુ અસ્તિત્વ જાણે છીન્ન ભિન્ન થઈ હતુ. કારણ જેનો ડર હતો એ જ થયુ હતુ. તરુણને અબઘડી મળવુ પડે એમ હતુ. અને એનો કોલ હતો. એના પતિ અને ઠમઠોરનુ મૃત્યુ કોઈ પૂર્વ નિયોજિત પ્લાનિંગથી થયુ હતુ. જે લોહીથી ચિતરાયેલા કઠપૂતળી નામના અક્ષરો ચિસ પાડીને કહેતા હતા કે હજુ મર્ડર થવાના હતા. કરણના મર્ડર પછી મીરાં ઓરિસ્સાથી આવી. એજ દિવસે રેલ્વેસ્ટેશને મીરાંને તરુણ મળેલો. અગાઉથી જ કોલ કરી એણે જાણી લીધેલુ કે એ કઈ ગાડીમાં આવી રહી છે. મીરાંને ઉતરેલી જોઈ તરુણ એની સમિપ ધસી ગયો. મીરાંના ...Read More

19

કઠપૂતલી - 19

સવારમાં મીરાં જલદી ઉઠી ગઈ હતી. એનુ મન ઉદ્વિગ્ન હતુ ઉચાટ ધેરી વળેલો. એનુ અસ્તિત્વ જાણે છીન્ન ભિન્ન થઈ હતુ. કારણ જેનો ડર હતો એ જ થયુ હતુ. તરુણને અબઘડી મળવુ પડે એમ હતુ. અને એનો કોલ હતો. એના પતિ અને ઠમઠોરનુ મૃત્યુ કોઈ પૂર્વ નિયોજિત પ્લાનિંગથી થયુ હતુ. જે લોહીથી ચિતરાયેલા કઠપૂતળી નામના અક્ષરો ચિસ પાડીને કહેતા હતા કે હજુ મર્ડર થવાના હતા. કરણના મર્ડર પછી મીરાં ઓરિસ્સાથી આવી. એજ દિવસે રેલ્વેસ્ટેશને મીરાંને તરુણ મળેલો. અગાઉથી જ કોલ કરી એણે જાણી લીધેલુ કે એ કઈ ગાડીમાં આવી રહી છે. મીરાંને ઉતરેલી જોઈ તરુણ એની સમિપ ધસી ગયો. મીરાંના ...Read More

20

કઠપૂતલી - 20

સવારના 5 નો સમય હતો. હંસા માસીને જરૂરી સૂચનાઓ આપી પોતની સ્કૂટી પર એ નીકળી. શહેરમાં આછી ચહલ પહલ થઈ ગઈ હતી. તહેવાર હોઈ લોકો વહેલાં ઉઠી દિનચર્યામાં જોતરાઈ ગયેલાં. સ્વાભાવિક હતુ શહેરમાં આ સમયે કોઈને બહાર નિકળવુ અજૂગતુ ન લાગે. મીરાંએ ઠંડીનો ચમકારો અનુભવ્યો. હમણાં હવામાન પલટાતુ રહેતુ હતું. દિવસે ગરમીનો ઉકળાટ અને છેલ્લા પ્રહરમાં ઠંડીનુ મોઝું..! મીરાંના બદનમાં ધીમી કંપારી વ્યાપી વળેલી. એ કંપારી ઠંડીની નહોતી. એના મનમાં ઉઠેલા ધમસાણની હતી. શરુઆતથી જ ધરનુ સ્વતંત્ર વાતવરણ અને મમ્મી પપ્પા વચ્ચેના મતભેદોને લીધે એને જોઈતો પ્રેમ અને હૂંફ મળેલાં નહી. કોલેજમાં કેટલીક વલ્ગર ફ્રેન્ડ્સના એ સંપર્કમાં આવી. આધૂનિકતાની ...Read More

21

કઠપૂતળી - 21

સમિર અત્યારે મીરાંના બંગલે જવા માગતો નહોતો. મન ધણુ વિહવળ હતુ. એક અંદરખાને ચોટ થઈ હતી. જેનુ દર્દ એના પર ઉતરી આવ્યુ હતુ. આટલા વર્ષે પણ ચોટ વાગી. ક્યાંક ભીતરે કંઈક ખૂંચાઈ રહ્યુ હતુ. જાણ હતીજ પરંતુ આટલી હદ સુધી એ જઈ શકે કલ્પના નહોતી. કારને બીલકૂલ સ્લો ડ્રાઈવિંગ કરી એને ડૂમ્મસ તરફ લીધી. બધા અવાજો અને ઘોંઘાટથી દૂર ચાલ્યા જવુ હતુ. જ્યારે એનુ મન ઉચાટમાં હોય ત્યારે એ મનહર ઉધાસના સ્વરમાં ગઝલો સાંભળતો. આજે પણ રેકર્ડ પ્લેયર ઓન કરતાં જ મધ્યમ કર્ણપ્રિય અને માર્મિક સ્વરોનો હ્રદયમાં સ્પર્શ માણી રહ્યો હતો. ----- ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ...Read More

22

કઠપૂતળી - 22

સૃષ્ટીવિલા' ની ભવ્યતા ઉડીને આંખે વળગે એવી હતી. લંબગોળ ચહેરો વાંકી રાજપૂતી મૂછો અને કસાયેલુ પુષ્ટ શરીર ઈસ્પે. કસરતનો આદી હોવાનુ જણાવી દેતુ હતુ. એના ચહેરા પર સહેજ પણ પરેશાની કે ઉકળાટ નહોતો. અભય દેસાઈ આવતાં વેત આખા બંગલાની બારીકાઈથી તલાશી લેવાનો ઓર્ડર આપી ચૂક્યો હતો. એસ. પી સાહેબે સંળગ મર્ડરનો સિલસિલો અકબંધ રહ્યો હતો તો કાનૂનનુ નાક બચાવવાની જિમ્મેદારી એના કંધા પર નાખી. અભય પોતાની જાતને સાબીત કરવા માગતો હતો. જ્યારથી એસ પી સાહેબે કઠપૂતળી ચકચારી મર્ડર કેસની ફાઈલ પોતાને સુપરત કરી હતી ત્યારથી પોતે બહુ આંદોલિત અને ઉત્સાહિત હતો મીડિયા અને સોશિયલ સાઈટો પર છવાઈ ગયેલા મર્ડર ...Read More

23

કઠપૂતલી - 23

ઘરે આવ્યા પછી મીરાનુ મન ખૂબ જ વ્યાકુળ હતુ. વ્હિસ્કીની બોટલ કાઢી એણે પેગ બનાવ્યો ગ્લાસના બાઉલમાં આઇસ ક્યુબ મનના ઉચાટને શરાબના ઘૂંટમાં એ ગટગટાવી જવા માગતી હતી. દરવાજે દસ્તક થતાં મીરાંનુ હ્રદય આંચકો ખાઇ ગયુ. એક સાથે અનેક ભાવો આવીને ઓજલ થયા. અલપઝલપ થયેલી ચહેરાની ફીક્કાશને છૂપાવવાની મથામણ એને કરી.. એણે જેવો દરવાજો ખોલ્યો સામે સમિર ઉભો હતો. "સમિર ..!! આમ અચાનક..?" પોતાના ચહેરા પર થી ગભરાહટ છુપાવવાનો એણે મિથ્યા પ્રયાસ કર્યો. "કેમ અચાનક ના આવી શકું..?" 'હ..હા કેમ નહી..!" મીરા સમજી શકતી નહોતી કે ખરેખર સમીર એને ઘટનાસ્થળે જોઈ ગયો હશે કે કેમ.? "કોઈ ટેન્શન છે..?" સમિરના ...Read More

24

કઠપૂતલી - 24

એને સજ્જડ પ્લાન બનાવ્યો હતો બધુ પહેલેથી જ તય હતું. એક ક્ષણ માટે સમીર ને લાગ્યું હતું કે ક્યાંક આ સંપૂર્ણ કેસની માસ્ટરમાઈંન્ડ તો નહી હોયને? પરંતુ નહીં જે રીતે એને વાત કરી હતી તે ઉપરથી સમીર અનુમાન લગાવી શક્યો કે તરુણ ને પોતાના મોતની ખબર પડી ગઈ હોવી જોઈએ. અને એટલે જ છેલ્લે છેલ્લે મરતા પહેલાં એ મીરાં સાથે થોડી મોજ કરી મુક્ત થવા માગતો હતો. તરુણ મીરા સાથે હશે એ વાત ખૂની ખૂબ સારી પેઠે જાણતો હોવો જોઈએ. કદાચ આખી રાત તરુણના ઘરમાં છુપાઈને એ રોકાયો હોઈ શકે.. મીરાંની વાત સાંભળ્યા પછી સમીર ગહન ચિંતામાં સરી પડ્યો ...Read More

25

કઠપૂતલી - 25

અભય દેસાઈ પરેશાન હતો. પોલિસ હેડ ક્વાર્ટર પર પોતાની ઓફિસમાં કોઈ ઊંચી બ્રાન્ડની સિગારના કશ ખેંચી જાતને ચકરાવામાં ઘેરી લીધી હતી. જિંદગીમાં પહેલી વાર કોઈ એવો પડકારજનક કેસ હાથમાં હતો. જેને અભયનું પ્રેશર વધારી દીધું હતું. રીતસર તરૂણના બંગલે જાપ્તો ગોઠવ્યા છતાં ખૂની સિફતથી પોતાનું કાર્ય પાર પાડી ગયો. પોતાનો સ્ટાફ માત્ર ચોકી પહેરો ભરતો રહી ગયો. અભયે બેલ બજાવી પોતાની અંડરમાં કામ કરતા તાવડે ને બોલાવ્યો. ત્યારે જ પોલીસ ચોકી પર સમીરનું આગમન થયું. "May i come in sir..?" સમિરે ભીતર પ્રવેશવાની પરવાનગી માગી. અભય દેસાઇએ તાવડેને ઈશારો કર્યો. તાવડે બહાર આવી સમીરને ઓફિસમાં દોરી ગયો. "હલ્લો સર..!" ...Read More

26

કઠપૂતલી - 26

અભય દેસાઈ પરેશાન હતો. પોલિસ હેડ ક્વાર્ટર પર પોતાની ઓફિસમાં કોઈ ઊંચી બ્રાન્ડની સિગારના કશ ખેંચી જાતને ચકરાવામાં ઘેરી લીધી હતી. જિંદગીમાં પહેલી વાર કોઈ એવો પડકારજનક કેસ હાથમાં હતો. જેને અભયનું પ્રેશર વધારી દીધું હતું. રીતસર તરૂણના બંગલે જાપ્તો ગોઠવ્યા છતાં ખૂની સિફતથી પોતાનું કાર્ય પાર પાડી ગયો. પોતાનો સ્ટાફ માત્ર ચોકી પહેરો ભરતો રહી ગયો. અભયે બેલ બજાવી પોતાની અંડરમાં કામ કરતા તાવડે ને બોલાવ્યો. ત્યારે જ પોલીસ ચોકી પર સમીરનું આગમન થયું. "May i come in sir..?" સમિરે ભીતર પ્રવેશવાની પરવાનગી માગી. અભય દેસાઇએ તાવડેને ઈશારો કર્યો. તાવડે બહાર આવી સમીરને ઓફિસમાં દોરી ગયો. "હલ્લો સર..!" ...Read More

27

કઠપૂતલી - 27

પહેલા તો નવલકથાઓના આપતા લેટ કરવા બદલ માફી ચાહું છું હવે નિયમિત આવશે 25 અને 26 મો ભાગ એક ગયો હતો એમાં 26 મો ભાગ નવો અપડેટ કરી નાખવામાં આવ્યો છે.. હવે કઠપૂતલીમાં આગળ..@@@@@@@તરુણની હત્યા પછી અભય ખરેખરનો ઘૂઘવાયો હતો... ધૂળિયા રસ્તા પર અભયની ગાડી દોડતી હતી . પડખે સમીર બેઠો હતો. ઇસ્પેક્ટર અભયના ચહેરા પર ઉપસી આવેલા પરેશાની ભર્યા ભાવોને કળી ગયો હોય એમ સમિર બોલ્યો..."તાવડે.. લીલાધરને ઉપાડી લાવવા ગયો એ ગયો.. એનોય કોઇ પત્તો નથી..!"સમીરની વાત કાપતાં અભયે કહ્યું. "મારા ભેજામાં હજુ સુધી ઉતરતું નથી કે તરુણનુ ખૂન જો મીરાંદાસે જ કર્યુ હોય તો જાસૂસરાજા.. મને કહેશો આ ગુંચળુ ઉકેલવાનો ...Read More

28

કઠપૂતલી - 28

થયુ પણ એવું જ..લીલાધરની ગાડી નીકળી ગઈ એના થોડાક અંતરાલ પછી.. તાવડે લીલાધરના બંગલે પહોંચ્ચો હતો. લીલાધરના વફાદાર એવા જાણી જોઈને જ બંગલાનો મુખ્ય દરવાજો અનલોક રાખ્યો હતો. ટપ ટપ ટપ જુત્તાઓનો ધ્વનિ એને નજીક આવતો સાંભળ્યો. એટલે રામુ ભીતરના એક રૂમમાં પરદાની ઓથ લઈ છૂપાયો..બંગલામાં ઉપર નીચે દસેક રૂમ હતા. એ સિવાય નીચે પાંચમા બેડરૂમમના ભોયરામાં એક રૂમ હતો.. જે ખુફિયા રૂમ ગણાતો. મજાની વાત એ હતી કે એ આવા ભૂગર્ભના રૂમમાં મોબાઈલનુ કવરેજ બિલકુલ નહોતુ.. એટલે રામા એ જાણી જોઈ ને છેલ્લો કમરો પોલિસની મહેમાનનવાઝી માટે પસંદ કર્યો. પતરાના ટીનને એકબીજા ઉપર ગોઠવી રામુએ સૌથી નીચેના ટીનને પાતળા ...Read More

29

કઠપૂતલી - 29

આલિશાન બંગલા આગળ પોલિસની ગાડીને હળવી બ્રેક લાગી. અભય એક પણ મિનિટ ગુમાવ્યા વિના ગાડીમાંથી નીચે કૂદી પડ્યો. અભયની જ સમીર અને ડ્રાઇવિંગ સીટ પર રહેલો કોન્સ્ટેબલ નારંગ બંગલા તરફ ભાગ્યા...સૂરજ નમી ગયો હતો. આથમણા આકાશમાં કેસુડાનો રંગ કુદરતે ઢોળી દીધેલો. પંખીઓનો કલશોર પીપળાના વૃક્ષ પર ગુંજી રહ્યો હતો. એક અસીમ સન્નાટો ઓઢીને બંગલાનો ખાલિપો જાણે એમની જ રાહ જોઈ રહ્યો હતો. એક પછી એક કમરાને અભય સમીર અને નારંગ ખંગાળવા લાગ્યા... પાંચમા નંબરના કમરામાં પહોંચ્યા ત્યારે એક ખૂણામાં ટાઈલ્સ નીચેથી ઢમ ઢમ ઢમ.. અવાજ આવતો સાંભળી અભયની આંખોમાં વિસ્મય ધોળાયુ... ઈસ્પે. અભય અને નારંગ ખૂણા તરફ દોરવાયા.. નીચેથી કોઈ ...Read More

30

કઠપૂતલી - 30

બ્લેક સ્પાઈડરમેન જેવા ડ્રેસમાં કોઈ દિવાર જોડે ઉભુ હતુ. જે કોઈ પણ હતુ એ બિન્દાસ્ત બની ખૂનથી ચિતરી રહ્યું હતું... અભયે મોં પર આંગળી મૂકી એક પળ બધાને સાયલંટ રહેવાનું સૂચન કર્યુ. પોતાના મોબાઈલમાં એની બે-ત્રણ તસવીર લઈ લીધી.. કેમકે.. અભયની સમજમાં આવી ગયુ કે એ ખૂની જ છે. લીલાધરની ઈહલીલા સમાપ્ત કરીને રકતથી દિવાર પર કઠપૂતલી લખી રહ્યો છે.. અભય હવે એને વળતા હૂમલાનો કે ભાગવાનો મોકો આપવા માગતો નહોતો. એટલે એણે ત્વરિત નિર્ણય લીધો.. તમામને દરવાજો ઘેરી લેવાનો ઈશારો કરી એ ગન સાથે દરવાજામાં એંટર થયો. "તારો ખેલ ખતમ.. તુ જે પણ હોય હથિયાર ફેંક અને શરણે થઈ જા.., ...Read More

31

કઠપૂતલી - 31

એક વિસ્ફોટજનક ખબરનો ન્યૂઝચેનલોને જાણે મસાલો મળી ગયો. કઠપુતલી મર્ડરમિસ્ટ્રીની માસ્ટર માઈંડ મળી ગઈ. જોકે ખૂની વિશે વધુ જાણકારી ઉપરથી મનાઈહુકમ હતો. એટલે વધું માહિતી લીક નહોતી કરાઈ.જોકે કઠપૂતલી મર્ડરમિસ્ટ્રીને અંજામ આપવામાં કોઈ યુવતીની ભૂમિકાની વાત જાણી લોકમાનસ પર આશ્ચર્યનું મોજું ફરી વળેલું.. સાથે-સાથે લીલાધરનું મર્ડર કરી ખૂનીએ પોતાનું ધાર્યું કરી નાખ્યું હતું."કઠપૂતલી મર્ડરમિસ્ટ્રીના માસ્ટર માઇન્ડને પકડવામાં ઇસ્પેક્ટર અભય દેસાઈને મળેલી જબરજસ્ત સફળતા..! આખરે બેલગામ થયેલી સિંહણને બેડીયોમાં જકડી લેવાઈ..!"પબ્લીક ખૂની યુવતીને જોવા બેકાબૂ થઈ હતી. ઈસ્પે. અભયને કોર્ટ સુધી ખૂનીને લઈ જતાં ભારે જહેમત ઉઠાવવી પડી.ન્યૂઝચેનલના રિપોર્ટર ખૂનીના પરાક્રમ માટે જાણે કે એના માનમાં કસીદા પઢી રહ્યાં હતાં. ...Read More

32

કઠપૂતલી - 32

કોન્સ્ટેબલની વાત સાંભળી ઇસ્પેક્ટર અભય પોતાની સીટ પરથી ઊભો થઈ ગયો હરણફાળ ભરી જ્યાં લવલીનને કેદ રાખવામાં આવી હતી રૂમમાં પહોંચ્યો. લવલી ફર્શ પર ઢળી પડી હતી. સુધબુધ ગુમાવી જેવી રીતે એ પડી હતી અભય સમજી શક્યો કે એનું શરીર નિષ્પ્રાણ બની ગયું હતું. ઇસ્પેક્ટર અભય દેસાઈની સાથે ઈસ્પે. નારંગ કોન્સ્ટેબલો બધાને જાણે સાપ સુંઘી ગયો. અભયની મતિ બહેર મારી ગઈ. પોલીસ કસ્ટડીમાં એકદમ અચાનક લવલીનનું મૃત્યુ થઈ જવાની ઘટના અભયના દિમાગમાં ફીટ બેસતી નહોતી. એમ્બ્યુલન્સ અને ફિંગર પ્રિન્ટ એક્સપર્ટને જાણકરી ઇન્સ્પેક્ટર અભય લવલીનની લાશનું બારીકાઈથી નિરીક્ષણ કરી રહ્યો હતો..લવલીનીના મોઢામાંથી જરાક ફીણ નીકળી રહ્યું હતું. ઇસ્પેક્ટર અભય ખરેખરનો ...Read More

33

કઠપૂતલી - 33

ઇસ્પેક્ટર સોનિયા, ઇસ્પેક્ટર અભય દેસાઈ અને એનો સ્ટાફ અત્યારે કોમ્પ્યુટર સ્ક્રીન સામે હતો ઇસ્પેક્ટર અભયે તરત જ પોલીસ સ્ટેશનની સાઈડે આવતી સ્ટ્રીટના સીસીટીવી કેમેરાનાં કુટેજ મંગાવ્યાં.કારણકે શૂટ કરનાર વ્યક્તિ એ બાજુ ભાગ્યો હતો.કેમેરાના ફૂટેજનાં દ્રશ્ય જોઈ બધાની આંખો વિસ્મયથી પહોળી થઈ ગઈ. ઇસ્પેક્ટર પોપટ ખટપટીયા પોલીસ હાલમાં એક તરફ ભાગી રહ્યો હતો."જોયું સર લવલીને મરતા પહેલાં કહ્યું હતું કે, 'ઇસ્પેક્ટર પોપટ ખટપટિયા જ એ વ્યક્તિ છે જે કટપુતલી મર્ડર મિસ્ટ્રી માટે જવાબદાર છે અને એટલે જ એણે પોલીસ સ્ટેશન સુધી આવીને લવલીનને પણ મોતને ઘાટ ઉતારી દીધી. ' કોઈપણ હિસાબે ઇન્સ્પેક્ટર ખટપટીયા શહેર છોડીને છટકવા ના જોઈએ." અભય કહ્યું. "ખટપટિયા ...Read More

34

કઠપૂતલી - 34

ઇસ્પેક્ટર અભયે દેસાઈ પોપટ ખટપટીયાને પકડવા માટે બધાને હુકમ કરી પોતાની સર્વિસ રિવોલ્વરને લીધી. ઈસ્પે. અભયે ઇસ્પેક્ટર સોનિયા સહિત ટીમને તૈયાર કરી.એ જ વખતે પોલીસ ચોકીના સર્વિસ ફોનની રીંગ સંભળાઈ. બિલકુલ અજાણ્યો નંબર જોઈ ઇસ્પેક્ટર અભયે સ્પીકર ઓન કર્યું.સ્પીકરમાં થી એક અવાજ ગુંજ્યો."હા આ તમામ હત્યાઓ માટે હું જવાબદાર છું..!ક્યારેય તમે લોકોએ લાંબો વિચાર કેમ ન કર્યો ?મરનારા તમામ વ્યક્તિઓ ઓરિસ્સાથી બિલોન્ગ કરે છે.. કારણકે કટપુતલી મર્ડરમિસ્ટ્રીને જન્મ આપનારી ઘટનાનાં મૂળીયાં ઓરિસ્સા સુધી લંબાયાં છે..ખેર તમે તપાસ કરતા તો પણ કશું હાથ લાગવાનુ નહોતું.હું ખૂબ તરફડ્યો છું સાહેબ.. ! આ તમામ વ્યક્તિઓના અપરાધની તમને ભનક હોત તો તમે પણ ...Read More

35

કઠપૂતલી - 35

લવ ગાયબ થઈ ગયો હતો એની ક્યાંય ભાળ ન મળતાં અમે પોલીસ કમ્પલેન કરી પોલીસ પોતાની રીતે તપાસ રહી. ધોધમાર વરસાદ પડ્યા પછી લવની ભાળ મળવી મુશ્કેલ હતી.મારો પરિવાર ખૂબ પરેશાન હતો એવામાં એક દિવસ પેલી છોકરી મારી જોડે આવી. એણે જે વાત કરી એ સાંભળી મારા હાથ પગ ધ્રુજી ઉઠ્યા. મને તો સ્વપ્ને પણ કલ્પના ક્યાંથી હોય કે આ પાંચે મિત્રો મળીને લવને મોતને ઘાટ ઉતારી દીધો હતો. મેં આખી ઘટનાને મનમાં ધરબી દીધી. એક દાવાનળ સળગતો હતો હવે. એક એવી આગ મનમાં પ્રજ્વળી ઉઠી હતી. જે આ લોકોના ખૂનથી જ બુજાય એમ હતી.એવામાં એક ઘટના ઘટી. આ પાંચેય ...Read More

36

કઠપૂતલી - 36 - લાસ્ટ પાર્ટ

મને મારી જાત પર ભરોસો હતો. કોઈ મારા સુધી પહોંચી શકવા સમર્થ નહોતું. મેં મારા ચહેરા માટે એવું માસ્ક કરાવ્યું જે આબેહૂબ તમારા ચહેરાને મળતું આવતું હતું. એવું માસ્ક એક મેકઅપમેને મને બનાવી આપેલું. જે મારા ચહેરાની ચામડી સાથે ભળી જાતુ હતું. બસ ત્યાર પછી તો દુનિયા સાથે હું મારા દુશ્મનોને પણ છળતો રહ્યો.. લવલીનનો સાથ મળ્યા પછી હું કરણદાસને મોતને ઘાટ ઉતારવામાં સફળ થયો. પોલીસ ખૂનીને શોધતી રહી. સાવ નજર સામે હોવા છતાં કોઈ મારી સામે આંગળી ચીંધી શકે એમ નહતું. મારે મારા દુશ્મનોના મગજમાં ડર બેસાડી દેવો હતો એટલે મેં આ લોકોની હત્યા કરાવી એમના જ ખૂનથી ...Read More